________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
વિનયનો સાચો આધાર, વિનયની સફ્ળતાનો સાચો પાયો બહુમાન
છે.
બહુમાનનાં પાંચ લક્ષણો :
૨૬
૧:- જેના પ્રત્યે બહુમાન હોય તેના અભિપ્રાયને અનુસરવાનું મન થયા વિના રહેતું નથી. એ શું ઇચ્છે છે એને જાણવાની કાળજી સતત રહ્યા કરે છે અને કેમ કરીને એની ઇચ્છાને પૂર્ણ કરી શકાય એનું ચિંતન પણ રહ્યા કરે છે. એની મરજીથી વિરુધ્ધ ચાલવાની તો સ્વપ્તેય ઇચ્છા થાય નહિ પણ એની એકે એક મરજીને સંતોષવાનું મન થયા કરે આ બહુમાનનું પહેલું
લક્ષણ.
૨:- જેના પ્રત્યે બહુમાન હોય તેના દોષોને જોવાનું મન થાય નહિ. દોષો જોવાઇ જાય તો પણ તે દોષોને હૈયું વજન આપે નહિ. પણ એને ભૂલી જાય અને એના દોષને ઢાંકવાની કાળજી રહ્યા કરે. કોઇના પણ જાણવામાં એના દોષો આવે નહિ એની તકેદારી રહ્યા કરે. કોઇ એના દોષોની વાત કરે તો તેને યથાશક્તિ રોકે. તેના ગુણો તરફ જોવાનું કહે. આ ગુણો પાસે એ દોષોની તો કાંઇ કિંમત નથી-એમેય કહે. એ દોષો ભલે દોષો તરીકે દેખાતા હોય પણ વસ્તુતઃ એને માટે આ દોષરૂપ છે કે નહિ એ વિચારણીય છે એમ પણ કહે. અને દોષોના કથનને રોકવાનું સામર્થ્ય ન હોય તો મનમાં દુઃખ અનુભવીને તે એવો ખસી જાય કે જેથી દોષોની વાત કાને પડે નહિ. જેના પ્રત્યે બહુમાન હોય તેના પ્રત્યે હૈયામાં આવો ભાવ પણ જાગ્યા વિના રહે નહિ.
3:- જેના પ્રત્યે બહુમાન હોય તેના અભ્યુદયનું અહર્નિશ ચિંતન રહ્યા કરે. એના દોષોનું જેમ આચ્છાદન કરે તેમ એના દોષો કેમ નાશ પામે અને એના ગુણોમાં કેમ અભિવૃધ્ધિ થયા કરે એની વિચારણા પણ એને આવ્યા જ કરે. જેમ એના