________________
૧૬૩
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ વૈમાનિકનું જ આયુષ્ય બાંધે. માત્ર સમ્યદ્રષ્ટિ દેવતાઓ અને સમ્યગ્દષ્ટિ નારકો દેવાયુ બાંધે નહિ પણ મનુષ્યાય બાંધે. દેવા ચ્યવીને તરત દેવ થાય નહિ. નારક પણ નરકમાંથી નીકળીને સીધો દેવ બની શકે નહિ. . પાપના ડર વિના સમ્પર્વ આવે નહિ
વાત એ છે કે-વિષય સુખને ભોગવનારા, પરિગ્રહ રાખનારા અને ષકાચની હિંસાદિ પાપકરણીઓ કરનારા, એવા જે જીવો, એમાં એવા પણ જીવો હોય ને કે જે જીવોને “હું આ ખોટું કરું છું અને ક્યારે હું આનાથી છૂટું ?' –એવું હૈયે હોય ? જીર્ણ જવર નામનો રોગ જેને લાગું પડે છે, તેને ખાવાની રૂચી થાય નહિ. શરીર એનું તૂટ્યા કરે. કોઇ વાતમાં એને ચેન પડે નહિ. બીજાને ભલે એ ન જણાય, પણ જેને જીર્ણ જવરનો રોગ થયો હોય, એ “મને રોગ થયો છે.” –એ વાતને ક્યારેય ભૂલી શકે ? કોઇ એને કહે છે - “ભલા માણસ ! કહેતો કેમ નથી કે મને રોગ થયો છે ?” તો એ કહે કે- “કોને કહું ?' કહું તોય મારું કહ્યું કદાચ મનાય નહિ. એને બદલે કોઇને કહેવું નહિ અને મારું દર્દ મારે ભોગવવું સારું ! એમ, સખ્યદ્રષ્ટિને હૈયે પોતાથી પાપ ન છૂટે એનું દુઃખ હોય ને ? આ સમજાયા વિના, “સમ્યગ્દર્શન પ્રાપ્ત થયે છતે નરક ને તિર્યંચગતિનાં દ્વારો બંધ અને દેવતાઇ સુખો તથા માનષિક સુખો અને મુક્તિસુખ સ્વાધીન. -આ વાત હૈયામાં જે રીતિએ જચવી જોઇએ, તે રીતિએ જચશે નહિ. વિષયસેવના એ પાપ છે? હા ને ? પરિગ્રહ એ પાપ છે? એમાંય હો ને ? અને, ષકાચની હિંસા એ વગેરે પણ પાપ છે ? આમાં પણ હા જ ને ?
આ બધાં પાપ તમારે કરવાં પડે છે ? હાસ્તો ! પણ, એનું તમને દુખ છે ? હા ને ? આમાં તમે ‘હા’ કહો, એમાં દંભ છે ? આ દુઃખ નહિ હોય તો તે આત્મામાં સમજ પ્રગટાવીને પેદા કરવું