Book Title: Chaud Gunsthanak Part 02 Gunsthanak 2 to 4
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 354
________________ ચૌદ ગુણસ્થાન ભાગ-૨ उ४3 હે ભદ્ર, (૧) અનુકંપા, (૨) પ્રશમ, (૩) સંવેગ, (૪) નિર્વેદ અને (૫) આસ્તિક્ય-એ પાંચ લક્ષણો સમ્યગદ્રષ્ટિજીવોને હોય છે. (૧) દુઃખી જીવના દુઃખ દૂર કરવાની જે ચિંતા તે અનુકંપા કહેવાય છે. (૨) કોઈ કારણથી ક્રોધ ઉત્પન્ન થઈ જાય, પણ વૈરભાવ ન રાખે તે પ્રશમ કહેવાય છે. (૩) મોક્ષરૂપી મહેલમાં ચડવાને માટે સોપાન સમાન અને સમ્યગૂ જ્ઞાનાદિ સાધનોમાં ઉત્સાહ આપનાર જે મોક્ષનો અભિલાષ તે સંવેગ કહેવાય છે. (૪) આ સંસાર રૂપી કારાગૃહમાંથી નીકળવા માટે વૈરાગ્ય ધારણ કરવો, એટલે સંસાર ઉપર કંટાળો ઉપજવો તે નિર્વેદ કહેવાય છે. (૫) શ્રી સર્વજ્ઞ પ્રણીત સમગ્ર ભાવો તરફ યથાર્થ પણાની બુદ્ધિ, એ આસ્તિક્ય કહેવાય છે.” આ પાંચ લક્ષણો જેનામાં હોય છે, તે ભવ્ય જીવ સમ્યગૂ દર્શનથી અલંકૃત ગણાય છે. | મુમુક્ષુ ખુશી થઈને બોલ્યો - “ભગવનું આપે કહેલા લક્ષણો સાંભળી મને ઘણો આનંદ થાય છે. મારું હૃદય એવાલક્ષણોને માટે ઉત્તમ પ્રકારની ભાવના ભાવ્યા કરે છે. અને હું મારા આત્માને કહું છું કે, “હે આત્મનું, સદા સમ્મદ્રષ્ટિ રહેજે અને તેના પાંચ લક્ષણો ધારણ કરવાને સદા ઉત્સાહિત રહ્યા કરજે. એથી તારો અંતરંગ ઉધ્ધાર થશે અને તું ઉચ્ચ શ્રેણી ઉપર આરૂઢ થઈ પરમ પદનો અધિકારી થઈ શકીશ.” હે મહાત્મનું, તમે જે સમ્યગદ્રષ્ટિના લક્ષણો કહ્યાં, તે ઉપરથી મારા હૃદયમાં એક શંકા ઉત્પન્ન થઈ છે તે આપ મહાનુભાવ તેને દૂર કરશો.” આનંદ મુનિએ કહ્યું “વત્સ, ખુશીથી તે શંકાને પ્રગટ કર. હું યથાશક્તિ તારા હૃદયનું સમાધાન કરીશ.” મુમુક્ષુએ ઇંતેજારીથી કહ્યું, “ભગવન્, પ્રથમ સમ્યકત્વ શી રીતે ઉત્પન્ન થાય ? તે કૃપા કરી સમજાવો. તે જાણવાથી સમ્યગદ્રષ્ટિનું યથાર્થ સ્વરૂપ મારા સમજવામાં આવશે.” સૂરિવરે સત્વરે જણાવ્યું, “ભદ્ર, શ્રી સર્વજ્ઞ પ્રભુએ પ્રરૂપેલા તત્ત્વોમાં જીવાદિ પદાર્થોમાં રૂચિ એટલે અતિ નિર્મળ ગુણાત્મક રૂપસ્વભાવ

Loading...

Page Navigation
1 ... 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372