________________
તિહાસ ]
ઇતિહાસ ] : ૮૯ :
શ્રી શત્રુંજય છ ગાઉની પ્રદક્ષિણામાં આવતી ચિલ્લણ તલાવડી પાસે જોડાજોડ છે.” આ જ બને દેરીઓ પ્રાચીન અજિતનાથ અને શાંતિનાથની છે એમ સમજવાનું છેa
પાંડવોનું દેહ ચૌમુખજીની ટુંકની પાછળની બારી પાસે આ દેહ આવેલું છે. તેમાં બે દેહરા છે. બન્નેનાં જુદાં પાકાં કંપાઉન્ડ છે. મૂળ મંદિરમાં પબાસણ ઉપર પાંચ પાંડાની પાંચ ઊભી સુંદર મૂર્તિઓ છે. પડખે ગોખમાં કુન્તામાતાની મૂર્તિ છે. તેની સામેના ગોખમાં દ્રૌપદીની મૂર્તિ છે. આ સ્થાન ઘણું પ્રાચીન છે.
બીજું તેની પાછળ સહસ્ત્રકૂટનું મંદિર છે.
આ મંદિર સં. ૧૮૬૦મા સુરતવાળા શેઠ ખુબચંદ મયાભાઈ લાલચંદે બંધાવ્યું છે. તેમાં પ્રતિમા ૧૦૨૪ સહસ્ત્ર ફૂટ પથ્થરમાં આવેલી છે. ભીંતને ઓથારે પુરુષાકારે ચૌદ રાજલકનું આરસનું બનાવેલું સુંદર ચિત્ર છે બીજી તરફ સમવસરણું તથા સિધ્ધચક્રજીની રચના આરસપહાણ પર છે જે ખાસ દર્શનીય છે.
ચૌમુખજીની ટુંક શત્રુંજયગિરિરાજના ઊંચા શિખર ઉપર આ ટૂંક આવેલી હોવાથી દૂરથી દેખાય છે. ગિરિરાજ ઉપરને ઊંચામાં ઊંચે આ ભાગ છે.
અહીં અમદાવાદવાળા શેઠ સદા સોમજીએ સં. ૧૬૭૫માં ભવ્ય અને ઉત્તગ જિનમંદિર બનાવ્યું. ચૌમુખજીના મંદિરમાં વિશાલ કદનાં ચાર ભવ્ય જિનબિંબ છે જેનાં દર્શન થતાં આત્મા પુલકિત બને છે. આ ટુંકમાં અગિયાર દેહરાં અને ૭૪ દેહરીઓ છે.
રાષભદેવજી ચૌમુખનું દેહરું અમદાવાળા શેઠ સદા સમજીએ સં ૧૯૭૫માં બંધાવીને પ્રતિષ્ઠા કરાવી.
૨. પુંડરીક સ્વામીનું દહેજ . ૩. સહસક્રૂટનું દેહરુ અમદાવાવાદવાળા શેઠ ડાહ્યાભાઈએ બંધાવ્યું ૪. શાન્તિનાથજીનું દેહરુ સં. ૧૬૫ શેઠ સુંદરદાસ રતનજીએ બંધાવ્યું. ૫. શાન્તિનાથજીનું દેહ, ૬. પાર્શ્વનાથજીદહેરૂ–સં. ૧૮૫૬માં પ્રતિષ્ઠા થઈ. ૭. પાર્શ્વનાથજીન દહેરૂં–સં. ૧૬૭૫માં ખીમજી સમજીએ પ્રતિષ્ઠા કરાવી.
૮. શાન્તિનાથજીનું દહેરૂ સં. ૧૬૭૫માં અમદાવાદવાળાએ બંધાવ્યું. આ મંદિરમાં ત્રણસો વીશ મૂર્તિઓ એક પત્થરમાં છે.
છીપાવસહી માટે એક બીજો ઉલ્લેખ મળે છે કે આ ટુંકમાં સં. ૧૬૬૯ માં મંદિરે હતાં. મને એમ લાગે છે કે આ વસ્તુ અન્ય એતિહાસિક પ્રમાણુની અપેક્ષા રાખે છે.
૧૨