________________
-
-
ઈતિહાસ ].
: ૭ :
શ્રી શત્રુજય સહસ્ત્રકૂટની આથમણી તરફ દહેરી ૧ પ્રતિમાજી ૩ છે. એ દહેરાને લગતા ગેખલા 9 મા પ્રતિમાજી ૬ પગલાં જેડ ૧૧ છે. સહસરની પાસે કુસલબાઈના મુખજીતુ દહેરુ પ્રતિમાજી ૬ છે. એ દહેરા ફરતા ગેખલા ૮ માં પ્રતિમાજી ૧૫ છે.
- શ્રી રાયણુપગલાનું દેહરૂં પશ્ચિમ તરફ રાયણપગલાનું દહેરું છે, આ પગલાં દાદાજી શ્રી આદીશ્વર ભગવાનનાં છે. શ્રી ઋષભદેવજી ભગવાન દીક્ષા લીધા પછી–પૂર્વ નવાણું વાર આવી આ તીર્થાધિરાજ ઉપર સમવસર્યા છે તે આ ઠેકાણે જ. આ ગિરિરાજની જેમ આ રાયણ પણ પ્રાયઃ શાશ્વત ગણાય છે. આ પગલાં ઉદ્ધારવાળા કરમાશા શેઠે સંવત ૧૫૮૭ માં વૈશાક વદ ૬ ના દિવસે પધરાવેલા છે. આરસની કમાનદાર નકસીવાળી સુંદર દહેરી છે. અંદર ભીંતે સુંદર આરસપહાણમાં સુશોભિત દેખાય તે રીતે સમેતશિખરજી આળેખેલ છે જે અમદાવાદવાળા શેઠ દલપતભાઈ ભગુભાઈએ કરાવેલ છે. બહાર બાજુમાં જ નાના મેરની મુતિ ચુનાની છે.
રાયણ વૃક્ષની નીચે બે ચાતરા ઉપર, વચમાં ઘુમટીઓની અંદર, છૂટા પગલાં, ચૌમુખજી ૧૮, છૂટી પ્રતિમાજી ૨૫, કુલ પ્રતિમાજી ૭૨ તથા પગલાં જેડ ૧૮૨ છે. રાયણ પગલાના દહેરાની જમણી તરફ મિવિનમિ તથા પાચ પાંડવાની દહેરી છે તથા બીજી દેરીઓ પણ છે.
ગણધર મંદિર શ્રી આદિનાથજીના દહેરાની ડાબી તરફ ગણધર પગલાનું દહેરું છે. આ દહેરૂ સલનાયકજીના દહેરાની ડાબી બાજુ પર છે. તેમાં ચાવીશ પ્રભુજીના કુલ ગણધર ચૌદસેં બાવનની પાદુકા જેડી દહેરામાં એક પરસાળ બાંધી તે ઉપર સ્થાપેલ છે.
વીસ પ્રભુજીનાં પગલાં જેડી પણ સ્થાપેલ છે. તે સિવાય પ્રતિમાજી ૮, તથા પગલાં જેડ ૨૪ છે.
ચદરતનનું દહેરું જેમાં સુંદર એક જ સરખા આકારની ભવ્ય ૧૪ મૂર્તિઓ છે.
ગણધર પગલાના દહેરાની તથા ચૌદરતનના દહેરાની વચ્ચે ચૌમુખજીની ઘુમટી ૧ માં પ્રતિમાજી ૪ છે.
સંપઈજિનનું દહે. આ દહેરામાં વર્તમાન વીશી અને વીશીના પ્રભુના (ભરતક્ષેત્રે ૨૪, મહાવિદેહે ૨૦) બિંબ પધરાવેલા છે. આ દહેરાને મૂળાજીના મંડપવાળું દહેર કહે છે. આ દહેરામાં ખંડિત બિંબનુ યરૂં છે. પ્રતિમાજી૪૪ છે.
મુલાજીના મંડપના ઉત્તર બારણે ગોખલા ૩ માં પ્રતિમાજી ૩ છે. સામા પાણીના ટાંકા ઉપર પગલા જેડ ૧૨ છે,