________________
ઈતિહાસ ]
[, પ૭ :
[ શ્રી શત્રુંજય ૨૯. પાસે રસ્તા ઉપર અમદાવાદવાળા શા. છગનલાલ સૌભાગ્યચંદે સંવત ૧૯૨૧ માં બંધાવેલી દહેરી ૧ ને પ્રતિમાજી ૫ છે.
૩૦. વૃક્ષ નીચેના ચેતરા ઉપર પગલાં જેડ ૨૧.
૩૧. હાથીપળની પાસે શ્રી રાષભદેવજી ભગવાનનું (દાદાજીનું ) દેરાસર એક છે. આ દેરાસર મહારાજા કુમારપાલનું બંધાવેલું હોવાથી તેમના નામથી ઓળખાય છે, મલિન વિદ્યાના વેગે, સ્વાથી સંસારના આક્રમણને ભેગ બનેલ ચંદરાજા કુકડે બન્યા હતા તે જેના વેગે ફરીને મનુષ્યાકાર પામ્યા, ફરીને મૂલ સ્વરૂપ પામ્યા એવા જલ–પ્રભાવવાળા અસલ સૂરજકુંડ ઉપર આ દેરાસર યુગપ્રધાનાચાયકલિકાલસર્વજ્ઞ ભગવાન્ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યશ્રીના વચનાનુસાર પરમ શ્રાદ્ધવ કુમારપાલ ભૂપાલે બંધાવેલું છે. કાળના પ્રભાવને લીધે તે પવિત્ર જલને દુરુપગ ન થવા દેવાને આમા હેતુ જણાવવામાં આવે છે. આવતી ચાવીસીના પ્રથમ તીર્થકર શ્રી પદ્મનાભ ભગવાન્ (રાજા શ્રેણિકને જીવ–જે વતન માન શાસનનાયક ભગવાન શ્રી મહાવીર સ્વામીજીના અનન્ય ભક્ત હતા ને) ના પ્રથમ ગણધર શ્રી કુમારપાલ રાજાને જીવ થનાર છે. કલિકાલસર્વજ્ઞ ભગવાન હેમચંદ્રાચાર્યના શ્રી કુમારપાળ મહારાજા પરમ ભક્ત હતા.
આ દેરાસરજીમાં પણ તરીકેની પ્રતિમાજી પર સાથે પ્રતિમાની કુલ સ ખ્યા ૧૩૪ તથા પગલા જોડી ૧૧.
૩૨. શ્રી કુમારપાલ રાજાની દેરાસરની પાસે સુરજકુંડ જવાની બારીની સામે ઈશ્વરકુડ ઉપર દહેરી ૧ છે, તેમાં પગલાં જેડ ૧ છે.
૩૩. આગળ જતા સુરજકુંડ, તેના ઉપર પગલા જોડ ૧ શીખવદેવજીની છે. તેની પાસે ફૂલવાડી તથા જાત્રાળુને નહાવાની જગ્યા છે. તેની છત્રી પત્થરની છે. આપણું શલાટ કારીગરો તથા ડુગરના નેકરીઆત વગને પૂજા દશન વાતે એકસ્થાને મહાદેવ બેસાડેલા છે. પાસે ભીમકુંડ વગેરે છે.
જમણું હાથ તરફનાં દહેરાં. ૩૪. વાઘણ પળમાં પેસતાં જમણી તરફ પ્રથમ–પહેલી ટુંક શેઠ નરસી કેશવજી નાયકની આવે છે. આ ટુંક સંવત ૧૯૨૮માં બંધાવેલી છે. તેના મંદિર દહેરી તથા પ્રતિમા વગેરેની વિગત નીચે મુજબ
પંચતીથીનું દેરાસર ૧. આ મૂલ દહેરામાં આગલ સમવસરણની મધ્યમાં શ્રી શત્રુંજય ગિરિરાજની, ઉત્તર તરફ મેરુપર્વતની, દક્ષિણ તરફ શ્રી સમેતશિખરજીની તથા પશ્ચિમ તરફ શ્રી અષ્ટાપદજીની રચના છે. આ રીતે પાંચ તીથની રચના એક ભમતીના વચગાળે લોખંડના કમર સુધીના કઠેડાવાળી