________________
-
-
- -
- =
=
એ ટલે
કરે છે
=
=
=
'BI
-ર
"
-
5
*
-
.
,
*
I
:
A
*
,
,
અહે,
છે
22)
ભદ્રેશ્વર તીર્થ કે દેશમાં અંજારથી દશેક ગાઉ ર વસઈ ગામ છે. ત્યાં ભદ્રેશ્વર નામે પુરાણુ રથાન છે. આજથી લગભગ વીસ વર્ષ પહેલાં અહી ભદ્રાવતી નામની નગરી હતી. આદર્શ પ્રદ્યચારી વિજય શેઠ અને વિજયા શેઠાણું આ નગરીનાં જ નિવાસી હતાં. શ્રી વીર નિર્વાણ પછી ર૩મા વર્ષે દેવચંદ નામના એક ધનાઢ્ય શ્રાવકે ભવ્ય જિનમંદિર આ નગરીના મધ્ય ભાગમાં બંધાવ્યું અને પ્રતિમાની અંજનશલાકા શ્રી સુધર્માસ્વામી ગણધર મહારાજના હાથથી કરાવી. આ સંબધી એક તામ્રપત્ર વિ. સં. ૧૯ત્રમાં અહીના મંદિરના જીર્ણોદ્ધાર સમયે મળેલું. આ લેખની મૂળ કૅપી તે ભુજમાં છે, કિન્તુ તેની નકલ પૂ. પા. આચાર્ય શ્રી વિજયાનંદસૃરજી મહારાજને તથા રાયલ એશિયાટીક સોસાઈટી કલકત્તાના ઓનરરી સેક્રેટરી એ. ડબલ્યુ રૂડે હાનલ નર મોકલેલી. તેમણે આ તામ્રપત્રની નકલ ઘણું મુશ્કેલીથી -વાચી નિર્ણય કર્યો હતો કે “ભગવાન મહાવીર પછી ત્રેવીસ વર્ષે દેવચંદ નામના વણિકે પાર્શ્વનાથ પ્રભુનું આ મંદિર બંધાવેલ છે.”
આ શિલાલેખને સારાંશ ભાંગ આ પ્રમાણે છે-“શ્રી કચ્છ દેશમાં ભદ્રાવતી નામની નગરી હતી. તે પુરમાં મઠધિક શિરોમણિ હિંમતબાજ દેવચંદ્ર નામને એક એષિપુંગવ નિવાસ કરતા હતા. તે સુશ્રાવકે લાખ દ્રવ્ય ખરચી વીર સંવત. ૨૩ માં જૈન લેકેની જાહોજલાલી સૂચવનારું આ દેરાસર બંધાવ્યું છે, અને તેમાં શ્રી પાર્શ્વનાથની પ્રતિમા મૂળનાયWદે સ્થાપના કરી.” જુઓ પ્રત્તરપુષ્પમાળા).