________________
શ્રી શત્રુંજય
[જેન તીર્થોને જેને શિલાલેખ છેલા પગથીયા ઉપરના ગેખમાં છે અને તેનું નામ સતી વાવ રાખ્યું છે. વાવના ઓટલા ઉપર શેઠ મોતીશાહ તથી કાયમની પાણીની પરબ બેસે છે વાવની સામે જ શેઠ તીશાહે બંધાવેલા બે મોટા ચેતર છે જે યાત્રાળુઓની વિશ્રાંતિ માટે બનાવેલ છે વાવના પાયાના ભાગમાં મેટે ચેતરે છે જ્યાં પક્ષીએને ચણ નાખવામાં આવે છે.
શહેરથી તલાટી સુધી વાહન આવી શકે છે.
વાવથી શેડે કદમ છેટે એક જાળ-પીલુડી વૃક્ષ નીચે શેઠ શાંતિદાસે બંધાવેલી એક દેરી છે, તેમાં શ્રી ગેડીજી મહારાજના પગલાં બિરાજમાન છે. બાદ એક ચતરા ઉપર પાળીઓ છે અને છેલ્લે દેરીઓ નંગ ૨૮ તથા બને બાજુ ત્રણ ત્રણ ઘુમટીના મેટા મંડપ બાંધેલા છે અને તેમાં કેદી નકશીદાર દેરીમાં ચરણ છે. આ બન્ને મંડપને છેડે પથ્થરને એક એક હાથી છે. આ બધું આપણું બન્ને બાજુ બાંધેલા ગઢની અંદર આવેલ છે. જયતળેટી–
આ દેરીથી થોડા કદમ દૂર જતાં જયતલાટી આવે છે. આ તલાટી ઉપર ચઢવાના પગથીના નાકા ઉપર બને બાજુ પથ્થર અને ચુનાના બનાવેલ એક એક હાથી છે. તલાટીનું તળિયું મજબૂત પથ્થરથી બાંધેલું છે. અહી કદી કદી નાણું માંડી સાધુ-સાધ્વીઓને વડી દીક્ષા, શ્રાવક-શ્રાવિકાઓને દીક્ષા ગ્રતાદિ ક્રિયા ‘કરવામાં આવે છે. આ ચેકની બન્ને બાજુ છત્રીવાળા મંડપ આવેલા છે. ડાબા હરણ તરફનો મંડપ અમદાવાદના નગરશેઠ હેમાભાઈ વખતચદે બધાવેલ છે. જમણ હાથ તરફ મંડપ ધોલેરાવાળા શેઠ વદ ભાઈચદે બંધાવે છે આ બને મંડપ સં. ૧૮૮૭ માં બંધાવવામાં આવેલા છે. આ બંને મંડપ વચ્ચે દેહરીઓ તથા જમણા હાથ તરફના મંડપના નીચાણમાંની દેરીઓ મળી કુલ દેરીઓ નં. ૨૮ છે. તેમાં ૪૧ જેડ પગલાં છે. આ મંડપની ભીંતે શ્રી પાર્શ્વનાથજીનાં, શ્રી મહાવીર સ્વામીન અને પાંડવાદિકનાં બોધદાયક ચિત્ર આલેખ્યાં છે. ડાબી તરફના મંડપમાં શ્રી આદિનાથ ભગવાનની ચરણપાદુકા છે જમણા હાથ તરફ શ્રી શાંતિનાથજીનાં ચરણે છે. આ મડપોમાં દર્શન ચૈત્યવંદન કરી નીચેની દેરીઓમાં ચંત્યવંદનાદિ કરી યાત્રા ઉપર ચઢવા માંડે છે.
તલાટીથી ઉપરના કિલ્લા સુધી પહાડને રસ્તે ત્રણ માઈલ છે, સમુદ્રના જલની સપાટી (sea level) થી પહાડની ઊંચાઈ ૧૯૮૦ ફૂટની છે, ઉપર ચડવાને રસ્તે પથ્થરનાં નાના એટા સલાંઓ ચૂંટાડીને બાંધે છે. રસ્તાની પહળાઈ એક સારી સડક જેટલી છે જેથી જથ્થાબંધ માણસેને જતાં આવતાં અડચણ નથી પડતી. હાં, મેળાના દિવસેમાં આ નિશાળ માર્ગ પણ સાંકડા લાગે છે.