________________
શ્રી શત્રુજ્ય
જિન તીર્થોને પણ હજારેનું દાન કર્યું છે. તેમના નામથી અમદાવાદમાં પ્રેમાભાઈ હોલ સુપ્રસિધ્ધ છે. શત્રુંજય પર પાંચ લાખ ખર્ચ દેરાસર અને પાલીતાણામાં ધર્મશાળા બંધાવેલ છે. વળી કેશરીયાજી પંચતીના સંઘ કાયા છે.
તેમણે હિન્દુસ્તાનની જૈન તીર્થોની ઋા અને વહીવટ કરવા માટે વિ.સં ૧૯૨૭ માં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની સ્થાપના કરી હિંદુસ્તાનના દરેક પ્રાંત અને શહેરના સંઘના પ્રતિનિધિ તરીકે ૧૯ મેમ્બરોની ચુંટણી કરી. તેના કાયદા તથા બંધારણ ઘડયા તથા હંમેશની દેખરેખ માટે અમદાવાદમાંથી વહીવટદાર પ્રતિનિધિઓની કમિટી નીમી અને પેઢીનું પ્રમુખસ્થાન નગરશેઠ કુટુંબમાંની વ્યક્તિ સંભાળે તેમ કરાવ્યું. તેમનું સ્વર્ગગમન વિ. સં. ૧૯૪૩ માં થયું. તેમની પછી આ. કે પેઢીના પ્રમુખસ્થાને શેઠ મયભાઈ. તેમની પછી શેઠ ચીમનભાઈ લાલભાઈ તેમના પછી વખતચંદ શેઠના પરિવારમાંથી શેઠ દલપતભાઈના પુત્ર શેઠ લાલભાઈ પ્રમુખ થયા.
શેઠ લાલભાઈ દલપતભાઈ અને મનસુખભાઈ ભગુભાઈએ મળીને પેઢીની અનેકવિધ સેવા કરી છે. બુટ કેસ તથા ધર્મશાળાની ખટપટે રાજ્ય સાથે ઊભી થતાં બહુ જ કુનેહથી કાઈ લઈ વિજય મેળવ્યો હતો. તેમના સમયમાં પેઢીના હાથમાં રાણપુર, ગિરનાર તથા સમેતશિખરજી વગેરે તીર્થોને વહીવટ આવ્યા. સિધ્ધાચલની તળેટી ઉપર બાબુનું પ્રસિદ્ધ મંદિર બંધાયું. શ્રીલાલભાઈ શેઠ પછી પ્રેમાભાઈના પુત્ર મણિભાઈ પ્રમુખ સ્થાને આવ્યા, તેમની પછી શેઠ કસ્તુરભાઈ પ્રમુખ ચુંટાયા અને અત્યારે શેઠ લાલભાઈ દલપતભાઈના પુત્ર શેઠ કરતુરભાઈ પેઢીના પ્રમુખ છે. તેમના સમયમાં વિ સં. ૧૯૮૨ માં વેટસનો ચુકાદ સમાપ્ત થતાં રાજ્યે જેનો ઉપર કર નાંખે. જૈનએ તેની સામે જબરજરત અસહકાર કર્યો. હિન્દન જન સંઘના પ્રતિનિધિઓને સભા અમદાવાદમાં મળી અને જ્યાં સુધી સતેષજનક સમાધાન ન થાય ત્યાંસુધી અસહકાર ચાલુ રાખવાનું ઠરાવ્યું અને જૈન સંઘમાંથી સાત પ્રતિનિધિની ચુંટણી કરવામાં આવી કે જેઓ યોગ્ય સમાધાન કરાવે.
જૈન સંઘે અસહકાર બરાબર ચાલુ રાખે. બે વર્ષ બાદ હિન્દના વાઈસરોયે એક રાઉન્ડ ટેબલ કેન્ફરન્સ બોલાવી, જેમાં જૈન સંઘના પ્રતિનિધિઓ અને પાલીતાણાના ઢાકેર આદિ મળ્યા અને સમાધાન કરાવ્યું, જેમાં વાર્ષિક ૬૦૦૦૦)નો આપે તે ઠરાવ્યું. પાલીતાણ રાજ્ય સાથેના આ છેલા ફેંસલા સંબધી આપણે આગળ જોઈ ગયા છીએ તેથી એ વિષે અહીં વધુ લખવું જરૂરી નથી.
તીર્થ રેડ શ્રી કલ્યાણવિમળની દેવી
આપણે શહેરનાં ધર્મસ્થાને જોઈ ગયા. ત્યારપછી વચમાં શત્રુંજયગિરિ