________________
-
--
ઇતિહાસ ]
ગઃ ૧૩૩ ૪
કેડીનાર, ઉના કોડીનાર વેરાવલથી પ્રભાસપાટણ થઈ અજારાની પંચતીર્થીએ જતાં કેડીનાર પ્રઘમ તીર્થ આવે છે. અહીં અઢારમી શતાબ્દી સુધી સુંદર મંદિર હતુ. નેમિનાથ ભગવાનની અધિષ્ઠાયિકા દેવી અંબિકા પૂર્વભવમાં અહીં મૃત્યુ પામી દેવી બની હતી. અહીં મંદિર પણ શ્રી નેમિનાથ ભગવાનનું હતું. “કેડીનારે નમણું નેમ, તથા “સુહાગણ અંબિકાદેવ’ આવા ઉલ્લેખ મળે છે. અહીંની જૈન મૂર્તિઓના ઘણા લેખે ભાવનગર સ્ટેટ તરફથી પ્રકાશિત લેખસંગ્રહમાં પ્રગટ થયેલ છે. હાલમાં અહીં એક પણ જૈન મંદિર નથી.વિચ્છેદ પ્રાયઃ તીર્થ છે. ગામમાં એક ધર્મશાલા છે. પ્રભાસપાટણથી કેડીનાર ૧૦ ગાઉ દૂર છે.
ઉના શહેર કેડીનારથી ઉના ૮ કેસ દૂર છે. ઉના સેલમી શતાબ્દીથી લઈને અઢારમી શતાબ્દીના પૂવૉધ્ધ કાલ સુધી ઉન્નત હતું. મહાન મેગલ સમ્રાટ અકબર–પ્રતિબોધક જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજી મહારાજ વિ. સં. ૧૮૫રનું ચાતુમાસ આ ઉના શહેરમાં રહ્યા હતા. તે વખતે અહીં જેનોની વસ્તી ઘણી જ હતી. ૧૬પરના ભા. શુ. ૧૧ ના દિવસે સૂરિજી મહારાજનું અહીં સ્વર્ગગમન થયું હતું. જે રઘાને સૂરિજી મહારાજને અગ્નિસંસ્કાર કરવામાં આવેલ ત્યાં અકાળે આશ્ર ફળ્યા હતા અને તે આ ૮૦ વીઘાનો ટુકડે બાદશાહ અકબરે જનસંઘને બક્ષીસ તરીકે અર્પણ કર્યો હતે. અત્યારે ૬૦ વીઘા જમીન છે. તેને શાહીબાગ કહે છે. તેમજ દાદાવાડી પણ કહે છે. સૂરિજી મહારાજની ચરણપાદુકાની સુંદર છત્રી છે. તેમજ તેમના પ્રતાપી પટ્ટધર અકબરપ્રતિબંધક, જહાંગીરપ્રતિબોધક વિજયસેનસૂરિ, વિજયદેવરિ તથા બીજા કેટલાય સૂરિવર અને મુનિરાજેની છત્રી છે. શહેરમાં હીરવિજયસૂરિજીના સમયને પ્રાચીન ઉપાશ્રય છે. મંદિરમાં સૂરિજી મહારાજની મૂર્તિ પણ છે અહી પાંચ જિનમંદિરે એક સાથે છે.
૧. શ્રી આદીશ્વર ભગવાન મૂલનાયકછ છે. ર૫ નાની દેરીઓ અને ૬ મે સુંદર ભેંથરું છે.
૨૩. બન્ને મંદિરમાં મૂળનાયક શ્રી સંભવનાઘજી પરિકર સહિત છે. જેમાં શ્રી વિજયસેન સરિજી મહારાજે પ્રતિદિત કરેલ મૂર્તિઓ છે. જિનબિંબે ઘણાં જ સુંદર અને વિશાલ છે.
૪. મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની હત્યામ મૂર્તિ છે. તમામીની બે મૂર્તિઓ છે.
૫. મૂલનાયક શ્રી નેમિનાથ ભગવાન છે. પાએ મદિરમાં અનુક્રમે (૧) માં ૫૧, (ર) માં ૧૪, (૩) ર૩ રને મુખજી વગેરે પણ પ્રતિમાને છે (૪) માં ૧૯ અને (૫) માં ૨૪ જિનંદ પ્રતિમા