________________
ઇતિહાસ ] : ૫૩ :
શ્રી શત્રુંજય શેઠ નરસી કેસવજીની ટ્રકમાં જવાને રસ્તે તથા શેઠી લેકેને ઉતરવાની એરડીઓ આવે છે. વિમળવશી, ડાબા હાથનાં દહેરાં–
વાઘણપોળના દરવાજામાં પ્રવેશ કરતાં હાથીપળ સુધીના ભાગમાં આવેલાં દહેરાંના વિભાગને વિમળવશી' નામે ઓળખવામાં આવે છે. તેની જમણું અને
જોખમે આ વાઘણને ત્રાસ દૂર કરે તેવો સમર્થશાળી પુરૂષ કોઈ ન નીકળ્યો. પરિણામે શત્રુંજયની યાત્રાએ જવાનું લગભગ અશકય જેવું બની ગયું. જોકે આ ઉપદ્રવમાંથી મુક્ત થવાને ભાગે વિચારી રહ્યા હતા તેવામાં વીકમશી શત્રુંજયની તલાટીએ આવી પહોંચ્યો.
તેણે લોકોને વાત કરી, લેકેએ આ સાહસ ન કરવા કહ્યું. પણ મકકમ મનને વિકમશી ન ડગ્યો. છેવટે લેકેએ સાથે જવા કબૂલ કર્યું. રામપળ લગભગ આવ્યા બાદ વીકમશીએ પિતાની સાથેની જનતાને કહ્યું કે હું રાડ પાડું ત્યારે માનવું કે વાઘણુ ભરાઈ છે. લોકો બધા ત્યાં સ્થિર થઈ ગયા અને વીર વીમશી એકલો ધીમે ધીમે પગલાં પાડતે વાઘણ સન્મુખ ચાલ્યો.
કેટલાય દિવસોના આંતરા બાદ પિતાનું ભક્ષ્ય આવતું નીહાળી શાંત નિદ્રા લેતી વાઘણુ સચેત બની ગઈ વાઘણુ સિંહ કરતાં પણ ક્રર ને કપટી કહેવાય છે. વાઘણે ક્ષણ માત્રમાં પરિસ્થિતિ માપી લીધી અને જોવામાં વિકમશી નજીક આવ્યો તેવામાં છલંગ મારી તેના પર પિતાને પંજે પાશો પણ વીકમશી આથી ગાંજ્યો જાય તેમ ન હતો તેણે સૌ પ્રથમ તેલ કરી રાખ્યો હતો એટલે સહેજ પાછા હઠી જઈ સતતસુરતનથી પિતાને લુગડે વીટાળેલો હાથ વાઘણના મોઢામાં બેસી દીધે. આથી વાઘણુ વકરી અને પરસ્પર યુદ્ધ જામ્યું પણ પહેલવાન સરખા વીર વીકમશીએ વાઘણની કારી ન ફાવવા દીધી. સખ્ત પરિશ્રમ અને દાવપેચ પછી છેવટે વીકમશીને જયશ્રી વરી અને વાઘણને આત્મા પરલોક પ્રયાણ કરી ગયો.
ઝપાઝપીને કારણે વિકમશી પણ સારી રીતે ઘાયલ થયો હતો. તેને પોતાનો દેહ ઢગલે થઈ જતો લાગ્યો એટલે હતું તેટલું બળ એકત્ર કરી રાડ પાડી, રાડ સાંભળતાં જ રામપળના દરવાજે ઉભેલા લોકેએ હર્ષના પિકાર કરવા પૂર્વક રતનપોળ પ્રતિ દેટ મૂકી આવીને જુએ છે તે વિકમશીના દેહમાંથી રુધિરની નીક વહી હતી. લોકોએ તેના અપૂર્વ અને તીર્થ ભક્તિના પ્રતિક સ્વરૂપ બલિદાન માટે તેને ધન્યવાદ આપે અને વીર વિકમશીનો આત્મા સ્વર્ગ સંચર્યો.
વીર વીકમશીના કાયમી સ્મરણ માટે એક પાળીયે, જે સ્થળે વાઘણને પિતે મારી તે જ સ્થળે ઉભે કર્યો છે જે અદ્યાપિ પર્યત રતનપોળની બહાર એક નાના વૃક્ષના ક્યારા પાસે મોજુદ છે અને વીર વીકમશીના પરાક્રમની ગાથા મૂકભાવે ઉચ્ચારી રહેલ છે.