________________
-
-
-
-
-
-
શ્રી શત્રુજ્ય
: ૫૮ :
[ જેન તીર્થોને જાળીમાં આવેલી છે. બે ખૂણે બે દહેરી એક એક ગભારાની છે તથા એ રચનાની આસપાસ ત્રણ પીઠિકા ઉપર પણ પ્રતિમાજી ૧૭૪ તથા એક ગૌતમસ્વામીજીની મૂર્તિ છે, તે તમામ મળી પાપાણની પ્રતિમા ૨૩૩ તથા ધાતુની પંચતીથી પ્રતિમા ૧૨ તથા ધાતુ એકલવાની પ્રતિમા ૧૭, ધાતુના સિદ્ધચક ૪ તથા પગલાં જેડ ૧ છે. એ દહેરાની નીચે ભેંયરામાં પણ પ્રતિમાજી ૬૧, ધાતુની વચરતીથી ૩, અષ્ટમંગલિક ૧છે.
૩૫. ઉપર જણાવેલા મૂલ દેરાસરજી (પંચતીર્થના દેરાસરજી) સામે શ્રી પુડરીકસ્વામીજીનું દહેરું છે. શ્રી શત્રુ જય ગિરિરાજના અનેક નામમાં શ્રી પુંડરીક ગિરિ પણ છે તે ગણધર ભગવાન શ્રી પુડરકને આશ્રીને છે. પાચ ક્રેડ મુનિના પરિવાર સહિત શ્રી પુડરીકસ્વામી મહારાજ અત્રેજ કેવળજ્ઞાન પામી ચૈત્રી પૂર્ણિમાએ શાશ્વત સુખને-સિદ્ધિપદને પામ્યા છે. ભગવાન્ શ્રી ઋષભદેવજીની આજ્ઞાથી જ શ્રી પુંડરીકસ્વામીજીએ અત્રે સ્થિરતા કરી હતી. અત્રે એક નાના નાજુક (દહેરી જેવા) દહેરામાં શ્રી પુંડરીક ગણધર દેવને સ્થાપવામાં આવ્યા છે. આ દેરાસર તથા ભેંયરાની જમણું તથા ડાબી તરફ મળી દહેરીઓ ૩૯ છે, તેમાં ૩૩ માં હાલ પ્રતિમાજી પધરાવેલા છે. તે દહેરીઓમાં પ્રતિમાજી ૧૩૧ પાષાણની ધાતુની એકલવી પ્રતિમા ૩.
આ ત બે દહેરાંની ટુંક નવી દશમી ટુંક તરીકે ગણાઈ ચૂકી છે. તેમાં ઉપર નીચે એમ બે ગાળે ભમતી આવેલી છે. તેની કુલ દહેરીઓ ૭૦ છે. તે સની એકંદર પ્રતિમાઓ ૭૦૦ છે ને પગલાં જોડી ૨ છે–પચીસ વર્ષ અગાઉ આ ટુક ફક્ત એક દહેરા તરીકે જાણવામાં આવતી હતી, પણ મુનિમ વલ્લભજી વસ્તા આવ્યા બાદ તેમણે ધીમે ધીમે ભમતી પૂર્ણ કરી. સામે શ્રી પુંડરીકજીનું દહેરુ સ્થાવી એક નાજુક ડેલી, પાળ વગેરે બનાવવાથી તે હવે દશમી ટુક તરીકે ઓળખાય છે.
આ ટુકને ખર્ચ તથા વહીવટ ધણું પિતે ચલાવે છે.
૩૬. વાઘણપોળની અંદર જમણી તરફ પહેલું દહેરૂં રાધનપુરવાલા મસાલીઆ કલ્યાણજી જેવટે બંધાવેલું છે. તેમા મૂલનાયકજી શ્રી પદ્મપ્રભુજી ભગવાન છે. પાષાણની પ્રતિમાજી ૧૦ તથા ધાતુની પ્રતિમાજી ૧ છે.
૩૭. ઉપરના દેરાસરની પાછળ તથા શ્રી શાંતિનાથજીના દહેરાની સામે ઊંચા પરસાળ ઉપર શ્રી મહાવીર સ્વામીજીનુ, સમવસરણ ત્રણની રચનાવાળું દહેરું સુરતવાળા મચદ કલ્યાણચદે સવત ૧૭૮૮ બંધાવેલું છે. પ્રતિમાજી ચાર છે.
વિમળવશી ૩૮. પાછળ કપદી જક્ષની દહેરી ૧.