________________
ઈતિહાસ ] .: ૪૭, ,
શ્રી શત્રુંજય ઉપર ચડતાં રસ્તામાં પાંચ કુડે આવે છે. દરેક કુંડની વચમાં ત્રણ ત્રણ ચાર ચાર વિસામા આવે છે. દરેક વિસામાએ શેઠ બ. ક. ની પેઢી તરફથી ગરમ અને ઠંડા પાણીની વ્યવસ્થા રાખવામાં આવે છે, જેને લાભ જેન યાત્રીઓ ઉઠાવે છે. , સરસ્વતીની ગુફા–
જયતલાટીથી ઉપર ચડતાં જમણે હાથ તરફ લગભગ ૫૦ થી ૬૦ કદમ દૂર કિનારા પર એક ઘુમટમાં સરસ્વતીની ગુફા છે. ગુફામાં હંસવાહિની ભગવતી સરસ્વતી દેવીની પ્રાચીન ચમત્કારી ભવ્ય મૂતિ છે.
આથી નીચેના ભાગના ખુલા વિશાળ મેદાનમાં સુપ્રસિદ્ધ આંગધ્ધારક શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી ભવ્ય આગમમદિર બંધાય છે. વચમાં ચેમુખ જિનાલય, ચેતરફ દેરીએ, તેમાં આગમશાસ્ત્ર પથ્થર ઉપર કેતરાયેલ છે, સાથે સાહિત્ય મંદિર, ધર્મશાલા વગેરે પણ બંધાય છે. બાબૂના દેહરાની ટુક
આ ક, ઉપર ચઢતાં ડાબી બાજુ ૨૫ પગથિયાં ચઢ્યા પછી આવે છે. અજીમગંજન રાયબહાદૂર બાબુસાહેબ ધનપતસિંહ અને લખપતિસિંહે પોતાનાં માતુશ્રી મહતાબકુંવરના સ્મરણાર્થે લાખો રૂપિયા ખર્ચી આ ટુંક બંધાવી છે. વિશાલ જગામાં આ ટુંક બંધાયેલી છે. શરૂઆતના ભાગમાં વહીવટ ઓફીસ, હાવા દેવાનું સ્થાન અને બીજાં મકાનો છે. અને પાછળના વિશાલ ભાગમાં વચમાં મૂલ મદિર, આજુબાજુ ફરતી ચોતરફ દેરીઓ અને મૂલનાયકજી પાછળ રાયણ વૃક્ષ નીચે પાદુકા છે જે પહાડ ઉપરના મૂલમદિરનું સ્મરણ કરાવે છે. સં. ૧૫૦ મહા શુતિ ૧૦મે અહીં ઉત્સવપૂર્વક બાબુજીએ પ્રતિષ્ઠા કરાવી હતી. તેઓ ઘણું જ દાનવીર અને ધર્મપ્રેમી હતાં. અનેક ધાર્મિક કાર્યોમાં તેમણે લાખો રૂપિયા ખર્ચા છે. બેથી અઢી લાખ રૂપિયા ખચી તેમણે જૈન સુત્ર પહેલવહેલાં છપાવ્યાં હતાં,
આ મંદિર-ટુંક પહાડ ઉપર ગણાય છે તેથી શાસ્ત્રીય નિયમાનુસાર, ચાતુર્માસમાં પહાડ ઉપર ન ચઢાય એ નિયમે, ચાતુર્માસ સિવાય ૮ માસ ભાવિક યાત્રીઓ દર્શન-પૂજનને લાભ લે છે.
બાબુના રાની ટુંકનાં દર્શન કરી ઉપર ચઢતાં દૂર એક એટલા જેવું આવે છે, અહીં ઘણીવાર કિયાત બેસે છે અને કઈ યાત્રી પહાડ ઉપર બીડી, દીવાસળી આદિ લઈ ન જાય તેની તપાસ રાખે છે. અહીંથી ધીમે ધીમે ચઢાવ શરૂ થાય છે. ત્યાં આગળ પહેલા હડાની દેરી આવે છે. ત્યાં વિસામે અને પાણીની પરબ આવે છે,
ત્યાંથી થોડે દૂર ચઢતાં ધૂળી પરબને વિસામો આવે છે. અહીં ધોરાજીવાળા શેઠ અમુલખ ખીમજીના નામથી પર બેસાડેલી છે. તેની પાસે જમણા હાથે એક