________________
જૈિન તીર્થોને મહુવા :
: ૧૧૪ :. ઘેરી વગેરે છે. તલાજાથી દેઢ ગાઉ દૂર સખલાસર ગામના કેળી કરશનને સ્વપ્નામાં શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની મૂર્તિનાં દર્શન થયાં. બાદ તેના ખેતરમાંથી સંપ્રતિ મહારાજાના સમયની મૂર્તિ નીકળી હતી જે શહેરના મંદિરમાં પધરાવેલી છે. નીચે તલાટીની ધર્મશાલામાં ભાતુ અપાય છે. તલાજા પાસે તલાજી નામની અને થોડે દૂર પવિત્ર શેત્રુંજી નામની નદી વહે છે. *
પાલીતાણાથી મેટર રસ્તે ૧૦ ગાઉ અને ભાવનગરથી રેલવે રસ્તે ૧૬ ગાઉ દૂર તલાજ સ્ટેશન છે. ભાવનગરથી મહુવા જતી રેલવે લાઈનમાં તલાજા સ્ટેશન છે.
મહુવા આ શહેરને શાસ્ત્રમાં મધુમતી તરીકે ઓળખાવી છે. અહીં જીવિતસ્વામીનું સુંદર ભવ્ય સાત શિખરી મદિર છે. જીવિતસ્વામીની પ્રતિમા બહુ જ પ્રાચીન છે. શત્રુંજયને ૧૪ ઉદ્ધાર કરનાર જાવડશાહ આ નગરીના રહેવાસી હતા. વિ. સં. ૧૦૮ માં મહાન પૂર્વધર યુગપ્રધાન આચાર્યશ્રી વજસ્વામીના ઉપદેશથી શત્રુંજય તીર્થનો ઉદ્ધાર કરાવ્યો હતો. અહીં યશવૃદ્ધિ બેર્નગ સારી ચાલે છે. એક વિશાલ દેવગુરુમંદિર આ. શ્રી વિજયનેમિસૂરિજી મહારાજે હમણાં કરાવરાવ્યું છે. ઉપાશ્રય, ધર્મશાળા આદિની સગવડ સારી છે. મહુવા બદર છે. ભાવનગરથી ટ્રેન જાય છે. મહુવા લાઈનનું છેલ્લું રેલ્વે સ્ટેશન છે.
ગુર્જરેશ્વર કુમારપાળની સામે ઉછામમાં સવાઢેડ સેનયાના ચઢાવાથી તીર્થ માળ પહેરનાર અને સવાફોડની કિંમતના મણિરત્નથી વિભૂષિત હારવડે પરમાત્માના કંઠને અલંકૃત કરનાર વિર્ય જગડુશાહ, શાસ્ત્રવિશારદ જેનાચાર્ય વિધર્મ સૂરિ, આધુનિક સુરિસમ્રાટ, કદંબગિરિતીર્થોધ્ધારક આ. શ્રી વિજયનેમિસૂરિ તેમજ ચીકાગોમાં ભરાયેલ વિશ્વધર્મ પરિષદમાં જૈનધર્મને હ વગાડનાર વીરચંદ રાઘવજી જેવા પુરુવરત્નને જન્મ આપી આ ભૂમિએ પિતાનું “રત્ન” નામ ખરેખર સાર્થક કરેલ છે.
મહુવાની આસપાસ વનરાજી સારા પ્રમાણમાં વિકસી છે પરંતુ તેમાં ખાસ કરીને નાળીયેરી, આંબા, કેળ અને સોપારીનાં વૃક્ષોની વિપુલતા છે. શહેરની ચારે બાજુ વનસ્પતિ આવેલ હોવાથી ભર ઉનાળામાં પણ અહીં લૂ વાતી નથી પણ ઉલટી ઠંડી હવાને અનુભવ થાય છે અને તેથી જ મહુવાને “કાઠિયાવાડનું કારમીર’ એવું ઉપનામ મળેલ છે.
અહીંનું હાથીદાંતનું તથા લાકડાનું તરકામ અત્યંત વખણાય છે. લાકડાના રમકડા અને તેમાંય ખાસ કરી કરી, દાડમ, જમરૂખ, સેપારી વિગેરે એવા આબેહબ બનાવવામાં આવે છે કે તે સાચા છે કે બનાવટી તેની પ્રથમ દષ્ટિએ ખબર પણ પડતી નથી. શહેરની વસ્તી આશરે ત્રીશ હજાર લગભગની છે. જેના ઘર આશરે સાડાત્રગ્રસે છે.