________________
--
--
-
-
---
| ઇતિહાસ ] '
શ્રી શત્રુજય રાજને ઇતિહાસ જોયો. હવે આગળ વધીએ. નહાર બિલ્ડીંગથી આગળ વધતાં કલ્યાણવિમલની એક દેરી આવે છે, જે એક ઊંચા ઓટલા ઉપર છે. ત્યાં યાત્રાળુઓને માટે પાણીની પરબ બેસે છે. વિમલ સંઘાડાના આ મુનિરાજના ઉપદેશથી તલાટીએ ભાત આપવાનું રાયબાબુ સિતાબચંદજી મહારના દાદાએ શરૂ કર્યું હતું એ દેરીમાં કલ્યાણુવિમલજીનાં પગલાં છે. આ સ્થાને કલ્યાણવિમલજી અને ગજવિમલજીને અગ્નિસંસ્કાર થશે છે. તેમની સ્મૃતિમાં આ કરી અને પાદુકાની સ્થાપના થયેલી છે. રાણાવાવ-ભૂખણવાવ –
કલ્યાણવિમલજીની દેરીથી માઈલ દૂર આ વાવ છે. વચમાં જેન બાલાશ્રમનું નવું મકાન આવે છે અને ત્યારપછી આ વાવ છે. સુરત નિવાસી શેઠ ભૂખણદાસે આ વાવ મનુષ્યોને તેમજ ઢેરેને પાણી પીવા બંધાવી હતી. વાવ પાસે મેઘમુનિની દેરી છે, જેમાં ત્રણ પગલા છે. રાણાવાવનું અસલ નામ ભૂખજીવાવ હતું. ત્યાંની વાડી પણ ભૂખણદાસ શેઠની જ હતી. પાછળથી સ્ટેટે તે જમીન લઈ લીધી. ભાતા તળટી–
રાણાવાવથી અર્ધા માઈલ દર આ તલાટી છે. આ પ્રાચીન સ્થાને એક વિશાળ વટવૃક્ષ હતું, જેથી યાત્રાળુઓને ઘણી ઠંડક મળતી, પરંતુ એ વટવૃક્ષ પડી જતાં ત્યાં શેઠ લાલભાઈનાં માતુશ્રી ગંગા માએ હજારે રૂપિયા ખર્ચી વિશાલ તલાટીરથાન બનાવ્યું છે. અંદરના ભાગમાં વરસાલ તયા ઓરડીઓ છે. ત્યાં શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢીના માણસો નિરંતર દરેક યાત્રાળુઓને ભાતું આપે છે. ઉકાળેલું પાણી પણ ત્યાં રહે છે. દર ચૌદશે તથા ચૈત્રની ઓળીમાં આયંબિલ કરાવાય છે. પેઢી તરફથી ચેકીપહેરે પણ રહે છે. પાછળના ભાગમાં બગીચે, એક ગુફા ઓરડી છે. તથા સાધુ-સાધ્વીઓને વિશ્રાંતિ માટે ત્યાં ઓરડા છે. ભાતામાં શરૂઆતમાં અણુ અપાતા. પછી શેવ-મમરા અપાતા, પછી લાડુસેવ અને તેમાંથી અત્યારે કળીના લાડુ અને ગાંઠીયા અપાય છે. છેલ્લાં કેટલાક વર્ષોથી નવીન પ્રકારના પકવાન્ન પણ કઈ કઈ વખત અપાય છે. વળી કોઈ સમયે ચા, દૂધ અને સાકરનાં પાણી પણ અપાય છે. ભાતા તલાટીની સંપૂર્ણ વ્યવસ્થા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી રાખે છે. સતી વાવ -
ભાતા તલાટીની સામે જ વાવ આવેલી છે. તેનું પાણી ઘણું જ સ્વાથ્યપ્રદ અને પૌષ્ટિક છે. અમદાવાદના નગરશેઠ શ્રી શાંતિદાસના પુત્ર શેઠ સુરદાસના પુત્ર શેઠ લક્ષ્મીદાસે મોગલ સમ્રાટના ફરમાનથી સં. ૧૬૫૭ માં આ વાવ બંધાવી છે,