________________
૨૩૫
ચોદ ગુણસ્થાન ભાગ-૨ બંધુ તીર્થકરને નમસ્કાર કરો, શ્રેષ્ઠ મનવાળા સાધુની પાસે ધર્મનું શ્રવણ કરો. આવા આવા વિના ખર્ચે થતા ધર્મમાં તમારી બુદ્ધિ કેમ થતી નથી ?” તે સાંભળીને પ્રિયાના કાંઇક વચનને પ્રમાણ (અંગીકાર) કરતો ધનરાજ બોલ્યો કે- “હું મુનિઓને તો નમસ્કાર નહીં કરું. કારણ કે તેઓ આંગળીએ કરીને બાળકની જેમ મને સ્વર્ગ દેખાડીને અને ઠગીને ધૂતી લે તેવા છે. તેઓ કહે છે કે- “હે ભદ્ર ! પ્રાણીવર્ગને મહા કલ્યાણના કારણ રૂપ અને સ્વર્ગ તથા મોક્ષને આપનારું દાન આપ, જિનેશ્વરની પૂજા કર, શ્રેષ્ઠ જિનચેત્યો કરાવ, ભાગ્યથી મળી શકે તેવા ગુરૂઓ મુનિઓને સારા ભાવથી પ્રતિલાભ (વહોરાવ), અતુલ ધન આપીને પ્રાણીઓને અભયદાન આપ, લોકમાં પોતાની પ્રતિષ્ઠાને માટે જિનબિંબોની સ્થાપના કર, વિવેકી મનુષ્ય તીર્થયાત્રા કરીને પોતાનો આત્મા પવિત્ર કરવો જોઇએ, તથા જિનેશ્વરના ગુણગાનારાઓને દ્રવ્ય આપવું જોઇએ.” આવી આવી વચનની યુક્તિવડે છેતરીને મારું ધન અલ્પકાળમાં નાશ પમાડી દેય. માટે તેવા ઠગારા મુનિઓને તો હું વંદના નહીં કરૂં પરંતુ હે પ્રિયા ! તારા વચનથી હું હંમેશા આપણા ઘરની પાસેના ચૈત્યમાં જિનેશ્વરને નમસ્કાર કર્યા પછી ભોજન કરીશ; કેમકે તેમાં કાંઇ પણ ખર્ચ નથી. આ એક નિયમ હું દ્રઢપણે ગ્રહણ કરૂં છું.” આ પ્રમાણે નિયમ કરવાથી તેણે તે વખતે જ પુણ્યદળના કારણરૂપ બોધિબીજને પ્રાપ્ત કર્યું, અને તેનો નિયમ ધન્યાએ પણ માન્ય કર્યો.
એકદા ઉષ્ણ તુમાં મસ્તક ઉપર સૂર્ય તપતો હતો તે વખતે ખાંધ ઉપરથી ભારનું પોટલું ઉતારી તે ધનરાજ વૃથા જળનો વ્યય શા માટે કરવો ? એમ વિચારી પગ ધોયા વિના જ ભોજન કરવા માટે તત્કાળ આસન ઉપર બેઠો. તે વખતે તેની પ્રિયાએ તેને ખીચડી અને તેલ પીરસ્યું. તે ખીચડી ચોળીને કેટલામાં તે કોળીયો લઇ મોંમાં મૂકવા માંડે છે, તેટલા માં તેને પોતાના નિયમનું