________________
ઇતિહાસ ] . ':૪૧:
શ્રી શત્રુંજય ટસન સમક્ષ ૪૦ વર્ષને કરાર થયે, જેમાં રૂ. ૧૫૦૦૦) પર હજારને કરાર થયા. અને છેલ્લે કરાર ૨૬-૫-૨૮ થયો, જેમાં લખ્યું છે કે
“ગઢની અંદરના ભાગમાં કઈ પણ ટૂંકમાં નવું દેરાસર. બાંધવા નિમિત્તે ઠાકોર સાહેબને કાંઈ પણ રકમ લેવાને હકક રહેશે નહિ. હાલ જે મકાને વિદ્યમાન છે તે મકાનમાં હિતસંબંધ ધરાવનાર શખ્સોના હકકને બાધ નહિ આવતાં ડુંગરના કેઈ પણ ભાગને ઉપયેાગ શ્રાવક કેમના સિધ્ધાંત વિરુદ્ધ કરવાની મનાઈ કરવામાં આવે છે. હાલમાં જે દેરાસરો ગઢની અંદર તેમજ બહાર વિદ્યમાન છે તે દેરાસર ઉપર કેઈ પણ જાતની કાંઈ પણ રકમ લેવાને દાવો થઈ શકશે નહિxxx શ્રાવક કામની કઈ પણ વ્યક્તિને ડુંગર ઉપર જતાં કઈ પ્રકારની હરકત કે હેરાનગતિ કરવામાં આવશે નહિ. તેમજ ગઢ આગળ અગર ડુંગર ઉપર જવાના રસ્તાની આજુબાજુ પાંચસે વાર સુધીમાં કઇ જગ્યાએ કાયમનું પોલિસ થાણું બેસાડવામાં આવશે નહિ,
“ગઢમાં આવેલ સઘળી જમીન, ઝાડે, મકાને અને બાંધકામને ધાર્મિક તેમજ તેને લગતા હેતુઓ માટે ઉપયોગ કરવાને જેને કુલમુખત્યાર છે, અને ફેજિદારી કારણે બાદ કરતાં, દરબાર તરફથી કઈ પણ જાતની દરમિયાનગીરી કે દખલગીરી સિવાય ઉકત ધાર્મિક મિલકતને વહીવટ કરવાને જેનો હકદાર છે. * * ડુંગર ઉપર ગઢની બહાર અને અંદરના મંદિરને વહીવટ કોનો દરબારની જરાપણ દખલગીરી સિવાય કરશે. ડુંગર ઉપર અને ગઢની બહાર આવેલ પગલાંઓ, દેહરીઓ, છત્રીઓ, કંડો અને વિશ્રામસ્થાને જૈનોની માલિકીનાં છે, અને તેનું સમારકામ દરબારની રજાની અપેક્ષા સિવાય જૈનો કરી શકશે. કુંડ અને વિરામસ્થાનનો ઉપયોગ જન-જનેતર સર્વને માટે ખુલ્લો રહેશે. ઉપર કહેલા કુડેમાં આવતાં કુદરતી ઝરણું એને દરબાર સારાં રાખશે અને વખતેવખત સમરાવશે.
આ રાજસાહેબના રાજયકાલમાં પણ જશકુવર શેઠાણ ઉપરને ચોરીના તહેમાન કેસ, બુટ અને બીડીને કેસ, શિવાલય અને પીરને પ્રશ્ન, શત્રુંજય ઉપરની મેટી તોપોને કબજે, (જે તોપ વડે જે એ ગવર્નર સર ફીલીપ્સ, જેમ્સ ફર્ગ્યુસન, રીચાર્ડ ટેમ્પલ
વગેરેને માન આપ્યું હતું ) તથા બારોટને કેસ, ભીડભંજનના મકાન તરફની વન્ડાની • બારી બંધ કરવી વગેરે પ્રસંગે બન્યા છે,
ઈ. સ. ૧૯૦૪ માં શત્રુંજય ઉપર બરિટએ એક મુનિરાજના ખૂન માટે પ્રયત્ન કરેલો અને તીર્થની આશાતનાનો પણ પ્રયત્ન કરેલે, પરંતુ પૂજ્ય ગુરુમહારાજ શ્રી ચારિત્રવિજયજી મહારાજના અથાગ પરિશ્રમ અને પ્રયત્નથી એ મુનિરાજ બચી ગયા અને એ ભકર આશાતના થતી અટકી ગઈ અને જૈન સંધને જય થયો,