________________
ચોદ ગુણસ્થાનક ભાગ-૨
૧૦૩
-
-
-
-
ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કોટિની સ્થિતિ હોય, તોય તે સ્થિતિ એક કોટાકોટિ સાગરોપમથી કાંઇક ન્યૂન જ હોય. એ જીવ એથી અધિક સ્થિતિવાળા કર્મને ત્યારે જ સંચિત કરી શકે, કે જ્યારે એ જીવ શ્રી નવકાર મ~ના આંશિક પણ પરિચયથી સર્વથા મુક્ત બની જાય; એટલે કે-એ જીવ જ્યારે ગ્રન્થિદેશથી પાછો પડી જાય. ભાગ્યશાલિતા સફલ નીવડી ક્યારે કહેવાય?
ગ્રન્થિદેશે આવવા જોગી કર્મસ્થિતિની લઘુતાને પામેલા. બધા જ જીવો શ્રી નવકાર આદિને પામી શકે છે, એવો પણ નિયમ નથી. નિયમ તો એ જ છે કે-જે જીવ જ્યાં સુધી ગ્રન્થિદેશે. આવવા જોગી કર્મસ્થિતિની લઘુતાને પામે નહિ, તે જીવ ત્યાં સુધી શ્રી નવકાર મ– આદિને પામી શકે જ નહિ ! એટલે, ગ્રન્થિદેશે આવેલા જીવો પૈકીના જે જીવો શ્રી નવકાર મંત્ર આદિને પામી જાય, તે જીવો કમથી કમ એટલા ભાગ્યશાલી તો ખરા જ કે-જ્યાં સુધી તેઓ શ્રી નવકાર મંત્ર આદિના પરિચયાદિથી દૂર થઇ જાય નહિ, ત્યાં સુધી તેઓ ગ્રન્થિદેશને પમાડનારી કર્મસ્થિતિથી ઉત્કૃષ્ટ કોટિની કર્મસ્થિતિને ઉપાર્જ જ નહિ ! એ જીવો, એ કાળા દરમ્યાનમાં, ગ્રન્થિદેશથી બહુ આગળ ન વધે એ બનવાજોગ છે, પરન્તુ એ જીવો એ કાળ દરમ્યાનમાં ગ્રન્થિદેશથી દૂર પણ જવા પામે નહિ !
સ. જીવ ગ્રન્થિદેશે કેટલા કાળ સુધી રહી શકે ?
ગ્રન્થિદેશને પામેલો જીવ, ગ્રન્થિદેશે વધુમાં વધુ કાળને માટે ટકી શકે, તો તે અસંખ્યાતા કાળ સુધી ટકી શકે. છેવટમાં છેવટ અસંખ્યાતા કાળે તો એ જીવ ગ્રન્થિદેશથી કાં તો આગળ વધે અને સમ્યગ્દર્શનાદિ ગુણોને ઉપાર્જ અને કાં તો એ જીવા પાછો હઠી જવા પામે.