________________
ઇતિહાસ ]
શ્રી શત્રુજય ૬૫. તેની પાસે અમદાવાદવાળા નાના માણેકવાળાનું દહેરૂં ૧ પ્રતિષ્ઠા સંવત ૧૮૬૦ મુલનાયકજી શ્રી ધર્મનાથજી ભગવાનઃ પ્રતિમાજી ૧૫.
૬. તેની પડખે મરબીવાળા પીતાંબરદાસ પદમશીનું દહેરૂ ૧ સંવત ૧૮૯૪ પ્રતિષ્ઠા મુલનાયકજી ત્રિશલાનંદન શ્રી મહાવીર સ્વામી ભગવાન પ્રતિમાજી ૩.
૬૭. રસ્તા ઉપર પુરણચંદની 'દહેરી મુલનાયક શ્રી આદિનાથજી, પ્રતિષ્ઠા સંવત ૧૮૬૫ પ્રતિમાજી ૨.
૬૮. આગળ દહેરી ૧, મૂલનાયક શ્રી નેમિનાથજીની પ્રતિમાજી ૩.
૬૯. આગળ રસ્તા ઉપર અમદાવાદવાળા મુળીબાઈની દહેરી. પ્રતિષ્ઠા સંવત ૧૯૧૬, પ્રતિમાજી ૪.
૭૦. ઉપલી તરફ જોધપુરવાલા મનેતમલ જયમલજીએ સંવત ૧૬૮૬ માં બંધાવેલું દહેરૂં ૧ ચૌમુખજીનું છે. આ દહેરામાં ઘણા સ્થભ હોવાથી તે સે થંભનું કહેવાય છે. પ્રતિમાજી ૪.
૭૧. નીચાણમાં અમદાવાદવાળા માણેકચંદ પાનાચંદની ભાર્યા ઇદરબાઈ(અંદરખા)એ સંવત ૧૮૭૩માં બંધાવેલું દહેરૂં ૧, કુલનાયકજી મરૂદેવાનંદન શ્રી આદિનાથ ભગવાન, પ્રતિમાજી ૧૪.
૭૨. પાછળ આરસનું દહેરૂં ૧ શા કપુરચંદ રાખવચંદ પટવાએ સંવત ૧૮૬૦ માં બંધાવેલું છે. આ દહેરૂ યદ્યપિ છે નાનું પણ શિખરથી માંડીને છેક તલ પ્રદેશ સુધી તદ્દન આરસનું છે. મને હર છે. મુળનાયક શ્રી પવપ્રભુજી ભગવાન છે. પ્રતિમાજી પ.
૭૩. હુમડ( દિગમ્બર)ના દહેરાના ગઢ પાસે રાખવદાસ વેલજીનું શ્રી સંભવનાથજી ભગવાનનું દહેરૂં તથા પછવાડે ગઢ પાસે પગલાં જેડ ૬, કુલ પ્રતિમાજી ૬, શેઠ-શેઠાણી આળેખેલા છે.
૭૪. રસ્તા ઉપર સામે ઊંચે ત્રણ બારણાંનું જામનગર (નવાનગરવાળાનું સંવત ૧૬૭૫માં બંધાવેલું દહેરૂં ૧, મુલનાયકજી શ્રી શ્રેયાંસનાથજી ભગવાન, પ્રતિમાજી ૧૭.
૭૫. શ્રી સંભવનાથજી ભગવાનના દહેરાં ૨, અમદાવાદવાળાનું સંવત ૧૬૮૨ માં બંધાવેલું પ્રતિમાજી ૮.
૭૬. હાથીપળના બારણાની આસપાસ ગઢમાં બે ગોખલામાં પ્રતિમાજી , માથા ઉપર ઔકાર તથા હકાર જોડ ૧ છે.
હાથીપળની અંદર બે દેવીની જમણી તરફ ગણપતી તથા ડાબી બાજુ પુરણાદેવીની મૂર્તિ છે. ત્યાંથી રતનપેળમાં પેસતાં જમણી તરફ સ્નાન કરવાની તથા