________________
-
-
-
ઇતિહાસ ]
શ્રી શત્રુંજય સાથે તેમને ગાઢ સંબંધ હતું. જહાંગીર ગાદી પર બેઠે એ જ વર્ષમાં એટલે કે ૧૯૬૧ માં તેણે શાતિદાસ શેઠને અમદાવાદની સૂબાગીરી આખ્યાને ઉલ્લેખ મળે છે.
આ પછી શાહજહાના સમયે તે શાંતિદાસ શેઠનાં લાગવગ, સત્તા અને વૈભવ વધ્યાં હતાં. સાથે જ જૈનધર્મની સેવા કરવાથી શાંતિદાસ શેઠની પ્રસિધ્ધિ જેમાં પણ ઘણું વધી હતી. સં. ૧૬૮૬મા શાહજહાંએ શાતિદાસ શેઠ તથા શા. રતનસુરાને શત્રુંજય, શખેશ્વર, કેસરીયાજી વગેરે તીર્થો તથા અમદાવાદ, સુરત, ખભાત અને રાધનપુર વગેરે શહેરનાં મંદિરની રક્ષા તથા શ્રી સઘની મિલ્કતની વ્યવસ્થાને ખરીતે અપાયે હતે.
શાંતિદાસ શેઠે તીર્થને વહીવટ સંભાળે ત્યારે તીર્થાધિરાજ ઉપર મંદિરને ઘણે પરિવાર હતા અને ભારતવર્ષના જૈન સંઘમાથી ઘણા યાત્રાળુઓ યાત્રાએ આવતા હતા. આ વખતે સૌરાષ્ટ્રમાં કાઠીઓનું જોર હતુ. યાત્રાળુઓના જાનમાલની રક્ષા માટે ગિરિરાજની છાયામાં વસતા કાઠી-ગરાસીયા ત્યાં આવી ચુકી ભરતા હતા. બદલામાં યાત્રાળુએ કાઠી-ગરાસીઆઓને રાજીખુશીથી ઈનામ આપતા હતા. દરમિયાન એક વખત નાડલાઈને સઘ આવતાં લેવડ-દેવડમાં વાંધો પડ્યો. કાઠી–ગરાસીયાના નેતા હથિયાર લઈ સંઘને શેકવા આવી પહોંચતાં સઘ સાથેના માણસોએ કાઠી–ગરાસીયાએને મારીને ભગાડી દીધા હતા. આ પ્રસગ સ. ૧૬૯૦ મા બન્યા છે.'
આ પ્રસગે બાદશાહ શાહજહાજને પુત્ર મુરાદબક્ષ ગુજરાતને સૂબે હતે. તેણે શેઠ શાતિદાસને પાલીતાણા ઈનામમા આ ખ્યાનું ફરમાન જાહેર કર્યું હતું. બાદમાં એ જ મુરાદબક્ષ દિલ્હીને બાદશાહ બનતાં એ જ ફરમાન પુન. તાજું કરી આપ્યું હતું. તેમાં લખ્યું છે કે- આગલી સનંદની રૂએ અમદાવાદના સૂબાના તાબાનું સેરઠની સરકારમાં આવેલ પાલીતાણ પરગણું જેનુ બીજુ નામ ઈસ્ત્રીજા શેત્રુજા) પણ છે તે શાંતિદાસ ઝવેરીને ઈનામમાં આપેલું છે. ”
એટલે શાહી જમાનામાં આ તીર્થ અમદાવાદના નગરશેઠને અર્પણ થયું, પરંતુ વ્યવસ્થા શેઠજીના હસ્તે તેમના પાલીતાણાના માણસ દ્વારા થતી. પહેલાને પ્રસંગ કે જેમાં સંઘના ચેકીઆએ કાઠી-ગરાસીઆઓને નસાડી મૂક્યા. ત્યાર પછી સં. ૧૭૦૭માં પાલીતાણાની વ્યવસ્થા રાખનાર કડવા દેશી મારફત ગારીઆ
૧. આ પ્રસંગનું વર્ણન “ઐતિહાસિક રાસસંગ્રહ ભા. ૪ માં છે.
૨. મુરાદનું ફરમાન અને પાછળથી તે બાદશાહ થયા તે સમયનું ફરમાન શેઠ, આણંદજી કલ્યાણજીની પેઢી પાસે છે.
૩. પાલીતાણામાં આજુબાજુ ગરાસિયા ચોકી કરવા આવતા. યાત્રાળુઓ તેમને ખુશી કરતા. પરંતુ જે સંઘ પિતાની સાથે ચોકિયાતનું જૂથ લઈને આવતો તેને પાલીતાણામાં બીજા ચોકિયાતેની જરૂર ન રહેતી. આ એક પ્રસંગે સત્તરમી સદીમાં બન્યો હતે.