Book Title: Chaud Gunsthanak Part 02 Gunsthanak 2 to 4
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust
Catalog link: https://jainqq.org/explore/023108/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક સિધ્ધ ભગવાન • અનંત ચતુષ્ટયના સ્વામી • આઠ ક્રર્મના નાશક સમય : સાદિ અનંતકાળ ત્રણેય યોગથી સર્વજ્ઞ ભગવાન સમય : પાંચ વાક્ષર મુક્ત વીતરાગ યોગયુક્ત વીતરાગ સર્વજ્ઞ ભગવાન ♦ સર્વ કષાયમુક્ત છે ઘાતી કર્મનાશક સમય : ૧ અંતર્મુ. ઘી દેશોનુ પૂર્વ ક્રોડ વર્ષ ક્ષીણકષાય છદ્મસ્થ વીતરાગ ગુણસ્થાન મોહનીયનો પૂણક્ષય પ્રાતિભજ્ઞાન સમય : જ.ઉ. અંતર્યુ. ઉપશાંત છદ્મસ્થ વીતરાગ ગુણસ્થાન સમય : ૧ સમયથી અંતર્મુ. પછી અવશ્ય પતન સૂક્ષ્મલોભ કિટ્ટીવેદન સમય : ૧ સમયથી અંતર્યુ. મોહક્ષય કે ઉપ. કરનાર ક્ષક કે ઉપશામક સમય : ૧ અંતર્મુ. મોહકર્મના (૧) અપૂર્વ સ્થિતિઘાત (૨) રસઘાત (૩) ગુણ શ્રેણિ (૪) ગુણસંક્રમ(૫) અપૂર્વ સ્થિતિબંધ, નિવૃત્તિ ૧ સમયે ચડેલા જીવોના અધ્ય.ની ભિન્નતા સમય ૧ અંતર્મુ. અપ્રમત્ત ભાવનું સર્વવિરતિપણુ સમય : ૧ અંતર્મુ. પ્રમતભાવનું સર્વવિરતિપણું સમય ૧ અંતર્મુ, થી દેશોનુપૂર્વ કોડ વર્ષ સમ્યક્ત્વ સહિત ૧૨માંથી એકાદ પણ અણુવ્રતાદિના એક વગેરે ભાંગાનો ધારક • સુદૈવાદિની શ્રધ્ધા ♦ સુખમય સંસારની સુગ • જિનભક્તિ ♦ સાધર્મિક રાગી ધર્મ રાગી છે જિનવાણી શ્રવણનો અતિપ્રેમી સમય : ૧ અંતર્મુ. થી ૬૬ સાગરોપમ જિન ધર્મ પ્રત્યેનરાગ, સંસાર પ્રત્યેનદ્વેષ સમય ઃ અંતર્મુ. મોક્ષ ૧૪ અયોગી કેવલી ભગવાન ૧૩ સયોગી કેવલી ભગવાન ૧૨ ક્ષીણમોહ ૧૦ સુક્ષ્મ સંપરાય સનિવૃતિકરણ અથવા બાદર સંપરાય અપૂર્વકરણ અથવા નિવૃતિકરણ ૭ અપ્રમત્ત સર્વ વિરતિ E પ્રમત સર્વ વિરતિ ૫ દેશ વિરતિ સમ્યક્ત્વ ૩ મિશ્ર ૨ સાવદન લેખક - સંપાદક ૫. પૂ. આચાર્ય શ્રી નરવાહનસૂરિશ્વરજી ૧૧ ઉપશાંત મોહ (નવી આવૃતિ) ગુણસ્થાનક ૨-૩-૪ ભાગ-૨ ૧ ૧૭ ♦ ઉપશમ સમ્યક્ત્વનું ૰ માર્ગાનુસારી ભાવ વમન કરતાં ♦ સમય : ૧ સમય થી ૬ આવલિકા ૭ ચરમાવર્તકાળમાં પ્રવેશ લક્ષણ : ન્યાય સપન્ન છે અપુનબંધક ભાવ વિભવાદિ ગુણપ્રાપ્તિ મિથ્યાત્વ ગુણસ્થાનક શ્રેણીનાં ગુણસ્થાનકો ૧૯ માભિમુખ માર્ગપતિન ♦ દિધાર્મિક અવસ્થા લક્ષણ (૧) તીવ્રભાવે પાપ ન કરે (૨) ઉચિત રોવે (૩) અર્થમાં નીતિ કામમાં સદાચાર (૪) મોક્ષસંચ ૧૩ ૧૭ ♦ દ્વિબંધક-સમૃદબંધક વ્યવહાર રાશિમાં અતિગાઢ મિથ્યાત્વ • ભવાભિનંદિતાની પ્રવેશ ૭ મહાભયાનક ચરમસીમા • નિગોદ ૭ અવ્યવહારરાશિ મિથ્યાત્વનો અંધકાર ૭ આઠ રૂચક પ્રદેશ ખુલ્લા હોય Page #2 -------------------------------------------------------------------------- ________________ S પદાર્થ દર્શન ગ્રંથમાળા પ્રકાશન નં-૪૧ ARTIC (નવી આવૃત્તિ) ભાગ-૨ ગુણસ્થાનક : ૨-૩-૪ લેખ સંપાદક કર્મ સાહિત્ય નિષ્ણાત સિધ્ધાંત મહોદધિ, સચ્ચારિત્ર ચૂડામણિ સ્વ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટધર, પરમશાસન પ્રભાવક પરમતારક, સૂચિચક્ર ચક્રવર્તિ, સુવિશાળ ગચ્છાધિપતિ, પ્રચંડ પૂણ્ય અને પ્રૌઢ પ્રતિભાના સ્વામી, વ્યાખ્યાન વાચસ્પતિ, દિક્ષાના દાનવીર સ્વ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના પટ્ટ પ્રભાવક કર્મ સાહિત્યના જ્ઞાતા પરમ પૂજ્ય આચાર્ય વિજય નરવાહનસૂરી મહારાજ. સંક્લનકાર પૂજ્ય મુનિરાજ શ્રી દર્શનશીલ વિજયજી પ્રકાશક પદાર્થ દર્શન ટ્રસ્ટ ૧૧૮૮, લક્ષ્મીનારાયણની પોળ, રાજામહેતાની પોળમાં, કાળુપુર-અમદાવાદ-૩૮૦૦૦૧. Page #3 -------------------------------------------------------------------------- ________________ સૂચના આ પ્રસંગે એક સ્પષ્ટતા કરવી અત્યંત જરૂરી છે કે જ્ઞાનદ્રવ્યનો ઉપયોગ મુખ્યતાએ પ્રાચીન ગ્રંથોના હસ્તલેખન-જ્ઞાનભંડારોની જાળવણી-પૂજ્ય સાધુ સાધ્વી ભગવંતોના અધ્યયનની વ્યવસ્થા આદિમાં સમુચિત રીતે જ કરવો યોગ્ય છે. આવા ગ્રંથોનું પ્રકાશન કરવાનું કર્તવ્ય જો કે યથાશક્તિ શ્રાવકોએ જ અદા કરવાનું છે. તે શક્ય ન હોય અને જ્ઞાન દ્રવ્યનો ઉપયોગ અનિવાર્ય બને તો પણ એમાં જરૂરી મર્યાદાનું પાલન આવશ્યક છે તેથી જ પૂજ્ય સાધુ-સાધ્વી ભગવંતો તથા શ્રી સંઘો હસ્તકના શ્રી જ્ઞાનભંડારોને જ ગ્રંથ સાદર સમપિર્ત કરાશે ગૃહસ્થો એ ગ્રંથ વસાવવો હોય તો તેનું પુરૂં મૂલ્ય શ્રી જ્ઞાન ખાતે અર્પણ કરીને જ વસાવવો અને શ્રી જ્ઞાનભંડારમાંથી વાંચન કરવા માટે ઉપયોગ કરવો હોય તો તેનો યોગ્ય નકરો શ્રી જ્ઞાન ખાતે આપવા ચૂકવું નહિ જેથી કોઇપણ પ્રકારના દોષના. ભાગીદાર ન થવાય. Page #4 -------------------------------------------------------------------------- ________________ વાળ આર્થિક સહયોગ શ્રી કૃષ્ણનગર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ (સૈજપૂરબોધા) અમદાવાદના શ્રી જ્ઞાન ખાતેથી પરમ પૂજ્ય આચાર્ય વિજય નરવાહનસૂરિ મહારાજ સાહેબની પ્રેરણાથી આ પુસ્તક પ્રકાશનની સંપૂર્ણ રકમ મળેલ છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક-૪૧મું ચૌદગુણસ્થાનક વિવેચન નવી આવૃત્તિ | ભાગ- ૨ પ્રાપ્તિ સ્થાનો છે ભરતભાઇ બી.શાહ ૪૦૧/૪૦૨, સરિતા કોમ્પલેક્ષ, પ્રવિણ એપાર્ટમેન્ટની સામે, સેંટ ઝેવીયર્સ કોલેજ રોડ, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૯. ફોન નં-૬૫૬૩૪૩૧ -૬૫૬૩૪૩૨-૬૫૬૩૪૩૩ વીર સં- ૨૦૧૭ સને ૨૦૦૧ અશ્વિનભાઇ એસ.શાહ C/o નગીનદાસ છગનલાલ કે. પાંચકુવા દરવાજા બહાર અમદાવાદ-૩૮૦૦૦૨. ફોન: ૨૧૪૪૧૨૧ સંવત-૨૦પ૭ ફાગણ સુદી-૩ જયંતિલાલપી.શાહ ઠે. ૬૯૬, નવાદરવાજા રોડ, માયાભાઇની બારી પાસે, | ડી વાડીલાલ એન્ડ ક. ના મેડા ઉપર ખાડિયા ચાર રસ્તા, અમદાવાદ-૧ ફોન: ૨૧૬૭૮૮૮ ૬ કિમત રૂ. ૮૫.૦૦ હિંમતભાઇ બી. શાહ સર્વહક્ક પ્રકાશકને | ૨. ચેતન સોસાયટી, અકોટા રોડ, વડોદરા-૩૯૦૦૨૦. સ્વાધિન ફોન: ૩૧૦૩૪૩, ૩૨૨૮૬૨ ટાઈપ સેટીંગ દિવ્યેશ શાહ ડૉ હસમુખભાઇ આર. શાહ બી-૭, વિનીત, મજીઠીયાનગર, એસ.વી.રોડ, કાંદીવલી | (વેસ્ટ), મુંબઈ નં-૪૦૦6૬૭. ફોન નં-૮૦૭૩૦૪૬, ૮૦૫૩૭૫, ૮૬૨૨૪૬૭ મુદ્રક યુનિક ઓફસેટ તાવડીપુરા-દૂધેશ્વર અમદાવાદ 3८०००४ ટે.ન. ૫૬ ર૩૪૪૦ પન્નાબેન ચંદ્રનંતભાઇ કાપડીયા g/n ચંદ્રકાંતભાઈ કાપડીયા ૩, દામજી ખેરાજ બીલ્ડીંગ, ૩જે માળે, રૂમ નં-૧૦, આર. આર.ટી રોડ, મુલુંડ (વેસ્ટ) મુંબઈ નં-૪૦૦૦૮૦. Page #6 -------------------------------------------------------------------------- ________________ ૦૦ પ્રકાશકીય ૦). અનાદિ કાળથી ચારગતિ રૂપ સંસારમાં ભ્રમણ કરતાંમિથ્યત્વથી ઘેરાયેલા જીવો નદીઘોલ પાષાણ જાયે અકામ નિર્જરા કરતાં કરતાં પુણ્ય ઉપાર્જન કરે છે એ કારણે તેમના હૈયામાં શ્રી | જિનેશ્વર ભગવાને કહેલા ધર્મને સાંભળવાનો અભિલાષ જન્મે છે અને (0) સદગુરૂઓ પાસેથી તે ધર્મને સાંભળીને તે તરફની પ્રવૃત્તિમાં રસ પેદા થાય છે પરંતુ મિથ્યાત્વની હાજરી તેને ચંથી સુધી આવવા દેવા છતાં તેનો ભેદ કરવા સમર્થ બનવા દેતું નથી. વિરલ આત્મા પોતાનું પરાક્રમ ફોરવી તે ગ્રંથીનો ભેદ કરીને આગળ વધે છે એટલે કે યથાપ્રવૃત્તિકરણ-અપૂર્વકરણ અને તે અનિવૃત્તિકરણ કરવા દ્વારા સમ્યક્ત્વની પ્રાપ્તિ કરે છે અને પોતાના આત્મિક સ્વ સ્વરૂપનો આંશિક આસ્વાદ પેદા કરે છે આથી પોતાની (2) ' સંપૂર્ણ અવસ્થા પામવાનું નિશ્ચિત કરી દે છે. ચૌદ ગુણસ્થાનકના પહેલા ભાગમાં મિથ્યાત્વ સંબંધી ખૂબ જ વિસ્તારથી સમજ આપ્યા પછી આ બીજા ભાગમાં સમ્યક્ત્વની પ્રાપ્તિ નો ક્રમ તેમજ તે અંગેની વિસ્તૃત સમજ આપવામાં આવી છે. વાંચીને ખૂબજ વિચાર કરવા લાયક આ પુસ્તકનું લખાણ તૈયાર કરી આપી પ્રકાશિત કરવા અમને આપવા બદલ પ.પૂ. આચાર્ય વિજય નરવાહનસૂરી મ. સાહેબનો તેમજ આ પુસ્તકની પ્રૂફ તપાસી શુધ્ધ કરી આપવા બદલ પૂ. દર્શનશીલ વિજય મહારાજ સાહેબનો અમે ખૂબ જ આભાર માનીએ છીએ. જે સંઘના શ્રી જ્ઞાનખાતામાંથી ચૌદગુણસ્થાનક ભાગ-૧ના પ્રકાશનનો લાભ લેવાયેલ છે તે શ્રી કૃષ્ણનગર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ (સૈજપુર બોઘા) ના ટ્રસ્ટીઓએ આ પુસ્તક પ્રકાશનનો પણ સંપૂર્ણ લાભ લઇને ખૂબ ખૂબ અનુમોદનાનું કામ કરેલ છે અને ભવિષ્યમાં પણ અમને આવો સુંદર સહકાર મળી રહેશે એવી આશા રાખીએ છીએ અને તે સંઘના ટ્રસ્ટીઓને ધન્યવાદ આપીએ છીએ. એજ. પદાર્થ દર્શન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ Page #7 -------------------------------------------------------------------------- ________________ સંઘસ્થવિર પરમ પૂજ્ય આચાર્ય વિજય સિધ્ધિસૂરીશ્વરજી (બાપજી) મ. સાહેબના આજ્ઞાવર્તી સાધ્વી શ્રી ચંપકશ્રીજી મ. સા ના શિષ્યા પર્યાય સ્થવિર સુદીર્ઘ સંયમી સાધ્વી શ્રી સુમંગલાશ્રીજી મહારાજ સાહેબના સંયમ જીવનની અનુમોદનાર્થે..... Page #8 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય આચાર્યશ્રીના પ્રકાશિત થયેલા પ્રકાશનો ક્રમ રૂાં. પૈસા ૧ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ પુસ્તક જીવવિચાર (બીજી આવૃત્તિ) દંડક નવતત્વ (બીજી આવૃત્તિ) કર્મગ્રંથ-૧ * કર્મગ્રંથ-૨ કર્મગ્રંથ-૩ (બીજી આવૃત્તિ) કર્મગ્રંથ સત્તાપ્રકરણ * ઉદય સ્વામિત્વ કર્મગ્રંથ-૪ ભાગ-૧ કર્મગ્રંથ-૪ ભાગ-૨ કર્મગ્રંથ-૫ ભાગ-૧ કર્મગ્રંથ-૫ ભાગ-૨ લઘુ સંગ્રહણી * જીવવિચાર-દંડક-લઘુ સંગ્રહણી (બીજી આવૃત્તિ) કર્મગ્રંથ-૫ ભાગ-૩ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૧. ૨. ૩. કર્મગ્રંથ-૧ કર્મગ્રંથ-૫ ભાગ-૪ કર્મગ્રંથ-૧ તથા ૨ કર્મગ્રંથ-૬ ભાગ-૧ કર્મગ્રંથ-૬ ભાગ-૨ કર્મગ્રંથ-૬ ભાગ-૩ કર્મગ્રંથ-૬ ભાગ-૪ કર્મગ્રંથ-૬ ભાગ-૫ કર્મગ્રંથ-૬ ભાગ-૬ કર્મગ્રંથ-૬ ભાગ ૭ +૮ કર્મગ્રંથ-૪ ભાગ ૧+૨ કર્મગ્રંથ-૫ ભાગ ૩+૪ જીવવિચા૨ (બીજી આવૃત્તિ) નવતત્વ (બીજી આવૃત્તિ) પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી વિવેચન વિવેચન વિવેચન ૨૦-૦૦ ૪-૦૦ ૨૬-૦૦ ૬-૦૦ ૭-૦૦ ૨૩-૦૦ ૧૦-૦૦ ૧૫-૦૦ ૪૦-૦૦ ૧૫-૦૦ ૧૫-૦૦ ૧૫-૦૦ ૬-૦૦ ૪૦-૦૦ ૪૫-૦૦ ૧૮-૦૦ ૨૫-૦૦ ૨૧-૦૦ ૪૦-૦૦ ૩૧-૦૦ ૩૫-૦૦ ૩૮-૦૦ ૩૫-૦૦ ૨૪-૦૦ ૭૦-૦૦ ૬૫-૦૦ ૧૬-૦૦ ૨૦-૦૦ ૧૫-૦૦ Page #9 -------------------------------------------------------------------------- ________________ ક્રમ 4 | * $ $ $ 9 ને ? ૧૩ ૧૪ ૧૬ પુસ્તક રૂ. પૈસા ચૌદ ગુણસ્થાનક * વિવેચન ૧૬-૦૦ શ્રી જ્ઞાનાચાર ૧૬-૦૦ શ્રી જંબૂસ્વામિ ચરિત્ર * ૨૧-00 દુર્ગાન સવરૂપ દર્શન (બીજી આવૃત્તિ) ૨૬-૦૦ શ્રી જિનપૂજા ૪-૦૦ શ્રી શત્રુંજય માહાભ્ય-સર્ગ-૧ * ૭-૦૦ આંતરશત્રુઓ ૧૪-OO ધર્મને ભજો આશાતના તજ ૭-૦૦ અનુભવવાણી સૂરિરામની ભાગ-૧ ૩૮-૦૦ અનુભવવાણી સૂરિરામની ભાગ-૨ ૩૮-૦૦ કલિકાળના કોહીનુર (જૈનેતરની દ્રષ્ટિએ) ૧૪-૦૦ કર્મગ્રંથ-૬ વિવેચન ભાગ-૧ ૪૮-OO બાસઠ માર્ગણાને વિષે નામકર્મ સંવેધ વર્ણન ભાગ-૧ ૫૦-૦૦ બાસઠ માર્ગણાને વિષે નામકર્મ સંવેધ વર્ણન ભાગ-૨ ૫૦-૦૦ શ્રી અરિહંત પરમાત્માનું સ્વરૂપ ૧૨-૦૦ કર્મગ્રંથ-૨ વિવેચન ૨૦-૦૦ કર્મગ્રંથ-૩ વિવેચન ૧૮-00 કર્મગ્રંથ-૪ વિવેચન ૩૨-૦૦ સૂરિરામની વાણી જ્ઞાન રત્નોની ખાણી-ઉપદેશામૃત ૩૦-૦૦ સૂરિરામની વાણી જ્ઞાન રત્નોની ખાણી-ઉપદેશામૃત પ્રત-૧ -- સૂરિરામની વાણી જ્ઞાન રત્નોની ખાણી-તીર્થયાત્રાનો વાસ્તવિક હેતુ-ભાગ-૧ પ્રત-૨ સૂરિરામની વાણી જ્ઞાન રત્નોની ખાણી-તીર્થયાત્રાનો વાસ્તવિક હેતુ-ભાગ-૧ ૪૫- સૂરિરામની વાણી જ્ઞાન રત્નોની ખાણી-તીર્થયાત્રાનો વાસ્તવિક હેતુ-ભાગ-૨-પ્રત-૩ સૂરિરામની વાણી જ્ઞાન રત્નોની ખાણી-પુસ્તક-૩ તીર્થયાત્રાનો વાસ્તવિક હેતુ-ભાગ-૨ ૪૨-OO સૂરિરામની વાણી જ્ઞાન રત્નોની ખાણી-શ્રી આચારાંગ સૂત્રના વ્યાખ્યાનો ભાગ-૧-પ્રત-૪ સૂરિરામની વાણી જ્ઞાન રત્નોની ખાણી-શ્રી આચારાંગ સૂત્રના વ્યાખ્યાનો ભાગ-૨-પ્રત-૫ Page #10 -------------------------------------------------------------------------- ________________ | | ક્રમ પુસ્તક રૂ. પેસ કર્મગ્રંથ-૧ વિવેચન (નવી આવૃત્તિ) ૫O-OO સૂરિરામની વાણી જ્ઞાનરત્નોની ખાણી શ્રી આચારાંગ સૂત્રના વ્યાખ્યાનો ભાગ-૩ પ્રત-૬ શ્રી જિનનું દર્શન-વંદન-પૂજન ૩૦-૦૦ શ્રી કલ્પસૂત્રના વ્યાખ્યાનો પ્રત-૭ શ્રી પર્યુષણાાત્વિકાના વ્યાખ્યાનો પ્રત-૮ શ્રી કલ્પસૂત્રના વ્યાખ્યાનો (હિન્દી લીપી) પ્રત-૯ શ્રી પર્યુષણાષ્ટાત્વિકાના વ્યાખ્યાનો (હિન્દી લીપી) પ્રત-૧૦ -- કર્મગ્રંથ-૫ વિવેચન પપ-૦૦ જીવવિચાર વિવેચન (નવી આવૃત્તિ) ૪૦-૦૦ નવતત્વ વિવેચન (નવી આવૃત્તિ) ૧૫૦-૦૦ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ (નવી આવૃત્તિ) ૯૦-૦૦ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ (નવી આવૃત્તિ) ૮૫-૦૦, | સરિ-જ્ઞાન શાળ, શ્રી વિ. શ્રી વિજય ને, શાસન સમ્રાટ ભવન ક ક્રમાંક: સ્થાન, | શેઠ હઠી હઠીસિંહની વાડી,” છે. અમદાવાદ * આ નિશાનીવાળા પુસ્તકે અલભ્ય છે. Page #11 --------------------------------------------------------------------------  Page #12 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ — — — — — — શોક ગરાથાનાક ભાગ૪) પોશાક પર ગ્રંથીદેશે અભવ્ય જીવો-દુર્ભવ્ય જીવો-ભારેકર્મી ભવ્ય જીવો અને દુર્લભબોધિ જીવો આવેલા હોય છે તથા લઘુકર્મી ભવ્ય જીવો પણ આવેલા હોય છે. આ ગ્રંથી દેશને અનાદિ યથાપ્રવૃત્તકરણ કહેવાય છે. કારણકે સાતે કર્મોની એક કોટાકોટી સાગરોપમ કરતાં ન્યૂન સ્થિતિ એટલે અંતઃ કોટાકોટી સાગરોપમની સ્થિતિ જીવો અનંતીવાર પ્રાપ્ત કરી શકે છે. એકવાર ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધીને જીવ એકેન્દ્રિયાદિમાં ભટકવા માટે ચાલ્યો જાય છે ત્યાં દુ:ખ વેઠીને અકામ નિર્જરા કરીને અંતઃકોટાકોટી સાગરોપમાં જેટલી સ્થિતિ સત્તા બનાવે ત્યારે ગ્રંથી દેશવાળો કહેવાય. પાછો થી ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે-ફ્રીથી ખપાવે એમ અનંતીવાર કરતો કરતો સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. આટલી સ્થિતિ ઓછી થયેલી હોય ત્યારે જીવને નવકારમંત્ર બોલતા આવડે છે. એટલેકે કોઇપણ જીવને નવકાર બોલાવીએ તો તે નવકાર ત્યારે જ બોલે. છે કે સાતે કર્મોની સ્થિતિ સત્તા અંતઃકોટાકોટી સાગરોપમની બનેલી હોય. આથી જ જૈનકુળોમાં આગળ રીવાજ હતો કે ઘરમાં દીકરો કે દીકરી જન્મ અને બોલતું થાય કે સૌથી પહેલા એને Page #13 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાવ -૨ નવકાર બોલાવાય છે તે જો બોલે તો આનંદ થાય કે હાશ ! મારે ત્યાં આવેલો જીવ સાતે કર્મોની સ્થિતિને ઓછી કરીને આવેલો છે. આવી જ રીતે જે જીવો શ્રી સિધ્ધગિરિની સ્પર્શના કરી આવે તે જીવો માટે કહેવાય છે કે એક પુદ્ગલપરાવર્ત કાળની અંદર એ જીવ નિયમા મોક્ષે જશે એટલેકે તે જીવ નિયમા ભવ્ય છે અને ચરમાવર્ત કાળમાં આવેલો છે એમ જણાવેલ છે. આની મહોરછાપ મલે છે માટે આગળના કાળમાં જેનકુળમાં બાળક જન્મે કે તરત જ ચાર-છ મહિનામાં શ્રી સિધ્ધગિરિની યાત્રાએ લઇ જવાતું હતું શાથી ? કારણ કે જો કદાચ એ બાળકનું આયુષ્ય ઓછું હોય અને કદાચ કાળ કરી જાય તો અંતરમાં એટલો આનંદ થાય કે મારે ત્યાં આવેલો જીવ ભવ્યત્વની અને એક પુદ્ગલ પરાવર્તકાળમાં મોક્ષે જશે એની છાપ લઇને ગયો છે આવા હેતુઓથી જ આ તીર્થયાત્રાનો મહિમા છે. ગ્રંથી એટલે શું ? અનાદિકાળથી જીવને અનુકૂળ પદાર્થોનો જે ગાઢ રાગનો પરિણામ બેઠો છે અને પ્રતિકૂળ પદાર્થોમાં ગાઢ દ્વેષનો જે પરિણામ બેઠેલો છે તે ગ્રંથી કહેવાય છે. આ ગ્રંથીનો પરિણામ અનાદિકાળથી જ્ઞાનાવરણીયદર્શનાવરણીય અને અંતરાય કર્મોથી પોષાતો જાય છે એટલે પુષ્ટ થતો જાય છે. આ પાંચેય પ્રકારના જીવો સન્ની પર્યાપ્તપણાને પામીને મનુષ્યપણું પામે અને શ્રી જિનેશ્વરદેવની દેશના સાંભળે તો તે સાંભળતા સાંભળતા એક લઘુકર્મી આત્માના હૈયામાં એ દેશના પરિણમે છે એ સાંભળતા લઘુકર્મી આત્માને થાય કે જીવનમાં કોઇવાર ન સાંભળ્યું હોય એવું આજે સાંભળવા મળ્યું છે. કેટલી સુંદર વાતો છે ! આવી વાતો રોજ સાંભળવા મલે તો કેવું સારું એવો વિચાર કરી જે ટાઇમે દેશના હોય તે ટાઇમે સંસારી પ્રવૃત્તિ Page #14 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ૩ દૂર કરીને એટલે આધી-પાછી કરીને તે ટાઇમ સાંભળવા માટે નિયત કરતો જાય છે. આ રીતે રોજ વાણી સાંભળીને જ્યારે ટાઇમ મલે ત્યારે ઘરે કે ઓફીસમાં બેસીને જે યાદ રહ્યું હોય તે વારંવાર યાદ કરીને તે વાતોને સ્થિર કરતો જાય છે. આ પ્રયત્નથી અત્યાર સુધી અનુકૂળ પદાર્થોને મેળવવા આદિનો પ્રયત્ન-તે માટેના વિચારો હતા તેમાં કાપ મૂકાતો જાય છે અને સાંભળેલા યાદ રહેલા શબ્દો વારંવાર યાદ કરવાનો અભ્યાસ વધતાં તેટલા અંશે અનુકૂળ પદાર્થોના રાગાદિના વિચારો આવતાં બંધ થાય છે. આ રીતે રોજની પ્રવૃત્તિ જે ગોઠવાય છે તેમાં એક પ્રકારનો આનંદ વધતો જાય છે અને વારંવાર તે વાણીના શબ્દો સાંભળવાની ઇચ્છાઓ વધતી જાય છે. તેના પ્રતાપે પોતાના જીવનમાં જે જે દોષો હતા તે ઓળખાતા જાય છે ઓળખીને દૂર કરવા પ્રયત્ન કરતો જાય છે. આ બધું લઘુકર્મી ભવ્યાત્માજીવો ગુણહીન ગુણસ્થાનકમાં રહીને કરતાં હોય છે. હજી મોક્ષની રૂચિ પેદા થયેલી નથી પણ આર્યદેશ-જાતિકુળ વગેરેના પ્રતાપે આ સત્સંગના યોગનો આનંદ વધતાં તે આનંદમાં મજા આવે છે તેવો આનંદ અનુકૂળ પદાર્થોમાં હવે આવતો ઓછો થાય છે એટલેકે બંધ થાય છે આ સત્સંગના પ્રતાપે જીવની મનોદશા કેવા ગુણોથી કેળવાતી જાય તે જણાવે છે. (૧) અકૃત્યોથી પરાઙમુખ બનતો જાય છે. (૨) દોષોની શોધથી વિમુખ થતો જાય છે અને (૩) ગુણોને ગ્રહણ કરવામાં તત્પરતા વાળો બનતો જાય છે. ધર્મ શાસ્ત્રોના શ્રવણથી વિશિષ્ટ આચારોનું પરિપાલન કરવામાં પરાયણ થતો જાય છે. હેય અને ઉપાદેય પદાર્થોના સ્વરૂપને જાણનારો બનતો જાય છે. ગંભીરતા આદિ ગુણ ગણના આવાસવાળો બનતો જાય છે. સ્વભાવથી સરલ-સ્વભાવથી વિનીત-સ્વભાવથી પ્રિયંવદ અને સ્વભાવથી પરોપકારમાં તત્પર બનતો જાય છે આવા સ્વભાવના પ્રતાપે બીજાને પીડા કરવામાં પરાઙમુખ થતો જાય છે, Page #15 -------------------------------------------------------------------------- ________________ ૪ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ગુણ ગણના ઉપાર્જનમાં તૃષ્ણાવાળો બને છે અને બીજાના છીદ્રો જોવામાં ચક્ષુ વિનાનો થતો જાય છે. અનાદિકાળથી જીવોનો સ્વભાવ બીજાના છીદ્રો જોવા અને પોતાના ગુણોની પ્રશંસા કરવી આ જે દોષ હતો તેના બદલે બીજાના નાના ગુણોને જોઇને મોટા કરી કરીને પ્રશંસા કરતો જાય અને પોતાના નાના દોષોને મોટા કરી કરીને દૂર કરવાનો પ્રયત્ન કરતો જાય છે આથી બીજાના દોષોને જોવામાં ચક્ષુ વિનાનો બને છે એમ કહેવાય છે. આવા જીવો ગુરૂજનની એટલે વડીલોની કઇ શિક્ષાને પામે છે ? તેનાથી તે જીવો કેવા બને છે એ જણાવે છે કે અતિશય વૃધ્ધિને પમાડેલી એવી પણ ધનૠધ્ધિ-દુર્વિનય રૂપ પવનથી પ્રતિહત (એટલે હણાઇ) થઇ થકી દીપકની શિખાની માફ્ક એક્દમ જ નાશને પામે છે. હિમ અને મોતીના હારના જેવો ધોળો એવો પણ ગુણોનો શેષ સમુદાય જેમ નેત્ર વિનાનું મુખ શોભતું નથી તેમ વિનય વિના શોભતો નથી. અત્યંત પ્રિય પરોપકારી અને ભુવનમાં પ્રસિધ્ધ એવો પણ મનુષ્ય જો વિનયથી રહિત હોય તો તે મોટા ભુજંગની જેમ તજી દેવાય છે. આ પ્રકારના દુર્વિનયપણાના દોષ સમૂહને બુધ્ધિપૂર્વક જાણીને સમસ્ત કલ્યાણના કુલ ભુવન રૂપ વિનયમાં રમ. વિનય સલ કલ્યાણનું કુલ ભુવન શાથી છે ? તે કહે છે. વિનયથી ગુણો થાય છે. ગુણોથી લોક અનુરાગને ધરનાર થાય છે અને સકલ લોક જેના પ્રત્યે અનુરાગવાળો હોય છે તેને સઘળી ૠધ્ધિઓ થાય છે. ઋધ્ધિઓથી સહિત એવો પુરૂષ ગજવરની માફ્ક નિરંતર દાનના વર્ષણ દ્વારા માગણ ગણ અને પ્રેમીઓ ઉપર લીલાપૂર્વક ઉપકારને કરે છે. આ રીતે ઉપકાર કરવાથી આ ચંદ્ર કાલિકી કીર્તિ પ્રાપ્ત થાય છે. સ્થિર એવી એ કીર્તિ યુગનો વિગમ થાય તો પણ વિનાશને પામતી નથી અને બાકીનું બીજું તો ઉત્પત્તિ અને વિનાશવાળું તથા અલ્પ દિવસની સ્થિતિવાળું છે. આ પ્રમાણેની ગુરૂજનની શિક્ષાને ગ્રહણ Page #16 -------------------------------------------------------------------------- ________________ - - - — — — — — — — ચૌદ વણસ્થાનક ભાગ-૨ કરે છે આથી સજ્જન લોકમાં વિશ્વાસના શ્રેષ્ઠ સ્થાનને પામે છે. આ ઉપરથી વિચાર એ કરવાનોકે ભગવાનની વાણીના શબ્દો સાંભળતાં સાંભળતાં વિચારતાં આત્મામાં આવા કોઇ ગુણો પેદા થતાં હોય, આત્માની આવી સ્થિતિ દેખાતી હોય એમ લાગે. છે ખરૂં ? જો આવી સ્થિતિનો અનુભવ થતો દેખાય તોજ સમજવું કે આપણે કાંઇક લઘુકર્મીપણામાં જરૂર આવેલા છીએ. આવી સ્થિતિમાં રહેલા જીવોને અનુકૂળ પદાર્થો પ્રત્યેનો ગાઢ રાગ હોતો નથી તેમજ પ્રતિકૂળ પદાર્થો પ્રત્યે ગાઢ દ્વેષ હોતો નથી. આ રીતે રોજ રોજ પ્રયત્ન કરતાં કરતાં જ્યારે ભગવાનની વાણીના શબ્દો પ્રત્યે રાગ થાય એ રાગથી આનંદ થતો જાય અને વિચાર આવે કે જો મને ભગવાનની વાણી સાંભળવા ન મળી હોત તો મારું શું થાત ? હું કેવો હોત ? અને શું શું કરતો હોત ? માટે હું કેટલો ભાગ્યશાળી કે આ વાણી મને સાંભળવા મલી. આ રીતે રોજ વિચારણા કરી ભગવાનની વાણી પ્રત્યે બહુમાન અને આદરભાવ વધતો જાય-સ્થિર થતો જાય એનાથી પાપ ભીરતા ગુણપેદા થતો જાય એટલેકે પાપને પાપ રૂપ માન્યતા પેદા થતી જાય-તે માન્યતા વધતી જાય અને દ્રઢ થતી જાય કે તેને લાગે કે આ વાણી દ્વારા પાપને પાપ રૂપે ઓળખી શક્યો માટે પાપથી બચવા પ્રયત્ન કરતો રહીશ. આ વિચારણાના પરિણામથી પાપને સાપ કરતાં અધિક રીતે માને એટલેકે જેટલો સાપથી ગભરાય તેના કરતાં વિશેષ પાપથી ગભરાટ પેદા થતો જાય. આ ભયથી જીવને પુણ્યાનુબંધિપુણ્યની શરૂઆત થાય છે કે જે પુણ્યથી સદ્ગુરૂની પ્રાપ્તિ સુલભ બને છે. આ પાપભીરુતા ગુણના કારણે હવે જીવને અનુકૂળ પદાર્થોને સર્વસ્વ માની જે કાર્ય કરવા પડે તે કરવા તૈયાર થતો હતો તેમાં હવે તેની ઇચ્છાઓ થતી જ નથી અને સુખ રહે-ટકે કે જાય તેની હવે ઝાઝી ચિંતા કે વિચારણા હોતી નથી. એટલે અનુકૂળ પદાર્થો પ્રત્યે જે રાગ હતો મારાપણાનું મમત્વ જે રહેતું હતું-વધતું Page #17 -------------------------------------------------------------------------- ________________ ચૌદ -૨ જતું હતું તે આ નિર્ભયતાના કારણે અટકી જાય છે એટલે જ આવા પરિણામોની સ્થિરતાથી જીવને પુણ્યાનુબંધિ પુણ્યનો બંધ સારામાં સારી રીતે થતો જાય છે અને તેની સાથેને સાથે અશુભ કર્મોની નિર્જરા સમયે સમયે અસંખ્ય ગુણ-અસંખ્ય ગુણ રૂપે કરતો જાય છે તથા એ અશુભ કર્મોના બંધમાં સહાયભૂત એવા અનંતાનુબંધિ કષાયો કે જેના પ્રતાપે નાશવંતા પદાર્થો પ્રત્યે રાગ અને મમત્વ બુધ્ધિ વધતી જતી હતી તે અટકી જાય છે અને તેનાથી જેટલું નુકશાન આત્માને થયું તે સતત યાદ આવ્યા જ કરે છે. આથી એવા પદાર્થોના રાગ પ્રત્યે ગુસ્સો સહજ રીતે વધતો જાય છે એટલે એ પદાર્થો કેવા પ્રકારના છે તેની ઓળખ થતી જ જાય છે. આથી દુશ્મનની દુશ્મન રૂપે ઓળખ શરૂ થઇ માટે મોહાન્ધતા દૂર થતી જાય છે. આવા બંધાયેલા પુણ્યાનુબંધિ પુણ્ય એક અંતર્મુહૂર્તમાં ઉદયમાં આવે છે કે જેના કારણે સગુરૂની પ્રાપ્તિ થતાં જ તેમને જોતાં જ અંતરમાં અત્યાર સુધી જેવો આનંદ પેદા થયેલો નહોતો તેવો આનંદ પેદા થાય છે. અહીં હજી ગુણસ્થાનક પહેલું મિથ્યાત્વ જ છે પાછું ગુણહીન ગુણસ્થાનક છે કે જે ગુણયુક્ત ગુણસ્થાનકને પેદા કરવાની નજીકમાં રહેલું છે. માટે શ્રી નયસારના ભવમાં ભગવાન મહાવીર પરમાત્માનો આત્મા સમીકીત પામ્યો તે માત્ર આવા આનંદના પ્રતાપે. અંતરમાં અતિથિ તરીકેનો જ અહોભાવ અને આદરભાવ પેદા થયેલો છે કે જે જંગલમાં અતિથિ મલવા દુર્લભ હતા તેમાં અતિથિની શોધ કરતાં અતિથિ મલ્યા કે પોતાને લાગેલી ભૂખ અને તરસ તેનું દુઃખ ભૂલી ગયો છે અને કેવો અહોભાવ પેદા થયો છે ? ખબર છે ને ? એ આત્માને અતિથિ પ્રત્યે જેવું બહુમાન અને આદરભાવ પેદા થયો તેવો દેવ-ગુરૂ-ધર્મ પ્રત્યે આપણને પેદા થાય છે એવી અનુભૂતિ છે ? આજ ખરેખર વિચારવાનું છે. સદ્ગુરૂના યોગથી આવા જીવોને ગાંભીર્ય યોગ પ્રાપ્ત થાય Page #18 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ છે એટલેકે હવે તેના મન વચન અને કાયાનો વ્યાપાર ઉતાવળપૂર્વકનો ચંચળપ્રવૃત્તિવાળો કે ઉછાંછરા રૂપે હોતો નથી પણ ગંભીરતા પૂર્વકનો હોય છે કે જેથી તેને વિશ્વાસ પેદા થાય છે કે હવે હું જે પ્રવૃતિ કરૂં છું તેનાથી કાંઇક મેળવી રહ્યો છું અર્થાત્ પ્રાપ્ત કરી રહ્યો છું. આવો આંશિક વિશ્વાસ પેદા થતો જાય છે તે ગાંભીર્ય યોગ રૂપે ગણાય છે અર્થાત્ શ્રધ્ધાનું બીજ વિકાસ પામતાં આંતર સ્ફુરણા પેદા થતી જાય છે. વિચારજો હજી સમ્યક્ત્વ આવ્યું નથી. સમ્યક્ત્વની ભૂમિકા રૂપે અપુનર્બંધક અવસ્થાના પરિણામને પામ્યો નથી પણ પામવાના નજીકના કાળમાં રહેલો છે. જો આવા મિથ્યાત્વની મંદતાના કાળમાં જીવની દશા આવી હોય તો અપુનઃબંધક-ગ્રંથીભેદ-સમ્યક્ પામેલા જીવની મનોદશા કેટલી ઉંચા પ્રકારની હોય તે જ ખાસ વિચારવાનું છે. એ ગાંભીર્ય યોગથી જીવ પ્રકૃતિની અભિમુખ બને છે એટલેકે પ્રકૃતિ એટલે સ્વભાવ. પોતાના આત્માના સ્વભાવ દશાની અભિમુખ બનીને સ્થિરતા પામતો જાય છે. આ પ્રકૃતિની અભિમુખતાથી અનુકૂળ પદાર્થો અને તેનું સુખ તુચ્છરૂપે લાગતું જાય છે. આથી બહિરાત્મભાવ દૂર થતો જાય છે. અંતર આત્મપણાના સુખની આંશિક અનુભૂતિ થતી જાય છે. આથી અનુકૂળ પદાર્થો દુશ્મન રૂપે વિશેષ રૂપે લાગતા જાય છે. આવા પરિણામથી જીવ સારી રીતે સાવધ રહીને જીવન જીવે છે. ગુણોની પ્રાશિનો ક્રમ (૧)સામર્થ્ય : માનવામાં મધ્યસ્થ વૃત્તિવાળી બુધ્ધિ હોય છતાં સામર્થ્ય, Page #19 -------------------------------------------------------------------------- ________________ ચૌદ પુણસ્થાનક ભાગ-૨ ગમે તેવા ભય અને લાલચમાં પણ એક નિશ્ચયમાં ટકી રહેવાની શક્તિ ન હોય તો તે ધર્મનું અનુષ્ઠાન કરી શકતો નથી. ધર્મના સ્વરૂપને નહિ સમજનારા માતા પિતા અને સ્વજન વગેરેના ભયને લીધે જે માનવ ધર્મ કરતાં ડરે નહિ તે અર્થમાં અહીં સમર્થ શબ્દને સમજવાનો છે. અથવા તત્કાલ પૂજા ન કરવાથી પ્રતિકૂળ પણે વર્તનારા-કષ્ટ આપનારા એવા કુલ પરંપરાથી પૂર્વે પૂજેલા દેવોથી જે ન કરે તેને અહીં સમર્થ સમજવાનો છે. આવા આવતાં વિદ્ગોને દૂર કરવાની શક્તિ જેનામાં હોય એવા જીવો ધર્મ પામી શકે છે. ધર્મમાં અને ધર્મપૂર્વકના અર્થમાં જેણે પોતાનું ચિત્ત પરોવ્યું છે એવો મનુષ્ય વિઘ્ન આવવા છતાંય પોતાના સામર્થ્યને ન છોડે તે અનેક શુભ ગુણોનું ભાજન બને છે એટલેકે એવા જીવો સારી રીતે શુભ ગુણોને પેદા કરી શકે છે. અજ્ઞાન અને મોહને લીધે વ્યામોહ પામેલા જીવો પાપના મળને વ્યર્થ જ પેદા કરે છે. વળી કૃત્ય-અકૃત્યનો વિભાગ કરી શકતા નથી અને આંધળાની પેઠે ભવના કૂવામાં પડે છે. ભવના કૂવામાં પડ્યા પછી એ જીવોને ઇષ્ટનો વિયોગ થાય છે અને અનિષ્ટોનો સંયોગ થાય છે અને તેથી તેમના સર્વ અંગોમાં સંતાપ પેદા થયા કરે છે. હંમેશા આ સંતાપને દૂર કરવા માટે સર્વ પ્રકારે કુશળ (સારા) કર્મો તરફ વળવું જોઇએ એવા કુશળ કર્મોમાં જ અભિરૂચિ કરવી જોઇએ. એ કુશળ કર્મોમાં સૌથી પહેલા ગુરૂની વાણીને સાંભળવા તરફ આ મનને જોડવું જોઇએ. જ્યારે મન એ વાણીને સાંભળવા તરફ ખૂબ આરૂઢ થાય ત્યારે જ તેને દીવા સમાન શ્રુત શાસ્ત્રનો લાભ સુખે સુખે (સારી રીતે) મળી શકે છે. શાસ્ત્રોના ભાવોને સાંભળવાની વૃત્તિ જ બધા કુશળોનું મૂળ કારણ છે. શાસ્ત્રો સાંભળવાથી જ ચિત્તમાં સારી રીતે વિવેક પેદા થાય છે. સામર્થ્યના ગુણમાં સ્વાર્થ (એટલે પોતાના કલ્યાણ તરફ) અને પરોપકાર કરવાનું અદ્ભુત બળ છે એમ સમજીને ભયનાં ચક્રોથી મુક્ત Page #20 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ રહીને એ સામર્થ્યમાં જ પોતાના આત્માને સ્થાપિત કરવો જોઇએ. હિમાલયનો ઠંડો પવન, અગ્નિ-સૂર્યનો પ્રખર તાપ, પાતાળમાં રહેનારા અને જમીનમાં થનારાં ભયંકર સર્પો, તથા સિંહ અને શરભોને લીધે ભયાનક દુર્ગમ બનેલી પર્વતની અને સ્થળની ભૂમિ એ બધું ભયાનક ત્યારે જ લાગે છે કે જ્યારે માનવોમાં ચિત્તની દ્રઢતાથી ઉત્પન્ન થયેલું સામર્થ્ય નથી હોતું. (૨) અર્થિત્વ પણું: સામર્થ્ય હોવા છતાં અર્થિત્વ વગર ધર્મની મતિ સંભવતી નથી. જેમ માનવની ઇચ્છા ભોજન તરફ હોય છે. જેમ સ્ત્રી અને પતિ વચ્ચે અનુરાગ હોય છે તેવી જ વૃત્તિનું નામ અર્થાત્ તીવ્ર અભિલાષાનું નામ અર્થિત્વ છે. એવું અર્થિત્વ જ પરલોકની પ્રધાન પ્રધાન પ્રવૃત્તિઓમાં સારરૂપ છે. આવો જે અર્થી હોય અર્થાત ધર્મનો તીવ્ર અભિલાષી હોય. તે જ સાંસારિક ભયને ધારણ કરતો હોય છતાંય ધર્મ જ પરમાર્થી છે અને બાકી બધું ય અનર્થરૂપ જ છે એમ માનતો હોય છે. ધર્મની કથા સાંભળીને અર્થીના ચિત્તમાં હર્ષ થાય છે. અશુભ કૃત્યોથી ખેદ થાય છે. આવા લક્ષણો વાળાને અહીં અર્થી સમજવાનો છે. આવો અર્થી જ વિશેષ ધર્મ પામવાને યોગ્ય છે. આનાથી ઉલટા પ્રકારનો અનર્થી હોય છે. જે લોકો આકાશને માપી શકે છે, બુધ્ધિ વડે મેરૂને તોળી શકે છે. ઘણે છે. જમીનમાં દાટેલાં નિધિને પણ સહેજે જાણી શકે છે તેવા બુધ્ધિવાળાં માણસો પણ યુવતી સ્ત્રીઓનાં હૃદયને સમજી શકતા નથી, વ્યામોહ પામે છે, વિષાદ પામે છે, આકુળ થાય છે અને થાકી જાય છે. જેમ આગ વગરની કેવળ રાખને કોઇ સંઘરતો હોય, Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ચૌદ ગુણસ્થાનક માઢા-૨ બહેરા માનવીની સાથે કોઇ બોલતો હોય તે નકામું છે, તેમ જેના હૃદયમાં અભિલાષા જ નથી એવા માનવને કાંઇ પણ સમજાવવાનો પ્રયાસ કરવો તે બધો ય નકામો છે. જે માનવ બધા દોષોનો નાશ કરનાર, સુખની વૃધ્ધિ કરનાર, એવાં પ્રસિધ્ધ સિધ્ધાંતના તત્વોને સાંભળવા માટે પણ અભિલાષ ન રાખતો હોય એવો અધમ અનર્થી માનવ ભારે વિપત્તિઓને પામે છે અને પોતાને ઘર આંગણે ઉગેલી કલ્પવૃક્ષની વેલને ઉખેડી નાંખે છે. આલોચક = વિચારક ઃ (૩) જે માનવ ધર્મનો અર્થી હોવા છતાંય તે આલોચક-વિચારક ન હોય તો ધર્મને સાધી જ શકતો નથી. શું આ કરવું ઉચિત છે કે બીજું કરવું ઉચિત છે ? મારૂં શરીર બળ કેટલું છે ? આ દેશ અને કાળ કેવો છે ? મને સહાય કરનારા કેવા છે ? આ કરવાથી શું ફ્ળ થવાનું છે ? આ કરવા જતાં ક્યાં ભૂલ થવાની છે ? આ પ્રમાણે જે વિચાર કરી શકે તેને આલોચક-વિચારક પુરૂષ જાણવો. આવા જીવો અનુષ્ઠાનો વાળી ધર્મ વિધિને બરાબર નિયમપૂર્વક કરાવી શકે છે અને કરી શકે છે. આ લોકમાં કરવામાં આવતું વ્યવહારનું કામ પણ વગર વિચાર્યે કરવામાં આવે તો સિધ્ધ થઇ શકતું નથી તો પછી વગર વિચાર્યે કરેલો ધર્મ શી રીતે સિધ્ધ થાય ? સૂર્ય તને લક્ષ્મી આપો, ચંદ્ર તને સૌમ્યભાવ આપો, મંગળ કલ્યાણ આપો, બુધ સદ્બોધ અને બૃહસ્પતિ બુધ્ધિ આપો અને શુક્ર તારા સૌભાગ્યની વૃધ્ધિ કરો, શનિ-કેતુ અને એ ત્રણે રાહુ ગ્રહો તારા શત્રુઓને સ્થાયી વિપત્તિ આપો. એ રીતે બધા ગ્રહો તારા ઉપર નિરંતર કૃપાવાળા થાઓ. જે માણસ કૃત્ય અને અકૃત્યના સ્વરૂપનો વિચાર કરી Page #22 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાdI-૨ ૧૧ શકતો નથી તેમ જ ભાવિભાવને પણ ધ્યાનમાં રાખી શકતો નથી તે આવેગને લીધે નિર્મળ ધર્મક્રિયાઓમાં પણ પ્રવૃત્ત થાય તો અનેક પ્રકારની આક્તોમાં આવી પડે છે અને અપજશનો ભાગી બને છે. (૪) ઉપાય-ઉપાયનો વિચાર #વા વિશેઃ પુરૂષ વિચાર શક્તિવાળો હોય છતાં ય સારી રીતે ઉપાયને શોધી શકે એવો હોય તો જ ધર્મમાર્ગને સારી રીતે આરાધી શકે છે. કોઇપણ સાધ્ય વસ્તુ માટે પ્રવૃત્તિ કર્યા પછી તેમાં કોઇ રીતે વિપ્નો આવવાનો સંભવ હોય તો એ વિદ્ગોનો નાશ કરી શકે એવી જે પ્રવૃત્તિ શોધવી તેનું નામ ઉપાય કહેવાય. ખાસ કરીને ધર્મની સાધના માટે ઉપાયો વિચારવાની જરૂર છે. કારણ કે એ કામ વિશેષ ગુણ કરનારું છે. છાયા તરૂ, શ્રીળ, લિનીનો કંદ, અને કંદોરૂ એ બધાનો ઉકાળો પીવામાં આવે તો ગમે તેવી વાઇ આવતી હોય તો પણ મટી જાય છે. અતિ હસવું, અતિ હરખવું, અતિ રૂઠવું, અસમ્મત સ્થાનમાં રહેવું અને અતિ છાકટા વેશ પહેરવાં એ પાંચે વાનાં મોટા માણસને પણ નાનો કરી નાંખે છે. આપકાળે ઉપાયને શોધી કાઢનારો જેમ આ લોકના કાર્યોને સાધી શકે છે તેમ પરલોકના કાર્યોને પણ સુખેથી સાધી શકે છે. માટે એવા ઉપાય શોધકને સવિશેષપણે શાસ્ત્રમાં ધર્મનો અધિકારી કહી બતાવેલ છે. પાપી માણસો પાપ કર્મ કરવા માટે જન્માંધની પેઠે એક પણ ઉપાયને ક્યાંય જોઇ શકતા જ નથી. સંસારના પ્રપંચમય કાર્યો ભારે દુ:ખથી ભરેલાં છે માટે તેને સારું ઉપાય શોધવો એ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ – – – – – – –– – – –– –– – – – – ––– વિફળ પ્રયાસ કરવા જેવું છે ત્યારે પાપને દૂર કરનારા, સુખને આપનારા, ચશના ભંડાર જેવા સમ્યગૂ ધર્મનાં વિધાન માટે યત્ન કરવો, ઉપાય શોધવો એ જ સત્પરૂષોનો યત્ન ળવાન છે. (૫) ઉપશાંત ગુણ જે પુરૂષ પૂર્વે કહેલાં બધા ગુણોથી યુક્ત હોવા ઉપરાંત ઉપશાંત ગુણથી યુક્ત હોય તે જ ધર્મનો નિભાવ કરી શકે છે. ક્રોધ-માન-માયા-લોભ એ ચાર કષાયો છે. એ કષાયો વિવિધ પ્રકારનાં અવર્ણવાદોને પેદા કરે છે તથા સદ્ધર્મના ઉધમને ડહોળી નાંખે છે. તે કષાયોનાં ઉભરાને જ રોકી રાખવાથી અથવા તેનો ઉભરો આવી જતાં પણ તેને નિષ્ફળ કરી નાંખવાથી જેમનાં એ કષાયો શાંત થઇ જાય તેને અહીં ઉપશાંત કહેવામાં આવેલા છે. જ્યારે એ કષાયોનો ઉભરો આવેલો હોય ત્યારે કરવામાં આવતાં બધા ય ધર્મકૃત્યો નિળ નિવડે છે અને એમનાથી બીજું કોઇ આપણને કષ્ટ આપે એવું ચડીયાતું નથી એમ શાસ્ત્રકારો કહે છે. ' ક્રોધને લીધે આપણાં સ્વજનોમાં વિરોધ જાગે છે, કાંતિનો નાશ થાય છે. ભારે ભયાનક સંકટો આવી પડે છે. અહંકાર સદ્દજ્ઞાનનો ઘાતક છે અને ગુરૂજનોમાં અપમાન કરાવે છે. માયા-કપટ વાણીને વક્ર કરાવે છે અને ડગલે ને પગલે વિપ્ન જનક છે. લોભ-સ્વજનોનો દ્રોહ કરાવે છે મૂઢતા વધારે છે અને સુમતિને રોકી રાખે છે. એ એક એક કષાય પણ ભારે કઠોરતા પેદા કરે છે. કલેશ ઉભો કરે છે અને સવૃત્તિને ડહોળી નાંખે છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ચૌદ ગુણસ્થાનક ભાd-૨ આ સંસારમાં અત્યાર સુધી જે જે તીવ્ર દુઃખો થઇ ગયા, વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં હવે પછી જે થનારાં છે, તે બધુંય આ કષાયોનું પરિણામ છે એમ જાણો. બાહુબલી મૂઢ બની ગયો, ભરત લાલચું થઇ ગયો, સ્ત્રી પણ તીર્થંકર થઇ શકી અને સુભૂમ કુગતિએ ગયો એ બધું આ કષાયોનું જ કરતુક છે. જગદ્ગુરૂએ ધર્મ દેશનાનો પ્રારંભ કર્યો :- અહીં રોજને રોજ તાં એવા ભવયંત્રમાં પીલાતાં જંતુને તેમાંથી છોડાવી શકે એવો એક ધર્મ જ છે માટે તેનું ઉચિત રીતે સંપાદન કરીને તેને સદા આચરવો જોઇએ. રોજ દેવવંદન અને પૂજન કરવું ઉચિત છે અને ભવના કૂવામાં પડેલાઓને તો એ દેવવંદનાદિ ઉચિત ક્રિયાઓ જ ટેકારૂપ છે તથા સિધ્ધાંતને જાણનારા ઉત્તમ મુનિઓની પ્રતિક્ષણ સેવા કરવી એમ કર્યા વિના બધી ઉચિત ધર્મ કરણી પણ નકામી જાણવી. પ્રમાદને તજી દેવો, દુશીલોની સોબત ન કરવી, પોતે જાતે પણ આળસુ હોય તો તે અધર્મના યોગને લીધે પોતાનું જ અહિત કરનાર બને છે. કોઇ પ્રકારની આશા રાખ્યા વિના દાન કરવું અને તે દાન પણ શ્રધ્ધાથી-સત્કારથી અને ઉચિતતાથી યુક્ત હોવું જોઇએ. જે લોકો તપ-શીલ અને ભાવના કરવામાં અસમર્થ છે તેમને માટે એ પ્રકારનું દાન જ ઉત્તમ માર્ગ છે. વળી એકાગ્રચિત્ત રાખીને શાસ્ત્રના પરમાર્થોને વિચારવા જોઇએ. રાગ અને દ્વેષથી ડહોળાઇ ગયેલા મનની શુદ્ધિ કરવા સારૂં શાસ્ત્ર ચિંતન સિવાય બીજું કોઇ સારૂં (ઉત્તમ) સાધન નથી. આ રીતે ભગવાને દેશના પૂર્ણ કરી. એજ વખતે દુઃખિયાનો નમૂનો વિવિધ રોગોથી પીડાયેલો Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ચૌદ ગુણસ્થાનક ભા|-૨ રોગીઓની હદ સમાન-કુદર્શનની આરસી-દારિદ્રય અને ઉપદ્રવોનો નિવાસ એવો અત્યંત અળખામણો એક ઘરડો માણસ પિશાચ જેવા પોતાના ચાર છોકરાઓ સાથે ત્યાં આવી પહોંચ્યો. ભગવાનને કહ્યું કે મારા આ આકરા દુઃખોને મટાડવા માટે આપને થોડુંક પૂછવાની ઇચ્છા રાખું છું. ભગવાને કહ્યું કે જે પૂછવું હોય તે બોલ. ત્યારે ઘરડો માણસ બોલ્યો કે-હું આ નગરીનો રહેવાસી છું અને જન્મથી કંગાળ છું. મારે આ ચાર છોકરા થયાં છે એનાં નામો - (૧) ચંડ (૨) પ્રચંડ (૩) ચુડલી છોકરી (૪) વોમ. પહેલો પુત્ર ભારે કજીયાવાળો છે અને બધા લોકોને ઉગ કરે એવો છે. બીજો ભારે અભિમાની પોતાની જ બડાઇ હાંકનારો અન્યનું અપમાન કરનારો અને વિનય વગરનો છે. ત્રીજી મારી છોકરી અનર્ગલ બોલનારી અને વક્રચિત્તવાળી છે. તથા ચોથો છોકરો તો બધાય દોષોનું ઘર છે. પૂર્વ ભવમાં એવાં શા પાપ કર્યા છે કે જેને લઇને મારે આવું કઠોર દુઃખ સહન કરવું પડે છે. ભગવાને કહ્યું કે દેવાનુ પ્રિય ! સાંભળ. આજથી પૂર્વના સાતમા ભવમાં કુષ્માપુર નામના નગરમાં ચરણોની બહુ ઋચાઓને જાણનારા બ્રાહ્મણોની વચ્ચે તું દુર્ગ નામનો બ્રાહ્મણ હતો ત્યાં પણ તને આજે છે એજ ચાર છોકરા હતા. તે ચારેને યોગ્ય કળાઓ શીખવાડીને કુશળ કર્યા. ધનની આવક ઓછી થઇ જતાં પુત્રોને વાત કરી. છોકરાઓએ કહ્યું હે પિતાજી ! તમે નિરાંત રાખો અમે પ્રયત્ન કરશું. તું બોલ્યો કે તમે કહ્યું તે યુક્ત જ છે. તારો પહેલો દીકરો-કાકાને ત્યાં મેમાન થઇને ત્યાં ગુસ્સો કરીને રૂપિયા લઇ આવ્યો તે તને સારો લાગ્યો તેની તે ખૂબ પ્રશંસા કરી તેથી તે વારંવાર ક્રોધ કરી પૈસા લાવતો થયો. Page #26 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ૧૫ તારો બીજો દીકરો-બીજાની પાસે ગર્વ કરીને સામાને ધમકાવીને સોનું વગેરે લાવ્યો અને તારી પાસે વાત કરી તેની પણ તેં ખૂબ પ્રશંસા કરી તેથી તે એ રીતે કરવા લાગ્યો. તારો ત્રીજો દિકરો - ધાતુવાદી-કિમિયાગર બનવાનો ઢોંગ કર્યો. તેનાથી ભોળા માણસોને ઠગીને ધંધો કરવા માંડ્યો. આવી રીતે લુચ્ચાઇથી પૈસા લાવતો તેમાં તેને આનંદ થયો અને પ્રશંસા કરવા લાગ્યો. તેથી તે તારો પુત્ર તેમાં પાવરધો થયો. ચોથો પુત્ર - લોભાવિષ્ટ હતો તેથી ધન કમાવા માટે દરિયાપાર ગયો અને થોડું ધન કમાવીને આવ્યો. મહાધનાઢ્ય કોઇ બાવો મલ્યો તેનો ભેટો થયો અને તારો દિકરો તેનો ચેલો થઇ ગયો. વિશ્વાસ પૂર્ણ પેદા કરીને એક દિવસ તેનું બધું ધન લઇને ભાગીને તારી પાસે આવ્યો. હકીકત બધી કીધી. તને આનંદ થયો અને એ પ્રમાણે તે વારંવાર કરતો થયો. આ રીતે ચારે છોકરાને તે તે અનર્થકર ક્રોધાદિકની પ્રવૃત્તિમાં સ્થાપિત કર્યા. કેટલીકવાર દૈવવશાત્ કૃત્ય કરતાં પણ ગમે તેમ કરીને લક્ષ્મી મલી જાય છે તો પણ તે લક્ષ્મી ઝેર ભેળવેલા ભોજનની પેઠે મરણનું જ કારણ થાય છે. તે ચારેય દિકરાઓ તે સંસ્કાર ક્રોધાદિના મજબૂત કરીને ભટકતાં ભટકતાં આ જન્મમાં પણ તારે ત્યાં જન્મેલા છે અને અહીં પણ એ જ પ્રવૃત્તિ કરે છે અને તને વિડંબના પમાડે છે. એ જ કારણથી તારો પહેલો દિકરો ભારે ઝૂરવૃત્તિનો થયો છે ક્રોધને લીધે તેની આંખના ખૂણાં હંમેશા લાલ જ રહે છે. નિર્દય અને ચંચલ બનેલો તે પ્રાણિવધમાં પ્રવૃત્ત થયેલો છે. તારો બીજો દિકરો પહાડના સ્તંભની પેઠે અડ હોઇ નમ્રતા વિનાનો, કઠોર બોલનારો, બીજાની નિંદા કરવામાં તત્પર, પોતાની જ શ્લાઘા કરનારો અને વિનય હીન નિવડેલ છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ - ૨ તારો ત્રીજો પુત્ર કપટ કરવાના દોષને લીધે આ ભવમાં સ્ત્રી ભાવને પામેલો છે. અને તે નાગણની પેઠે શરીરથી અને મનથી પણ વક્ર બનેલો દેખાય છે અને આ તારી ચુડલી નામની કન્યાનો અવતાર પામેલ છે. ૧૬ આ તારો ચોથો પુત્ર પણ સંતોષ વગરનો છે એથી જ એનું શરીર દુબળું છે અને લોભને લીધે તેને ક્યાંય પણ ચેન પડતું નથી. તેથી જ તે આમતેમ રખડ્યા કરે છે. આ ચારેય દિકરાઓ તને પોતાને, બીજાઓને અને પોતાની જાતને દુ:ખ દેનારા છે. એ દુષ્ટ કષાયોની વિરૂધ્ધ અનુષ્ઠાનો કરવાથી એમના પંજામાંથી છૂટકારો મેળવી શકાય. તે અનુષ્ઠાનો આ પ્રમાણે છે. જ્યારે જ્યારે મનમાં ક્રોધનો લેશ પણ સંચાર થાય ત્યારે ત્યારે એવો વિચાર કરવો જોઇએ કે આ ક્રોધ મહાપાપરૂપ છે. આખા શરીરને સળગાવી નાખે એવો છે અને દુશ્મનાવટોનો ભાઇ છે અર્થાત્ વૈરને વધારનારો છે. આ પોતાને અને બીજાને (બીજાં બધાને) ઉદ્વેગ કરાવે એવો છે, સુગતિ નગરીનાં બારણાં બંધ કરવાને ભોગળ સમાન છે. જે લોકોએ આવા ક્રોધને દૂરથી જ તજી દીધો છે તે લોકો ધન્ય છે અને પુણ્યવંત છે. મનમાં અહંકારનો ભાવ લેશ પણ ઉભો થાય ત્યારે અહંકારની ભયંકરતાનો વિચાર કરવો જોઇએ. અહંકારની વૃત્તિને લીધે આઘાત પામેલા અક્કડ બનેલા લોકો પોતાના ગુરૂને પણ નમતા નથી અને પૂજતા પણ નથી. અહંકાર શ્રુતજ્ઞાનનો અને સદાચારનો ધ્વંસક છે. ત્રિવર્ગની સંપત્તિ ન પામવા દેવા સારૂ કેતુ ગ્રહ જેવો છે. દુર્મતિ અને જીયાનો એ મોટો ખીલો છે. હાય ! હાય ! એવો અહંકાર મહા મુશીબતે તજી શકાય એવો છે. માયા મહાદુષ્ટ છે, લોકોના વિશ્વાસનો નાશ કરનારી છે Page #28 -------------------------------------------------------------------------- ________________ – – – – – – – – – – – – – – – ચૌદ ગુણસ્થાનિક ભાગ-૨ – – – – – – – – અને હલકા પણું પેદા કરનારી છે. માયાને-કપટમય આચારને ડાહ્યા માણસો વખોડે છે. નીચ લોકો જ માયામાં પડ્યા રહે છે. લોભાવિષ્ટ લોકોને ડગલે ને પગલે અનર્થો થયા કરે છે, ધન વગેરેનો લાભ થતાં પણ સંતોષ થતો નથી. અને ચોરીરાજદંડ-આગ વગેરેનો ભય તો ઉભો જ છે. વળી ધન કમાવવામાંતેને સાચવવામાં અને તેને વધારવામાં શરીરને ભારે સંતાપ થાય છે તેને ભોગવવામાં પણ દુઃખ જ છે જેઓ ધનથી વિરામ પામેલા છે તેમને પરમ સુખ છે. જ્યાં સુધી ક્રોધાદિમાં મન મલિન થતું નથી ત્યાં સુધી જ બધા ગુણો બરાબર રહે છે ત્યાં સુધી જ મતિ કામ કરે છે અને જગતમાં યશ વધે છે અને ત્યાં સુધી જ લોકો દેવ અને ગુરૂની પેઠે પૂજે છે. (૬) દક્ષત્વ ગુણ : જે દક્ષ પુરૂષો હોય છે તેઓ જ શિખામણોને યોગ્ય હોય છે. ગુણોનું ભાન હોય છે અને મોક્ષ પણ તેઓ જ મેળવી શકે છે. | ગમે તે કામ કરવામાં-શિલ્પ રચવામાં તેમજ વેપાર વણજ વગેરેની પ્રવૃત્તિઓમાં અને દેશકાળ પ્રમાણે ચાલતી તમામ પ્રવૃત્તિઓમાં જે વગર વિલંબે પ્રવૃત્તિ કરે અને પોતાનું કાર્ય સાધે તે દક્ષ. અથવા જે અનેક ક્રિયાઓ કરી કરીને સિધ્ધ હસ્ત બનેલો છે તેને દક્ષ સમજવો. અથવા મૂખનો ઇંગિત આકાર-અમુક પ્રકારનાં શારીરીક સંકેતો વા અમુક પ્રકારના નિશાનો વગેરે વડે બીજાના ચિત્તના ભાવને જાણી શકે તેને પણ દક્ષ કહેવામાં આવે છે. જે પુરૂષ શાસ્ત્રનો પરમાર્થ સમજવામાં અનિપુણ હોય, ઓછા જ્ઞાનવાળો હોય અને હીણી પ્રકૃતિ વાળો પણ હોય છતાંય જો તે Page #29 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ _ _ _ – - - - – – – – – – દક્ષતાના ગુણથી પરિપૂર્ણ હોય તો તે પૂજનીય થાય છે. સંસારિક કાર્યોને પાર પામવામાં ચતુરાઇની જરૂર રહે છે તેમ ધાર્મિક કાર્યોને સાધવામાં પણ સવિશેષ ચતુરાઇની જરૂર રહે છે. એમ જ્ઞાની પુરૂષો કહે છે અને એવી ચતુરાઇ નિર્વાણની પણ જનક થઇ શકે છે. (૭) દાક્ષિણ્ય ગુણ : માણસ ભલે દક્ષ હોય છતાં તેનામાં દાક્ષિણ્ય ગુણ ન હોય તો તે જગતમાં નિંદાપાત્ર થાય છે. વૃત્તિમાં શુભ આશય હોય, માત્સર્ય દોષ મુદલ ન હોય, એટલું જ નહીં પણ માત્સર્યને દૂર રાખવાનો પ્રબલ પ્રયત્ન હોય અને એ રીતે અર્થાત્ માત્સર્ય વિનાના શુભ આશય પૂર્વક બીજાના કાર્યો તરફ્તી પ્રવૃત્તિ હોય તો તેને દક્ષિણ્ય કહેવામાં આવે છે. શાસ્ત્રમાં પણ સુધર્મની સિદ્ધિ કરવા માટે દાક્ષિણ્ય ને જ એક લિંગ હેતુ તરીકે કહેલું છે. દાક્ષિણ્ય વિનાનો પુરૂષ રૂ ની પેઠે લઘુતાને પામે છે. માણસોને માટે દાક્ષિણ્ય ગુણ અલંકાર સમાન છે. દાક્ષિણ્ય ગુણ ખોધા વિના મળતા ધનના લાભ જેવો છે. ઉન્નતિનું સ્થાન છે. એક અસાધારણ વશીકરણ છે. વળી ગુણ શ્રેણી ઉપર ઉત્તરોત્તર આગળ ચડવા માટે દાક્ષિણ્ય એક નિસરણી સમાન છે. એટલે જે લોકો કોઈ પ્રકારનો ખેદ કર્યા વિના જ દાક્ષિણ્ય ગુણને ધારણ કરે છે તેઓ જગતમાં પૂજનીય થાય છે. જે સ્થાને પ્રાણીઓ કમોતે મરેલા હોય છે તે સ્થાને જતાં જ તેમને દિશા મૂઢતા વગેરે ચિત્તની વ્યથાઓ થઇ આવે છે. જે લોકો બદલાની અભિલાષા રાખતા નથી અને જે લોકો પોતે બીજા પર કરેલા ઉપકારને પણ વીસરી જાય છે અથવા જે લોકો કોઇએ કરેલા ઉપકારને જ યાદ કર્યા કરે છે અને કૃતજ્ઞતાને Page #30 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ૧૯ ધારણ કરે છે તે બન્ને પ્રકારના લોકોના પુણ્યને લીધે જ આ ધરતી ટકી રહી છે એવી મારી માન્યતા છે. આ વાત રાજા વિચારી રહ્યો છે. હલકી પ્રકૃતિનાં લોકો (નીચ લોકો) હોય છે તેઓ થોડો પણ ઉપકાર કરીને શરીરમાં ક્યા સમાતા નથી ત્યારે ચોખ્ખી રીતે ઉપકાર કરવા છતાંય ગંભીર પ્રકૃતિનાં લોકો શરમને લીધે સંકોચાયા કરે છે. દાક્ષિણ્ય ગુણ સુખ સંપત્તિને વધારનાર છે અને સુગતિની સાધનામાં સહાયતા કરનાર છે. દાક્ષિણ્ય ગુણવાળા જીવોનાં ઉપકારને માટે જ્ઞાનીઓએ વાત કરી કે હે મહાનુભાવ! આટલા લાંબા સમય સુધી તેં સંસારનાં સુખો ભોગવ્યા છે છતાં પણ ધરાયો નથી તો શું મરણને કાંઠે આવેલો તું હવે પછી શું ધરાવાનો છે ? માટે હવે તો સંસારનો મોહ તજી દે. ધર્મની પ્રવૃત્તિઓમાં ઉધમ કર. જીવિત તુચ્છ છે, વિષયના વાર્તા વિકારોથી ભરેલા છે અનૈ આપણા મનરર્થીની મોટા વિપ્ન સમાન મૃત્યું હવે પાસે જ છે. (૮) ધૈર્ય ગુણઃ જે પુરૂષ દાક્ષિણ્ય ગુણવાળો હોય છતાં તેનામાં ધૈર્ય ગુણ ન હોય તો તે આરંભેલા ધર્મકૃત્યને પુરેપુરું પાર પહોંચાડી શકતો નથી. ભલે ગમે તેવી આપદાઓ આવી પડી હોય, ધનનો નાશ થઇ જતો હોય, વા પોતાના સ્નેહીજનોનો વિરહ સહવાનો પ્રસંગ આવી પડે તેવું થવાનું હોય તો પણ જે ગુણને લીધે પુરૂષનું મન જરા પણ ચલિત ન થાય તે ગુણનું નામ ધૈર્ચ = ધીરતા. જેનામાં એવો ધૈર્ય ગુણ હોય તે જ પુરૂષ ધીર કહેવાય છે. જ્યાં સુધી સંસાર છે વા જન્મે છે ત્યાં સુધી દેહ હોવાનો Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ચૌદ ગુણસ્થાનક ભાd-૨ જ. જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી આપદાઓ પણ આવવાની જ. માટે ગમે તેવી આપદાઓ આવી પડે તો પણ ધીર પુરૂષો સમુદ્રની પેઠે પોતાની મર્યાદાને છોડતા નથી. આપદાઓ આવી પડે ત્યારે ધીર પુરૂષો વિચાર કરે છે કેઆ તો પૂર્વે કરેલાં દુષ્કૃત્યોનું ફળ ઉપસ્થિત થયું છે માટે તેને અવશ્ય સહન જ કરવું જોઇએ. જ્યારે માનવના મનમાં એવો ભાવ થાય ત્યારે જ તેના પ્રાચીન કર્મોનું ઉત્તમ નિર્જરણ થાય છે. એથી જ વિવેક પૂર્વક સહન કરવાની વૃત્તિને ઉત્તમ નિર્જરા કહેવામાં આવી છે. ભગવાન શ્રી મુનિસુવ્રતસ્વામી પધાર્યા તેમાં રાજાએ પૂછયું કે- મારા નાના દિકરાને કષ્ટ શા માટે પડ્યું ? ત્યારે ભગવાને કહ્યું કે-તારા નાના દિકરાને જ દુઃખ પડ્યું છે એમ નથી પરંતુ તારા મોટા પુત્ર સહિત તારી સ્ત્રીને પણ એ જ રીતે કષ્ટ આવેલું છે. રાજા વિસ્મય પામ્યો અને આવો અનર્થ કોણે કર્યો ? એમ ભગવાનને પુછયું-એટલે ભગવાને પણ એવો અનર્થ કરનાર કાલા નામના યક્ષને તત્કાળ ત્યાં જ સાક્ષાત્ દેખાડી દીધો. એ ત્યાં ભગવાનને વંદન કરવા આવેલો હતો. પછી રાજાએ પુછયું એની સાથે મારે વિરોધ થવાનું કારણ શું ? ભગવાન બોલ્યા-સાંભળ. આજથી સાતમાં ભવમાં વિજયપુર નગરમાં વિજય ગૃહપતિને પાંચ પુત્ર હતા. તેમાં હે રાજન્ તું બધાથી મોટો હતો અને આ યક્ષનો જીવ સૌથી નાનો હતો. ચાર ભાઇઓને આ સૌથી નાનો અળખામણો હતો તેથી તેની સાથે રોજ કજીયા થતાં તેમાં તેને વૈરાગ્ય થયો અને મનમાં થયું કે હું કહ્યાગરો છું. ઉચિત બોલનારો છું, અને શાંત વૃત્તિવાળો છું છતાંય અત્યંત ખેદની વાત છે કે મને જોઇને મારા સગા ભાઇનઓને પણ ઉગ થાય છે એવો હું પાપી છું. એકવાર રાતના ઘરમાંથી નીકળી ક્ષેમકર નામના મુનિ પાસે દીક્ષા લીધી અને અભ્યાસ કરી તપા Page #32 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ભાગ-૨ ૨૧ કરતાં શરીર કૃશ કરી નાંખ્યું અને એકવાર તે નગરીમાં આવ્યા. અનશન લઇને સાવત્થી પુરીમાં રહ્યા. પેલા ચાર ભાઇઓ કાર્ય પ્રસંગે ત્યાં આવ્યા. અનશન લીધેલ મહાત્માને જોયા અને જોઇને કહ્યું કે આ તો ઘરનાં કામકાજથી કંટાળીને ભાગી જઇ સાધુ થયેલો છે. આ રીતે મશ્કરી કરી ભારે અપમાન કરવા જેવું કર્યું. આ વચન સાંભળી સાધુને ગુસ્સો આવતાં મારા વ્રત નિયમનું ફળ હોય તો આ ચારેયને જનમોજનમ મારનારો થાઉં એમ નિયાણું કર્યું. ગુરૂજનો એ તેમ કરતાં વાર્યો છતાં તેણે કોઇનું માળ્યું નહીં. ત્યાંથી કાળ કરીને આ કાલ નામનો યક્ષ થયેલો છે. - આ યક્ષે તમને જોયા એટલે ચારે ભાઇઓ ઉપર ભયાનક વિજળી પાડીને એકદમ મારી નાંખ્યા. (૨) પછી ચારે ભાઇઓ કાવેરીપુરીમાં વાણિયાને ત્યાં ચારે પુત્ર તરીકે જન્મ્યા ત્યાં આ યક્ષે તરવારથી ચારેને મારી નાંખ્યા. (૩) ફ્રી પાછા તમે ચારે કાકંદી નગરીમાં મનુષ્ય રૂપે અવતરેલાં ત્યાં આ યક્ષે તમારો હડિયો દાબીને તમને મારી નાખ્યા. (૪) વળી તમે ચારે જણા રાજગૃહમાં મનુષ્ય રૂપે અવતર્યા ત્યાં આ ચક્ષે ઉપાડી લવણ સમુદ્રમાં ક્કી દીધા અને મારી નાંખ્યા. (૫) ી પાછા ઉજૈની નગરીમાં કોઇ બ્રાહ્મણને ઘરે તેના પુત્ર તરીકે જન્મ્યા ત્યાં આ યક્ષે તમારા શરીરમાં અનેક પ્રકારના રોગ પેદા કરીને મારી નાખ્યા. હવે સાતમા ભાવમાં હે નરવર તું રાજા થયો ! તારો એક ભાઇ રાણી થયો અને બીજા બે ભાઇ તારા પુત્ર થયા અને કુટુંબના રૂપમાં ફ્રી ભેગા થયા તે જોઇને આ યક્ષે ી પાછા તમને ઉપાડીને કી દીધા. આ યક્ષનો કોપ થોડો સમી ગયેલો તેથી તમને મારી ન નાખ્યા પણ જીવતા રાખીને ચારેય ને એક એક દિશામાં નાંખી દીધા. આ બધું પૂર્વ ભવમાં જે જે દુષ્કર્મો કર્યા હોય તેનું આ કડવું ળ છે. તેમાં બીજો માણસ કેવલ નિમિત્ત માત્ર છે ! આ બધું Page #33 -------------------------------------------------------------------------- ________________ ___–––– ૨૨ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ સાંભળીને રાજાને પૂર્વભવની બધી હકીકત યાદ આવી ગઇ. રાજા પશ્ચાતાપ સાથે યક્ષને હાથ જોડીને બોલ્યો કે હે યક્ષ ! હું તને પગે પડીને મેં જે પૂર્વે તારી સાથે દુષ્ટ આચરણ કરેલું તેની માર્ફ માંગુ છું. ભાઇ ! એમાં તારો થોડો પણ વાંક ન હતો હું જ દુષ્ટ તારો અપરાધી છું માટે હવે કૃપા કર. યક્ષે પણ ક્ષમા માંગી. લાંબા સમય સુધી હું તારો અપરાધ કરતો આવ્યો છું તે બધાની તું મને સકુટુંબ માફ આપ. હું તને સકુટુંબ ખમાવું છું. આ રીતે એક બીજા પરસ્પર ખમાવીને પૂર્વ ભવના વૈરને ઉપશાંત કરીને તે યક્ષ પોતાના સ્થાને ગયો. જે પુરૂષ પોતાના ચિત્તને અવિચલિત રાખી આવતી આપદાઓને સંપદા જેવી સમજે છે તે પુરૂષ ધીર કહેવાય છે. ૯. ગાંભીર્ય ગુણ જે ગુણની હયાતી હોય તો માનવના મનને કોઇ પામી શકતું નથી. અર્થાત મનની અંદરના ભાવોને ભયવૃત્તિ-શોકવૃત્તિહર્ષવૃત્તિ અને કોપવૃત્તિ વગેરે ભાવોને માનવ, અત્યંત નિપુણ થઇને કળાવા દેતો નથી તેનું નામ ગાંભીર્ય. જે પુરૂષો ગંભીર હોય છે તેમનો શત્રુ પણ મિત્ર બને છે. પરજન પણ સ્વજન બને છે. ખળ માણસ પણ ગુણ ગ્રાહી નીવડે છે અને દેવો પણ એવા ગંભીર પુરૂષની સેવા સ્વીકારે છે. સર્વજ્ઞ ભગવાને જેજે હકીકતો અપવાદ રૂપે-ઉત્સર્ગ રૂપે કહેલી હોય છે અને જે જે હકીકતો અપવાદ રૂપે-વિશેષ રૂપે જણાવેલી હોય છે તે બધી હકીકતોને જે પુરૂષ ગંભીર ન હોય તે બરાબર પચાવી શકતો નથી. યથાર્થ પણ સમજી શકતો નથી. જેમ સમુદ્રમાં એક બીજાને બાધા કર્યા વિના જ અમૃત અને વિષ એ બન્ને રહી શકે છે તેમ ગંભીર પુરૂષમાં જ સામાન્ય સૂત્રો અને વિશેષ સૂત્રો એક બીજાને બાધા કર્યા વિના જ સ્થિર રહી શકે છે Page #34 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ભાગ-૨ ૨૩ અર્થાત્ ગંભીર પુરૂષ જ એ સૂત્રોનો યથાર્થ ઉપયોગ કરી શકે છે અને કરાવી પણ શકે છે. જે પુરૂષો ગંભીર હોય છે તેઓ પોતાના અને બીજાના કાર્યો સાધી શકવા સમર્થ હોય છે. ગંભીરતા ગુણને મેળવવા-કેળવવા-ભવવૈરી ઉપર વિજય ચાહતા એવા મતિમંત સંત પુરૂષોએ બીજાની નિંદાનો તદન ત્યાગ કરીને પોતાના મનને નિત્ય ઉધમવંત કરવું જોઇએ. ઉપર જણાવેલા બધા ગુણો હોય છતાંય તે ઇન્દ્રિયો ઉપર વિજય ન મેળવી શકે તો તેના બધા ગુણો નિળ નીવડે છે. ૧૦. પૈશુન્ય (પિશુનવૃત્તિ) ત્યાગ. પોતાના બાપના પણ જે દોષો સત્ હોય-સાચા હોય અને જે દોષો અસત હોય-સાચા ન હોય તે બધાને વધારી વધારીને કહેવાની જે જે ટેવ હોય તે માણસ પિશન કહેવાય. એવા પિશુનનો જે સ્વભાવ તેનું નામ “શુન્ય અર્થાત્ સંકલેશવાળા મન અને વચનની પ્રવૃત્તિ. એ પૈશુન્યની ટેવ નીતિના ચન્દ્રને માટે રાહુ સમાન છે. ઉત્તમતાના હંસને માટે ચોમાસાની મોસમ સમાન છે. કરૂણાના હરણને માટે સિંહ સમાન છે. સધર્મની જમીનને ખોદી નાખવા માટે હળ સમાન છે. દાક્ષિણ્યના મદનને માટે મહાદેવ સમાન છે. પોતાના કુળની મર્યાદાની કમળવેલ માટે હિમપાત સમાન છે. અર્થાત જ્યાં પશુન્ય હોય ત્યાં નીતિ, ઉત્તમતા, કરૂણા, સદ્ધર્મ, દાક્ષિણ્ય અને કુળની મર્યાદા વગેરે ગુણો ટકી શકતા જ નથી. જે લોકોના મનમાં પૈશુન્ય વૃત્તિ ભરેલી હોય છે તેઓ રાત દિવસ બીજાના દોષોને જ જોયા કરે છે. પિશુનવૃત્તિવાળો માણસ કૂતરા કરતાં ય નઠારો છે. કૂતરો બીજે ભલે ભસતો હોય પરંતુ ઉજળા વેશવાળા અને પોતાના પાલક ચિરપરિચિત માલિક તરફ તો કદી ભસતો જ નથી. એટલે Page #35 -------------------------------------------------------------------------- ________________ ચોદ ગુણસ્થાનક ભાગ-૨ પિશુન માણસ કરતાં કૂતરાને પણ ગુણવાળો કહેલ છે. તુચ્છ બુદ્ધિ ચાડીયો માનવ અવસ્થાથી ઉપજતી દુઃસ્થિતિને પામે છે. ૧૧. પરોપકાર ગુણ ઉપકારના બે પ્રકાર છે. (૧) દ્રવ્ય ઉપકાર (૨) ભાવ ઉપકાર ખાનપાન વગેરે આપીને બીજાઓને સહાય કરવી તે દ્રવ્ય ઉપકાર. દુઃખથી પીડા પામતા પ્રાણીઓનાં ઉપર ઉપકાર કરીને જ્ઞાન આપવું. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરાવવી અને સચ્ચારિત્ર શીખવવું એનું નામ ભાવ ઉપકાર ગણાય છે. જે લોકો સામાન્ય બુદ્ધિનાં-તુચ્છ પ્રકૃતિનાં અને પોતાના કલ્યાણ તરફ લક્ષ્ય વગરના હોય છે તેઓ ઉપકારને પણ કરી શકતા નથી. મનુષ્ય જો સદા નિર્મળ યશને ચાહતો હોય તો અને નિર્વાણના સુખની વાંછા રાખતો હોય તો તેણે પરોપકારની પ્રવૃત્તિ તરફ જ પોતાની મતિને રાખવી તેનાથી વિમુખ ન થવા દેવી. ૧૨. વિનય ગુણ જે માનવમાં ઉપર જણાવેલા બધાય ગુણો હોય પણ એક વિનય ગુણ ન હોય તો તે ભવ સાગરને તરવા સમર્થ થતો નથી. જે વડે કર્મ દૂર કરી શકાય તેનું નામ વિનય. તેના બે ભેદ છે. (૧) દ્રવ્ય વિનય (૨) ભાવ વિનય. દ્રવ્યને માટે રાજ રાજેશ્વર વગેરેની સેવા કરવી તે દ્રવ્ય વિનય. Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ કર્મોનો નાશ કરવા માટે જ્ઞાનવાળા-દર્શનવાળા તથા ચારિત્રવાળાઓની સેવા કરવી તે ભાવવિનય. જે પુરૂષો વિનય ગુણ કેળવે છે તેઓ જશ મેળવે છે-લક્ષ્મીને રળે છે-વાંછિતની સિધ્ધિ પામે છે-અપૂર્વ ગૌરવ અને પૂજા તથા બહુમાન મેળવે છે તેમાં સંદેહ નથી. માત્ર એક વિનય ગુણને લીધે માનવ સર્વોત્તમ ગણાય છે. શાસ્ત્રમાં કહેવું છે કે નક્ષત્રની વાત-સ્વમની વાતધાતુયોગની વાત-નિમિત્ત શાસ્ત્રની વાત-મંત્ર અને ઓસડની વાતએ બધી હકીકતો વિશે સાધુએ ગૃહસ્થને કાંઇ જ ન કહેવું, કહેવાથી હિંસા-દોષ લાગે છે. છળ કપટ વિનાનો શુધ્ધ વિનય બધી સંપદાઓના નિધાન સમાન છે. અપરાધોના અંધકારને ટાળવા સારૂં સૂર્ય સમાન છે. બધા પ્રકારની કુશળ સિધ્ધિઓ મેળવવા માટે સિધ્ધ વિદ્યાના પ્રયોગ જેવો છે. અને બીજાના હૃદય રૂપ મૃગોને આકર્ષિત કરવા માટે ગૌરીના સંગીત જેવો છે. વિનયમાં ગુણ ઘણાં છે પણ જો વિનય હોય અને બહુમાન ન હોય તો નિર્જીવ મુડદા સમાન છે. ધન વિનાનું ઘર હોય, નાક વિનાનું મુખ હોય, દાન વિનાનું માન હોય, ગંધ વિનાનું પુષ્પ હોય, રંગ વિનાનું કંકુ હોય, પાણી વિનાનું સરોવર હોય, પ્રતિમા વિનાનું મંદિર હોય અને મધ્યમણિ વિનાનો હાર હોય તો એ ઘરમુખ-માન-પુષ્પ-કંકુ સરોવર-મંદિર અને હાર શોભે ? ન શોભે ! એ જ રીતિએ વિનય પણ બહુમાન વિના શોભે નહિ સજ્જ બને નહિ. જેમ નિશ્ચયના નામે વ્યવહારની અવગણના કરનારા, જ્ઞાનના નામે ચરણની અવગણના કરનારા અને મનની મજબૂતાઇના નામે મર્યાદાની અવગણના કરનારા મૂખ છે તેમ બહુમાનના નામે વિનયની અવગણના કરનારા મૂર્ખ જ છે. પરન્તુ Page #37 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ વિનયનો સાચો આધાર, વિનયની સફ્ળતાનો સાચો પાયો બહુમાન છે. બહુમાનનાં પાંચ લક્ષણો : ૨૬ ૧:- જેના પ્રત્યે બહુમાન હોય તેના અભિપ્રાયને અનુસરવાનું મન થયા વિના રહેતું નથી. એ શું ઇચ્છે છે એને જાણવાની કાળજી સતત રહ્યા કરે છે અને કેમ કરીને એની ઇચ્છાને પૂર્ણ કરી શકાય એનું ચિંતન પણ રહ્યા કરે છે. એની મરજીથી વિરુધ્ધ ચાલવાની તો સ્વપ્તેય ઇચ્છા થાય નહિ પણ એની એકે એક મરજીને સંતોષવાનું મન થયા કરે આ બહુમાનનું પહેલું લક્ષણ. ૨:- જેના પ્રત્યે બહુમાન હોય તેના દોષોને જોવાનું મન થાય નહિ. દોષો જોવાઇ જાય તો પણ તે દોષોને હૈયું વજન આપે નહિ. પણ એને ભૂલી જાય અને એના દોષને ઢાંકવાની કાળજી રહ્યા કરે. કોઇના પણ જાણવામાં એના દોષો આવે નહિ એની તકેદારી રહ્યા કરે. કોઇ એના દોષોની વાત કરે તો તેને યથાશક્તિ રોકે. તેના ગુણો તરફ જોવાનું કહે. આ ગુણો પાસે એ દોષોની તો કાંઇ કિંમત નથી-એમેય કહે. એ દોષો ભલે દોષો તરીકે દેખાતા હોય પણ વસ્તુતઃ એને માટે આ દોષરૂપ છે કે નહિ એ વિચારણીય છે એમ પણ કહે. અને દોષોના કથનને રોકવાનું સામર્થ્ય ન હોય તો મનમાં દુઃખ અનુભવીને તે એવો ખસી જાય કે જેથી દોષોની વાત કાને પડે નહિ. જેના પ્રત્યે બહુમાન હોય તેના પ્રત્યે હૈયામાં આવો ભાવ પણ જાગ્યા વિના રહે નહિ. 3:- જેના પ્રત્યે બહુમાન હોય તેના અભ્યુદયનું અહર્નિશ ચિંતન રહ્યા કરે. એના દોષોનું જેમ આચ્છાદન કરે તેમ એના દોષો કેમ નાશ પામે અને એના ગુણોમાં કેમ અભિવૃધ્ધિ થયા કરે એની વિચારણા પણ એને આવ્યા જ કરે. જેમ એના Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ચૌદ ગુણસ્થાન ભાગ-૨ – – – – – – – – – – – – – –– આત્યંતર અભ્યદયની ભાવના રહ્યા કરે તેમ તેના બાહા અભ્યદયની ભાવના રહ્યા કરે. કોઇ જો તેની પ્રશંસા કરે તો તે બહુ ગમી જાય. એની થતી નિંદા પ્રત્યે જેવો તિરસ્કાર હોય. તેવોજ એની થતી પ્રશંસા પ્રત્યે સભાવ હોય. પોતે એની પ્રશંસા કરે અને બીજાઓને પણ યથાશક્તિ એની પ્રશંસામાં જોડે. - ૪ - જેના પ્રત્યે બહુમાન હોય તેની જો કોઇપણ પ્રકારના પાપોદયથી દુર્દશા થાય તો એ દુર્દશા જોઇને તેનું અંતર બળીને ખાખ થઇ જાય. એનું જ ચાલે તેમ હોય તો એ એની દુર્દશાને નિવાર્યા વિના રહે નહિ. જેના પ્રત્યે બહુમાન તેની દુર્દશાને ઠંડે ક્લે જે જોઇ શકવા જોગી હૈયાની સ્થિતિ સંભવી શકતી જ નથી. ત્યાં વળી એની દુર્દશામાં રાજીપો થાય, એવી દુર્દશામાં અજાણતા પણ નિમિત્ત રૂપ બની જવાય એવું તો બને જ શાનું? જો સંયોગવશા ખ્યાલથી અજાણતા પણ એવી ભૂલ થઇ ગઇ હોય તો એ ભૂલ એને સદાને માટે સાલ્યા વિના રહે નહિ. પ:- જેના પ્રત્યે બહુમાન હોય તેની દુર્દશામાં જેમ અત્યંત દુઃખિત થઇ જાય તેમ તેના અભ્યદયમાં અત્યંત હર્ષિત થઇ જાય. અભ્યદય પેલાનો થાય અને હૈયું આનું નાચી ઉઠે. અભ્યદય એની મેળે થાય તો પણ જે અત્યંત રાજી થાય તે અભ્યદય થાય એવો શક્ય પ્રયત્ન કર્યા વિના રહે ખરો ? જ્ઞાનોપકરણોનો વિનય - જ્ઞાનોપકરણોનો વિનય પણ જ્ઞાની અને જ્ઞાનના અર્થી માટે આવશ્યક જ છે. સૂત્રાદિક ગ્રંથોને લખવા-લખાવવા, તે ગ્રંથોને શોધી-શોધાવીને શુદ્ધ બનાવવા, તે ગ્રંથોના રક્ષણની વ્યવસ્થા કરવી, તે ગ્રંથોને સુગંધી દ્રવ્યોથી સારા રાખવા એ વગેરે જેમ જ્ઞાનોપકરણોનો વિનય ગણાય છે તેમ પાટી-સાપડો-કાગળ-પેન્શીલ-શાહી-શાહીનું ઉપકરણ એ વગેરેની બરાબર જાળવણી કરવી એ પણ જ્ઞાનોપકરણોનો વિનય ગણાય છે. જ્ઞાનના સાધનોનું સંરક્ષણ કરવું-તેની સંવૃદ્ધિ કરવી. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ તેનો ખપી જીવોમાં પ્રચાર કરવો એ વગેરે પણ જ્ઞાનોપકરણોનો વિનય ગણાય છે. (૧૩) વિનય બહુમાનની ચર્તુભંગી બહુમાન એટલે અંતરની પ્રીતિ-હૃદયનો ભક્તિભાવ વિશેષઅંતરંગ પ્રેમ-હાર્દિક સ્નેહ. (૧) એમાં વિનય પણ છે અને બહુમાન પણ છે. (૨) એકમાં બહુમાન છે પણ વિનય નથી. (૩) એકમાં વિનય છે પણ બહુમાન નથી. (૪) એકમાં બહુમાન પણ નથી અને વિનય પણ નથી. આ ચર્તુભંગીમાં વિનય-બહુમાન ઉભય હોય તે સર્વશ્રેષ્ઠ પ્રકાર છે. એથી ઉતરતો પ્રકાર બહુમાન છે પણ વિનય નથી. બહુમાન નથી અને વિનય છે એની તો કાંઇ ખાસ કિંમત જ નથી. જ્યારે વિનય ને બહુમાન બેય નથી એ તો સર્વથા નકામો જ છે. વિનય એ છે શારીરિક ક્રિયા વિશેષ જ્યારે બહુમાન એ છે આંતરિક ભાવ વિશેષ. વિનય સ્વાર્થ માટે પણ હોય જ્યારે બહુમાન પરમાર્થથી થાય છે. આ પ્રકૃતિની અભિમુખતાની સ્થિરતાથી જીવને જે નિર્જરા થઇ રહેલી છે. પુણ્યાનુબંધિ પુણ્ય બંધાઇ રહેલું છે તે ઉદયમાં આવતા અપુનઃબંધકપણાના પરિણામને પામે છે. આ પરિણામના યોગે જીવના અંતરમાં જે અનુભૂતિ થાય છે તે જણાવે છે કે અનાદિકાળથી આ જીવ જે સુખ જોઇએ છે તે સુખ મેળવવા માટે પર-પદાર્થોમાં ફાંફા મારતો હતો-મહેનત કરતો હતો તે એને ખબર પડી કે દુ:ખના લેશ વિનાનું પરિપૂર્ણ અને આવ્યા પછી નાશ ન પામે એવું સુખ આ પદાર્થોમાં નથી જ તે તો મારી પાસે મારા આત્મામાં જ રહેલું છે અને આ સુખ એજ ખરેખરૂં સુખ છે એમ તેને લાગે છે. આથી અત્યાર સુધી અનુકૂળ પદાર્થોના સુખને Page #40 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભામ-૨ ૨૯ માટે ગમે ત્યારે ગમે તે વખતે ગમે તેવા પાપ કરવાનો વખત આવતો હતો તો તે વખતે કરતો હતો તે પરિણામ હવે મંદ પડી જતાં તીવ્રભાવે પાપ કરવાનો પરિણામ નાશ પામે છે. તે નાશ પામતાની સાથે જ અત્યાર સુધી અનુકૂળ પદાર્થો પ્રત્યેનો રાગ તથા અનુરાગ જે જોરમાં હતો તે મંદ પડતાં ભવ પ્રત્યેનો અનુરાગ રહેતો નથી. હવે એ રાગ આત્મિક સુખ પ્રત્યે વધતો જાય છે ભવનો અનુરાગ ઘટી જવાથી અત્યાર સુધી પોતાના જીવનમાં જે વ્યવહાર હતો, મારા-તારાના ભેદરૂપે સ્વાર્થી વ્યવહાર હતો તે નાશ પામતાં ઉચિત વ્યવહારનું પાલન શરૂ થાય છે. આવા પરિણામમાં રહેલા જીવોને શુધ્ધયથાપ્રવૃત્તકરણ વાળા જીવો કહેવાય છે. મોક્ષની રૂચિની શરૂઆત : મોક્ષનો અભિલાષ અહીંથી શરૂ થાય છે. આ મોક્ષની રૂચિના પરિણામના કારણે સંસારના અનુકૂળ પદાર્થો પ્રત્યેનો જે રૂચિ ભાવ હતો તે નાશ પામતાં અરૂચિ ભાવ પેદા થયેલો હોય છે કારણકે સામાન્ય રીતે નિયમ હોય છે કે જે પદાર્થ પ્રત્યે રૂચિ હોય તેનાથી ચઢીયાતો પદાર્થ જાણવામાં આવે તો તેના પ્રત્યે રૂચિ ભાવ વધતાં તેના પ્રતિપક્ષી પદાર્થ પ્રત્યે અરૂચિ ભાવ પેદા થતો જ જાય છે માટે કહેવાય છે કે શ્રીમંતાઇ જેને ગમે તેને દરિદ્રતા ન જ ગમે. સુખ ગમતું હોય તેને દુઃખ ગમતું જ નથી એમ દુનિયામાં કહેવાય છે તેની જેમ જેને મોક્ષની રૂચિ પેદા થાય તેને સંસારના અનુકૂળ પદાર્થો પ્રત્યે અરૂચિ ભાવ પેદા થાય જ. આ પરિણામથી જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ ભાવથી જે જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ પેદા થાય છે તે અત્યાર સુધી અનુકૂળ પદાર્થોને મેળવવાભોગવવા-સાચવવા-ટકાવવા અને તે પદાર્થો ન ચાલ્યા જાય તેની કાળજી રાખવામાં ઉપયોગી થતો હતો તે હવે તે પદાર્થો પ્રત્યે Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ અરૂચિ ભાવ પેદા થતાં અને મોક્ષની રૂચિ પેદા થતાં તે જ્ઞાન મોક્ષની રૂચિની વિશેષ સ્થિરતા પેદા કરવામાં અને તે પેદા કરવા માટે જે જે જાણવા યોગ્ય હોય તે જાણીને તે જ્ઞાન આગળ વધવામાં કેવી રીતે ઉપયોગી બને તે રીતે સમજવામાં ઉપયોગી થાય છે એટલે કે જ્ઞાનની દિશા બદલાઇ ગઇ. આથી જ્ઞાન સમ્યજ્ઞાન રૂપે ઉપયોગી થાય છે. આ રીતે જીવ જ્ઞાનનો ઉપયોગ કરતો થાય તેને પ્રવર્તક જ્ઞાન કહેવાય છે. આ પ્રવર્તક જ્ઞાનથી અંતિમ સાધ્ય જે મોક્ષ તેના લક્ષ્યનું અપેક્ષણ એટલે ઇચ્છા જોરમાં થાય છે એટલે અંતિમ સાધ્યનું લક્ષ્ય મજબુત બને છે. જેમ જેમ આ લક્ષ્ય મજબુત બનતુ જાય છે તેમ તેમ અત્યાર સુધી અનંતો કાળ જેનાથી દુઃખની પ્રાપ્તિ થઇ તે સુખના પદાર્થોના રાગ પ્રત્યે ગુસ્સો વધતો જાય છે. જેમ જેમ મોક્ષનું સાધ્ય વધતું જાય અને તેની તીવ્ર ઇચ્છા થતી જાય છે તેમ તેમ રાગ-દ્વેષની ગ્રંથી પ્રત્યે ગુસ્સો વધતો જાય છે. આ રીતે મન-વચન અને કાયાના યોગની જે પ્રવૃત્તિ ચાલુ થાય છે તેને સમ્યક્ પ્રવર્તન યોગ કહેવાય છે. આ રીતના યોગના વ્યાપારથી આહારસંજ્ઞા-ભયસંજ્ઞા-મૈથુનસંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞાઓ મંદ પડતી જાય છે. એટલે કે હવે આ જીવ સંજ્ઞાઓને આધીન થઇને સંસારની પ્રવૃત્તિ કરતાં નથી પણ સંજ્ઞાઓથી સાવધ થઇને (રહીને) પ્રવૃત્તિ કરે છે કે જેના કારણે મિથ્યાત્વની મંદતા વધતી જાય છે. તેથી સુખના રાગ પ્રત્યે અત્યંત ગુસ્સો વધે છે તેની સાથે સાથે હવે તે સુખના પદાર્થોથી નિર્ભય બનતો જાય છે એટલે કે તે પદાર્થો રહે તોય શું ? અને ચાલી જાય તોય શું ? હવે તેને તે પદાર્થો રહે તો તેમાંય જીવતા આવડે છે અને તે પદાર્થો ચાલી જાય તોય જીવતા આવડે છે. આથી સુખની લીનતા તૂટી જાય છે એટલે સુખમાં લીન બન્યા વગર જીવન જીવતા આવડે છે અને દુઃખના કાળમાં દીન બન્યા વગર કેવી રીતે જીવાય તે જીવન જીવવાની ક્લા પેદા થયેલી હોવાથી દુઃખમાંય જીવતા આવડે Page #42 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ છે અને નિર્ભયતા ગુણ કહેવાય છે. અત્યાર સુધી સુખમાં લીન થઇને જીવતો હતો તેથી તે પદાર્થો ચાલ્યા જાય-આઘા પાછા થઇ જાય તો બેચેન બનીને તે પદાર્થોની ચિંતા કરી કરીને જીવતો હતો તે વિચારણાઓ નાશ પામી ગઈ. એવી જ રીતે પાપના ઉદયથી જ્યારે દુઃખ આવતું હતું તેમાં દીન બનીને તે દુ:ખોને દૂર કરવા પ્રયત્નો કરતો હતો. તેવી વિચારણાઓ વારંવાર કરતો હતો તે નાશ પામતાં દુઃખના કાળમાં આનંદ પેદા કરીને મેં પાપ કર્યા છે માટે દુખ આવે છે તો સમજણના કાળમાં દુખ આવે છે માટે જેટલું સારી રીતે વેઠીશ એટલા પાપો નાશ થાય છે. આવી વિચારણાઓ કરીને દીન વિચારોનો નાશ કરતો જાય છે તેઓ મુક્તિના અષી હોઇને, “ધર્મ, અર્થ અને કામ' -આ ત્રણ પુરૂષાર્થોમાં ધર્મને પ્રધાન માનનારા હોય છે. આ દશામાં તેઓ સામગ્રીની અનુકૂળતાના વશે, વિવેકાદિને પામીને સાચા સાધ્યને અને એ સાધ્યને સિદ્ધ કરનારાં સાધનોને પણ ઘણી જ સહેલાઇથી પામી જાય છે. મુક્તિ કોને કહેવાય? શ્રી જૈનશાસને સાધ્ય રૂપે માવેલ મુક્તિના સ્વરૂપનું વર્ણન સાંભળવાનો યોગ જો તેઓને પ્રાપ્ત થઇ જાય છે, તો તેઓને એ ખૂબજ આનન્દ ઉપજાવે છે અને “મુક્તિનું સ્વરૂપ જ વાસ્તવિક છે' –એવી ભાવના પણ પ્રગટવી એ સુસંભવિત બને છે. મુક્તિ, એ ગુણાભાવ રૂપ છે, શૂન્યતા રૂપ છે, વૈકુંઠમાં મહાલવા રૂપ છે અગરતો પરમાત્મામાં લીન બની જવા આદિ રૂપ છે, એવું શ્રી જૈનશાસન માવતું જ નથી. શ્રી જૈનશાસન માવે છે કેઆત્મા પોતાના મૂળભૂત સ્વરૂપને સર્વથા આવરણરહિત બનાવી દે, જડ કર્મના સંયોગથી પોતાને સર્વથા રહિત બનાવી દે, એનું જ નામ મુક્તિ છે. આત્મા પોતાના સ્વરૂપમાં જ સદાને માટે સુસ્થિત Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ચોદ ગુણસ્થાન ભાગ-૨ બને, એ ત્યારે જ સંભવિત છે, કે જ્યારે આત્માની સાથે અનાદિકાલથી પ્રવાહ રૂપે સંલગ્ન બનેલ સઘળાંય કર્મોનો ક્ષય થાય. કર્મોના સમ્બન્ધથી જ આત્માનું સ્વરૂપ તિરોભૂત છે. અનન્તજ્ઞાન આદિ ગુણમયતા, એ જ આત્માનું સ્વરૂપ છે અને એ ગુણો જ્ઞાનાવરણીય આદિ કર્મોથી આવરિત હોઇને, આત્માનું સ્વરૂપ તિરોભૂત થયેલું હોય છે. આત્માના આ તિરોભૂત સ્વરૂપનો સંપૂર્ણ આવિર્ભાવ કરવા દ્વારા, નિજ સ્વરૂપમાં સદાને માટે સુસ્થિર બનવું, એનું જ નામ મુક્તિ છે ! વિચારજો આ કક્ષા પહેલા ગુણસ્થાનકે એટલે મિથ્યાત્વના ઉદયકાળમાં ગુણયુક્ત ગુણ સ્થાનકમાં હોય છે તો આપણે જે ધર્મની આરાધનાઓ કરી રહ્યા છીએ તેમાં આ કક્ષાના પરિણામમાં આપણે છીએ ? એ વિચારવાનું છે જો ન હોઇએ તો આ કક્ષા. પેદા કરવા પ્રયત્ન કરવાનો અને આવી હોય તો તેને ટકાવી સ્થિર કરવા પ્રયત્ન કરી આગળ વધવાનો પુરૂષાર્થ કરવાનો છે એ ખાસ લક્ષ્યમાં રાખવાનું છે કારણકે આ કક્ષાએ આવ્યા સિવાય મોક્ષનો અભિલાષ કે મોક્ષની રૂચી વાસ્તવિક ગણાશે નહિ. અનાદિ કાળથી જીવનો સ્વભાવ બીજાના સુખોને જોઇને ઇષ્ય ભાવ કરવાનો હતો. પોતાના સુખ કરતાં બીજાની પાસે અધિક સુખ જૂએ એટલે અંતરમાં ઇર્ષ્યા ભાવથી અનેક પ્રકારના વિચારો ચાલતા હતા જેમકે અનેક પ્રકારના પાપો કરીને પૈસા કમાયો છે-અનેકને લૂંટીને પૈસા મેળવ્યા છે-અનેકના બીન હક્કા પૈસા પડાવી લીધા છે. ધંધામાં પણ અનેકના પૈસા દબાવી દીધા છે. ઇત્યાદિ વિચારણાઓ કરીને ઇર્ષ્યા ભાવના વિચારો અંતરમાં ચાલ્યા કરતા હતા એ હવે નિર્ભયતા ગુણના કારણે એ વિચારો નાશ પામે છે. ઇર્ષ્યા ભાવ પણ દૂર થાય છે. આ રીતની મનોદશાના પરિણામથી સખ્યપ્રવર્તન યોગના કારણે જગતના જીવો પ્રત્યે અંતરમાં મૈત્રીભાવના પરિણામો પેદા થતાં જાય છે એ મૈત્રી ભાવના Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ચૌદ ગુણસ્થાન ભાગ-૨ પરિણામો કેવા પ્રકારના પેદા થાય એ જણાવે છે. સૌથી પહેલા જગતમાં રહેલા જે જે જીવોએ આપણા ઉપર ઉપકાર કર્યો હોય એ જીવો સુખી રહે-દુખી ન થાય એ રીતે સુખ ઇચ્છયા કરવું અને પોતાની શક્તિ મુજબ એ જીવોને સુખના પદાર્થો આપીને સુખી બનાવવા પ્રયત્ન કરવો તે. સૌથી પહેલા આપણા ઉપર ઉપકાર હોય તો જન્મ આપનાર માતા પિતાનો છે એ ન હોત તો આ મનુષ્ય જન્મમાં આપણે ન હોત માટે ઉપકારી તરીકે મારા માતા પિતા સુખી કેમ રહે-એમને કેમ સુખ મલ્યા કરે એવી વિચારણા કરી સુખી બનાવવા પ્રયત્ન કર્યા કરવો અને સુખી જોવા એવી વિચારણામાં રહેવું તે મૈત્રી ભાવનામાં આવે. આજે તો માતા પિતાને સુખી બનાવવા અને જોવાને બદલે પોતાની પત્ની અને દીકરા દીકરીઓ સુખી કેમ રહે એવી વિચારણા ચાલ્યા કરે છે. ઉપકારી એવા માતા પિતાની નિઃસ્વાર્થ ભાવે ભક્તિ (સેવા) (સુખી કરવા) કેવી રીતે કરવી જોઇએ એ જણાવે છે. રોજ ત્રિકાલ માતા પિતાને નમસ્કાર કરવા. સવારના ઉઠતાની સાથે માતા પિતાને નમસ્કાર કરવા. બપોરના ટાઇમે જ્યાં ગયા હોય ત્યાં ટાઇમ થાય ત્યારે માતા પિતાને યાદ કરીને નમસ્કાર કરવા અને સાંજના આવીને નમસ્કાર કરવા એ ત્રિકાલ નમસ્કાર કહેવાય છે. ઘરમાં માતા પિતાને બેસવાનું સ્થાન પોતાના સ્થાનથી કાંઇક એટલે જરા ઉંચુ રાખવું એ આસન ઉપર બીજાથી બેસાય નહિ. સમાન આસન રાખવાથી અથવા નીચું આસન રાખવાથી ભક્તિ થતી નથી એમના સુવાના સ્થાનમાં બેસાય નહિ પગ ન લાગે એની કાળજી રાખવી. એ જે વાસણમાં જમતાં હોય-પાણી પીતા હોય એનો ઉપયોગ એ રાખવાનો કે તે પોતાના જમવામાં કે પાણી પીવામાં ન આવી જાય એની કાળજી રાખવાની અને છેલ્લે એ કાળ કરી જાય પછી ઘરમાં એમનું સ્ટેચ્ય બનાવી મૂકીને રોજ ત્રિકાલ નમસ્કાર કરવા આ રીતે ભક્તિ કરી સુખી Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ચોદ ગુણસ્થાન ભાગ-૨ કરવા એ મૈત્રી ભાવનું પહેલું લક્ષણ છે. એવી જ રીતે બીજે નંબરે જે શિક્ષક વગેરેએ આપણને જ્ઞાન આપ્યું હોય એ જ્ઞાન આપનાર ઉપકારીઓની પણ એ રીતે ભક્તિ કરવી એટલે એ સુખી રહે અને સુખી કેમ બન્યા રહે, પોતાની શક્તિ મુજબ સુખી કરવા પ્રયત્ન કરવો એ પણ મૈત્રી ભાવનું પહેલું લક્ષણ કહેવાય છે. એવી જ રીતે જે જે જીવોએ આર્થિક દ્રષ્ટિએ આપણને આગળ વધારવામાં-દીકરા દીકરીઓને આગળ વધારવામાં એટલે સુખી બનાવવામાં સહાય કરી હોય એવા ઉપકારીઓ પણ દુઃખી ના થાય અને કેમ સુખી રહ્યા કરે- સુખી બન્યા રહે એવી વિચારણા કરી એ માટે શક્તિ મુજબ પ્રયત્ન કરવો એ પણ આંશિક મૈત્રી ભાવનું પહેલું લક્ષણ કહેલું છે. (૨) સ્વજન સુખ ચિંતા : જે પોતાના સ્નેહી સંબંધી સ્વજન ગણ (સમુદાય-મિત્ર વર્ગનો સમુદાય એ મિત્ર વર્ગના કુટુંબો કે સગપણથી જેટલા જેટલા સંબંધો થયેલા હોય જેમકે ભાઇઓ-ભાઇઓના કુટુંબો-વ્હેનોવ્હેનોના કુટુંબો-જમાઇઓ-વેવાઇઓ-મામા-કાકા-ફોઈ વગેરે જે કુટુંબો સંબંધ રૂપે થયેલા હોય એ દરેક સંબંધીઓ સુખી રહે કોઇ દુઃખી ન થાય અને સુખમાં પોતાનો કાળ પસાર કરે એમાં કોઇ દુઃખી થાય તો સહાય કરીને સુખી બનાવવાની ઇચ્છા રાખી સુખી બનાવે. આમાં એ વિચાર કરો કે અત્યાર સુધી જે સુખ મારે પોતાને જ જોઇતું હતું મને જ મલવું જોઇએ બધા કરતાં હું જ વધારે સુખી રહું મારી ચીજ કોઇને ન આપું મેં મેળવેલી છે જેને જોઇએ તે મહેનત કરીને મેળવે પણ તે મારા કરતાં અધિક સુખી ન થવો જોઇએ. મારાથી હંમેશા નીચો રહેવો જોઇએ એવી જે વિચારણાઓ અંતરમાં ચાલ્યા કરતી હતી વારંવાર એ વિચારણાઓ આવ્યા કરતી હતી એના કારણે એના વચનો પણ ગવપૂર્વકના Page #46 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક માd|-૨ ૩૫ એવા નીકળતા હતા અને એ સામગ્રીના ગર્વના કારણે નાના કે મોટા માણસોને-સ્નેહી-સંબંધીઓને ગમે તેવા વચનો કહીને ધૂતકારી નાંખતો હતો અને બધાની સાથે વ્યવહાર કાપી નાંખતો હતો એ બધા વિચારો આ નિર્ભયતા ગુણના કારણે નાશ પામી. ગયા અને આ સૌને સુખી બનાવવાના વિચારો ચાલ્યા કરે છે. આને પણ જ્ઞાનીઓએ મૈત્રી ભાવનાનું બીજુ લક્ષણ કહેલ છે. આજે લગભગ આવા ભાવો અને વિચારણા આવે ખરી ? ધર્મ પ્રવૃત્તિ કરનારા આપણને અંતરમાં આવા વિચારો સિવાય બીજા વિચારો આવે નહિ ને? તો જ મૈત્રીભાવ અંતરમાં છે એમ કહેવાય. આ કક્ષા પેદા કરવા માટે કેટલું જતું કરવું પડે એ વિચારો અને જે કાંઇ પ્રતિકૂળતાઓ વેઠી વેઠીને કેટલુંય જતું કરી કરીને જીવી રહ્યા છીએ પણ એ શેના માટે ? સ્નેહી સંબંધી માતા પિતા વગેરે સુખી રહે એ માટે નહિને ? આવી વિચારણાઓ કરીને જીવન જીવવું એ મૈત્રી ભાવનું બીજું લક્ષણ કહેવાય છે. (૩) સ્વ પ્રતિપન્ન સુખ ચિંતા : સ્નેહી-સંબંધી સિવાયના જગતમાં રહેલા જે પ્રાણીઓને પોતે પોતાના ગણ્યા હોય અથવા જેને પોતાના પૂર્વ પુરૂષોએ એટલે પૂર્વજોએ પોતાના ગણ્યા હોય તેવા આશ્રિતો સુખી કેમ રહે એ સૌ સુખી રહે અને સુખપૂર્વક-સમાધિ પૂર્વક પોતાનું જીવન જીવતા રહે એવી વિચારણા કરી એઓને સુખી કરવા પ્રયત્ન કરવો એ આ મૈત્રી ભાવનું ત્રીજું લક્ષણ કહેલું છે. | વિચારો, આજે આવી કોઇ વિચારણા પેદા થાય કે પૂર્વ પુરૂષો હયાત ન હોય તો તેમના સ્નેહી સંબંધીઓ સાથે સંબંધનો વ્યવહાર બંધ થઇ જાય ? તો પછી તેઓનાં આશ્રિતોની ચિંતા વિચારણા અને સુખી કરવાની ભાવના ક્યાંથી આવે ? આ વિચારણા કરી જીવન જીવવાનું શરૂ કરે તો સુખનો રાગ-સુખના Page #47 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ પદાર્થોનો રાગ કેટલો ઘટી જાય અને આત્મિક સુખની અનુભૂતિ તથા એ સુખની અનુભૂતિની સ્થિરતા કેટલી વધતી જાય એ વિચારો. પછી આવા જીવોને સુખને માટે થતાં ઝઘડા બંધ થઇ જાય છે. નાની નાની વાતોમાં-વિચારોમાં એક બીજાના અંતરમાં મન દુઃખ થતાં હતા તે બધા વિચારોથી જીવ પર થઇ જાય છે. આ પણ એક મૈત્રી ભાવનો પ્રકાર છે. વિચારો ! ઉત્તરોત્તર આવા વિચારોથી-એક માત્ર નાશવંતા પદાર્થોથી આટલો રાગ ઓછો કરી ઉદારતા પૂર્વક જીવન જીવતાં જીવોને કેવા સુખનો અનુભવ થાય છે અને એના કારણે વિચારધારા પણ કેવી ઉંચી કોટિની સદા માટે રહ્યા કરે કે જેના પ્રતાપે દુર્ગતિમાં જવા લાયક કર્મનો બંધ અટકી જાય છે. એટલે કે આવા જીવો નરકગતિમાં જવાલાયક અને તિર્યંચગતિમાં જવાલાયક કર્મનો બંધ કરતાં નથી. જેને જ્ઞાની ભગવંતો તુચ્છ વિચારો કહે છે. હલકાં વિચારો કહે છે એવા હલકા અને તુચ્છ વિચારો અંતરમાં પ્રવેશી શકતા નથી. મોક્ષ પ્રત્યેના અદ્વેષ ભાવના કારણે મિથ્યાત્વના ઉદયકાળમાં જીવોને ધર્મની પ્રધાનતા પેદા થાય છે અને અર્થ કામ પુરૂષાર્થની ગૌણતા પેદા થાય છે. તેમાં આવા સુખની અનુભૂતિ થઇ શકે છે. અને એમાં ય નિઃસ્વાર્થ ભાવ જે રહેલો હોય છે એના કારણે સુખના પદાર્થોમાં નિર્ભયતા કેટલી વધતી જાય છે અને એ નિર્ભયતાની સ્થિરતા કેટલી પેદા થતી જાય છે. આવા જીવોનું ધ્યેય આજ પ્રકારનું સદા માટે હોય છે. હવે આવા જીવો સંસારમાં રહીને પણ જે સુખના પદાર્થોનો ભોગવટો કરતા હોય છે તેમાં એને આનંદ વધારે આવે કે આ નિર્ભયતા ગુણની સ્થિરતાના સુખનો આનંદ વધારે આવે ? કે હાશ મનુષ્ય જન્મમાં કરવા લાયક કર્તવ્ય રૂપે સગા-સ્નેહી-સંબંધીઓને તથા આશ્રિતોને સહાયભૂત હું થઇ શક્યો એ લાભ મને મલ્યો એ સૌ આનંદપૂર્વક પોતાનું જીવન જીવી રહ્યા છે તેમાં હું નિમિત્ત ભૂત થઇ શક્યો ૩૬ Page #48 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ભાગ-૨ ૩૭ એનો આનંદ આવા જીવોના અંતરમાં વિશેષ રહેલો હોય છે. આથી સુખના પદાર્થોનો રાગ સહજ રીતે ઓછો થતો જાય છે. હવે એને એ સુખના પદાર્થો વિશેષ રાગ પેદા કરાવીને મારાપણાની બુદ્ધિ-મમત્વ ભાવ પેદા થવા દેતા નથી. આજ અપુનબંધક દશાનો અનુભવ અને મૈત્રી ભાવનાનું ત્રીજું લક્ષણ કહેવાય છે. આવા ભાવ આપણા અંતરમાં ખરા ? આવા ભાવો આપણા અંતરમાં નથી એમ ખબર પડે તો એવા ભાવો લાવવાની ભાવના ખરી? કે મને જો આ સુખની સામગ્રી મલે તો હું મારા સ્વજન-સ્નેહી-સંબંધીઆશ્રિતો આદિ સૌને સુખી કરી દઉં અને નિર્ભયતા રૂપ સુખની અનુભૂતિ કરતો થાઉં ? એવું મનમાં થાય ? જો આવા ભાવ હોય. તો જેટલી સુખની સામગ્રી આપણી પાસે હોય તેમાંથી કેટલાના ઉપયોગમાં આવે એવી હોય અને જેટલા સુખી થઇ શકે એમ હોય એ સૌને જરૂર સુખી કરું એ માટે પ્રયત્ન કરવાનું મન થાય ને ! કે જ્યારે બધાનેય સુખી કરવાની સામગ્રી મલે પછી વાત ? આપણી ભાવના કયા પ્રકારની છે એ વિચારો ! તો કાંઇક આગળ વધવાનું મન થાય. મૈત્રી ભાવનાના આ ત્રીજા લક્ષણમાં આટલો આનંદ થાય અને આવા સારા ભાવોમાં રહેતા હોય તો ચોથા લક્ષણમાં કેવા ભાવો અને કેવી અનુભૂતિ પેદા થતી હોય. (૪) સામાન્ય સુખ ચિંતા : ઉપકાર-સંબંધ કે આશ્રયનો ખ્યાલ રાખ્યા વગર સર્વ પ્રાણીઓનું સુખ ઇચ્છવું તે. એટલે કે જગતમાં જેઓએ આપણો ઉપકાર કરેલો નહિ. કોઇ સ્નેહીં-સંબંધી કે સગા વહાલા ન હોય. અને કોઇ પૂર્વજોનાં પણ આશ્રિત વગેરે ન હોય એવા જીવો પ્રત્યે જે જે જીવો જે જે પદાર્થોથી દુ:ખી દેખાય તે સઘળાય જીવોનું દુ:ખા દૂર કરવાની ભાવના અને ઇચ્છા પેદા થાય અને સૌ દુઃખથી મુક્ત થઇ સુખી બનો એ માટે પ્રયત્ન કરવાની ભાવના તથા Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ચૌદ ગુણસ્થાન ભાગ-૨ શક્તિ મુજબનો પ્રયત્ન કરવો એ આ ચોથા લક્ષણના ભેદમાં આવે છે. બોલો અંતરમાં સૌ સુખી બનો સુખમાં રહો કોઇ દુખી ન થાઓ એવી વિચારણા ચોવીસ કલાકમાં કેટલો ટાઇમ આવે ? આવી વિચારણાઓ નિઃસ્વાર્થ ભાવ પેદા થયા વગર આવે ખરી ? આની સાથે કેટલી ઉદારતા જોઇએ ? બીજા જીવોને સુખી જોઇને અંતરમાં કેટલો આનંદ પેદા થયા કરે એ વિચારો ! બોલો આપણે સુખી બનવું છે ? લોક આપણે સુખી થઇએ એ જોયા કરે એમાં આનંદ આવે કે જગતના જીવો સુખી બન્યાં કરે અને એ સુખીને જોઇને આપણને આનંદ વધારે આવે ? આપણી શું વિચારણા ચાલે છે? આનો અર્થ શું થાય. બીજાના સુખે આત્મા સુખી બન્યા કરે, બીજાનું સુખ જોઇને ઇર્ષ્યા આવતી હતી તે સદંતર નાશ પામી ગઇ અને એના કારણે જેવા તેવા વિચારો આવતા હતા તે સળગીને ખાખ થઇ ગયા. ધર્મ પ્રવૃત્તિ કરતાં કરતાં આપણે બીજાના સુખે સુખી થઇએ છીએ એનો આનંદ અંતરમાં વધે છે કે ધર્મ પ્રવૃત્તિ કરતાં આપણે સુખી તો સૌ સુખી એનો આનંદ અંતરમાં વધે છે ? કયા આનંદનો વધારો થાય છે એ વિચારો તો ખબર પડે કે આપણે કયા પરિણામમાં જીવી રહેલા છીએ ! આ બધા પરિણામો પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકમાં અપુનબંધક દશાવાળા જીવોને હોય છે અને આવા પરિણામોની અનુભૂતિનું સુખ પેદા થાય પછી મોક્ષના સુખની રૂચિ તીવ્ર ન બને એવું બને ખરું? આ સુખની અનુભૂતિની સાથે સાથે જેમ જેમ મોક્ષની રૂચિ વધતી જાય-દ્રઢ થાય અને સ્થિર બનતી જાય તેમ તેમ સંસારના અનુકૂળ પદાર્થો પ્રત્યે એટલે સુખના પદાર્થો પ્રત્યે રાગની મંદતા થતી જાય કે રાગ વધે ? એ રાગની મંદતા કરવા માટે એને કહેવું પડે કે એ મંદતા કરવા માટે એ પ્રયત્ન કરતો જ જાય ? સમકતની પ્રાપ્તિ કરવી હશે તો આ કક્ષાના પરિણામોને પેદા કરી તેમાં સ્થિરતા કેળવી આગળ વધવા પ્રયત્ન કરવો પડશે. આપણો પુરૂષાર્થ આ Page #50 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભા.-૨ ૩૯ બાબતમાં કેટલો છે એ વિચારો ! સંસારના સુખના પદાર્થોથી બીજાને સુખી જોવાની ભાવના જાગે-આનંદ આવે પછી જે આત્મિક સુખની અનુભૂતિ આપણે કરી રહ્યા છીએ એ સુખની અનુભૂતિવાળા સો બનો એ વિચારણા આવશેને ? આવા પરિણામમાં જીવવું એને જ જ્ઞાનીઓએ આંશિક મોક્ષની અનુભૂતિ કહેલી છે. આ અનુભૂતિ મિથ્યાત્વની મંદતા થયા વગર પેદા થતી નથી. આ મિથ્યાત્વની મંદતા પેદા થતી જાય છે એટલે અનુકૂળ પદાર્થોનો રાગ ઘટતો જાય છે. પ્રતિકૂળ પદાર્થોનો દ્વેષ ઘટતો જાય છે અને એ અનુકૂળ પદાર્થો પ્રત્યે અંતરથી ગુસ્સો વધતો જાય છે. આ મૈત્રી ભાવનું ચોથું લક્ષણ કહેલું છે. પહેલા લક્ષણથી ઉત્તરોત્તર એક એક લક્ષણમાં સાચા સુખની અનુભૂતિ વધે છે. ચાલુ સુખનો રાગ ઘટે છે અને હવે પોતાના માટે રહેલા સુખના . પદાર્થો પ્રત્યે નત ભાવ પણ વધતો જાય છે. એટલે અંતરમાં થયા કરે કે મારે આને આજ પ્રવૃત્તિ વારંવાર કર્યા કરવાની. આના સિવાયની બીજી પ્રવૃત્તિ કે આના સિવાયના વિચારો બીજા નથી એવી ભાવનાઓ પેદા થતાં શુધ્ધ સ્વરૂપનું લક્ષ્ય વધતું જાય છે તેની સ્થિરતા વિશેષ રીતે પ્રાપ્ત થતી જાય છે. આવા પરિણામો સુખના પદાર્થોની નિર્ભયતામાંથી પેદા થાય છે કે જે નિર્ભયતા. આત્મામાં અભય ગુણ પેદા કરવામાં સહાયભૂત થશે. એટલે સંસારમાં ભય વગર જીવન જીવતો થશે. પ્રમોદ ભાવનાનું બીજ આ રીતે મૈત્રી ભાવના બીજ રૂપે પેદા થતાં થતાં આ જ શુદ્ધ યથાપ્રવૃત્તકરણ અધ્યવસાયની વિશુદ્ધિથી જીવોને અત્યાર સુધી બીજાના દોષોને જોવાની જે ટેવ હતી અર્થાત્ વૃત્તિ હતી અને પોતાના ગુણો બીજા પાસે બોલવાની (ગાવાની) વૃત્તિ હતી તથા પોતાનામાં ગુણો ન હોય છતાં ગુણોનો આરોપ કરી કરીને Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ચૌદ વણસ્થાનક ભાગ-૨ બોલવાની વૃત્તિ હતી તેના બદલે હવે આ નિર્ભયતાના કારણે સ્વદોષ દર્શન એટલેકે પોતાના દોષોને જોવાની વૃત્તિ પેદા થતી જાય છે. એટલે કે પોતાના નાના નાના દોષોને પણ મોટા કરી કરીને દર્શન કરતો જાય છે. અને બીજાના નાના ગુણોને મોટા કરી કરીને તે જોવાની વૃત્તિ પેદા થતી જાય છે અને સાથે વિચાર કરે કે કેવો ગુણીયલ જીવ છે. આવો ગુણ મારામાં પણ નથી ક્યારે મારામાં એ ગુણ પેદા થતો જાય એવો પુરૂષાર્થ કરતો જાય છે. (૧) સુખ માત્ર મુદિતા ભાવ: દેખાવમાં અતિ સુંદર પણ પરિણામે અત્યંત અહિત કરનાર રોગીને અપથ્ય ભોજનની પેઠે જે વિષય સુખની પ્રાપ્તિ બીજાને થઇ હોય તે જોઇને પણ ઇર્ષાને બદલે સંતોષ માનવો તે. જ્ઞાની ભગવંતો વિષય સુખને કેવી ઉપમા આપે છે એ વિચારો ! દેખાવમાં એ એકદમ સુંદર લાગે એવા હોય છે અને પરિણામે ભયંકર આત્માનું અહિત કરનાર કહી રહેલા છે. જેમાં કોઇ રોગી હોય-રોગની દવા લાગુ પડતી ન હોય અને રોગ વધતો જતો હોય છતાં એવા રોગીને અપથ્ય ભોજન ખાવાની જ ઇચ્છાઓ થયા કરે અને અપથ્ય ભોજન જ ખાધા કરે તો શું થાય ? ખાવામાં આનંદ આવે પણ પછી શું થાય ? એ અપથ્યનું ભોજન કરતાં થોડોક ટાઇમ આનંદ પેદા થતાં રોગ જ્યારે જોરદાર વધતો જ જાય અને એની પછી કોઇ દવા જ ન હોય અને એ રોગને સહન જ કરવો પડે એની જેમ આ પાંચ ઇન્દ્રિયના વિષય જન્ય સુખો છે. એ વિષય સુખો બીજા જીવોને પ્રાપ્ત થયા હોય એટલે મલ્યા હોય એ જાણીને પોતાના આત્મામાં સંતોષ થાય પણ એના કરતાં અધિક સુખી હું થાઉં અને એને બતાવી દઉં આવા વિચારો ન આવે અને એ કઇ રીતે સુખી બન્યો એમ વિચારી ઇર્ષ્યા ભાવ Page #52 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ભાગ-૨ ૪૧ અંતરમાં પેદા ન થાય પણ સંતોષ પેદા થાય તે ઉંડે ઉંડે પ્રમોદ ભાવના કહેવાય છે. આ પ્રમોદ ભાવનાનું પહેલું લક્ષણ કહેવાય છે, કે જે પોતાના જેટલી સામગ્રી અથવા પોતાનાથી અધિક સામગ્રી બીજા કોઇને પ્રાપ્ત થાય તો અસંતોષ થવાને બદલે સંતોષનો આનંદ થાય. સારું થયું કે એ સુખી થયો એવી વિચારણા થયા કરવી એ પણ આંશિક મિથ્યાત્વની મંદતાનું લક્ષણ છે કારણકે વિષયોના સુખને ઓળખતો હોય છે. એ સામગ્રી કેવા પ્રકારની છે એ જાણતો હોય છે માટે અધિક મેળવવાની કે એ જેને સામગ્રી મળેલી છે એના વખાણ કરવાની કે ઇર્ષ્યા કરવાની ભાવના થતી નથી અને પોતાને જે મળ્યું છે એમાં સંતોષથી જીવાય છે. (૨) સહેતુ મુદિતા ભાવ: સારા હેતુભૂત સુખમાં સંતુષ્ટ વૃત્તિ. જેમ કે આ ભવમાં સુખ થાય તેવી રીતે, મિત = અલ્પ આહારાદિપણાથી શરીર સ્વસ્થ થાય એ રીતે થતાં ઐહિક સુખમાં આનંદ માનવો તે. જે જે પ્રવૃત્તિ કરતાં કરતાં પુણ્યના ઉદયથી જે કાંઇ સુખ મલતું હોય તે પ્રવૃત્તિમાં સંતોષ હોય ખાવા-પીવા-પહેરવા-ઓઢવા આદિ મલ્યા કરે છે માટે આથી વધારે પ્રવૃત્તિ હવે કરવી નથી આટલું મલે છે એમાં સંતોષ થાય અને સાથે સાથે જેમ ઓછો આહાર વાપરીએ અને પરિમિત આહાર વાપરીએ તો એનાથી શરીર સારું રહે અધિક ખાવા પીવાની ઇચ્છા ન થાય તે મિતાહાર કહેવાય છે. આ રીતે જીવન જીવતાં જીવતાં આનંદ માનવો તે પણ એક પ્રકારનો પ્રમોદ કહેવાય છે કે જેથી આ લોકના પદાર્થોમાં સંતોષવૃત્તિ વાળું જીવન કહેવાય છે. કોઇની પણ અધિક સામગ્રી જોઇને કે કોઇને અધિક ખાતા પીતા વગેરે જોઇને અંતરમાં એને વિચાર ન થાય કે હું પણ આ રીતે મેળવું અને ખાન પાન લાવીને ખાઉં એવી ભાવના ન થાય તે આ પ્રમોદ ભાવનાનું બીજું લક્ષણ કહેવાય છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ચોદ ગુણસ્થાનક ભાગ-૨ (૩) સદનુબંધ યુતા મુદિતા ભાવ: આ ભવ અને પર ભવ બન્નેમાં સુખ થાય તેવો અનુબંધ કરાવનાર શુભ કાર્યો કરનારને તજ્જનિત સુખ પ્રાપ્તિ થાય તેમાં સંતોષ માનવો તે. પોતાનું જીવન એવા શુભ વિચારોમાં - શુભ આચારોમાં પરોવાયેલું હોય કે જેના પ્રતાપે આ લોકમાં જે મલે તેમાં સંતોષ હોય અને પરલોકમાં પણ સુખ મલ્યા કરે એટલે સુખી થવાય કે જેથી દુર્ગતિમાં જવાલાયક વિચારો કે પ્રવૃત્તિ પોતાના જીવનમાં ન હોય માટે સદ્ગતિ બંધાયા કરે એ રીતે જીવતો હોય અને આયુષ્યનો બંધ પડે તો પણ સગતિનું આયુષ્ય બંધાય. આથી આલોક અને પરલોક બન્નેમાં સુખ મલવાનું એનો સંતોષ જીવનમાં હોય છે એવા આનંદથી જીવન જીવવું એ પ્રમોદ ભાવનાનું ત્રીજું લક્ષણ કહેલ છે. આવા અધ્યવસાય વાળા જીવોને અનુબંધ પેદા થાય તો શુભ કર્મોનો અનુબંધ સારી રીતે પેદા થતો જાય છે અને એ શુભ કર્મોના અનુબંધના કારણે આ જીવોને ભગવાનની વાણી સાંભળવા મળે તો સહજ રીતે સાચા સુખની ઇચ્છા પેદા થયા વગર રહેતી નથી અને એ સાચા સુખની રૂચિ તીવ્ર બન્યા વગર રહેતી. નથી અને આથી એ સાચા સુખનો આંશિક આનંદ પણ વધતો જાય છે. એ આનંદ કેવો ? કે અત્યાર સુધી સંસારમાં અનુકૂળ પદાર્થોને ભોગવતાં એ સખની અનુભૂતિ કરતાં જેવો આનંદ પેદા થાય તેના કરતાં કેઇ ઘણો આનંદ એટલે સુખની અનુભૂતિ જીવને પેદા થતી જાય છે. માટે આ જીવોને અનુકૂળ પદાર્થોમાં સહજ રીતે દુખની અનુભૂતિ વધતી જાય છે એ અનુકૂળ પદાર્થો સુખરૂપ લાગતા નથી પણ તેના પ્રત્યે નત ભાવ અને કંટાળો વધતો જાય છે. જ્યારે જ્યારે એ અનુકૂળ પદાર્થો માટેની ક્રિયા કરવાનો વખત આવેત્યારે એને સૂગ તથા વિશેષ રીતે કંટાળો આવે કે Page #54 -------------------------------------------------------------------------- ________________ ચોદ ગણસ્થાન ભાગ-૨ ૪૩ ક્યારે આ કાર્ય જલ્દી પૂર્ણ કરી દઉં અને સાચા સુખ માટેની ક્રિયા કરતો થાઉં. આ વિચારણા રહ્યા જ કરે છે. આ પ્રમોદ ભાવનાનું ત્રીજું લક્ષણ કહેવાય છે. આ વિચારણા ક્ષચોપશમ ભાવ આત્મામાં પેદા થાય-મિથ્યાત્વની મંદતા થાય એનાથી થાય છે. આ શુભ કર્મોના અનુબંધથી ઉત્તરોત્તર આત્માની વિશુધ્ધિ વધતી જાય છે અને એનાથી વિશુદ્ધિની સ્થિરતા પેદા થાય છે અને ઉત્તરોત્તર વિશુધ્ધિથી સંપૂર્ણ શુધ્ધ સ્વરૂપ પેદા કરી શકે છે. આ ત્રીજું લક્ષણ કહેવાય છે. (૪) પરામુદિતા ભાવ: સંતોષ પેદનમાં સાત તી મોહનીય કમદિ મહાતીવ્ર કર્મના નાશથી પ્રાપ્ત થતાં અવ્યાબાધ સુખમાં જે સંતોષ વૃત્તિ થવી તે. આ રીતે પ્રમોદ ભાવનાના ત્રણ લક્ષણના પરિણામોની વિચારણામાં સ્થિરતા પેદા થતી જાય તેમ મિથ્યાત્વ મોહનીય કર્મનો તીવ્ર રસ મંદ પડતો જાય અને જેમ એની મંદતા થતી જાય તેમ મોક્ષના સુખની આંશિક અનુભૂતિ થતી જાય છે. એ અનુભૂતિના સુખના કારણે અંતરમાં સાચા સુખની અનુભૂતિ થઇ એવા ભાવનો પૂર્ણ સંતોષ પેદા થતો જાય છે. આ ચોથા લક્ષણના અધ્યવસાયથી જીવને જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય ભાવ પેદા થાય છે. આ જ્ઞાન ગર્ભિત વૈરાગ્યના પરિણામને જ્ઞાનીઓએ આંશિક વીતરાગ દશાનો અનુભવ થાય છે એમ કહેલું છે. ધર્મ પ્રવૃત્તિ કરતાં કરતાં-દેવ ગુરૂની ભક્તિ-સેવા કરતાં કરતાં આવા સુખની અનુભૂતિ થાય છે એવું કાંઇ લાગે છે ખરું ? આ અનુભૂતિથી સુખી જીવોનાં સુખની સામગ્રી જોઇને દ્વેષ ભાવા પેદા થતો હતો તે નષ્ટ થઇ જાય છે. એ દ્વેષ બુદ્ધિના કારણે ઇર્ષ્યા ભાવ પેદા થતો હતો તે નષ્ટ થાય છે તો હવે એવા જીવોને જોઇને શું થાય છે ? જેટલા અનુકૂળ પદાર્થોવાળા વધારે સુખી Page #55 -------------------------------------------------------------------------- ________________ ४४ ચૌદ ગુણસ્થાન ભાગ-૨ - -- - - - - - - - - - - - - - જોવામાં આવે તેમ તે જીવો અજ્ઞાન લાગે અને એમની અંતરથી દયા આવે. એ અનુકૂળ પદાર્થોને મેળવવાની મહેનત કરનારાવધારવાની મહેનત કરનારા-સાચવવાની મહેનત કરનારાકાવવાની મહેનત કરનારા અને એ સામગ્રી ન ચાલી જાય એની સતત કાળજી રાખનારા અને મરતી વખતે મૂકીને-રોઇને મરનારા જીવો પ્રત્યે અજ્ઞાનને પરવશ રહેલા જીવો છે એવા વિચારથી દયાનો પરિણામ પેદા થતો જાય છે. આવા ઉંચી કોટિના મનુષ્ય જન્મને પામીને જે સુખની અનુભૂતિ કરવાની હતી તે સુખની અનુભૂતિ કર્યા વગર મરણ પામ્યો એમ એના અંતરમાં લાગ્યા કરે છે. આના પ્રતાપે દ્વેષ બુદ્ધિ કે ઇર્ષ્યા ભાવના વિચારો સદંતર નાશ પામી જાય છે. આ પરિણામના કારણે જીવ અસંખ્ય ગુણઅસંખ્ય ગુણ નિર્જરા સમયે સમયે કરતો જાય છે. આ નિર્જરાના પ્રતાપે મિથ્યાત્વની મંદતા વિશેષ થતી જાય છે અને મોક્ષના સુખની આંશિક અનુભૂતિ એટલે સાચા સુખની આંશિક અનુભૂતિની સ્થિરતા વધતી જાય છે આથી અનુકૂળ પદાર્થો પ્રત્યે અંતરથી ગુસ્સો પણ વધતો જાય છે અને સ્વદોષ દર્શન તથા પર ગુણ દર્શનની સ્થિરતા આવે છે. આ પ્રમોદ ભાવના કહેવાય છે. કરૂણા ભાવના આ કરૂણા ભાવનામાં દુઃખ દૂર કરવાની ઇચ્છા થાય છે એટલે કે દુઃખની ઉપેક્ષાનો ત્યાગ થાય છે એના પણ ચાર ભેદો છે. (૧) મોહજન્ય રૂણા : અજ્ઞાનથી વ્યાધિ ગ્રસ્ત એટલે રોગથી જે પીડાતા હોય એવા પ્રાણી પ્રત્યે દયા કરવી-દયા લાવવી એટલે કે એ રોગગ્રસ્ત પ્રાણી દયા કરવા આપણને ઉશ્કેરે તેવા ગળગળતાં શબ્દથી અપથ્ય Page #56 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ૪૫ ભોજન ખાવા માંગે તેના પર ખોટી દયા લાવી તેને ભોજન આપવું તે. એ શબ્દો સાંભળીને અંતરમાં થાય કે હશે આટલા દિવસનો રોગ છે તો એને ખાવાનું મન ન થાય ! ભલે થોડું ખાય એવા વિચારો કરી અપથ્ય ભોજન આપે-ખવડાવે એને જ્ઞાનીઓ ખોટી દયા કહે છે. કારણકે એનાથી એ રોગિષ્ટ જીવનો રોગ વધવાથી વધારે હેરાન થાય તેને એ રોગનું દુઃખ વધારે ભોગવવું પડે. રોગ મટવા આવ્યો હોય-દવા લાગુ પડી ગઇ હોય-ધીમે ધીમે સુધારો દેખાતો હોય તોય અપથ્ય ભોજન માગે અને દયાથી અપાય-આપવામાં આવે તો શું થાય ? એ રોગ વધી જાય તેની પીડા પણ તે વખતે એને જ ભોગવવી પડે આવી દયાને કેવી દયા કહેવાય એ વિચારો ? અને જો તે વખતે દયા કર્યા વગર અપથ્ય ભોજન ન આપે તો લોક શું કહે ? નિર્દય પણ શા હેતુથી ન આપ્યું એ કોઇ ન વિચારે માટે આવી દયા આવા ઉંચી કોટિના જીવોના અંતરમાં પેદા થાય અપથ્ય ભોજન આપે પણ આપતા આપતા શિખામણ રૂપે શાંતિથી કહે કે લ્યો અમને આપવામાં વાંધો નથી પણ એનાથી રોગ વધશે અને હેરાન તમારે થવું પડશે. આટલું સારૂં થયેલ છે. થોડા ટાઇમમાં સંપૂર્ણ આરામ થઇ જશે એમાં પછી ટાઇમ લાગશે. બધુ સમજાવે અને એ અપથ્યનું ભોજન પેટ ભરીને ખાવાનો હતો તેના બદલે સામાન્ય ચખાડીબાજુ ઉપર લેવડાવી દે પણ સદંતર ના ન કહેવાય કારણકે ના કહેવાથી એમાંને એમાં એનો જીવ રહી જાય અને આયુષ્ય પૂર્ણ થઇ જાય તો દોષ આપણને લાગે. માટે જ્ઞાનીઓએ તે વખતે જે માગે તે લાવી આપવું-હાજર કરવું અને પછી શીખામણ રૂપે સમજાવવાનું વિધાન કરેલ છે. આ મોહજન્ય કરૂણા કહેવાય છે. કારણકે એ જીવના કારણે આવી કરૂણા પેદા થાય છે. (૨) દુ:ખિત દર્શન જન્ય રૂણા ઃ દુઃખી પ્રાણીઓને જોઇને તેને આહાર ઔષધિ વગેરે જોઇતી Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ વસ્તુ ધન-ધાન્યાદિ આપવા તે. આ દયાનો પરિણામ દીન-અનાથ-દુખી પ્રાણીઓ જગતમાં જેટલા દેખાય તેવા પ્રાણીઓને પોતાની શક્તિ મુજબ સહાય કરવી અને એ સહાયથી એનું દુઃખ દૂર થાય એવો પ્રયત્ન કરવો એ આ દયામાં આવે છે. જીવના અંતરમાં જેમ જેમ રાગાદિની મંદતા થતી જાય છે, મિથ્યાત્વની મંદતા થતી જાય છે, તેમ તેમ એને એવા જ વિચારો અંતરમાં પેદા થતાં જાય છે કે સંસારમાં રહેલા જીવો સો સુખને ઇચ્છે છે. જેમ મને સુખ જોઇએ-મને સુખ પસંદ છે એમ જગતના જીવોને પણ સુખ પસંદ છે. મને જેમ દુખ પસંદ નથી તેમ જગતના જીવોને પણ દુઃખ પસંદ નથી માટે મારી શક્તિ મુજબ દુખી જીવોને સુખી કરવા જોઇએ એ મારી જ છે. અને કર્તવ્ય છે. હું સુખી નહિ કરું તો કોણ કરશે ? આવી વિચારણા રાખી પોતાના જ માણસો હોય અને એની જે રીતે દયા કરે એ રીતે આ જીવોની પણ દયા કરતો જાય છે. આ દયાનો પરિણામ આચરણમાં જીવતો રાખે તો સમકીતની પ્રાપ્તિ કરાયા વગર રહેતો નથી. આ દયાના પરિણામમાં કોઇ સ્વાર્થ ન હોવો જોઇએ મારા તારાનો ભેદ પણ ન હોવો જોઇએ તો જ લાભ થાય. પુણ્યાનુબંધી પુણ્ય બંધાવે. આવી દયાથી પણ જીવને મિથ્યાત્વનો ક્ષયોપશમ ભાવ થઇ શકે છે. આ કરૂણા ભાવનાનું બીજું લક્ષણ કહેલું છે. (3) સંવેગ જન્ય રૂણા : સુખી પ્રાણીઓને જોઇને તેઓના સુખ ઉપર દયા આવે અને તેઓ કેવી રીતે એવા બાહ્ય સુખના ખોટા ખ્યાલથી બચી અપરિમિત આત્મીય સુખને પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થાય એવી ઇચ્છા કરવી તે ત્રીજો ભેદ ગણાય છે. મિથ્યાત્વની મંદતાથી જીવને પોતાને આંશિક જે સુખની. અનુભૂતિ થયેલી છે એના કારણે જગતમાં જે જે અનુકૂળ પદાર્થોની Page #58 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ભાગ-૨ ४७ સામગ્રીવાળા જીવોને જૂએ છે અને તેને વધારવામાં-સાચવવામાંટકાવવામાં અને એ પદાર્થો ન ચાલ્યા જાય એના માટે મહેનત કરતાં જૂએ છે એટલે અંતરમાં થાય છે કે જે પદાર્થો અહીં મુકીને જવાના છે કદાચ પુચ પુરૂં થાય તો વહેલા ચાલ્યા જવાના છે અને જે પદાર્થો સુખની અનુભૂતિ કરાવે એવા નથી એવા પદાર્થોમાં સુખની બુદ્ધિ રાખીને આ બચારા જીવો અહીંયા ય દુખી થાય છે-દુખ ભોગવે છે અને ભવાંતરમાં પણ દુઃખી થશે એટલે દુઃખ ભોગવવા ચાલ્યા જશે એમ અંતરમાં દયાનો પરિણામ પેદા થાય છે. આ દયાના કારણે વિચાર કરે છે કે આ જીવોને, મને જે સુખની અનુભૂતિ થયેલી છે એ સુખની અનુભૂતિ જો પેદા થઇ જાય તો આ જીવો સુખી થઇ જાય. આથી એના પરિચયમાં જે જે જીવો આવતા હોય તે જીવોને એ સુખ એટલે જે તમને વર્તમાનમાં મળેલું છે તે કેવા પ્રકારનું છે એ પોતાની શક્તિ મુજબ સમજાવે છે અને સાચુ સુખ કેવું છે કેવા પ્રકારનું હોય છે તેનું વર્ણન કરીને સાચા સુખને મેળવવા માટેની ઇચ્છા પેદા કરાવવા પ્રયત્ન કરતો જાય છે. વિચારો ! દુનિયાનું ભૌતિક સુખ તમને કેવા પ્રકારનું લાગે છે ? આ ભૌતિક સુખમાં સુખ માનીને જીવો છો તેમાં તમને તમારી દયા આવે છે ખરી ? જ્યાં સુધી ધર્મવૃત્તિ કરતાં કરતાં પણ ભૌતિક સુખના પદાર્થોમાં સુખની બુદ્ધિ છે એની દયા નહિ આવે ત્યાં સુધી સાચા સુખની ઇચ્છા થવાની નથી અને એ ઇચ્છા પેદા ન થાય ત્યાં સુધી એ સાચા સુખની આંશિક અનુભૂતિ પણ ક્યાંથી થાય ? માટે જ્ઞાનીઓ કહે છે કે આપણને આપણા આત્માની દયા આવે છે ખરી ? બીજા જીવોની દયા કરીએ છીએ તે ક્યા પ્રકારની કરીએ છીએ માત્ર રોગ વગેરે દૂર કરવાની દુ:ખની સામગ્રી મળેલી છે તે નાશ થાય અને ભૌતિક સામગ્રીને પામે એટલી જ દયા બીજાની આવે છે કે એ આત્મા ભૌતિક સામગ્રીમાં જે સુખ માને છે તે માન્યતા દૂર કરીને સાચા સુખમાં Page #59 -------------------------------------------------------------------------- ________________ ४८ ચોદ મણસ્થાનક ભાગ-૨ સખ માનતો થાય એવી દયા આવે છે ? જ્ઞાનીઓ કહે છે કે જ્યાં સુધી પોતાની એવી દયા ન આવે ત્યાં સુધી બીજા જીવોની એવી દયા પેદા થાય ક્યાંથી ? સ્વદયા વગર પરદયા કરવી એ આત્મ કલ્યાણ માટે થતી નથી એટલે સાચા સુખ તરફ લઇ જનારી-સાચા સુખની અનુભૂતિ કરાવવામાં સહાયભૂત થતી નથી માટે સૌથી પહેલા પોતાના આત્માની દયા છે ? પોતાના આત્માની દયા એટલે સંસારમાં પરિભ્રમણ કરતાં કરતાં અનંતી પુણ્ય રાશિથી મનુષ્ય જન્મ પામ્યા છીએ એનાથી નીચી ગતિમાં ન જવાય એનું લક્ષ્ય રાખીને જીવન જીવવું તે સ્વદયાનો પરિણામ કહેવાય છે. વર્તમાનમાં જીવન જીવતાં અહીંથી કમસેકમ મરણ પામ્યા પછી આવો મનુષ્ય જન્મ મલે અથવા આનાથી સારી સદ્ગતિ મળે એવું લક્ષ્ય અને વિશ્વાસ ખરો ને ? આવી વિચારણામાં જે જીવો જીવતા હોયતે જીવો બીજા જીવોની દયા કરવાના અધિકારી કહ્યા છે અને એ જીવોને જ મિથ્યાત્વની મંદતા થતાં સાચા સુખની આંશિક અનુભૂતિ થઇ શકે છે તોજ એ જીવો બીજા ભૌતિક સુખવાળા જીવોની દયા કરતાં કરતાં એ સાચા સુખની અનુભૂતિને ક્યારે પ્રાપ્ત કરે એ ભાવનાવાળા બને છે. આ કરૂણા ભાવનાનું ત્રીજુ લક્ષણ અથવા ત્રીજો ભેદ કહેવાય છે. (૪) સ્વાભાવિક અવહિત યુતા કરૂણા કુદરતી રીતે અન્ય ઉપર કરૂણા એટલે દયા આવે જેમ ભગવાનને સવી જીવ કરૂં શાસન રસી એવો ભાવ આવે છે તે. અરિહંત પરમાત્માઓના આત્માઓ સંસારમાં પહેલા ગુણસ્થાનકે રહેલા હોય છે તો પણ તેઓના અંતરમાં પરાર્થવ્યસનીપણાનો ગુણ સદા માટે રહેલો હોય છે જ્યારે મનુષ્યપણાને પામે છે ત્યારે તે મનુષ્યપણામાં કોઇપણ દીન-અનાથદુખી માણસને જૂએ ત્યારે તેનું દુઃખ દૂર કરવાની શક્તિ હોય Page #60 -------------------------------------------------------------------------- ________________ ४८ – – – – – – – – – – – – – – ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ તો પોતે જ તેનું દુઃખ દૂર કરે છે જ્યારે પ્રયત્ન કરવા છતાં કોઇનું દુઃખ દૂર ન થાય તો પોતાને ભૌતિક સુખની સામગ્રીમાં સુખી માનતા નથી ઉપરથી વિચાર કરે છે કે મળેલી સામગ્રી બીજાના દુઃખ દૂર કરવાના ઉપયોગમાં ન આવે તો પછી હું સુખી શાનો ! એ દુ:ખી રહે ત્યાં સુધી હું સુખી કઇ રીતે કહેવાઉં ? આ વિચારણાના પ્રતાપે-આ માન્યતાના પ્રતાપે એ આત્માઓને સામાન્ય રીતે ત્રણ ગુણોની પ્રાપ્તિ થયેલી હોય છે. (૧) બીજાના દુઃખે હૈયું દુખી રહેવું (૨) બીજાના સુખે હૈયું સુખી રહેવું અને (૩) કોઇ જીવ પોતાને દુખ આપે તો દુઃખ વેઠીને પણ સામા જીવને સુખ થતું હોય તો સુખી કરવાની ભાવના. આ ત્રણ ગુણના પ્રતાપે એઓ સમકતની જ્યારે પ્રાપ્તિ કરે ત્યારે આંશિક સાચા સુખની જે અનુભૂતિ થાય છે તે વિશિષ્ટ કોટિની હોય છે અને તે અનુભૂતિનો આનંદ પણ એ આત્માઓના અંતરમાં વિશેષ રીતે પેદા થાય છે. એના કારણે એમના અંતરમાં એ ભાવના અને એ વિચાર ચાલ્યા જ કરતો હોય છે કે ક્યારે મારી શક્તિ આવે કે જગતના સઘળાય જીવોના અંતરમાં જે ભૌતિક સુખનો રસ રહેલો છે તેનો નીચોવીને નાશ કરી આ સાચા સુખનો રસ પેદા કરી દઉં અર્થાત્ સાચા સુખના રસીયા બનાવી દઉં. આ વિચારણા અને ભાવનાને સવી જીવ કરૂં શાસન રસીની ભાવના કહેવાય છે. જે પોતાને સુખની અનુભૂતિ થઇ એ સૌને ક્યારે પ્રાપ્ત કરાવું એ વિચારણા-ભાવના એ આત્માઓમાં થાય જ. દેવ-ગુરૂ-ધર્મની આરાધના કરતાં કરતાં આપણને કાંઇ સુખની અનુભૂતિ થાય છે ? એ પહેલા વિચારવાનું અને પછી એની સાથે એ ભાવ લાવવાનો કે જે સુખની અનુભૂતિ મને થાય છે એ જગતના સર્વ જીવોને હું ક્યારે અનુભવ કરાવું એવી ભાવના થાય છે ? એ ન થાય તો કુટુંબના જેટલા સભ્યો છે એ સૌને એટલે મારા નિકટવર્ત જીવોને આ સુખની અનુભૂતિ ક્યારે કરાવું એ ભાવનાય થાય છે ? બોલોને કે પહેલા આપણું Page #61 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ પોતાનું ઠેકાણું નથી. ચાલો સંસારમાં જે ભૌતિક સુખની સામગ્રી તમને મલે છે એ, “મારી તાકાત હોય તો તે સામગ્રી સૌને આપીને સુખી કરૂં' એ ભાવનાય ખરી ? સૌને માટે વિચારણા ન થતી હોય તો કુટુંબમાં જેટલા ભાઇઓ હોય-વ્હેનો હોય એ નિકટવર્તી કુટુંબને પણ આ સુખ સૌને આપીને સુખી કરું એય ભાવના ખરી ? જ્યાં આ ભાવના ન હોય ત્યાં દેવ-ગુરૂ-ધર્મની ભક્તિ કરતાં સાચા સુખની આંશિક અનુભૂતિ થાય એ સંભવિત છે? તો આપણે એ સુખની અનુભૂતિ કરવી નથી ? આ સાચા સુખની અનુભૂતિ કરવા માટેજ આરાધના કરવાની છે આ રીતે કુટુંબને સાચા સુખની અનુભૂતિ કરાવવાની ભાવના એ ગણધર નામકર્મ બંધાવવામાં સહાયભૂત થાય છે. અપુનબંધક દશાના પરિણામમાં આંશિક અનુભૂતિથી જીવને આવા ઉંચા પરિણામો-વિશુધ્ધિ પેદા થઇ શકતી હોય તો સમજીતી જીવોની દશા અને એની વિશુદ્ધિની અનુભૂતિ કેવી હોય એ વિચારો ? આ કરૂણા ભાવનાનું ચોથું લક્ષણ કહેવાય છે. માધ્યસ્થ ભાવના કોઇપણ જીવની ભૂલ દેખાય તો પણ તે જીવને કહેવું નહિ એટલેકે જે વખતે કાર્ય કરતા હોય તે વખતે ભૂલ જણાય અને એ ભૂલથી નુક્શાન થતું દેખાય તો પણ તે ભૂલને કહેવી નહિ. અજ્ઞાન જીવ છે માટે ભૂલ થાય પણ તેની યોગ્યતા નથી માટે નથી કહેવી એમ વિચારી ગણ કરે-ઉપેક્ષા સેવે તે માધ્યસ્થ ભાવ કહેવાય છે. એવી રીતે જે ટાઇમે ભૂલ થતી હોય તે વખતે તો કહેવાય નહિ જ્યારે કોઇ ન હોય ત્યારે અને યોગ્યતા દેખાય તો જ એકાંતમાં લઇ જઇને શાંતિથી કહેવાય કે જો આમ કર્યું એની બદલીમાં આમ કર્યું હોય તો વધારે સારું લાગે. આ કર્યું તે બરાબર થયું નથી. હવેથી કાળજી રાખશો એમ કહેવાય. આમ છતાં એકવાર Page #62 -------------------------------------------------------------------------- ________________ ૫૧ ચૌદ ગુણસ્થાન ભાગ-૨ બે વાર-અનેકવાર કહેવા છતાં ન સુધરે તો પણ એ જીવ પ્રત્યે દ્વેષ ભાવ કરવો નહિ. ગુસ્સો કરવો નહિ. અજ્ઞાન જીવ છે ભારે કર્મના ઉદયવાળો જીવ છે માટે સુધરવાનું મન થતું નથી માટે સુધરતો નથી. એમ વિચારી માધ્યસ્થ ભાવ રાખીને ઉપેક્ષા ભાવ કરવો એ માધ્યસ્થ ભાવના કહેવાય છે. આનાપણ ચાર પ્રકારો કહેલા છે. અધર્મી પ્રાણી પ્રત્યે રાગ દ્વેષ બન્નેનો ત્યાગ કરવો અર્થાત અધર્મી આત્માઓનો ત્યાગ કરવો તે ઉપેક્ષા કહેવાય છે. (૧) રૂણાજન્ય ઉપેક્ષા : કોઇ અપથ્ય ખાનાર રોગી ઉપર કરૂણા આવવાથી તેને અપથ્ય સેવતાં અટકાવી શકાશે નહિ એમ ધારીને અથવા તેમ કરવાનો પોતાનો અધિકાર નથી એવા ખ્યાલમાં તેને અપથ્ય સેવવાનાં કાર્યથી નિવારણ કરવામાં ઉપેક્ષા કરે છે. પોતાના કુટુંબને વિષે કે સ્નેહી સંબંધી વિષે પોતાનો જેના પ્રત્યે અધિકાર ન હોય અને તે રોગી બન્યો હોય તો તેની ખબર કાઢવા વ્યવહારથી જાય તેમાં ખબર પડે કે આને તો જે રોગ થયેલ છે તે રોગમાં આ પથ્થકારી ન કહેવાય. અપથ્ય રૂપે છે, પણ કહેવાનો અધિકાર નથી. અથવા અયોગ્ય જાણીને કહેવાનું માંડીવાળી ઉપેક્ષા કરી ઘરે આવે તે આ પહેલું લક્ષણ કહેવાય છે. આનો અર્થ એ થાય છે કે કોઇપણ જીવનું કાર્ય જોઇને અંતરમાં દયા ભાવ પેદા થાય તેના કારણે આ કાર્યથી આટલું નુક્શાન થશે એમ પણ જાણતો હોય છતાં અયોગ્ય સમજીને અથવા આપણો અધિકાર નથી એમ સમજીને કહે નહિ પણ ઉપેક્ષા ભાવ સેવે તો તે આ પહેલી માધ્યસ્થ ભાવનાનું લક્ષણ કહેવાય છે. જેમ કે દાખલા તરીકે કોઇ જીવ દેવની ભક્તિ કરે છે. એ સેવા પૂજા જે રીતે કરવી જોઇએ એ રીતે કરતો ન હોય, આપણે જોઇએ છીએ પણ કોઇ પરિચયમાં એ Page #63 -------------------------------------------------------------------------- ________________ પર શાક ભાવ- ૨ — — — ભાઇ નથી તો તે વખતે મૌન ધારણ કરવું. ઉપેક્ષા ભાવ સેવવો તે આ ભાવનામાં આવે. (૨) અનુબંધા લોચારી ઉપેક્ષા : ભવિષ્યમાં શું પરિણામ થવું સંભવિત છે એમ વિચારી કોઇ અમુક પ્રવૃત્તિ કરે તેને અટકાવવામાં યત્ન ન કરતાં જેમ કરે તે કરવા દે તે. કોઇ જીવોની કોઇ કોઇ પ્રવૃત્તિ જોતાં એ પ્રવૃત્તિ પૂર્ણ થયે શું પરિણામ આવવાનું છે. એ જાણતો હોય, કેટલીકવાર સારું પરિણામ પણ આવવાનું હોય અને કેટલીક વાર ખરાબ પરિણામ આવવાનું હોય તેમાં આ પ્રવૃત્તિથી ખરાબ પરિણામ આવવાનું છે એમ ખબર હોય છતાંય, એ પ્રવૃત્તિને અટકાવવાનો પ્રયત્ન ના કરે અને ઉપેક્ષા કરે બોલે જ નહિ અને જેમ બનવાનું હોય તેમ બનવા દે તે આ બીજી ઉપેક્ષા ભાવરૂપે માધ્યસ્થ ભાવનું લક્ષણ (ભેદ) કહેવાય છે. એવી જ રીતે જીવો ભૌતિક સુખની સામગ્રીમાં મજાથી આનંદ ચમન કરતાં હોય. એના પરિણામને એટલે એનાથી. દુઃખની પરંપરા સશે એમ જાણતા હોય છતાં યોગ્યતા ન લાગે. માટે ઉપેક્ષા સેવે તે પણ આ ભાવનાના ભેદમાં આવે છે. (૩) નિર્વેદ જન્ય ઉપેક્ષા : | સર્વ સુખ ભોગવી શકે તેવા સંયોગમાં હોય છતાં નિર્વેદથી તેનું પરિણામ જોઇ શકે અને તે સુખની ઉપેક્ષા કરે છે. આમાં પણ જીવને નિર્વેદ એટલે સુખમય સંસારથી ભાગી છૂટવાનું મન હોય છે કારણકે એ સુખની સામગ્રી એને જેલ જેવી લાગે છે. આથી આવી જેલથી ક્યારે છૂટાય એવી ભાવનામાં રહેતો હોય છે એના કારણે જે જીવોને આવી જેલમાં રહેલા જૂએ છે એટલે તેમના અજ્ઞાનના કારણે કરૂણા એટલે દયા આવે છે તે દયાના કારણે એ Page #64 -------------------------------------------------------------------------- ________________ – – ચૌદ ગુણસ્થાનક ભા-૨ પ૩ જીવોને છોડાવવાનું મન થાય છે છતાં પણ યોગ્યતા ન જોવાથી ઉપેક્ષા ભાવ પેદા કરીને મૌન રહે છે એ તક આવે વિજય છે. (૪) તત્વસારા ઉપેક્ષા : “ના વાડા, અs સુખ-દુખ કેવી રીતે થાય છે તેનો fષા કરી પોતાથી. અન્ય સર્વ પ્રાણીઓને કાંઇપણ સુખ દુખ ન થાઓ એવી ઇચ્છાથી થયેલી ભાવના તે ચોથી કહેવાય છે. અપુનબંધક દશાના પરિણામને પામેલો જીવ નિર્ભયતા ગુણને પેદા કરીને એની સ્થિરતાથી મૈત્રી-પ્રમોદ-કારૂણ્ય ભાવના પેદા કરી માધ્યસ્થ ભાવનામાં હવે એને આંશિક સાચા સુખની અનુભૂતિ થયેલી છે એના કારણે વિચાર કરે છે કે જગતમાં સુખ અને દુઃખ આપનાર કોઇ નથી સુખ અને દુઃખ જીવોને પોતાના કર્મના અનુસાર પેદા થાય છે. આપણે કોઇ જીવને નિમિત્ત ભૂત થઇએ તો તેનાથી સામા જીવને સુખ દુઃખ થાય છે. કોઇ કોઇના નિમિત્તોથી જીવો સુખી અને દુઃખી થાય છે એ જે માન્યતા હતી તે દૂર થાય છે અને વિચારે છે કે મારે હવે એવી રીતે જીવન જીવવું જોઇએ કે મારાથી કોઇપણ જીવ સુખ કે દુઃખ ન પામો. કારણકે ભૌતિક સુખ એ પણ આત્માને માટે દુઃખનું કારણ થાય છે. જો એમાં જીવતા ન આવડે તો તે સુખ પણ દુ:ખ રૂપ બને છે અને દુખ તો દુઃખરૂપ છે તો એ સુખ-દુઃખ મારાથી કોઇ જીવને ના થાઓ એ ભાવના આ માધ્યસ્થ ભાવથી પેદા થાય છે. જેમ જેમ જીવ સાચા સુખની આંશિક અનુભૂતિમાં સ્થિર થતો જાય છે તેમ તેમ તેને ભૌતિક સુખ પ્રત્યે સહજ રીતે ગુસ્સો વધતો જાય છે અને દ્વેષ બુદ્ધિ પણ વધતી જાય છે આથી એ જીવોને-એ ભૌતિક સુખવાળા જીવોને અંતરમાં વિશેષ દયાનો પરિણામ પેદા થાય છે. દુઃખી જીવો પ્રત્યે તો દયાનો પરિણામ છે જ પણ સુખી પ્રત્યે વિશેષ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ચૌદ ગુણસ્થાન ભાગ-૨ દયા હોય છે આથી એ સુખના પદાર્થો પ્રત્યે સહજ ગુસ્સો વધે છે. આથી વિચારે છે કે મારું જીવન હવે એવું હોવું જોઇએ કે એ જીવનથી જગતમાં રહેલા કોઇપણ જીવોને સુખ કે દુઃખ ન થાઓ. વિચારો આ ભાવ આવવો કેટલો દુષ્કર લાગે છે ! પહેલા ગુણ સ્થાનકે સમકીત પામવાના ક્રમમાં આવે ત્યારે કર્મોની કેટલી થોકની થોક નિર્જરા ચાલુ થઇ જાય અને અશુભ કર્મોનો બંધ કેટલો મંદ બની જાય તથા શુભકર્મોનો બંધ કેવો તીવ્ર થતો જાય ? આનાથી આત્મામાં મોહનીય કર્મનો એટલે મિથ્યાત્વ મોહનીયનો ક્ષયોપશમ ભાવ થતો જાય છે એની સાથેને સાથે જ્ઞાનાવરણીયદર્શનાવરણીય અને અંતરાય કર્મનો ક્ષયોપશમ ભાવ પણ વધતો જાય છે. આને જ જ્ઞાનીઓએ ગુણ પ્રાપ્તિ કહેલી છે. આ ગુણ પ્રાપ્તિ કરવા માટે આચાર્ય ભગવાન્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ કહ્યું છે કે- સૌથી પહેલા જીવો અતિચાર ભીરૂત્વ ગુણને પ્રાપ્ત કરે છે. એટલે પાપની ભીરતા-પાપનો ડર પાપ ન થઇ જાય તેની કાળજી રાખીને જીવન જીવે છે. એના પ્રતાપે રખેને મારાથી પાપ થઇ જશે તો આવી વિચારણા સતત ચાલુ રહે છે એ વિચારણાથી જીવને અનુબંધપણાનું પ્રધાનપણું ચાલુ રહે છે એટલે કે આ વિચારણાથી જીવને અત્યાર સુધી પાપનો અનુબંધ થતો હતો. તેની બદલીમાં પુણ્યનો અનુબંધ ચાલુ થાય છે અને એ પુણ્યના અનુબંધના કારણે જ્યારે જ્યારે જે જે પ્રવૃત્તિ કરતાં-વચનો બોલતાં-વિચારો કરતાં પાપ ન થઇ જાય એની સતત કાળજી રહ્યા કરે છે. આ રીતે પુણ્યના અનુબંધના પ્રધાનપણાથી સાધુ સહકારની પ્રાપ્તિ થાય છે. એટલે આત્મિક ગુણ તરફ આગળ વધારવામાં સહાયભૂત થનાર એવા સાધુ મહાત્માઓની પ્રાપ્તિ થાય છે. એ પ્રાપ્તિના કારણે એને એમનો સહવાસ ખુબ ગમે છે. વારંવાર એમના સહવાસમાં એ જીવ રહ્યા કરે છે. જે અત્યાર સુધી જીવોને આવા મહાપુરૂષ તરીકે સાધુ મહાત્માના દર્શન થયા નહોતા કે જે મહાત્માઓને Page #66 -------------------------------------------------------------------------- ________________ – – – – – – – – – – – – – – – ચૌદ ગુણસ્થાન ભાગ-૨ ૫૫ – – એમની પાસેથી કંઇ લેવાની અપેક્ષા નથી, કોઇ ચીજ માગતા નથી, અને આત્માના કલ્યાણનો માર્ગ બતાવ્યા કરે છે. મારા આત્માને કેમ ગુણોની પ્રાપ્તિ વધારે થયા કરે એનો માર્ગ બતાવ્યા કરે છે અને સાચી સમજણ આપીને એ માર્ગમાં મને આગળ વધારવામાં વારંવાર પ્રેરણા કર્યા કરે છે. આવા સાધુ ભગવંતોનો ભેટો-એમનો સહયોગ મારા માટે કેટલો ઉપકારક બને છે એમ વિચારણા કરી સાધુઓનું દર્શન સહવાસ વારંવાર કરવાનું મન થયા કરે છે. જેટલું એને અનુકૂળ પદાર્થોને જોવાનું એમના સહવાસમાં રહેવાનું હવે આકર્ષણ-ખેંચાણ નથી થતું એના કરતાં વિશેષ ખેંચાણ સાધુના સહવાસમાં થાય છે. સાધુનો સહવાસ વધતો જાય છે તેમ તેમ રાગાદિ પરિણામની મંદતા પેદા થતી જાય છે. અસંખ્ય ગુણ કર્મોની નિર્જરા વધતી જાય છે. આ મંદતાના પ્રતાપે ગાંભીર્ય યોગ પ્રાપ્ત થતો જાય છે. એટલે જે ઉતાવળી વૃત્તિ હતીચંચળ વૃત્તિ રહેતી હતી તે નાશ પામતી જાય છે અને મન, વચન, કાયાના યોગના વ્યાપારની સ્થિરતા રૂપ ગાંભીર્ય પણું પ્રાપ્ત થતું જાય છે. એ ગાંભીર્ય પણાથી પ્રકૃતિ અભિમુખતા એટલે પોતાના ગુણોની-પોતાના સ્વભાવની અભિમુખતા ગુણ પેદા થતો જાય છે. જેમ જેમ પોતાના સ્વભાવને અભિમુખ થતો જાય તેમ અંતરમાં આનંદ વધતો જાય છે અને અભિમુખપણાની જાણકારીથી અપુનર્બલકપણાને પામે છે. એ અપુનબંધકપણાથી હવે એનું જે જ્ઞાન છે એ જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ વધતો જાય છે તે આત્મજ્ઞાન સન્મુખ કરવામાં સહાયભૂત થતું હોવાથી એ જ્ઞાન પ્રવર્તક જ્ઞાન કહેવાય છે. જેમ જેમ પ્રવર્તક જ્ઞાનની સ્થિરતા થાય છે તેમ તેમ અંતિમ સાધ્યનું ધ્યેય પ્રાપ્ત થાય છે એટલે મોક્ષનું ધ્યેય નિશ્ચિત થાય છે અને એનાથી સમ્યક્ઝવર્તન યોગની પ્રાપ્તિ થાય છે એટલે હવે જે યોગનો વ્યાપાર જીવનમાં થાય છે તે સમ્યક્ઝવર્તન રૂપે થાય છે એટલેકે મન, વચન, કાયાના યોગનો વ્યાપાર હવે એનાથી Page #67 -------------------------------------------------------------------------- ________________ પ૬ ચોદ ગુણસ્થાન ભાગ-૨ આત્માનું હિત પેદા થાય એવું છે કે આત્માનું અહિત થાય એવું છે એવી વિચારણા કરી પછી અહિત થાય એવો વ્યાપાર હોય અને એ યોગનો ત્યાગ કરવાની શક્તિ હોય તો તેનો ત્યાગ કરે છે અને એ અહિત વ્યાપારનો ત્યાગ થાય એમ ન હોય-કરવું જ પડે એમ હોય તો ન છૂટકે જેમ બને તેમ જલ્દી પૂર્ણ થાય અથવા ઓછું અહિત થાય એની કાળજી રાખીને એ વ્યાપાર જલ્દી પૂર્ણ કરે છે અને જે વ્યાપારથી હિત થાય એમ હોય એવો વ્યાપાર સ્થિરતાપૂર્વક મનની એકાગ્રતા પૂર્વક કેમ બને તે કાળજીરાખી વ્યાપાર શાંતિથી કરતો જાય છે. આટલી એનામાં શક્તિ-પાવર પેદા થતો જાય છે. આવી પ્રવૃત્તિઓ અને વિચારણાઓથી જીવને અભય ગુણની સાથે અદ્વેષ ગુણની પ્રાપ્તિ થતી જાય છે અને એની સ્થિરતાથી જે હિતપ્રવૃત્તિમાં સ્થિરતા પેદા કરાવી મનની એકાગ્રતા અને પ્રસન્નતા પેદા કરાવવામાં સહાયભૂત થાય છે એ ક્રિયાનો વ્યાપાર કરવામાં અખેદપણું પ્રાપ્ત થાય છે. અત્યાર સુધી જીવ સંસારની સાવધ વ્યાપાર વાળી પ્રવૃત્તિ અખેદ રીતે કરતો હતો તે હવે અહિત કરનારી લાગી અને અંતરમાં અહિત કરનારી જ છે એવી શ્રધ્ધા પેદા થઇ એના કારણે એ પ્રવૃત્તિ ખેદપૂર્વક, એટલી કરવી પડે છે માટે કરવાની. ક્યારે એ પ્રવૃત્તિ કરવાની બંધ થાય, એ પ્રવૃત્તિથી ક્યારે છૂટાય એની વિચારણા રાખીને જલ્દી પૂર્ણ થાય એ રીતે ખેદ પૂર્વક કરતો જાય છે. આ રીતે આ અપુનબંધક પરિણામના અધ્યવસાયની સ્થિરતામાં શુધ્ધયથા પ્રવૃત્તકરણના અધ્યવસાયની વિશુધ્ધિમાં જીવને અભય-અદ્વેષ અને અખેદ ગુણોની પ્રાપ્તિ થાય છે એટલે આ ગુણો બીજરૂપે શરૂ થાય છે. આ ગુણોના પ્રતાપે તીવ્રભાવના પાપના પરિણામો વિશેષ રીતે નષ્ટ થાય છે એટલે નાશ પામે છે. ભવની નૈન્મ્યતા એટલે સુખમય સંસારનો રાગ એકાંતે દુઃખરૂપ છે-દુખનું દ્ધ આપનારો છે અને દુઃખની પરંપરા વધારનારો જ છે એવી પ્રતિતી મજબૂત Page #68 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ - ૨ ૫૭ થતી જાય છે. આથી ઉચિત વ્યવહારનું પાલન પોતાની શક્તિ મુજબ વધતું જાય છે. આ રીતે પ્રવૃત્તિ કરતાં સુખમય સંસાર પ્રત્યે અત્યંત ગુસ્સો વધતો જ જાય છે. આટલા વર્ષોથી આ સામગ્રીને ઓળખી શક્યો નહિ. આ સામગ્રી કેટલી ભયંકર છે મને કેટકેટલું દુ:ખ આપી રહ્યું છે. એ હવે ખબર પડે છે. આથી એ સુખની સામગ્રીથી સદા સાવચેત જ હોય છે અને એનાથી ક્યારે છૂટાય એવી વિચારણામાં જ જીવ્યા કરે છે. સુખમય સામગ્રી પ્રત્યે ગુસ્સો વધે છે. એનાથી પોતાના આત્માનો ભાવ મળ નાશ પામતો જાય છે. એ ભાવમળના નાશના કારણે હવે કેવા વિચારો આવે છે તથા કઇ પ્રવૃત્તિ કરતાં કરતાં એ જીવતો હોય છે એ જણાવે છે. એનાથી જ્ઞાનીઓએ મિત્રાદ્રષ્ટિનાં જે ગુણો કહ્યા છે તે બીજરૂપે ખીલી ઉઠે છે. મિત્રાદ્રષ્ટિના ગુણો વાસ્તવિક રીતે જીવને સમકીત પામવાના પહેલાના એટલે છેલ્લા અંતર્મુહૂર્તમાં પેદા થાય છે જે છેલ્લા અંતર્મુહૂર્તને જ્ઞાનીઓએ ચરમયથાપ્રવૃત્તકરણ કહેલું છે તે પેદા થાય એવી કક્ષાના પરિણામમાં જીવ રહેલો છે. (૧) ચૈત્યવંદન : (૨) ગુરૂવંદનાદિ કાર્યોમાં પ્રવૃત્તિ કરવી. અક્લ્યાણ મિત્રનો યોગ તજી દેવો ઃ એટલે જે મિત્ર આપણને પાપમાં જોડતો હોય-પાપમાં જોડવાની પ્રેરણા આપતો હોય-પાપ કરાવવામાં અને પોતાના પાપોની અનુમોદના કરાવવામાં સહાયભૂત થતો હોય તે અકલ્યાણ મિત્ર કહેવાય છે. (3) ક્લ્યાણ મિત્રની સંગતિ કરવી : આત્માનું કલ્યાણ કરાવે-કલ્યાણ કરવામાં પ્રેરણા આપેકલ્યાણના કાર્યોમાં જોડે-આગળ વધારે-વારંવાર હિત શિક્ષા આપી દોષોને ઓળખાવે-ગુણોની પ્રાપ્તિ કરાવવામાં સહાયભૂત થાય તે કલ્યાણમિત્ર કહેવાય. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૮ યોદ ગુણસ્થાનક ભાગ-૨ (૪) ઉચિત સ્થિતિનું ઉલ્લંઘન ન જવું: એટલે વ્યવહાર એવો હોય કે જોનારને એ રીતે આચરણ કરવાનું મન થાય. (૫) લોક માર્ગની અપેક્ષા રાખવી ? - સજ્જન લોકમાર્ગની અપેક્ષા રાખવી કે જેથી સગુણોમાં આગળ વધાય-આગળ વધવાની પ્રેરણા મલે જેના કારણે કલ્યાણના માર્ગે જીવ સ્થિર થાય. (૬) ગુરૂજનોને અંત:ક્રણથી પૂજ્ય માનવાઃ એટલે અહીં ગુરૂજનમાં સંસારમાં રહેલા પોતાનાથી વડીલો તરીકે માતા, પિતા, ભાઇ, બ્લેન આદિ સી આવે છે. એઓ પ્રત્યે અંત:કરણથી પૂજ્ય ભાવ રાખવો તે. (૭) ગુરૂજનોની આજ્ઞાને આધીન રહેવું વડીલ તરીકે રહેલા પૂજ્યોની આજ્ઞા મુજબ જીવન જીવવું તે. (૮) દાનાદિમાં પ્રવૃત્તિ દ્રવી : પોતાની શક્તિ મુજબ દાનાદિ કાર્ય કરવા. (૯) ભગવાનની ઉદાર દિલે પૂજા ક્રવી: અંતઃકરણથી પૂજા કરવી તે. (૧૦) સુ સાધુના દર્શન ક્રવાર શક્ય હોય તો જ્યાં સુસાધુ ભગવંતો હોય ત્યાં દર્શન કરવા જવું. એમના સહવાસમાં રહેવું. (૧૧) વિધિપૂર્વક ધર્મશાસ્ત્રનું શ્રવણ ક્રવું? રોજ ટાઇમ કાઢીને પણ ભગવાનની વાણીનું શ્રવણ કરવું. (૧૨) મોટા યન વડે : એટલે મનની એકાગ્રતાપૂર્વક શુભ ભાવના ભાવવી. (૧૩) વિધિ વિધાનપૂર્વક ધર્મની પ્રવૃત્તિ દ્રવી : Page #70 -------------------------------------------------------------------------- ________________ – – – – – – – – – – – ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ પ૯ ––– એટલે ભગવાનની આજ્ઞા મુજબ ધર્મ થાય એ રીતે ધર્મની પ્રવૃત્તિ કરવી. (૧૪) ધૈર્યનું અવલંબન ક્રવું ધીરતા ગુણને ધારણ કરવો. (૧૫) આયતિનો નળ વિચારવો : એટલે આગળના કાળની વિચારણા કરવી આ વિચારણા ધર્મની બાબતની સમજવી. (૧૬) મરણને રોજ ધ્યાનમાં રાખવું ઃ એટલે મારે મરવાનું છે એ યાદ કરવું તે. (૧૭) પરલોકમાં હિત થાય એ રીતે જીવન જીવવું (૧૮) વિક્ષેપકારી માર્ગનો ત્યાગ કરવો એટલે ધર્મને વિષે વિજ્ઞ થાય ધર્મનાશ થાય એવી પ્રવૃત્તિઓનો ત્યાગ કરવો. (૧૯) પાપની નિંદા કરવી. (૨૦) પુણ્યની એટલે સુકૃતની અનુમોદના કરવી. (૨૧) ઉદારતા રાખવી. (૨૨) ઉત્તમ પુરૂષોનાં ચરિત્રો વાંચવા અને સાંભળવા અને સાંભળીને શક્ય એટલું એ પ્રમાણે વર્તન કરવા પ્રયત્ન કરવો. આ પ્રવૃત્તિઓ સુખના રાગનો સંયમ થતો જાય-સુખના રાગ પ્રત્યેનો ગુસ્સો વધતો જાય એટલે આ પ્રવૃત્તિમાં વિશેષ આનંદ પેદા થતો જાય છે અને આના પ્રતાપે જીવ શુધ્ધ યથાપ્રવૃત્તકરના છેલ્લા અંતમુહૂર્તમાં એટલે ચરમયથાપ્રવૃત્તકરણના પરિણામમાં પ્રવેશ કરે છે એટલે કે જીવ ચરમયથાપ્રવૃત્તકરણને પામે છે. એ અંતર્મુહૂર્તના કાળમાં રહેલા જીવનાં પરિણામો કેવા કેવા પ્રકારના હોય છે. વિશુદ્ધિના કારણે કેટલા પરિણામો વધીને સ્થિરતાને પામે છે એ જણાવે છે. આવા જીવોનો મન, વચન, કાયાનો વ્યાપાર હવે આત્માને ઠગનારો બનતો નથી જ્યારે આવા અધ્યવસાયને જીવ પામેલો Page #71 -------------------------------------------------------------------------- ________________ ૬૦ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ નહોતો ત્યારે મોહરાજા મન-વચન-કાયાથી ધર્મ પ્રવૃત્તિ જીવની પાસે કરાવીને આત્માની વંચના કરતો હતો એટલે ઠગતો હતો તે હવે આત્માની વિશુદ્ધિના પરિણામના કારણે એ મન-વચનકાયાનો વ્યાપાર ઠગનારો બનતો નથી પણ આત્મકલ્યાણમાં આગળ વધવામાં સહાયભૂત થતો જાય છે તે અવંચક યોગ કહેવાય છે. એ અવંચક યોગના કારણે દેવ, ગુરૂ, ધર્મની પ્રવૃત્તિની ક્રિયા પણ અવંચક રૂપે બને છે. તે ક્રિયાવંચક કહેવાય છે અને એ ક્રિયા કરતાં કરતાં જીવને વિશ્વાસ પેદા થાય છે કે જરૂર આ ક્રિયા મને ફ્સ આપ્યા વગર રહેશે જ નહિ. એટલે જ્ઞાનીઓએ જે ક્રિયાઓનું જે ફ્લે કહ્યું છે તે ક્રિયા હું જે રીતે કરું છું એ રીતે એનું ળ જરૂર મલશે જ એવો વિશ્વાસ પેદા થતો જાય છે તે ફ્લાવંચક કહેવાય છે એ યોગાવંચક વગેરે શું છે તે જણાવાય છે. રોણાચક, દિયાવાડ અને લાયક યમ નિયમ સંયમ આપ ક્યિો, પુનિ ત્યાગ બિરાગ અથાગ લિયો ; વનવાસ લિયો મુખ મૌન રિયો, દ્રઢ આસન પદ્મ લગાય દિયો. મન-પન નિરોધ સ્વર્બોધ કિયો, હઠ જોગ પ્રયોગ સુતાર ભયો ; જપભેદ જપે તપ ત્યોંહિ તપે, ઉરસૈહિ ઉદાસી લહી સબપે. સબ શાસ્ત્રનકે નય ધારી હિયે, મતમંડન ખંડન ભેદ લિયે ; વહ સાધન બાર અનંત કિયો, તદપિ કુછ હાથ હજુ ન પર્યો. અબ ક્યોં ન બિચારત હે મનસે, કછુ ઓર રહા ઉન સાધનસું ; બિન સદ્ગુરુ કોય ન ભેદ લહે, મુખ આગલ હૈં કહ બાત કહે. કરુના હમ પાવત હે તુમકી, વહ બાત રહી સુગુરુગમકી ; પલમેં પ્રગટે મુખ આગલર્સ, જબ સદ્ગુરુ ચર્ન સુખેમ બહૈં, તનસેં, મનસેં, ધનસૅ, સબસેં ગુરુદેવકી આન સ્વઆત્મ બસે. તબ કારજ સિદ્ધ બને અપનો, રસ અમૃત પાવહિ પ્રેમધનો.” “આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્યલિંગી રે; Page #72 -------------------------------------------------------------------------- ________________ – – – – – – – – – – – – – ચૌદ પુણસ્થાનક ભાગ-૨ વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદધન મત સંગી રે.” આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય ; બાકી કુલગુરુ કલ્પના, આત્માર્થી નહિં જોય.” દર્શન-સમાગમ બીજું-આવા પુરુષ સગુરુ વિધમાન હોય, પણ તેનો દર્શનજોગ જો ન થાય, સમાગમ-પરિચય ન થાય, તો શું કામ આવે ? આંગણામાં કલ્પવૃક્ષ ઊગ્યું હોય, પણ તેનો લાભ ન લેવાય તો શું કામનું ? અચિંત્ય ચિંતામણિરત્ન હાથ લાગ્યું હોય, પણ તેને સેવી ચિંતિત લાભ ન ઉઠાવાય તો શું કામનું ? કામદુધા. કામધેનુ આવી હોય, પણ તેની આરાધના ન થાય તો શું કામનું ? સાક્ષાત પરમામૃતનો મેઘ વરસતો હોય, પણ તેને ઝીલવામાં ના આવે તો શું કામનું ? માટે સંતના દર્શન-સમાગમની તેટલી જ આવશ્યક્તા છે. “પરિચય પાતક વાતક સાધુ શું રે, અકુશલ અપચય ચેત ; ગ્રંથ અધ્યાતમ શ્રવણ મનન કરી રે, પરિશીલન નય હોત.” સ્વરૂપનું તથા દર્શન ત્રીજું-બાહ્યથી સંતના દર્શન-સમાગમ થાય, પણ અંતરથી સંતનું તથા પ્રકારે સંતસ્વરૂપે દર્શન ન થાય, સસ્વરૂપે ઓળખાણ ન થાય, તો તેનો બાહ્ય સમાગમ-યોગ પણ અયોગરૂપ થાય છે, નિષ્ફળ થાય છે અથવા પુરુષ મળ્યા હોય, પણ તેનું આંતરદર્શન-ઓળખાણ થઇ શકે એવી પોતાનામાં યોગ્યતા ન હોય, તો યોગ ન મળ્યા બરાબર થાય છે. આ ત્રણમાં પણ ત્રીજો મુદ્દો સૌથી વધારે મહત્વનો છે, કારણ કે પુરુષ હોય, તેના બાહ્ય દર્શન-સમાગમ પણ થયા હોય, પણ તેનું તથાસ્વરૂપે “આત્મદર્શન' ન થયું હોય, તો શું Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ચોદ ગુણસ્થાનક ભા|-૨ કામનું ? કારણ કે તથાસ્વરૂપે દર્શન વિના સપુરુષનો યોગ અયોગ થાય છે, અળ જાય છે. એમ તો આ જીવે અનેક વાર તીર્થકર જેવા પરમ પુરુષના દર્શન કર્યા હશે, પણ આ જીવની યોગ્યતાની ખામીને લીધે તે પુરુષનું તથા દર્શન ન થયું, તેથી તે યોગ અળ ગયો; માટે પુરુષના યોગની ખરેખરી રહસ્યચાવી (Master-key) તેનું યથાસ્વરૂપે દર્શન કરવું-ઓળખાણ થવી તે છે. અને એમ થાય ત્યારે જ અવંક્ય યોગ થાય છે. યોગઅવંચક એટલે ? આ અવંચક એટલે શું ? તેની વ્યાખ્યા ઉપર કહી છે તે પ્રમાણે વંચક નહિં તે અવંચક, વંચે નહિ, છેતરે નહિ, ઠગે નહિ તે અવંચક. જે કદી ખાલી ન જાય, ચૂકે નહિં એવો અમોધ, અચૂક, અવિસંવાદી, રામબાણ તે અવંચક. યોગ એવો કે કદી વંચે નહિં, ચૂકે નહિં, ખાલી જાય નહિં, તે ચોગાવંચક. આ યોગાવંચક બાણના લક્ષ્ય તાકવા બરાબર છે. બાણની લક્ષ્ય ક્રિયામાં પ્રથમ પગથિયું લક્ષ્યને-નિશાનને બરાબર તાકવું (Aiming) તે છે. તે લક્ષ્ય બરાબર તાક્યા પછી જ બીજી નિશાન વિંધવાની ક્રિયા બને છે તેમ આ સમસ્ત યોગક્યિારૂપ રાધાવેધમાં પણ પ્રથમ પગથિયું સાધ્યરૂપ લક્ષ્યને-નિશાનને સુનિશ્ચિત કરી બરાબર તાકવું તે છે. આ સાધ્ય લક્ષ્યની સાથે યોગ થવો-જોડાણ થવું, તેનું નામ જ યોગાવંચક છે અને તે પરમ નિશ્ચયરૂપ સાધ્ય લક્ષ્ય તો “સ્વરૂપ' જ છે, એટલે સ્વરૂપ લક્ષ્યને અનુલક્ષીને કરવામાં આવેલો યોગ તે ચોગાવંચક છે. “નિશ્ચય વાણી સાંભળી, સાધન તજવાં નો'ય ; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય.” સાક્ષાત સસ્વરૂપ Page #74 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ૬૩ તો પછી અત્રે સત્પુરુષના તથાદર્શનરૂપ યોગ પર આટલો બધો ભાર મૂકવાનું શું કારણ ? કારણ એટલું જ કે-સત્પુરુષ મૂર્તિમંત પ્રગટ સત્રસ્વરૂપ છે, સાક્ષાત્-પ્રત્યક્ષ મૂર્તિમંત સસ્વરૂપનો યોગ પામેલ પ્રગટ ‘યોગી’ છે, સાક્ષાત્ સહજાત્મસ્વરૂપ પ્રભુ છે. એટલે આવા સાક્ષાત્ યોગી સતપુરુષના જ્વલંત આદર્શ-દર્શનથી ન ભૂંસાય એવી ચમત્કારિક છાપ મુમુક્ષુ આત્મામાં પડે છે; જેથી એકાંત સ્વરૂપલક્ષી સત્પુરુષનું પરમ અદ્ભુત આત્મચારિત્ર દેખી, તેનો આત્મા સહેજે સ્વરૂપ લક્ષ્ય ભણી ઢળે છે. વાચાલ વક્તાઓના લાખો ઉપદેશો જે બોધ નથી કરી શકતા, તે એક સત્પુરુષનો જીવતોજાગતો દાખલો કરી શકે છે. આમ યોગી સત્પુરુષના તથાદર્શનથી જીવનું લક્ષ્ય એક સાધ્વસ્વરૂપ નિશાન પ્રતિ કેંદ્રિત થાય છે, અને પછી તેની બધી પ્રવૃત્તિ તે સ્વરૂપલક્ષી જ હોય છે. તેટલા માટે સ્વરૂપનો સાક્ષાત્ લક્ષ્ય કરાવનાર સત્પુરુષના યોગને યોગાવંચક કહ્યો છે. યોગાવંચથી જીવનપલટો આ સત્પુરુષના યોગથી પ્રાપ્ત થતો યોગાવંચક યોગ જીવનું આખું જીવનચક્ર બદલાવી નાંખે છે. પ્રથમ જે જીવનું સમસ્ત આચરણ સંસારાર્થે થતું હતું તે હવે સ્વરૂપલક્ષી થયા પછી કેવળ આત્માર્થે જ થાય છે. પ્રથમ જે જીવની સમસ્ત ક્રિયા-પ્રવૃત્તિ આત્મબાધક થઇને પ્રવર્તતી હતી, તે હવે આત્મસાધક થઇને પ્રવર્તે છે. પ્રથમ જે સહુ સાધન બંધનરૂપ નીવડતા હતા તે હવે સત્ય સાધનરૂપ થઇ પડે છે. પ્રથમ જે સ્વરૂપલક્ષ વિના ષટ્કારક ચક્ર આત્મવિમુખપણે ઊલટું ચાલતું હતું, તે હવે આત્મસન્મુખપણે સુલટું ચાલે છે. પ્રથમ જે આત્માની બધી ચાલ અવળી ચાલતી હતી તે હવેસવળી ચાલે છે. પ્રથમ જે જીવના સમસ્ત યોગ-ક્રિયાદિ સ્વરૂપ લક્ષને ચૂકી વાંકાચૂકા ચાલતા હોઇ, ‘વંકગામી' હોઇ, વંચક Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬૪ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ - થઇને પ્રવર્તતા હતા, તે હવે સ્વરૂપ લક્ષ્યને સાધી સરલ ચાલી, અવંકગામી’ થઇ, અવંચક થઇને પ્રવર્તે છે, આવો ચમત્કારિક ફેરફાર આ જીવનમાં થઇ જાય છે. સકલ જગજીવનરૂપ આ યોગાવંચક જ્યારે જીવને પ્રાપ્ત થાય છે, ત્યારે જ તેનું ખરેખરૂં જોગી જીવન” શરૂ થાય છે, સદ્ગુરુયોગે અવંચક આમ અનાદિ કાળથી શ્રીમદ્ સદ્ગુરુના યોગ વિના જીવના સર્વ યોગસાધક વંચક નીવડ્યા છે, પણ શ્રી સદ્ગુરુનો યોગ થતાં તે સર્વ યોગ અવંચક થઇ પડે છે. આવો અદ્ભુત મહિમા આ યોગાવંચક યોગનો છે. આ પુરુષના સ્વરૂપદર્શનારૂપ આ યોગાવંચક નામની યોગસંજીવની પ્રાપ્ત થતાં જીવનું આખું યોગચક્ર ચાલુ થઇ જાય છે. જેમ હાથો વતાં આખું ચક્ર ચાલવા માંડે છે. તેથી આ યોગાવંચક રૂપ હાથો વતાં આખું યોગચક્ર ચાલવા માંડે છે, માટે પુરુષના સ્વરૂપની ઓળખાણ થવી એ મોટામાં મોટી વાત છે. તે થયે જીવની યોગ-ગાડી સરેડે ચડી-પાટા પર ચઢી સાચી દિશામાં સડેડાટ પ્રયાણ કરે છે. પુરુષ સગુરુનો તથા દર્શનરૂપ યોગ થયે જ આત્માનું નિજ કાર્ય સિદ્ધ થાય છે, અને પ્રેમધન એવો અમૃત રસ પ્રાપ્ત થાય છે. આ અંગે શ્રીમદ્ રાજચંદ્રજીના ટંકોત્કીર્ણ વચનામૃત છે કે સત્ છે તે ભ્રાંતિ નથી, ભ્રાંતિથી કેવલ વ્યતિરિક્ત (જુદું) છે; કલ્પનાથી પર (આઘે) છે; માટે જેની પ્રાપ્ત કરવાની દ્રઢ મતિ થઇ છે, તેણે પોતે કંઇ જ જાણતો નથી, એવો દ્રઢ નિશ્ચયવાળો પ્રથમ વિચાર કરવો, અને પછી “સત” ની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું; તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય.” જ્ઞાની પુરુષનો તેવો તેવો સંગ જીવને અનંતકાળમાં ઘણીવાર થઇ ગયો છે, તથાપિ આ પુરુષ જ્ઞાની છે, માટે હવે તેનો Page #76 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - ચૌદ ગુણસ્થાનક ભા-૨ - - - - - આશ્રય ગ્રહણ કરવો એ જ કર્તવ્ય છે, એમ જીવને આવ્યું નથી, અને તે જ કારણ જીવને પરિભ્રમણનું છે, એમ અમને તો દ્રઢ રીતે લાગે છે. જ્ઞાની પુરુષનું ઓળખાણ નહિં થવામાં ઘણું કરીને જીવના ત્રણ મોટા દોષ જાણીએ છીએ :- (૧) એક તો હું જાણું છું, હું સમજું છું એવા પ્રકારનું જે માન જીવને રહ્યા કરે છે તે માન. (૨) બીજું, પરિગ્રહાદિકને વિષે જ્ઞાની પુરુષ પર રાગ કરતાં પણ વિશેષ રાગ. (૩) ત્રીજું, લોકભયને લીધે, અપકીર્તિ ભયને લીધે અને અપમાન ભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું, તેના પ્રત્યે વિનયાન્વિત થવું જોઇએ તેવું ન થવું.” આમ સંક્ષેપમાં ચોગાવંચકનું સ્વરૂપ કહ્યું. હવે ક્રિયાવંચકનું સ્વરૂપ લક્ષણ વિચારીએ. સંત આશ્રય પર ખાર ભાર આમ સંતચરણના આશ્રય વિના સમસ્ત સાધન-ક્રિયાદિ પરમાર્થે નિષ્ફળ ગયા છે, વંચક બન્યા છે, ઠગનારા બન્યા છે. ભાવયોગી એવા સાચા સપુરુષનો-ભાવસાધુનો આશ્રય કરવામાં આવે તો જ અવંચક યોગ, અવંચક ક્રિયા ને અવંચક ફ્લ થાય. એટલા માટે જ અત્રે મહાત્મા શાસ્ત્રકારે “સાધુને આશ્રીને-સંતનો આશ્રય કરીને' એ શબ્દો પર ખાસ ભાર મૂક્યો છે. વંચક કેમ થયા? કારણ કે આ અવંચક ત્રિપુટીની પ્રાપ્તિ થયા પૂર્વેના જીવને જે જે યોગ થયા છે, જીવે છે જે ક્રિયા આચરી છે, જીવને જે જે ફ્લા મળ્યા છે, તે બધાય ઉપર બતાવ્યા પ્રમાણે વંચક-છેતરનારા થયા છે; મૂળ આત્મલક્ષ્યથી સૂકાવનારા હોઇ લક્ષ્ય વિનાના બાણ જેવા થયા છે ! કારણ કે જીવને કદાચ સપુરુષ-સ રનો Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૬ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ સમાગમ-યોગ થયો હશે, પણ તેને તે સ્વરૂપે નહિ ઓળખવાથી, તે વંચક થયો છે, ગટ ગયો છે. તેમજ અનંત સાધન ક્રિયા પણ જીવે અનેકવાર કરી હશે, પણ તે તથારૂપ ઓળખાણ વિના અને સાધ્ય રૂપ લક્ષ્યને જાણ્યા વિના; એટલે તે પણ વંચક થઇ છે, ઇષ્ટ કાર્યસાધક થઇ નથી, ઉલટી બાધક થઇ છે ! સાધન હતા તે ઊંધી સમજણને લીધે અથવા મમત્વને લીધે બંધન થઇ પડ્યા છે ! અને આમ ફ્લ પણ વંચક થયું છે. સંતશિરોમણિ શ્રીમદ્ રાજચંદ્રજીએ સાચું જ કહ્યું છે કેસાધન તે બંધન ! “અનંત કાળથી આથડ્યો, વિના ભાન ભગવાન, સેવ્યા નહિ ગુરુ સંતને, મૂક્યું નહિ અભિમાન. સંત ચરણ આશ્રય વિના, સાધન કર્યા અનેક; પાર ન તેથી પામિયો, ઊગ્યો ન અંશ વિવેક. સૌ સાધન બંધન થયા, રહ્યો ન કોઇ ઉપાય; સત સાધન સમજ્યો નહિં, ત્યાં બંધન શું જાય ?” "संपुण्णावि हि किरिया भावेण विणा ज होति किरियति । णियफलविगलत्तणओ गेवज्ज उववायणाएणं ।।" અર્થાત- સંપૂર્ણ ક્રિયા પણ ભાવ વિના ક્રિક્યા જ નથી હોતી, કારણ કે તેના નિજ ફ્લનું વિક્લપણું છે. અત્રે રૈવેયક ઉપપાતનું દ્રષ્ટાંત છે : આ જીવ અનંતી વાર રૈવેયકમાં ઉપજ્યો છે, અને સંપૂર્ણ સાધુ ક્રિયાથી જ ત્યાં ઉપજવાનું થાય છે. આમ અનંત વાર સંપૂર્ણ સાધુક્રિયાના પાલન છતાં આ જીવ રખડ્યો, તેજ એમા સૂચવે છે કે તે તે ક્રિયા વંચક હતી, ભાવવિહોણી પરમાર્થશૂન્ય હતી. આવા વંચક યોગ, ક્યિા ને લ દૂર થઇ, અત્રે આ પ્રથમ મિત્રા દ્રષ્ટિમાં વર્તતા મુમુક્ષુ યોગીનો અવંચક યોગ-ક્રિયા-ક્લની પ્રાપ્તિ (દ્રવ્યથી) થાય છે -અને તે પણ સંતચરણના શરણરૂપ, Page #78 -------------------------------------------------------------------------- ________________ – – – – – – – – – – – – – – – – – – – ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ૬૭ – – આશ્રયને લઇને, એ મુદો ખાસ લક્ષમાં રાખવા યોગ્ય છે. આ અવંચકવચ પણ જેના નિમિત્તે હોય છે, તેનો ઉપભ્યાસ કરતાં આચાર્યવર્ય શ્રી હરિભદ્રસૂરિજી કહે છે કે “તસપ્રામાણિનિમિત્ત સમયે રિશતમ્ | अस्य हेतुश्च परमस्तया भावमलाल्पता ||" અર્થાત – આ અવંચકત્રિપુટી સતપ્રણામાદિના નિમિત્તે હોય છે, એક સમયમાં એટલે સિદ્ધાંતમાં સ્થિત છે; અને આ સતકામાદિનો પણ પરમ હેતુ તથા પ્રકારે ભાવમલની અલ્પતા છે. ઉપરમાં જે ત્રણ અવંચક કહ્યા, તેની પ્રાપ્તિ પણ કેવી રીતે થાય ? કયા નિમિત્ત કારણથી થાય ? તે અહીં બતાવ્યું છે. સતપુરુષ, સાચા સાધુગુણસંપન્ન સાધુપુરુષ પ્રત્યે વંદન, નમન, વૈયાવચ્ચ, સેવા-શુભૂષા વગેરે નિમિત્તથી તે અવંચકની પ્રાપ્તિ હોય. છે. પ્રથમ તો સદ્ગુરુ સપુરુષનો-સાચા સંતનો જગ થતાં, તેના પ્રત્યે વંદનાદિ કરવામાં આવે. એમ કરતાં કરતાં પરિચયથી તે સત્પુરુષના સ્વરૂપની ઓળખાણ થાય, એટલે યોગાવંચક નીપજે. પછી તેની તથારૂપ ઓળખાણ થયે, જે તેના પ્રત્યે વંદન, નમસ્કાર, વૈયાવચ્ચ વગેરે ક્રિયા કરાય, તે ક્રિયાવંચકરૂપ હોય. અને સત્પુરુષ, સાચા ભાવસાધુ પ્રત્યેની તેવી વંદનાદિ ક્રિયાનું ફળ પણ અમોધ-અચૂક હોય, એટલે ફ્લાવંચક હોય. આમ આ બધાનું મૂળ સાચા ભાવાચાર્યરૂપ સદ્ગુરુ સપુરુષની નિર્મળ ભક્તિ છે. યોગીરાજ શ્રી આનંદધનજીએ ભાખ્યું છે કેનિર્મળ સાધુ ભગતિ લહી, સખી. યોગ અવંચક હોય સખી. કિરિયાવંચક તિમ સહીં, સખી. ફ્લ અવંચક જોય. સખી.” આવા પ્રકારે જ ઉપર કહેલા અવંચકત્રયની પ્રાપ્તિ હોય Page #79 -------------------------------------------------------------------------- ________________ — — — — — — — — ૬૮ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ છે, એમ આપ્તપુરુષપ્રણીત સિદ્ધાંતમાં-આગમમાં દ્રઢપણે સ્થાપવામાં આવ્યું છે, એવો સિદ્ધાંત નિશ્ચિતપણે પ્રતિષ્ઠિત છે, એવી શાસ્ત્રમર્યાદા છે. એ સિદ્ધાંત નિશ્ચયરૂપ હોઇ, કોઇ કાળે નહિ. સાક્ષાત્ સપુરુષ સદ્ગુરુના યોગે જ જીવનો કલ્યાણમાર્ગમોક્ષમાર્ગમાં પ્રવેશ થાય, એમ ત્રણે કાળમાં સ્થિતિ છે, એમ ત્રણે કાળમાં પરમાર્થ પામવાનો માર્ગ એક જ છે. કારણ કે “વિના નયનની વાત' એટલે કે ચર્મચક્ષને અગમ્ય ને જ્ઞાનરૂપ દિવ્ય ચક્ષુને ગમ્ય એવી જે વાત છે તે વિના નયન’ -સદ્ગુરુની દોરવણી વિના પ્રાપ્ત થાય નહિ; અને જો સદગુરુના ચરણ સેવે, તો સાક્ષાત પ્રાપ્ત થાય. જો તરસ છીપાવવાની ઇચ્છા હોય, તો તે છીપાવવાની રીત પણ ગુરુગમ વિના કદિ પ્રાપ્ત થાય નહિ, એમ અનાદિ સ્થિતિ છે. અને તેવા પ્રકારે પરમ જ્ઞાની પુરુષોએ ભાખ્યું છે - “બિના નયન પાવે નહિં, બિના નયન કી બાત; સેવે સદ્ગુરુ કે ચરન, સો પાવે સાક્ષાત. બુઝ ચહત જો પ્યાસ કી, હૈ બુઝન કી રીત; પાવે નહિ ગુરુગમ વિના, એહી અનાદિ સ્થિત.” પ્રવચન અંજન જો સગુરુ કરે, દેખે પરમ નિધાન, હૃદયનયન નિહાળે જગધણી, મહિમા મેરુ સમાન.” અને એવા ઉત્તમ સાચા સાધુપુરુષની, ભાવયોગીરૂપ સાચા સદ્ગુરુની સંગતિનો લાભ પણ ક્યારે મળે ? તેવો ઉત્તમ જોગ ક્યારે બને ? તેનું કારણ પણ અહીં કહ્યું કે-જ્યારે તેવા પ્રકારની ભાવમલની અલ્પતા થાય ત્યારે તેવો “જોગ” જીવને બાઝે. જ્યારે માંહીનો-અંદરનો મેલ (આત્મમલિનતા) ધોવાઇ જઇને ઓછો થાય, ત્યારે તેનું ઉત્તમ નિમિત્ત મળી આવે. આવા “પુણ્યપંડૂર' જ્યારે પ્રકટે ત્યારે સત્પુરુષનો સમાગમયોગ થાય. “એહવો સાહિબ સેવે તેહ હજૂર, જેહના પ્રગટે રે કીધાં પૂછ્યપંડૂર” સમાન પુરુષની લાભ પણ Page #80 -------------------------------------------------------------------------- ________________ ૬૯ ચૌદ ગુણસ્થાનક માયા “ચાહે ચકોર તે ચંદને, મધુકર માલતી ભોગી રે; તિમ ભવિ સહજ ગુણે હોવે, ઉત્તમ નિમિત્ત સંયોગી રે.” રત્નનો માલ જેમ જેમ દૂર થાય, તેમ તેમ તેની ક્રાંતિચળકાટ ઝળહળી ઊઠે છે; તેમ આત્માનો ભાવમલ-અંદરનો મેલ જેમ જેમ ધોવાતો જાય છે, તેમ તેમ તેની ધર્મપ્રાપ્તિની યોગ્યતારૂપ કાંતિ ખીલતી જાય છે, આત્મપ્રકાશ ઝળકતો જાય છે. આ અંગે પ્રશમરસનિમગ્ન શ્રીમદ્ રાજચંદ્રજીનું નિર્મલ વચનામૃત છે કે કલ્યાણને વિષે પ્રતિબંધરૂપ જે જે કારણો છે, તે જીવે વારંવાર વિચારવા ઘટે છે. તે તે કારણોને વિચારી મટાડવાં ઘટે છે, અને એ માર્ગને અનુસર્યા વિના કલ્યાણની પ્રાપ્તિ ઘટતી નથી. મળ, વિક્ષેપ અને અજ્ઞાન એ અનાદિ જીવના ત્રણ દોષ છે. જ્ઞાની પુરુષોનાં વચનની પ્રાપ્તિ થયે તેનો યથાયોગ્ય વિચાર થવાથી. અજ્ઞાનની નિવૃત્તિ હોય છે. સરળપણું, ક્ષમા, પોતાના દોષનું જોવું, અભારંભ, અલ્પ પરિગ્રહ એ આદિ મળ મટવાનાં સાધન છે. જ્ઞાની પુરુષની અત્યંત ભક્તિ એ વિક્ષેપ મટવાનું સાધન છે.” આમ માંહેનો મળ ધોવાતાં, જેમ જેમ આત્મા નિર્મલ બને, તેમ તેમ તેનામાં સન્માર્ગ પામવાની પાત્રતા આવતી જાય છે, અને તે પાત્રતાપ લોહચુંબકથી આકર્ષાઇને પુરુષનો જોગ તેને બને છે. યોગાવંચક આમ અવંચકત્રયીનું સામાન્ય સ્વરૂપ અને તેના નિમિત્ત કારણનો ઉલ્લેખ કરી, તે પ્રત્યેક અવંચકની સ્પષ્ટ વ્યાખ્યાનો વિચાર કરીએ. આ અવંચિકનું સ્વરૂપ લક્ષણ પ્રદર્શિત કરતાં શ્રી હરિભદ્રાચાર્યજી કહે છે કે - "सद्भिः कल्याणसंपन्नैर्दर्शनादपि पावनैः । तथादर्शनतो योग आद्यावच्चक उच्चते ।।" Page #81 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ભાગ-૨ ' અર્થાત - દર્શનથી પણ પાવન એવા કલ્યાણ સંપન્ન પુરુષો સાથે તથાપ્રકારે દર્શન થકી જે યોગ થવો, તે આધ અવંચકચોગાવંચક કહેવાય છે. આ વ્યાખ્યાનની મીમાંસા કરીએ - તથા દર્શન સંતો સાથે તથાદર્શનથકી જે યોગ થવો-સંબંધ થવો, તેનું નામ યોગાવંચક છે, સપુરુષનો તથારૂપે ઓળખાણપૂર્વક યોગ થવો તે યોગાવંચક છે. સતપુરુષનું જે પ્રકારે “સ્વરૂપ' છે, તે પ્રકારે તેના સ્વરૂપદર્શન થકી-સ્વરૂપની ઓળખાણ થકી, સપુરુષ સાથે જે યોગ થવો-આત્મસંબંધ થવો, તેનું નામ યોગાવંચક છે. સપુરુષ સાથે બાહ્ય સમાગમમાં આવવા માત્રથીઉપલક ઓળખાણ માત્રથી આ યોગ થતો નથી, પણ તેનું પુરુષ સ્વરૂપે દર્શન-ઓળખાણ થવાથકી જ આ યોગ સાંપડે છે. એટલે સપુરુષના જોગમાં તથા સ્વરૂપે દર્શન ઓળખાણ એ જ મોટામાં મોટી અગત્યની વસ્તુ છે. આ આત્યંતર સ્વરૂપદર્શન થાય, તો જ સપુરુષનો ખરેખરો યોગ થાય છે અને આવો યોગ થાય તે જ અવંચક યોગ છે. લ્યાણસંપન્ન પુરુષ આ સપુરુષ કેવા હોય છે ? તો કે કલ્યાણસંપન્ન અર્થાત વિશિષ્ટ પુણ્યવંત હોય છે. પરમ યોગચિંતામણિ-રત્નની સાક્ષાત પ્રાપ્તિને લીધે તે પરમ પુણ્યશાળી છે, કલ્યાણને પામેલા છે. આવા સપુરુષ દર્શનથી પણ પાવન હોય, અવલોકનથી પણ પવિત્ર હોય છે. એમના દર્શન કરતાં પણ આત્મા પાવન થઈ જાય છે, એવા તે પરમ પવિત્રાત્મા હોય છે. એઓશ્રીના પવિત્ર આત્મચારિત્રનો જ કોઇ એવો અદ્ભુત મૂક પ્રભાવ પડે છે કે-બીજા જીવોને દેખતાં Page #82 -------------------------------------------------------------------------- ________________ ચોદ મણસ્થાનક ભાગ-૨ વેંત જ તેની અજબ જાદૂઇ અસર થાય છે. આવા કલ્યાણ સંપન્ન દર્શનથી પણ પાવન, નિર્દોષ, નિર્વિકાર, વીતરાગ એવા જ્ઞાની સપુરુષ, એમની સહજ દર્શન માત્રથી પણ પાવનકારિણી જાદુઈ અસરથી સાચા મુમુક્ષુ યોગીઓને શીધ્ર ઓળખાઇ જાય છે; કારણ કે મૌન મુનિનું દર્શન પણ હજારો વાગાડંબરી વાચસ્પતિઓના લાખો વ્યાખ્યાનો કરતાં અનંતગણો સચોટ બોધ આપે છે. સ્વદેહમાં પણ નિર્મમ એવા આ અવધૂત વીતરાગ મુનિનું સહજ ગુણસ્વરૂપ જ એવું અદ્ભુત હોય છે. જેમકે “કીચસો કનક જાકે, નીચસો નરેશપદ, મીચસી મિત્તાઇ, ગરવાઇ જાકે ગારસી; જહરસી જોગ જાનિ, કહરસી કરામતિ, હહરસી હીંસ, પુદગલ છબી છારસી; જાલસો જગવિલાસ, ભાલસો ભુવનવાસ, કાલસો કુટુંબકાજ, લોકલાજ લારસી; સીઠસો સુન્સ જાનૈ, વીઠસો વખત માર્ગ, ઐસી જાકી રીતિ તાહી, બંદત બનારસી.” અર્થાત - “જે કંચનને કાદવ સરખું જાણે છે, રાજગાદીને નીચ પદ સરખી જાણે છે, કોઇથી સ્નેહ કરવો તેને મરણ સમાન જાણે છે, મોટાઇને લીપવાની ગાર જેવી જાણે છે, કીમિયા વગેરે જોગને ઝેર સમાન જાણે છે, સિદ્ધિ વગેરે ઐશ્વર્યને આશાતા સમાન જાણે છે. જગતમાં પૂજ્ય થવા આદિની હોંસને અનર્થ સમાન જાણે છે, પુદ્ગલની છબી એવી ઔદારિકાદિ કાયાને રાખ જેવી જાણે છે, જગતના ભોગવિલાસને મુંઝાવારૂપ જાળ સમાન જાણે છે, ઘરવાસને ભાલા સમાન જાણે છે, કુટુંબના કાર્યને કાળ એટલે મૃત્યુ સમાન જાણે છે, લોકમાં લાજ વધારવાની ઇચ્છાને મુખની લાળ સમાન જાણે છે, કીર્તિની ઇચ્છાને નાકના મેલ જેવી જાણે છે, અને પુણ્યના ઉદયને જ વિષ્ટા સમાન જાણે છે, એવી જેની રીતિ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ હોય તેને બનારસીદાસ વંદના કરે છે.” સંતસ્વરૂપની ઓળખાણ : આવા પરમ નિર્દોષ, પરમ નિર્વિકાર, પરમ વીતરાગ જ્ઞાની સપુરુષ તે-સાધુજનને યથાર્થ ગુણસ્વરૂપે ઓળખવા, તેમનું જે સહજશુદ્ધ આત્મસ્વરૂપ છે, તે સ્વરૂપે તેમનું દર્શન કરવું તે ‘તથાદર્શન' છે. આ તથા દર્શનથી પુરુષનો યોગ થાય છે, અને તે યોગનું નામ યોગાવંચક છે. આમ આ યોગાવંચકની પ્રાપ્તિમાં ત્રણ મુખ્ય વસ્તુ આવશ્યક છે ઃ (૧) જેનો યોગ થવાનો છે, તે પુરુષ, સાચા સંત, સદ્ગુરુ હોવા જોઇએ (૨) તેના દર્શન સમાગમ થવા જોઇએ (૩) તેનું તથાસ્વરૂપે દર્શન-ઓળખાણ થવું જોઇએ. સપુરુષ : આમાંથી એકની પણ ન્યૂનતા-ખામી હોય તો યોગાવંચક થતો નથી, કારણ કે જેની સાથે યોગ થવાનો છે તે પોતે સત, સાચા સત્પષ, પ્રત્યક્ષ સ્વરૂપને પ્રાપ્ત થયેલા સદ્ગુરુ હોવા જોઇએ; શાસ્ત્રોક્ત સકલ સાધુ-ગુણથી શોભતા એવા સાધુચરિત સાચા ભાવસાધુ હોવા જોઇએ; શુદ્ધ સોના જેવા શુદ્ધ, પરમ અમૃત જેવા મીઠા, શુદ્ધ સ્ફટિક જેવા નિર્મલ, પરમ પવિત્ર પુરુષ હોવા જોઇએ; સર્વ પરભાવના ત્યાગી આત્મારામી એવા સાચા “સંન્યાસી’ હોવા જોઇએ; બાહ્યાવ્યંતર ગ્રંથથી-પરિગ્રહથી રહિત એવા સાચા નિગ્રંથ-ભાવશ્રમણ હોવા જોઇએ; પરભાવ પ્રત્યે મૌન એવા આત્મજ્ઞાની વીતરાગ જ્ઞાની મુનિ હોવા જોઇએ; સહજ આત્મસ્વરૂપ પદનો સાક્ષાત યોગ થયો છે એવા યથાર્થ ભાવયોગી હોવા જોઇએ; સ્વરૂપવિશ્રાંત એવા શાંતમૂર્તિ “સંત” હોવા જોઇએ; ટૂંકમાં તેમના સ” નામ પ્રમાણે “સ” -સાચા હોવા જોઇએ, આત્માના પ્રત્યક્ષ Page #84 -------------------------------------------------------------------------- ________________ ચૌદ સ્થાનિક ભાગ-૨ ---------- પ્રગટ સત્ સ્વરૂપથી યુક્ત એવા “સત્' હોવા જોઇએ. ભાવસાધુ-ભાવયેંગી : પણ આવા “સત્' સ્વરૂપ યુક્ત સાચા સંત-સપુરુષ ન મળ્યા હોય, અને અસત્-અસંત-અસાધુ કે કુસાધુને સમ માની લીધા હોય તો આ યોગ બનતો નથી, યોગ અયોગરૂપ થાય છે; માટે જેની સાથે યોગ થવાનો છે, તે સત-સપુરુષ-સાચા ભાવસાધુ હોવા જોઇએ. બાકી જગતમાં કહેવાતા સાધુઓનો, બાહ્યવેષધારી સાધુ-સંન્યાસી-બાવાઓનો, જટાજૂટ વધારનારા નામધારી જોગીઓનો, અનેક પ્રકારના વેષવિડંબક દ્રવ્યલિંગીઓનો કાંઇ તોટો નથી. પણ તેવા સાધુ ગુણવિહીન ખોટા રૂપીઆ જેવા દ્રવ્યલિંગીઓથી કાંઇ “શુકરવાર વળતો નથી,' આત્માનું કાંઇ કલ્યાણ થતું નથી. આ જીવોને ચમ એટલે પાંચ મહાવ્રતની પ્રવૃત્તિ ગમે છે. અત્યાર સુધી પાંચ અવ્રતો ગમતા હતા તેની પ્રવૃત્તિ ગમતી હતી તે હવે એના બદલે અવ્રત પ્રત્યે નત ભાવ પેદા થાય છે અને આ અવ્રતની પ્રવૃત્તિ ક્યારે છૂટે અને વ્રતવાળું જીવન જીવતો થાઉં એવી ભાવના ચાલુ થાય છે. એ પાંચ મહાવ્રતનું જીવન પાળનારા સાધુ ભગવંતોને જોઇને અંતરમાં આનંદ થાય છે અને એ આનંદ થતાંની સાથે પોતાનું અવ્રતવાળું જીવન ધિક્કારને પાત્ર લાગે છે. ધન્ય છે આ જીવોને કે ભગવાનની આજ્ઞા મુજબનું યમનું જીવન સુદંર રીતે પાળે છે. હું કરી શકતો નથી. ક્યારે હું એવું જીવન જીવતો થાઉં એ ભાવ રહ્યા જ કરે છે તે સમ ગમે છે એમ કહેવાય છે. પાંચ યમ ગમતા હોવાથી હવે પોતાનું જીવન જીવવામાં રસ ઓછો થતો જાય છે. આ રીતે યમના ગમાની સ્થિરતા વધતી જાય તેમ આત્માની અને મનની નિર્મળતા વધતી જાય છે. એ મનની નિર્મળતાના કારણે કષાયોની મંદતા થતી જાય છે. કારણકે Page #85 -------------------------------------------------------------------------- ________________ — — — ७४ ચૌદ ગુણસ્થાન ભાગ-૨ – – – – – – – – – – – – – –– જેમ જેમ કષાયોની મંદતા થતી જાય તેમ તેમ નિર્મળતા અને વિશુધ્ધિ આત્માની પેદા થતી જાય છે. કષાયની મંદતાના કારણે લોભની પણ સાથે સાથે મંદતા થતી જાય છે. એ લોભની મંદતાના પ્રતાપે સંતોષ વૃત્તિ પેદા થતી જાય છે. જેમ જેમ આત્મામાં સંતોષ વૃત્તિ પેદા થતી જાય-એની સ્થિરતા આવતી જાય તેમ તેમ ઇચ્છાઓનો સંયમ એટલે આહાર સંજ્ઞા-ભય સંજ્ઞા-મૈથુન સંજ્ઞાપરિગ્રહ સંજ્ઞાનો સંયમ થતો જાય છે એટલે સંતોષના કારણે ઇચ્છાઓનો પણ સંચમ થાય છે તેના કારણે જે મલે-જે હોય તેમાં ચલાવતા આવડે. તેમાં જે કાંઇ સહન કરવું પડે તે સહન કરવાની ટેવ પડતી જાય છે તે તપ કહેવાય છે. આથી એ ઇચ્છાઓનાં રૂંધનથી એટલે સંયમથી બાહ્ય તથા અત્યંતર તપમાં પ્રવૃત્તિ થાય છે એટલે પોતાની શક્તિ મુજબ તપમાં પ્રવૃત્ત થતો જાય છે અને ઇચ્છાઓનો સંયમ પેદા કરતો જાય છે. આ તપની પ્રવૃત્તિથી સ્વાધ્યાયનું લક્ષ પેદા થતું જાય છે કારણ કે ખાવા પીવા આદિનો ટાઇમ બચી જવાથી એ ટાઈમે સ્વાધ્યાય કરવાની એટલે જેના શાસ્ત્રોનું જ્ઞાન મેળવવાની ઇચ્છા વધે છે જેનાથી પોતાના આત્માના કલ્યાણ માર્ગે આગળ વધવાનું થયું એ કલ્યાણ માર્ગમાં સ્થિરતા આવી એના પ્રતાપે એ જ્ઞાનનો અભ્યાસ કરે તો કલ્યાણના માર્ગમાં સ્થિરતા વધતી જાય માટે જેટલો બને એટલો ટાઇમ કાઢીને સ્વાધ્યાય કરતો જાય છે. જેમ જેમ જીવનમાં સ્વાધ્યાય વધતો. જાય-સ્વાધ્યાયમાં રસ પડતો જાય તેમ તેમ ઇશ્વરનું ધ્યાનપરમાત્માનું ધ્યાન કરવાનું એટલે કે એ પરમાત્માના નામોનું ધ્યાન-એ પરમાત્માના ગુણોનું ધ્યાન કરવાની રૂચિ પેદા થતી જાય છે. આથી એ ગુણોનું ધ્યાન કરવામાં એકાગ્રચિત્ત થતું જાય છે એ ગુણો કેવી રીતે પેદા કર્યા એ પેદા કરવામાં કેટલો પુરૂષાર્થ કર્યો તેમાં કેટલું સહન કરવું પડ્યું ઇત્યાદિ વિચારણાઓની એકાગ્રતા કરતો જાય તે ઇશ્વર ધ્યાન કહેવાય છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ૭૫ આ ગુણોનાં પ્રતાપે એનો સ્વભાવ કેવો થાય છે. પરિણામની શુદ્ધિ કેવી થાય છે અને જીવન પણ કેવું બને છે કેવી રીતે જીવન જીવે છે એ બતાવે છે. આવા જીવોને ધર્મક્રિયા કરવામાં ઉગ ન થાય પણ આનંદ પેદા થતો જાય. ગુણપ્રાપ્ત કરવાની જિજ્ઞાસા યોગ સંબંધી કથા-વાર્તા સાંભળવામાં પ્રેમ હોય. અનુચિત કાર્ય કરવાપણામાં તિરસ્કાર હોય. નમ્રતા વધતી જાય એટલે અભિમાનીપણાનો નાશ થાય એટલે સમજાવવાથી સુવર્ણની જેમ વાળ્યો વળે એવો થાય છે એટલે હઠ પકડી ન રાખે. પોતાના કરતાં અધિક ગુણી જીવો દેખાય એનો વિનય કરવામાં તત્પર હોય. પોતામાં જે કાંઇ ગુણ હોય તેને અલ્પરૂપે માનતો હોય હું કાંઇ નથી હજી તો મારે કેટલાય ગુણો પેદા કરવાના છે. આટલા ગુણોમાં જો આનંદ માનતો થઇ જાઉં તો આગળ વધી શકાશે નહિ માટે મારામાં તો કાંઇ નથી એવી વિચારણા કરીને જીવતો હોય છે. સંસારના દુઃખો જોઇને ત્રાસ પામવા પણું હોય એટલે ગભરાટ વિશેષ રીતે પેદા થતો જાય. સંસારને દુઃખની ખાણ સમાન માનતો હોય એટલે સંસારની સાવધ પ્રવૃત્તિ દુઃખરૂપે જ માનતો હોય છે. શાસ્ત્રો ઘણાં છે અને બુદ્ધિ ઓછી છે તેથી શિષ્ટ પુરૂષો જે કહી ગયા છે એ મારે પ્રમાણભૂત છે એમાં કાંઇ શંકા રાખવા જેવું નથી એજ સાચું છે. જિનેશ્વર પરમાત્માઓએ જે કહ્યું એજ સાચું છે એવી માન્યતાનું બીજ ચાલુ થાય છે એટલે કદાચ શાસ્ત્રો સાંભળતા કે શાસ્ત્રો વાંચતા મને સમજણ ન પડે મારી બુદ્ધિમાં એ વાત ન બેસે તો તેમાં શંકા પેદા થવા દે નહિ પણ વિચારે કે મારી બુદ્ધિ કેટલી? એ કદાચ ન પણ સમજાય-ના બેસે એટલા માત્રથી બરાબર નથી એમ ન વિચારાય-ન બોલાયએ કહ્યું છે એ સાચું જ છે એવા ભાવ અંતરમાં ચાલતા હોય. કોઇપણ જાતના ખોટાપણા રૂપે બક્ષણ કરવાપણું ન હોય. આવા અનેક પ્રકારના ગુણો સ્વાભાવિક રીતે પેદા થાય છે. આ Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ચૌદ ગુણસ્થાન ભાગ-૨ ગુણોના પ્રતાપે તત્વોને સાંભળવાની તીવ્ર ઇચ્છા થયા કરે છે અને જ્યાં જ્યાં જે જે તત્વોની વાતો સાંભળવા મળતી હોય ત્યાં સંસારની પ્રવૃત્તિને ગૌણ કરીને દોડતો જાય છે. હિતકારી ક્રિયા સાધવામાં નિરંતર અધિક પ્રવૃત્તિ વાળો હોય છે એટલે હવે જીવનમાં બને ત્યાં સુધી હિતકારી પ્રવૃત્તિ વિશેષ કેમ થાય તેમાં ટાઇમ અધિક કેમ જાય એનું લક્ષ્ય રાખીને પ્રવૃત્તિ કરતો હોય છે. અને જે જે અહિતકારી પ્રવૃત્તિઓ હોય તે શક્તિ હોય તો છોડતો જાય છે અને છૂટે એવી ન હોય તો એ અહિતકારી પ્રવૃત્તિઓમાં સમય ઓછો કરતો જાય છે. ઇન્દ્રિયો શાંત થતી જાય છે. ધર્મક્રિયા કરતી વખતે અપૂર્વ સમભાવ વધતો જાય છે અને નમ્રતા આદિ ગુણો વધતા જાય છે. ગુણાનુરાગ પ્રગટે છે. આથી ગુણવંતોને જોઇને એમના પ્રત્યે આદર ભાવ પેદા થતો જાય છે. હૃદયમાં સભાવનાનાં વિચારો પ્રગટ થતાં જાય છે અને સ્થિર થતાં જાય છે. આ સ્થિતિમાં રહેલા જીવને જ્ઞાનાવરણીય કર્મનો વિશિષ્ટ ક્ષયોપશમ ભાવ પેદા ન થવાથી વિશેષ બુધ્ધિ પેદા થતી નથી. એટલે કે શાસ્ત્રના પદાર્થોના રહસ્યને સમજી શકતા નથીમાટે જ આ જીવો ભગવાનના વચનોને પ્રમાણભૂત માનીને જીવે છે. શુશ્રુષા ગુણની પ્રાપ્તિ થાય છે. આસન યોગ અંગની પ્રાપ્તિ થાય છે. એટલે આસનની ચંચલતા દૂર થાય છે. સ્થિરતાપૂર્વકની આસનની પ્રવૃત્તિ થાય છે. ઇચ્છાઓ પજવતી નથી. ચમત્કારોને જોઇને લલચાતો નથી. અંતરાયો નાશ પામે છે. અનાચારની પ્રવૃત્તિનો ત્યાગી થાય છે તથા પીગલિક એટલે અનુકૂળ પદાર્થોના સુખની આસક્તિ ઘટતી જાય છે. આ સ્થિતિમાં ચરમ યથાપ્રવૃત્તકરણમાં પહોંચેલો જીવ ગ્રંથભેદ માટે કયા પરિણામોને પામે છે એ જણાવાય છે. ધર્મ સાધવામાં જ નિરંતર ઉધમ કરવાના મનવાળો હોય. પદાર્થનો સૂક્ષ્મ બોધ પેદા થયેલો નથી છતાં પણ તત્વ સાંભળવાની અને સાંભળીને સમજવાની Page #88 -------------------------------------------------------------------------- ________________ –––––– ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ઉત્કંઠા ખુબ જ થયા કરે અને જ્યાં એ તત્વો સાંભળવા કે સમજવા મૂલે ત્યાંથી ઉઠવાનું મન ન થાય. એમાં જેટલો ટાઇમ પસાર થાય તે સમય લેખે લાગે છે એવી દ્રઢ માન્યતા હોય છે. આથી શ્રી જિનેશ્વર પરમાત્માએ કહેલો ધર્મ પોતાના પ્રાણથી પણ અધિક લાગે છે અને માને છે અને તે મુજબ આચરણ કરવા પ્રયત્ન કરતો જાય છે એના પ્રતાપે એવો દ્રઢ વિશ્વાસ થાય છે કે ધર્મમાં સંકટ આવી પડે અને પ્રાણ આપવા પડે તો પ્રાણ આપવાની તૈયારીવાળો થઇ જાય છે. સંસારના કોઇપણ પદાર્થ માટે પ્રાણ આપવાનો વખત આવે તો તે પદાર્થોને જતા કરશે પણ પ્રાણ આપશે નહિ. જ્યારે અંતરમાં રહેલા ધર્મના પ્રતાપે ધર્મ માટે પ્રાણની તૈયારી બતાવશે પણ ધર્મનો ત્યાગ કરશે નહિ. આ દ્રઢ વિશ્વાસના પ્રતાપે સંસારની જેટલી સાવધ પ્રવૃત્તિ (પાપ વ્યાપારની પ્રવૃત્તિઓ) એ તપાવેલા લોઢા ઉપર ચાલવા જેવી ભાસે છે કે જેમ કોઇ સ્થાનેથી પોતાના ઘરના કે ઓફીસના સ્થાનમાં જવું હોય અને રસ્તામાં તપાવેલું લાલચોળ લોઢું પાથરેલું હોય તેના ઉપર થઇને ચાલીને જવું પડે એવું હોય બીજો કોઇ જવાનો રસ્તો જ ન હોય તો એ કેવી રીતે જાય ? એની કાળજી કેટલી રાખે ? પોતાની શક્તિ મુજબ જેટલી લાંબી ક્લાંગ ભરાય એવી હોય અને ઓછા પગલા. મુકવા પડે એવી રીતની પુરી કાળજી રાખીને જાયને ? અને એ પણ પગે જરાય દઝાય નહિ એની પણ સતત કાળજી કેટલી હોય ? એમ અહીં ધર્મજ અંતરમાં પ્રધાનપણે સ્થિર થયેલો હોય છે એના સિવાય તારનાર જગતમાં કોઇ જ નથી એવો પુરો વિશ્વાસ થયેલો હોય છે. તથા ધર્મ માટે પ્રાણ આપવા સુધીની અંતરથી તૈયારી હોય એવા જીવોને સંસારના વ્યાપારની સાવધ પ્રવૃત્તિ કરવી જ પડે એમ હોય તો તપાવેલા લોઢા ઉપર ચાલવા જેવી માનીને એ પ્રવૃત્તિ કરતો હોય છે. એનો અર્થ એ થાય છે કે એના અંતરમાં એ સુખની પ્રવૃત્તિ પ્રત્યે અત્યંત ગુસ્સો પેદા થયેલો હોય Page #89 -------------------------------------------------------------------------- ________________ ७८ ચૌદ ગુણસ્થાન ભાગ-૨ ---- ---------- છે કે જે અનંતાનુબંધિ અનંતાનુબંધિ ક્રોધ રૂપ હોવા છતાં પ્રશસ્ત રૂપે કહેવાય છે એના કારણે એ પ્રવૃત્તિથી બંધાતી અશુભ પ્રકૃતિઓનો રસ અભ બંધાય છે અને બંધાતી શુભ પ્રકૃતિઓનો રસ તીવ્ર બંધાય છે અને તે પણ પુણ્યના અનુબંધ રૂપે પુણ્યનો બંધ કરતો જાય છે અને તે જ વખતે અસંખ્ય ગુણ અસંખ્ય ગુણ અધિક કર્મોની નિર્જરા કરતો જાય છે. આ સ્થિતિના કારણે આ જીવોને જ્ઞાનનો બોધપેદા થાય છે તે દીપકની પ્રભા જેવો થાય છે. ઉત્થાન દોષનો અભાવ થાય છે. આરંભેલ પ્રવૃત્તિમાં ઉત્થાન થતું નથી એટલે ઉલ્લાસપૂર્વક આરંભ થાય અને એની ક્રિયાપણ ઉલ્લાસપૂર્વક થાય. વચમાં બીજા વિચારોથી ઉલ્લાસની મંદતા થતી નથી. શ્રવણ ગુણનો આર્વિભાવ થાય છે એટલે કે શ્રવણગુણ પ્રગટ થતો જાય છે. સંસાર ખારા પાણી જેવો લાગે-તત્વ-શ્રવણ મીઠા પાણી સમાન લાગે-તત્વજ્ઞાન સાંભળવાથી મોક્ષબીજનું રોપણ થાય છે. પ્રાણાયામ અંગની પ્રાપ્તિ થાય છે. ગ્રંથભેદ નહિ થવાથી સૂક્ષ્મ બોધનો અભાવ છે. પ્રાણાયામથી પ્રાણ તજે પણ ધર્મ ન તજે એવી પ્રીતિ ઉત્પન્ન થાય છે. નિયમો પૂર્ણ પાળે છે લોક સંજ્ઞા તરફ અરૂચિ અને વિવેકમાં વૃદ્ધિ થાય છે. કલેશ કંકાસનો અણગમો પેદા થાય છે. અશઠપણું-અમાથી પણું-કુતર્કોથી રહિત માતા પિતા આદિ સ્વજનો પણ ખારા પાણી જેવા લાગે. ગ્રંથભેદ ન થવાથી આ બધા ગુણો અવેધ સંવેદ્યપદના સંભવવાળા છે. મિથ્યાત્વના દોષવાળો જે આશય તે અવેધ સંવેધ પદ કહેવાય છે. ગ્રંથી કોને ધેવાય એનું વર્ણન: જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મમાંથી એક આયુષ્યકર્મને છોડીને સાતે કર્મની સ્થિતિ શુભ અધ્યવસાયથી ઘટાડી ઘટડીને એક કોટાકોટી સાગરોપમમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન કરે તે સમયે જીવ યથાપ્રવૃત્તિ કરણ કરે, તે કરણ જીવે આ Page #90 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ સંસારમાં પરિભ્રમણ કરતાં અનંતીવાર કર્યું અને યથાપ્રવૃત્તિકરણ કરી ગ્રન્થીદેશે આવ્યો ખરો પરંતુ આગળ જઇ શક્યો નહિ, આ પહેલું કરણ, ત્યારબાદ જીવ અપૂર્વકરણ, અનિવૃત્તિકરણરૂપ પરીણામે કરી જીવ સમ્યકત્વ પામે. આ ત્રણે કરણ માટે કલ્પભાષ્યમાં શાસ્ત્રકાર મહારાજા લખે છે કે . - “અંતિમ ોડાણેડી, સવ્વમ્માનં આયુવનાનું | પલિયા શસંધિનŞ-માને સ્ત્રીને હવજ્ઞ મંડીનં || નંતીત્તિ સુહુોગો, વવડઘળયૂ મૂઢ મંડીવ । जीवस्स कम्मजणिओ, धणरदोगासपरिणामो || जा गंठी ता पढमं, गंठी समइच्छओ भवे वीअं | अनियट्टीकरणं पुण, सम्मत्तपुर रख्खडेजीवे ॥ " “આયુષ્યવર્જીને સાતે કર્મની છેલ્લી કોડાકોડી સ્થિતિ પલ્યોપમને અસંખ્યાતમે ભાગે ન્યૂન રહે, બાકી સર્વ ખપી જાય, ઇહાં ગંઠી સ્થાનક છે, તે ગંઠી કેવા પ્રકારની છે ? અત્યંત દુઃખે કરી ભેદવા યોગ્ય, કર્કશ, વક્ર, ગૂઢ ગુપ્ત, કોઇ ખરીરાદિ કઠીન કાષ્ટની ગાંઠ જેવી તેવી રીતે ભેદી શકાય નહિ, તે ઉપમાવાલી એ અનાદિકાળની જીવને કર્મજનિત ધન કહેતાં નિવિડ રાગદ્વેષ પરિણતિરૂપ ગ્રન્થી છે, તે વજની માફ્ક દુર્ભેદ સમજવી, જ્યાં ગંઠી છે ત્યાં સુધી આવે તેને પ્રથમ યથાપ્રવૃત્તિકરણ હોય, ગ્રન્થી ભેદ થયા પછી બીજું અપૂર્વકરણ હોય તથા સમ્યકત્વ પુરખડે કેતાં સમ્યકત્વ પ્રાપ્તવ્યપણે આગળ કર્યું છે જે જીવોએ એટલે ચોક્કસ મુખ આગળ રહ્યું છે, તે જીવને ત્રીજું અનિવૃત્તિકરણ હોય.” ૭૯ આ રીતે શુધ્ધ યથાપ્રવૃત્તકરણના છેલ્લા અંતર્મુહૂર્તમાં ગુણોનીપ્રાપ્તિ કરીને ગ્રંથી પ્રત્યે અત્યંત ક્રોધ પેદા થાય છે. જે અનંતાનુબંધિ અનંતાનુબંધિ ક્રોધ પ્રશસ્ત રૂપે પેદા થાય છે કે જેના કારણે અનુકૂળ પદાર્થોના રાગ પ્રત્યે અંતરથી વિચાર આવે Page #91 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક મામ-૨ છે કે અત્યાર સુધી અનંતકાળ મને દુઃખી કર્યો હોય તો આને જ મને દુ:ખી કર્યો છે માટે એનો સદંતર નાશ કરી નાખું. નાશ ન થાય તો એનો એવો ભેદ કરી નાંખુ કે જેથી એ મને પજવે નહિ. એને આધીન થઇને હવે મારે જીવન જીવવું જ નથી. આવો જોરદાર પરિણામ જ્યારે આવે છે તેને જ્ઞાની ભગવંતોએ અપૂર્વકરણ અધ્યવસાય કહેલો છે. આ અધ્યવસાય એટલે પરિણામને તીક્ષ્ણ કુઠાર જેવો પરિણામ કહેલો છે. જેમ કઠીયારો (લાકડા કાપનાર) પોતાના કુહાડાને રોજ પાણી પાઇ પાઇને ઘસીને તીક્ષ્ણ અણી બનાવે છે અને લાકડા ઉપર એ કુહાડાનો ઘા મારે કે તરત જ એના બે ટુકડા થઇ જાય છે. એમ આ અપૂર્વકરણ અધ્યવસાયના પરિણામથી ગ્રંથીનો ભેદ થઇ જાય છે એટલે ગ્રંથી ભેદાય છે. આવો પરિણામ પૂર્વે કોઇવાર આવેલો હોતો નથી માટે એને અપૂર્વ કહેવાય છે. આ ગ્રંથી ભેદ થતાંની સાથે જ જીવમાં તાકાત એવી જોરદાર પેદા થાય છે કે જે રાગાદિ પરિણામને આધીન થઇને એ ८० કહે તે મુજબ અત્યાર સુધી જીવતો હતો તે રાગાદિ પરિણામની આધીનતાને તોડી નાંખે છે. એટલે પોતાને સ્વાધીન બનાવે છે કે હવે આ જીવને જે પ્રમાણે વિચાર કરીને રાગાદિ કરવા હોય એ પ્રમાણે રાગાદિ વર્તે છે. એટલે આ જીવને જ્યાં રાગ કરવો હોય ત્યાં રાગ થાય અને જ્યાં દ્વેષ કરવો હોય ત્યાં દ્વેષ થાય પણ રાગ જે વિચાર આપે તે પ્રમાણે જીવ હવે પ્રવૃત્તિ કરે નહિ આનો અર્થ એ થાય છે કે રાગાદિના પગ નીચે દબાણથી જીવન જીવતો હતો તે જીવન બંધ થઇ જાય છે અને રાગાદિને પોતાના પગ નીચે દબાવીને હવે જીવન જીવતો થાય છે. આને ગ્રંથીભેદ કહેવાય છે. શાસ્ત્ર પરિભાષાના શબ્દોમાં કહીએ તો અનુકૂળ પદાર્થોનો રાગ એટલે સુખનો રાગ ચાર સ્થાનીક (ઠાણીયો) રસ હતો તે હવે આ અધ્યવસાયના પરિણામથી બે સ્થાની (ઠાણીયો) રસ થઇ જાય છે, અને પ્રતિકૂળ પદાર્થો પ્રત્યે દ્વેષ ચાર સ્થાનીક રસવાળો હતો Page #92 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ૮૧ તે પણ હવે બે સ્થાનીક રસવાળો થાય છે એટલે તીવ્ર ભાવે રસ હતો તે મંદરસ બને છે (થાય છે). આથી જીવને રાગાદિ પરિણામની હેરાનગતિ હતી તે બંધ થાય છે. આ ગ્રંથી ભેદ થતાં જ જીવને જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ ભાવથી તત્વોનું જ્ઞાન પહેલા સ્થલરૂપે હતુ તે હવે સૂક્ષ્મ બોધરૂપે પેદા થાય છે એટલે દરેક તત્વોને સૂક્ષ્મ રૂપે વિચારી શકે છે. જાણી શકે છે. આથી છોડવાલાયક પદાર્થોમાં છોડવા લાયકની બુધ્ધિ સૂક્ષ્મ રૂપે સ્થિરતાને પામે છે અને ગ્રહણ કરવા લાયક પદાર્થોને વિષે ગ્રહણ કરવા લાયકની બુદ્ધિ સ્થિરતાને પામે છે. આ અધ્યવસાયના પ્રતાપે અત્યાર સુધી કર્મોનો જે રીતે સ્થિતિનો ઘાત થવો જોઇતો હતો તે રીતે થતો નહોતો તેના કરતાં અપૂર્વ રીતે સ્થિતિઓનો ઘાત થાય છે. એ જ રીતે આ અધ્યવસાયથી અપૂર્વ રસઘાત પણ થાય છે તથા અત્યાર સુધી જેટલો કર્મબંધ થતો હતો તેના કરતાં ઓછો એવો અપૂર્વ સ્થિતિ બંધ પણ સમયે સમયે ચાલુ થાય છે તેની સાથે કર્મોને ભોગવવા માટેની ગુણશ્રેણિ પણ પ્રાપ્ત થતી જાય છે. આ ચાર વસ્તુઓ (પદાર્થો) નવા પ્રાપ્ત થાય છે માટે અપૂર્વ કહેવાય છે. આ ચારેય વસ્તુઓનો કાળ એક અંતર્મુહૂર્તનો હોય છે એટલે આ અપૂર્વકરણ અધ્યવસાયથી પેદા થાય છે અને અનિવૃત્તિકરણના અધ્યવસાયના થોડા કાળ સુધી ચાલુ રહે છે પછી વિચ્છેદ થાય છે. આ અપૂર્વકરણ અધ્યવસાયના બળે જીવ સમયે સમયે અનંત ગુણ-અનંત ગુણ વિશુદ્ધિને પ્રાપ્ત કરતો કરતો ગ્રંથીભેદની ક્રિયાને અને ચારે વસ્તુઓને સારી રીતે પ્રાપ્ત કરતો. એક અંતર્મુહૂર્તના કાળને પસાર કરે છે. આ અંતર્મુહૂર્ત અસંખ્યાતા સમયવાળું હોય છે. જ્યારે આ કાળ પૂર્ણ થાય કે તરત જ જીવ અનિવૃત્તિકરણ નામના અધ્યવસાયને પ્રાપ્ત કરે છે એટલે હવે આ અધ્યવસાય સમકીત આપ્યા વગર પાછો ક્રવાનો નથી. સમકતની પ્રાપ્તિ કરાયા વગર ન જાય તે અનિવૃત્તિકરણ કહેવાય છે. આ Page #93 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ચૌદ ગુણસ્થાનક -૨ અધ્યવસાયના કાળના સંખ્યાતા ભાગના સમય પસાર થયા પછી સત્તામાં રહેલી મિથ્યાત્વની સ્થિતિ અંતઃ કોટાકોટી સાગરોપમની રહેલી છે તેના ત્રણ વિભાગ (ભાગ) કરે છે. પહેલી સ્થિતિ એક અંતર્મુહૂર્તની કરે છે જે અનિવૃત્તિના કાળ રૂપે ભોગવીને નાશ કરશે. બીજી સ્થિતિ (ભાગ) એક અંતર્મુહૂર્તની કરે છે જે વચલી સ્થિતિ કહેવાય છે અને ત્રીજી સ્થિતિ (ભાગ) અંતઃકોટાકોટી સાગરોપમની રાખે છે. હવે આ જીવ પહેલી સ્થિતિમાં રહેલો એટલે અનિવૃત્તિકરણના કાળમાં રહેલો સમયે સમયે મિથ્યાત્વના. પુગલોને ઉદયમાં લાવીને ભોગવતો જાય છે એની સાથે સાથે બીજી વચલી સ્થિતિ એક અંતર્મુહૂર્તની સત્તામાં રહેલી છે તેમાંથી જે સ્થિતિના પુદ્ગલોનો કાળ ઘટી શકે એમ હોય તે પુલોની સ્થિતિને ઘટાડી ઘટાડીને પહેલી સ્થિતિમાં લાવી લાવીને સમયે સમયે ભોગવતો જાય છે. અને એટલા પુદ્ગલો બીજી સ્થિતિમાંથી ખાલી કરતો જાય છે. હવે વચલી સ્થિતિમાં રહેલા મિથ્યાત્વના પુદગલોની સ્થિતિ ઘટીને પહેલી સ્થિતિમાં આવે એમ નથી એ પુદ્ગલોની સ્થિતિ વધારી વધારીને પાછળની ત્રીજી સ્થિતિમાં નાખે છે એટલે એ પુગલોને વચલી સ્થિતિમાંથી ઉઠાવીને ત્રીજી સ્થિતિવાળા બનાવે છે. આ ક્યિા જીવ સમયે સમયે કરતો જાય છે. આ ક્રિયા કરતાં કરતાં પહેલી સ્થિતિની એટલે અનિવૃત્તિકરણ કાળની બે આવલિકા કાળ બાકી રહે ત્યારે વચલી સ્થિતિ એટલે બીજી સ્થિતિમાંના મિથ્યાત્વ મોહનીયના પુદ્ગલો ખાલી કરવાના હતા તેમાંથી પાછલી ત્રીજી સ્થિતિમાં એ પુદ્ગલો નાંખતો હતો તે હવે ત્રીજી સ્થિતિમાં નાખવા માટેના એકેય પુદ્ગલો રહેતા નથી એટલે વચલી સ્થિતિમાં ત્રીજી સ્થિતિમાં જવાલાયક કર્મ હવે રહ્યું નથી. માત્ર પહેલી સ્થિતિમાં લાવી શકાય એવા મિથ્યાત્વના પુદ્ગલો રહેલા છે. આ બે આવલિકા બાકી રહેલ કાળને જ્ઞાની ભગવંતો આગાલ વિચ્છેદ કાળ કહે છે. ત્યાર પછી સમયે સમયે પહેલી Page #94 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ૮૩ સ્થિતિમાં પુદ્ગલો લાવી લાવીને ભોગવતાં જ્યારે પહેલી સ્થિતિ એટલે અનિવૃત્તિકરણ કાળની એક આવલિકા કાળ બાકી રહે ત્યારે વચલી બીજી સ્થિતિમાં રહેલા મિથ્યાત્વના પુદ્ગલો પહેલી સ્થિતિમાં આવતા હતા તે સંપૂર્ણ ખાલી થઇ જાય છે એટલે પહેલી સ્થિતિમાં આવવા લાયક એકેય પુદ્ગલ રહ્યું નથી. આથી વચલી (બીજી) સ્થિતિ મિથ્યાત્વના પુદ્ગલો રહીતવાળી થઇ. આ સ્થિતિ એક અંતર્મુહૂર્ત કાળની હોવાથી એટલા કાળની સ્થિતિ મિથ્યાત્વ પુદ્ગલ રહીત બની. આ સ્થિતિ ને અંતઃકરણ સ્થિતિ કહેવાય છે. હવે પહેલી સ્થિતિમાં રહેલો જીવ એક આવલિકા કાળને પોતાના ઉદયમાં રહેલા મિથ્યાત્વના પુદ્ગલોને સમયે સમયે ઉદયમાં લાવી-ભોગવીને પહેલી સ્થિતિનો કાળ પૂર્ણ કરે છે. આ પહેલી સ્થિતિના છેલ્લા સમય સુધી જીવને મિથ્યાત્વનો ઉદય અવશ્ય રહેલો હોય છે. જ્યારે પહેલી સ્થિતિ ભોગવીને પૂર્ણ કરે કે તરત જ એ જીવ બીજી સ્થિતિના પહેલા સમયમાં પ્રવેશ કરે છે. એટલે કે અંતઃકરણ નામના અધ્યવસાયને પામે છે. આસમયમાં પ્રવેશ કરે એટલે જીવ મિથ્યાત્વગુણસ્થાનક નાશ થતાં ચોથા ગુણસ્થાનકને પામે છે અને ઉપશમ સમકીતની પ્રાપ્તિ કરે છે. આ ઉપશમ સમકીતનો કાળ એક અંતર્મુહૂર્તનો હોય છે. વચલી બીજી સ્થિતિનો કાળ પણ એટલો જ હોય છે. આ ઉપશમ સમકીતની પ્રાપ્તિમાં જીવને મિથ્યાત્વ મોહનીય અને અનંતાનુબંધિ ચાર કષાય આ પાંચ પ્રકૃતિઓનો સર્વથા ઉપશમ હોય છે. આ અંતઃકરણના પહેલા સમયમાં જીવ પ્રવેશ કરે એટલે ઉપશમ સમકીતની પ્રાપ્તિના પહેલા સમયે જીવ સત્તામાં રહેલા ત્રીજી સ્થિતિના મિથ્યાત્વના પુદ્ગલો જે છે તેના ત્રણ વિભાગ કરે છે. પહેલો વિભાગ એ મિથ્યાત્વના પુદ્ગલોને શુધ્ધરૂપે એટલે મિથ્યાત્વ મોહનીયના વિપાકોદય રૂપે રહેલા અને પ્રદેશો રૂપે રહેલા રસ વગરના કરે છે એટલે શુધ્ધ કહેવાય છે. આ શુધ્ધ થયેલા પુદ્ગલો બે સ્થાનીક Page #95 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક મામ-૨ (ઠાણીયા) રસવાળા કહેવાય છે. જે સમ્યક્ત્વ મોહનીયના નામવાળા આ પુદ્ગલો ઓળખાય છે કે જેના ઉદયકાળમાં જીવને સમકીતની શ્રધ્ધા અર્થાત્ હેય પદાર્થમાં હેયની-ઉપાદેય પદાર્થમાં ઉપાદેયની અને જ્ઞેય પદાર્થમાં જ્ઞેય રૂપેની યથાર્થ શ્રધ્ધા પેદા કરાવે છે. એ શ્રધ્ધાને નિર્મળ કરી ટકાવી રાખે છે. બીજા વિભાગમાં અર્ધશુધ્ધ પુદ્ગલો બનાવે છે કે જે પુદ્ગલો થોડા શુધ્ધ રૂપે અને થોડા અશુધ્ધ રૂપે બનાવે છે એટલે શુધ્ધા શુધ્ધ રૂપે કરે છે કે જેના ઉદયકાળમાં જીવોને એક અંતર્મુહૂર્ત સુધી જિનેશ્વર પરમાત્માઓએ પ્રરૂપેલા તત્વો પ્રત્યે રાગ પણ હોતો નથી અને દ્વેષ પણ હોતો નથી. આ પુદ્ગલોનો જીવને એક અંતર્મુહૂર્તનો જ ઉદય હોય છે. આ પુદ્ગલોને મિશ્ર મોહનીયના પુદ્ગલો કહેવાય છે. ત્રીજા વિભાગ રૂપે એવાને એવા અશુધ્ધ રૂપે પુદ્ગલોને રાખે છે એ પુદ્ગલો મિથ્યાત્વ મોહનીયના પુદ્ગલો કહેવાય છે. મિશ્ર મોહનીયના પુદ્ગલો ત્રણ સ્થાનીક (ઠાણીયા) રસવાળા હોય છે. અને મિથ્યાત્વ મોહનીયના પુદ્ગલો ચાર સ્થાનીક (ઠાણીયા) રસવાળા હોય છે. આ ક્રિયા અંતઃકરણના પહેલા સમયથી શરૂ થઇ સમયે સમયે ચાલુ રહે છે. એટલે મિથ્યાત્વ મોહનીયના પુદ્ગલો મિશ્રમોહનીય રૂપે અને સમ્યક્ત્વ મોહનીય રૂપે કરે છે. મિશ્ર મોહનીયના પુદ્ગલો સમ્યક્ત્વ મોહનીય રૂપે કરે છે. હવે જ્યારે અંતઃકરણનો એટલે ઉપશમ સમકીતનો કાળ એક અંતર્મુહૂર્તનો જીવનો પુરો થયે જો જીવને શુધ્ધપુંજનો ઉદય થાય એટલે સમ્યક્ત્વ મોહનીયનો ઉદય થાય તો એ જીવ ચોથા ને ચોથા ગુણસ્થાનકે રહેલો કહેવાય છે અને તે જીવને ક્ષયોપશમ સમકીતની પ્રાપ્તિ થઇ એમ કહેવાય છે. એ રીતે જો જીવને મિશ્રમોહનીયનો ઉદય થાય એટલે અંતઃકરણનો કાળ પૂર્ણ થયે મિશ્ર મોહનીયનો ઉદય થાય તો એ જીવ ત્રીજા મિશ્ર ગુણસ્થાનક ને પામ્યો એમ કહેવાય છે. અને જે જીવોને અંતઃકરણનો કાળ પૂર્ણ થયે મિથ્યાત્વ ૮૪ Page #96 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ભાગ-૨ ૮૫ મોહનીયનો ઉદય થવાનો હોય તો એ જીવને અંતઃકરણ કાળનો એક સમય અથવા છ આવલિકા કાળ બાકી રહે અથવા ઉપશમ સમકીતનો એક સમયનો કાળ અથવા છ આવલિકા જેટલો કાળા બાકી રહે ત્યારે જીવને અવશ્ય અનંતાનુબંધિ કષાય નો ઉદય (વિપાકોદય) પેદા થાય છે. આ મિથ્યાત્વ વગરના અનંતાનુબંધિ કષાયના ઉદયવાળા કાળને સાસ્વાદન ગુણસ્થાનક એટલે બીજું ગુણસ્થાનક પામ્યો એમ કહેવાય છે. આ સાસ્વાદન ગુણસ્થાનકનો એક સમયનો અથવા છ આવલિકાનો કાળ પૂર્ણ થયે જીવને મિથ્યાત્વનો ઉદય અવશ્ય થાય છે એટલે અશુધ્ધ પુદ્ગલોનો ઉદય અવશ્ય થાય છે એટલે જીવ મિથ્યાત્વ ગુણ સ્થાનકને (પહેલા ગુણસ્થાનકને) પામે છે. આ કાર્મગ્રંથિક મતના આધારે જાણવું એટલે કે કર્મગ્રંથને માનનારા આચાર્યોના મતે જાણવું. જ્યારે સિધ્ધાંતને માનનારા આચાર્યોને મતે એટલે સિધ્ધાંતિક મતે કાર્મગ્રંથીક મતની જેમ શુધ્ધ યથાપ્રવૃત્તકરણને પામીને અપૂર્વકરણ નામના અધ્યવસાયને પ્રાપ્ત કરી ગ્રંથીભેદ કરે અને એ ગ્રંથભેદ થતાંની સાથેજ જીવ સત્તામાં રહેલી ત્રીજી સ્થિતિ અને બીજી સ્થિતિના પુદ્ગલોના ત્રણ વિભાગ કરી શુધ્ધપુજ-અર્ધશુદ્ધપુંજ અને અશુધ્ધ પુંજ રૂપે સમ્યત્વ મોહનીય- મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીય રૂપે પુદ્ગલો બનાવે છે. એ બનાવ્યા પછી એક અંતર્મુહૂર્તનો કાળ અપૂર્વકરણનો પૂર્ણ કરી અનિવૃત્તિકરણ નામના પરિણામને પ્રાપ્ત કરે છે એ કાળમાં એ જીવ ત્રણ પુજના પુદ્ગલામાંથી આ અનિવૃત્તિકરણનો કાળ પૂર્ણ થયે શુધ્ધપુંજ રૂપ સમ્યક્ત્વ મોહનીયના પુદ્ગલો ઉદયમાં આવે એ રીતે પ્રયત્ન કરે છે અને એ અનિવૃત્તિકરણનો કાળપૂર્ણ થયે અવશ્ય સમ્યકત્વ મોહનીય ઉદયમાં આવતાં જીવ ક્ષયોપશમ સમકીતની પ્રાપ્તિ કરે છે. એમાં કેટલાક આચાર્યોનું કહેવું આવું છે કે જો કોઇ જીવ પુરૂષાર્થમાં કાચો હોય એટલે આટલા સત્વવાળો Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૬ ચૌદ ગુણસ્થાનક માગ-૨ ન હોય તો એ જીવ કર્મગ્રંથ મતના અભિપ્રાય મુજબ શુધ્ધ યથાપ્રવૃત્તકરણ-અપૂર્વકરણ-ગ્રંથીભેદ-અનિવૃત્તિકરણના અધ્યવસાયને પામીને અંતઃકરણને કરીને એ જીવ ઉપશમ સમકીતની પ્રાપ્તિ કરી શકે છે પણ આ ઉપશમ સમકીતને પામેલો જીવ ઉપશમ સમકીતના કાળમાં ત્રણપુંજ કરતો જ નથી એટલે સમ્યક્ત્વ મોહનીય-મિશ્રમોહનીય-મિથ્યાત્વ મોહનીયની સત્તાવાળો બનતો નથી પણ અવશ્ય એક મિથ્યાત્વ મોહનીયની સત્તાવાળો જ રહે છે. આથી જ્યારે અંતઃકરણનો કાળ પૂર્ણ થાય અથવા ઉપશમ સમકીતનો કાળ પૂર્ણ થાય ત્યારે જીવની મિથ્યાત્વ મોહનીયનો ઉદય થતાં જ જીવ બીજા સાસ્વાદન ગુણસ્થાનકને પામ્યા સિવાય સીધો મિથ્યાત્વ એટલે પહેલા ગુણસ્થાનકને પામે છે. બીજું સાસ્વાદન ગુણસ્થાનક તેજ પામી શકે કે જે જીવોને દર્શન મોહનીયની ત્રણેય પ્રકૃતિઓ અવશ્ય સત્તામાં હોય. ત્રીજા ગુણસ્થાનકને પામેલો જીવ એટલે મિશ્ર મોહનીયના ઉદયવાળો જીવ જો એને મિથ્યાત્વ મોહનીયનો ઢાળ વધારે હોય તો ત્યાંથી એટલે ત્રીજાથી પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકે જાય છે અને જો સમ્યક્ત્વ મોહનીય તરફ ઢાળ વધારે હોય તો એ જીવ ત્રીજા ગુણસ્થાનકથી ચોથા ગુણસ્થાનકને પામે છે એટલે ક્ષયોપશમ સમકીતને પામે છે. ક્ષયોપશમ સમકીતના કાળમાં જીવોને સમ્યક્ત્વ મોહનીયનો રસોય-વિપાકોદય રૂપે ઉદય કાળ હોય છે અને મિશ્રમોહનીય' અને મિથ્યાત્વ મોહનીયના મોટા ભાગના પુદ્ગલોનો ઉપશમ હોય છે અને થોડા ઘણાં પુદ્ગલો આત્મામાં તેની સ્થિતિ પૂર્ણ થતાં ઉદયમાં આવે તો તે સમ્યક્ત્વ મોહનીય જેવા થઇને એટલે શુધ્ધ મોહનીય રૂપે થઇને ઉદયમાં આવે છે તે પ્રદેશોદય કહેવાય છે તથા અનંતાનુબંધિ ક્રોધ-માન-માયા-લોભ રૂપ ચાર કષાયો પણ પોતાના સ્વરૂપે ઉદયમાં ન આવતાં અપ્રત્યાખ્યાની ક્રોધ-માન-માયા-લોભ રૂપે થઇને ઉદયમાં આવે છે એ પ્રદેશોદય Page #98 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ કહેવાય છે. જે પુદ્ગલો જેવા રસે બાંધ્યા હોય તેવા રસે ઉદયમાં આવે તે રસોદય કહેવાય છે અને જે પુદ્ગલો જેવા રસે બાંધ્યા હોય તેવા રસે ઉદયમાં ન આવતાં બીજાના રૂપે થઇને ઉદયમાં આવે તે પ્રદેશોદય કહેવાય છે. આથી ક્ષયોપશમ સમકીતના કાળમાં સમ્યક્ત્વ મોહનીયનો રસોદય કહેવાય છે (હોય છે) અને મિથ્યાત્વ-મિશ્રમોહનીય તથા અનંતાનુબંધિ ક્રોધ-માન-માયા-લોભ એમ છ પ્રકૃતિઓનો ઉપશમ તથા પ્રદેશોદય હોય છે તે ક્ષયોપશમ સમકીત કહેવાય છે. અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવો ઉપશમ સમકીતની પ્રાપ્તિ કરતાં ચારથી સાત ગુણસ્થાનકમાંથી કોઇપણ ગુણસ્થાનકને પામી શકે છે. આથી આ ઉપશમ સમકીત ચારથી સાત ગુણસ્થાનક સુધી ગણાય છે. જ્યારે ઉપશમ શ્રેણિનું ઉપશમ સમકીત ચારથી અગ્યાર ગુણસ્થાનક સુધી હોય છે. ८७ ચોથું ગુણસ્થાનક અવિરતિ સમ્યદ્રષ્ટિ ગુણસ્થાનક કહેવાય છે. આ ગુણસ્થાનકનો કાળ સાધિક મનુષ્યભવ તેત્રીશ સાગરોપમ હોય છે. તે આ રીતે કાળ જાણવો. કોઇ પૂર્વક્રોડ વરસના આયુષ્ય વાળો મનુષ્ય સમ્યક્ત્વને પામીને અનુત્તરનું આયુષ્ય બાંધી તેત્રીશ સાગરોપમ વાળો દેવ થાય અને ત્યાં સમકીત લઇને ઉત્પન્ન થાય ત્યાંથી સમકીત સાથે મનુષ્યમાં આવે એટલે તેત્રીશ સાગરોપમથી અધિક કાળ ગણાય છે. આ મનુષ્યપણામાં આવેલા જીવને આઠ વરસની ઉંમર પછી એક અંતર્મુહૂર્ત માટે પણ દેશ વિરતિનો અથવા સર્વ વિરતિનો પરિણામ પામવો પડે પછી ચોથે આવે તો ચાલે જો એક અંતર્મુહૂર્ત પણ પાંચમા-છઠ્ઠા ગુણસ્થાનકમાંથી કોઇનો પરિણામ પેદા ન કરે તો એ જીવનું ચોથું ગુણસ્થાનક ચાલ્યુ જાય અર્થાત્ મિથ્યાત્વ ગુણસ્થાનકે પહોંચી જાય. જ્યારે ક્ષયોપશમ સમકીતનો કાળ છાસઠ સાગરોપમ સાધિક મનુષ્ય ભવ હોય છે. કોઇ મનુષ્ય ક્ષયોપશમ સમકીત પામીને Page #99 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ તેત્રીશ સાગરોપમનો દેવ થાય ત્યાંથી ક્ષયોપશમ સમકીત લઇને મનુષ્ય થાય એ મનુષ્ય ભવમાં પાંચમું-છઠ્ઠું કે સાતમા ગુણસ્થાનકમાંથી કોઇ ગુણસ્થાનકના પરિણામને પામીને પાછો અનુત્તરમાં તેત્રીશ સાગરોપમ વાળો દેવ થાય. પાછો મનુષ્યમાં આવે તો આ રીતે છાસઠ સાગરોપમ કાળ થાય છે એટલા કાળમાં જો જીવ મોક્ષે ન જાય તો ફરીથી એક અંતર્મુહૂર્ત ત્રીજા ગુણસ્થાનકના પરિણામને પામીને ક્ષયોપશમ સમકીત પામી છાસઠ સાગરોપમ સુધી ટકાવી શકે જો ત્યાં સુધીમાં પણ મોક્ષે ન જાય તો એ કાળ પૂર્ણ થતાં અવશ્ય મિથ્યાત્વને પામે છે. તેત્રીશ સાગરોપમનો દેવ ન થાય તો બાવીશ-બાવીશ સાગરોપમના આયુષ્યવાળા દેવ ભવો ત્રણવાર કરે વચમાં મનુષ્યભવ પામે મનુષ્યભવમાં દેશવિરતિ કે સર્વવિરતિના પરિણામને અવશ્ય પામી શકે છે. એમ પણ બની શકે છે. આથી ચોથા ગુણસ્થાકનો કાળ તેત્રીશ સાગરોપમ હોય અને ક્ષયોપશમ સમકીતનો કાળ છાસઠ સાગરોપમ હોય છે એમ કહેલું છે. શુદ્વ યથાપ્રવૃત્તિ કરણ ક્યારે આવે ? ८८ સમ્યગ્દર્શન, એ આમ તો આત્માના તથાવિધ પરિણામસ્વરૂપ છે, પણ એનાથી નીપજતી અસરની અપેક્ષાએ એમ કહી શકાય કે-સમ્યગ્દર્શન એટલે તત્ત્વભૂત એવા જે પદાર્થો છે, તેનું જેવું સ્વરૂપ શ્રી જિને કહ્યું છે, તેવું સ્વરૂપ જીવને રૂચવું તે ! એ સમ્યગ્દર્શન ત્રણ પ્રકારનું છે. ક્ષાયિક, ક્ષાયોપશમિક અને ઔપશમિક, તેમાં, અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવને પામવાની દ્રષ્ટિએ પહેલું ઔપશમિક સમ્યક્ત્વ ગણાય છે. અમુક મતે ક્ષાયોપસમિક સમ્યક્ત્વ પણ ગણાય છે. પણ, ક્ષાયોપશમિક સમ્યક્ત્વને પામ્યા વિના જીવ ક્ષાયિક સમ્યક્ત્વને પામી શકતો નથી. આપણી વાત તો એ છે કે-સમ્યગ્દર્શન પામવા માટે પહેલું શું જોઇએ ? શુદ્ધ Page #100 -------------------------------------------------------------------------- ________________ ૮૯ ——– - — — — ચૌદ ગુણસ્થાન ભાગ-૨ યથાપ્રવૃત્તિ કરણ જોઇએ ! અને સંસાર ખરાબ છે, આનાથી છૂટવું જોઇએ, એમ લાગ્યા વિના શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ આવે નહિ. ગ્રંથિદેશે આવેલો જીવ જ શુદ્ધ યથાપ્રવૃત્તિકરણને પામી શકે અને ગ્રંથિદેશે પણ જીવ યથાપ્રવૃત્તિકરણ દ્વારા જ આવે છે, પણ એ યથાપ્રવૃત્તિ કરણ ઉપયોગપૂર્વકનું કે જીવના પુરુષાર્થપૂર્વકનું શુદ્ધ ગણાતું નથી. એવા યથાપ્રવૃત્તિકરણથી નદીઘોલ પાષાણ ન્યાયે જીવ જ્યારે આયુષ્યકર્મ સિવાયનાં સાત કર્મોની અન્તઃ કોટાકોટિ સ્થિતિ કરે, ત્યારે તે જીવ ગ્રંથિદેશે આવેલો ગણાય. પણ ગ્રંથિદેશે. આવેલા જીવે જો આગળ વધવું હોય, તો એ માટે એની આંખ સંસારના સુખ ઉપરથી ઉઠવી જોઇએ. ગ્રંથિદેશે આવેલા જીવની આંખ સંસારના સુખ ઉપર ચોંટેલી ને ચોંટેલી હોઇ શકે અને માટે જ અભવ્યો અને દુર્ભવ્યો ગ્રંથિદેશે આવી શકે છે. હવે તો ગ્રંથિદેશથી આગળ વધવું છે અને એ માટે જીવે સંસારના સુખા ઉપર આંખ બગાડવી જોઇએ. આ સુખમાં મારો વિસ્તાર કરવાની તાકાત નથી, એમ થવું જોઇએ. આ સુખમાં લીન બનવાથી વિસ્તાર તો ન થાય, પણ સંસારમાં વધારે ને વધારે ખૂંપી જવાય, એમાં જીવને થવું જોઇએ. શુદ્ધ યથાપ્રવૃત્તિક્રણ અપૂર્વક્રણને લાવે ? આપણે એ વિચાર કરવો જોઇએ કે આપણને સંસારનું સુખ લાગે છે કેવું? સંસારનું કોઇ પણ સુખ મળે તો તે પુણ્યથી મળે. જીવના પોતાના પુસ્યોદય વિના જીવને સંસારનું સુખ મળતું જ નથી. અત્યારે જીવની જે સ્થિતિ છે, તેમાં એ સુખ મીઠું લાગી જાય એવું પણ બને. એનાથી કામચલાઉ શાન્તિનો અનુભવ થાય એવુંય બને છે. માન-પાન વગેરે મળે, એ પણ સુખ છે ને ? એ ગમી જાય એવુંય બને ને ? પણ, એ જ વખતે હૈયે એમ લાગે છે ખરું કે- “આ ઠીક નથી ? આનાથી મારો વિસ્તાર નથી ? આને Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ મારે સહાયક બનાવી દેવું જોઇએ, પણ આમાં મારે મને ભૂલી જવો જોઇએ નહિ, એમ થાય છે? રોજ ધર્મ કરનારે તો પોતાના આત્માને આ ખાસ પૂછવું જોઇએ કે-તને આ સુખ લાગે છે કેવું ? મેળવવા જેવું કે છોડવા જેવું ? તને જોઇએ છે સંસારનું સુખ કે મુક્તિનું સુખ ? સંસારના સુખની જે જરૂર પડે છે તે નબળાઇ છે એમ લાગે છે ? આવું કાંઇ તમે વિચારો છો ખરા? આવું વિચારો તો શુદ્ધ યથાપ્રવૃત્તિ કરણ આવે. શુદ્ધ યથાપ્રવૃત્તિ કરણ એ અપૂર્વકરણને લાવનારો પરિણામ છે અને અપૂર્વ કરણ આવતાં ગ્રંથિ ભેદાય છે અને એ પછી આત્મામાં અનિવૃત્તિકરણ નામનો પરિણામ પેદા થાય છે, કે જે પરિણામ સમ્યક્ત્વને પ્રગટ કર્યા વિના રહેતો જ નથી. પછી એને શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ અને શુદ્ધ ધર્મની ઉપાસના સિવાયની કોઇ પણ ઉપાસના વાસ્તવિક રીતિએ. કરવા જેવી લાગતી નથી. ક્રિયા જુદી ને પરિણામ જુદોઃ સ. સાધુપણું આવે તો સમ્યગ્દર્શન પ્રગટે? સાધુપણાથી ગ્રંથિભેદ થાય ? - સાચું સાધુપણું તો ગ્રંથિભેદાદિ થાય, સમ્યગ્દર્શન પ્રગટે અને સર્વવિરતિનો પરિણામ પણ પ્રગટે ત્યારે આવે છે. સર્વવિરતિને ખરેખર પામેલાએ તો ગ્રંથિભેદાદિ કરેલ જ હોય. આ ક્રિયા માત્રની વાત નથી. પરિણામની વાત છે. સર્વવિરતિની ક્રિયા કરાય એ જુદી ચીજ છે અને સર્વવિરતિનો પરિણામ આવે એ જુદી ચીજ છે. શુદ્ધ ક્રિયા અને પરિણામ એકસ્વરૂપ જ હોય એવું બનાવવું જોઇએ, પણ એવું વિરલ જીવોમાં બને છે; અને, જે ક્રિયા ચાલુ હોય, તેથી તદન ઊલટો પરિણામ અંદર વર્તતો હોય એવું ઘણું બને છે. એટલે, સર્વવિરતિની ક્રિયા હોય ને પરિણામ જુદો કે ઊલટો હોય એવું પણ બને. એમ દેશવિરતિની ક્રિયા એ જુદી ચીજ અને Page #102 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ - ૯૧ દેશવિરતિનો પરિણામ એ જુદી ચીજ. એ જ રીતિએ સખ્યત્વનો પરિણામ એ પણ જુદી ચીજ. અહીં આપણે જે યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ આદિ કરણોની વાત કરીએ છીએ, તે પરિણામની વાત છે. કરણ એટલે આત્માનો પરિણામ. લોક તો સામાન્ય રીતિએ ક્યિા જૂએ. લોક અમને આ વેષ અને આ ક્રિયા વગેરેમાં જોઇને સાધુ કહે. તમે અણુવ્રતાદિ ઉચ્ચરો એ વગેરેથી તમને લોક દેશવિરતિધર કહે. પણ ક્રિયા તો પરિણામ વગરેય આવે. સાધુપણાની કે દેશવિરતિની ક્રિયા માત્રથી સમ્યગ્દર્શન આવી જ ગયું છે અને સર્વવિરતિ કે દેશવિરતિનો પરિણામ આવી. જ ગયો છે એમ મનાય નહિ. અભવ્યો અને દુર્ભવ્યો પણ સાધુપણાની અને શ્રાવકપણાની ક્રિયા કરતા હોય, એવું બને. આ લોકના સુખ અગર પરલોકના સુખની અપેક્ષાએ દીક્ષા લેવાય અને પળાય એવુંય બને. દુન્યવી સુખ માટે દેશવિરતિનાં વ્રતાદિ લેવાય અને પળાય એવુંય બને. સમ્યક્ત્વની કરણી પણ આ લોકના ને પરલોકના સુખની અપેક્ષાએ કરાય એવુંય બને. ઘણી સારી ક્રિયાઓ દેખાદેખીથી અગર સારા દેખાવા માટે થાય છે. આપણે તો એ તપાસવું જોઇએ કે આપણે જે કાંઇ થોડીઘણી પણ ધર્મક્રિયા કરીએ છીએ, તે શા માટે કરીએ છીએ ? પરિણામને પેદા ક્રવાય ક્રિયા થાયઃ આ બધી ધર્મક્રિયાઓ તો અમૃતવેલડી જેવી છે, પણ જીવના પરિણામનું જ ઠેકાણું હોય નહિ ત્યાં ક્રિયાઓ માત્રથી કેટલુંક નીપજે ? આ ક્રિયા કરનારે શરૂઆત ક્યાંથી કરવાની છે ? સંસારનું સુખ, એટલે કે સંસારના સુખનો રાગ એ બહુ ખરાબ ચીજ છે અને મારે એનાથી છૂટવું જોઇએ.” -એમ થવું જોઇએ. એટલું થાય અને એ માટે ક્રિયા થાય તો એ બહુ લેખે લાગે. પરિણામ વેષ માત્રથી અગર તો ક્યિા માત્રથી આવે છે એવું નથી. Page #103 -------------------------------------------------------------------------- ________________ - ૯૨ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ગૃહસ્થ વેષવાળાનેય સર્વવિરતિનો પરિણામ આવે એવું પણ બને અને સાધુવેષવાળાને સર્વવિરતિનો પરિણામ આવે નહિ એવું પણ બને. પણ, સર્વવિરતિના એ પરિણામને ટકાવવાને માટે સાધુપણાના વેષ વગેરેની જરૂર ખરી જ. ધર્મને વધુમાં વધુ પ્રમાણમાં પામવાની અને ધર્મને વધુમાં વધુ પ્રમાણમાં પાળવાની અનુકૂળતા સાધુવેષમાં છે, સાધુક્રિયામાં છે. ધર્મને પામવાની અનુકૂળતા જેન કુળમાં પણ ઘણી; પણ એ જૈન કુળમાં જેનપણાના આચાર-વિચાર ચાલુ હોય તો ! બાકી અહીં આવ્યો અને સાધુ બન્યો એટલે સ્વાધ્યાય વગેરે ચાલુ ને ચાલુ હોય. સદગુરુનો યોગ પણ હોય. એને લીધે એ ગુણને ઝટ પામી શકે. જેન કુળમાં આવેલો જીવ પણ સદ્ગુરુના યોગ આદિને ઝટ પામી શકે, પણ જેન કુળને પામેલાઓ સગુરુ પાસે આવતા જ ન હોય તો? વાત એ છે કે-સર્વવિરતિનો પરિણામ હોય કે ન હોય, દેશવિરતિનો પરિણામ હોય કે ન હોય, સમ્યક્ત્વનો પરિણામ હોય કે ન હોય, તો પણ એને પામવા માટે અને એને શુદ્ધ-નિર્મળ બનાવવા માટે પણ સર્વવિરતિની, દેશવિરતિની અને સમ્યક્ત્વની ક્રિયા અભ્યાસ રૂપે થાય; પણ જે કોઇ એ ક્રિયા કરે છે, તે એ ક્રિયા સર્વવિરતિના, દેશવિરતિના અગર તો સમ્યક્ત્વના પરિણામને પામવાને માટે અને પામ્યા હોય તો તેને નિર્મળ બનાવવાને માટે કરે છે કે નહિ ? એ વિચારવાનું છે. ધ્યેય સુધરે તો પરિણામ સુધરે : આપણે જાતે જ આપણી ધર્મક્રિયાના ધ્યેયને તપાસવું જોઇએ. એ માટે સૌથી પહેલું આપણે જ આપણને પૂછવું અને તપાસવું કે- “લોકમાં સુખમય ગણાય એવા પણ સંસાર તરફ તારી આંખ કેવી છે? રોજ જીવ ! તું પૂજા કરે છે, દાન-શીલ-તપ વગેરે કરે છે, તો તને ખરેખર ગમે છે શું ?' જે વસ્તુ ખરેખર Page #104 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ૯૩ ગમે, તેને મેળવવાને માટે પ્રયત્ન કરવાનું મન થાય. ગમે તેટલી ધર્મક્રિયા કરતા હો, પણ જે દિ' સંસાર સુખમય હોય તો સારો લાગે, એમાં જીવનું ભલું લાગે, તે દિ' જીવનો બધો ઢાળ એ તરફ વળે; અને, જો સુખમય એવો પણ સંસાર ખરાબ લાગે, છોડવા જેવો છે એમ લાગે, તો જીવનો ઢાળ એ છોડવા તરફ વળે. જેને સુખમય એવા પણ સંસારમાં ખરેખર ાવટ જેવું ન લાગે, તેનું ધ્યેય સુધરે. ધ્યેય સુધરે એટલે પરિણામ સુધર્યા વિના રહે નહિ. પણ, સંસારના સુખ ઉપર જ જો આંખ હોય, તો સુખ ન મળે અને દુઃખ આવે તોય દુઃખ થાય પણ ધ્યેય સુધરે નહિ. એ તો જે કોઇ એને સંસારનું સુખ પામવામાં સહાયક બનતો લાગે, એ વાતમાં ટેકો આપનાર જે કોઇ એને મળે, તેની પૂંઠે એ ચાલવા માંડે. સુખ મળે કે ન મળે પણ એની આશામાં ને આશામાં એ દુઃખેય વેઠ્યા કરે. આ રીતિએ દુઃખ વેઠનારો અને સંસારના સુખની આશાએ સુખને છોડનારો, ધર્મ કરે છે એમ કહેવાય ? સંસારના સુખની આશામાં રમતો જીવ ધર્મક્રિયા કરે એવું પણ બને. જો એને લાગી જાય કે- ‘આનાથી મારે જે સુખ જોઇએ છે તે મને મળશે.' -તો એ એ પણ કરે. આ લોકમાં નહિ પણ પરલોકમાં આ સુખ ઘણું મળશે એમ લાગે, તો એ જીવ આ લોકમાં ઘણાં ઘણાં કષ્ટ વેઠીને પણ ધર્મક્રિયા કરે. પણ એ બધું કરતાં એના મનમાં શું હોય ? એની આંખ ક્યાં હોય ? સંસારના સુખ ઉપર જ ને ? પછી એની ઘણી પણ ધર્મક્રિયા એના પરિણામને સુધારનારી બને શી રીતિએ ? આજે કેટલાક ધર્મક્રિયા કરનારા એવા હોશિયાર થઇ ગયા છે કે-જો એમને પૂછીએ કે- ‘તમે આ બધું શા માટે કરો છો ?' તો એ કહે કે- ‘મોક્ષ માટે.' મોક્ષનું ધ્યેય છે એમ બોલે. એ વખતે તાગ કાઢવો હોય અને એને સમજાવવું હોય, તો પૂછવું પડે કેમોક્ષ ગમે છે તો તેનું કારણ શું છે ? સંસારનું સુખ નથી ગમતું માટે મોક્ષ ગમ્યો છે અને એથી ધર્મ કરો છો કે સંસારનું સુખ Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ચૌદ ગુણસ્થાન ભાગ-૨ નથી મળ્યું માટે મોક્ષની વાત કરીને પણ સંસારનું સુખ મેળવવા ધર્મ કરો છો ? મોક્ષ ગમે છે, એનો અર્થ જ એ છે કે-સંસારનું સુખ ખરેખર ગમતું નથી. સંસારના સુખના રાગ ઉપર અને એ રાગે જન્માવેલા દ્વેષ ઉપર દ્વેષ પ્રગટવો જોઇએ જીવ ધર્મની પ્રાપ્તિને યોગ્ય બને ત્યાં સુધી શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ ગણાય. ધર્મ પામવાની ઇચ્છા થઇ ત્યાં સુધીમાં તો એણે ઘણી ઘણી નિર્જરા સાધી હોય, પણ ધર્મ પામવાને માટે સૌથી પહેલાં ગ્રન્થિભેદ કરવો પડે. ગાઢ રાગ-દ્વેષની ગાંઠને ભેદવી પડે. અપૂર્વકરણ વિના એ ભેદાય નહિ. એ અપૂર્વકરણને પેદા કરવાને માટે, જીવે સંસારના સુખના રાગ ઉપર અને એ રાગે જન્માવેલા દ્વેષ ઉપર ખૂબ ખૂબ દ્વેષ કેળવવો પડે. સંસારના સુખના રાગ ઉપર અને એ રાગે જન્માવેલા ઢેષ ઉપર કેવો દ્વેષ કેળવવો પડે ? “અત્યાર સુધી આ જીવ સંસારના સુખના રાગ ઉપર અને સંસારના દુઃખના દ્વેષ ઉપર મુસ્તાક રહ્યો છે. એ રાગમાં અને એ દ્વેષમાં જ મારું કલ્યાણ, એમ આ જીવે માનેલું છે. પણ હવે મને સમજાય છે કે-એ રાગ અને એ દ્વેષ એ જ મારા ખરેખરા શત્રુ છે. એ રાગે ને એ દ્વેષે મને મારા સ્વરૂપનું ભાન પણ થવા દીધું નહિ. અનાદિકાળથી અત્યાર સુધીના અનન્તાનન્ત પુલ પરાવર્ત કાળ સુધી મને એ રાગે ને એ દ્વેષે જ સંસારમાં ભટકાવ્યો. એ રાગથી અને એ દ્વેષથી હું છૂટું તો જ મારી મુક્તિ થાય. માટે હવે કોઇ પણ રીતિએ એ રાગ પણ નહિ જોઇએ અને એ દ્વેષ પણ નહિ જોઇએ. આ ભયંકર સંસારથી છૂટવાનો ઉપાય એ જ છે કે-એ રાગથી ને એ દ્વેષથી હું સર્વથા મુક્ત બનું.” આવો નિર્ણય જીવનો થાય, એ શું છે ? સંસારના સુખના રાગ ઉપરનો અને એ રાગે જન્માવેલા દુ:ખના દ્વેષ પરનો દ્વેષ છે. એ Page #106 -------------------------------------------------------------------------- ________________ – – – – – – – – – – – – – – – ચૌદ ગુણસ્થાન ભાગ-૨ – રાગ અને એ દ્વેષ ઉપરના આવા પ્રકારના દ્વેષના ચિત્તનાદિમાંથી આત્મામાં એ રાગ-દ્વેષને તોડી નાખવાનો જે અપૂર્વ પરિણામ પ્રગટે, તે અપૂર્વકરણ કહેવાય છે; અને, એ અપૂર્વકરણથી ગાઢ રાગ-દ્વેષની ગાંઠ ભેદાઇ ગયા વિના રહેતી નથી. તમને લાગે છે કે-સંસારના સુખ ઉપરના રાગે અને એ રાગે જન્માવેલા દુખના દ્વેષે આત્માનું ઘણું ઘણું બગાડ્યું છે ? એ રાગ-દ્વેષ ભૂંડા લાગે એટલે અપૂર્વકરણ સહેલાઇથી પ્રગટી શકે. ૨. સચદત્તની પ્રાપ્તિનો દમ અનાદિક્ષ્મસન્તાનથી વેષ્ટિતપણું ? આ જગત્ અનાદિકાલીન છે. અનાદિકાલીન એવું આ જગત્ અનન્તકાલીન પણ છે. આ જગત ક્યારેય અસ્તિત્વમાં નહોતું-એવું પણ બન્યું નથી અને આ જગત્ ક્યારેય અસ્તિત્વમાં નહિ હોય-એવું બનવાનું પણ નથી. અનાદિ અને અનન્ત એવા આ જગમાં “જીવ” અને “જs” એ બે પ્રકારના મુખ્ય પદાર્થો છે; એથી જગતના એકે એક પદાર્થનો કાં તો જીવમાં અને કાં તો જડમાં સમાવેશ થઇ જાય છે. જs એવાં કર્મોના જીવની સાથેના યોગથી સંસાર છે અને જીવ જ્યારે જડના એ સંયોગથી સર્વથા મુક્ત બની જાય છે, ત્યારે એ જીવ સંસારથી મુક્ત બની ગયો, એમ કહેવાય છે. જીવને સંસારી રાખનારો, જીવને સંસારી બનાવ્યું રાખનારો જે જગનો સંયોગ છે, તે જડ કર્મસ્વરૂપ છે. કર્મ જડ છે, પણ જીવ માત્રને જડ એવા કર્મનો સંયોગ અનાદિકાલથી છે; અને , જડસ્વરૂપ કર્મના એ સંયોગથી જ જીવનો સ્વભાવ આવરાયેલો છે. જીવની સાથેનો કર્મનો સંયોગ અનાદિકાલીન હોવા છતાં પણ, કોઇ જ કર્મ વિશેષનો સંયોગ કોઇ પણ જીવને Page #107 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ અનાદિથી હોતો નથી, કારણ કે-ભોગવવા આદિ દ્વારાએ કર્મો આત્માથી વિખુટાં પણ પડતાં જાય છે અને બંધનાં કારણોનું અસ્તિત્વ હોઇને જીવને નવાં નવાં કર્મો બંધાતાં જતાં પણ હોય છે. એટલે, કોઇ કર્મ વિશેષનો સંયોગ જીવને અનાદિકાલથી હોતો નથી, પરન્તુ પ્રવાહ રૂપે અથવા પરંપરા રૂપે, જીવની સાથેનો જડ એવા કર્મનો જે સંયોગ છે, તે અનાદિકાલીન છે. આમ હોઇને, જીવને અનાદિકર્મવેષ્ટિત કહેવાને બદલે, જીવને અનાદિકર્મસંતાન-વેષ્ટિત અથવા અનાદિકર્મ પરમ્પરાવેષ્ટિત આદિ કહેવો, એ વધુ યોગ્ય છે. કર્મનો બંધ તે જ જીવને થઇ શકે છે, કે જે જીવને કર્મનો સંયોગ હોય છે. પ્રત્યેક સમયે આત્મા કર્મથી છૂટે છે પણ ખરો અને કર્મને બાંધે છે પણ ખરો. વીતરાગ અને સર્વજ્ઞ બનેલો આત્મા, માત્ર ચાર પ્રકારનાં કર્મોએ જ સહિત હોય છે. તેથી તે ચાર પ્રકારનાં કર્મોથી છૂટતો જાય છે અને એ આત્માને માત્ર યોગપ્રત્યયિક અને તે પણ શાતાવેદનીયનો જ બંધ થતો હોય છે. એમ કરતાં કરતાં, એ આત્મા એવી અવસ્થાએ પહોંચે છે કે-એને કર્મનો બંધ થાય જ નહિ અને એથી તે સકલ કર્મોથી રહિત બની જાય. સમ્યક્ત્વની દુર્લભતા ઃ ૯૬ જીવ માત્ર અનાદિકાલથી કર્મસન્તાનથી વેષ્ટિત છે અને એથી જીવ માત્રને માટે સમ્યક્ત્વ દુર્લભ છે. સમ્યક્ત્વ દુર્લભ છે એ વાત જેમ સાચી છે, તેમ જીવે સમ્યક્ત્વને પોતાને માટે સુલભ બનાવ્યા વિના ચાલી શકે એવું પણ નથી-એ વાતેય એટલી જ સાચી છે; કારણ કે- ‘સમ્યક્ત્વને પ્રાપ્ત કર્યા વિના, કોઇ પણ જીવ, ગૃહિધર્મને કે સાધુધર્મને તેના ખરેખરા સ્વરૂપમાં પામી શકતો જ નથી; અને, ધર્મને ખરેખરા સ્વરૂપમાં પામ્યા વિના, કોઇ પણ જીવ, પોતાના મોક્ષને સાધી શકતો નથી.' - Page #108 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ભાગ-૨ આઠ પ્રકારનાં કર્મોની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્થિતિનું અને જઘન્યમાં જઘન્ય સ્થિતિનું પ્રમાણ : અનાદિ કાલથી જીવ જે કર્મસત્તાનથી વેષ્ટિત છે, તે કર્મ આઠ પ્રકારનું છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અત્તરાય-એ, કર્મના આઠ પ્રકારો છે. આ આઠ પ્રકારનાં કર્મોનાં નિમિત્તો છ છે. એકમિથ્યાત્વ, બીજું-અજ્ઞાન, ત્રીજું-અવિરતિ, ચોથું-પ્રમાદ, પાંચમુંકષાય અને છઠું-ચોગ. મિથ્યાત્વ આદિ આ છ નિમિત્તોથી, જીવને પ્રાયઃ પોતપોતાના પરિણામ દ્વારાએ કર્મનો બંધ થાય છે. મિથ્યાત્વાદિના નિમિત્તથી એક પરિણામ દ્વારા સંચિત થતું કર્મ, ઉત્કૃષ્ટ સ્થિતિવાળું પણ હોઇ શકે છે અને જઘન્ય સ્થિતિવાળું પણ હોઇ શકે છે. તીવ્ર એવો જે અશુભ પરિણામ, તે પરિણામ દ્વારા જનિત જે કર્મ, તે ઉત્કૃષ્ટ સ્થિતિવાળું હોય છે. આઠ પ્રકારનાં કર્મોમાં, દરેકે દરેક પ્રકારના કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સમાન નર્થી હોતી, પણ ભિન્ન ભિન્ન હોય છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અન્તરાય-એ ચાર પ્રકારનાં કર્મોની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ કોટાકોટિ સાગરોપમ પ્રમાણ હોઇ શકે છે, જ્યારે મોહનીય કર્મની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્થિતિ સીત્તેર કોટાકોટિ સાગરોપમ પ્રમાણ હોઇ શકે છે. બાકી રહ્યાં જે નામ, ગોત્ર અને આયુષ્ય, તેમાં નામકર્મની અને ગોત્રકર્મની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કોટાકોટિ સાગરોપમ પ્રમાણ હોઇ શકે છે અને આયુષ્યકર્મની સ્થિતિ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમ પ્રમાણ હોઇ શકે છે. જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મોની સ્થિતિ જેમ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કોટિની પણ હોઇ શકે છે, તેમ જઘન્થમાં જઘન્ય કોટિની પણ હોઇ શકે છે. તેવા પ્રકારના પરિણામથી સંચિત થતાં આઠ પ્રકારનાં કર્મોમાં, વેદનીય કર્મની જઘન્યમાં જઘન્ય સ્થિતિ બાર Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ચૌદ મણસ્થાનક ભાગ-૨ મુહૂર્ત માત્રની હોય છે, નામકર્મ અને ગોત્રકર્મની જઘન્યમાં જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્ત માત્રની હોય છે, જ્યારે બાકીનાં જે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, આયુષ્ય અને અત્તરાયએ પાંચ પ્રકારનાં કર્મો, એ કર્મોની જઘન્યમાં જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્ત માત્રની હોય છે. અત્રે એ વાત પણ ધ્યાનમાં રાખવાની છે કે-શુભાશુભ પરિણામ દ્વારાએ થતા કર્મબંધને અંગેની જ આ વાત છે, પણ કેવલજ્ઞાનિઓને જે યોગપ્રત્યચિક બંધ થાય છે, તે બંધને અંગેની આ વાત નથી. સમજીને તળજીવાળા બનો : મિથ્યાત્વાદિના નિમિત્તે, આત્માના પરિણામ દ્વારા, પરિણામની શુભાશુભતાથી શુભાશુભ કર્મનો જે સંચય થાય છે, તે કર્મસંચયમાં પરિણામની તીવ્રતા કે મદતાને કારણે કયા કયા કર્મની કેટલી કેટલી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્થિતિ હોઇ શકે છે અને કેટલી કેટલી જઘન્થમાં જઘન્ય સ્થિતિ હોઇ શકે છે, તેનો તમને ખ્યાલ તો આવ્યો ને ? મોહનીય કર્મ સીત્તેર કોટાકોટિ, સાગરોપમની સ્થિતિવાળું પણ બંધાઇ શકે અને અન્તર્મુહૂર્ત માત્રની સ્થિતિવાળું પણ બંધાઇ શકે. આ બધાને સમજીને, કરવું એ જોઇએ કે-અશુભ પરિણામ પ્રગટે નહિ એની કાળજી રાખવી તથા અશુભ પરિણામ પ્રગટે તો પણ તે તીવ્ર બને નહિ એની કાળજી રાખવી; અને, શુભ તથા શુદ્ધ પરિણામ બન્યા રહે એની કાળજી રાખવી તેમજ શુભ તથા શુદ્ધ પરિણામને ખૂબ ખૂબ તીવ્ર બનાવવાનો પ્રયત્ન કર્યા કરવો. આત્મા જેમ જેમ ગુણસમ્પન્ન બનતો જાય છે, તેમ તેમ તેને કર્મનો બંધ શુભ રૂપમાં થવાનું વધતું જાય છે અને અશુભ રૂપમાં થવાનું ઘટતું જાય છે; તેમ જ, તેની નિર્જરાનું પ્રમાણ પણ વધતું જાય છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ ૯૯ ચૌદ વણસ્થાન ભાગ-૨ મૈસ્થિતિ ઘટ્યા વિના ગ્રન્થિદેશે પહોંચાય નહિ ? છે તમારી રાશિ બીન અનાદિકાલથી કર્મસત્તાનથી વેષ્ટિત જનુને પણ જો દુર્લભ એવું સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે, તો તે કયા ક્રમે પ્રાપ્ત થાય છે, તે સમજવા જેવું છે. જે જીવો દુર્લભ એવા સમ્યગ્દર્શન ગુણને પામે છે, તે જીવોને માટે સૌથી પહેલું જે બને છે, તે એ બને છે કેતેઓનાં કર્મોની સ્થિતિ ખૂબ જ ઘટી જવા પામે છે. એમાં, આયુષ્યકર્મ સિવાયનાં સાતેય પ્રકારનાં કર્મોની સ્થિતિ ખપીને ઘટી જવા પામે છે અને એ સાતેય પ્રકારનાં કર્મોની સ્થિતિ ઘટીને એટલી હદ સુધી ઘટી જાય છે કે એ સાતમાંનું કોઇ પણ કર્મ, એક કોટાકોટિ સાગરોપમની સ્થિતિથી અધિક સ્થિતિનું તો રહેવા જ પામતું નથી; અને, જે એક કોટાકોટિ સાગરોપમ જેટલી કર્મની સ્થિતિ શેષ રહી, તે સ્થિતિમાંથી પણ થોડીક સ્થિતિ, એટલે કેએક પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી સ્થિતિ ખપી જવા પામે છે. પોતાની કર્મસ્થિતિની આટલી હદ સુધીની લઘુતાને પામેલા જીવને, ગ્રન્થિદેશને પામેલો જીવ કહેવાય છે. એટલે કે-જ્યાં સુધી જીવનાં આયુષ્યકર્મ વિનાનાં જ્ઞાનાવરણીયાદિ સાત કર્મોની એક કોટાકોટિ સાગરોપમ પ્રમાણ કાલથી અધિક કાલની જે સ્થિતિ, તે સ્થિતિ ખપી જવા પામતી નથી અને એટલી સ્થિતિ ખપી ગયા પછીથી પણ બાકી રહેલી જે એક કોટાકોટિ સાગરોપમની સ્થિતિ, તે સ્થિતિમાંથી પણ જ્યાં સુધી એક પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ જેટલી સ્થિતિ ખપી જવા પામતી નથી, ત્યાં સુધી તો જીવ ગ્રન્થિદેશને પણ પામતો નથી. સમ્યગ્દર્શન ગુણને પામવાને માટે જે ગ્રન્થિને ભેદવી એ અનિવાર્ય છે, તે ગ્રન્થિના દેશ સુધી પણ એ જીવ પહોંચી શકતો નથી, કે જે જીવની કર્મસ્થિતિ એક કોટાકોટિ સાગરોપમ પ્રમાણ કાલની છે અગર તો તેથી અધિક કાલની છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧OO થાક ભાવ- ૨ નદી-ઘોલ-પાષાણ જાયે થતી કર્મસ્થિતિની લઘુતા ? ગ્રન્થિદેશે પહોંચવા જોગી કર્મસ્થિતિની લઘુતા, જીવને, પોતાના ઇરાદા પૂર્વના પુરુષાર્થ વિશેષથી જ પ્રાપ્ત થાય છે –એવું નથી . પોતાની કર્મસ્થિતિની એટલી લઘુતાને, જીવ, યથાપ્રવૃત્તિકરણ દ્વારાએ નદી-ઘોલ-પાષાણ ન્યાયે પામે છે. એટલે કે-એથી અધિક કર્મસ્થિતિની જે ક્ષય જઇ જવા પામે છે, તે ક્ષય યથાપ્રવૃત્તિકરણ દ્વારાએ નદી-ઘોલ-પાષાણ ન્યાયે થાય છે. નદીઓમાંથી કેટલીક વાર બહુ જ સુંદર આકારવાળા અને અતિશય લીસા એવા પાષાણો મળી આવે છે. એ પાષાણોને, એવો સુદર આકાર કોઇ કારીગરે આપેલો હોતો નથી; અથવા તો, એ પાષાણોને કોઇ કારીગરે એવું અતિશય લીલાપણું પણ આપેલું હોતું નથી. આમથી તેમ અથડાતે-કૂટાતે જ એ પાષાણો એવા સુન્દર આકારવાળા અને એવા અતિશય લીસા બની ગયેલા હોય છે. પાષાણને એવો આકાર આપવાની સાથે એવું લીસાપણું આપવું, એ કારીગરને માટેય સહેલું તો નથી જ; જ્યારે કુદરતી રીતિએ એ પાષાણો અથડાતે-કૂટાતે એવા બની ગયેલા હોય છે. જીવને ગ્રન્થિદેશ સુધી પહોંચાડનારી જે કર્મસ્થિતિની લઘુતા થાય છે, તે લઘુતા પણ એ જ રીતિએ યથાપ્રવૃત્તિકરણ દ્વારાએ કર્મસ્થિતિ ખાતે ખપત થઇ જવા પામે છે; અને, એ જ કારણ છે કે-અભવ્ય જીવો અને દુર્ભવ્ય જીવો પણ ગ્રન્થિદેશ સુધી પહોંચી શકે છે. વળી ગ્રન્થિદેશને પામેલા જીવો પણ પુનઃ કર્મસ્થિતિની ગુરુતાને પામતા જ નથી, એવું પણ નથી. આટલી મૈલઘુતા પણ મહત્વની ગ્રન્થિદેશે પહોંચવા જોગી કર્મસ્થિતિની લઘુતાને જેમ ભવ્ય જીવો પામી શકે છે, તેમ દુર્ભવ્ય જીવો પણ પામી શકે છે અને Page #112 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ભાગ-૨ ૧૦૧ અભવ્ય જીવો પણ પામી શકે છે; છતાં પણ, કર્મસ્થિતિની એટલી લઘુતા થવી, એ પણ ખૂબ જ મહત્વની વસ્તુ છે. કારણ કે ભવ્યા જીવો પણ ગ્રન્થિને ભેદવાનો પુરુષાર્થ કર્મસ્થિતિની લઘુતાને પામ્યા વિના કરી શકતા નથી. બીજી વાત એ પણ છે કે ભગવાન શ્રી. જિનેશ્વરદેવોએ માવેલો જે મૃતધર્મ છે અને ચારિત્રધર્મ છે, તે ધર્મને દ્રવ્યથી પણ તે જ આત્માઓ પામી શકે છે, કે જે આત્માઓ ગ્રન્થિદેશે પહોંચવા જોગી કમીસ્થિતિની લઘુતાને પામેલા હોય. શ્રી જિનશાસને ઉપદેશેલા ધૃતધર્મની અને ચારિત્રધર્મની આંશિક પણ આચરણા કરી રહેલા જીવોને માટે, એટલું તો નિશ્ચિત જ કે-એક આયુષ્યકર્મ સિવાયનાં તે જીવોનાં જ્ઞાનાવરણીયાદિ સાતેય કર્મોની સ્થિતિ ઘણી જ ક્ષીણ થઇ જવા પામેલી છે અને એક પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ઉણ એવી એક કોટાકોટિ સાગરોપમ પ્રમાણ કાલની સ્થિતિથી અધિક સ્થિતિ તે જીવોના કોઇ પણ કર્મની નથી. એટલું જ નહિ, પરંતુ જ્યાં સુધી જે જીવ શ્રી જિનશાસને માવેલા શ્રુતધર્મને અને ચારિત્રધર્મને અંશે પણ આચરી શકે છે, ત્યાં સુધી તે જીવ જ્ઞાનાવરણીયાદિ જે કર્મોને સંચિત કરે છે, તે કર્મોની સ્થિતિ પણ એથી અધિક હોઇ શકતી નથી. અર્થાતુએક પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ઉણ એવી એક કોટાકોટિ સાગરોપમ પ્રમાણ કાલની સ્થિતિથી જરા પણ અધિક સ્થિતિવાળા કોઇપણ કર્મને ઉપાર્જનારો એ જીવ બનતો નથી. પ્રન્થિદેશને નહિ પામેલો શ્રી નવકરનેય પામી શકે નહિ? પરમ ઉપકારી મહાપુરુષો ત્યાં સુધી માને છે કે- જ્યાં સુધી જીવ ગ્રન્થિદેશે આવવા જોગી કર્મસ્થિતિની લઘુતાને પામતો નથી, ત્યાં સુધી તો જીવ શ્રી નવકાર મહામત્રને અથવા તો શ્રી નવકાર મહામન્ત્રના “નમો અરિહંતાણં' એવા પહેલા પાકને અથવા તો “નમો અરિહંતાણં' એ પાદના “ન' ને પણ “નમો અરિહંતાણં Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ – – – – – – – – – – – – – – – – એ પાદના “ન' તરીકે પામી શકતો નથી. જ્ઞાનિઓના આ કથન ઉપરથી ફલિત થાય છે કે જેન કુળોમાં જે આત્માઓ જન્મ પામે છે, તેઓ પ્રાયઃ ગ્રન્થિદેશને પામવા જેગી કર્મસ્થિતિની લઘુતાને પામેલા હોય છે. જે જેન કુળો જેન આચારની અને જેના વિચારની દ્રષ્ટિએ હીનમાં હીન કોટિનાં બની જવા પામ્યાં હોય, છતાં પણ એ કુળોમાં જો શ્રી નવકાર મંત્રનું સ્મરણાદિ ચાલુ હોય, તો એવાં પણ કુળોમાં પ્રાયઃ એવા જ આત્માઓ જન્મને પામે, કે જે આત્માઓની કર્મસ્થિતિ ગ્રન્થિદેશને પામવા જોગી લઘુતાને પામેલી હોય. જે કોઈ જીવ “નમો અરિહંતાણં' બોલવાના આશયથી “ન’ પણ બોલી શકે, એ જીવ કર્મસ્થિતિની એટલી લઘુતાને પામેલો છે, એટલું તો જ્ઞાનિઓના કથનાનુસારે નિશ્ચિતપણે કહી શકાય. ઉપરાન્ત, જ્યાં સુધી જીવ “નમો અરિહંતાણં' એટલું માત્ર પણ બોલી શકે છે અગર “નમો અરિહંતાણં' બોલવાના આશયે “ન’ ને પણ બોલી શકે છે, ત્યાં સુધી એ જીવ, ગમે તેટલી ઉત્કટ કોટિના પાપવિચારોમાં અને ગમે તેટલી ઉત્કટ કોટિના પાપાચારોમાં રક્ત બનેલો હોય તો પણ, તે જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મો પૈકીના કોઇ પણ કર્મનો એવા રૂપનો સંચય કરતો જ નથી, કે જે કર્મની સ્થિતિ એક કોટાકોટિ સાગરોપમની હોય અથવા તો એથી અધિક હોય ! એનો અર્થ એ છે કે-એ જીવમાં અશુભ પરિણામો એવા તીવ્ર ભાવે પ્રગટતા જ નથી, કે જેથી એ જીવને કોઇ પણ કર્મ એક કોટાકોટિ સાગરોપમની સ્થિતિનું કે એથી અધિક સ્થિતિનું બંધાય. શ્રી નવકાર મન્સની પ્રાપ્તિ જેન કુળોમાં સામાન્ય રીતેએ સુલભ ગણાય, એટલે જૈન કુળમાં જન્મ પામનારા આત્માઓને અંગે વાત કહી; બાકી તો, જે કોઇને પણ શ્રી નવકાર મંત્રની પ્રાપ્તિ થાય, તેની કર્મસ્થિતિ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કોટિની હોય તો પણ, તે કર્મસ્થિતિ એક કોટાકોટિ સાગરોપમથી પણ કાંઇક ન્યૂન જ હોય; અને, એ જીવ જે જે કર્મોને ઉપાર્જે, તે તે કર્મોની પણ જો Page #114 -------------------------------------------------------------------------- ________________ ચોદ ગુણસ્થાનક ભાગ-૨ ૧૦૩ - - - - ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કોટિની સ્થિતિ હોય, તોય તે સ્થિતિ એક કોટાકોટિ સાગરોપમથી કાંઇક ન્યૂન જ હોય. એ જીવ એથી અધિક સ્થિતિવાળા કર્મને ત્યારે જ સંચિત કરી શકે, કે જ્યારે એ જીવ શ્રી નવકાર મ~ના આંશિક પણ પરિચયથી સર્વથા મુક્ત બની જાય; એટલે કે-એ જીવ જ્યારે ગ્રન્થિદેશથી પાછો પડી જાય. ભાગ્યશાલિતા સફલ નીવડી ક્યારે કહેવાય? ગ્રન્થિદેશે આવવા જોગી કર્મસ્થિતિની લઘુતાને પામેલા. બધા જ જીવો શ્રી નવકાર આદિને પામી શકે છે, એવો પણ નિયમ નથી. નિયમ તો એ જ છે કે-જે જીવ જ્યાં સુધી ગ્રન્થિદેશે. આવવા જોગી કર્મસ્થિતિની લઘુતાને પામે નહિ, તે જીવ ત્યાં સુધી શ્રી નવકાર મ– આદિને પામી શકે જ નહિ ! એટલે, ગ્રન્થિદેશે આવેલા જીવો પૈકીના જે જીવો શ્રી નવકાર મંત્ર આદિને પામી જાય, તે જીવો કમથી કમ એટલા ભાગ્યશાલી તો ખરા જ કે-જ્યાં સુધી તેઓ શ્રી નવકાર મંત્ર આદિના પરિચયાદિથી દૂર થઇ જાય નહિ, ત્યાં સુધી તેઓ ગ્રન્થિદેશને પમાડનારી કર્મસ્થિતિથી ઉત્કૃષ્ટ કોટિની કર્મસ્થિતિને ઉપાર્જ જ નહિ ! એ જીવો, એ કાળા દરમ્યાનમાં, ગ્રન્થિદેશથી બહુ આગળ ન વધે એ બનવાજોગ છે, પરન્તુ એ જીવો એ કાળ દરમ્યાનમાં ગ્રન્થિદેશથી દૂર પણ જવા પામે નહિ ! સ. જીવ ગ્રન્થિદેશે કેટલા કાળ સુધી રહી શકે ? ગ્રન્થિદેશને પામેલો જીવ, ગ્રન્થિદેશે વધુમાં વધુ કાળને માટે ટકી શકે, તો તે અસંખ્યાતા કાળ સુધી ટકી શકે. છેવટમાં છેવટ અસંખ્યાતા કાળે તો એ જીવ ગ્રન્થિદેશથી કાં તો આગળ વધે અને સમ્યગ્દર્શનાદિ ગુણોને ઉપાર્જ અને કાં તો એ જીવા પાછો હઠી જવા પામે. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ આ વાતને લક્ષ્યમાં રાખીને, તમારે ખરો વિચાર તો એ કરવા જેવો છે કે- “આપણે કેટલા બધા ભાગ્યશાલી છીએ ?' તમે કદાચ સમ્યગ્દર્શનાદિ ગુણોને ન પામેલા હો-એ બનવાજોગ છે, પણ તમે ગ્રન્થિદેશે તો અવશ્ય પહોંચેલા છો ! તમારાં કર્મ કદાચ ગમે તેટલાં જોરદાર હોય, પરન્તુ તમારા કોઇ કર્મની સ્થિતિ એક કોટાકોટિ સાગરોપમ જેટલી કે એથી અધિક નથી જ અને તમારાં બધાંય કર્મોની સ્થિતિ એક કોટાકોટિ સાગરોપમથી ન્યૂના જ છે. આ ઉપરાન્ત, નવાં સંચિત થતાં પણ તમારા કર્મો, એક કોટાકોટિ સાગરોપમથી અધિક સ્થિતિવાળાં હોઇ શકતાં જ નથી. આ તમારી જેવી-તેવી ભાગ્યશાલિતા નથી જ, પરન્તુ ભાગ્યશાલી એવા તમારે એ વિચાર કરવો જોઇએ કે- “અમારી આ ભાગ્યશાલિતા સક્લ કેમ નીવડે ?' કોઇ પણ પ્રકારની ભાગ્યશાલિતા, એ સદ્ય નીવડી-એવું ક્યારે કહી શકાય ? પોતાને પ્રાપ્ત થયેલી ભાગ્યશાલિતા દ્વારા જીવ જ્યારે પોતાની અધિકાધિક ભાગ્યશાલિતાને સંપાદિત કરે, ત્યારે જ એમ કહી શકાય કે-પોતાની ભાગ્યશાલિતાને એ જીવે સક્લ બનાવી. તમારી ભાગ્યશાલિતાને પિછાનો : આપણી વાત તો એ હતી કે-આજે તમારામાંના ઘણાઓ જેમાં જેમાં ભાગ્યશાલિતા માને છે, તેમાં તેમાં તો પ્રાયઃ મિથ્યાદ્રષ્ટિઓ પણ પોતપોતાની ભાગ્યશાલિતાને માને છે; અને, એ માટે આપણે સુરસુન્દરીને યાદ કરી. સુરસુન્દરીની નજર ધનાદિક ઉપર કેન્દ્રિત થયેલી હતી અને શ્રીમતી મદનાસુન્દરીની નજર વિનયાદિક ઉપર કેન્દ્રિત થયેલી હતી; એટલે, સુરસુન્દરીએ પુણ્યથી ધનાદિક મળે છે-એવો જવાબ આપ્યો અને શ્રીમતી મદનાસુન્દરીએ પુણ્યથી વિનયાદિકની પ્રાપ્તિ થાય છે-એવો જવાબ આપ્યો. એવી જ રીતિએ, તમે જે તમને પોતાને ભાગ્યશાલી Page #116 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ૧૦૫ ——— માનતા હો, તો તમને શું શું મળ્યું છે, કે જેનાથી તમે તમને ભાગ્યશાલી માનો છો ? અથવા તો, તમને શું શું મળે, તો તમે તમને ભાગ્યશાલી માની લો ? આજે તમે શ્રીમન્ત હો કે ન હો, તમને આજે જ્યાં-ત્યાં આદર મળતો હોય કે અનાદર મળતો હોય અને સ્ત્રી-સંતાનાદિ તમારો પરિવાર તમને અનુકૂળ હોય કે ન હોય, તો પણ તમે ભાગ્યશાલી છો, એમ અમે તો જ્ઞાનિઓના વચનાનુસારે કહીએ છીએ; અને એથી જ, તમારી એ સાચી અને સારી ભાગ્યશાલિતા તમારા ધ્યાન ઉપર આવે-એવું કરવાની અમે મહેનત કરીએ છીએ. અમારી અભિલાષા એ છે કે-તમારી જે મોટામાં મોટી ભાગ્યશાલિતા છે, તે તમારા પોતાના ધ્યાનમાં આવે; અને એથી તમે તમને સાંપડેલી એ ભાગ્યશાલિતાને સફ્લ બનાવનારા નીવડો ! ક્સસ્થિતિની લઘુતા આદિ રૂપ તમારી ભાગ્યશાલિતા : તમને જૈન કુળ તમારા પુણ્યના ઉદય યોગે મળી જવા પામ્યું છે. એ જ તમારી મોટામાં મોટી ભાગ્યશાલિતા છે. જૈન કુળમાં જન્મ પામવાના યોગે, તમને દેવ તરીકે પૂજવાને માટે શ્રી વીતરાગ પરમાત્માને પૂજવાનો યોગ મળી ગયો છે; ગુરુ, તરીકે સેવવાને માટે પણ તમને નિગ્રન્થ સદ્ગુરુઓનો યોગ મળી ગયો છે; અને, તમે જે કાંઇ ધર્માચરણ કરો તે પ્રાયઃ શ્રી જિનશાસને ઉપદેશેલું ધર્માચરણ કરો એવો ધર્મનો યોગ પણ તમને મળી ગયો છે. તમે આટલું પામ્યા છો, એથી એટલું તો સુનિશ્ચિતપણે કહી શકાય તેમ છે કે-તમે ગ્રન્થિદેશે તો અવશ્ય આવેલા છો ! તમારામાંના અમુક અમુક જીવો ચોથા ગુણસ્થાનકને અગર તો પાંચમા ગુણસ્થાનકને પણ પામેલા હોય, તો એય બનવાજોગ છે; તમે ચોથા ગુણસ્થાનકને અગર પાંચમા ગુમસ્થાનકને પામેલા નથી જ, એવું કહેવાનો આશય નથી; જે કોઇ ચોથા કે પાંચમા Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ર્વાદ ||સ્થાન ભાગ-૨ ગુણસ્થાનકને પામેલા હોય, તે વધારે ભાગ્યશાલી છે; પરન્તુ તમારામાંના જે કોઇ ચોથા અગર પાંચમાં ગુણસ્થાનકને પામેલા નથી, તેઓ પણ ગ્રન્થિદેશે તો અવશ્ય આવેલા છે. તમારા બધામાંનો એક પણ જીવ એવો નથી, કે જે જીવને માટે “એ જીવા ગ્રન્થિદેશે પણ આવેલો નથી.” -એમ કહી શકાય. ત્યારે, એ પણ ભાગ્યશાલિતા છે. કયી રીતિએ ? એક તો એ કે-તમારામાંના કોઇનું પણ કોઇ પણ ર્ક્સ એક કોટાકોટિ સાગરોપમ પ્રમાણ સ્થિતિનું કે એથી અધિક સ્થિતિનું નથી; એટલે, આયુષ્યકર્મ સિવાયનાં સાતે કર્મોની એથી જે અધિક સ્થિતિ, તે તો નિયમા ક્ષીણ થઇ જવા પામેલી છે. બીજી ભાગ્યશાલિતા એ છે કે-જેમ કર્મસ્થિતિ લઘુ થઇ જવા પામેલી છે, તેમ જે નવાં કર્મોનો સંચય થાય છે, તે કર્મો પણ એક કોટાકોટિ સાગરોપમની કે એથી અધિક સ્થિતિનાં હોતાં જ નથી, પણ એથી ઓછી સ્થિતિનાં જ હોય છે. આ ઉપરથી એમ પણ સૂચિત થાય છે કે-તમને બધાને એટલી કષાયમન્દતા પણ થવા પામેલી છે; અને, એ ત્રીજી ભાગ્યશાલિતા છે. પહેલા ગુણસ્થાનકે રહેલા સર્વ જીવોને કષાયો અનન્તાનુબંધીની કોટિના જ હોય, પરંતુ એમાં પણ તીવ્રતાની અને મદતાની તરતમતા તો હોય જ. જો અનન્તાનુબંધી એવા પણ કષાયો મન્દપણાને પામેલા ન હોય, તો નવાં સંચિત થતાં જ્ઞાનાવરણીય આદિ કર્મો લઘુ સ્થિતિવાળાં હોવાનું બને જ શી રીતિએ ? કર્મોનો જે સ્થિતિબંધ અને રસબંધ, તે થવામાં કષાયોનો યોગ પ્રાધાન્ય ભોગવે છે. એટલે, તમે શ્રી જિનશાસને ઉપદેશેલા મૃતધર્મની અને ચારિત્રધર્મની દ્રવ્યથી પણ અમુક અંશે જે આચરણા કરી શકો છો, એથી એમ સિદ્ધ થાય છે કે-એક કોટાકોટિ સાગરોપમથી પણ કાંઇક ન્યૂન એવી જેસ્થિતિ, તેથી અધિક સ્થિતિવાળું કોઇ જ કર્મ તમે ઉપાર્જતા નથી; અને એથી, એમેય સિદ્ધ થાય છે કેતમારા કષાયો પણ એટલી મદતાને અવશ્ય પામેલા છે. આ બધો Page #118 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ભાગ-૨ ૧૦૭ પ્રતાપ તમને જૈન કુળ મળ્યું છે, એનો છે. તમને જો જૈન કુળ ના મળ્યું હોત, તો તમે શ્રી જિનશાસને ઉપદેશેલા કૃતધર્મની અને ચારિત્રધર્મની દ્રવ્યથી પણ આંશિક આરાધના કરનારા બનત શી રીતિએ ? જેન કુળ મળ્યા વિના આવી સ્થિતિ પ્રાપ્ત ન જ થાય - એવું એકાન્ત કહી શકાય નહિ, પણ જૈન કુળ મળ્યા વિના આવી. સ્થિતિ પ્રાપ્ત થવી, એ મોટે ભાગે તો અસંભવિત ગણાય ને ? તમને તમારી આ ભાગ્યશાલિતા, ભાગ્યશાલિતા રૂપે લાગે છે ખરી ? ગ્રન્થિદેશને પામેલા જીવ માટે પુરૂષાર્થનો અવસર : તમને તમારી ભાગ્યશાલિતાની આ બધી વાતો કહીને પણ ભલામણ તો એ જ કરવાની છે કે-તમે તમારી ભાગ્યશાલિતાને હવે સારામાં સારી રીતિએ સર્દી બનાવનારા નીવડો ! તમે તમારી આ ભાગ્યશાલિતાનો એવો સદુપયોગ કરનારા બનો, કે જેથી તમારી ભાગ્યશાલિતામાં ઉત્તરોત્તર અભિવૃદ્ધિ થવા પામે. ગ્રન્થિદેશને પામવા જેગી અને તેની સાથે શ્રી જિનશાસને ઉપદેશેલા શ્રુત-ચારિત્રાત્મક ધર્મને દ્રવ્યપણે પણ અમુક અંશે પામવા જોગી ભાગ્યશાલિતાને પામેલા આત્માઓ, જો ધારે તો પુરૂષાર્થને ફોરવીને, સમ્યગ્દર્શનાદિ આત્મગુણોને પ્રગટાવવાને સમર્થ બની શકે, એવો આ અવસર છે. આવી ભાગ્યશાલિતાને પામેલાઓને માટે, એટલે કે-ગ્રન્થિદેશે આવીને દ્રવ્યથી શ્રી જિનધર્મના આચરણને પામેલા આત્માઓને માટે, પુરૂષાર્થનો આ અવસર છે, એમ કહી શકાય. અહીં એવું છે કે અહીં આવેલો જે કોઈ જીવા પુરૂષાર્થ કરવાને તત્પર બને અને પુરૂષાર્થને ફોરવે, તે જીવ, અનાદિકાલથી સંસારમાં પરિભ્રમણ કર્યા કરતાં તેણે જેવી સિદ્ધિ પ્રાપ્ત કરી હોય નહિ, તેવી સિદ્ધિને પ્રાપ્ત કરી શકે. ગ્રન્થિદેશે પહોંચવા જોગી અવસ્થા, જેવી સિદ્ધિ પ્રાપ્ત કરી હોય નહિ, તેવી Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ સિદ્ધિને પ્રાપ્ત કરી શકે. ગ્રન્થિદેશે પહોંચવા જોગી અવસ્થા, એ કાંઇ એવી અવસ્થા નથી કે-જે કોઇ જીવ એ અવસ્થાને પામે અને એ અવસ્થાને પામીને એ અવસ્થાએ એ અવસ્થાની કાલમર્યાદા સુધી ટકી પણ રહે, તે જીવ પ્રગતિ જ કરે. સમ્યગ્દર્શન ગુણની વાત જુદી છે. સમ્યગ્દર્શન ગુણ એ એવો ગુણ છે, કે જે ગુણને પામેલો જો એ ગુણને વમે નહિ અને એ ગુણમાં ટક્યો જ રહે, તો એ નિયમા પ્રગતિને સાધનારો બને; જ્યારે ગ્રન્થિદેશની અવસ્થા એ એવી અવસ્થા નથી. ગ્રન્થિદેશે આવેલો જીવ, વધુમાં વધુ અસંખ્યાત કાલ સુધી ગ્રન્થિદેશે ટકી રહે એ બને, પણ એટલા કાલ પર્યન્ત ગ્રન્થિદેશે બરાબર ટકી રહેલો જીવ પ્રગતિ જ સાધે, એવો નિયમ નહિ. અસંખ્યાત કાલ સુધી ગ્રન્થિદેશે ટક્યા પછીથી પણ એ જીવ પાછો પડે અને ગ્રન્થિદેશ યોગ્ય કર્મસ્થિતિથી અધિક કર્મસ્થિતિને એ ઉપાર્જ, તો એ શક્ય છે. અથવા તો, એમ પણ કહી શકાય કે-ગ્રન્થિદેશે આવેલો જીવ જો પુરૂષાર્થ કરી શકે નહિ અને એથી પ્રગતિ સાધી શકે નહિ, તો એ જીવ છેવટમાં છેવટ અસંખ્યાત કાલે તો પાછો પડ્યા વિના રહે જ નહિ. એટલે, આ અવસરે તમારે ખાસ સાવધ બની જવા જેવું છે. અહીંથી પીછેહઠ પણ શક્ય છે : વળી, ગ્રન્થિદેશે આવેલો જીવ શ્રી જિનશાસને ઉપદેશેલા શ્રુત-ચારિત્રાત્મક ધર્મના દ્રવ્યાચરણને પામે જ, એવો નિયમ નથી. ગ્રન્થિદેશે આવવા છતાં પણ જીવ, શ્રી જિનશાસને ઉપદેશેલા શ્રુતચારિત્રાત્મક ધર્મના દ્રવ્યાચરણનેય પામી શકે નહિ તો એ બનવાજોગ છે. નિયમ એ છે કે-શ્રી જિનશાસને ઉપદેશેલા શ્રુતચારિત્રાત્મક ધર્મના દ્રવ્યાચરણનાય આંશિક પ્રકારને પણ તે જ જીવ પામી શકે છે કે જે જીવ ગ્રન્થિદેશે આવેલો હોય. જ્ઞાનીઓના આવા કથનના આધારે જ, આપણે એ વાત નક્કી કરી કે શ્રી Page #120 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક મામ-૨ ૧૦૯ જિનકથિત ધર્મનું તમે દ્રવ્યથી પણ જે થોડુંક આચરણ કરી શકો છો, એ સૂચવે છે કે-તમે ગ્રન્થિદેશે તો અવશ્ય આવેલા છો. ગ્રન્થિદેશે આવીને શ્રી જિનશાસને ઉપદેશેલા શ્રુત-ચારિત્રાત્મક ધર્મના દ્રવ્યાચરણને પામેલા જીવો પણ, પ્રગતિ જ સાધે-એવો નિયમ નથી. અભવ્યો અને દુર્ભાવ્યો પણ શ્રી જિનશાસને ઉપદેશેલા શ્રુત-ચારિત્રાત્મક ધર્મના દ્રવ્યાચરણને પામી શકે છે; અને એથી એમ સાબિત થાય છે કે-જીવ, ગ્રન્થિદેશને પામવા છતાં પણ અને ગ્રન્થિદેશને પામીને શ્રી જિનશાસને ઉપદેશેલા શ્રુત-ચારિત્રાત્મક ધર્મના દ્રવ્યાચરણને પામવા છતાં પણ, પ્રગતિને સાધનારો બને નહિ અને પરિણામે પીછેહઠ કરનારો બને, તો એ પણ શક્ય છે. આથી, એ વાત બહુ સ્પષ્ટ થઇ જાય છે કે-શ્રી જિનશાસને ઉપદેશેલા શ્રુત-ચારિત્રાત્મક ધર્મના દ્રવ્યાચરણને પામી ગયેલા જીવોએ તો ખૂબ જ સાવધ બની જવું જોઇએ, કારણ કે-પ્રગતિને સાધવાનું જો મન થાય, તો પ્રગતિને સાધવાની આ એક સારામાં સારી તક છે; અને, જો આ તક ગુમાઇ ગઇ, તો આવી તક પુનઃ ક્યારે પ્રાપ્ત થાય-એ તો જ્ઞાની જ કહી શકે એવી બાબત છે; પણ સામાન્ય રીતિએ એમ કહી શકાય કે-આવી તક ગુમાવી દેનાર જીવને આવી તક ઘણા લાંબા કાળ સુધી પ્રાપ્ત થાય નહિ તો એમાં જરાય આશ્ચર્ય પામવા જેવું નથી. કાલની પરિપક્વતાની અપેક્ષા : ગ્રન્થિદેશે આવેલા જીવોએ, પોતાની ભાગ્યશાલિતાને સફ્લ બનાવવાને માટે, સૌથી પહેલો પુરૂષાર્થ ગ્રન્થિને ભેદવાનો કરવાનો હોય છે. જ્યાં સુધી ગ્રન્થિભેદ કરી શકાતો નથી, ત્યાં સુધી ઉત્તરોત્તર પ્રગતિ સાધવાનું શક્ય જ બની શકતું નથી. એ ગ્રન્થિભેદ થવામાં, કાલની પરિપક્વતાની પણ અપેક્ષા રહે છે. ચરમાવર્તને પામેલા જીવને, એટલે કે-જે જીવની મુક્તિ એક Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ચૌદ ગુણસ્થાનક માર્ગ-૨ – – – – – – – – – – – – – – – – –– પુદ્ગલપરાવર્ત કાલની અંદર અંદર જ થઇ જવાની છે, એ જીવને મોક્ષને પામવાની ઇચ્છા થઇ શકે છે. એક પુગલપરાવર્ત કાલ કે એ કાલથી અધિક કાલ પર્યન્ત જે જીવને સંસારમાં પરિભ્રમણ કરવાનું હોય છે, તે જીવને તો મોક્ષને પામવાની ઇચ્છા પણ થતી નથી. મોક્ષની ઇચ્છા પેદા થઇ શકે, તો તે ચરમાવર્ત કાલને પામેલા જીવમાં જ પેદા થઇ શકે છે. મોક્ષની ઇચ્છા પ્રગટ્યા પછીથી પણ, તરતમાં જ ગ્રન્થિભેદ થઇ જાય અને સમ્યક્ત્વાદિની પ્રાપ્તિ થઇ જાય, એમ માની લેવાનું નથી. મોક્ષની ઇચ્છા પ્રગટી હોય, તે છતાં પણ જીવનો સંસાર-પરિભ્રમણનો કાલ જ્યારે અર્ધ પુદ્ગલપરાવર્ત કાલથી પણ કાંઇક ન્યૂનપણાને પામે છે, ત્યારે જ એ જીવ ગ્રન્થિભેદ કરી શકે છે. અર્ધ પુદ્ગલપરાવર્ત કાલથી પણ ઓછા કાલના સંસાર-પરિભ્રમણવાળો જીવ જ, પોતાની ગ્રન્થિને ભેદી શકે છે અને સમ્યગ્દર્શનાદિને પામી શકે છે. એટલે, ગ્રન્થિભેદ થવામાં કાલની પરિપક્વતાની અપેક્ષા પણ રહે છે જ. “મોક્ષની ઇચ્છા નથી માટે અભવ્ય કે દુર્લભ છે.” -એવું કહી શાય નહિ? જે જીવમાં પોતાના મોક્ષની ઇચ્છા જન્મ-એ જીવ ચરમાવર્તને પામેલો છે; અને, જે જીવ ગ્રન્થિભેદ કરી શકે એ જીવ ચરમાઈ પુગલપરાવર્તથી પણ ઓછા કાલમાં મોક્ષને પામવાનો છે-એમ નિશ્ચિતપણે કહી શકાય; પરન્તુ, એવા પણ ભવ્ય જીવો હોય છે, કે જે જીવો ચરમાવર્ત કાલને અથવા તો ચરમાર્થ પુદ્ગલપરાવતી કાલને પામેલા હોય અને તેમ છતાં પણ તેમને મોક્ષની ઇચ્છા જન્મી ન હોય અને તેમને કદાચ મોક્ષની ઇચ્છા જન્મી પણ હોય, તો પણ તેમણે ગ્રન્થિનો ભેદ કર્યો ન હોય. આમ છતાં પણ એ જીવો, છેવટ એ કાલના અન્તિમ ભાગે પણ મોક્ષની ઇચ્છાને પામવાના, ગ્રન્થિભેદ કરવાના, સમ્યગ્દર્શનાદિ ગુણોને પામવાના Page #122 -------------------------------------------------------------------------- ________________ ચોદ ગુણસ્થાન ભાગ-૨ ૧૧૧ અને એ ગુણોના બળે પોતાનાં સકલ કર્મોને સર્વથા ક્ષીણ કરી નાખીને મોક્ષને પણ પામી જવાના જ, એ નિશ્ચિત વાત છે. એટલે, કોઇ જીવમાં મોક્ષની ઇચ્છા માત્ર પણ પ્રગટી ન હોય, તો પણ એટલા માત્રથી એ જીવને ન તો અભવ્ય કહી શકાય અથવા ન તો દુર્ભવ્ય કહી શકાય. જેનામાં મોક્ષની ઇચ્છા ન પ્રગટે, એ અભવ્યએવું નથી; પરન્તુ, ક્યારેય મોક્ષની ઇચ્છા પ્રગટી શકે એવી યોગ્યતા જે જીવમાં નથી, તે જીવ અભવ્ય છે. મોક્ષની ઇચ્છા પ્રગટી શકે એવી યોગ્યતા જેનામાં છે, તે જીવ ભવ્ય સ્વભાવનો કહેવાય છે, પણ જ્યાં સુધી એ જીવ ચરમાવી કાલને પામતો નથી, એટલે કે-જ્યાં સુધી એ જીવ કાલની પરિપક્વતાને પામતો નથી, ત્યાં સુધી એ જીવને દુર્ભવ્ય કહેવાય છે. એટલે કે-જે જીવો કાલની પરિપક્વતાને પામવાના અવશ્ય છે, પણ હજુ કાલની પરિપકવતાને પામેલા નથી, તે જીવોને “દુર્ભવ્યો' તરીકે ઓળખવામાં આવે છે. જાતિભવ્ય જીવોની તો વાત જ કરવી નકામી છે, કારણ કે-તે જીવોમાં મોક્ષની ઇચ્છા પ્રગટી શકે એવી સ્વાભાવિક યોગ્યતા જરૂર છે, છતાં પણ એ જીવો ક્યારેય, તેઓમાં મોક્ષની ઇચ્છા પ્રગટી શકે, એવી સામગ્રીને પામવાના જ નથી. ભવિતવ્યતાના પ્રાબલ્યની વાતમાં આ પણ એક અતિ મહત્વની વાત છે. સાથે સાથે, આ વાતમાં, ભવ્ય જીવોને સપુરુષાર્થની પ્રેરણા આપવાની પણ અજબ તાકાત રહેલી છે : કારણ કે-આવી સામગ્રીનો ભવ્ય જીવોને સુયોગ થાય, એ તેમની ભવિતવ્યતાની પણ અનુકૂળતા ગણાય. હવે તો એ પુરુષાર્થ કરે એટલી જ વાર. એ પુણ્યબંધ વખાણવા જેવો નથી : આવી બધી વાતોને, સર્વજ્ઞ સિવાય કોઇ સ્વતન્ત્રપણે સાચા રૂપમાં જણાવી શકે નહિ. કાલની પરિપક્વતાને પામવા જોગી યોગ્યતા જ જેઓમાં સ્વાભાવિક રીતિએ હોઇ શકતી નથી અને Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ચૌદ ગુણસ્થાન ભાગ-૨ – – – –– – એથી જેઓ કાલની પરિપક્વતાને પામ્યા નથી-એવા અભવ્ય જીવો, કાલની પરિપક્વતાને પામવા જોગી સ્વાભાવિક યોગ્યતા જેઓમાં છે અને એથી જેઓ કાલની પરિપક્વતાને નિયમો પામવાના છે, પણ હજુ જેઓ કાલની પરિપક્વતાને પામ્યા નથી એવા દુર્ભવ્ય જીવો, અને કાલની પરિપક્વતાને પામવાં છતાં પણ જે જીવો હજુ મોક્ષની ઇચ્છાને પામ્યા નથી-એવા ભવ્ય જીવો, એ જીવોને યથાપ્રવૃત્તિકરણ નામના આત્મપરિણામ દ્વારાએ, ગ્રન્થિદેશે. આવવા જોગી કર્મસ્થિતિની લઘુતા પ્રાપ્ત થઇ શકે છે; અને એ જીવો, શ્રી જિનશાસને ઉપદેશેલા શ્રુત-ચારિત્રાત્મક ધર્મના દ્રવ્યાચરણને પણ પામી શકે છે. એમાંના ભવ્ય જીવો, કે જેઓ મોક્ષની ઇચ્છાને પામી જાય છે, તેઓની વાત જુદી છે; પરન્તુ એ સિવાયના જે અભવ્યાદિ જીવો તે જે ધર્માચરણ કરે છે, એથી તેઓને પુણ્યનો બંધ જરૂર થાય છે, પણ એ પુણ્યબળેજા વખાણવાને પાત્ર નથી હોતો. એ જીવો પુણ્યને ઉપાર્જી શકે છે અને એ પુણ્યના ઉદય યોગે તેઓ દેવલોકનાં સુખોને પણ પામી શકે છે. એ જીવોમાંના કેટલાક જીવો તો એટલા બધા પુણ્યને ઉપાર્જી શકે છે, કે જે પુણ્યના બળે તેઓ દેવગતિમાં પણ મિથ્યાદ્રષ્ટિ જીવ પામી શકે ત્યાં સુધીના અહમિન્દ્રપણાનેય પામી શકે છે; અર્થાત-તેઓ છેક નવમા ગ્રેવેયક સુધી પણ પહોંચી શકે છે. શ્રી જિનશાસને ઉપદેશેલા શ્રુત-ચારિત્રાત્મક ધર્મના દ્રવ્યાચરણ માત્રથી પણ, દેવગતિનાં એટલી હદ સુધીનાં સુખો પણ જીવને પ્રાપ્ત થઇ જાય -એ શક્ય છે; પણ, એ પ્રાપ્તિ વિવેકી જીવને લલચાવી શકતી નથી. મોક્ષને માટે જ ઉપદેશાવેલાં એ અનુષ્ઠાનોનું, એટલી હદ સુધી આચરણ કરવા છતાં પણ, એ આચરણ કરનારા જીવમાં મોક્ષની ઇચ્છા જન્મે નહિ, એ નાની સૂની વાત છે ? એમ બને, ત્યારે સમજવું જોઇએ કે-મિથ્યાત્વમોહનીયના ગાઢપણાનો એ પ્રતાપ છે; તેમ જ, મોક્ષની ઇચ્છા નહિ હોવાથી અને સંસારના Page #124 -------------------------------------------------------------------------- ________________ ચોદ ગુણસ્થાન ભાગ-૨ ૧૧૩ - - - સુખની જ ઇચ્છા હોવાથી, એ ધર્માચરણ કરતી વેળાએ પણ એ જીવોનું મિથ્યાત્વમોહનીય કર્મ ગાઢ બનતું જાય છે. સુખમાં પણ બેચેની : આમ થતું હોવાથી, એ જીવો, પોતાને મળેલાં દેવગતિનાં સુખોને પણ સુખ ભોગવી શકતા નથી. અસંતોષ અને ઇર્ષ્યા આદિથી તેઓ બેચેની અનુભવ્યા કરે છે. એ જીવોનો સંસારના સુખનો રાગ કેવો ગાઢ હોય છે, એ જાણો છો ? એ જીવોને, ખુદ ભગવાન શ્રી જિનેશ્વરદેવો આદિ મહાપુરુષોનો યોગ થઇ જાય અને એ જીવોને એ પરમ તારકો આદિની દેશના સાંભળવાને પણ મળે, તો પણ એ જીવોનો સંસારનો રાગ જાય નહિ અને એ જીવોમાં મોક્ષનો રાગ પ્રગટે નહિ. શ્રી તીર્થંકરાદિની બદ્ધિ-સિદ્ધિને જોઇને એ અદ્ધિ-સિદ્ધિને પામવાનું એમને મન થાય અને એથી તેઓ શ્રી તીર્થંકરાદિકે કહેલાં મોક્ષસાધક ધર્મનાં અનુષ્ઠાનો ઉત્કટપણે પણ આચરવાને તત્પર બને-એવુંય બને; પણ, તેમને મોક્ષને પામવાનું મન થાય જ નહિ ! મોક્ષસાધક ધર્મને સેવતાં, એ ધર્મને સેવવાનું પીગલિક ફળ મેળવવાને માટે, એ જીવો મોક્ષ પ્રત્યેના પોતાના દ્વેષને તજે એ બને, પણ મોક્ષ પ્રત્યે રાગ તો એમનામાં પ્રગટે જ નહિ. મોક્ષતત્ત્વ જ એમને રૂચિકર નીવડે નહિ. આથી, એ જીવોની સ્થિતિ કેવી થાય ? જેમ કોઇ બિમાર માણસ રોગનાશક ઔષધનું સેવન કરવાની સાથે કુપથ્યનું પણ સેવન કરે, તો એ રોગનાશક ઔષધ પણ એ બિમારને માટે રોગને વિકરાળ બનાવનારું નીવડે, તેમ ધર્માચરણથી બંધાયેલા શાતાવેદનીયનો એમનો ભોગવટો, મહા અશાતાને પમાડનારી સ્થિતિમાં એ જીવોને મૂકી દે. એટલે, એ જીવોને દેવલોકમાંય વસ્તુતઃ સુખાનુભવ નહિ અને પરિણામે તેઓ મહા દુઃખને પામે. --- Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ર્ભગ્રન્થિ કોને ધેવાય ? આ વાત ઉપરથી તમને સમજાઈ ગયું હશે કે-હવે તમારે કેવા પ્રકારનો પુરુષાર્થ કરવાનો છે. ગ્રન્થિદેશે આવેલ જીવોમાંથી જે જીવો સમ્યગ્દર્શન ગુણને પામનારા હોય છે, તે જીવો ગ્રન્થિને ભેદનારા બને છે. જીવ યથાપ્રવૃત્તિકરણ દ્વારા ગ્રન્થિદેશે પહોંચાડનારી કર્મસ્થિતિની લઘુતાને પામે છે; અને, ગ્રન્થિદેશે. આવી પહોંચેલો જીવ જ્યારે અપૂર્વકરણવાળો બને છે, ત્યારે એ અપૂર્વકરણ દ્વારાએ એ જીવગ્રન્થિને ભેદનારો બને છે. કરણ એટલે શું? આત્માનો પરિણામ વિશેષ. આત્મા પોતાના પરિણામના બળે ગ્રન્થિને ભેદે છે, માટે પહેલાં “ગ્રન્થિ શું છે ?' એ તમારે સમજી લેવું જોઇએ. અને “ગ્રન્થિ શું છે ?” –એ સમજાશે એટલે એવી ગ્રન્થિને ભેદવાને માટે આત્મા કેવા પરિણામવાળો બનાવો જોઇએ, એની પણ તમને કલ્પના આવી શકશે. આ ગ્રન્થિને કર્મગ્રન્થિ પણ કહેવાય છે. ગાઢ એવા રાગ-દ્વેષનો જે આત્મપરિણામ, એ જ કર્મગ્રળેિ છે. જીવનું જે મોહનીય કર્મ, તે કર્મથી જનિત એવો એ ગાઢ રાગ-દ્વેષનો પરિણામ હોય છે. આત્માના એ ગાઢ રાગ-દ્વેષના પરિણામને, જ્ઞાનાવરણીય કર્મની સહાય પણ મળેલી હોય છે, દર્શનાવરણીય કર્મની સહાય પણ મળેલી હોય છે અને અત્તરાય કર્મની સહાય પણ મળેલી હોય છે. મોહનીય નામના એક ઘાતી કર્મમાંથી જન્મેલો અને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય તથા અંતરાયકર્મ એ બાકીનાં ત્રણેય ઘાતી કમની સહાયને મેળવી ચૂકેલો એ ગાઢ રાગ-દ્વેષનો પરિણામ, અત્યન્ત દુર્ભેદ્ય હોય છે. ગ્રન્થિ એટલે ગાંઠ. જેમ રાયણ આદિ વૃક્ષોની ગાંઠ ખૂબ જ કર્કશ, ગાઢ, રૂઢ અને મૂઢ હોય અને એ કારણે એ ગાંઠને લાકડાં ચીરનારાઓ પણ મહા મુશીબતે ચીરી શકે છે, તેમ ગાઢ રાગ-દ્વેષના પરિણામ રૂપી કર્મજનિત એ Page #126 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક મા-૨ ૧૧૫ જે ગાંઠ છે, તે કર્કશ, ગાઢ, રૂઢ અને ગૂઢ હોઇને, જીવથી મહા મુશ્કેલીએ ભેદી શકાય એવી હોય છે. ગાંઠને ચીરવા જેવો વ્યાપાર સામાન્ય રીતિએ લાકડાં ચીરવાનો ધંધો કરનારાઓ પણ જ્યાં સુધી ગાંઠ આવે ત્યાં સુધી તો લાકડાને ચીર્યા કરે છે, પણ ગાંઠ આવે એટલે એ લાકડાને ચીરવાનું બંધ કરી દે છે. કેટલાકો ગાંઠને ચીરવાનો પ્રયાસ આદરે છે અને ગાંઠ ઉપર કુહાડા માર માર કરે છે, પણ કુહાડાના ઘા જોરદાર નહિ મારી શકાવાથી કુહાડો ગાંઠ સાથે અથડાઇ અથડાઇને જ્યારે પાછો પડ્યા કરે છે, ત્યારે કંટાળીને એ ગાંઠને ચીરવાનું કામ તેઓ છોડી દે છે. એમાં, એવા પણ ચીરનારાઓ હોય છે કે-પોતાના કુહાડાની ધારને અતિશય તીક્ષ્ણ બનાવી દઇને, ગાંઠ ઉપર તેઓ કુહાડાના એવા તો જોરદાર ઘા કરવા માંડે, કે જેવા જોરથી તેમણે કોઇ લાકડા 'ઉપર કુહાડાનો ઘા કર્યો હોય નહિ; અને, એમના એ જોરદાર ઘાથી ગાંઠ ચીરાઇ જાય પણ ખરી. કર્મગ્રન્થિને ભેદવાની બાબતમાં, લગભગ એવું જ બને છે. કર્મગ્રન્થિના દેશે પહોંચેલા આત્માઓમાં, કેટલાક આત્માઓ ત્યાં જ અટકી જાય છે અને છેવટ પાછા પડે છે. પાછા પડીને પણ પાછા તેઓ કર્મગ્રન્થિના દેશે આવે અને ગ્રન્થિદેશે આવીને કર્મગ્રન્થિને ભેદવાનો પુરૂષાર્થ કરે, એવા આત્માઓ પણ એમાં હોય છે. જ્યારે કેટલાક આત્માઓ એવા પણ હોય છે કે-જેઓ કર્મન્વિના દેશે આવીને, અનુકૂળતા પ્રાપ્ત થઇ જતાં એવા પુરુષાર્થશીલ બની જાય છે કે-તેઓ, કર્મગ્રન્થિને ભેધા વિના અને કર્મગ્રન્થિને ભેદીને પણ પોતાના સમ્યગ્દર્શન ગુણને પ્રગટ કર્યા વિના જપતા જ નથી. મૈગ્રન્થિ ઉત્પન્ન થતી નથી પણ પ્રગટે છે : Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ચોદ મુસ્થાન ભાગ-૨ –––––------------------ આ કર્મગ્રન્થિ, જીવ માત્રને અનાદિકાલની હોય છે. જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મો પૈકીના આયુષ્યકર્મ સિવાયનાં સાત કર્મોની સ્થિતિ ઘણે અંશે ઘટી જવાથી કર્મગ્રન્થિ ઉત્પન્ન થવા પામતી નથી, પણ પ્રગટ થવા પામે છે. જ્યાં સુધી જ્ઞાનાવરણીયાદિ સાત કર્મોની સ્થિતિ એક કોટાકોટિ સાગરોપમની અથવા તો એથી અધિક હોય છે, ત્યાં સુધી તો એ જીવ પોતાની એ કર્મગ્રન્થિને જાણવાને માટે પણ સમર્થ બની શકતો નથી. એટલી બધી એ ગૂઢ હોય છે. જ્યારે જીવનાં જ્ઞાનાવરણીયાદિ સાત કર્મોની સ્થિતિ ખપતે ખપતે એક કોટાકોટિ સાગરોપમ પ્રમાણ રહે છે અને એ એક કોટાકોટિ સાગરોપમમાંથી પણ એસાત કર્મોની સ્થિતિ જ્યારે એક પલ્યોપમના અસંખ્યાતમા ભાગ સુધી ખપી જવા પામે છે, ત્યારે જ જીવ પોતાની એ કર્મગ્રન્થિને જાણવાને માટે પણ સમર્થ બની શકે છે. એટલી કર્મસ્થિતિ ખપી ગયેથી, બધા જ જીવો, પોતાની એ કર્મગ્રન્થિને જાણી શકે છે-એવું પણ બનતું નથી. પરન્તુ, જે જીવો પોતાની એ કર્મગ્રન્થિને જાણી શકે છે અથવા સમજી શકે છે, તે જીવો પણ જો તે જીવોની કમસ્થિતિ એટલી હદ સુધીની ખપી જવા પામી હોય, તો જ પોતાની અનાદિકાલીન એવી એ કર્મગ્રન્થિને જાણી શકે છે અથવા તો સમજી શકે છે. જ્ઞાનીઓ માને છે કે-જીવની એટલી પણ કર્મસ્થિતિ જે ખપે છે, તે તેના પોતાના પરિણામથી જ ખપે છે, પણ એ પરિણામને એ જીવે કોઇ સમજપૂર્વક પેદા કરેલો હોતો નથી. જીવના ખાસ પરિશ્રમ વિશેષ વિના એ પરિણામ જીવમાં પેદા થઇ ગયેલો હોય છે. એટલા જ માટે, એ પરિણામને “યથાપ્રવૃત્તિકરણ' કહેવાય છે. નદીમાં અથડાતે-કૂટાતે પાષાણ જેમ સુન્દર આકારવાળો અને અતિશય લીસો આદિ બની જાય છે, તેમ જીવ પણ અથડાતે-કૂટાતે પોતપોતાને પ્રાપ્ત થતી અવસ્થાદિને અનુસાર ઉત્પન્ન થયા કરતા પરિણામના વશે, કર્મસ્થિતિની એટલી લઘુતાવાળો બની જાય છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ૧૧૭ . જીવ જ્યારે કર્મસ્થિતિની એટલી લઘુતાને પામે છે, ત્યારે કર્મગ્રન્થિ આવે છે. એટલે, પોતાની એ કર્મગ્રન્થિને જો જાણી શકે, તો તે જ જીવ જાણી શકે છે, કે જે જીવ પોતાની કર્મસ્થિતિની એટલી લઘુતાવાળો બન્યો હોય. સંસારની નિર્ગુણતાનું ભાન અને ધર્મશ્રવણેચ્છા આદિથી થતી પરિણામની શુદ્ધિ : કર્મસ્થિતિની આટલી લઘુતા પ્રાપ્ત થયેથી, જીવના પુરુષાર્થની આવશ્યક્તા ઉભી થાય છે. અત્યાર સુધી પોતાના ખાસ પુરુષાર્થ વિના જ, સામગ્રી આદિને અનુસારે પેદા થતા યથાપ્રવૃત્તિકરણથી કર્મસ્થિતિ ખપી જવા પામી; પણ, એ પ્રકારનું યથાપ્રવૃત્તિકરણ હવે પછી જીવે સાધવાની પ્રગતિમાં કારણ બની શકતું નથી. હવે તો, જીવ જો ગ્રન્થિને ભેદે, તો જ એની સુન્દર પ્રગતિ શક્ય બને છે; અને, એ ગ્રન્થિભેદ અપૂર્વકરણથી જ શક્ય છે. અપૂર્વકરણ એટલે આત્માનો પોતાનો એવા પ્રકારનો શુભ અને તીવ્ર પરિણામ, કે જેવો શુભ અને તીવ્ર પરિણામ, અનાદિકાલથી સંસારમાં પરિભ્રમણ કરી રહેલા એ જીવને, પૂર્વે કદી પણ પ્રગટ્યો જ ન હોય. યથાપ્રવૃત્તિકરણ દ્વારા કર્મસ્થિતિ ખપવાને કારણે કર્મગ્રન્થિની છેક નજદીકમાં આવી પહોંચેલા જીવે, કર્મગ્રન્થિને ભેદવાને માટે, એ અપૂર્વકરણને પેદા કરવો જ પડે છે. એ અપૂર્વકરણને પેદા કરે-એવા પ્રકારના પુરુષાર્થને કરવાનો જે પરિણામ, તે પરિણામને પણ યથાપ્રવૃત્તિકરણ જ કહેવાય છે; પણ એ યથાપ્રવૃત્તિકરણ જીવે પોત પોતાના પુરૂષાર્થથી પેદા કરેલો કહેવાય છે; અથવા તો, એને શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ તરીકે પણ ઓળખી શકાય છે. કર્મગ્રન્થિ સુધી પહોંચી ગયેલા જીવને, સંસારની નિર્ગુણતાનું ભાન થવા માંડે, એ શક્ય છે. અને, કર્મગ્રન્થિ સુધી પહોંચી ગયેલા જીવો પૈકીના જે જીવોને સંસારની . Page #129 -------------------------------------------------------------------------- ________________ '૯ ––––– ૧૧૮ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ નિર્ગુણતાનું ભાન થવા માંડે, તે જીવોમાં ક્રમે કરીને મોક્ષની ઇચ્છા જન્મ, એ પણ શક્ય છે. મોક્ષની ઇચ્છા જન્મવાના યોગે, મોક્ષના કારણ એવા ધર્મને જાણવાની ઇચ્છા પ્રગટે, એ પણ શક્ય છે. સંસાર પ્રત્યે અરૂચિનો ભાવ પેદા થવાથી અને મોક્ષ પ્રત્યે રૂચિનો ભાવ પેદા થવાથી જે જીવમાં ધર્મને જાણવાની ઇચ્છા પ્રગટે, એ જીવને ક્રમે કરીને ધર્મદાતા સદ્ગુરુની પાસે જઇને ધર્મશ્રવણ કરવાનું મન થાય અને સાંભળેલા ધર્મના સ્વરૂપ સંબંધી ચિન્તના અને મનન આદિ કરવાનું મન થાય, એ પણ શક્ય છે. આ બધી જે ઇચ્છાઓ પ્રગટે, એમાં જીવનો પોતાનો પુરૂષાર્થ તો છે જ; અને, એ પુરુષાર્થના બળે જીવના પરિણામની શુદ્ધિ પણ થયા જ કરે છે. એમ પરિણામની શુદ્ધિને સાધતે સાધતે જીવ અપૂર્વકરણને પણ પામી જાય છે. ધર્મશ્રવણ મોક્ષના ઉપાયને જાણવાના આશયે છે? તમે બધા છેવટમાં છેવટ ગ્રન્થિદેશે તો આવી જ ગયેલા છો અને અહીં આવનારાઓ ધર્મશ્રવણના યોગને પણ પામેલા છે. હવે વિચાર તો એ જ કરવાનો છે કે-અહીં જે કોઇ શ્રવણ કરવાને માટે આવે છે, તે ધર્મનું જ શ્રવણ કરવાને માટે આવે છે કે નહિ ? શ્રવણ કરવાને માટે આવનારાઓ, ધર્મના સ્વરૂપાદિને જાણવાની ઇચ્છાવાળા છે કે નહિ ? ધર્મના જ સ્વરૂપાદિને જાણવાની ઇચ્છા, મોક્ષના ઉપાયના સ્વરૂપાદિને જાણવાની ઇચ્છા તરીકે જન્મેલી છે કે બીજા કોઇ આશયથી એ ઇરછા જન્મેલી છે ? એટલે, સંસારની નિર્ગુણતાનું તમને અમુક અંશે પણ સાચું ભાન થવા પામ્યું છે; સંસારની નિર્ગુણતાનું થોડુંક પણ સાચું ભાન થવાથી, તમને સંસાર પ્રત્યે અરૂચિનો ભાવ પ્રગટ્યો છે; સંસાર પ્રત્યે અરૂચિનો ભાવ પ્રગટવાથી તમારામાં, સંસારથી વિપરીત એવો જે મોક્ષ-તે મને મળે તો સારું, એવી મોક્ષની રૂચિ થઇ છે; અને એથી તમે, તમારી Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ ચૌદ ગુણસ્થાન ભાગ-૨ – – – – – – – – – – – – – – – – એ રૂચિને સંતોષવાને માટે સંસારથી છોડાવનારા અને મોક્ષને પમાડનારા ધર્મને જાણવાની ઇચ્છાવાળા બન્યા છો; તથા, એ કારણે જ તમે અહીં શ્રવણ કરવાને માટે આવો છો, એવું જો હું માનું અથવા તો એવું જો કોઇ માને, તો તે બરાબર છે ખરું? તમારી સમક્ષ અત્યારે એ પ્રશ્ન છે કે-તમારે મોક્ષના ઉપાયને આચરવો છે અને એથી તમારે મોક્ષના ઉપાયને જાણવો છે, એ કારણે તમે અહીં શ્રવણ કરવાને માટે આવો છો ? કે, બીજા કોઇ કારણે તમે અહીં શ્રવણ કરવાને માટે આવો છો ? અહીં શ્રવણ કરવાને માટે તમે આવો છો, તેમાં તો તમારો મોક્ષના ઉપાય તરીકે ધર્મના સ્વરૂપાદિને જાણવાનો આશય પણ હોઇ શકે, સંસારના સુખની સિદ્ધિનો આશય પણ હોઇ શકે અને ગતાનુગતિકપણે તમે આવતા હો-એવું પણ હોઇ શકે. ધર્મશ્રવણનું પરિણામ કેવું હોય ? મોક્ષના ઉપાય તરીકે ધર્મના સ્વરૂપાદિને જાણવાની ઇચ્છામાં, એ ઉપાયને યથાશક્ય આચરવાની ઇચ્છા પણ રહેલી જ હોય છે. એટલે, તમે જેમ જેમ જાણતા જાવ, તેમ તેમ તમે તમારા મોક્ષને માટે તેને આચરવાનો વિચાર અને પ્રયત્ન આદિ પણ કરતા જ હશો ને ? જેને જેને જેટલું જેટલું જાણવાને મળે, તે તે તેટલું તેટલું આચરી જ શકે એવો નિયમ છે નહિ અને એવો નિયમ હોઇ શકે પણ નહિ; કેમ કે-જાણેલાને આચરણમાં ઉતારવાને માટે તો, બીજી પણ બહુવિધ સામગ્રીની અપેક્ષા રહે છે; પણ, મોક્ષની રૂચિવાળાને મોક્ષનો ઉપાય જેમ જેમ જાણવામાં આવે, તેમ તેમ તેને તે ઉપાયને આચરવાનો અભિલાષ તો થયા જ કરે ને ? પહેલાં એમ થાય કે- “આ જ આચરવા લાયક છે અને આનાથી વિપરીત જે કાંઇ છે, તે આચરવા લાયક નથી.” પછી વિચાર આવે કે- “પણ અત્યારે હું જે આચરવા લાયક નથી તેને Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ચોદ ગુણસ્થાન ભાગ-૨ આચરવાનું છોડી શકું તેમ છું? અને, જે આચરવા લાયક છે, તેને અત્યારે હું આચરી શકું તેમ છું ?' એમાંથી નિર્ણય થાય કેછોડવા લાયક બધાને તો હું છોડી શકું તેમ નથી અને આચરવા લાયક બધાને હું આચરી શકું તેમ નથી, તો મારાથી જેટલા પ્રમાણમાં શક્ય હોય, તેટલા પ્રમાણમાં હું છોડવા લાયકને છોડું અને આચરવા લાયકને આચરૂં !” અને એવો નિર્ણય કરીને, જીવ એવા પ્રયત્નમાં લાગી પણ જાય. આ રીતિએ જીવે જે થોડું પણ છોડવા લાયકને છોડ્યું હોય અને આચરવા લાયકને આચરવા માંડ્યું હોય, તેમાં પણ એ જીવ વારંવાર એ જ દ્રષ્ટિ રાખ્યા કરે કે- “મારા આ વલણના યોગે, મને એવી અનુકૂળતા આવી મળો, કે જે અનુકૂળતા આવી મળતાં, હું છોડવા લાયક સર્વને સર્વથા છોડનારો અને આચરવા લાયક સર્વને એકાન્ત આચરનારો બની જાઉં !' ર્ભગ્રન્થિને ભેદવાની બાબતમાં અને અપૂર્વ રણની બાબતમાં ત્રણ વાતોનો નિર્ણય ધર્મશ્રવણ જો એવા પ્રકારનું હોય, તો એથી પરિણામની ઉત્તરોત્તર શુદ્ધિ થયા કરે એ સુસંભવિત જ છે; અને, આવા પ્રકારના ધર્મશ્રવણના યોગે જીવ અપૂર્વ કરણને પણ પામી જાય, એય ખૂબ જ સંભવિત છે. તમારું ધર્મશ્રવણ આવા પ્રકારનું છે કે નહિ, એનો તમારે વિચાર કરવો જોઇએ. જો તમારે તમારી ભાગ્યશાલિતાને સળ કરવી હોય, તો તમારે આ વિચાર અવશ્ય કરવો જોઇએ. હવે આપણે અપૂર્વકરણ સંબંધી વિચાર કરીએ. આપણે જોઇ આવ્યા કે-શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ પણ જીવના પોતાના પુરુષાર્થની અપેક્ષા રાખે છે અને શુદ્ધ યથાપ્રવૃત્તિકરણને પામેલો જીવ પોતાના પુરુષાર્થના બળે જ અપૂર્વકરણને પ્રગટાવી શકે છે. તમારી કર્મગ્રન્થિ ભેદાઇ ન હોય, તો પણ એ કર્મગ્રન્થિને ભેદવાની Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૧ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ તમારી ઇચ્છા તો ખરી ને ? જેમને પોતાની કર્મગ્રન્થિને ભેદવાની ઇચ્છા હોય, તેમને પોતાના અપૂર્વકરણને પ્રગટાવવાની ઇચ્છા પણ હોય જ ને ? ત્યારે, એ વિચાર કરીએ કે-જીવની કર્મગ્રન્થિને ભેદી નાખે એવો એ અપૂર્વકરણ, સ્વરૂપે કેવો હોય ? કર્મગ્રન્થિ એ પણ આત્માના પરિણામ સ્વરૂપ છે અને એ કર્મગ્રન્થિને ભેદનારો જે અપૂર્વકરણ નામનો અધ્યવસાય હોય છે, તે પણ આત્માના પરિણામ સ્વરૂપ હોય છે; એટલે, પરિણામ દ્વારાએ જ પરિણામને ભેદવાની વાત છે. કર્મગ્રન્થિ રૂપી આત્મપરિણામ તો આત્મામાં રહેલો જ છે. અનાદિકાલથી એનું અસ્તિત્વ છે. હવે એ અનાદિકાલથી અસ્તિત્વને પામેલા પરિણામને જીવે ભેદવાનો છે. ત્યારે, એ માટે જીવે શું કરવું જોઇએ ? પોતાના પુરુષાર્થથી જીવે પોતામાં જ એવા પરિણામને પેદા કરવો જોઇએ, કે જે પરિણામ, કર્મગ્રન્થિ રૂપી જે આત્મપરિણામ છે, તે પરિણામના સ્વરૂપથી તદન વિપરીત કોટિના સ્વરૂપવાળો હોય; એટલું જ નહિ, પણ કર્મગ્રન્થિ રૂપી જે પરિણામ, તે પરિણામની જે તીવ્રતા, તે તીવ્રતાથી પણ અધિક તીવ્રતાવાળો, એ કર્મગ્રન્થિ રૂપી પરિણામથી વિપરીત કોટિનો પરિણામ હોવો જોઇએ. આમ આપણે ત્રણ વાતો નક્કી કરી. તેમાં, પહેલી વાત એ કે-કર્મગ્રન્થિ રૂપી આત્માના એક પ્રકારના પરિણામને, આત્માના જ અન્ય પ્રકારના પરિણામ વડે ભેદવાનો છે. હીરાને કાપવો હોય, તો એ માટે હીરાકણી જોઇએ ને ? તેમ, આત્માના પરિણામનો ભેદ પણ, આત્માના પરિણામ વિના થઇ શકતો નથી. બીજી વાત આપણે એ નક્કી કરી કે-આત્માના જે પરિણામથી કર્મગ્રન્થિ રૂપી પરિણામને ભેદવાનો છે, તે પરિણામ કર્મગ્રન્થિ રૂપી આત્મપરિણામથી તદન વિપરીત પ્રકારનો હોવો જોઇએ. અને, ત્રીજી વાત આપણે એ નક્કી કરી કે-કર્મગ્રન્થિ રૂપી. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ - - - - - - - - - - - - - -- આત્મપરિણામ જેટલો તીવ્ર હોય, તેના કરતાં પણ એ આત્મપરિમામને ભેદનારો જે પરિણામ, તે વધારે તીવ્ર હોવો. જોઇએ; અને તો જ, એ પરિણામથી ગ્રન્થિભેદ થાય. પરિણામથી જ પરિણામના ભેદનો અનુભવ ઃ આ માટે જ, તમને, કર્મગ્રન્થિ રૂપી જે આત્મપરિણામ છે, તે કેવા સ્વરૂપનો છે, એનો ખ્યાલ પહેલાં આપવામાં આવે છે. સ. આત્માનો પરિણામ, આત્માના પરિણામથી જ ભેદાય ? આત્માનો પરિણામ, આત્માના પરિણામ દ્વારાએ ભેદાનો હોવાનો તો, તમે પણ કદાચ અનેક વાર અનુભવ કર્યો હશે. રાગનો ભાવ દ્વેષના ભાવથી ભેદાય છે, એનો તમને અનુભવ નથી ? એક વાર જેના ઉપર તમને રાગ હતો, તેના ઉપર તમને કદી પણ દ્વેષ પેદા થયો છે કે નહિ ? અને, એક વાર જેના ઉપર તમને દ્વેષ હોય, તેના ઉપર તમને કદી પણ રાગ થયો છે કે નહિ ? આવું તો ઘણું થયું હશે અને થયા કરતું હશે, પણ મનનો પલટો ક્યારે ક્યારે અને કેવી કેવી રીતિએ થાય છે, એનો વિચાર તમે કદી કર્યો છે ખરો ? તમને ઝટ સમજાય એવું ઉદાહરણ લો. કોઇ કોઇ વાર તમને દાન દેવાનું મન થઇ ગયું હોય, એવું નથી બનતું? પણ, દાન દેતાં પહેલાં દાન દેવાનો વિચાર પલટાઇ ગયો હોય, એવું પણ બન્યું છે કે નહિ ? લક્ષ્મીના લોભના ભાવે, દાનના ભાવને ભેદી નાખ્યો હોય, એવું બન્યું છે કે નહિ ? ત્યારે, જે ભાવ મનમાં પ્રગટ્યો હોય, તેનાથી વિપરીત કોટિનો. ભાવ જો જોરદાર બની જાય, તો એથી, પહેલાં પ્રગટેલો ભાવ ભેદાઇ જવા પામે. દાનનો ભાવ લક્ષ્મી ઉપરની મૂચ્છથી ભેદાય અને શીલનો ભાવ વિષયસુખની અભિલાષાથી ભેદાય એ વગેરે સહેલું છે, કારણ કે લક્ષ્મીની મૂચ્છ અને વિષયસુખની અભિલાષા, Page #134 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ૧૨૩ એ વગેરેના ભાવમાં જીવ અનાદિકાલથી રમતો આવ્યો છે; જ્યારે, દાનનો અને શીલનો ભાવ આત્માએ પુરુષાર્થથી પેદા કરેલો છે. આત્માએ પુરુષાર્થથી પેદા કરેલા દાનના ભાવને અને શીલના ભાવને, આત્મા જો બરાબર જાળવી જાણે અને એને ખૂબ ખૂબ બળવાન બનાવવામાં આત્મા જો સફ્ળ નીવડે, તો તો દાનના ભાવથી અને શીલના ભાવથી લક્ષ્મીની મૂર્છાનો ભાવ અને વિષયસુખની અભિલાષા રૂપ ભાવ ભેદાવા પામે; નહિતર તો, દાનના ભાવને લક્ષ્મીની મૂર્છાના ભાવથી અને શીલના ભાવને વિષયસુખની અભિલાષા રૂપી ભાવથી, ભેદાઇ જતાં વાર લાગે નહિ. પરિણામને ભેદવો એટલે પરિણામમાં ઉપજતી અસરને અટકાવીને વિપરીત અસર ઉપજાવવી : આપણે તો, કર્મગ્રન્થિ રૂપી આત્માનો જે પરિણામ છે, તે પરિણામને કેવા પરિણામ દ્વારાએ ભેદી શકાય, એનો વિચાર કરવાનો છે. કર્મગ્રન્થિ રૂપી આત્માનો જે પરિણામ છે, તે કેવા સ્વરૂપનો છે ? ગાઢ રાગ-દ્વેષમય એ પરિણામ છે. એ આત્મપરિણામ મોહનીય કર્મ, કે જે ચાર ઘાતી કર્મોમાં પણ વધુમાં વધુ બળવાન કર્મ છે અને એથી જે કર્મમાં આત્માના શુદ્ધ સ્વરૂપને આવરવાની વધુમાં વધુ શક્તિ છે, તે મોહનીય કર્મથી પેદા થયેલો હોય છે. મોહનીય કર્મથી જનિત એવો એ પરિણામ, બાકીનાં ત્રણ ઘાતી કર્મો, કે જે જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવરણીય કર્મ અને અન્તરાય કર્મ તરીકે ઓળખાય છે, તે ત્રણેય ઘાતી કર્મોના સહાયભાવને પામેલો હોય છે. જે આત્મપરિણામનું જનક હોય છે મોહનીય કર્મ અને જે આત્મપરિણામને સુસ્થિર રાખવામાં મદદ કરનારાં હોય છે જ્ઞાનાવરણીયાદિ ત્રણ ઘાતી કર્મો-એવો એ આત્મપરિણામ ગાઢ રાગ-દ્વેષમય હોય છે. Page #135 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ આવા આત્મપરિણામને ભેદવાને માટે ઉધત બનેલા આત્માએ, એવા પરિણામને પેદા કરવો જોઇએ, કે જે પરિણામથી સીધો ઘા મોહનીય કર્મ ઉપર થાય અને જે પરિણામથી જ્ઞાનાવરણીયાદિ ત્રણ કર્મો ઉપર પણ ઓછે-વધતે અંશે ઘા થયા વિના રહે નહિ. હવે ગાઢ એવા રાગ-દ્વેષનો જે પરિણામ, તેનાથી વિપરીત સ્વરૂપનો તીવ્ર એવો પરિણામ કેવો હોય, એની કલ્પના કરો ! કર્મગ્રન્થિ રૂપી આત્મપરિણામમાં ગાઢ રાગનો જે ભાવ રહેલો છે, તેને પણ ભેદે અને કર્મગ્રન્થિ રૂપી આત્મપરિણામમાં ગાઢ દ્વેષનો જે ભાવ રહેલો છે, તેને પણ ભેદે-એવો એ પરિણામ હોવો જોઇએ. એટલે, વસ્તુતઃ કરવાનું છે શું ? પરિણામને ભેદવાનો નથી, પણ પરિણામમાં આવતી ગાઢ રાગની અસરને અને ગાઢ દ્વેષની અસરને ટાળવાની છે; અને, એ અસરને ટાળવાને માટે, રાગના ગાઢપણાને તથા દ્વેષના ગાઢપણાને ટાળી નાખવું જોઇએ; તથા રાગને અને દ્વેષને એવા ઠેકાણે કેન્દ્રિત કરી દેવા જોઇએ, કે જે ઠેકાણે કેન્દ્રિત થવાના યોગે, ક્રમશઃ રાગ અને દ્વેષ પાતળા પણ પડતા જાય અને ખરાબ અસર કરવાને માટે શક્તિહીન પણ બનતા જાય. મોહગર્ભિત રાગ પ્રત્યે અને મોહગર્ભિત દ્વેષ પ્રત્યે ખરેખરી ઇતરાજી પ્રગટ્યા વિના તો, આ બની શકે જ નહિ. ક્ષમાના પરિણામથી ક્રોધના પરિણામનો ભેદ : ૧૨૪ આ રીતિએ, વસ્તુતઃ તો, પરિણામને પલટાવી દેવાનું જ કામ કરવાનું છે. જેમ કે-એમ કહેવાય છે કે- ‘ક્રોધના પરિણામને ક્ષમાના પરિણામથી ભેદવો.’ ‘ક્ષમાના પરિણામથી ક્રોધના પરિમામને ભેદવો.’ -એનો અર્થ શો ? પરિણામમાંથી ક્રોધભાવની અસરને ટાળી નાખવી અને પરિણામમાં ક્ષમાભાવની અસરને પેદા કરી દેવી. ક્રોધના પરિણામને ભેદવાને માટે અથવા તો ક્રોધ ઉપર વિજય મેળવવાને માટે ‘ક્રોધ કેવો ભૂંડો છે, કેવો અનિષ્ટકારી Page #136 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ૧૨૫ છે.” -એ વગેરેનો વિચાર કરવો જોઇએ; અને “ક્ષમાભાવ, એ કેવો સુખદાયી છે.” –એ વગેરે ક્ષમા સંબંધી વિચાર કરવો જોઇએ. એવો વિચાર કરતે કરતે, ક્રોધનો ભાવ ટળતો જાય અને ક્ષમાનો ભાવ વધતો જાય. એના પરિણામે, ક્રોધનો ભાવ ટળી જાય અને ક્ષમાના ભાવમાં આત્મા રમતો બની જાય. એને કહેવાય -ક્રોધના પરિણામને ક્ષમાના પરિણામથી ભેધો. ક્રોધ ઉપરના રોષ વિના અને ક્ષમા ઉપરના રાગ વિના, ક્રોધના આત્મપરિણામને ભેદનારા ક્ષમાના આત્મપરિણામને પ્રગટાવી પણ શકાય નહિ અને તીવ્ર પણ બનાવી શકાય નહિ. આવી જ રીતિએ, કર્મગ્રન્થિ રૂપી જે આત્મપરિણામ હોય છે, તે આત્મપરિણામને પણ, તેનાથી વિપરીત સ્વરૂપના આત્મપરિણામથી ભેદવો જોઇએ. રાગને કારણે જ ઠેષ પેદા થાય છે ? ધન એટલે ઘટ્ટ અથવા ગાઢ એવો રાગ-દ્વેષનો પરિણામ, એ કર્મગ્રન્થિનું લક્ષણ છે; અને, એથી વિપરીત પ્રકારનો પરિણામ કેવા પ્રકારનો હોય, એની વિચારણા ચાલી રહી છે. એ માટે, સૌથી પહેલાં તો એ નક્કી કરો કે-કર્મગ્રન્થિને ભેદવાની ઇચ્છા જ જેનામાં પ્રગટી નથી, તે જીવને રાગ શાના ઉપર હોય ? અને, તે જીવને દ્વેષ શાના ઉપર હોય ? સ, એને રાગ સંસાર ઉપર હોય. અને દ્વેષ ? સ, એને દ્વેષ તો જે કોઇ એની આડે આવે એના ઉપર ઉપજે, એવું બને. એમ તો એને રાગેય ઘણાઓ ઉપર ઉપજે છે, પણ એ રાગનું મૂળ જેમ સંસાર ઉપરનો રાગ છે, તેમ એને જે ઘણાઓ ઉપર દ્વેષ ઉપજે છે, તે દ્વેષનું ખરેખરૂં મૂળ કયું છે ? એ દ્વેષનું ખરેખરૂં મૂળ પણ સંસાર ઉપરનો રાગ જ છે. જેનામાં રાગ નથી Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ચોદ ગુણસ્થાન ભાગ-૨ હોતો, તેનામાં દ્વેષ પણ હોઇ શકતો જ નથી. રાગને કારણે જ તેષ પેદા થાય છે. જો કોઇનાય ઉપર રાગ ન હોય, તો કોઇનાયા ઉપર દ્વેષ પેદા થવાને અવકાશ જ નથી. રાગ હોવાને કારણે, જેના ઉપર રાગ હોય, તેનાથી જે પ્રતિકૂળ, તેના ઉપર દ્વેષનો ભાવ પ્રગટે છે. અણગમો, એ પણ દ્વેષનો જ એક પ્રકાર છે. હવે તમે એ વિચાર કરો કે-સંસાર ઉપર રાગ છે, તે શાના ઉપર રાગ છે ? સંસાર એટલે વિષય અને કષાય. સંસારનો રાગ, એટલે વિષયનો રાગ અને કષાયનો રાગ. વિષયનો રાગ અને કષાયનો રાગ પણ કેવો ? વિષયની અનુકૂળતાનો રાગ અને કષાયની અનુકૂળતાનો રાગ. અને, એને લીધે જ,વિષયની પ્રતિકૂળતાનો પણ દ્વેષ અને કષાયની પ્રતિકૂળતાનો પણ દ્વેષ. એ જીવે વિષયની અનુકૂળતામાં જ અને કષાયની અનુકૂળતામાં જ સુખ માનેલું છે અને એ જ રીતિએ એ જીવે વિષયની પ્રતિકૂળતામાં પણ દુઃખા માનેલું છે અને કષાયની પ્રતિકૂળતામાં પણ દુઃખ માનેલું છે. આ ઉપરથી તમે સમજી શક્યા હશો કે-સંસાર ઉપરનો રાગ, એ વસ્તુતઃ તો સંસારના સુખ ઉપરનો જ રાગ છે; અને એથી, એ વાત પણસમજી શકાય એવી છે કે-સંસાર અસાર છે, એનો અર્થ એ કે-સંસારનું સુખ પણ અસાર છે. “અમુકને આ સંસાર અસાર લાગ્યો છે.” –એવું સાચીરીતિએ ત્યારે જ કહી શકાય, કે જ્યારે તેને સંસારનું સુખ અસાર લાગ્યું હોય ! દુઃખ, દુઃખ તરીકે કોને સારભૂત લાગે છે ? કોઇને પણ નહિ ! સંસાર સારભૂત લાગતો હોય, તો તે સંસારના એટલે વિષય-કષાયના સુખનો જે રાગ છે, તેને લીધે જ ! એ રાગથી જ સંસાર સારભૂત લાગે છે. આ કારણે, “સંસાર અસાર.” –એનો અર્થ એ છે કે- “સંસારનું સુખ પણ અસાર !” વિષય -ક્ષાયની અનુકૂળતાના રાગને અને પ્રતિકૂળતાના દ્વેષને તજવાનો ભાવ અપૂર્વ પ્રણમાં હોય જઃ Page #138 -------------------------------------------------------------------------- ________________ ચૌદ મણસ્થાન ભાગ-૨ ૧૨૭ –––––––––––––------ -- અપૂર્વ કરણને પ્રગટાવવાને માટે, જીવે, વિષયની અનુકૂળતાનો જે રાગ છે અને કષાયની અનુકૂળતાનો જે રાગ છે, તે રાગ કેટલો બધો ભંડો છે, તે રાગ કેટલો બધો નુક્સાના કારક છે, એનો વિચાર કરવો જોઇએ. જીવ જો વિચાર કરે, તો લાગે કે- “હિંસાદિક પાપોનું મૂળ જ, જીવનો વિષયની અનુકૂળતાનો અને કષાયની અનુકૂળતાનો રાગ છે. જીવો પ્રાયઃ પાપને આચરે છેય એ માટે અને જીવો પ્રાયઃ દુ:ખને વેઠે છે, એ માટે !” તમે હિંસાદિક જે જે પાપોને આચરતા હો, તે તે સર્વ પાપોને યાદ કરી જુઓ અને પછી વિચાર કરો કે-એ પાપોને તમે જે આચર્યા અથવા તો એ પાપોને આચરવાનું તમને જે મન થયું, તે શાથી બન્યું ? તમે જો સમજ પૂર્વક વિચાર કરી શકશો, તો તમને પ્રાયઃ એમ જ લાગશે કે- “મારામાં જો વિષય-કષાયની અનુકૂળતાનો રાગ ના હોત, તો હું આમાંના કોઇ પાપને આચરવાનું મન કરત નહિ; અથવા, આમાંના કોઇ પાપને આચરત નહિ !' એ જ રીતિએ, તમે દુખ પણ વેઠો છો, તો તમે વિચાર કરો કે તમને દુઃખ વેઠવું ગમે છે ? ના. વસ્તુતઃ તમને દુઃખ વેઠવું ગમતું નથી, પણ વિષયકષાયની અનુકૂળતાના રાગને કારણે, એ રાગ સલ બને એ હેતુએ, તમને દુઃખ વેઠવું પણ ગમે છે. તમારામાં જે દ્વેષભાવ છે, તે પણ શાને આભારી છે ? વિષય-કષાયની અનુકૂળતા તરફ્લા તમારા રાગને જ ને ? વિષય-કષાયની અનુકૂળતાનો રાગ પાપ કરાવે, દુઃખ વેઠવાની ફ્રજ પાડે અને કરેલા પાપને પરિણામે પણ જીવ દુઃખી જ થાય. વિષય-કષાયની અનુકૂળતાના આવા રાગ ઉપર અને એ રાગના યોગે પ્રગટતા દ્વેષ ઉપર, નત ન આવે ? એમ થઇ જવું જોઇએ કે- “આ રાગ, એ જ મારો મોટામાં મોટો દુશ્મન છે.” આવો સુદર ખ્યાલ આવી જાય અને એથી જો એમ થઇ જાય કે- “વિષયની અને કષાયની અનુકૂળતાનો રાગ તજવા યોગ્ય જ છે.” તો અપૂર્વ કરણ છેટે રહી શકે જ નહિ. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ચોદ ગુણસ્થાનક ભાગ-૨ આવો સુન્દર ખ્યાલ પેદા થવાથી, એવો પરિણામ પેદા થયા વિના રહે નહિ, કે જેના વડે રાગ-દ્વેષનું ગાઢપણું ભેદાઇ જાય. જીવને એમ પણ થઇ જાય કે- “મારે હવે એવી દશાને પ્રાપ્ત કરવી જોઇએ, કે જેથી મારામાં રાગ પણ રહે નહિ અને દ્વેષ પણ રહે નહિ.” એમાંથી “હું વીતરાગ બનું !! -એવા ભાવવાળો પરિણામ જન્મે. રાગ-દ્વેષના યોગમાં જીવને વસ્તુતઃ સુખ છે જ નહિ પણ દુઃખ જ છે અને રાગ-દ્વેષ એ દુઃખનું જ કારણ છે.” -એમ લાગી જાય, એટલે વીતરાગ બનવાની ઇચ્છા પ્રગટ્યા વિના રહે ખરી ? એના યોગે, વીતરાગ બનવાના ઉપાય રૂપ ધર્મ ઉપર રાગ પ્રગટે અને વીતરાગ બનવામાં અન્તરાય કરનાર પાપ ઉપર દ્વેષ પ્રગટે. રાગદ્વેષ એ કેવળ નુક્સાનકારક જ છે, હેય જ છે અને એથી મારે એ રાગ-દ્વેષ જોઇએ જ નહિ.” –આવા પ્રકારનો જે પરિણામ, એને અપૂર્વ કરણ તરીકે ઓળખી શકાય. અપૂર્વક્રણ રૂપ મુગર : આ અપૂર્વકરણને મહાત્માઓએ મુગર જેવો પણ કહ્યો છે. ભગવાન શ્રી કષભદેવજીનું પેલું સ્તવન યાદ છે ? “સમકિત દ્વાર ગભારે પેસતાં જી.....” એ સ્તવનમાં પણ કેટકેટલી વાતો કહી છે? “પાપ પડલ થયાં દૂર રે.” વગેરે કહ્યું છે ને ? સખ્યત્વના દ્વારમાં પેસવા માટે પાપનાં પડેલ દૂર થવાં જોઇએ અને પાપનાં પડેલ દૂર થાય ત્યારે જ જીવ અપૂર્વકરણ રૂપી મુદ્ગરને હાથમાં લઇ શકે ને ? એ પછી જ ગ્રંથિભેદાય. અનંતાનુબંધી કષાયની ભુંગળ અને મિથ્યાત્વની સાંકળ એ પછી જ ભાંગે. ત્યારે, ભગવાનનું દર્શન, પૂજન વગેરે એ માટે કરવાનું છે. એ સમ્યકત્વની કરણી છે. એ કરણી સમ્યકત્વને નહિ પામેલા જીવને સમ્યકત્વ પમાડે એવી છે અને એ કરણીમાં એવો ગુણ પણ છે કેએ સમ્યકત્વને શુદ્ધેય બનાવે. જીવમાં એ ભાવ હોવો જોઇએ Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ ચોદ ગુણસ્થાન ભાગ-૨ અથવા તો એમાં એ ભાવથી વિપરીત ભાવનું આલમ્બન નહિ જોઇએ. એક સ્તવન પણ ગુરુની પાસેથી વિધિપૂર્વક લીધું હોય અને ગુરુ પાસે એનો અર્થ સમજીને ગોખ્યું હોય, તો એ બોલતાં પણ જીવ ઘણી નિર્જરા સાધી શકે. અનિવૃત્તિ ક્રણથી સધાતું કર્યઃ - હવે શુદ્ધ યથાપ્રવૃત્તિ કરણ દ્વારા અસંખ્ય ગુણ-અસંખ્ય ગુણ નિર્જરા કરતે કરતે જીવ રાગ-દ્વેષની ગ્રંથિએ પહોંચ્યો અને અપૂર્વકરણે કરીને જીવે એ ગ્રન્થિને ભેદી નાખી. એ ગ્રંથિ ભેદાતાંની સાથે જ જીવમાં એવો પરિણામ પ્રગટે, કે જે પરિણામ જીવને સમ્યક્ત્વ પમાડ્યા વિના રહે નહિ. એવા પરિણામનો કાળ પણ જ્ઞાનિઓએ અન્તર્મુહૂર્તનો કહ્યો છે. અન્તર્મુહૂર્ત કાળનો એ પરિણામ એવો હોય છે કે-એ કાળમાં જીવને મિથ્યાત્વનો ઉદય ચાલુ હોય છે, તે છતાં પણ એ પરિણામ જીવને સમ્યક્ત્વ પમાડ્યા વિના જતો નથી. એ પરિણામથી જીવ શું કરે છે ? અપૂર્વ કરણથી જીવ જેમ ગાઢ રાગ-દ્વેષની ગ્રંથિને ભેદે છે, તેમ અનિવૃત્તિ કરણથી એ જીવ મિથ્યાત્વનાં જે જે દળિયાં ઉદયમાં આવતાં જાય છે, તે તે સર્વ દળિયાંને ખપાવતો જ જાય છે; એટલું જ નહિ, પણ આ અન્તર્મુહૂર્તની પછીના અન્તર્મુહૂર્તમાં મિથ્યાત્વનાં જે દળિયાં ઉદયમાં આવવાનાં હોય, તે દળિયામાંથી બની શકે તેટલાં દળિયાંને પણ જીવ આ અન્તર્મુહૂર્તમાં જ ઉદયમાં લાવી દઇને ખપાવી નાખે છે; અને, મિથ્યાત્વનાં જે દળિયાંને જીવ આ રીતિએ એક અત્તમુહૂર્ત વહેલાં ઉદયમાં લાવી શકતો નથી, તે દળિયાંની સ્થિતિને એ વધારી દે છે, કે જેથી આ અનિવૃત્તિકરણના અન્તર્મુહૂર્ત પછીનું જે અન્તર્મુહૂર્ત હોય છે, તે અન્તર્મુહૂર્તમાં મિથ્યાત્વના એક પણ દળિયાનો ઉદય અસંભવિત બની જાય. એ જે અનિવૃત્તિ કરણ પછીનું અત્તમુહૂર્ત હોય છે, તે. અન્તર્મુહૂર્તમાં Page #141 -------------------------------------------------------------------------- ________________ થાણક ભા-૨ ૧૩૦ જીવનો જે પરિણામ હોય છે, તે પરિણામને અન્તરકરણ તરીકે ઓળખવામાં આવે છે. અન્તર ક્રણથી સધાતું કાર્ય : અન્તર્મુદળિયાંની સાદળિયાં શુદ્ધ બને આ અન્તર કરણનું અન્તર્મુહૂર્ત, એટલે એવું અન્તર્મુહૂર્ત કે જે અન્તર્મુહૂર્તમાં જીવને મિથ્યાત્વ મોહનીયનાં દળિયાંનો ના તો પ્રદેશથી ઉદય હોય, ન તો વિપાકથી ઉદય હોય. માત્ર સત્તામાં જ મિથ્યાત્વ મોહનીયનાં દળિયાં હોય. સત્તામાં રહેલાં મિથ્યાત્વ મોહનીયનાં દળિયાંની સફાઇનું કામ, જીવ, એ અત્તર કરણના અન્તર્મુહૂર્તમાં કરે છે. અન્તર કરણ દ્વારા જીવ મિથ્યાત્વ મોહનીચનાં દળિયાંની સફાઇનું જે કામ કરે છે, તેમાં બધાંય દળિયાં સાફ થતાં નથી. બધાં દળિયાં શુદ્ધ બનતાં નથી. કેટલાંક દળિયાં શુદ્ધ બને છે, કેટલાંક દળિયાં શુદ્વાશુદ્ધ બને છે અને કેટલાંક દળિયાં અશુદ્વનાં અશુદ્ધ કાયમ રહે છે. આમ, મિથ્યાત્વ મોહનીયનાં દળિયાં ત્રણ વિભાગમાં વહેંચાઈ જાય છે. તેમાંના જે દળિયાં શુદ્ધ બને છે, તે દળિયાંના સમૂહને સમ્યક્ત્વ મોહનીયનો પુંજ કહેવાય છે તેમાંનાં જે દળિયાં અર્ધ શુદ્ધ અથવા તો શુદ્વાશુદ્ધ બને છે, તે દળિયાંના સમૂહને મિશ્ર મોહનીયનો પુંજ કહેવાય છે; અને, બાકી રહેલાં અશુદ્ધ દળિયાંના સમૂહને મિથ્યાત્વ મોહનીયનો પુંજ કહેવાય છે. સ. એ પરિણામ કેવો હોતો હશે ? એ પરિણામ કેવો હોય, એ તો જ્ઞાની જ જાણી શકે. એમાં કહેવાય કે-એવા અપૂર્વ આનન્દનો અનુભવ હોય, કે જેને વાણીમાં મૂકી શકાય નહિ. એટલી કલ્પના જરૂર થઇ શકે કે-મિથ્યાત્વ મોહનીચના ઉદયે જે પરિણામ જન્મ, તેનાથી તદન ઊલટા સ્વરૂપનો એ પરિણામ હોય. કુદેવ, કુગુરૂ અને કુધર્મના ત્યાગસ્વરૂપ તેમ જ સુદેવ, સુગુરુ અને સુધર્મના સ્વીકાર સ્વરૂપ એ પરિણામ હોય Page #142 -------------------------------------------------------------------------- ________________ ચૌદ પુણસ્થાનક ભાગ-૨ ૧૩૧ જ, કેમ કે-મિથ્યાત્વ મોહનીયનો એ વખતે પ્રદેશોદયેચ નથી અને વિપાકોદયેય નથી. એ વખતે, મોક્ષના શુદ્ધ ઉપાયને લગતો જ પરિણામ હોય અને તો જ મિથ્યાત્વ મોહનીચનાં સત્તાગત દળિયાં શુદ્ધ બને ને ? ત્રણમાંથી કોઇ એક પુંજનો ઉદય થાય ? આ રીતિએ અનિવૃત્તિકરણ દ્વારા જીવ જે સમ્યકત્વને પામે છે, તે સમ્યક્ત્વને ઓપશમિક સમ્યકત્વ કહેવાય છે. એ ઉપશમ સમ્યક્ત્વનું જે અન્તર્મુહૂર્ત, એ જ અન્તર કરણનું અન્તર્મુહૂર્ત ! કોદરા નામનું જે ધાન્ય હોય છે, તેના ઉપર મીણો હોય છે. જ્યારે એ મીણો બરાબર ધોવાઇ જાય છે અને એ ધાન્ય ચોખ્ખું બની જાય છે, ત્યારે એ કોદરી કહેવાય છે. મીણાવાળું ધાન્ય તે કોદરા અને સાવ મીણા વગરનું ધાન્ય તે કોદરી. એ ધાન્થને સાફ કરતાં મીણો થોડો ગયો હોય ને થોડો રહ્યો હોય એવું પણ બને છે અને અમુક દાણા ઉપરથી મીણો ગયો ન હોય એવું પણ બને છે. એ જ રીતિએ, જીવ, આપણે વિચારી આવ્યા તેમ, અત્તર કરણના કાળમાં સત્તાગત મિથ્યાત્વ મોહનીયનાં દળિયાંના ત્રણ પુંજ કરી નાખે છે. એટલામાં તો અન્તર કરણનું એ અન્તર્મુહૂર્ત પૂર્ણ થઇ જાય છે. એ અત્તર્મુહૂર્ત પુરૂં થતાંની સાથે જ, અત્તર કરણના બળે જીવે મિથ્યાત્વ મોહનીયનાં દળિયાંના જે ત્રણ પુંજ કર્યા હોય છે, તેમાંનો કોઇ પણ એક પુંજ ઉદયમાં આવે છે. કોઇને સમ્યક્ત્વ મોહનીયનો પુંજ ઉદયમાં આવે, કોઇને મિશ્ર મોહનીચનો પૂંજ ઉદયમાં આવે અને કોઇને મિથ્યાત્વ મોહનીયનો પુંજ ઉદયમાં આવે. એ વખતે જીવનો પરિણામ કેવા બળવાળો છે અને કેવા પ્રકારનો છે, એના ઉપર એનો આધાર. અન્તર કરણના અન્તર્મુહૂર્ત પછીથી જે દળિયાં ઉદયમાં આવવાનાં હોય તે શુદ્ધ થયાં છે કે નહિ, શુદ્ધાશુદ્ધ થયાં છે કે Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ નહિ અગર અશુદ્ધ રહ્યાં હોય તો તેમ, પણ એ, સિવાય જ્ઞાની કોઇ કહી શકે નહિ. એ તો વ્યક્તિગત અસર છે ને ? શાસ્ર તો કહે છે કે-અન્તર કરણનું અન્તર્મુહૂર્વ પુરૂં થતાંની સાથે જ, એ અન્તર કરણના કાળમાં જીવે મિથ્યાત્વ મોહનીયનાં દળિયાંના જે ત્રણ પુંજ કર્યા હોય છે, તે ત્રણમાંથી કોઇ પણ એક પુંજનાં દળિયાં ઉદયમાં આવી જાય છે. સમ્યક્ત્વ મોહનીયનાં દળિયાંનો ઉદયકાળ એ ક્ષાયોપશમિક સમ્યક્ત્વનો કાળ : આમ, ઔપશમિક સમ્યક્ત્વના અન્તર્મુહૂર્તને અન્તે જીવને જો મિથ્યાત્વ મોહનીયના પુંજમાંનાં દળિયાં ઉદયમાં આવી જાય છે, તો તે જીવ સમ્યક્ત્વને વી નાખે છે અને પ્રથમ ગુણસ્થાનકવર્તી બની જાય છે; પણ મિથ્યાત્વ મોહનીયના પુંજમાંનાં દળિયાં ઉદયમાં આવવાને બદલે એ જીવને જો મિશ્ર મોહનીયના પુંજમાંનાં દળિયાં આવી જાય છે, તો તે જીવ ચતુર્થ ગુણસ્થાનકવર્તી મટી જઇને તૃતીય ગુણસ્થાનકવર્તી બની જાય છે. એ તૃતીય ગુણસ્થાનકવર્તી બનેલો જીવ, તે પછી પહેલે ગુણઠાણે ચાલ્યો જાય એવું પણ બને અને ચોથે ગુણઠાણે પાછો આવે એવું પણ બને. હવે જે જીવને નથી તો ઉદયમાં આવતાં મિથ્યાત્વ મોહનીયના પુંજમાંનાં દળિયાં એમ નથી તો ઉદયમાં આવતાં મિશ્ર મોહનીયના પુંજમાંનાં દળિયાં, પણ જે જીવને સમ્યક્ત્વ મોહનીયના પુંજમાંનાં દળિયાં ઉદયમાં આવે છે, તે જીવ ઔપશમિક સમ્યક્ત્વમાંથી ક્ષાયોપશમિક સમ્યક્ત્વને પામ્યો એમ કહેવાય છે. આ રીતિએ અનાદિ મિથ્યાદ્રષ્ટિ એવો જે જીવ, પહેલી વાર જે સમ્યક્ત્વને પામે છે, તે ઔપશમિક સમ્યક્ત્વ પામે છે અને એ પછી જ એ જીવ ક્ષાયોપશમિક સમ્યક્ત્વ એ વખતે પામે છે તો પામે છે, નહિ તો કાળાન્તરે પામે છે. આ સંબંધમાં એક શાસ્ત્રીય મત એવો પણ Page #144 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ૧૩૩ છે કે-અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવ ઔપશમિક સમ્યક્ત્વને પામ્યા વિના પણ સીધો જ ક્ષાયોપશમિક સમ્યક્ત્વને પામી શકે છે. એટલે કે-એ જીવ અનિવૃત્તિકરણને અન્તેઅનિવૃત્તિ કરણના કાળમાં જ ત્રણ પુંજ કરીને એમાંના શુદ્ધ પુંજના ઉદયને પામે છે અને એમ શુદ્ધ પુંજના ઉદયને પામીને એ જીવ ક્ષાયોપશમિક સમ્યક્ત્વના પરિણામનો સ્વામી બને છે. આ શાસ્ત્રીય માન્યતા મુજબ જીવ મિથ્યાત્વ મોહનીયનાં દળિયાંના ત્રણ પુંજ અનિવૃત્તિ કરણથી કરે. દર્શનમોહનીયની સાત પ્રકૃતિઓને ક્ષીણ ીને અટકી જનારની શ્રેણિને ખંડ ક્ષપશ્રેણિ વ્હેવાય : હવે જે જીવ ઔપશમિક સમ્યક્ત્વને પામીને અગર તો ઔપશમિક સમ્યક્ત્વને પામ્યા વિના પણ ક્ષાયોપશમિક સમ્યક્ત્વને પામે છે, તે જીવ જો ક્ષાયોપશમિક સમ્યક્ત્વના પરિણામમાં બરાબર સુદ્રઢ રહી શકે અને તેને પ્રથમ સંહનન આદિ સામગ્રી મળી હોય તથા તે જો ક્ષપક શ્રેણિ માંડવા જોગા પરિણામને પામી જાય, તો તે જીવ ક્ષપક શ્રેણિ માંડીને અનન્તાનુબંધી કષાયની ચાર તેમ જ મિથ્યાત્વ મોહનીયની ત્રણ-એમ દર્શન મોહનીયની સાતેય પ્રકૃતિઓનો ક્ષપક શ્રેણિના પરિણામ દ્વારા સંપૂર્ણપણે ક્ષય કરી નાખીને ક્ષાયિક સમ્યક્ત્વનો સ્વામી બની જાય છે. ક્ષાયોપશમિક સમ્યક્ત્વને પામેલો જીવ જો કોઇ પણ રીતિએ સમ્યક્ત્વના પરિણામને વમી નાખે નહિ અને એ પરિણામમાં બરાબર ટક્યો રહે, તો જીવ ક્ષાયિક સમ્યક્ત્વને પામ્યા વિના રહેતો જ નથી. એ જીવ એ જ ભવમાં ક્ષપક શ્રેણિ માંડે અને એ દ્વારા ક્ષાયિક સમ્યક્ત્વને પામે એવો નિયમ નથી. ભવાન્તરમાં ક્ષાયિક સમ્યક્ત્વ પામે એવું પણ બને. ક્ષાયોપશમિક સમ્યક્ત્વના પરિણામમાં બરાબર ટકી રહેનારા જીવને, જે ભવમાં ક્ષાયિક સમ્યક્ત્વની Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ચૌદ વણસ્થાનક ભાગ-૨ પ્રાપ્તિ થવાની હોય છે, તે ભવમાં એ જીવને ક્ષપક શ્રેણિ માંડવા માટે પ્રથમ સંહનન આદિ જે સામગ્રી જરૂરી ગણાય છે તે મળી જ જાય છે અને એ જીવમાં ક્ષપક શ્રેણિ માંડવા જગો પરિણામ પણ પ્રગટી જાય છે. આમ જે જીવ ક્ષપક શ્રેણિ માંડે છે, તે જીવને જો ક્ષપક શ્રેણિ માંડતાં પરભવના આયુષ્યનો બંધ પડી ગયો ન હોય, તો તે જીવ ક્ષપક શ્રેણિના કાળ દરમ્યાનમાં માત્ર દર્શન મોહનીયની સાત પ્રકૃતિઓનો ક્ષય સાધીને વિરામ પામતો નથી, પણ ક્ષપક શ્રેણિમાં આગળ વધીને એ જીવ ચારિત્ર મોહનીય કર્મની બાકીની એકવીસેય પ્રકૃતિઓનો પણ સંપૂર્ણપણે ક્ષય સાધીને વીતરાગપણાને આત્મસાત કરી લે છે અને તે પછી તરત જ જ્ઞાનાવરણીયાદિ બાકીનાં ત્રણેય ઘાતી કર્મોને પણ ક્ષીણ કરી નાખીને કેવલજ્ઞાનનો સ્વામી પણ બની જાય છે. હવે જે જીવને ક્ષપક શ્રેણિ માંડતાં પહેલાં જ પરભવના આયુષ્યનો બંધ પડી ગયો હોય, તે જીવ ક્ષપક શ્રેણિ દ્વારા માત્ર દર્શન મોહનીયની જ સાત પ્રકૃતિઓને ક્ષીણ કરી નાખીને અટકી જાય છે. એ જીવનો ક્ષપક શ્રેણિનો પરિણામ દર્શન મોહનીયની સાત પ્રકૃતિઓ ક્ષીણ થતાં ભગ્ન થઇ ગયા વિના રહેતો જ નથી. એવો જીવ જે ક્ષપક શ્રેણિ માંડે છે, તે ક્ષપક શ્રેણિને ખંડ ક્ષપક શ્રેણિ તરીકે ઓળખવામાં આવે છે. ક્ષાયોપથમિક સખ્યત્ત્વની હાજરીમાં જ ક્ષાયિક સખ્યત્ત્વને પામી શાય છે ? ક્ષપક શ્રેણિ એટલે ઘાતી કર્મોની પ્રકૃતિઓની મૂળમાંથી ક્ષપણા કરી નાખવાની શ્રેણિ. તેમાં, પહેલાં દર્શન મોહનીયની સાતેય પ્રકૃતિઓની ક્ષપણા થાય છે. દર્શન મોહનીયની સાતેય પ્રકૃતિઓની ક્ષપણા સંપૂર્ણપણે થઇ ગયા પછીથી જ, ચારિત્રા મોહનીયની પ્રકૃતિઓની ક્ષપણા થાય છે. આમ મોહનીય કર્મ સંપૂર્ણપણે ક્ષીણ થઇ ગયા પછીથી જ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય Page #146 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ૧૩૫ અને અન્તરાય એ બાકીનાં ત્રણેય ઘાતી કર્મોની સર્વ પ્રકૃતિઓની સંપૂર્ણપણે ક્ષપણા થાય છે. એટલે, જે જીવે મોક્ષ સાધવો હોય, તે જીવને ક્ષાયિક સમ્યક્ત્વ પ્રગટાવ્યા વિના ચાલતું જ નથી અને ક્ષાયિક સમ્યકત્વને પ્રગટાવવાને માટે જીવે ક્ષપક શ્રેણિ માંડવી જ જોઇએ. ક્ષપક શ્રેણિ ચોથા ગુણસ્થાનકે રહેલો જીવ પણ માંડી શકે છે, પાંચમાં ગુણસ્થાનકે રહેલો જીવ પણ માંડી શકે છે અને છઠ્ઠા તથા સાતમાં ગુણસ્થાનકે રહેલો જીવ પણ માંડી શકે છે. ક્ષપક શ્રેણિ માંડવા માટે જેમ પ્રથમ સંતનનાદિ સામગ્રી જોઇએ, તેમ છેવટમાં છેવટ ચોથું ગુણસ્થાનક પણ ક્ષપક શ્રેણિ માંડવા માટે જોઇએ જ. પહેલે ગુણઠાણે રહેલો અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવ, ઔપથમિક સમ્યક્ત્વ અગર મતાન્તરે ક્ષારોપથમિક સમ્યક્ત્વ પામી શકે, પણ એ જીવ સીધો જ ક્ષાયિક સમ્યક્ત્વ પામી શકે જ નહિ. કોઇ કોઇ જીવ વિશેષ માટે એવું પણ બને છે કે-અન્તિમ ભવમાં અને અન્તિમ કાળમાં એ જીવ અનાદિકાલીન મિથ્યાત્વને વમે, ક્ષાયોપથમિક સમ્યકત્વને પામે, ક્ષપક શ્રેણિ માંડે, ક્ષાયિક સમ્યક્ત્વ પામે, ચારિત્ર મોહનીયની એકવીસેય પ્રકૃતિઓને પણ ક્ષીણ કરી નાખે, બાકીનાં ત્રણ ઘાતી કર્મોને પણ સર્વથા ક્ષીણ કરી નાખે અને આયુષ્યને અન્ત શેષ ચાર અઘાતી કર્મોનો પણ સર્વથા ક્ષય કરનારો બનીને મોક્ષને પામી જાય. આ બધુંય અન્તર્મુહૂર્તના કાળ માત્રમાં બની જાય, એવું પણ બને. અહીં મુદો એટલો જ છે કે-ત્રણ પ્રકારનાં જે સમ્યક્ત્વ; ઔપથમિક, ક્ષાયોપથમિક અને ક્ષાયિક; એમાં જે ક્ષાયિક સમ્યકત્વ છે, તેને પ્રગટાવવાને માટે ક્ષપક શ્રેણિ અવશ્યમેવ માંડવી પડે છે અને ક્ષાયોપથમિક સમ્યક્ત્વની ગેરહાજરીમાં જીવ ક્ષપક શ્રેણિ માંડી શકતો જ નથી. ક્ષાયોપથમિક સમ્યક્ત્વ તો ઘણી વાર આવે અને ઘણી વાર જાય એવું પણ બને છે, પણ એક વાર જે જીવ સમ્યક્ત્વને પામ્યો, તે જીવ ગમે ત્યારે પણ અર્ધ પુદ્ગલપરાવર્તથી અંદર Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ચૌદ પુણસ્થાનક ભા-૨ અંદરના કાળમાં જ અને તે પણ ક્ષાયોપથમિક સમ્યકત્વની હાજરીમાં જ ક્ષપક શ્રેણિ અવશ્ય માંડવાનો અને ક્ષાયિક સખ્યત્વ આદિને પામીને મોક્ષને પણ પામી જ જવાનો, એ નિઃસંશય બીના છે. અપૂર્વણ પછી અનિવૃતિwણઃ રાગ-દ્વેષ હેય જ છે.” –એવું લાગવા છતાં પણ જીવે, ધર્મને વિષે રાગને અને પાપને વિષે દ્વેષને યોજવાનો પ્રયત્ન કરવો, એ પહેલું જરૂરી છે. “રાગ-દ્વેષ હેય જ છે.” -એવું લાગવા માત્રથી જ, જીવ રાગ-દ્વેષથી સર્વથા મુક્ત બની શકતો નથી. ધર્મના રાગને અને પાપના દ્વેષને કેળવવા દ્વારાએ, પાપથી મુક્ત અને ધર્મમય બનીને જ, જીવ, રાગ-દ્વેષથી સર્વથા મુક્ત બની શકે છે. જીવ, રાગને ધર્મને વિષે યોજવાનો અને દ્વેષને પાપને વિષે યોજવાનો જે પ્રયત્ન કરે, તે રાગ-દ્વેષની જડને ઉખેડી નાખવાને માટે કરે. રાગ-દ્વેષને કાઢવાનો, રાગ-દ્વેષથી સર્વથા છૂટી જવાનો પરિણામ પ્રગટવા માત્રથી, કાંઇ રાગ-દ્વેષ જતા રહે નહિ; પણ એ પરિણામ રાગ-દ્વેષને પાતળા તો એવા પાડી નાખે કે-પછી તથા પ્રકારના કર્મોદયે જીવને ક્યારેક વિષય-કષાયની અનુકૂળતા ઉપર રાગ થઇ જાય અને વિષય-કષાયની પ્રતિકૂળતા ઉપર દ્વેષ પણ થઇ જાય, તોય એ રાગ-દ્વેષ કરવા યોગ્ય નથી જ.” –એવું તો એ જીવને લાગ્યા જ કરે; તેમ જ, રાગ-દ્વેષને મૂળમાંથી ઉખેડી નાખવાના ઉપાયને બતાવનારા શ્રી જિનવચન ઉપર, એનામાં સુન્દર એવો રૂચિભાવ પણ પ્રગટે : કારણ કેઅપૂર્વકરણને પામેલો જીવ, પછી તરત ને તરત જ અનિવૃત્તિ કરણને પામે છે; અને એ અનિવૃત્તિકરણ નામનો પરિણામ, એ એક એવો પરિણામ છે કે-એ પરિણામ દ્વારાએ આત્માનો સમ્યગ્દર્શન ગુણ પ્રગટ્યા વિના રહે જ નહિ. અનિવૃત્તિકરણ Page #148 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ૧૩૭ નામથી ઓળખાતો એ પરિણામ, એવો હોય છે કે-એ પરિણામ, આત્માના સમ્યક્ત્વ રૂપ પરિણામને પેદા કર્યા વિના રહેતો જ નથી. અનિવૃત્તિક્રણને જ અનિવૃત્તિણ કેમ Èવાય છે? સમ્યગ્દર્શન ગુણને પ્રગટાવનારો જીવ, યથાપ્રવૃત્તિકરણ દ્વારા કર્મસ્થિતિ ઘણે અંશે ખપી જવાના યોગે લઘુ કર્મસ્થિતિવાળો બનતાં, ગ્રન્થિદેશે આવે છે; અને એ પછીથી, પોતાના પુરુષાર્થના બળે અપૂર્વકરણને પેદા કરીને, એ જીવ ધન રાગ-દ્વેષના પરિણામ સ્વરૂપ કર્મગ્રન્થિને ભેદી નાખે છે. એમ કર્મગ્રન્થિ ભેદાઇ ગયા પછીથી જ, એ જીવમાં જે પરિણામ પેદા થાય છે, તે પરિણામને અનિવૃત્તિકરણએવા નામથી ઓળખાય છે. એ કરણને અનિવૃત્તિ કરણ' કહેવાય છે, કારણ કે-એ પરિણામને પામેલો જીવ, સખ્યત્વના પરિણામને પામ્યા વિના પાછો હઠતો જ નથી. અહીં કદાચ એવો પ્રશ્ન ઉઠે કે- “તો શું અપૂર્વકરણને પામેલો જીવ, સમ્યકત્વના પરિણામને પામ્યા વિના પાછો હઠે છે ખરો ?” ત્યારે એનો ખુલાસો એ છે કે-જે જીવ અપૂર્વકરણને પામ્યો, તે જીવ સમ્યકત્વના પરિણામને પામ્યા વિના પાછો હઠે છે-એવું તો બનતું જ નથી, પણ અપૂર્વકરણને પામ્યા પછી તરત જ એ જીવ સમ્યગ્દર્શનના પરિણામને પામી જાય, એવું પણ બનતું જ નથી. અપૂર્વકરણથી અનન્તર એવો સમ્યગ્દર્શનનો પરિણામ હોઇ શકતો નથી. એટલે કે-અપૂર્વકરણ માત્રથી સમ્યગ્દર્શનનો પરિણામ પ્રગટે છે એવું બનતું નથી. પરિણામ એટલે આત્માનો અધ્યવસાય. અપૂર્વકરણ દ્વારા જીવને ધન એવા રાગ-દ્વેષના પરિણામને તો ભેદી નાખ્યો, પણ હજુ મિથ્યાત્વ-મોહનીયનો વિપાકોદય ચાલુ જ છે; અને, જ્યાં સુધી જીવને મિથ્યાત્વ-મોહનીયનો વિપાકોદય ચાલુ Page #149 -------------------------------------------------------------------------- ________________ થાક ભાવ- ૨ ૧૩૮ હોય છે, ત્યાં સુધી જીવમાં સખ્યત્વનો પરિણામ પ્રગટી શકતો જ નથી. જીવ જ્યારે સમ્યકત્વના અધ્યવસાયમાં વર્તતો હોય, ત્યારે એને મિથ્યાત્વ-મોહનીયનો વિપાકોદય તો હોય જ નહિ; અને, જો કોઇ પણ કારણે એને મિથ્યાત્વમોહનીયનો વિપાકોદય થઇ જવા પામે, તો એ જીવનો સમ્યકત્વનો જે અધ્યવસાય, તે ચાલ્યો ગયા વિના રહે નહિ. એટલે, અપૂર્વકરણ દ્વારા એ ધન એવા. રાગ-દ્વેષના પરિણામ સ્વરૂપ કર્મગ્રન્થિને ભેદી નાખનારો બનેલો જીવ, અનિવૃત્તિ કરણ દ્વારાએ પોતાની એવી અવસ્થાને પેદા કરે છે, કે જે અવસ્થામાં એ જીવને, કાં તો મિથ્યાત્વમોહનીયનો સર્વથા ઉદય જ ન હોય, કાં તો મિથ્યાત્વમોહનીયનો જે વિપાકોદય, તે ન હોય. જીવની આવી અવસ્થા, અપૂર્વકરણથી પેદા થઇ શકતી જ નથી. જીવની આવી અવસ્થા અપૂર્વકરણે પોતાને કરવાનું કાર્ય કરી લીધા પછીથી જ, જીવમાં જે શુભ પરિણામ પ્રગટે, તેનાથી જ પેદા થઇ શકે છે; અને એથી, એ પરિણામને જ અનિવૃત્તિ કરણ' તરીકે ઓળખવામાં આવે છે. એટલે, અનિવૃત્તિકરણ એ જ સમ્યક્ત્વ રૂપ આત્મપરિણામ પૂર્વેનો અત્તર એવો કરણ નામ આત્મપરિણામ છે. અનિવૃત્તિ ક્રણના કાળમાં જીવ ક્વા પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત રે છે-એ સંબંધી કર્મગ્રન્થિક અભિપ્રાય : સમ્યકત્વ રૂપ આત્મપરિણામની પૂર્વેનો અનન્તર એવો જે અનિવૃત્તિકરણ નામનો પરિણામ, તે પરિણામના કાળમાં, તે પરિણામ દ્વારા આત્મા કેવા પ્રકારની સિદ્ધિને પ્રાપ્ત કરે છે, એ હવે આપણે જોઇએ. અનિવૃત્તિકરણ દ્વારા, અનિવૃત્તિકરણના અન્તર્મુહૂર્ત જેટલા કાળમાં, આત્મા કેવા પ્રકારની સિદ્ધિને પ્રાપ્ત કરે છે, એના સંબંધમાં બે પ્રકારના અભિપ્રાયો પ્રવર્તે છે. એક કાર્મગ્રન્શિક અભિપ્રાય અને બીજી સૈદ્વાન્તિક અભિપ્રાય. Page #150 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ કાર્યગ્રન્થિક અભિપ્રાયે, અનિવૃત્તિ કરણના કાળ દરમ્યાનમાં, અનાદિ મિથ્યાદ્રષ્ટિ એવો જીવ, અનિવૃત્તિકરણ દ્વારાએ કામ કરે છે કે-એ કાળ દરમ્યાનમાં મિથ્યાત્વ-મોહનીયનાં જેટલાં દળિયાં ઉદયમાં આવે, તે બધાં દળિયાંને ખપાવી નાખે; એટલું જ નહિ, પણ અનિવૃત્તિકરણના અન્તર્મુહૂર્ત પછીના અન્તર્મુહૂર્તમાં મિથ્યાત્વમોહનીયનાં જે દળિયાં ઉદયમાં આવવાનાં હોય, તે દળિયાંની સ્થિતિને જો ઘટાડી શકાય તેમ હોય તો એ દળિયાંની સ્થિતિને ઘટાડી દઇને અને તે દળિયાંને એ અનિવૃત્તિ કરણના કાળમાં જ ઉદયમાં લાવી દઇને, એ દળિયાંને પણ અનિવૃત્તિ કરણ દ્વારાએ ખપાવી નાખે; પણ, પછીના અન્તર્મુહૂર્તમાં ઉદયમાં આવનારાં મિથ્યાત્વ મોહનીયનાં દળિયાં એવાં પણ હોય છે, કે જે દળિયાંની કાલસ્થિતિને એવી રીતિએ ઘટાડી શકાય તેવું ન હોય; તો, એવા દળિયાંની સ્થિતિને, એ જીવ પોતાના અનિવૃત્તિ કરણના કાળ દરમ્યાનમાં જ વધારી દે છે, કે જેથી કમથી કમ એ દળિયાં અનિવૃત્તિ કરણના અન્તર્મુહૂર્ત પછીના અન્તર્મુહૂર્તમાં તો ઉદયમાં આવે જ નહિ. આ રીતિએ, એ જીવ, પોતાના અનિવૃત્તિ કરણના અન્તર્મુહૂર્ત દરમ્યાનમાં, એ અન્તર્મુહૂર્ત પછીના અનન્તરના એવા અન્તર્મુહૂર્તને એવું બનાવી દે છે કે, એ અન્તર્મુહૂર્તના કાળમાં, મિથ્યાત્વ મોહનીયનાં દલિકોનો ન તો વિપાકોદય હોય અને ન તો પ્રદેશોદય પણ હોય. પોતાના ફ્લને પેદા કરવાના સામર્થ્યવાળાં કર્મદલિકોના ઉદયને વિપાકોદય કહેવાય છે અને પોતાના ફ્લને પેદા કરવાના સામર્થ્યથી હીન બની ગયેલાં કર્મદલિકોના ઉદયને પ્રદેશોદય કહેવાય છે. ૧૩૯ આ ઉપરથી તમે સમજી શક્યા હશો કે-અનિવૃત્તિકરણના કાળ દરમ્યાનમાં જીવ ત્રણ કામ કરે છે. એક તો-એ અન્તર્મુહૂર્તમાં સ્વતઃ ઉદયમાં આવતાં મિથ્યાત્વ મોહનીયનાં દલિકોને ખપાવે છે; બીજું-પછીના અન્તર્મુહૂર્તમાં ઉદયમાં આવનારાં મિથ્યાત્વ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ચૌદ ગુણસ્થાનક માd-૨ મોહનીયનાં જે દલિકોની સ્થિતિને ઘટાડી શકાય તેમ હોય તે દલિકોની સ્થિતિને ઘટાડીને ઉદયમાં આણી તે દલિકોને ખપાવે છે; અને ત્રીજું-પછીના અન્તર્મુહૂર્તમાં ઉદયમાં આવનારાં મિથ્યાત્વ મોહનીયનાં જે દલિકો, તેની સ્થિતિને જો ઘટાડી શકાય એવું ના હોય, તો જીવ મિથ્યાત્વ મોહનીયનાં એ દલિકોની સ્થિતિને વધારી દે છે. મિથ્યાત્વ-મોહનીયનાં દલિકોનો જ્યારે પ્રદેશોદય કે વિપાકોદય ન હોય, ત્યારે અનન્તાનુબંધી એવા ક્રોધ, માન, માયા અને લોભ-એનો પણ પ્રદેશોદય કે વિપાકોદય ન હોય. મિથ્યાત્વ મોહનીચનાં તેમ જ અનન્તાનુબંધી કષાયોનાં દલિકોનો જેમાં પ્રદેશોદય પણ ન હોઈ શકે, એવા અન્તર્મુહૂર્તને માટે જરૂરી એવી સઘળી તૈયારી, જીવ અનિવૃત્તિકરણના કાળમાં જ કરી લે છે; અને એ પછીથી, તરત જ, એ જીવ, મિથ્યાત્વ મોહનીયનાં અને અનન્તાનુબંધીનાં દલિકોના પણ ઉદયથી રહિત એવા અન્તર્મુહૂર્તને પામે છે. એ અન્તર્મુહૂર્તની પ્રાપ્તિ, એનું નામ ઔપથમિક સમ્યક્ત્વની પ્રાપ્તિ. ઔપશમિક સમ્યક્ત્વના પરિણામવાળા એ અન્તર્મુહૂર્તને, અન્તર કરણ કહેવામાં આવે છે. અનિવૃત્તિ કરણના અન્તર્મુહૂર્તથી અનન્તર એવું જે અન્તર કરણનું અન્તર્મુહૂર્ત, તે અન્તર્મુહૂર્તના પહેલા સમયે જ જીવા ઓપશામિક સમ્યકત્વ રૂપી આત્મપરિણામનો સ્વામી બને છે. વનમાં સળગતો દાવાનળ આખાય વનપ્રદેશને બાળનારો હોય, પરન્તુ વનપ્રદેશનો જે ભાગ ઘાસ આદિથી રહિત બની ગયો હોય અથવા તો વનપ્રદેશના જે ભાગને ઘાસ આદિથી રહિત બનાવી દેવાયો હોય, તે વનપ્રદેશનો ભાગ એ દાવાનળથી અસ્પષ્ટ રહેવા પામે છે. કારણ કે-અગ્નિના યોગે સળગી ઉઠે એવી કોઇ સામગ્રી જ, વનપ્રદેશના એ ભાગમાં નથી. ઓપશમિક સમ્યકત્વ રૂપી આત્મપરિણામને પામનારા જીવે પણ, એક અન્તર્મુહૂર્તને, Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ __ _____ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ વનપ્રદેશના એ ભાગ સમું બનાવી દીધેલું હોય છે; અને એથી, એ અન્તર્મુહૂર્ત દરમ્યાનમાં છેલ્લે છેલ્લે જ્યાં સુધી એ જીવ અનન્તાનુબંધી કષાયના ઉદયવાળો બનતો નથી, ત્યાં સુધીને માટે એ જીવને દર્શનમોહનીયની કોઇ પણ પ્રકૃતિનો કોઇ પણ પ્રકારનો ઉદય હોતો જ નથી. અનિવૃત્તિ ક્રણના કાળમાં જીવ ક્યા પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરે છે-એ સંબંધી સેદ્રાન્તિક અભિપ્રાય ? કાર્મગ્રન્થિક અભિપ્રાયે, સમ્યકત્વના પરિણામને પામનારો અનાદિ મિથ્યાદ્રષ્ટિ એવો દરેકે દરેક જીવ આવી રીતિએ, પહેલાં તો શામિક સમ્યક્ત્વના પરિણામને જ પામે છે; જ્યારે આ બાબતમાં, સેદ્રાન્તિક અભિપ્રાય એવો છે કે-સખ્યત્વના પરિણામને પામનારા અનાદિ મિથ્યાદ્રષ્ટિ એવા બધા જ જીવો, પહેલાં પથમિક સમ્યક્ત્વ જ પામે-એવો નિયમ નથી. અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવો, ઔપશમિક સમ્યક્ત્વને પામ્યા વિના પણ, ક્ષાયોપથમિક સમ્યક્ત્વને પામે, એવું બને છે. એટલે કેસમ્યક્ત્વના પરિણામને પામનારા અનાદિ મિથ્યાદ્રષ્ટિ એવા જે જીવો, તે પૈકીના જે જીવો ઓપશમિક સમ્યકત્વને પામનારા હોય, તે જીવો આવા જ પ્રકારે પથમિક સમ્યકત્વને પામે; પરન્તુ, સખ્યત્વને પામનાર અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવોમાં એવા જીવો પણ હોઇ જ શકે છે, કે જે જીવો ઔપથમિક સમ્યક્ત્વને નહિ પામતાં, અનિવૃત્તિકરણ દ્વારાએ ક્ષાયોપથમિક સમ્યકત્વને જ પામે છે. સૈદ્ધાત્તિક અભિપ્રાયે, જે અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવો ક્ષાયોપથમિક સમ્યક્ત્વને પામનારા હોય છે, તે જીવો પોતાના અનિવૃત્તિકરણના કાળમાં, પોતાના અનિવૃત્તિ કરણ દ્વારાએ, ઓપશમિક સખ્યત્વને પામનારા જીવોની પ્રક્રિયાના કરતાં જુદા જ પ્રકારની પ્રક્રિયા કરે છે. અનિવૃત્તિ કરણના અન્તર્મુહૂર્તના કાળ દરમ્યાનમાં ઉદયમાં Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ આવતાં મિથ્યાત્વ મોહનીચનાં અને અનન્તાનુબંધી કષાયોનાં દળિયાંઓને તો એ જીવો ખપાવી જ નાખે છે; પરન્તુ, તે ઉપરાન્ત, એ જીવો જે કરે છે, તે એ કરે છે કે-સત્તામાં રહેલાં મિથ્યાત્વ મોહનીયનાં જે દળિયાં, તે દળિયાંના ત્રણ પુંજ બનાવી દે છે. મિથ્યાત્વ મોહનીયનાં સત્તાગત દળિયાં પૈકીનાં જેટલાં દળિયાંને શુદ્ધ એટલે મિથ્યાત્વ રૂપી મલથી મુક્ત બનાવી શકાય, તેટલાં દળિયાંને તો તેઓ શુદ્ધ જ બનાવી દે છે અને બાકી રહેલાં મિથ્યાત્વ મોહનીયનાં સત્તાગત એવાં જે દળિયાં, તેમાંથી જેટલાં દળિયાંને અર્ધશુદ્ધ જેવાં બનાવી શકાય તેમ હોય તેટલાં દળિયાંને તેઓ અર્ધશુદ્ધ જેવાં બનાવી દે છે. “અનિવૃત્તિ કરણ” નામના આત્મપરિણામથી, આ રીતિએ, જીવ, મિથ્યાત્વ મોહનીયનાં સત્તાગત એવાં દળિયાંને શુદ્ધ બનાવી દેવાનો પ્રયત્ન કરે છે, પણ એ જીવ તે બધાં જ દળિયાંને પૂર્ણપણે શુદ્ધ કે છેવટ શુદ્વાશુદ્ધ પણ બનાવી શકતો નથી; અને એથી, એવાં પણ દળિયાં સત્તામાં રહી જવા પામે છે, કે જે દળિયાંઓથી એ જીવનો શુદ્ધિકરણનો એ પ્રયત્ન સર્વથા અસ્પૃષ્ટ જ રહે છે. મિથ્યાત્વ મોહનીચનાં સત્તાગત દળિયાંનું આ રીતિએ શુદ્ધિકરણ કરતાં, એ દળિયાંના ત્રણ પુંજ થઇ જાય છે. એક શુદ્ધ પુંજ, કે જે પુંજને સમ્યકત્વ મોહનીયનાં દળિયાંના પુંજ તરીકે ઓળખાય છે; બીજો મિશ્ર એટલે શુદ્ધાશુદ્ધ પુંજ, કે જે પુજને મિશ્ર મોહનીયનાં દળિયાના પુંજ તરીકે ઓળખાયા છે; અને, ત્રીજો અશુદ્ધ પુંજ, કે જેને એના એ મિથ્યાત્વ મોહનીયના પુંજ તરીકે ઓળખાય છે. આ ત્રણે પુંજો પૈકીના શુદ્ધ એવા સમ્યક્ત્વ મોહનીયના પુંજને જ એ જીવ ઉદયમાં લાવે છે અને એ શુદ્ધ પુંજ રૂપ સમ્યક્ત્વ મોહનીયનો જે ઉદય, તેની અસરવાળો જીવનો જે પરિણામ, એ જ ક્ષાયોપથમિક સમ્યક્ત્વ રૂપ આત્મપરિણામ છે. એટલે, અનિવૃત્તિકરણના કાળ દરમ્યાનમાં, અનિવૃત્તિકરણ દ્વારાએ, એ જીવ, મિથ્યાત્વ મોહનીયના ત્રણ પુંજ કરવા રૂપ Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ પ્રક્રિયા કરે છે અને ત્યાં અનિવૃત્તિ કરણનો કાળ પૂરો થાય છે. એ કાળ પૂરો થતાંની સાથે જ, પહેલા જે સમયે, સમ્યકત્વ મોહનીય નામના પ્રશસ્ત કર્મના વેદન રૂપ ક્ષાયોપથમિક સમ્યકત્વ પ્રગટ થાય છે. ઓપથમિક સખ્યત્વને પામેલાની ભાવી સ્થિતિના સંબંધમાં પણ અભિપ્રાયભેદ : કાર્મગ્રન્થિક અભિપ્રાય એવો છે કે-અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવ જ્યારે સમ્યકત્વને પામે છે, ત્યારે અપૂર્વકરણ દ્વારા કર્મગ્રન્થિને ભેધા પછીથી, એ જીવ અનિવૃત્તિ કરણ દ્વારા અત્તર કરણને પેદા કરે છે, કે જે અન્તર કરણ, ઓપશમિક સખ્યત્વના પરિણામ રૂપ છે. ઓપશમિક સમ્યકત્વના પરિણામ રૂપ એ અત્તર કરણના પણ અન્તર્મુહુર્ત જેટલા કાળમાં, એ જીવ, મિથ્યાત્વ મોહનીયનાં સત્તાગત એવાં જે દળિયાં, તે દળિયાના, હમણાં જ આપણે વિચારી આવ્યા તે રીતિએ, ત્રણ પુંજ કરે છે. પથમિક સમ્યકત્વના કાળમાં, એ રીતિએ, એ જીવ ત્રણ પુંજ કરી લે છે; ત્યાર બાદ, એ ત્રણ પુંજોમાંથી જો એ જીવને સમ્યકત્વ મોહનીય રૂપી શુદ્ધ પુજનો ઉદય થાય છે, તો એ જીવ ચોથા ગુણસ્થાનકે ટકી જાય છે; પરન્તુ, એ ત્રણ પુંજોમાંથી જો એ જીવને મિશ્રા મોહનીય રૂપી શુદ્વાશુદ્ધ પુંજનો ઉદય થાય છે, તો એ જીવ મિશ્રા ગુણસ્થાનકને પામે છે; અને, એ ત્રણ પુંજોમાંથી એ જીવને જો મિથ્યાત્વ મોહનીય રૂપી અશુદ્ધ પુંજનો ઉદય થાય છે, તો એ જીવા પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકને પામે છે. આમ, “અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવ પહેલાં ઓપશમિક સમ્યક્ત્વને જ પામે અને ઔપશમિક સમ્યક્ત્વના કાળમાં એ જીવ ત્રણ પુંજ કરે જ તથા ત્રણ પુંજ કરીને એ કાં તો ક્ષાયોપથમિક સમ્યકત્વને પામે, કાં તો મિશ્ર સમ્યકત્વને પામે અને કાં તો પુનઃ મિથ્યાદ્રષ્ટિ બને.” -એવો Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ચોદ ગુણસ્થાનક ભાગ-૨ કાર્મગ્રન્થિક અભિપ્રાય છે; જ્યારે સેદ્રાન્તિક અભિપ્રાય એવો છે કે- “અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવ પહેલાં પશમિક સમ્યક્ત્વને જ પામે, એવો નિયમ નહિ; એ જીવ પથમિક સમ્યક્ત્વને પામ્યા વિના જ ક્ષાયોશિમિક સમ્યકત્વને પામે એવું પણ બને. પણ જે અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવ ઓપશમિક સમ્યક્ત્વને પામે, તે જીવા પોતાના પશમિક સમ્યકત્વના કાળ રૂપી અન્તર કરણના કાળસુધી સમ્યક્ત્વના આસ્વાદને પામીને, અત્તે તો એ પુનઃ મિથ્યાત્વના ઉદયને જ પામે. એટલે કે, એ જીવ પથમિક સમ્યકત્વના કાળમાં ત્રણ પુંજ કરે જ નહિ.” જે ઉમળકો શ્રી જિનશાસનની આરાધનાની વાતમાં આવે, તે સંસારના સુખની વાતમાં આવે નહિ ? અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવ જો પોતાના સમ્યગ્દર્શન રૂપી. ગુણને પ્રગટાવનારો બને, તો તે કયા ક્રમે પ્રગટાવનારો બને, એનો તમને કાંઇક ખ્યાલ આવે, એ માટે આ વાતનો આટલો વિસ્તાર કરવામાં આવ્યો. ગૃહિધર્મ અને સાધુધર્મ, એમ બે પ્રકારે ધર્મની વ્યવસ્થા કરવામાં આવેલી છે. એ બન્નેય પ્રકારના ધર્મના મૂળ રૂપ જે વસ્તુ છે, તે સમ્યકત્વ છે. સમ્યકત્વે સહિત બનીને જો ગૃહિધર્મનું અગર સાધુધર્મનું આરાધન કરવામાં આવે છે, તો જ એ આરાધનને સાચા રૂપમાં ધર્મારાધન કહી શકાય છે; અને એવું ધમરાધન જ, એ આરાધક જીવને, પોતાના વાસ્તવિક ળને આપનારૂં નીવડે છે. આ કારણે, ધર્મારાધનને કરવાની ઇચ્છાવાળા બનેલા ભાગ્યવાનોએ, સમ્યક્ત્વના પ્રકટીકરણનો પુરુષાર્થ કર્યા કરવો જોઇએ અને એ પુરુષાર્થ કર્મગ્રન્થિને ભેદવાની દિશા તરફ્લો હોવો જોઇએ. સખ્યત્વને પામેલા પુણ્યાત્માઓએ પણ, પોતાના સમ્યક્ત્વના સંરક્ષણની કાળજીરાખવાની સાથે, દિન-પ્રતિદિન સમ્યક્ત્વ શુદ્ધ બનતું જાય,એવો પુરુષાર્થ કર્યા Page #156 -------------------------------------------------------------------------- ________________ થાનક ભાવ- ૨ ૧૪૫ – – – – – – – – – – – – – – કરવો જોઇએ. વિષયની અને કષાયની અનુકૂળતાના રાગે તેમજ વિષયની અને કષાયની પ્રતિકૂળતાના દ્વેષે જ, આત્માની ખરેખરી પાયમાલી કરી છે. વિષયની અને કષાયની અનુકૂળતાનો રાગ તથા વિષયની અને કષાયની પ્રતિકૂળતાનો દ્વેષ, એ જ સુખનું કારણ છે-એમ માનવું અને એ માન્યતાને અનુસાર વર્તવું, એ જ ઘાતી કર્મોને સુદ્રઢ બનાવવાનું અને જોરદાર બનાવવાનું પ્રધાન સાધન છે. એવો રાગ-દ્વેષ જાય ત્યારની વાત તો જુદી જ છે, પણ એવો રાગ-દ્વેષ જતાં પહેલાં પણ જ્યાં “એવો રાગ-દ્વેષ એ હેય જ છે, તજવા યોગ્ય જ છે, એથી આત્માને લાભ નથી પણ હાનિ જ છે.” -આવો ભાવ આત્મામાં પ્રગટે છે, તેની સાથે જ ઘાતી કર્મોની જડ હચમચી જાય છે અને ઘાતી કર્મોથી મુક્તિ પામવાનું મંડાણ મંડાઇ જાય છે. “એ રાગ-દ્વેષ હેય જ છે.” -એમ લાગતાં, આત્મામાં અપૂર્વકરણ એટલે કે-અપૂર્વ એવો અધ્યવસાય પ્રગટે છે; અને, એ અધ્યવસાય દ્વારાએ જ કર્મગ્રન્થિ ભેદાઇ જાય છે. આ વગેરે જે જે વાતો આ સંબંધમાં કહેવામાં આવી, તે તમને યાદ તો છે ને ? સ, થોડી ઘણી. એના સાર રૂપે તો બધી જ વાત યાદ છે ને ? કે પછી, સારમાં પણ ગોટાળો છે ? સ. એ વખતે તો એમ થઇ ગયેલું કે-સંસારના સુખનો. રાગ ભૂંડો જ છે અને સંસારના સુખના રાગને લીધે જન્મેલો દ્વેષ પણ ભૂંડો જ છે. એટલું પણ જો થયું હોય, તો પણ તમે ભારે નસીબદાર ગણાઓ. એ રાગ-દ્વેષને તજવાનો ઉપાય, શ્રી જિનશાસનની આરાધના કરવી-એ જ છે, એમ પણ તમને લાગે છે ને ? સ, એ તો ચોક્સ. તો, શ્રી જિનશાસનની આરાધના કરવાની વાતમાં જે Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ઉમળકો આવે, તે સંસારના સુખની બીજી કોઇ પણ વાતમાં આવે નહિ ને ? સંસારના સુખ ઉપર પણ રાગ ખરો, પણ તે રાગ તથા તેના યોગે જન્મેલો દ્વેષ તજવા લાયક જ એમ લાગે છે ને ? અને, આત્માને શ્રી વીતરાગ બનાવનારા મોક્ષના ઉપાય ઉપર પણ રાગ ખરો, પણ એ જ રાગ પોષવા જેવો છે અને એ રાગમાંથી જન્મેલો પાપનો દ્વેષ પણ પોષવા જેવો છે, એમેય લાગે છે ને ? આ વાતને વિચારીને, એ સંબંધી નિર્ણય કરવા જેવો છે. કેટલાક જીવો તો એવા હોય છે કે-અહીં સાંભળતે સાંભળતે પણ વિચારે કે- “એ. તો મહારાજ કહ્યા કરે; બાકી ઇન્દ્રિયોના વિષયોની અને ક્રોધાદિ વિષયોની અનુકૂળતા વિનાસુખ સંભવે જ નહિ.” મોક્ષ પ્રત્યેના દ્વેષનો આ પણ એક નમુનો છે. તમે મોક્ષના દ્વેષી તો નહિ પણ રાગી જ છો, એમ માની લઉં ને ? મોક્ષના રાગને સફળ કરવાને માટે, જીવે, સમ્યકત્વને પામવાનો પુરુષાર્થ અવશ્ય કરવો જોઇએ; અને જે ભાગ્યશાલિઓ સમ્યગ્દર્શન ગુણને પામ્યા હોય, તેમણે સમ્યકત્વને દિન-પ્રતિદિન વિશેષ ને વિશેષ નિર્મળ બનાવ્યા કરવાનો પુરુષાર્થ કર્યા કરવો જોઇએ. સયન ગણનો પ્રભાવ - - અનન્ત ઉપકારી ભગવાન શ્રી જિનેશ્વરદેવોના શાસનમાં સમ્યકત્વની કિંમત એટલી મોટી આંકવામાં આવી છે કે-એના. વિના જ્ઞાન પણ સઓજ્ઞાન રૂપ બનતું નથી, એના વિના ચારિત્ર પણ સમ્યફ ચારિત્ર રૂપ બનતું નથી અને એના વિના તપ પણ સમ્યફ તપ તરીકે ઓળખવાને અગર ઓળખાવાને લાયક બનતો નથી. જ્ઞાન ધર્મશાસ્ત્રોનું હોય; તો પણ, એ જ્ઞાનને ધરનારો આત્મા જો સમ્યકત્વને પામેલો ન હોય, તો એ આત્માનું એ શાસ્ત્રજ્ઞાન પણ સભ્યજ્ઞાન રૂપે એ આત્માને પરિણમતું નથી; અને એથી, એ આત્માનું એ જે શાસ્ત્રજ્ઞાન, તે પણ અજ્ઞાન અથવા Page #158 -------------------------------------------------------------------------- ________________ ચોદ ગુણસ્થાનક ભાગ-૨ ૧૪૭ મિથ્યા જ્ઞાનની કોટિનું ગણાય છે. એ જ રીતિએ, ચારિત્ર પણ ભગવાને બતાવેલા ચારિત્રના આચારોના આચરણ રૂપ હોય, તો પણ એ ચારિત્રાચારોનું પાલન કરનારો આત્મા જો સમ્યક્ત્વને પામેલો ન હોય, તો એ આત્માનું એ ચારિત્રાચારોનું પાલન સચ્ચારિત્રની કોટિનું ગણાતું નથી, પણ કાયકષ્ટાદિની ઉપમાને યોગ્ય ગણાય છે. અને, એવી જ રીતિએ તપ, તપ પણ ભગવાને બતાવેલા અનશનાદિ પ્રકારોના આસેવન રૂપ હોય, તોપણ એ. અનશનાદિ તપનું આસેવન કરનારો આત્મા જો સખ્યત્વને પામેલો ન હોય, તો એ તપ એ આત્માનાં કર્મોને તપાવનારું બનતું નથી, પણ આત્માને સંતપ્ત બનાવવા આદિ દ્વારા એ તપ એ આત્માના સંસારની વૃદ્ધિનો હેતુ બની જાય છે અને એથી એ આત્માના એ તપના આસેવનને પણ સમ્યફ કોટિના તપમાં ગણવામાં આવતું નથી. જ્યારે સમ્યક્ત્વનો એ પ્રભાવ છે કે-એની હયાતિમાં જ્ઞાન એવી રીતિએ આત્મામાં પરિણમે છે કે જેથી એ જ્ઞાન સમ્યજ્ઞાન ગણાય,ચારિત્રનું પાલન એવા ભાવપૂર્વકનું બને છે કે જેથી એ ચારિત્રનું પાલન સમ્યફ ચારિત્ર ગણાય અને તપ પણ એવા ભાવપૂર્વકનું બને છે કે જેથી એ આત્માને વળગેલાં કર્મ તપે, કર્મની નિર્જરા થાય અને એ હેતુથી એ તપ સમ્યફ તપની કોટિનું ગણાય. સખ્યત્વની સન્મુખ દશાને પામેલાને પણ જ્ઞાન-ચારિત્ર-તપથી લાભ થાય ? આ સમ્યકત્વ ગુણની આવા પ્રકારની મહત્તા જે જીવના સાંભળવામાં આવે અને એ જીવ જો એટલું પણ માનતો અને સમજતો હોય કે- “શાત્રે આ કહ્યું છે ને શાસ્ત્ર કદી પણ ખોટું કહે નહિ.' તો એ જીવને સમ્યકત્વ પામવાનું મન થયા વિના રહે ખરું? “મારે મારા આત્મામાં આ ગુણ પ્રગટે એવું કરવું જોઇએ.” Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ચોદ ગુણસ્થાના ભાગ-૨ -એવું એના દિલમાં ઉગ્યા વિના રહે ખરું ? હવે એવું જે જીવના મનમાં ઉગ્યું, તે જીવ સમ્યકત્વ ગુણની મહત્તાને વર્ણવનારા શાસ્ત્રનું અથવા તો એ સમ્યક્ત્વને પામવાના ઉપાયોને પ્રરૂપનાર જ્ઞાની ભગવન્તોએ કહેલાં શાસ્ત્રોનું જ્ઞાન સંપાદન કરવાનો પુરુષાથી આદરે ને ? કેમ કે-એને સમ્યક્ત્વ પામવું છે; એટલે, એ સમ્યક્ત્વને પામવાના શાસ્ત્ર જે જે ઉપાય બતાવ્યા છે, તે એને જાણવા છે; અને, એ ઉપાયોને જાણીને એ ઉપાય એને આચરવા છે. આવા પ્રકારની મનોવૃત્તિથી એ જીવ જે જ્ઞાન મેળવે, તે જ્ઞાન એ જીવને સમ્યફ રૂપે પરિણમવા માંડે ને ? એ જ રીતિએ, સભ્યત્વ ગુણને પામવાની ભાવનાથી એ જીવ જો ચારિત્રનું પાલન કરવા માંડે અથવા તો અનશનાદિ તપનું આસેવન કરવા માંડે, તો એ ચારિત્ર અને એ તપ પણ એ જીવને ક્રમશઃ સમ્યફ કોટિનું ફ્લા આપનાર બને ને ? આપણે જે “સમ્યકત્વને પામવાની ઇચ્છાવાળા જીવને પણ લાભ થાય છે.” -એમ કહીએ છીએ, તે આ અપેક્ષાએ કહીએ છીએ. જ્યારે ને ત્યારે જે જીવ સમ્યકત્વ પામવાનો, તે જીવ સમ્યકત્વ પામતાં પૂર્વે મિથ્યાદ્રષ્ટિ જ હોવાનો ને ? મિથ્યાદ્રષ્ટિ એવો પણ એ જીવ, પોતાને સમ્યકત્વ પમાડે એવા પરિણામનો સ્વામી બન્યા વિના તો સખ્યત્વ પામવાનો નહિ જ ને ? એટલે, ઉપદેશાદિના શ્રવણથી અગર તો સ્વાભાવિક રીતિએ પણ જીવ સખ્યત્વની સન્મુખ દશા જોગ ક્ષયોપશમને પામેતો જ એ જીવા ક્રમે કરીને સખ્યત્વને પામી શકે. એ જીવને મિથ્યાત્વનો ઉદય ચાલુ છે, પણ એ જીવનું મિથ્યાત મંદ પડી ગયેલું છે. એટલો એને ક્ષયોપશમ થયેલો છે. એટલે, એને જે કાંઇ ગુણ થાય છે, તે એ ક્ષયોપશમના બળે થાય છે. એવા જીવને, મિથ્યાદ્રષ્ટિ કહેવાને બદલે, સમ્યકત્વની સન્મુખ બનેલો જીવ કહેવો એ વધારે સારું છે. જો આમ ન હોય, તો પછી જીવ સમ્યગ્દર્શન ગુણને પ્રગટાવી શકે શી રીતિએ ? આથી જ ધર્મને ધર્મ રૂપે કરવાની શરૂઆત Page #160 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ૧૪૯ પહેલા ગુણઠાણેથી થાય છે, એમ મિથ્યાત્વાદિની મદતાની અપેક્ષાએ કહી શકાય. સમ્યક્ત્વની સન્મુખ દશાને પામેલા જીવનો ભાવ સખ્યદ્રષ્ટિ જીવના ભાવની સાથે અંશે અંશે હરિફાઇ કરનારો હોય; અને એ કારણે જ, એ ભાવ એ જીવને સમ્યકત્વ પમાડનારો બને. શ્રી વીતરાગનું શાસન સર્વદેશીય છે : આપણે સમ્યગ્દર્શન ગુણને પામેલા છીએ ? કે, આપણામાં સમ્યગ્દર્શન ગુણને પ્રગટ કરવાની ઇચ્છા પ્રગટી છે, એથી આપણે સમ્યકત્વની સન્મુખ દશામાં વર્તીએ છીએ ? -એ આપણે પોતે શાસ્ત્રની વાતને સમજીને નક્કી કરવું જોઇએ. આપણને આ બધું સાંભળતાં સૌથી પહેલાં તો એ પ્રતીતિ થઇ ગયેલી હોવી જોઇએ કે- “શ્રી વીતરાગનું શાસન એ એવું શાસન છે કે-એ શાસનના સાચા અભ્યાસી એવા જે આત્માઓ, તેઓને એવી સમજપૂર્વકની પ્રતીતિ હોય છે કે-જગતનાં બધાં શાસનોની સામે ઉભા રહેવાની અને ધર્મશાસન તરીકેની પરિપૂર્ણ યોગ્યતા પોતામાં હોવાનો નિશ્ચય કરાવી આપવાની શક્તિ, એક માત્ર શ્રી વીતરાગ પરમાત્માના શાસનમાં જ છે.” દુનિયામાં શાસન ઘણાં છે અને તેમાં ધર્મશાસન તરીકે પોતાને ઓળખાવનાર શાસનો પણ સંખ્યાબંધ છે. તેમાં, એક શ્રી વીતરાગ પરમાત્માના શાસન સિવાયનાં જે શાસનો છે, તેમાંનાં કેટલાંક વાસ્તવિક રીતિએ ધર્મશાસન ન હોય એવાં છે અને કેટલાંક ધર્મશાસન તરીકે ગણાય એવાં હોવા છતાં પણ આંશિક રીતિએ ધર્મશાસન ગણાય એવાં છે; પણ, અસલમાં તે તે દર્શનોની સઘળી વાતો નિરપેક્ષ હોઇને, એ કુદર્શનો છે; જ્યારે શ્રી વીતરાગ પરમાત્માનું શાસન, એ સર્વદેશીય શાસન છે. શ્રી વીતરાગ પરમાત્માના શાસનમાં, આત્માના સ્વરૂપનું વર્ણન એવી રીતિએ કરવામાં આવ્યું છે, કે જે ક્યાંય બાધિત થતું નથી. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ આત્મા અનાદિકાળથી કેવો છે, આત્માનો જડ સાથેનો સંબંધ કેવો છે, આત્મા શાથી બદ્ધ છે અને આત્મા શાથી મુક્ત બની શકે, એ વગેરેનું શ્રી વીતરાગ પરમાત્માના શાસનમાં પરસ્પર વિરૂદ્ધભાવ આવવા પામે નહિ એ પ્રકારે વર્ણન કરાયેલું છે. સમ્યગ્દર્શન ગુણ આવ્યો એટલે દુર્ગતિનાં દ્વાર બંધ અને સુખો સ્વાધીન : જેવા આપણે આત્મા છીએ, તેવા અનન્તાનન્ત આત્માઓ આ વિશ્વમાં અનાદિકાળથી વિધમાન છે અને અનન્તાનન્ત કાળેય અનન્તાનન્ત આત્માઓ આ જગતમાં વિદ્યમાન રહેવાના છે. આપણું અસ્તિત્વ, એટલે કે આત્મા માત્રનું અસ્તિત્વ કદી પણ સર્વથા મીટી જવાનું નથી, પણ આપણને આપણો આત્મા આ રીતિએ ભટકતો ભટકતો જીવે એ પસંદ નથી. આત્મા જીવવાનો તો છે જ, સદા જીવવાનો છે, પણ આત્મા ભટક્યા કરે અને જીવે, એ આપણને ગમતી વાત નહિ ને ? એટલે, આપણે સંસારથી છૂટવાનો અને મોક્ષને પામવાનો પુરુષાર્થ આદર્યો છે, એમ પણ ખરૂં ને ? જેમણે એ પુરુષાર્થ આદર્યું નથી, તેમને પણ હવે એપુરુષાર્થ આદરવાનું મન છે, એમ ખરૂં ને ? આપણે સંસારથી છૂટવું છે અને મોક્ષ પામવો છે-એ આપણું લક્ષ્ય છે અને એ માટે આપણે જે પુરુષાર્થ આચરવો પડે તેમ છે, તેમાં સમ્યક્ત્વ ગુણની પહેલી આવશ્યક્તા છે. સમ્યક્ત્વ ગુણ પ્રગટ્યા વિના, કોઇ પણ આત્માની કોઇ પણ કાળે મુક્તિ થાય નહિ; અને, સમ્યક્ત્વ ગુણ જેનામાં પ્રગટે, તેને માટે નરકગતિનાં અને, તિર્યંચગતિનાં દ્વાર બંધ થઇ જાય છે; એટલું જ નહિ, પણ દેવતાઇ સુખો પણ એને સ્વાધીન બને છે, માનુષિક સુખો પણ એને સ્વાધીન બને છે અને મુક્તિસુખ પણ એને સ્વાધીન બને છે. જે ભવમાં સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય એ જ ભવમાં મુક્તિની પ્રાપ્તિ પણ થાય, એવા જીવ Page #162 -------------------------------------------------------------------------- ________________ થાક ભાવ- ૨. ૧૫૧ થોડા. મુક્તિ પામતાં પહેલાં જેમને કેટલોક કાળ સંસારમાં કાઢવાનો હોય એવા જીવો, સમ્યકત્વને પામનારા જીવોમાં મોટી સંખ્યામાં હોય. એવા જીવો મુક્તિ પામે ત્યાં સુધી ક્યાં રહે ? સંસારમાં તો ખરા, પણ સંસારમાંય કેવા સ્થાને ? સમ્યક્ત્વનો અને એ જીવનો સંબંધ જો બરાબર બન્યો રહે, તો એ જીવ કદી પણ દુર્ગતિમાં જાય જ નહિ. સખ્યત્વ પામતાં પૂર્વે આયુષ્ય બાંધ્યું હોય તો વાત જુદી, બાકી સમ્યક્ત્વની હાજરીમાં સમ્યગ્દષ્ટિ જીવને કદી પણ દુર્ગતિના આયુષ્યનો બંધ પડે જ નહિ. એટલે, એ જીવ ન તો નરકગતિમાં જાય ને ન તો તિર્યંચગતિમાં જાય. બાકી રહી જે બે ગતિ, એમાં એ જીવ સુખવાળા સ્થાનને પામે. એમ કરતાં કરતાં, છેલ્લે છેલ્લે એ જીવ મનુષ્યગતિને નિયમો પામે અને મનુષ્યગતિ પામી, સર્વ કર્મર્નાિ ક્ષય સાધને એ જીવ મુક્તિસુખર્ન પાર્મ. આ દ્રષ્ટિ અને આ રૂચિનો બહુ ગુણ : સમ્યક્ત્વના મહિમાને વર્ણવનારી આ વાતનો મર્મ તમને સમજાય છે ? આત્મામાં સમ્યક્ત્વ ગુણનું પ્રગટીકરણ થઇ જાય, એટલા માત્રમાં બેચ દુર્ગતિ બંધ અને સુખ પણ સ્વાધીન, એનું કારણ શું ? સમ્યક્ત્વ પામે એટલા માત્રથી જ જીવ ખરાબ વર્તન, નહિ કરવા યોગ્ય વર્તન કરનારો મટી જાય એવું નથી; પણ ખરાબ વર્તન કરનારો એ હોય તે છતાં પણ એ આત્મામાં એવું સારાપણું પ્રગટે છે, કે જે સારાપણાને લીધે જ એને માટે દુર્ગતિનાં દ્વાર બંધ થઇ જાય છે અને દેવતાઇ સુખો, માનુષિક સુખો તથા મુક્તિસુખ એને સ્વાધીન બની જાય છે. જ્ઞાનિઓની દ્રષ્ટિએ જે વર્તન ખરાબ ગણાય, પ્રમત્ત વર્તન ગણાય, એ વર્તનને પોતે આચરતો હોય, એ વર્તન આચર્યા વિના પોતે ના રહી શકતો હોય, તે છતાં પણ એ વર્તનને ખરાબ જ માને-એવા જીવો આ જગતમાં કેટલા ? સમ્યગ્દર્શન ગુણના યોગે આત્માને સૌથી પહેલો Page #163 -------------------------------------------------------------------------- ________________ ઉપર ચોદ ગુણસ્થાન ભાગ-૨ ક્ષયદો તો એ થાય છે કે-શું સારું છે અને શું ખરાબ છે, એનો નિર્ણય એ આત્મા કરી શકે છે. જ્ઞાનિઓ જેને જેને ખરાબ અને તજવા યોગ્ય કહેતા હોય, તે એને પણ ખરાબ અને તજવા યોગ્ય જ લાગે તેમજ જ્ઞાનિઓ જેને જેને સારું અને સ્વીકારવા યોગ્ય કહેતા હોય તે એને પણ સારું અને સ્વીકારવા યોગ્ય જ લાગે. એવી દ્રષ્ટિ અને એવી રૂચિ જીવમાં સમ્યગ્દર્શન ગુણના યોગે. પ્રગટે છે. આ દ્રષ્ટિ અને આ રૂચિનો તો બહુ મોટો ગુણ છે. વર્તનની ખરાબીનો સંભવ સાતમા ગુણસ્થાનની પ્રાપ્તિ થતાં સુધી ગણાયઃ આપણે જે કાંઇ કરતા હોઇએ, તેમાં ખરેખર સારું શું છે અને ખરેખર ખરાબ શું છે, એની આપણને ખબર પડે ? જે કાંઇ સારૂં આપણને લાગતું હોય, તે કરવાનું આપણને બહુ મન ? સારું ન કરી શકાય તોય સારું જ કરવાનો તલસાટ ઘણો ? અને, ખરાબ જે કાંઇ લાગે તેનાથી આઘા રહેવાનું મન પણ ઘણું ? આપણે જે કાંઇ ખરાબ કરવું પડે, તેને માટે આપણને એમ જ લાગે કે આપણે ખરાબ જ કરીએ છીએ ? “હું આ ખરાબ કરું એ ખોટું કરૂં છું; આ જે હું કરું છું તે સારું નથી.” -એવું જ લાગ્યા કરે અને “હોય એ તો; ચાલે એ તો.” –એવો કોઇ ભાવ આત્મામાં પ્રગટે નહિ, એવા આત્મા કેટલા મળે ? વર્તમાનમાંની ખરાબી છઠ્ઠ ગુણસ્થાનકે જીવ પહોંચે ત્યારે જ ન હોય ને ? આગળ વધીને કહીએ તો, જીવ જ્યારે સાતમે ગુણસ્થાનકે વર્તતો હોય, ત્યારે જ તેના વર્તનમાં ખરાબીનો અભાવ છે એમ કહી શકાય ને ? કેમ કે-સાતમે ગુણસ્થાનકે પ્રમાદ હોતો નથી. તે પહેલાં ખરાબીનો સંભવ ખરો ? છઠે ગુણસ્થાનકે રહેલો આત્મા પ્રમાદ સેવે, એવુંય બને ને ? પણ, છછું ગુણસ્થાનકે રહેલો આત્મા જે પ્રમાદ સેવે, તેને એ સારો માને ? એ પ્રમાદને એ સેવવા જેવો Page #164 -------------------------------------------------------------------------- ________________ ચોદ ગુણસ્થાનક ભાગ-૨ ૧૫૩ માને ? નહિ જ ને ? હવે પાંચમે ગુણસ્થાનકે રહેલો સંસારને તજેલો હોય ? કે, પાંચમે ગુણસ્થાનકે રહેલો જીવ સંસારમાં હોય. ? સંસારમાં એ રહેલો હોય અને સંસારને એ સેવતો પણ હોય, તેમ છતાં પણ સંસારમાં રહેવું એને અને સંસારને સેવવો એને એ સારૂ માનતો હોય ? સંસારમાં રહેવું એય ખરાબ છે અને સંસારને સેવવો એય ખરાબ છે, એમ જ એ માનતો હોય ને ? એથી જ, એણે જેટલી વિરતિ સ્વીકારી હોય એનો એને આનન્દ હોય ને ? અને, સ્વીકારેલી વિરતિના અભ્યાસથી પરિપૂર્ણપણે વિરતિ પામવાનું એનું મન હોય ને ? ત્યારે, ચોથે ગુણસ્થાનકે રહેલો જીવ કેવો હોય ? થોડી પણવિરતિ તરીકે વિરતિ કરનારો એ ન હોય ને ? ચોથા ગુણસ્થાનકે રહેલા જીવને બધી જ અપરિતિ બેઠેલી હોય, એમ કહેવાય ને ? એ જીવ અવિરતિને સેવતો હોય, પણ “હું અવિરતિ એવું છું એ સારું નથી.” -એમ એ જીવા માનતો હોય ને ? આવી રીતિએ, પોતે જે કાંઇ પણ પ્રમાદ સેવતા હોય, પોતે જે કાંઇ પણ અવિરતિ સેવતા હોય, તેને ખરાબા માનનારા જીવ આ સંસારમાં કેટલા ? આ સંસારમાં એવા જીવેય થોડાક જ હોય ને ? સારાને સારું અને ખરાબને ખરાબ જ માને ઃ જે કાંઇ સારૂં તેને જ સારા તરીકે માનવું અને જે કાંઇ ખરાબ તેને ખરાબ જ માનવું, એ કાંઇ સહેલું નથી. પહેલાં તો, સારૂં શું અને ખરાબ શું-એ સમજાવું મુશ્કેલ; અને, એ સમજાય તે છતાં પણ એ રૂચવું મુશ્કેલ ! સારાને જ સારૂં માને અને ખરાબને ખરાબ જ માને, એવા જીવો આ સંસારમાં થોડા હોય છે. ચક્ષુથી કોઇ પણ પ્રકારના રૂપને રાગથી જોવું અગર ચક્ષુથી અણગમતું રૂપ દેખાય તો દ્વેષ પેદા થવો, કાનથી શબ્દ મનગમતો હોય તો રાગથી સાંભળવો અને અણગમતો હોય તો એ સાંભળીને બ્રેશ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ચૌદ ગુણસ્થાન ભાગ-૨ કરવો, એમ પાંચેય ઇન્દ્રિયના પાંચેય વિષય રાગથી સેવવા એય ભૂંડું છે અને એમાં જે અણગમતા લાગે એનો દ્વેષ કરવો એય ભૂંડું છે, આવું દુનિયામાં બધા જ સમજે છે ? ને, બધા જ એવું માને છે ? સારાને જ સારૂં અને ખરાબને ખરાબ જ માનવાનો ગુણ, એ પણ એક મોટો ગુણ છે, એ સમજવાની જરૂર છે. એ વાત જેઓને નહિ સમજાઇ હોય, તેઓને શાસ્ત્ર જે કહે છે કે“સમ્યગ્દર્શન ગુણ પ્રાપ્ત થયે છતે એ જીવને માટે નરક-તિર્યંચ એ બે દુર્ગતિનાં દ્વાર બંધ થઇ જાય છે; અને દેવતાઇ સુખો, માનુષિક સુખો તથા મુક્તિસુખ એને સ્વાધીન બની જાય છે.” -એ વાત સમજાશે નહિ. ભોગ અને પરિગ્રહ જોઇએ તેને હિંસાદિ વિના ચાલે ? તમારે સમજવું જોઇએ કે-જીવ સંસારમાં બેઠેલો કદાચ ભયંકર અવિરતિને સેવનારો પણ હોય, ષકાયની હિંસા જેમાં રહેલી છે એવી પ્રવૃત્તિ કરનારો પણ હોય, અવસરે અસત્ય બોલનારો પણ કદાચ હોય, ચોરીનોય ત્યાગ નહિ ને મૈથુનનોય ત્યાગ નહિ એવો પણ હોય અને પરિગ્રહ પણ રાખતો હોય, મેળવતો હોય, સંઘરતો હોય, સાચવતો હોય તો પણ, એવોય જીવ જો સમ્યગ્દર્શન ગુણને પામેલો હોય, તો એને માટે શાસ્ત્ર કહે છે કે “નરન્નાં ને તિર્યંચના દ્વાર બંધ અને દેવતાઇ સુખો, માનુષિક સુખો તથા મુક્તિસુખ એને માટે સ્વાધીન !” તો, શાસ્ત્ર આવું જે કહે છે, તે કયા હેતુથી કહે છે ? પાંચેય ઇન્દ્રિયોના વિષયોના ભોગ વિના સંસારી જીવોને ચાલવાનું છે ? એ જેને જોઇએ, તેને પરિગ્રહ વિના પણ ચાલે ? અને, પરિગ્રહ જેને જોઇએ, તેને હિંસાદિ વિના ચાલવાનું છે ? કદાચ સારો જીવ અસત્ય અને ચોરીનો આશ્રય ન લે, પણ પરિગ્રહ જેને જોઇએ તે બધા એવા જ હોય કે ગમે તેમ થાય તો પણ તે અસત્ય અને ચોરીનો આશ્રય Page #166 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ભાગ-૨ ૧૫૫ તો ન જ લે ? તમે બધા અસત્યથી અને ચોરીથી સર્વથા બચી ગયેલા છો ? તમને ખ્યાલ હોય કે-આમ બોલવું એ અસત્ય છે અને આ રીતિએ અમુક લેવું એ ચોરી છે, તો તમે પ્રાણ જાય તેવું હોય તો પણ તમે અસત્ય બોલો નહિ અગર ચોરી કરો નહિ, એવો વિશ્વાસ તમે સાચે જ આપી શકો તેમ છો ? વિષયોના ભોગનો જેને ખપ પડ્યો અને પરિગ્રહનો જેને ખપ પડ્યો, એટલે એ હિંસામાં પ્રવર્તે, કદાચ અસત્યમાં પણ પ્રવર્તે, કદાચ ચોરીમાં પણ પ્રવર્તે, તો એ કોઇ અસંભવિત વસ્તુ તો નથી ને ? ભોગનો ખપ પડે ને પરિગ્રહનો ખપ પડે, એ કેટલી બધી ભૂંડી વસ્તુ છે, એ તમે સમજો છો ને ? છતાં તમે ભોગને અને પરિગ્રહને ભૂંડા માનો છો ? આત્માનું એ અહિત જ કરનારા છે, એમ માનો છો ? મેળ તો બેસાડવો પડશે ને ? જેનામાં સમ્યગ્દર્શન ગુણ પ્રગટ્યો છે, એવા પણ અવિરતિ જીવોને અને દેશવિરતિ જીવોને ભોગનો અને પરિગ્રહનો ખપ પડે કે નહિ ? એ ભોગ ભોગવે કે નહિ ? અને, એ પરિગ્રહ રાખે કે નહિ ? એ કારણે, એ હિંસાદિક પાપસ્થાનોને પણ સેવે કે નહિ ? છતાં પણ, શાસ્ત્ર એમ કેમ લખે છે કે-જે જીવને સમ્યકત્વ પ્રાપ્ત થયું છે, તે જીવને માટે નરક-તિર્યંચમાં દ્વાર બંધ થઇ જાય છે ? હિંસાનું ઉત્કટ ળ કયું નરક ! અસત્યનું ઉત્કટ ફળ કયું ? નરક ! ચોરીનું ઉટ ળ ક્યું ? નરક ! વિષયભોગનું ઉત્કટ ફળ કયું ? નરક ! અને, પરિગ્રહનું પણ ઉત્કટ ળ કયું ? નરક ! હિંસા, અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહનું ઉત્કટ ળ એટલે અન્તિમ ફળ નરક અને મધ્યમ ળ તિર્યચપણું-આવું પણ શાસ્ત્ર કહે છે; અને, “જે જીવ સમ્યગ્દર્શન ગુણને પામ્યો હોય તે જીવને માટે નરકગતિનાં અને તિર્યંચગતિનાં દ્વાર બંધ થઇ જાય છે.” –આવું પણ શાસ્ત્ર કહે છે; તો, એનો મેળ તો બેસાડવો પડશે. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧પ૬ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ને ? શાસ્ત્રમાં તો એનો મેળ બેસાડેલો જ છે, પણ તમારે સમજવાને માટે આ બેય વાતનો મેળ તમારે તમારા મનમાં પણ બેસાડવો પડશે ને ? શાસ્ત્ર એટલું જ કહીને અટક્યું નથી કે- “સખ્યદ્રષ્ટિ જીવને માટે નરક-તિર્યંચગતિનાં દ્વાર બંધ.” પણ શાસ્ત્ર આગળ વધીને એમેય કહ્યું છે કે- “સખ્યદ્રષ્ટિ જીવને દેવતાઇ સુખો, માનુષિક સુખો અને મુક્તિસુખ સ્વાધીન !” તો આ વાત તમે તમારી બુદ્ધિમાં ક્યી રીતિએ બંધબેસતી કરો છો ? માત્ર સાધુઓ માટે ક્યું નથી તમે એવું તો માનતા નથી ને કે-આ વાત સાધુઓને જ ઉદેશીને લખાઇ છે ? સાધુપણું પામેલાને માટે જ આ વાત ઘટે, એવું કાંઇ તમે સમજ્યા નથી ને ? અહીં તો “સમ્પમ્પિ ૩ ભ' એમ લખ્યું છે, એટલે કે “સમ્યકત્વ પ્રાપ્ત થયે છતે.” -એમ લખ્યું છે. જો તમે એમ માનતા હો કે-સાધુપણાને જ સાર રૂપ માનનારા જીવોને માટે આ લખ્યું છે, તો એ સમજ કાંઇ ખોટી નથી, કારણ કે-જે જીવ સમ્યગ્દર્શન ગુણને પામે છે, તે જીવને “જીવે જીવવા જેવું એક ભગવાનનું કહેલું સાધુપણું જ છે.” -એમ લાગ્યા વિના રહેતું નથી. સમ્યગ્દર્શન ગુણનો સૂચક એવો આત્માનો જે ક્ષયોપશમ, એ ક્ષયોપશમ જ કહે તો એમ જ કહે કે- “જીવે જીવવા લાયક તો સર્વથા પાપરહિત એવું એક સાધુ જીવન જ છે.' આવો ભાવ એ જીવમાં પ્રગટ્યો હોય છે અને એથી એ જીવ “જે જીવનમાં જેટલું પાપ, તેટલું તે જીવન ખરાબ.” -એવું માને છે. એટલે, એ પોતાના પાપયુક્ત જીવનને પણ ખરાબ જીવન જ માને છે અને એવા જીવનથી છૂટવાનું અને પાપરહિત એવા સાધુજીવનને પામવાનું એને મન હોય છે. સમ્યગ્દર્શન પામવા માત્રથી વિરતિ પમાય નહિ તમે સમજી ગયા ને કે-સમ્યગ્દર્શન ગુણને પામેલા આત્માઓ Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ ચૌદ ગુણસ્થાન ભાગ-૨ સાધુજીવન જ જીવનારા હોય, એવો નિયમ નથી. સમ્યગ્દર્શન ગુણ પ્રગટતાંની સાથે સાધુપણું આવી જ જાય, એવો નિયમ નથી. ‘વિરતિ વિના વિસ્તાર નથી જ.” –એવી સમજ સય્યદ્રષ્ટિ જીવોમાં ન હોય એવું બને જ નહિ પણ સમ્યગ્દષ્ટિ જીવ વિરતિવાળો જ હોય એવો નિયમ નથી. સાચું સર્વવિરતિપણું અગર તો સાચું દેશવિરતિપણું સમ્યગ્દર્શન ગુણ આત્મામાં પ્રગટ્યા વિના આવતું નથી અને સમ્યગ્દર્શન ગુણ એના સ્વામી આત્માનું વિરતિ તરફ લક્ષ દોર્યા વિના રહેતો નથી. આમ છતાં પણ, સમ્યગ્દર્શન પામવા માત્રથી જીવ વિરતિને પામી શકતો નથી, એ પણ એક હકીકત છે; કારણ કે-વિરતિને પામવાને માટે તો બીજા ક્ષયોપશમાદિની જરૂર પડે છે. દર્શનમોહનીચનો ક્ષયોપશમાદિ સમ્યગ્દર્શન ગુણને પ્રગટાવે અને ચારિત્રમોહનીયનો ક્ષયોપશમાદિ વિરતિગુણને પ્રગટાવે. દર્શનમોહનીયના ક્ષયોપશમાદિવાળા આત્માઓમાં બધા જ ચારિત્રમોહનીયના પણ ક્ષયોપશમાદિવાળા જ હોય એવું બનતું નથી. દર્શનમોહનીયનો ક્ષયોપશમાદિ થયો હોય અને ચારિત્રમોહનીયનો ભારે ઉદય વર્તતો હોય, એવું પણ બને. એટલે, સમ્યગ્દષ્ટિ આત્માઓમાં જેમ સર્વવિરત આત્માઓ પણ હોય અને દેશવિરત આત્માઓ પણ હોય, તેમ અવિરત આત્માઓ પણ હોય. પાપણી ચાલુ હોવા છતાં પણ દુર્ગતિથી ઉગારી લે એવી ચીજ ક્યી છે ? સમ્યગ્દર્શન ગુણને પામેલા આત્માઓમાં સર્વવિરતિ આત્માઓ જેટલા હોય, તેના કરતાં દેશવિરતિ આત્માઓ અને અવિરતિ આત્માઓ ઘણી મોટી સંખ્યામાં હોય. દેશવિરતિ આત્માઓ અને અવિરતિ આત્માઓ, એ બધા તો ગૃહસ્થ જ હોય ને ? એ બધા વિષયોનું સેવન ન જ કરતા હોય, એમ કહેવાશે ? નહિ; અને, એ બધા પરિગ્રહ રાખતા ન હોય, મેળવતા Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ચોદ ગુણસ્થાન ભાગ-૨ ન હોય, સંઘરતા ન હોય, એવું પણ કહેવાશે ? નહિ; ત્યારે વિષયોનું સેવન કરનારો અને પરિગ્રહનો સંગ કરનારો ષકાયની હિંસાદિથી બચી શકતો હોય, એ પણ શક્ય છે ? હજુ સ્કૂલ હિંસા, સ્થૂલ અસત્ય અને સ્થૂલ અદત્તાદાનથી એ આઘો રહેતો હોય તો એ બનવાજોગ છે : કેમ કે કેટલાક જીવો એવા પણ હોય છે કે- “અત્યારે આપણને પૈસા વગર ચાલતું નથી, અમુક અમુક ભોગ વગર પણ આપણને ચાલતું નથી, કેમ કે-સંસારમાં બેઠા છીએ; અને, સંસાર તો હિંસામય છે; એટલે હિંસાદિથી પણ સર્વથા બચી શકાતું નથી; પણ આપણે ભોગ માટે ને પરિગ્રહ માટે અસત્ય બોલવું નહિ અને ચોરી કરવી નહિ.” –એવા પ્રકારની વૃત્તિવાળા હોય ! તમે જો એમ કહો કે- “અમે લાચાર છીએ કે અમને ભોગ વિના ચાલતું નથી, ભોગ વિના ચાલતું નથી એટલે પરિગ્રહ વિના ચાલતું નથી અને ભોગ તથા પરિગ્રહ વિના ચાલતું નથી એટલે અમે ષકાયની હિંસાદિથી સર્વથા બચી શકતા નથી, પણ અમે ગમે તેવી સ્થિતિમાં મૂકાઇ જઇએ તોય અસત્ય બોલીએ નહિ અને ચોરી કરીએ નહિ.” -તો એ સાંભળીને અમે રાજી થઇએ ! પણ, આ સંસારમાં એવા પણ જીવો હોય ને કે જેમણે હિંસા આદિ પાંચ મહા પાપોનો ત્યાગ શૂલપણે પણ કરેલો હોય નહિ ? એવા. બધા જ જીવો, તેમાંના જે જીવો સમ્યગ્દર્શન ગુણને પામેલા હોય, એ જીવોને માટે પણ શાસ્ત્ર કહે છે કે- “નરક અને તિર્યંચગતિનાં દ્વાર એ જીવોને માટે બંધ અને દેવતાઇ સુખો, માનુષિક સુખો તથા મુક્તિસુખ એ જીવોને સ્વાધીન !” ત્યારે વિચાર કરવો જોઇએ કે-એમ થાય છે, તો એમ થવાનું કારણ શું છે ? હિંસાદિ ચાલુ છે, વિરતિ છે નહિ, છતાં પણ આવું બને છે, તો એ શોધવું જોઇએ કે-એ જીવો કેવા મનોભાવના સ્વામી હોય ! કરણીમાં તો કાંઇ ભલીવાર નથી, કરણી તો પાપકરણી જ છે, તો પછી એ કરણી છતાં સખ્યદ્રષ્ટિ જીવોને દુર્ગતિથી ઉગારી લેનારી ચીજ કયી છે ? Page #170 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ૧૫૯ અને, એમને દેવતાઇ વગેરે સુખને સ્વાધીન બનાવનારી ચીજ કયી છે ? ત્યાં, મનોભાવનો વિચાર કર્યા વિના નહિ ચાલે અને એ વિચાર પણ યોગ્ય સ્વરૂપમાં કરવો પડશે. મનોભાવનું ફળ આ વિષયમાં આપણે જેમ જેમ વિચાર કરીએ, તેમ તેમાં આપણને દર્શનમોહનીયના ક્ષયોપશમની મહત્તા સમજાય. એ ક્ષયોપશમ ભાવ જ, સખ્યદ્રષ્ટિ જીવ દ્વારા થતી પાપકરણીઓમાંથી પાપના રસને નીચોવી નાખે છે; એ ક્ષયોપશમ ભાવ જ, સમ્યદ્રષ્ટિ જીવને પુણ્યબંધમાં સહાયક બને છે; અને, એ ક્ષયોપશમ ભાવ દ્વારા જ સમ્યગ્દષ્ટિ જીવ નિર્જરાને સાધનારો બને છે. એ પાપ કરે તે ન છૂટકે કરે કે પાપ કરવા માટે કરે ? તેવા પ્રકારના કર્મના ઉદયને કારણે એને હિંસાદિક જે પાપ કરવું પડે, તેમાં રસ તો એને હોય જ નહિ ને ? એટલે, એનો “આ પાપ ન કરવું પડે તો સારું.” –એવો મનોભાવ જેમ બળ્યો રહે, તેમ “પાપ કરવું પડે તો તે ઓછામાં ઓછું કરવું પડે તો સારું.” –એવો મનોભાવ પણ બન્યો રહે; અને તે સાથે “આ પાપથી ક્યારે છૂટાય ?' –એવો મનોભાવ પણ બન્યો રહે. જેમ પાપકરણીનું ફળ હોય, તેમ આ મનોભાવનું ફળ પણ હોય ને ? અને, આ મનોભાવનું ફળ ઘણું વધી જાય એવું પણ બને ને ? પાપકરણી કરતે કરતે પણ આ મનોભાવને લીધે એ જીવ ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ સાધનારો બને, એવું પણ બને ને ? આવી રીતિએ તમે વિચાર કરો, તો તમને શાસ્ત્ર જે કહ્યું કે- “સમ્યગ્દર્શન ગુણ પ્રાપ્ત થયે છતે નરક અને તિર્યંચ ગતિનાં દ્વાર બંધ થઇ જાય છે અને દેવતાઇ સુખો તથા માનષિક સુખો અને મુક્તિસુખ સ્વાધીન બની જાય છે.” -એ વાત પાપકરણી કરનારા સમ્યગ્દષ્ટિ જીવોને માટે પણ બરાબર બંધબેસતી છે, એમ લાગ્યા વિના રહે નહિ. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ચૌદ ગુણસ્થાન ભાગ-૨ ખોટમાં બેઠેલો આબરૂદાર અને પ્રમાણિક વેપારી સુખ-સાહ્યબી ભોગવતે ભોગવતે પણ મનમાં દુઃખી હોય પાપ કરવા છતાં પણ “આ પાપ હું સંયોગવશ કરું અને હું જે આ પાપ કરું તે ભૂંડું કરું છું.” -એવું મનમાં લાગ્યા જ કરે અને કોઇપણ સંયોગોમાં “પાપ પાપ કર્યો કાંઇ ચાલે ?' –એવો વિચાર સરખોય જેમને આવે નહિ, એવા જીવ આ સંસારમાં કેટલા ? વિષયસેવન કરતે કરતે પણ “આ પાપ છે.” -એવું જેમના મનમાં બેઠું હોય એવા જીવો કેટલા ? ખોટમાં બેઠેલો વેપારી ચાલીસ હજારની મોટરમાં તો હોય, આલીશાન બંગલામાં બેઠો હોય અને સુખસાહ્યબીની ગણાતી સામગ્રીથી વીંટળાયેલો હોય, તો પણ એના મનમાં શું હોય ? અહીંથી સમાચાર આવે કે-ગાબડું પડ્યું; ત્યાંથી સમાચાર આવે કે-ખોયા; એમ જ્યાં જ્યાં ધંધો લઇ બેઠો હોય, ત્યાં ત્યાં કાણું પડી રહ્યું છે, એવા સમાચાર આવતા જતા હોય, ત્યારે એ બહારથી ગમે તેવો લાલચોળ દેખાતો હોય, તો પણ મહીં એ સુખી હોય કે દુ:ખી ? દુ:ખી જ ને ? તેમ, જીવા હોય સમ્યગ્દષ્ટિ પણ તે અવિરતિના જોરદાર ઉદયવાળો હોય, તો એ જીવ હિંસાદિક એકેય પાપથી વિરામ પામેલો ન હોય અને પાપકરણી કર્યા કરતો હોય, એવું તો બને; પણ એનો મનોભાવો કેવો હોય ? અંદર તો એને એમ જ થતું હોય ને કે- “આ પાપથી ક્યારે છૂટાય !” સ, દંભી કહે. તે આ ક્યાં કોઇને કહેવા જવાની વાત છે ? તમે તમારી અણસમજથી કોઇને ખોટી રીતિએ દંભી માનવાની ભૂલ કરો નહિ અને ગુણની આશાતના કરો નહિ, તોય ઘણું છે. તમે પેલા વેપારીનેય દંભી કહેશો ? એ વેપારી તમારી સાથે ચા ટેસ્ટથી પીતો જણાતો હોય, પણ એના હૈયામાં શું હોય ઊંડે ઊંડે ? એના Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ ચૌદ ગુણસ્થાન ભાગ-૨ હૈયાનું દુઃખ એ તમને જણાવા દે નહિ અથવા તો તમે એના હૈયામાં રહેલા દુ:ખને જાણી શકો નહિ, એટલા માત્રથી તમે એને દંભી માની લેશો ? આ વાત પ્રમાણિક ને આબરૂદાર વેપારીની છે. જેને આબરૂની કિંમત બધાથી વધુ હોય અને આબરૂ ન જાય તેની ચિન્તા હોય, એવા વેપારીની આ વાત છે. આજના મોટા ભાગના વ્યાપારિઓના જેવા વેપારીની આ વાત નથી. પારકો પૈસો દેવાની જિને ચિન્તા નથી, એવાની આ વાત નથી. “અપાશે તો ઠીક છે, નહિ તો બુધવારિયા કોર્ટમાં જઇશું.” -એવી ગાંઠ મનમાં વાળી બેઠેલા વેપારીની આ વાત નથી. તમે સમજી ગયા ને કે-નફ્ટની તો આ વાત જ નથી ? જેને કોઇ પણ હિસાબે કોઇનુંય ધન પોતાથી ન ડૂબે એની અને આબરૂની ચિન્તા છે, એવા વેપારીની વાત છે. તમે એમ માનશો કે-એ દંભી છે ? ચોથું અને પાંચમું ગુણઠાણું ગૃહસ્થ માટે છે. સગ્દર્શનને નહિ પામેલા પણ માર્ગાનુસારી આત્માઓને પણ જ્યારે જ્યારે પોતાને અણછાજતું કરવું પડે,ત્યારે ત્યારે તેથી તેમનું મન દુભાતું હોય છે; તો પછી, સમ્યગ્દર્શન ગુણને પામેલા આત્માને કોઇ પણ પાપ આચરવું એ ગમે, એ બનવાજોગ છે ? અને, પાપ આચરવું નહિ ગમતું હોવા છતાં પણ જે પાપ આચરે, તે દંભી છે ? તમે અસત્ય બોલો, તો તે તમે લહેરથી બોલો છો, એમ માનવું ? તમે વિષયસેવન કરો, તો તે તમે લહેરથી કરો છો, એમ માનવું ? અસત્ય બોલવું તમને ગમતું ન હોય, વિષયસેવન કરવું તમને ગમતું ન હોય, એવું બને જ નહિ ? એટલા માટે જ, આબરૂના ખપી પ્રમાણિક વેપારીનો દાખલો મૂક્યો. એ એવો કે-એને ઘરે બીજા બળાત્કારે પૈસા મૂકી ગયા હોય, તેનાય પૈસા ડૂબે નહિ એની એને ચિન્તા હોય. આજે વેપારી વર્ગે આબરૂ ગુમાવી છે, એટલે જ ઓળખીતી નહિ એવી બેન્કમાં ધૂમ નાણું આવે છે અને વેપારી સુપ્રસિદ્ધ હોય છતાં એને માગ્યું નાણું મળતું નથી. તમે પૂછશો કે- “આબરૂદાર અને પ્રમાણિક Page #173 -------------------------------------------------------------------------- ________________ — — ૧૬૨ ચોદ ગુણસ્થાન ભાગ-૨ વેપારી જો પોતે સમજતો હોય કે હું ખોટમાં બેઠો છું; તો વેપાર કેમ બંધ કરે નહિ ? પેઢી અને બંગલો કેમ વેચી નાખે નહિ ?” પણ એનાથી એ એકદમ બને એવું હોય નહિ. એ તો બધું ઉભું રાખીને દેવામાંથી છૂટવા મથતો હોય. એ કાંઇ કોઇનું ડૂબાવવાને માટેની પેરવીમાં ન હોય. એમ, સમ્યગ્દષ્ટિ આત્મા પાપ કરતો હોય તો પણ, પાપથી છૂટવાના મનવાળો હોય. એને સ્વમમાં પણ પાપમાં પડ્યા રહેવાનું મન અગર પાપ કર્યું જવાનું મન હોય નહિ. સમ્યગ્દષ્ટિઓમાં કોણ ક્યું આયુષ્ય બાંધે? ચોથે ગુણસ્થાનકે બેઠેલો અને પાંચમે ગુણસ્થાનકે બેઠેલો સમ્યગ્દષ્ટિ હોય ને ? સમ્યગ્દર્શન વિના ચોથું ને પાંચમુ સંભવે જ નહિ ને ? એ ગુણઠાણે રહેલો જીવ સંસારમાં બેઠો હોય ? વિષયનું સેવન એ કરતો હોય ? પરિગ્રહધારી એ હોય ? ષટ્રકારની હિંસા એ કરતો હોય ? એ બધું એ કરતો હોય, તે છતાં પણ “એવું બધું કરવું એ એકાંતે ખરાબ જ છે.” –એવું એના હૈયે બેઠું હોય ? તો, આવો જીવ નરકગતિનું કે તિર્યંચગતિનું આયુષ્ય બાંધે ? નહિ ને ? દેવલોકનું આયુષ્ય એ બાંધે અને તે પણ વૈમાનિકનું જ બાંધે ને ? ચોથે-પાંચમે બેઠેલા એટલે વિષયસેવન કરનારા ખરા ? પરિગ્રહ રાખનારા ખરા ? ષકાયની હિંસા કરનારા ખરા ? છતાં પણ એ સમ્યગ્દષ્ટિ હોવાને કારણે વૈમાનિકમાં જ જાય ? સ, તિર્યંચ સમ્યગ્દષ્ટિ પણ વૈમાનિક જ થાય ? તિર્યંચ મરીને દેવલોક ન જ જાય એવું નથી. તિર્યચપણામાંથી દેવલોકનું આયુષ્ય બાંધીને દેવલોકમાં જનારા તો ઘણા. દેવલોકનો મોટો ભાગ તો તિર્યચપણામાંથી દેવલોકને પામેલા દેવોથી ભરાય છે. તિર્યંચોમાં પણ સારા હૈયાવાળા જીવો હોય છે. એટલે, તિર્યંચ એવો પણ જે સમ્યગ્દષ્ટિ જીવ, તે પણ Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ વૈમાનિકનું જ આયુષ્ય બાંધે. માત્ર સમ્યદ્રષ્ટિ દેવતાઓ અને સમ્યગ્દષ્ટિ નારકો દેવાયુ બાંધે નહિ પણ મનુષ્યાય બાંધે. દેવા ચ્યવીને તરત દેવ થાય નહિ. નારક પણ નરકમાંથી નીકળીને સીધો દેવ બની શકે નહિ. . પાપના ડર વિના સમ્પર્વ આવે નહિ વાત એ છે કે-વિષય સુખને ભોગવનારા, પરિગ્રહ રાખનારા અને ષકાચની હિંસાદિ પાપકરણીઓ કરનારા, એવા જે જીવો, એમાં એવા પણ જીવો હોય ને કે જે જીવોને “હું આ ખોટું કરું છું અને ક્યારે હું આનાથી છૂટું ?' –એવું હૈયે હોય ? જીર્ણ જવર નામનો રોગ જેને લાગું પડે છે, તેને ખાવાની રૂચી થાય નહિ. શરીર એનું તૂટ્યા કરે. કોઇ વાતમાં એને ચેન પડે નહિ. બીજાને ભલે એ ન જણાય, પણ જેને જીર્ણ જવરનો રોગ થયો હોય, એ “મને રોગ થયો છે.” –એ વાતને ક્યારેય ભૂલી શકે ? કોઇ એને કહે છે - “ભલા માણસ ! કહેતો કેમ નથી કે મને રોગ થયો છે ?” તો એ કહે કે- “કોને કહું ?' કહું તોય મારું કહ્યું કદાચ મનાય નહિ. એને બદલે કોઇને કહેવું નહિ અને મારું દર્દ મારે ભોગવવું સારું ! એમ, સખ્યદ્રષ્ટિને હૈયે પોતાથી પાપ ન છૂટે એનું દુઃખ હોય ને ? આ સમજાયા વિના, “સમ્યગ્દર્શન પ્રાપ્ત થયે છતે નરક ને તિર્યંચગતિનાં દ્વારો બંધ અને દેવતાઇ સુખો તથા માનષિક સુખો અને મુક્તિસુખ સ્વાધીન. -આ વાત હૈયામાં જે રીતિએ જચવી જોઇએ, તે રીતિએ જચશે નહિ. વિષયસેવના એ પાપ છે? હા ને ? પરિગ્રહ એ પાપ છે? એમાંય હો ને ? અને, ષકાચની હિંસા એ વગેરે પણ પાપ છે ? આમાં પણ હા જ ને ? આ બધાં પાપ તમારે કરવાં પડે છે ? હાસ્તો ! પણ, એનું તમને દુખ છે ? હા ને ? આમાં તમે ‘હા’ કહો, એમાં દંભ છે ? આ દુઃખ નહિ હોય તો તે આત્મામાં સમજ પ્રગટાવીને પેદા કરવું Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ચૌદ ગુણસ્થાન ભાગ-૨ પડશે. આ પ્રકારનું પાપના અણગમાને લઇને પેદા થતું દુઃખ પ્રગટ્યા વિના સમ્યક્ત્વ આવવાનું નથી. પાપનો ડર પેદા થયા વિના સમ્યક્ત્વ આવે ? ન જ આવે ને ? ત્યારે, સમ્યગ્દષ્ટિને પાપનો ડર ન હોય, એ બને ખરું? ફરજ તો સાધુ થઇને મોક્ષ સાધવાની અનન્તજ્ઞાનિઓએ જેને જેને ખરાબ કહ્યું છે એ બધુ ખરાબ જ લાગવું અને તે આચરવું પડતું હોય તોપણ એને છોડવાનું મન સદા બન્યું રહેવું, એ સહેલું છે ? સમ્યગ્દષ્ટિ આત્મા દુનિયાએ જેમાં જેમાં સુખ માન્યું છે, તેમાં તેમાં દુ:ખ જુએ છે. દુનિયા જેને સારૂં માને છે, તેને એ જીવ ખરાબ માને છે. દુનિયા જેને સુખની લાલચને આધીન બનીને ભોગવવામાં ગાંડી બને છે, તેને આ. ભોગવે છે તો તેને તત્કાલિન દુઃખનું શમન કરવાના ઉપાય તરીકે ભોગવે છે અને તેય પાપ રૂપ છે એમ માનીને ભોગવે છે. આવા ઉત્તમ જીવને નરકગતિમાં શી તાકાત કે ખેંચી શકે ?તમે સંસારમાં બેઠા છો અને ભોગાદિ ભોગવો છો, પણ એનું તમારે મન સુખ છે કે દુઃખ છે ? સ, સુખેય ન લાગે અને દુ:ખેય ન લાગે, પણ જ સમજીને કરીએ તો ? આમાં વળી જ શાની આવી ? તમે હાથે કરીને ભૂતાવળ ઉભી કરી છે કે તમારૂ મન નહિ છતાં આવીને વળગી છે ? એમ કહો કે-એવા સંયોગોમાં બેઠા છીએ કે જેથી થોડીક ચિન્તા કરવી પડે છે, પણ મન તો બધા સંગથી છૂટી જવાનું છે. ખરી જ તો મનુષ્યપણું પામીને સાધુપણું પામવાની છે અને સાધુપણાને પામીને ઝટ મોક્ષે પહોંચી જવાની છે. એ જ સૂજતી નથી અને તમે જે સંસાર ખેડવાનું પાપ કરો છો, તેથી પાપના આચરણને જમાં ખેંચી જવું છે ? આપણા રાગ-દ્વેષ આપણી પાસે વિષય-ભોગાદિ Page #176 -------------------------------------------------------------------------- ________________ ચૌદ વણસ્થાનક ભાગ-૨ ૧૬૫ કરાવે અને તે પછી આપણે ફ્રજના નામે એને જ વળગી રહીએ, તો છૂટીએ ક્યારે ? પણ, અંદર બેઠેલો સંસારનો જે રાગ છે, તે ઘેલા જીવને આવી રીતિએ સમજાવીને બાંધી રાખે છે. એવો જીવ વસ્તુતઃ તો સંસારના સુખમાં જ સુખ માનતો હોય એવું પ્રાયઃ હોય છે. ઘર વેચીને વરો ક્રવાનો હોય નહિ સમ્યકત્વ પામવા માટે તો “સંસારના સુખમાં જ સુખ માનવાની અને સંસારમાં દુખ આવે એટલે કાયર થઇ જવાની’ જે કુટેવ પડી ગઈ છે, તે કાઢવી પડશે. દુઃખમાં જે રોયા કરે અને સુખમાં જે હસ્યા કરે અને એમાં પાછો ડહાપણ માને, એ વળી સમ્યકત્વ પામે ? બહારના સુખમાં બહુ રાગ-દ્વેષવાળા બનનારા તો, જો સમ્યકૃત્વ પામ્યા હોય તોય તેને ગુમાવી બેસે. બહારના સુખ-દુઃખમાં બહુ રાગ અને બહુ દ્વેષ, એ તો સાધુપણાને પણ લૂંટી લેનારી ચીજ છે. અમે લોકો માન-પાન વગેરેમાં ફ્લાઈ પડીએ, તો પરિણામે સાધુપણું પણ જાય અને કદાચ સમ્યકત્વ પણ જાય. જે પામેલા હોઇએ તે જાય, એવો સંભવ જ્યાં હોય, ત્યાં સખ્યત્વ આવે એવું તો બને જ શાનું ? એક-બે વાર નહિ પણ અનન્તી વાર સાધુપણું લીધું હોય અને સાધુપણાને લઇને પણ સારી રીતિએ એને પાળ્યું હોય, એટલે કે-અતિચાર ન લાગે એવી રીતિએ સાધુપણાના આચારો સેવ્યા હોય, આમ છતાં પણ સમ્યક્ત્વ પ્રગટ્યું ન હોય, એવા જીવો પણ આ સંસારમાં હોય છે એમ શાસ્ત્ર કહે છે. સ. સાધુપણું સમ્યક્ત્વ વિના લીધું હોય ? આના પાલનથી સ્વર્ગાદિનાં સુખ મળે છે એવું સાંભળીને સ્વર્ગાદિના સુખ માટે સાધુપણું લે અને સારી રીતિએ પાળે તો એ પણ બનવાજોગ વસ્તુ છે. વિષય-કષાયના જોરે ઉત્કટ તપ કરે અને ઉત્કટ ચારિત્ર પાળે એચ સંભવિત છે. સાધુપણાથી સાચો Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ચૌદ ગુણસ્થાનક ભાણ-૨ ગુણ તેને જ થાય, કે જેને સંસારનું કોઇ સુખ સુખ રૂપ લાગે નહિ. એ સાધુ વળી, આનું દુઃખ આમ ટાળો ને તેનું દુઃખ તેમ ટાળો, એવી પાપમય પ્રવૃત્તિમાં પડતો હશે ? 21. પ્રભાવના થાય ને ? ઘર વેચીને વરો કરનારો ડાહ્યો કહેવાય ? ઘરબાર બધું વેચીને વરો કરે અને વરામાં એવું જમાડે કે જમનારને જમણ યાદ રહી જાય, પણ બીજા દિવસથી પોતાનું પેટ ભરવાને એ ભીખ માગવાને નીકળે, તો એ સારો કહેવાય ? લોક, જમી જનાર લોક પણ એને શું કહે ? ‘બેવકૂફ ! તને કોણે વરો આ રીતિએ કરવાનું કહ્યું હતું ?' -એમ જ લોક એને કહે ને ? એમ સાધુપણાને ભૂલી જઇને પ્રભાવના કરવા નીકળનારાને જ્ઞાની, શું કહે ? જે ધર્મને પોતે જ ધક્કે દે છે, એ વળી એ ધર્મની પ્રભાવના કરશે ? એ, ધર્મની પ્રભાવના કરે કે અધર્મની ? મોક્ષનાં સાધન-તેની ટૂંક રૂપરેખા : સમ્પર્શન-જ્ઞાન-પારિત્રાણિ મોક્ષમાર્ગ: સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યારિત્ર, એ ત્રણે મળી મોક્ષનું સાધન છે. મોક્ષનું સ્વરૂપ : બંધના કારણોનો અભાવ થવાથી જે આત્મિક વિકાસ પરિપૂર્ણ થાય તે મોક્ષ છે. અર્થાત્ જ્ઞાન અને વીતરાગભાવની પરાકાષ્ઠા એજ મોક્ષ છે. સાધનોનું સ્વરૂપ : ગુણ એટલે શક્તિના વિકાસથી તત્ત્વની અર્થાત્ સત્યની પ્રતીતિ થાય, જેનાથી હેય-છોડી દેવા યોગ્ય અને ઉપાદેયસ્વીકારવા યોગ્ય તત્ત્વના યથાર્થ વિવેકની અભિરૂચિ થાય તે ‘સમ્યગ્દર્શન' છે. ܀ નય અને પ્રમાણથી થનારૂં જીવાદિ તત્ત્વોનું યથાર્થ જ્ઞાન તે ‘સમ્યજ્ઞાન' છે અને સમ્યજ્ઞાનપૂર્વક કાષાયિક ભાવોની એટલે Page #178 -------------------------------------------------------------------------- ________________ _ _ _ _ _ _ _ ચૌદ ગુણસ્થાન ભાગ-૨ ૧૬૭ રાગદ્વેષની અને યોગની નિવૃત્તિ થવાથી જે સ્વરૂપ રમણ થાય છે એ જ “સમ્યક્રચારિત્ર' છે. એ ચારિત્રના પરિણામશુદ્ધિની તરતમતાની અપેક્ષાએ સામાયિક આદિ પાંચ ભેદ છે. સાધનોનું સાહચર્ય : ઉપર જણાવેલા ત્રણે સાધનો જ્યારે પરિપૂર્ણ રૂપમાં પ્રાપ્ત થાય ત્યારે સંપૂર્ણ મોક્ષનો સંભવ છે. એક પણ સાધન જ્યાં સુધી અપૂર્ણ હોય છે, ત્યાં સુધી પરિપૂર્ણ મોક્ષ થઇ શકતો નથી. ઉદાહરણ તરીકે-સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન પરિપૂર્ણ રૂપમાં પ્રાપ્ત થયા છે, છતાં સમ્યક્રચારિત્રની અપૂર્ણતાને લીધે તેરમાં ગુણસ્થાનકમાં પૂર્ણ મોક્ષ અર્થાત્ અશરીર સિદ્ધિ અથવા વિદેહ-મુક્તિ થતી નથી અને ચૌદમા શેલેશી અવસ્થા રૂપ પરિપૂર્ણ ચારિત્ર પ્રાપ્ત થતાં જ ત્રણે સાધનોની પરિપૂર્ણતાના બળથી પૂર્ણ મોક્ષ શક્ય થાય છે. સાહચર્ય નિયમ : ઉપરના ત્રણે સાધનોમાંથી પહેલા બે, એટલે કે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન અવશ્ય સહચારી હોય છે. જેમ સૂર્યના તાપ અને પ્રકાશ એકબીજાને છોડીને રહી શકતા નથી, તેમજ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન એકબીજા સિવાય રહી શકતા નથી. પરંતુ સમ્યક્રચારિત્રની સાથે એમનું સાહચર્ય અવશ્યભાવિ નથી, કારણ કે-સમ્યફચારિત્ર સિવાય પણ કેટલાક સમય સુધી સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન જોવામાં આવે છે. આમ હોવા છતાં પણ ઉત્ક્રાંતિના ક્રમ પ્રમાણે સમ્યક્રચારિત્ર માટે એવો નિયમ છે કે-જ્યાં તે હોય ત્યાં એની પૂર્વેના સમ્યગ્દર્શન આદિ બંને સાધન અવશ્ય હોય છે. સમ્યગ્દર્શનનું લક્ષણ : તત્વાર્થ શ્રધ્ધાનં સચદ્ર્શનનાં યથાર્થ રૂપથી પદાર્થોનો Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ચૌદ વણસ્થાન ભાગ-૨ નિશ્ચય કરવાની રૂચિ તે “સમ્યગ્દર્શન' છે. એ ભગવન ઉમાસ્વાતિ મહારાજનું વચન છે. સમ્યગ્દર્શનની ઉત્પત્તિના નિમિત્તો - તે સમ્યગ્દર્શન નિસર્ગથી એટલે પરિણામ માત્રથી અથવા અધિગમથી એટલે કે બાહ્ય નિમિત્તથી ઉત્પન્ન થાય છે. જગતના પદાર્થો યથાર્થ રૂપથી જાણવાની રૂચિ સાંસારિક અને આધ્યાત્મિક બંને પ્રકારના અભિલાષોથી થાય છે. ધન, પ્રતિષ્ઠા આદિ કોઇ સાંસારિક વાસના માટે જે તત્ત્વજિજ્ઞાસા થાય છે તે સમ્યગ્દર્શન નથી, કેમકે-એનું પરિણામ મોક્ષપ્રાપ્તિ ન હોવાથી એનાથી સંસાર જ વધે છે. પરંતુ આધ્યાત્મિક વિકાસને માટે જે તત્ત્વનિશ્ચયની રૂચિ થાય છે તે “સમ્યગ્દર્શન' છે. . નિશ્ચય અને વ્યવહારિક દ્રષ્ટિથી - પૃથક્કરણ આધ્યાત્મિક વિકાસથી ઉત્પન્ન થએલ એક પ્રકારનો આત્માનો પરિણામ તે નિશ્ચય સમ્યકત્વ' છે. તે ય માત્રને તાત્વિક રૂપમાં જાણવાની, હેયને છોડી દેવાની અને ઉપાદેયને ગ્રહણ કરવાની રૂચિ રૂપ છે અને રૂચિના બળથી ઉન્ન થતી ધર્મતત્ત્વનિષ્ઠા એ “વ્યવહાર સમ્યકત્વ' છે. સખ્યત્ત્વના લિંગો : સમ્યગદર્શનની પ્રતીતિ કરાવે એવા પાંચ લિંગ માનવામાં આવે છે. તે પ્રશમ (શાંતિ), સંવેગ (વૈરાગ્ય), નિર્વેદ (સંસાર પર કંટાળો), અનુકંપા (સર્વ પ્રાણી પર દયા), અને આસ્તિક્ય (આસ્થા). પાંચ લિંગોની ટૂંકી વ્યાખ્યા - (૧) તત્ત્વના મિથ્યા પક્ષપાતથી ઉત્પન્ન થતાં કદાગ્રહ Page #180 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનE ભાગ-૨ ૧૬૯ આદિ દોષોનો ઉપશમ એજ “પ્રશમ' (૨) સાંસારિક બંધનોનો ભય એ “સંવેગ' (૩) વિષયોમાં આસક્તિ ઓછી થવી તે “નિર્વેદ' (૪) દુઃખી પ્રાણીઓનું દુઃખ દૂર કરવાની ઇચ્છા તે “અનુકંપા” અને (૫) આત્મા આદિ પરોક્ષ કિન્તુ યુક્તિપ્રમાણથી સિદ્ધ પદાર્થોનો સ્વીકાર એ “આસ્તિક્ય' છે. હેતભેદ - સમ્યગ્દર્શનને યોગ્ય આધ્યાત્મિક ઉત્ક્રાન્તિ થતાં જ સમ્યગદર્શન પ્રગટ થાય છે, પણ કોઇ આત્માને એના આવિર્ભાવા (પ્રગટ થવું) માટે બાહ્ય નિમિત્તની અપેક્ષા રહે છે, જ્યારે કોઇને રહેતી નથી. આ પ્રસિદ્ધ છે કે કોઇ વ્યક્તિ શિક્ષક આદિની મદદથી શિલ્મ આદિ કેટલીક કળાઓ શીખે છે, જ્યારે કેટલાક બીજાની મદદ સિવાય પોતાની જાતે જ શીખી લે છે. આંતરિક કારણોની સમાનતા હોવા છતાં પણ બાહ્ય નિમિત્તની અપેક્ષા-અનપેક્ષાને લઇને સમ્યગદર્શનના “નિસર્ગ સમ્યગુદર્શન’ અને ‘અધિગમ સમ્યગદર્શન' એવા બે ભેદ કર્યા છે. બાહ્ય નિમિત્તો પણ અનેક પ્રકારના હોય છે. કોઇ પ્રતિમા આદિ ધાર્મિક વસ્તુઓના માત્ર અવલોકનથી સમ્યગદર્શન પ્રાપ્ત કરે છે, કોઇ ગુરૂનો ઉપદેશ સાંભળી, કોઇ શાસ્ત્રો ભણીને અને કોઇ સત્સંગ વિગેરે નિમિત્તોથી પરિણામની નિર્મળતા થતાં સમ્યગદર્શન પ્રાપ્ત કરે છે. ઉત્પત્તિક્રમ : અનાદિકાળના સંસાર પ્રવાહમાં તરેહ તરેહના દુઃખોનો અનુભવ કરતાં કરતાં યોગ્ય આત્મામાં કોઇ વાર એવી પરિણામશુદ્ધિ થઇ જાય છે, જે એ આત્માને તે ક્ષણ માટે અપૂર્વ જ છે. એ પરિણામશુદ્ધિને “અપૂર્તકરણ' કહે છે. અપૂર્વકરણથી તાત્વિક પક્ષપાતની બાધક રાગદ્વેષની તીવ્રતા મટી જતાં આત્મા Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ચૌદ ગુણસ્થાન ભાગ-૨ સત્યને માટે જાગરૂક બની જાય છે. આ આધ્યાત્મિક જાગરણ એજ “સમ્યકત્વ' છે. સમ્યગજ્ઞાનઃ તેના પાંચ ભેદ છે. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યાય અને કેવળ. એ પાંચ જ્ઞાન છે. જેમ સમ્યગ્દર્શનનું લક્ષણ સૂત્રમાં બતાવ્યું છે, તેમ સમ્યગૃજ્ઞાનનું લક્ષણ બતાવ્યું નથી. તે એટલા માટે કેસમ્યગ્દર્શનનું લક્ષણ જાણી લીધા પછી સમ્યગજ્ઞાનનું લક્ષણ વિના પ્રયાસે જાણી શકાય છે. તે આ રીતે જીવ કોઇક વાર સમ્યગ્દર્શનરહિત હોય છે, પણ જ્ઞાનરહિત હોતો નથી. કોઇને કોઇ પ્રકારનું જ્ઞાન એનામાં અવશ્ય હોય છે. એ જ જ્ઞાન સમ્યક્ત્વનો આવિભવ થતાં જ સમ્યગજ્ઞાન કહેવાય છે. સમ્યજ્ઞાન અને અસમ્યગજ્ઞાનનો તફાવત એ છે કે-પહેલું સમ્યક્ત્વસહચરિત છે, જ્યારે બીજું સમ્યકત્વરહિત એટલે મિથ્યાત્વસહચરિત છે. વિપર્યયજ્ઞાનનો હેતુ ને તેનો ખુલાસો - છે, સમ્યક્ત્વનો એવો શું પ્રભાવ છે કે- તેના અભાવમાં ચાહે તેટલું વિશાળ જ્ઞાન હોય તો પણ તે અસભ્યજ્ઞાન યા મિથ્યાજ્ઞાન કહેવાય છે અને થોડું ને અસ્પષ્ટ જ્ઞાન હોય તો પણ સમ્યક્ત્વ પ્રગટ થયે છતે સમ્યજ્ઞાન કહેવાય છે. ઉ. અધ્યાત્મશાસ્ત્ર છે એટલા માટે એમાં સમ્યજ્ઞાન કે અસભ્યજ્ઞાનનો વિવેક આધ્યાત્મિક દ્રષ્ટિથી કરવામાં આવે છે, પણ ન્યાય યા પ્રમાણશાસ્ત્રની માફ્ટ વિષયની દ્રષ્ટિથી કરવામાં આવતો નથી. ન્યાયશાસ્ત્રમાં જે જ્ઞાનનો વિષય યથાર્થ હોય તેજ સમ્યજ્ઞાનપ્રમાણ અને જેનો વિષય અયથાર્થ હોય તે જ અસભ્યજ્ઞાન-પ્રમાણાભાસ કહેવાય છે. પરંતુ આ Page #182 -------------------------------------------------------------------------- ________________ _ _ _ _ _ _ _ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ૧૭૧ આધ્યાત્મિકશાસ્ત્રમાં ન્યાયશાસ્ત્રને સંમત સમ્ય-અસમ્યગુ જ્ઞાનનો વિભાગ માન્ય હોવા છતાં પણ ગૌણ છે. અહીંઆ જે જ્ઞાનથી આધ્યાત્મિક ઉત્ક્રાન્તિ થાય તે સમ્યજ્ઞાન અને જેનાથી સંસારવૃદ્ધિ અથવા આધ્યાત્મિક પતન થાય તે અસમ્યજ્ઞાન એ દ્રષ્ટિ મુખ્ય છે. એવો પણ સંભવ છે કે-સામગ્રી ઓછી હોવાને કારણે સમ્યકત્વની જીવને કોઇ વાર કોઇક વિષયમાં શંકા થાય, ભ્રમણા થાય, અસ્પષ્ટ જ્ઞાન પણ થાય, છતાં તે સત્યગવેષક અને કદાગ્રહરહિત હોવાથી પોતાનાથી મહાનું યથાર્થ જ્ઞાનવાળા અને વિશેષદર્શી પુરૂષના આશ્રયથી પોતાની ભૂલ સુધારી લેવા હંમેશાં ઉત્સુક હોય છે અને સુધારી પણ લે છે. તે પોતાના જ્ઞાનનો ઉપયોગ મુખ્યતયા વાસનાના પોષણમાં ન કરતાં આધ્યાત્મિક વિકાસમાં જ કરે છે. સમ્યક્ત્વ વિનાના જીવનો સ્વભાવ એનાથી ઉલટો હોય છે. સામગ્રીની પૂર્ણતાને લીધે એને નિશ્ચયાત્મક અધિક અને સ્પષ્ટ જ્ઞાન હોય, છતાં તે પોતાની કદાગ્રહી પ્રકૃતિને લીધે અભિમાની બની કોઇ વિશેષદર્શીના વિચારોને પણ તુચ્છ સમજે છે અને પોતાના જ્ઞાનનો ઉપયોગ આત્માની પ્રગતિમાં ન કરતાં સીધી કે આડકતરી રીતે સાંસારિક મહત્વાકાંક્ષામાં જ કરે છે. પ્ર. એવો સંભવ નથી શું કે-સમ્યદ્રષ્ટિ આત્મા પ્રામાણિક વ્યવહાર ચલાવે છે અને મિથ્યાદ્રષ્ટિ નથી ચલાવતો ? એ પણ સંભવ શું નથી કે સમ્યદ્રષ્ટિને સંશય-ભ્રમરૂપ મિથ્યાજ્ઞાના બીલકુલ હોતું નથી ને મિથ્યાદ્રષ્ટિને હોય જ છે ? એવો પણ નિશ્ચય શું નથી કે-ઇંદ્રિય આદિ સાધન સખ્યદ્રષ્ટિને પૂર્ણ તથા નિર્દોષ હોય છે ને મિથ્યાદ્રષ્ટિને અપૂર્ણ તથા દુષ્ટ હોય છે ? એવું પણ કોણ કહી શકે છે કે-વિજ્ઞાન સાહિત્ય આદિ પર અપૂર્વ પ્રકાશ કરનારા અને તેનો યથાર્થ નિર્ણય કરવાવાળા સૌ સમ્યગ્દષ્ટિ છે ? એ કારણે પ્રસ્ન થાય છે કે-અધ્યાત્મશાસ્ત્રના પૂર્વોક્ત જ્ઞાન-અજ્ઞાન સંબંધી સંકેતનો આધાર શું છે ? Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ચોદ મણસ્થાન ભાગ-૨ ઉ. આધ્યાત્મિકશાસ્ત્રનો આધાર આધ્યાત્મિક દ્રષ્ટિ છે પણ લૌકિક દ્રષ્ટિ નથી, એ પૂર્વે કહી આવ્યા છીએ. પ્રથમ પદ - “આત્મા છે.” જેમ ઘટપટાદિ છે તેમ આત્મા પણ છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટ આદિ હોવાનું પ્રમાણ છે, તેમ સ્વપર પ્રકાશક એવી ચૈતન્યસત્તાનો પ્રત્યક્ષ ગુણને વિષે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. બીજું પદ :- “આત્મા નિત્ય છે.” ઘટપટ આદિ પદાર્થો અમુક કાળવર્તિ છે, આત્મા. ત્રિકાળવર્તિ છે, ઘટપટાદિ “સંયોગે કરી’ પદાર્થ છે, તેમજ આત્મા “સ્વભાવે કરીને' પદાર્થ છે : કેમકે-તેની ઉત્પત્તિ માટે કોઇ પણ સંયોગો અનુભવયોગ્ય થતાં નથી. કોઇ પણસંયોગી દ્રવ્યથી ચેતનસત્તા પ્રગટ થવા યોગ્ય નથી માટે અનુત્પન્ન છે. અસંયોગિ. હોવાથી અવિનાશી છે, કેમકે-જેની કોઇ સંયોગથી ઉત્પત્તિ ન હોય તેનો કોઇને વિષે લય પણ હોય નહિ. ત્રીજું પદ :- “આત્મા ક્ત છે” | સર્વ પદાર્થ અર્થક્રિયા- સંપન્ન છે. કંઇ ને કંઇ પરિણામ ક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયાસંપન્ન છે. ક્રિયા સંપન્ન છે માટે કર્તા છે. તે કર્તાપણું ત્રિવિધ શ્રી જિનેશ્વરદેવે ભાખ્યું છે. પરમાર્થથી સ્વભાવ પરિણતિએ “નિજ સ્વરૂપનો કર્તા છે.” -અનુપચરિત (અનુભવમાં આવવા યોગ્ય વિશેષ સંબંધ સહિત) વ્યવહારથી “આત્મા કર્મનો કર્તા છે' ઉપચારથી “ઘરનગર આદિનો કર્તા છે.” Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ ચોદ ગુણસ્થાનક ભાગ-૨ ચોથું પદ - “આત્મા ભોક્તા છે.” જે જે ક્રિયા છે તે સર્વ સળ છે-નિરર્થક નથી. જે કંઇ પણ કરવામાં આવે છે તેનું ભોગવવામાં આવે એવો પ્રત્યક્ષ અનુભવ છે. વિષ ખાધાથી વિષનું ળ, સાકર ખાવાથી સાકરનું ફળ, અગ્નિસ્પર્શથી અગ્નિનું ફળ, હીમને સ્પર્શ કરવાથી હીમસ્પર્શનું ળ જેમ થયા વિના રહેતું નથી, તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કંઇ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય જ છે અને તે થાય છે. તે ક્રિયાનો આત્મા કર્તા હોવાથી “ભોક્તા' છે. પાંચમું પદ - “મોક્ષપદ છે” જે અનુપમ ચરિત વ્યવહારથી જીવને કર્મનું કતપણું નિરૂપણ કર્યું. કર્તાપણું હોવાથી ભોક્તાપણું નિરૂપણ કર્યું. તે કર્મનું ટળવાપણું પણ છે, કેમકે-પ્રત્યક્ષ કષાયાદિ તીવ્રપણું હોય પણ તેના અનભ્યાસથી તેના અપરિચયથી તેને ઉપશમ કરવાથી તેનું મંદપણું દેખાય છે, તે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે, તે ક્ષીણ થઇ શકે છે. તે તે બંધભાવ ક્ષીણ થવા યોગ્ય હોવાથી તેથી રહિત એવો જે શુદ્ધ આત્મસ્વભાવ તે રૂપ મોક્ષપદ છે. છટ્ઠ પદ - “તે મોક્ષનો ઉપાય છે.” જો કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય તો તેની નિવૃત્તિ કોઇ કાળે સંભવે નહિ, પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળા એવા જ્ઞાન દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભકત્યાદિ સાધન પ્રત્યક્ષ છે, જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છેઉપશમ પામે છે-ક્ષીણ થાય છે. માટે જ્ઞાન પ્રદર્શન,ચારિત્રાદિ મોક્ષપદના ઉપાય છે. - જ્ઞાની પુરૂષોએ સમ્યગ્દર્શનના મૂખ્ય નિવાસભૂત કહ્યા એવા Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ આ છ પદ અત્ર સંક્ષેપમાં જણાવ્યા છે. આઠમી વિશિંકામાં ઃ ચૌદ મુણસ્થાનક ભાગ-૨ શ્રી વિંશતિઃ વિંશિકામાં, આઠમી વિંશિકા શ્રી જિનપૂજા સંબંધી છે અને એ કારણથી આ આઠમી વિંશિકાને ‘પૂજા-વિધિવિંશિકા' એ નામથી ઓળખવામાં આવે છે. સદ્ધર્મવિંશિકા નામની છઠ્ઠી વિંશિકામાં, શાસ્રકાર પરમર્ષિએ, સમ્યગ્દર્શનના પાંચ લિંગોનું પશ્ચાનુપૂર્વી ક્રમથી વર્ણન કરેલું છે, જે આપણે વિચારી આવ્યા છીએ. સમ્યગ્દર્શનનાં પાંચ લિંગો પૈકી પ્રધાનતા ઉપશમલક્ષણની છે, કે જે પાંચમું લિંગ છે અને સમ્યદ્રષ્ટિ જીવને તેનાં પાંચ લક્ષણોની પ્રાપ્તિમાં પહેલી પ્રાપ્તિ આસ્તિકયલક્ષણની થાય છે, કે જે પહેલું લિંગ છે. સમ્યગ્દર્શનના આસ્તિકય લક્ષણની વ્યાખ્યા કરતાં શાસ્ત્રકાર પરમર્ષિએ પણ ફરમાવ્યું છે અને બીજા ઉપકારિઓએ પણ માવ્યું છે કે "मन्नइ तमेव सच्चं निस्सकं जं जिणेहिं पण्णत्तं । " એટલે કે-ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ જે માવ્યું છે તે જ સત્ય છે, એટલું જ નહિ પણ તે એવું સત્ય છે, કે જેમાં શંકાને અવકાશ જ નથી. આવી માન્યતા સમ્યદ્રષ્ટિ આત્માઓની હોય છે. આ સંસારમાં એક માત્ર તે જ સાચું છે, તે નિઃશંક સત્ય છે, કે જે ભગવાન શ્રી જિનેશ્વર દેવોએ પ્રરૂપ્યું છે. સઘળીય ધર્મભાવનાને અને સઘળીય ધર્મક્રિયાઓને સારી રીતિએ સફ્ટ કરવાને માટે, આવા પ્રકારની માન્યતાની જરૂર છે-એમ નહિ, પણ આવી માન્યતાની અનિવાર્યપણે જરૂર છે. આ માન્યતા આવ્યા પૂર્વેની સઘળી જ ધર્મભાવનાઓ અગર ધર્મક્રિયાઓ સામાન્ય રીતિએ નિલૢ જ છે-એવું નથી; આ માન્યતા આવ્યા પૂર્વેની ધર્મભાવનાઓ અને ધર્મક્રિયાઓ પણ સમ્યગ્દર્શન ગુણને પામવામાં સહાયક બનનારી તથા સમ્યગ્દર્શન ગુણને પમાડનારી બની શકે છે; મોક્ષનું Page #186 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ૧૭૫ ધ્યેય હોય; અજ્ઞાનતા, મુગ્ધતા આદિને લઇને સાંસારિક ધ્યેય હોય, પણ તેનો આગ્રહ ન હોય; તો આ માન્યતા આવ્યા પૂર્વેની ધર્મભાવનાઓ અને ધર્મક્રિયાઓ પણ ગુણપ્રાપક બની શકે છે; પરંતુ આ માન્યતા આવ્યા પછીથી, આ માન્યતાની પાછળ ભગવાન શ્રી જિનેશ્વરદેવોના સ્વરૂપનો તથા એ તારકોના પરમ ઉપકારનો જે ખ્યાલ રહેલો છે-તે આવ્યા પછીથી, જીવ સામાન્ય કોટિની ગણાય તેવી પણ જે ધર્મક્રિયા કરે છે, તે એવી શુદ્ધ કોટિની હોય છે કે-એના યોગે જીવને અપૂર્વ લાભની પ્રાપ્તિ થયા વિના રહેતી જ નથી. આઠમી વિંશિકામાં શ્રી જિનપૂજાની વાત છે અને પરમ ઉપકારી પરમર્ષિઓએ જેવી ઉત્તમ રીતિએ શ્રી જિનપૂજા કરવાનું માવ્યું છે. ખરેખર, તેવી ઉત્તમ રીતિએ જ શ્રી જિનપૂજા કરવી જોઇએ-એવું હૈયામાં ઉગે અનેતેવા પ્રકારે શ્રી જિનપૂજા કરવાનો ઉલ્લાસ પ્રગટે, એ હેતુથી જ અહીં આપણે આ આસ્તિકયલક્ષણની વાત લીધી છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવોને જે સાચા રૂપમાં પિછાને, તેને એ તારકોની ભક્તિ ક્રવાનું મન થાય જઃ સમ્યગ્દર્શન ગુણને પામેલા આત્માને લાગે છે કે- “હું ગાઢ અન્ધકારમાંથી પરિપૂર્ણ પ્રકાશમાં મુકાઇ ગયો અને એ પ્રતાપ એક માત્ર ભગવાન શ્રી જિનેશ્વરદેવોનો જ છે. મને અન્ધકારમાંથી પ્રકાશમાં લાવવાની મહેનત બીજા જે કોઇએ પણ કરી છે, તે સર્વ પણ મારા ઉપકારી છે; પરન્તુ બીજાઓની એ મહેનત પણ ભગવાના શ્રી જિનેશ્વરદેવોને જ આભારી છે.” આ સંસારમાં ઉણપ માત્ર એક જ વસ્તુની હતી અને તે ઉણપ ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ પૂરી. ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ જો એ ઉણપ પૂરી ન હોત, તો શું થાત ? -એ કલ્પના પણ કમ્પ ઉપજાવે એવી છે. જગતના જીવો. દુખથી એવા ત્રાસેલા છે કે-તેઓ દુઃખથી છૂટવાને માટે અનેસુખને Page #187 -------------------------------------------------------------------------- ________________ સ્થાક ભા|-૨ મેળવવાને માટે સદા તલસી રહ્યા છે. જગતના જીવો દુખથી છૂટવાના અને સુખને મેળવવાના તલસાટના યોગે, જ્યારે જ્યારે એમને એમ લાગે કે- “અમુક કરીએ તો દુઃખ ટળે અને સુખ મળે' એટલે ઝટ એમ કરવાને તૈયાર થઇ જાય છે. દુઃખથી મૂકાવાના અને સુખને મેળવવાના સાધનને સેવવાને માટે, જગતના જીવો ઓછા તત્પર હોતા નથી. આથી જગતના જીવોમાં સુખની ઇચ્છા પણ ખરી અને સુખના હેતુવાળી પ્રવૃત્તિ પણ ખરી, પણ ઉણપ એક જ વાતની અને તે એ જ કે-દુ:ખથી મૂકાવાના અને સુખને મેળવવાના માર્ગનું જ્ઞાન નહિ. સુખ, એ આત્માનો ગુણ હોવા છતાં પણ, અજ્ઞાનના યોગે જગતના જીવો સુખને માટે બહારનાં સાધનોને જ શોધ્યા કરે અને સેવ્યા કરે. પુણ્યકર્મના પ્રતાપે બહારનાં સાધનોથી અંશ માત્ર અને અલ્પજીવી દુખાભાવ થાય, તેમાં તો જગતના જીવો ખૂશ ખૂશ થઇ જાય. તે વખતે એટલું પણ સમજે નહિ કે- આ આનંદ પણ ખુજલીને ખણવાથી નિપજતી શાતા જેવો છે, કે જે શાતા ક્ષણ વાર પછી ભયંકર કોટિની અશાતાને ઉત્પન્ન કરે છે. જગતના દુ:ખના આવા દ્વેષી અને સુખના આવા અર્થી જીવોને, તેમના એ દ્વેષને અને એ અર્થિપણાને પરિપૂર્ણ રીતિએ સદ્ધ કરવાનો ઉપાય, ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ બતાવ્યો. એ ઉપાયને પહેલાં પોતે આચર્યો, એ ઉપાચને પહેલાં પોતે આચરીને તેના આચરણ દ્વારા નિપજતું લા પણ મેળવ્યું અને તે પછી અનુભવસિદ્ધ એવો એ ઉપાય એ તારકોએ જગતના જીવો સમક્ષ મૂક્યો. એવો તો સુન્દર એ ઉપાય કે જેનાથી એ ઉપાયને આચરનારાઓનું તો કલ્યાણ થાય જ, પણ એ ઉપાય જેઓની જાણમાં પણ આવ્યો નથી-એવા પણ જીવો. ઉપર એ ઉપાય દ્વારા ઉપકાર થયા વિના રહે જ નહિ. ભગવાને એ જોયું નહિ કે-જેમના ઉપર હું ઉપકાર કરું છું, તેમણે મારા ઉપર ઉપકાર કર્યો છે કે નહિ ? એ તારકે તો, પોતાના ઉપર Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ ચૌદ ગુણસ્થાન ભાગ-૨ અપકાર કરનાર ઉપર પણ ઉપકાર થયા વિના રહે જ નહિ-એવો ઉપાય જગતના જીવો સમક્ષ રજૂ કર્યો. નિષ્કારણ વાત્સલ્યનો આ અવધિ છે. જગતમાં બીજે ક્યાંય આવા નિષ્કારણ વાત્સલ્યનો જોટો મળી શકે જ નહિ. જગતનો કઇ પણ જીવ એ તારકના ઉપકારમાંથી બાતલ નહિ. એ તારકે જ્યારે એ ઉપાસનું પોતે સેવન કર્યું, ત્યારે પણ એ તારકે સર્વ જીવોને અભયદાન દેવા દ્વારા સર્વ જીવો ઉપર ઉપકાર તો કર્યો જ હતો, પણ એ ઉપાયનું જગતને દર્શન કરાવીને તો એ તારકે જગતના સઘળાય જીવો ઉપર અનુપમ અને અજોડ કોટિનો ઉપકાર કયો. સાતમી દાનવિધિ-વિંશિકામાંના અભયદાનના પ્રસંગમાં આપણે આ વાત પણ વિચારી હતી. ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ દુઃખથી છૂટવાનો અને સુખને પ્રાપ્ત કરવાનો જે ઉપાય દર્શાવ્યો છે, તે ઉપાયને સેવનાર તો દુઃખથી છૂટે અને સુખને પામે જ પણ એ ઉપાયને સેવનાર તરફ્લી જગતના જીવોને જે હાનિ આદિ થતું હતું તેય અટકી જાય; એટલે એ ઉપાય દ્વારા, એ ઉપાયને નહિ સેવનારાઓ ઉપર પણ ઉપકાર થયા વિના રહે જ નહિ. આવા નિષ્કારણવત્સલ અને કલ્યાણને દેનારા ભગવાન શ્રી જિનેશ્વરદેવોને, જે કોઇ એ તારકોના સાચા સ્વરૂપે પિછાની શકે, તે આત્માઓને એ તારકો પ્રત્યે કેવો બહુમાન ભાવ જાગે, એ શબ્દોથી વર્ણવી શકાય નહિ. એને વારંવાર એમ પણ થાય કે ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ જો આવો પરમ કલ્યાણનો ઉપાય બતાવ્યો ન હોત, તો અનન્તાનન્ત કાળથી દુઃખમાં સબડતા એવા મારૂં અને જગતના જીવોનું થાત શું ? એ તારકોએ બતાવેલો ઉપાય ન હોત, તો કોઇ પણ જીવ સ્વ-પરનું કલ્યાણ સાધત શી રીતિએ ? એ તારકનો ઉપકાર કેવો ? જે ઉપાય એ તારકોએ બતાવ્યો, તેનું આચરણ પહેલાં પોતે કર્યું. એ ઉપાયને આચરીને પહેલાં પોતે વીતરાગપણાને અને સર્વજ્ઞપણાને પામ્યા. આ રીતિએ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ચૌદ ગુણસ્થાન ભાગ-૨ વીતરાગ અને સર્વજ્ઞ બન્યા પછી એ તારકોએ પોતે આચરેલા ઉપાયનું જગતના જીવોને દર્શન કરાવ્યું. વિચાર કરો કે-શ્રી વીતરાગ અને સર્વજ્ઞ બન્યા પછી એ તારકોએ જે ઉપાય બતાવ્યો, તેમાં એક અંશેય અસત્યને કે શંકાસ્થાનને અવકાશ જ ક્યાંથી મળે ? આ વાતને સમજનારને એમ જ થાય ને કે તે જ સાચું અને શંકા વિનાનું છે, કે જે ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ પ્રરૂપ્યું છે ! સર્વના કલ્યાણની ઉત્કટ ભાવદયાથી શ્રી તીર્થંકર-નામકર્મની નિકાચના કરનારા એ તારકો, શ્રી તીર્થંકર-નામકર્મના ઉદયે કલ્યાણનો સાચો ઉપાય બતાવીને પણ અટક્યા નહિ. એ તારકોએ શાસનની સ્થાપના કરી. શા માટે શાસનની સ્થાપના કરી ? જગતમાં પોતે અવિધમાન હોય ત્યારે પણ કલ્યાણના કામી આત્માઓ એ ઉપાયને પામી અને સેવી શકે તથા પોતાની વિધમાનતાના સમયમાં પણપોતે જ્યાં જ્યાં વિચરતા હોય અને પોતે જ્યાં જ્યાં ન વિચરતા હોય, ત્યાં ત્યાં પણ લ્યાણના કામી આત્માઓ એ ઉપાયને પામી અને સેવી શકે ! આ દેવી-તેવી પરોપકારપરાયણતા છે ? નહિ જ. ભગવાન શ્રી જિનેશ્વરદેવોની આવી પરોપકારપરાયણતાનો જેને સાચો ખ્યાલ આવે, તે એ તારકોના ગુણોથી આકર્ષાઇને જેમ એ તારકોની સેવા કરવાને તલસે છે, તેમ પોતે એ તારકોના ઉપકાર નીચે કેટલો બધો આવેલો છે-એવા કૃતજ્ઞતાના ખ્યાલથી પણ એ; એ તારકોની સેવા કરવાને તલસે છે. ભાવભક્તિ અને દ્રવ્યભક્તિઃ એવા આત્માઓને એમ પણ લાગે છે કે-મોક્ષમાર્ગના સ્થાપક ભગવાન શ્રી જિનેશ્વરદેવો પોતાના નામથી, પોતાની સ્થાપનાથી, પોતાના દ્રવ્યથી અગર પોતાના ભાવથી પણ સઘળાય ક્ષેત્રોમાં અને સઘળા કાળમાં ત્રણે જગતના જીવોને પવિત્ર કરનારા છે. Page #190 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ભાગ-૨ ૧૭૯ આવા અનન્ત ઉપકારી ભગવાન શ્રી જિનેશ્વરદેવોની પૂજા દ્રવ્યથી અને ભાવથી-એમ બન્ને પ્રકારે કરવી જોઇએ. શ્રી જિનપૂજા, એ સમ્યકત્વને નિર્મલ બનાવનારી છે અને આત્માના ગાઢ એવા પણ ચારિત્રમોહનીય કર્મને તોડનારી છે. સમ્યગ્દર્શન ગુણને પામેલો આત્મા, ભગવાન શ્રી જિનેશ્વરદેવો પ્રત્યેના રાગથી ઓતપ્રોત હૈયાવાળો બની જાય છે. એનું ચાલે તો એ ભગવાન શ્રી જિનેશ્વરદેવોના નામનું સ્મરણ એક ક્ષણને માટે પણ છોડે નહિ. એનું દિલ એ જ કહે કે- “હવે મારું જીવન આ તારકની આજ્ઞામય બની જવું જોઇએ.” સંસારનો સર્વ પ્રકારે ત્યાગ કરીને, ભગવાન શ્રી જિનેશ્વર દેવોની આજ્ઞાઓથી જ ઓતપ્રોત-એવું સંયમી જીવન જીવાવું એ જો પોતાને માટે શક્ય હોય, તો તો એ આત્મા બીજા જીવનને જીવવાનો વિચાર જ કરે નહિ. એ માને કે-આજ્ઞાની આરાધના જેવી અન્ય કોઇ આરાધના નથી. એને ભગવાન શ્રી જિનેશ્વરદેવોની દ્રવ્યભક્તિ ગમે ખરી, પણ એકાન્ત આજ્ઞારાધન સ્વરૂપ ભાવભક્તિ કરવાને માટે દ્રવ્ય આદિનો ત્યાગ એ આવશ્યક છે અને દ્રવ્ય આદિનો ત્યાગ કરનાર જો દ્રવ્યભક્તિ કરવાને માટે પણ દ્રવ્યાદિને મેળવવા આદિનું કરે, તો તેથી એનો દ્રવ્ય આદિનો કરેલો ત્યાગ ભાંગે અને એથી ભગવાનની આજ્ઞા પણ ભાંગે, એ માટે જ એ એકલી ભાવ-ભક્તિમાં પોતાના ચિત્તને પરોવે. આમ હોવા છતાં પણ એકાન્ત આજ્ઞામય સંયમી જીવનને પામેલા મહાપુરૂષો પણ, ભગવાન શ્રી જિનેશ્વરદેવોની દ્રવ્યભક્તિનો ઉપદેશ પણ આપી શકે છે અને ગૃહસ્થો દ્વારા ઉત્તમ પ્રકારે કરાતી દ્રવ્યભક્તિની અનુમોદના પણ કરી શકે છે. સમ્યગ્દર્શન ગુણને પામવાથી, અન્તઃકરણ જ એવાં બની જાય છે કે-એ અન્તઃકરણોમાં ભગવાન શ્રી જિનેશ્વરદેવોની વિધિ મુજબની ભક્તિ કરવાનો તલસાટ પેદા થયા વિના રહે નહિ. એથી જ એ આત્માઓ સૌને જિનભક્ત બનેલા જોવાને ઇચ્છે છે અને જે કોઇ આત્મા ઉત્તમ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ચૌદ ગુણસ્થાન ભાગ-૨ પ્રકારે વિધિ મુજબ શ્રી જિનભક્તિ કરે, તેને તે કરતો જોઇને તેઓ આનંદ અનુભવ્યા વિના રહી શકતા નથી. આમ હોવા છતાં પણ મુખ્યત્વે, સાધુઓને માટે ભાવ-ભક્તિનું અને ગૃહસ્થોને માટે દ્રવ્યભક્તિનું શ્રી જૈનશાસનમાં વિધાન છે. એનું કારણ એ છે કેસાધુઓએ દ્રવ્યનો સર્વથા ત્યાગ કરેલો છે, જ્યારે ગૃહસ્થોએ દ્રવ્યનો સર્વથા ત્યાગ કરેલો નથી. વળી દ્રવ્યભક્તિ પણ એ માટે જ છે કે-એ દ્વારા આત્માને એકાન્ત ભાવભક્તિની પ્રાપ્તિ થાય. સમ્યગ્દષ્ટિ ગૃહસ્થાવાસમાં ક્યારે રહે ? સર્વવિરતિવાળું જીવન જ એકાન્ત આજ્ઞામય જીવન હોઇ શકે છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ, જગતના જીવોને દુઃખના નાશ માટે અને સુખની પ્રાપ્તિ માટે મોક્ષને સાધવાનું માથું અને મોક્ષને સાધવાને માટે સમ્યગ દર્શન-જ્ઞાન-ચારિત્રમય જીવન જીવવાનું માથું, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમય જીવન એક સાધુજીવન જ હોઇ શકે અને એવું સાધુજીવન સર્વવિરતિ વિના શક્ય નથી. એ સાધુજીવનમાં જે કાંઇ કરવાનું તે ભગવાન શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞા મુજબ જ કરવાનું. ખાવા-પીવાનું, પહેરવા ઓઢવાનું અને સંયમનું તથા તપનું આચરણ કરવાનું-એ વિગેરે બધું જ ભગવાન શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞા મુજબ જ. જેમાં એ તારકોની આજ્ઞા ન હોય, એવું એ જીવનમાં થાય નહિ; કદાચ પ્રમાદાદિને વશ તેવું થઇ જાય, તો તે ભૂલ ગણાય અને તેને પ્રાયશ્ચિતથી શોધવું જોઇએ. આવું આજ્ઞાધીન જીવન જીવતે એવું જીવન પણ પ્રાપ્ત થાય કે-એ જીવનમાં આજ્ઞાની અપેક્ષા રહે નહિ અને તેમ છતાં પણ એ જીવન આજ્ઞાનુસારી જેવું જ હોય. આ કારણે, જેનામાં સમ્યગ્દર્શન ગુણ પ્રગટે છે અને એથી આ માર્ગનો જેને સુન્દર ખ્યાલ આવે છે, એ આત્માઓ જો પોતાની શક્તિ જૂએ તો એવા એકાન્ત આજ્ઞામય જીવનને જીવવાને જ તત્પર Page #192 -------------------------------------------------------------------------- ________________ – – –– ચૌદ વણસ્થાનક ભાગ-૨ ૧૮૧ બને; પણ સર્વને માટે એ શક્ય નથી. એવાં અનેક કારણો હોય છે, કે જે કારણોને લીધે, સમ્યગ્દષ્ટિ આત્મા સર્વવિરતિવાળા આજ્ઞામય જીવનનો અભિલાષી હોવા છતાં પણ, એ જીવનને સ્વીકારી શકે નહિ. એને એ જીવનને પામવાની ઇચ્છા હોય, પણ તેવા પરિણામો તેનામાં પ્રગટી શકે નહિ. એ શક્ય છે ? કારણ કેસખ્યદ્રષ્ટિ એવા પણ આત્માઓને ગાઢ ચારિત્રમોહ કર્મના ઉદય યોગે વિરતિના પરિણામો અંગે પણ ન પ્રગટે, તો એય બનવાજોગ વસ્તુ છે. આથી, સમ્યગ્દર્શન ગુણને પામેલા આત્માઓમાં જેઓ સર્વવિરતિને સ્વીકારવાની શક્યતાવાળા નથી હોતા, તેઓ ગૃહસ્થપણે રહે છે; પણ ગૃહસ્થપણે રહેલા તેઓ હરેક શક્ય રીતિએ ભગવાન શ્રી જિનેશ્વરદેવોની ભક્તિ કરવાની ભાવનાવાળા તો હોય જ છે. આઠમી વિંશિામાં સૂચવાએલી વિવિધ વાતો આ આઠમી વિંશિકામાં શાસ્ત્રકાર પરમર્ષિએ દેવની પૂજાના દ્રવ્ય અને ભાવ એ બે પ્રકારો પૈકી દ્રવ્યપૂજાનો અધિકાર વર્ણવ્યો છે. દેવપૂજાના દ્રવ્ય અને ભાવ, એ બે પ્રકારો પરસ્પર સંબંધવાળા છે. દ્રવ્યયુક્ત ભાવપૂજા અને ભાવયુક્ત દ્રવ્યપૂજા પણ હોય છે. તત્ત્વથી એમાં પ્રધાન-ગૌણભાવ પણ છે. ગૃહસ્થોની પૂજામાં દ્રવ્યપૂજાની પ્રધાનતા ગણાય છે. ગૃહસ્થોને પણ તેવા કોઇ અવસર વિશેષ ભાવપૂજાની પ્રધાનતા હોઇ શકે છે. દેવપૂજાના દ્રવ્ય-ભાવ ભેદની, એના પારસ્પરિક સંબંધની અને તેના પ્રધાન-ગૌણ ભાવની સૂચના કર્યા બાદ, શાસ્ત્રકાર પરમર્ષિએ પહેલી દ્રવ્યપૂજા ગૃહસ્થોને ભાવભેદે ત્રણ પ્રકારની હોય છે, એમ માવીને કાયયોગની પ્રધાનતાવાળી, વચનયોગની પ્રધાનતાવાળી અને મનોયોગની પ્રધાનતાવાળી પૂજા-એમ પૂજાના ત્રણ પ્રકારો માવ્યા છે. આ ત્રણ પ્રકારની પૂજામાં પહેલી પૂજા સમ્યગ્દષ્ટિઓને, બીજી પૂજા Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ થાક ભાવ- ૨ સમ્યગ્દર્શન ગુણથી આગળ વધીને ઉત્તર ગુણોને ધરનારા બનેલા આત્માઓને અને ત્રીજી પૂજા પરમ શ્રાવકોને હોય છે -એ વિગેરે માવીને શાસ્ત્રકાર પરમર્ષિએ ગ્રન્થિ-આસન્ન જીવોને આ પૂજા ધર્મમાત્રáા છે એ વિગેરે માવ્યું છે. પૂજાના પંચોપચારયુક્તા, અષ્ટોપચારયુક્તા તથા સર્વોપચારયુક્તા એમ ત્રણ પ્રકારો છે તેમજ એક જિન, ચોવીસ જિન અને એકસો ને સીત્તેર એટલે ઉત્કૃષ્ટપણે વિહરમાન સર્વ જિનોની પૂજા હોય છે. આગળ જતાં પૂજા ને માટે ન્યાયોપાર્જિત દ્રવ્યને ભાવથી શોધવાનું માવ્યું છે અને એથી પૂજાની જે શુદ્ધિ થાય છે તે તથા તે ઇષ્ટદ્યને દેનારી થાય છે તે જણાવ્યું છે. પછી ભગવાનની સ્થાપનાનો વિષય જણાવીને મન:સ્થાપનાના લાભને પણ પ્રશસ્ત જણાવ્યો છે. આમ અનેક પ્રકારે શ્રી જિનપૂજાને અંગેનું સૂચન કર્યા બાદ, અન્ત ભાગમાં આવતાં શાસ્ત્રકાર પરમર્ષિએ શ્રી જિનપૂજાના ફ્લનું વર્ણન કર્યું છે અને સર્વ આદરપૂર્વક ભગવાન શ્રી જિનેશ્વરદેવોની સ્થાપનાની પૂજા કરવાનો ઉપદેશ આપ્યો છે. ક્રયાદિની પ્રધાનતાવાળી ત્રિવિધ પૂજા : આ આઠમી વિંશિકામાં શાસ્ત્રકાર પરમર્ષિએ જેમ કાયયોગની પ્રધાનતાવાળી, વાગ્યોગની પ્રધાનતાવાળી અને મનોયોગની પ્રધાનતાવાળી-એમ પૂજાના ત્રણ પ્રકારો વર્ણવ્યા છે; તેમ તેઓશ્રીએ પોતાના રચેલા શ્રી ષોડશક નામના ગ્રન્થમાં પણ શ્રી જિનપૂજા-ષોડશકમાં કાયા, વચન અને મનના યોગની પ્રધાનતાવાળી ત્રણ પ્રકારની પૂજાનું વર્ણન કરેલું છે. આ વિંશિકામાં કાયાના યોગની પ્રધાનતાવાળી પૂજાને “સમસ્ત ભદ્રા' એવી સંજ્ઞા આપવામાં આવી છે, જ્યારે શ્રી જિનપૂજા-ષોડશકમાં તેની વિજ્ઞોપશમની' સંજ્ઞા કહી છે; આ વિંશિકામાં વાગ્યોગની પ્રધાનતાવાળી પૂજાને “સર્વમંગલા' એવી સંજ્ઞા આપવામાં આવી Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ આ ત્રણેય મોડશકમાં તેની સંજ્ઞા આપવા ચોદ ગુણસ્થાનક ભાગ-૨ છે, જ્યારે શ્રી જિનપૂજા-ષોડશકમાં તેની “અભ્યદયપ્રસાધની' સંજ્ઞા કહી છે; અને આ વિંશિકામાં મનોયોગની પ્રધાનતાવાળી પૂજાને “સર્વસિદ્વિફ્લા” એવી સંજ્ઞા આપવામાં આવી છે, જ્યારે શ્રી જિનપૂજા-ષોડશકમાં તેની “નિવણસાધની' સંજ્ઞા કહી છે. આ ત્રણેય પ્રકારની પૂજાઓ પોતપોતાના નામ મુજબ ફ્લને દેનારી છે. જેવું તેનું નામ છે, તેવું તેનું ફ્લ છે. વિચાર કરીએ તો આપણને લાગે કે-આ વિંશિકામાં અને શ્રી જિનપૂજા-ષોડશકમાં કાયાદિયોગસારા ત્રણ પ્રકારની પૂજાઓને જૂદી જૂદી સંજ્ઞાઓ આપેલી છે, તેમ છતાં પણ તે એક જ પ્રકારના અર્થને જણાવનારી છે. સમન્વભદ્રા કહો કે વિજ્ઞોપશમની કહો સર્વમંગલા કહો કે અભ્યદયપ્રસાધની કહો અને સર્વસિદ્વિદ્યા કહો કે નિર્વાણસાધની કહો, પણ અર્થની અપેક્ષાએ તેમાં ભિન્નતા નથી પણ એકતા છે. બહુમાનભાવના યોગેઃ ગૃહસ્થોએ ભગવાન શ્રી જિનેશ્વરદેવોની પુષ્પાદિથી પૂજા કરવાની હોય છે. શ્રી જિનપૂજા કરવાને માટે ઉત્તમોત્તમ સામગ્રીને મેળવીને, તેનો શ્રી જિનપૂજામાં ઉપયોગ કરવાની ભાવના, શ્રી જિનના ભક્તમાં તો અવશ્ય હોય. સમ્યગ્દર્શન ગુણને પામેલો. આત્મા એવું માનનારો હોય છે કે- “આ જગતમાં ઉપકારિઓ તો અનેક છે અને હું ઘણા ઉપકારિઓના ઉપકાર નીચે છું, પરન્તુ આ સંસારમાં ભગવાન શ્રી જિનેશ્વરદેવથી ચઢે એવો કોઇ જ ઉપકારી નથી અને બીજા સર્વ ઉપકારિઓના ઉપકારનો બદલો પણ હું આ તારકની આજ્ઞાને અનુસરવા દ્વારા જ વાળી શકું તેમ છું. આ ઉપકારિને યથાર્થપણે દ્રવ્યથી અને ભાવથી સેવવાથી હું સઘળાય ઉપકારિઓને સેવનારો બની શકું છું અને જો એકમાત્ર આ ઉપકારિને જ હું એવું નહિ અને બીજા બધાય ઉપકારિઓને એવું તો પણ એ રીતિએ હું બીજા ઉપકારિઓને સાચા રૂપમાં Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ચૌદ ગુણસ્થાન ભાગ-૨ સેવનારો બની શકતો નથી.” ઉપકારિઓના ઉપકારને જાણનારા આત્માઓના અન્તરમાં ઉપકારિઓ પ્રત્યે બહુમાનનો ભાવ ઉત્પન્ન થયા વિના રહેતો નથી. એ બહુમાનભાવ આત્માને જેમ આજ્ઞાંકિતા બનવાને પ્રેરે છે, તેમ ઉપકારિઓની બાહ્ય પ્રતિપત્તિને માટે પણ આત્માને પ્રેરે છે. ઉપકારનો જાણ આત્મા, વારંવાર, ઉપકારિઓના નામનું સ્મરણ કરે છે; મનમાં તેમની મૂર્તિની કલ્પના કરીને પણ ઉપકારિઓને વન્દનાદિ કરે છે; અને ઉપકારિઓની સ્થાપના કરીને એ સ્થાપનાને પણ વારંવાર પૂજે છે. સમ્યગ્દષ્ટિ આત્માને સર્વવિરતિવાળા બનીને એકાન્ત શ્રી જિનાજ્ઞામય નિરવદ્ય અને ધર્મમય જીવન જીવવાની અભિલાષા હોય છે; પણ જ્યારે તે પોતાની તે અભિલાષાને અનુસાર વર્તવાને સમર્થ નથી હોતો, ત્યારે તે ગૃહસ્થજીવનમાં રહે છે; પણ ગૃહસ્થજીવનમાં રહેલો તે પોતાના ગૃહસ્થજીવનને એવી રીતિએ જીવવાનો પ્રયત્ન કરે છે, કે જે રીતિએ વર્તતાં તે ક્રમે કરીને પોતાના સર્વવિરતિ જીવનની અભિલાષાને પૂર્ણ કરી શકે. આથી જ તેને, બાહ્ય પ્રતિપતિ રૂપ શ્રી જિનભક્તિ કરવાના પણ ઘણા ઘણા મનોરથો હોય છે. એ જ દ્રવ્યવ્યય લેખે છેઃ શ્રી જિનની ભક્તિ માટે, શ્રી જિનના સેવકોની ભક્તિને માટે અને શ્રી જિનભાષિત ધર્મને સેવવાના સાધનોના સર્જન, રક્ષણ તથા પ્રચાર આદિને માટે તે વ્યસની જેવો બને છે, એમાં કહીએ તો ચાલી શકે. એને એમ થાય છે કે- “હું દ્રવ્યનો સર્વથા ત્યાગી બની શકતો નથી, ગૃહસ્થ તરીકે જીવવાને માટે મારે દ્રવ્ય રાખવું પડે છે, ગૃહસ્થ હોવાથી મારે દ્રવ્યનું રક્ષણ તથા ઉપાર્જન પણ કરવું પડે છે અને ગૃહસ્થ તરીકે મારે, મારે માટે તથા કુટુંબાદિને માટે દ્રવ્યનો વ્યય પણ કરવો પડે છે; આમ હું મારા શરીર, સ્વજન અને ઘર આદિમાં આરંભવાળો તો છું જ; જ્યારે Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ – – – – – – – – – – – – – – ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ હું દ્રવ્યને રાખીને તેનો વ્યય કરનારો પણ છું અને આરંભવાળો પણ છું, તો મારે દ્રવ્ય અને આરંભાદિના યોગે થઇ શકે તેવી પણ શ્રી જિનભક્તિ આદિ ક્રિયાઓ તો અવશ્ય કરવી જોઇએ. મારા શરીર, કુટુમ્બ અને ઘર આદિને અંગે હું દ્રવ્યવ્યય-દ્રવ્યસંચયદ્રવ્યોપાર્જનાદિ કરું તથા આરમ્ભ કરું -એ કાંઇ પ્રશંસવા યોગ્ય નથી; આવી ક્રિયાઓને તો શ્રી જિને પાપક્રિયાઓ તરીકે વર્ણવી છે, છતાં હું એવો પાંગળો છું કે મારે આ બધી પાપમય ક્રિયાઓને કરવી પડે છે; તો પછી આ અવસ્થામાં મને શ્રી જિનભક્તિ આદિનો જે કાંઇ લાભ મળી શકે તેમ હોય, તે તો મારે અવશ્ય લેવો જ જોઇએ.” આવી આવી વિચારણાના યોગે; એ પુણ્યાત્માને એમ પણ થાય છે કે- “ભગવાન શ્રી જિનેશ્વરદેવોની ભક્તિમાં, એ તારકોએ માવેલા ધર્મના સેવકોની ભક્તિમાં તેમજ એ તારકોએ માવેલા ધર્મનાં સાધનોના સેવન, સર્જન, સંરક્ષણ અને પ્રચાર આદિમાં હું મારા ન્યાયોપાર્જિત દ્રવ્યનો જેટલો ઉપયોગ કરી શકું તેટલો જ લેખે છે.” શ્રી જિનપૂજામાં આરંભ Wતાં લાભ ઘણોઃ આવા આત્માઓને ભવ્ય એવું શ્રી જિનમદિર બંધાવવાનો, વિધિપૂર્વક શ્રી જિનપ્રતિમાને ભરાવીને તેની વિધિપૂર્વક અંજનશલાકા-પ્રતિષ્ઠાદિ કરાવવાનો તથા દરરોજ ત્રિકાળ શ્રી જિનપૂજન ઉત્તમોત્તમ દ્રવ્યોથી કરવાનો મનોરથ હોય, એમાં આશ્ચર્ય પામવા જેવું કાંઇ છે જ નહિ. ગૃહસ્થપણું એ પાપનું કારણ હોવા છતાં પણ, શ્રી જિનભક્તિ આદિ દ્વારા પુચવાનો પોતાના ગૃહસ્થપણાને પણ સાર્થક બનાવે છે. શ્રી જિનમદિર બંધાવવા આદિમાં અને શ્રી જિનપ્રતિમાની સ્નાન, વિલેપન, સુગન્ધિ ધૂપ, સુગન્ધિ પુષ્પો અને બીજા પણ મનોહર સુગન્ધિ દ્રવ્યોથી પૂજા કરનારા ગૃહસ્થને આરંભ તો કરવો જ પડે છે; પણ તે આરંભો. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ચૌદ મુણસ્થાનક ભાગ-૨ પરિણામે ઘણા ગુણને કરનારા હોવાથી પાપ રૂપ નથી. નિર્મલ બુદ્ધિવાળા પુણ્યવાન ગૃહસ્થોને આ આરંભવાળી પણ શ્રી જિનપૂજા વિશિષ્ટ કોટિના પુણ્યલાભ રૂપ ફ્લને દેનારી છે અને ભવવિરહના કારણ સ્વરૂપ સદનુષ્ઠાનને પણ પમાડનારી છે. વિવેકી તે કહેવાય, કે જે હાનિ-લાભનો વિચાર કરીને, જેમાં વિશેષ લાભ હોય તેને આચરે અને જેમાં વિશેષ હાનિ હોય તેને તજે જ્યાં અલ્પ હાનિ અને ઘણો લાભ હોય, તે કાર્ય લોકમાં પણ લાભનું કાર્ય જ ગણાય છે. ઘણો લાભ થતો હોય તો તેમાં થતી થોડી હાનિ, એ વસ્તુતઃ હાનિ જ ગણાતી નથી. દશ રૂપીયા ખર્ચીને હજાર રૂપીયા કમાનારો જેમ પોતે એમ નથી કહેતો કે- ‘મને દશ રૂપીયાની હાનિ થઇ' પણ એમજ કહે છે કે- ‘મને હજાર રૂપીયાનો લાભ થયો.' તેમ બીજાઓ પણ એને માટે એમ જ કહે છે કે- ‘એ હજાર રૂપીયા રળ્યો.' એ જ રીતિએ, શ્રી જિનની દ્રવ્યપૂજામાં થતા આરંભને આગળ કરવો, એ ડાહ્યા માણસનું કામ નથી. શ્રી જિનની આરંભવાળી પણ યથાવધિ પૂજાનું ફ્લ એટલું બધું મોટું છે કેઆરંભના નામે એવી શ્રી જિનપૂજાથી વંચિત રહેનારા ગૃહસ્થો, એક તો મિથ્યા કલ્પનાની ઉપાસનાના પાપને વહોરે છે અને બીજું પોતાને સ્વ-પરના હિતની જે ઉત્તમ તક મળી છે, તેને પણ ગુમાવી દે છે. કાયયોગ, વાગ્યોગ,મનોયોગની પ્રધાનતાવાળી પૂજાઓ કેવા સ્વરૂપ-ફલવાળી હોય છે ? ઉપકારિઓ ફરમાવે છે કે-ગૃહસ્થોએ ન્યાયોપાર્જિત વિત્ત વડે શ્રી જિનપૂજા કરવાની છે. ધર્મને પામવાની ઇચ્છાવાળા તેમજ ધર્મને પામેલા ગૃહસ્થે ન્યાયોપાર્જિત વિત્તવાળા બનવું જોઇએ. ગૃહસ્થ વિત્તવાળો તો હોય છે, પણ તે વિત્ત ન્યાયોપાર્જિત હોવું જોઇએ. સાધુધર્મને સ્વીકારવાનું સામર્થ્ય નહિ હોવાથી Page #198 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ૧૮૭ ગૃહસ્થાવાસમાં રહેવું પડ્યું છે અને ગૃહસ્થાવાસમાં રહેવું પડ્યું છે માટે વિત્તનું ઉપાર્જન અને તેનું રક્ષણાદિ કર્યા વિના પણ છૂટકો થતો નથી. પણ ધર્મની અભિલાષાવાળા ગૃહસ્થોએ અન્યાયનો ત્યાગ તો કરવો જ જોઇએ. અર્થોપાર્જન, એ પોતે જ પાપવ્યાપાર છે અને તેમાં અન્યાયનું પાપ ભળે, તો એ પાપ કેટલું બધું ભારે બની જાય ? આથી પાપના ડરવાળા ગૃહસ્થોએ અર્થોપાર્જનમાં પણ અન્યાયને તો નહિ જ આચરવો જોઇએ અને પાપવ્યાપારથી ઉપાર્જેલા દ્રવ્યનો બની શકે તેટલા વધુ પ્રમાણમાં સવ્યય કરવો જોઇએ. શ્રી જિનપૂજામાં, ન્યાયોપાર્જિત વિત્તને પણ ભાવપૂર્વક શોધીને, તેનો ઉપયોગ કરવો જોઇએ. શ્રી જિનપૂજા માટેનું દ્રવ્ય મન, વચન અને કાયના દોષોના ત્યાગપૂર્વક મેળવેલું હોવું જોઇએ. ન્યાયોપાર્જિત વિત્તને ભાવથી શોધીને પણ પોતાના વિભવાનુસાર શ્રી જિનપૂજા કરવી જોઇએ. બદ્વિવાળા શ્રાવકોએ બદ્ધિપૂર્વક શ્રી જિનપૂજા કરવી જોઇએ. ભગવાન શ્રી જિનેશ્વરદેવની પૂજાને માટે આ રીતિએ પુષ્પાદિ દ્રવ્યોને પોતે એકત્રિત કરે, એ કાયાની પ્રધાનતાવાળી પૂજા કહેવાય છે; ક્ષેત્રાન્તરથી શ્રી જિનપૂજાને માટે પુષ્પાદિ ઉત્તમોત્તમ દ્રવ્યોને વચનથી મંગાવે, તે વાગ્યોગની પ્રધાનતાવાળી પૂજા કહેવાય છે; અને માનસિક કલ્પનાથી નન્દનવન આદિનાં પારિજાત કુસુમાદિને લાવીને શ્રી જિનપૂજા કરવી, એ મનોયોગની પ્રધાનતાવાળી પૂજા કહેવાય છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવ પ્રત્યેની ભક્તિનો ભાવ જેમ જેમ વૃદ્ધિને પામતો જાય છે, તેમ તેમ ભક્તાત્મા એ તારકની પૂજાને માટે વધુ ને વધુ ઉત્તમ સામગ્રી મેળવવાનો પ્રયત્નશીલ બને છે. રોજ ત્રણે કાળ તે પોતાના ક્ષેત્રમાંથી મળી શકતી ઉત્તમોત્તમ સામગ્રીથી શ્રી જિનપૂજા કરે છે, જ્યારે જ્યારે શક્ય હોય ત્યારે ત્યારે તે ક્ષેત્રાન્તરથી પણ શ્રી જિનપૂજાની ઉત્તમોત્તમ સામગ્રીને મંગાવે છે અને એથી પણ આગળ વધીને એ માનસિક કલ્પનાનો આશ્રય પણ લે છે. Page #199 -------------------------------------------------------------------------- ________________ ભરવાનની સિકતાવાળી શ્રી જિન શ્રી જિનપૂજાય ૧૮૮ ચૌદ મણસ્થાનક ભાગ-૨ વિધમાન સામગ્રીઓ દ્વારા શ્રી જિનપૂજા કર્યા પછીથી એ કેવળ માનસિક લ્પનાથી જ નન્દનવનાદિના પુષ્પોને લાવીને શ્રી જિનને પૂજે છે. એ વખતે એ પુણ્યાત્મા પરમાત્મસ્વરૂપના પૂજનમાં એકતાના બની જાય છે. પૂજા કરતાં ભગવાનની કેવળી અવસ્થા અને સિદ્ધાવસ્થા પણ ભાવનાની છે. મનોયોગની પ્રધાનતાવાળી પૂજામાં ભગવાનની સિદ્ધાવસ્થાનું પૂજન હોય છે. આ રીતિએ કરાતી કાયયોગની પ્રધાનતાવાળી શ્રી જિનપૂજા વિઘ્નોને ઉપશમાવનારી બને છે, વાગ્યોગની પ્રધાનતા વાળી શ્રી જિનપૂજા પૂજકના અભ્યદયને સાધનારી બને છે અને ત્રીજી મનોયોગની પ્રધાનતાવાળી શ્રી જિનપૂજા પૂજકના નિર્વાણને સાધનારી બને છે. કેટલાક આચાર્ય ભગવન્તો એમ પણ માને છે કે શ્રી જિનની અંગપૂજા, એ વિજ્ઞોપશમની છે; શ્રી જિનની અગ્રપૂજા, એ અભ્યદયપ્રસાધની છે; અને શ્રી જિનની ભાવપૂજા, એ નિવણસાધની છે. વળી કેટલાક આચાર્યભગવન્તોનું એમ પણ કહેવું છે કે-શ્રી જિનપૂજાના જૂદી જૂદી અપેક્ષાવાળા બે, ત્રણ, ચાર પાંચ આદિ વિવિધ પ્રકારો છે, પરન્તુ એ સર્વ પ્રકારોનો સમાવેશ, “અંગપૂજા, અગ્રપૂજા અને ભાવપૂજા' -એ ત્રણ પ્રકારોમાં થઇ જાય છે. પાંચ-આઠ-સર્વપ્રકારની શ્રી જિનપૂજા: અભ્યદય શ્રી જિનપૂજા એમ પણ ફ શ્રી જિનપૂજાના પાંચ પ્રકારો, આઠ પ્રકારો અને સર્વ પ્રકારો એમ પણ ભેદો છે. પંચાંગ પ્રણિપાત, એ પણ પાંચ ઉપચારોવાળી શ્રી જિનપૂજા કહેવાય છે; સચિત્ત દ્રવ્યનો ત્યાગ, અચિત્ત દ્રવ્યનો અત્યાગ, એક પનાનું સાંધા વિનાનું ઉત્તરાસંગ કરવું, બે હાથની અંજલિ કરવી અને મનનું એકાગ્રપણું કરવું-એ પાંચા વિનયસ્થાનોએ યુક્ત એવી શ્રી જિનપૂજા, એ પણ પાંચા ઉપચારોવાળી શ્રી જિનપૂજા કહેવાય છે; અને પુષ્પ અક્ષત, ગંધ, Page #200 -------------------------------------------------------------------------- ________________ ચોદ ગુણસ્થાનક ભાગ-૨ ૧૮૯ ધૂપ અને દીપ -એ પાંચ દ્રવ્યોથી કરાતી શ્રી જિનપૂજાને પણ પાંચ ઉપચારોવાળી શ્રી જિનપૂજા કહેવાય છે. આવી રીતિએ, આઠ ઉપચારો પણ જૂદી જૂદી રીતિએ ગણાય છે. અષ્ટાંગ પ્રણિપાત અથવા તો પુષ્પાદિ આઠ વસ્તુઓથી કરાતી શ્રી જિનપૂજાને પણ અષ્ટોપચારવાળી શ્રી જિનપૂજા કહેવાય છે. સ્નાત્ર, અર્ચન, વસ્ત્ર, આભૂષણ, ળ, નૈવેદ્ય, દીપ, નાટક, ગીત, આરતી વિગેરે ઉપચારોથી કરાતી શ્રી જિનપૂજા જેમ સર્વોપચારવાળી ગણાય છે; તેમ સર્વ બલ, સર્વ સમુદાય, સર્વ વિભૂતિ, સર્વ વિભૂષા અને સર્વ આદરથી શ્રી જિનપૂજાને અર્થે જવાય, તેને પણ સર્વોપચાર વાળી શ્રી જિનપૂજા કહેવાય છે. વિધિબહુમાનની જરૂર આમ તો શ્રી જિનપૂજાના વિષયમાં, શ્રી જિનમન્દિર બાંધવાના વિષયમાં, શ્રી જિનપ્રતિમા ભરાવવાના વિષયમાં અને શ્રી જિનપ્રતિમાની અંજનશલાકા તથા પ્રતિષ્ઠા કરાવવાના વિષયમાં ઘણું ઘણું જાણવા જેવું છે અને શ્રાવકોએ તો ખાસ કરીને તેનો અભ્યાસ કરવો જોઇએ. શ્રાવકો જો સદગુરૂઓની નિશ્રાએ શ્રાવકોનાં કર્તવ્યો આદિના સંબંધમાં અભ્યાસ કરનારા બની જાય, તો જ જૈનસમાજ માટે સમુન્લલ પ્રભાતનું દર્શન શક્ય બને આજે તો શ્રી જિનપૂજા આદિમાં ખૂબ ખૂબ ઉપેક્ષાભાવ વધી ગયો છે; એથી ઘણાઓ તો શ્રી જિનપૂજા કરતા નથી અને જેઓ શ્રી જિનપૂજા કરે છે, તેઓમાં પણ વિધિપૂર્વક શ્રી જિનપૂજા કરવાની વૃત્તિવાળા કેટલા છે, એ શોધવું પડે તેમ છે. એના યોગે આજ વહીવટમાં પણ અવિધિ પેસી ગયો છે. પૂજા અને વહીવટમાં અવિધિ હોય-એ એટલું બધું દુઃખદ નથી, કે જેટલું અવિધિનો જ આગ્રહ હોય એ દુખદ છે. એકેએક ધર્માનુષ્ઠાનને શ્રી વિનોક્ત વિધિથી આચરવાનો આપણને આગ્રહ હોવો જોઇએ. જેમ અનુષ્ઠાન પ્રત્યે Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ બહુમાન આવશ્યક છે, તેમ તેના વિધિ પ્રત્યેનું બહુમાન પણ આવશ્યક છે. વિધિ પ્રત્યે બહુમાન હોવા છતાં પણ અવિધિ થઇ જવાનો સંભવ ઓછો નથી, પરન્તુ લક્ષ્ય તો વિધિ મુજબ જ કરવાનું હોવું જોઇએ. વિધિ મુજબ કરવાનું લક્ષ્ય હોય તો વિધિને જાણવાનો પ્રયત્ન થાય, વિધિને જાણીને આચરવાનો પ્રયત્ન થાય, વિધિને આચરવાનો પ્રયત્ન કરવા છતાં પણ અવિધિ થઇ જાય તો તેનો પશ્ચાતાપાદિ થાય તથા અવિધિને ટાળવાનો શક્ય પ્રયત્ન થાય. અવિધિ થતો હોય ને કોઇ અવિધિદોષ બતાવે, તો તેથી ગુસ્સો આવે નહિ પણ આનંદ થાય અને વિધિપૂર્વક અનુષ્ઠાનને સેવનારાઓને જોઇને તેમની અનુમોદનાદિ કરવાનું મન થાય. શ્રી જિનપૂજાથી થતા લાભો વિધિપૂર્વક શ્રી જિનપૂજા આદિ કરનારાઓને અનુપમ લાભોની પ્રાપ્તિ થયા વિના રહેતી નથી. પોતાના વિભવને અનુસારે ઉત્તમોત્તમ દ્રવ્યોથી, વિધિબહુમાનપૂર્વક અને ભાવશુદ્ધિપૂર્વક, આત્માઓ શાસ્ત્રે દર્શાવેલા વિવિધ પ્રકારોથી શ્રી જિનપૂજા કરે છે, તે આત્માઓ પોતાના સમ્યક્ત્વને નિર્મલ બનાવે છે તેમજ પોતાના ચારિત્રમોહનીય કર્મના અંતરાયને પણ છેદનારા બને છે. આવા જ હેતુથી યથાવિધિ શ્રી જિનપૂજા કરવી જોઇએ. શ્રી જિનપૂજાના લાભોને વર્ણવતાં, આ જ વિંશિકામાં, શાસ્રકાર પરમર્ષિ માવે છે કે-આ વિંશિકામાં ઉપર, બતાવેલી રીતિએ જે આત્માઓ શ્રી જિનપૂજા કરે છે, તેઓ તેનું ફ્લ આલોકમાં પણ પામે છે, પરલોકમાં પણ પામે છે અને અન્તે સર્વોત્તમ ફ્લને પણ એટલે મોક્ષફ્લને પણ પામે છે. શ્રી જિનપૂજાના યોગે પાપનો ક્ષય થાય છે અને તેથી શ્રી જિનપૂજક આત્માને આ લોકમાં પણ સુન્દર સમાધિની પ્રાપ્તિ થાય છે. શ્રી જિનપૂજાના યોગે પુણ્ય બંધાય છે અને તે પણ પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે, એટલે શ્રી જિનપૂજક Page #202 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ૧૯૧ આત્માને એ પુણ્યના વશથી પરલોકમાં ગૌરવપૂર્ણ ભોગોની પ્રાપ્તિ થાય છે. ગૌરવપૂર્ણ ભોગોની પ્રાપ્તિ, એ જેમ બાહ્ય ભોગસામગ્રીની ઉત્તમતાને સૂચવે છે, તેમ આન્તરિક ઉત્તમતાને પણ સૂચવે છે. એ ભોગો ઉત્તમ જાતિના હોય છે અને એ કાલમાં એ ભોગોના ભોક્તા આત્માનો વિરાગ પણ વિશુદ્ધ કોટિનો હોય છે. એને લઇને એ આત્મા લોકમાં જેમ ગૌરવપૂર્ણ જીવનવાળો હોય છે, તેમ અત્તરમાં અનાસક્ત જીવનવાળો હોય છે. આવા જીવનના પ્રતાપે એ આત્માને સર્વત્યાગ પણ સુલભ બને છે અને મુક્તિ પણ સુલભ બને છે. આમ, શ્રી જિનપૂજાને કરનારો આત્મા નિર્વિઘ્ન પણ બને છે, અભ્યદયશાલી પણ બને છે અને અત્તે શ્રી નિર્વાણક્વને પામનારો પણ બને છે. શ્રી જિનપૂજા નિર્વાણસાધની ધી રીતિએ ? શ્રી જિનપૂજા કરનારને આ લોકમાં વિજ્ઞોપશમન દ્વારા સમાધિનું અને પરલોકમાં ગૌરવપૂર્ણ ભોગોનું ફ્લ મળે-એ તો સમજ્યા, પણ શ્રી જિનપૂજાથી શ્રી જિનપૂજકને નિર્વાણદ્ધની પ્રાપ્તિ થાય-એ વાત કેમ બંધબેસતી થાય ? –આવી શંકા ઉત્પન્ન થવા પામે નહિ અને કદાચ આવી શંકા ઉત્પન્ન થવા પામી હોય, તો તે શમી ગયા વિના પણ રહે નહિ, એ માટે પણ શાસ્ત્રકાર પરમર્ષિ આ વિંશિકામાં જ માને છે કે-પાણીના એક પણ બિન્દુને જો મહાસમુદ્રમાં નાખવામાં આવે, તો તે જેમ અક્ષયભાવને પામે છે. તેમ શ્રી જિનપૂજા પણ આત્માને અક્ષયભાવને પમાડે છે. જે ભાવ અક્ષયભાવમાં મળી જવા પામે છે, તે ભાવ નિયમાં સમસ્ત અક્ષયભાવને સાધનારો બને છે ! રસથી વિંધાયેલું તાંબું જેમ થી તાંબાપણાને પામતું નથી, તેમ અક્ષયભાવમાં જે ભાવ મળી ગયો, તે અક્ષયભાવને સાધ્યા વિના રહેતો નથી. પરિપૂર્ણ મોક્ષ એ પરિપૂર્ણ અક્ષયભાવવાળી સ્થિતિ છે. એ સ્થિતિ ક્રમે Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ચૌદ વણસ્થાનક ભાગ-૨ કરીને જ પ્રગટ થાય છે. શ્રી જિનપૂજાના યોગે જીવ એ ક્રમને પામી જાય છે અને એ ક્રમને પામેલો આત્મા પરિપૂર્ણ અક્ષયભાવવાળી સ્થિતિને અવશ્યમેવ પામે છે. આમ શ્રી જિનપૂજા પરંપરાએ પણ નિર્વાણની સાધક બની શકે છે અને એ કારણથી જ શાસ્ત્રકાર પરમર્ષિએ મનોયોગની પ્રધાનતાવાળી શ્રી જિનપૂજાને નિવર્ણિસાધન તરીકે ઓળખાવી છે. એ પૂજામાં આત્મા. પરમાત્મસ્વરૂપની પૂજાની પ્રધાનતાવાળો હોય છે. એનું લક્ષ્ય માત્ર આત્માના અજર-અમરપણા તરફ હોય છે. અનિમ સદબોધ : આ રીતિએ શ્રી જિનપૂજાના ફ્લને વર્ણવીને અને એ ફ્લની પ્રાપ્તિના વિષયમાં નિઃશંક બનાવીને, શાસ્ત્રકાર પરમર્ષિ, આ. વિંશિકાના અન્ત ભાગમાં એટલે ઓગણીસમી ગાથામાં, ભવ્યા જીવોને શ્રી જિનપૂજા કરવાની પ્રેરણા કરતાં માને છે કે-આ શ્રી જિનપૂજા, એ સંસાર રૂપ સાગરને તરવાને માટે જહાઝ સમાન છે અને એ કારણથી સમજુ માણસે સઘળા આદરપૂર્વક ભગવાન શ્રી જિનેશ્વરદેવોની પૂજા કરવી જોઇએ. આ પછી શાસ્ત્રકાર પરમર્ષિ કહે છે કે-શાસ્ત્રોમાં દ્રવ્યપૂજાને અંગે જે કહ્યું છે તેમાંથી અહીં ટૂંકમાં દ્રવ્યપૂજા દર્શાવી છે અને ભાવપૂજા, કે જેને માટે મુખ્યત્વે ચતિઓ જ અધિકારી છે, તે યોગના અધિકારમાં કહીશું; એટલે કે-એ વાત સત્તરમી યોગ વિંશિકામાં આવશે. આમ કહીને શાસ્ત્રકાર પરમર્ષિએ આ આઠમી વિંશિકા સમાપ્ત કરી છે. પૂજામાં આદરભાવનું સૂચન : પરમ ઉપકારી શાસ્ત્રકાર પરમર્ષિએ જેમ સર્વ આદરપૂર્વક શ્રી જિનપૂજા કરવાનું માવ્યું છે, તેમ બીજા પણ જે જે ઉપકારિઓએ શ્રી જિનપૂજાના સંબંધમાં વિવેચનાદિ કર્યું છે, Page #204 -------------------------------------------------------------------------- ________________ – – – – – – ––– – – – – – – – – – – – ચૌદ ગુણસ્થાન ભાગ-૨ ૧૯૩ તેઓએ પણ શ્રી જિનપૂજા સર્વ આદરથી જ કરવાનું માવ્યું છે. જો વિચાર કરવામાં આવે, તોપૂજા શબ્દ પોતે જ આદરભાવના સહિતપણાને સૂચવે છે ! તમને પોતાને કોઇની પણ પૂજા કરવાનું મન થાય, એ ક્યારે બને ? એના પ્રત્યે હૈયામાં આદરભાવ પ્રગટે તો જ ને ? હૃદયના સાચા ભાવથી કોઇને માન આપવાનું મન પણ તેના પ્રત્યે સભાવ પ્રગટ્યા વિના થતું નથી, તો પછી હૃદયના સાચા ભાવથી પૂજા કરવાનું મન તો જેની પૂજા કરવી હોય, તેના પ્રત્યે આદરભાવ પ્રગટ્યા વિના થાય જ શી રીતિએ ? આપણે ત્યાં અનાભોગ દ્રવ્યપૂજાની વાત પણ આવે છે. પૂજાનો વિધિ બરાબર ન હોય, અને ભગવાન શ્રી જિનેશ્વરદેવોના ગુણોનું જ્ઞાન પણ ન હોય, તો પણ માત્ર શુભ પરિણામથી જે જે પૂજા થાય, તે અનાભોગ દ્રવ્યપૂજા કહેવાય છે. એવી દ્રવ્યપૂજા પણ અનુક્રમે શુભ, શુભતર પરિણામોને પ્રગટાવવા દ્વારા સમ્યકત્વને પમાડનારી બને છે. આ વાતનું આલંબન લઇને જો કોઇ અવિધિનું સમર્થન કરે અને આદરભાવથી પૂજા કરવાના વિધાનનો વિરોધ કરે, તો તે બીચારો મિથ્યાત્વથી જ પીડાઇ રહ્યો છે, એમ કહેવું પડે. અનાભોગ દ્રવ્યપૂજા લાભ આપનારી બને છે, તે શુભ પરિણામોના યોગે. શુભ પરિણામો કાંઇક ને કાંઇક આદરભાવના સૂચક છે, પણ તેના અભાવના સૂચક નથી. શ્રી જિનના ગુણોનું તેવા પ્રકારનું જ્ઞાન નહિ હોવા છતાં પણ, એ તારકની પૂજા કરવાનું મન થયું, એ તારકની પૂજા કરવાના નિર્દોષ અને શુભ પરિણામો થયા, એ આદરભાવ પ્રગટ્યા વિના બને જ નહિ. એવા આત્માને વિધિનું જ્ઞાન નહિ હોવાથી, તે અવિધિએ પૂજા કરે તોય તેને ઉત્તરોત્તર લાભ થાય ? કારણ કે-અવિધિએ કરવાનો તેને આગ્રહ નથી અને વિધિનું જ્ઞાનાદિ હોય તો અવિધિએ કરવાની તેની ઇચ્છા પણ નથી. આથી એવા આત્માઓને, અજ્ઞાન અને અવિધિ એ દોષ રૂપ હોવા છતાં પણ, વસ્તુતઃ દોષ રૂપ બને નહિ અને શુભ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ચોદ ગુણસ્થાન ભાગ-૨ – – – – – – – – – – – પરિણામોથી શ્રી જિનપૂજાની જે શુભ પ્રવૃત્તિ થાય, તે તેમને ઉત્તરોત્તર સારો લાભ આપ્યા વિના પણ રહે નહિ. સાચો આદરભાવ જોઇએ : તમે કાંઇ ભગવાન શ્રી જિનેશ્વરદેવોના ગુણોથી સર્વથા અજ્ઞાન નથી. જૈન કુળમાં જન્મેલાઓ ભગવાન શ્રી જિનેશ્વર દેવોના ગુણોથી સર્વથા અજ્ઞાન હોય, એવું તો ભાગ્યે જ બને; પણ જ્ઞાન રૂચિપૂર્વક કેટલું છે, એ વિચારવાનું રહે છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવોના ગુણો વિષે જેટલું જ્ઞાન થયું, તે હૈયે રૂચવું જોઇએ ને ? એ ગુણો ગુણ તરીકે લાગવા જોઇએ ને ? જેમકેભગવાન શ્રી અરિહંતદેવો એ મોક્ષમાર્ગના દાતા તરીકે પરમ ઉપકારી છે, એમ જાણ્યું; પણ જ્યાં સુધી મોક્ષમાર્ગ પ્રત્યે આદરભાવ પ્રગટે નહિ, ત્યાં સુધી મોક્ષમાર્ગના દાતાર તરીકે એ તારકો પ્રત્યે આદરભાવ પ્રગટે શી રીતિએ ? અને એ વિના એ જ્ઞાન રૂચિવાળું બને શી રીતિએ ? જેનામાં મોક્ષમાર્ગની રૂચિ થવા જોગી લાયકાત ન હોય, તેને એ તારકોના માર્ગદાતા તરીકેના પરમ ઉપકારની વાત રૂચે શી રીતિએ ? આથી ભગવાન શ્રી જિનેશ્વરદેવોના ગુણોનું જે કાંઇ જ્ઞાન હોય, તેને રૂચિપૂર્વકનું બનાવવું જોઇએ. એ તારકો પ્રત્યે અત્તરમાં આદરભાવ પ્રગટે અને એથી જો એ તારકોની સ્થાપનાની પૂજા કરવાનું મન થાય, તો એ પૂજા કદી પણ આદિરવિહીન હોય નહિ. આજે પૂજા કરનારા કેટલા અને પૂજા કરનારાઓમાં પણ આદરપૂર્વક પૂજા કરનારા કેટલા ? અંદર સાચો આદરભાવ ન હોય, તે છતાં પણ બાહ્ય આદર ઘણો મોટો હોય એય સંભવિત છે. સ્વાદિને વશ બનેલાઓ પોતાના સ્વાર્યાદિની સિદ્ધિને માટે દુર્ગુણવાળાની પણ મહા ગુણવાન તરીકે થાય તેવી પૂજા ઘણા આદરપૂર્વક કરે છે, પણ ઉપકારિઓ તેવા આદરની વાત કરતા નથી. શ્રી જિનપૂજા પણ આશંસાથી રહિતપણે Page #206 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ / ૧૯૫ જ કરવાનું વિધાન છે. આથી સર્વ ગૃહસ્થોએ નિરાશસભાવે અને બાહ્યાભ્યત્તર આદરપૂર્વક જ ભગવાનશ્રી જિનેશ્વરદેવોની દ્રવ્યપૂજા કરવી જોઇએ. રાજાની પાસે થાય છે તેવુંય વિનયાચરણ શ્રી જિનની પાસે થાય છે ખરું? આજે શ્રી જિનપૂજાના વિષયમાં આદરભાવને અંગે ઘણી મોટી ખામી જણાય છે. શ્રી જિનપૂજાના વિષયમાં આજે ઘણો અનાદરપૂર્ણ વર્તાવ થઇ રહ્યો છે. સૌએ એ વાત ધ્યાનમાં રાખવી જોઇએ કે-જેના આદરથી લાભ મોટો, તેના અનાદરથી હાનિ મોટી. આ વાત તમે સમજતા નથી, એવું નથી જ. હૃદયમાં જેને માટે દુર્ભાવ હોય અગર હૃદયમાં જેને માટે સારો ભાવ ન હોય, એવા પણ અમલદાર વિગેરેની પાસે તથા રાજા વિગેરેની પાસે તમે કેવો વિનયયુક્ત મર્યાદાશીલ વર્તાવ રાખો છો, એ જાણનાર કોઇ પણ માણસ તમને પ્રાયઃ વ્યવહારદક્ષ જ કહે. રાજાની પાસે જવું હોય ત્યારે કાળજી કેટલી ? જે સમય નક્કી કરેલો હોય, તેનાથી વહેલા કે મોડા થવાય નહિ. વહેલા થાય તો બહાર રહે, પણ અંદર પેસે નહિ. કોઇ વખતે નિરૂપાય દશામાં મોડું થઇ જાય, તો એને માટે કેટકેટલી વાતો ગોઠવી રાખે. ત્યાં જવાને માટે શરીરને એવું સ્વચ્છ કરી લે કે-ક્યાંય મેલ દેખાય નહિ અને ક્યાંયથી દુર્ગધ આવે નહિ. કપડાં સારી જાતનાં પહેરે, સ્વચ્છ પહેરે, જેવી રીતિએ એ કપડાંને પહેરીને રાજા પાસે જવાતું હોય તેવી રીતિએ પહેરે અને પોતાની જે જાતિની ગણત્રી ગણાતી હોય તે ગણત્રીને છાજે તેવાં કપડાં પહેરે. ત્યાં પહોંચ્યા પછીથી પણ દરવાજામાં સાવધાનીથી અને વિનયમય ચાલથી પેસે. તેમાંય સામે જો રાજા હોય તો તો પૂછવું જ શું? રાજાને દેખતાની સાથે જ માથું નમવાને અને હાથ જોડાઇ જવાને તૈયાર જ હોય. રાજાની પાસે પહોંચ્યા Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ - - - - - - - - - - - ચૌદ ગુણસ્થાન ભાગ-૨ પછીથી પણ, જેવી નમ્રતાથી અને જેવી પદ્ધતિથી રાજાને નમના કરવાનું નક્કી થયેલું હોય, તે મુજબ જ નમન કરવાની કાળજી અગાઉથી રાખી હોય. અમુક રાજાને કેમ નમાય છે અને તેની પાસે કેમ જવાય છે, તેની જો ખબર ન હોય, તો પહેલાં તેના જાણકારને પૂછીને અને શીખીને ત્યાં જાય. રાજા પાસે જે ભેટયું કરે તે પણ વારો આવે ત્યારે અને વિનયથી જ કરે અને તે પણ જ્યાં જેમ મૂકાતું હોય ત્યાં તેમ જ મૂકે. રાજાના કોઇ અંગને સ્પર્શ કરવાનો હોય તો એવી મૃદુતાથી કરે કે-સ્પર્શ થવા છતાં પણ સ્પર્શ થયો નથી એમ લાગે. જ્યાં સુધી એ રાજા સમક્ષ રહે, ત્યાં સુધી એ ડાળીયાં મારે જ નહિ. એની નજર રાજાની સામે ને સામે હોય. રાજાની નજર મારા ઉપર પડે ત્યારે મારું ધ્યાન બીજે છે-એવું નહિ જ દેખાવું જોઇએ, એની પણ પૂરતી કાળજી, રાજસભામાં ગમે તેટલું બીજું જોવાનું હોય, પણ તે જ્યાં સુધી રાજાની સેવામાં હોય, ત્યાં સુધી તો વધુમાં વધુ આંખનો સંયમ રાખે. ત્યાં કોઇનીય સાથે તે આડી-અવળી વાતો કરે નહિ. રાજાની સમક્ષ જ્યારે બોલવાનું હોય, ત્યારે પણ વિનયભર્યું વચન બોલે. બધું કામ પતાવ્યા પછી પણ એ પાછો વળે રાજાની અનુમતિ મળેથી જ અને પાછા વળતાં પણ ક્યાંય અવિનય થઇ જાય નહિ તેની સાવધગીરી રાખે. આ બધું જાણનારા અને અવસરે આચરનારા તમે, ભગવાન શ્રી જિનેશ્વરદેવની પાસે કેવી રીતિએ જાવ-આવ કરો છો, તે તમે પોતે જ વિચારીલો. ભગવાન પાસે તો તમારે રાજાની પાસેના વિનયાચરણ કરતાં પણ વધારે વિનયાચરણ કરવું જોઇએ ને ? તમે એ પ્રમાણે કરો છો ખરા? અને કોઈ વાર તેમાં ભૂલ થાય તો તે તમને ડંખે છે ખરી ? પરંતુ ખરી વાત તો એ છે કે-શ્રી જિનની પાસે જનારાઓને મોટે ભાગે આ પ્રકારનું વિનયાચરણ કરવાનો ખ્યાલ પણ નથી. રાજા અને ભગવાન ઃ Page #208 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ રાજાની અને ભગવાન શ્રી જિનેશ્વરદેવની તો સરખામણી થઇ શકે તેમ નથી. ભગવાન શ્રી જિનેશ્વરદેવ તો સંસારના સર્વ યોગ્ય જીવોના ત્રણે કાળના યોગ-ક્ષેમને કરનારા નાથ છે. રાજા તો આપી આપીને પણ શું આપે ? એના રાજ્યથી વધારે આપવાની શક્તિ તો એનામાં નથી ને ? રાજા જે કોઇ એની ભાવથી સેવા કરે, તેના ઉપર, પ્રસન્ન જ થાય અને પ્રસન્ન થઇને પણ તે ઇચ્છિત આપી જ દે, એવો નિયમ નથી. તમે રાજાની ગમે તેટલા સારા ભાવથી સેવા કરી હોય, પણ રાજાના મગજમાં જો ઉંધું ભૂંસ ભરાઇ જાય, તો ગમે તેવા સારા સેવકને પણ એ ચગદી નાખે. રાજા કદાચ પ્રસન્નથાય અને કદાચ ઇચ્છિત પણ દઇ દે, તોયે તે તમારી પાસે જીંદગીભર રહેશે તેની ખાત્રી નહિ અને કદાચ તે જીંદગીભર રહે તોય તે અહીં રહે અને તમારે હાલતા થવું પડે. જ્યારે ભગવાન શ્રી જિનેશ્વરદેવની સેવા જો ભાવપૂર્વક કરી હોય, તો તે કદી પણ નિષ્ફળ જાય નહિ. એ તારકની સેવાના પ્રતાપે ઉત્તરોત્તર અભ્યુદય જ થાય. એ તારકની સેવા ભાવપૂર્વક કરનારનો આ લોક અને પરલોક ઘણો સારો હોય અને અન્તે તો એ શ્રી જિનપૂજા, શ્રી જિનસેવકને, શ્રી જિનના જેવા જ પરમ સ્વરૂપને પમાડ્યા વિના પણ રહે નહિ. અજોડ ઉપકાર અને અજોડ પૂજાફલ ૧૯૭ જેમનો ઉપકાર એવો છે કે-બીજાનો ગમે તેવો મોટામાં મોટો ઉપકાર પણ જેની હરોલમાં આવી શકે નહિ તેમજ જેમનો ઉપકાર એવો સર્વવ્યાપક છે કે-બીજા ગમે તેવા સમર્થથી પણ એવો સર્વવ્યાપક ઉપકાર થઇ શકે નહિ અને જેમની પૂજા ભાવપૂર્વક કરવામાં આવે તો પૂજક આ લોકમાં પણ સમાધિસુખને પામે, પરલોકમાં પણ ગૌરવપૂર્ણ ભોગોને પામે અને અન્તે અક્ષયસુખને પામે-આવા ઉપકારી અને સેવકને આવા ફ્લુની સેવકના જ Page #209 -------------------------------------------------------------------------- ________________ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ ૧૯૮ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ સદ્યોગોથી પ્રાપ્તિ કરાવનારા ભગવાન શ્રી જિનેશ્વરદેવોની સર્વ આદર પૂર્વક સેવા કરવાની પ્રેરણા કોને કરવી પડે ? ભુલેચૂકે પણ એનો અનાદર થઇ જાય નહિ, એની કાળજી રાખવાનું કોને કહેવું પડે ? જે આત્માને એ તારકની પિછાન થઇ હોય, તેને તો સ્વાભાવિક રીતિએ જ એમ થાય કે- “આવા ઉપકારિની મારે સર્વાદર પૂર્વક જ સેવા કરવી જોઇએ.” એને જો કોઇ એમ કહે કેભગવાન શ્રી જિનેશ્વરદેવની સેવા સર્વાદરપૂર્વક કરવી જોઇએ.” -તો એ વાત ઝટ એને ગળે ઉતરી જાય. એને એમ જ થાય કે બરાબર છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવનું દર્શન, એ તારકનું પૂજન અને એ તારકને વન્દન આદિ સઘળુંય સર્વાદરપૂર્વક જ કરવું જોઇએ.” જેમનો ઉપકાર એવો છે કે-આપણે જો કૃતજ્ઞા હોઇએ, એ ઉપકાર જો આપણને સમજાયો હોય અને એ ઉપકારને આપણે જો ધ્યાનમાં રાખીએ, તો આપણા ઉપરના ભગવાન શ્રી જિનેશ્વરદેવોના અનુપમ, અજોડ અને જેનો બદલો વાળી શકાય તેમ છે જ નહિ-એવા ઉપકારના સ્મરણાદિ તરીકે પણ આપણે સર્વાદરથી પૂજા કરવી જોઇએ. એ પૂજાનું આપણને કાંઇ પણ ફ્લ મળે તેમ ન હોય, તો પણ આપણે કૃતજ્ઞ હોઇએ, તો આપણે તે કર્યા વિના રહી શકીએ નહિ; જ્યારે અહીં તો પૂજાથી ફ્લ પણ અજોડ જ મળે છે, એટલે ભગવાન શ્રી જિનેશ્વરદેવોને માનવાનો દાવો કરનારાઓ જો પોતે ગૃહસ્થાવાસમાં હોવા છતાં પણ એ તારકોની સર્વાદરથી દ્રવ્યપૂજા કરવાથી વંચિત રહેતા હોય, તો એ તેઓની જેવી -તેવી કમનશિબી નથી. તેઓ પોતાની જાતને કૃતજ્ઞ તરીકે ઓળખાવવાને માટે પણ લાયક નથી, એમ આપણે હિતબુદ્ધિથી જ પણ ભારપૂર્વક કહેવું પડે. વિભવાનુસાર શ્રી જિનપૂજા ક્રનારા કેટલા? જૈનકુળમાં જન્મેલાઓમાં પણ આજે પૂજા કરનારા કરતાં Page #210 -------------------------------------------------------------------------- ________________ ચૌદ [Pસ્થાનિક ભાd-૨ ૧૯૯ પૂજા નહિ કરનારાની સંખ્યા વધારે છે અને પૂજા કરનારાઓમાં પણ પોતાના વિભવાનુસાર તો ઘણા જ થોડા છે. તમે વિચાર કરો કે- તમારો ઘરખર્ચ કેટલો અને તમારો પૂજાને અંગેનો ખર્ચ કેટલો ? જેઓ સાવ દરિદ્રી છે અને પોતાનું તથા પોતાનાં સ્વજનાદિનું ભરણપોષણ પણ મુશ્કેલીએ કરે છે, એવાને માટે આ વાત નથી. એવાઓ પણ અવસરે અવસરે જે કાંઇ સારાં દ્રવ્યો મેળવી શકે, તેનાથી પૂજા કરી લે એય ઓછું નથી. વિભાવરહિત શ્રાવકોને માટે તો ઉપકારિઓએ માવ્યું છે કે-એવો શ્રાવક તો પોતાને ઘેર જ સમાયાકિ લે અને તે પછી તેને જો કોઇનું બાધા ઉપજાવે તેવું દેવું ન હોય અથવા તો તેવો કોઇની સાથે વિવાદ ન હોય, તો ઇર્યાસમિતિ આદિનું પાલન કરતો થકો તે શ્રાવક સાધુની પેઠે ભાવપૂજાને અનુસરતા વિધિથી મંદિરે જાય. પોતાની પાસે પુષ્પ આદિ સામગ્રી નહિ હોવાથી તે દ્રવ્યપૂજા કરવાને અસમર્થ છે, આમ છતાં પણ તે જ ભગવાનને માટે ક્લ ગુંથવા વિગેરે કરી શકતો હોય અને તેવી સામગ્રી મંદિરમાં હોય, તો એ સામાયિકને યથાવસરે પાળીને કુલ ગુંથવા વિગેરેનું કાર્ય કરવા દ્વારા દ્રવ્યપૂજાનો લાભ મેળવે. જેઓ આવા વિભાવરહિત હોય, તેમને શું કહેવાનું હોય ? પણ તમે તો એવા લાગતા નથી. આજે તમારા સારા સ્થાને જવાનાં કપડાં કેવાં અને પૂજા કરવાનાં કપડાં કેવા ? તેય કેટલાકની પાસે તો નહિ હોય. દેહરે નાહીને દેહરે રહેતાં વસ્ત્રો પહેરનારા તથા તે પણ જેમ તેમ પહેરીને પછી જેમ તેમ ફેંકીને ચાલ્યા જનારાઓની સંખ્યા વધતી જ જાય છે. જેને સર્વાદરપૂર્વક શ્રી જિનપૂજા કરવી હોય, તે પોતાની સ્થિતિને છાજતી. રીતિએ શ્રી જિનમન્દિરે જાય અને પોતાની સામગ્રીથી જ ભગવાનની પૂજા કરે. એની પૂજાની સામગ્રી કેવી હોય ? પોતાની સ્થિતિને અનુસારે પોતે જે ઉત્તમોત્તમ દ્રવ્યો લાવી શકે, તે લાપ્પા વિના રહે નહિ. એવાં દ્રો અહીં મળતાં હોય, બીજે મને ' . Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ચોદ ગુણસ્થાનક ભાગ-૨ અને બીજેથી તે દ્રવ્યોને મંગાવવાની સ્થિતિમાં તે હોય, તો એવાં દ્રવ્યો એ બીજેથી પણ મંગાવે આ પ્રમાણે કરે તો જેમ જેમ એ પુષ્પાદિથી શ્રી જિનપૂજા કરતો જાય, તેમ તેમ તેનો ભાવ વધતો જાય એ સ્વાભાવિક જ છે. એ વખતે ભાવ વધતે વધતે એ પુણ્યાત્મા મનોયોગની પ્રધાનતાવાળી નિર્વાણ સાધની પૂજાને કરનારો પણ બની જાય, એ પણ એટલું જ સ્વાભાવિક છે. સમ્યગ્દર્શન યોગે ચિત્તશુદ્ધિ સમ્યગ્દર્શન રૂપ સદ્ધર્મની પ્રાપ્તિ થવાના પ્રતાપે જે પુણ્યાત્માઓ શ્રી જિનવચનની સાચી આસ્તિક્તાને પામેલા હોય છે, તેઓ મોક્ષના રસિક હોવાના કારણે તે ભાવ દ્વારા શુદ્ધ ચિત્તના સ્વામી હોય છે. સમ્યગ્દર્શન ગુણને ધરનારા પુણ્યાત્માની ચિત્તશુદ્ધિ વિષય-કષાયના ઝંઝાવાત વખતે પણ ઘણું જ સુન્દર , કામ આપે છે. અવિરતિથી અને અનન્તાનુબન્ધી સિવાયના કષાયોથી એ પુણ્યાત્માઓનું ચિત્ત સંક્ષુબ્ધ બને એ શક્ય છે, પણ એ રીતિએ પોતાનું ચિત્ત જે સમયે સંક્ષુબ્ધ બન્યું હોય તે સમયે પણ જો તેઓ ઉપયોગશૂન્થ નથી હોતા, તો તેઓ પોતાનાં ચિત્તની એ સંક્ષુબ્ધતા ઉપર સુન્દર કાબૂ રાખી શકે છે. આપણે જોઇ આવ્યા છીએ કે-સમ્યક્ત્વ, એ શુદ્ધ આત્મપરિણામ રૂપ છે અને આત્માના એ શુભ પરિણામને જો જાળવતાં આવડે, તો આત્માનો એ શુભ પરિણામ આત્માને ઘણું કામ આપી શકે છે. ચારિત્રમોહ કર્મ જોરદાર હોય અને એથી અનન્તાનુબંધી સિવાયના કષાયો પણ જોરદાર હોય, તે છતાં પણ જો સમ્યક્ત્વ રૂપ શુભા આત્મપરિણામ આત્મામાં વિદ્યમાન હોય, તો એ પરિણામના બળે પણ આત્મા ઘણી નિર્જરાને સાધનારો બને છે; પણ એ આત્માની એ ઉપયોગયુક્ત દશા પણ ભૂલવા જેવી નથી. અવિરતિના અને કષાયોના જોરદાર ઉદય વખતે આત્મા જો ઉપયોગશૂન્ય બની Page #212 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ||સ્થાનિક ભાગ-૨ ૨૦૧ જાય, અવિરતિના અને કષાયોના ધસારામાં જો આત્મા ઘસડાઇ જાય, તો એણે સાધેલા મિથ્યાત્વમોહના ક્ષચોપશમાદિને નષ્ટ થઇ જતાં પણ વાર લાગતી નથી. ક્ષાયિક સમ્યક્ત્વને પામેલા આત્માનો સમ્યગ્દર્શન ગુણ નષ્ટ થતો નથી, પણ ક્ષાયોપથમિક સમ્યક્ત્વની તો વારંવાર જાવ-આવ થાય એય શક્ય છે. આથી સમ્યકત્વને પામેલા આત્માઓએ પોતાને તે શુભાત્મપરિણામને જાળવી રાખવાની જેમ કાળજી રાખવી જોઇએ. તેમ એના ઘાતક દોષોને હણવાની પણ કાળજી રાખવી જોઇએ. વિચારવું એ જોઇએ કે-જો કોઇક વખતે પણ ગાલ બની ગયા અને આત્માનો શુભ પરિણામ ચાલી ગયો, તો આપણી દશા શી થશે ? કાજળની કોટડીમાં નિર્લેપ રહેવાની કળા : સમ્યગ્દર્શન ગુણ હોય તો આત્મા અવિરતિની દિક્યા કરતો થકો પણ નિર્જરા સાધી શકે છે-આવી વાતને જાણી આત્મા જો અવિરતિ આદિના ઘાત તરફ ઉપેક્ષાવાળો બને, તો એના સમ્યગ્દર્શન ગુણનો ઘાત થઇ જતાં વાર લાગે નહિ. કાજળની કોટડીમાં પેસવા છતાં પણ નિર્લેપ રહેવા જોગી દશા જેને પ્રાપ્ત થઇ હોય, તે જાણી-જોઇને કાજળની કોટડીમાં પેસવા જાય નહિ. માત્ર વાત એટલી જ કે-કર્મ ધક્કો મારીને કાજળની કોટડીમાં પેસાડે, ત્યારે આ પુણ્યવાન એવો સાવધ રહે કે-કાજળથી એ જરાય લેપાય નહિ. કર્મના ધક્કાને એ એવી રીતિએ નિળ કરે. પણ આવી કોટડી ગમે કોને ? જેનું હૈયું કાજળથી રંગાએલું હોય તેને ! જેના હૈયામાં ઉજાસ પ્રગટ્યો છે, તેને તો કાજળની કોટડીમાં રહેવાનું ય ગમે નહિ અને એમાં પેસવાનુંય ગમે નહિ. હૈયામાં ઉજાસ પ્રગટવા છતાં પણ એને કાજળની કોટડીમાં રહેવું પડે અગર કાજળની કોટડીમાં જવું પડે એ શક્ય છે અને એ વખતે તે પોતાની કાજળની કોટડીમાં પણ નિર્લેપ રહેવાની કળાનો Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ચોદ ગુણસ્થાનક ભાગ-૨ ઉપયોગ કરે. ત્યાં એ ચૂકે તો એના હૈયાનો ઉજાસ પણ ભાગી જાય. આ વાતને યથાર્થપણે નહિ સમજનારાઓ, આજે સમ્યગ્દર્શનના નામે પાપથી વિરામ પામવાની વાતોનો અને અવિરતિને ટાળનારી ક્રિયાઓનો વિરોધ કરી રહ્યા છે. સંસાર, એ કાજળની કોટડી છે. સમ્યગ્દર્શનથી હૈયે ઉજાસ પ્રગટે છે. એ ઉજાસના યોગે જીવને કાજળની કોટડીમાં પણ કાજળથી લેપાયા વિના જીવવાની કળા હસ્તગત થાય છે, પણ એના હૈયામાં પ્રગટેલો ઉજાસ એને એમજ કહે છે કે-અહીં રહેવું એ સારું નથી. આથી જો શક્ય હોય છે તો તો તે નીકળવા માંડે છે અને તેવી શક્યતા. નથી હોતી તો તે એક તરફ તે શક્યતાને મેળવવાના પ્રયત્નમાં લાગે છે અને બીજી તરફ કાજળની કોટડીમાં પણ કાજળથી નહિ લેપાવાની કળાનો ઉપયોગ કરે છે. આવી દશામાં જો જરા પણ ગદ્દત થઇ જાય, તો કેવું પરિણામ આવે, એ વિચારવા જેવું છે. જુદાં જુદાં કર્મોના ક્ષયોપશમોનાં કાર્યો : સમ્યગ્દર્શન ગુણને પામેલો આત્મા વિરતિ આદિની શુદ્ધ ક્રિયાવાળો જ હોવો જોઇએ, એવો નિયમ નથી. સમ્યગ્દર્શન ગુણને પામેલો આત્મા, ક્રમે કરીને શુદ્ધ આચારવાળો બનવાનો, એ નિશ્ચિત વાત છે; કારણ કે-એ પુણ્યાત્મા જે શુભ આત્મપરિણામને પામ્યો છે, તે શુભ આત્મપરિણામ નિર્મળ બનતે બનતે તથા શુશ્રુષાદિ ગુણો દ્વારા તે કર્મોના એવા ક્ષયોપશમાદિને સાધનારો બને છે, કે જેના યોગે તે શુધ્ધ ક્રિયાવાળો પણ બન્યા વિના રહે જ નહિ. વિરતિ અંગે અશુદ્ધ ક્રિયાના ત્યાગ તથા શુદ્ધ ક્રિયાના જ સ્વીકારને માટે જૂદા પ્રકારના ક્ષયોપશમની આવશ્યક્તા છે અને સમ્યગ્દર્શન ગુણને માટે જૂદા જ પ્રકારના ક્ષયોપશમની આવશ્યક્તા છે. જો કે મિથ્યાદ્રષ્ટિ આત્માઓ પણ બાહ્ય દ્રષ્ટિએ એટલે માત્ર દ્રવ્યથી દેશચારિત્ર અને સર્વચારિત્રવાળા પણ હોઇ શકે છે; પણ Page #214 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ અહીં તો જેવું બહારનું વર્તન, તેવો અન્તરનો પરિણામ-એવા શુદ્ધ આચારવાળા આત્માઓની અપેક્ષાએ વાત છે. માત્ર સમ્યગ્દર્શન ગુણને પામેલા આત્માઓમાં તો ભગવાન શ્રી જિનેશ્વરદેવોનાં વચનોને સાંભળવાની ઇચ્છા હોય છે, ચારિત્રધર્મનો રાગ હોય છે અને દેવ-ગુરૂની વૈયાવચ્ચનો નિયમ હોય છે. એની પાસેથી જો કોઇ વિરતિની એવી આશા રાખે કે- ‘આ આત્મા આટલી પણ વિરતિને નથી કરતો, તો એ સમ્યદ્રષ્ટિ શાનો ?' - તો એવી આશા રાખનારની એ આશા અસ્થાને છે. આ વિષયમાં સમજવું એ જોઇએ કે-જે કર્મના ક્ષોપશમથી સમ્યક્ત્વ ગુણ પ્રગટે છે, તે જ કર્મના ક્ષયોપશમથી વિરતિગુણ પ્રગટી શકતો નથી અને એથી જેઓ ‘વિરતિ નહિ હોવાના કારણે જ સમ્યક્ત્વનો પણ અભાવ છે' -એવું કહે, તે ઉત્સૂત્રભાષી જ છે. સમ્યગ્દર્શન ગુણ આવ્યા પછી જીંદગી પર્યન્ત પણ વિરતિને નહિ પામી શકનારા જીવો ય હોઇ શકે છે, કારણ કે-તેઓ પોતાના ચારિત્રમોહ કર્મના તેવા પ્રકારના ક્ષયોપશમાદિને સાધનારા બની શકતા નથી. સમ્યગ્દર્શન અને શુશ્રુષા આદિ ગુણોના સંબંધમાં શંકાઓ અને તેનાં સમાધાનો : ૨૦૩ આવા વિવેચન વખતે, કયા કર્મના ક્ષયોપશમાદિથી કર્યું કાર્ય બની શકે છે, એ વસ્તુને જાણનારને એવો પ્રશ્ન કરવાનું મન થાય એ સંભવતિ છે કે જો સભ્યદ્રષ્ટિ આત્માને ચારિત્રમોહનો ક્ષયોપશમ ન હોય, તો વિરતિ પણ ન હોય-એમ આપ કહો છો; તો આપ સમ્યદ્રષ્ટિ આત્મામાં શુશ્રુષાદિ ગુણો હોય છે-એવું પણ કહી શકો નહિ કારણ કે-શુશ્રુષાદિ ગુણો, એ જ્ઞાન અને ચારિત્રના અંશ રૂપ છે અને એથી જ્ઞાનાવરણીય-કર્મના, ચારિત્રમોહનીયકર્મના તથા વીર્યાન્તરાય-કર્મના ક્ષયોપશમ વિના શુશ્રુષાદિ ગુણો : Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ચૌદ વણસ્થાન ભાગ-૨ ––––– સંભવી શકે જ નહિ વાત સાચી છે કે-શુશ્રુષાદિ ગુણો જ્ઞાન અને ચારિત્રના અંશ રૂપ છે અને એથી એ ગુણોને પામવાને માટે જ્ઞાનાવરણીયકર્મ, ચારિત્રમોહનીય-કર્મ તથા વર્યાન્તરાય કર્મના ક્ષયોપશમની આવશ્યક્તા છે; પણ ઉપકારિઓ માને છે કે જે વખતે જીવા સમ્યકત્વના હેતુ રૂપ મિથ્યાત્વમોહનીય કર્મનો ક્ષયોપશમ કરે છે, તે વખતે તે જીવ એક્લા મિથ્યાત્વમોહનીય કર્મનો જ ક્ષયોપશમાં કરતો નથી પણ તેની સાથે સાથે જ તે જીવ જ્ઞાનાવરણીય કર્મનો પણ ક્ષયોપશમ કરે છે અને અનન્તાનુબધિ કષાય છે લક્ષણ જેનું એવા ચારિત્રમોહનીય કર્મ આદિનો પણ ક્ષયોપશમ કરે છે. સમ્યક્ત્વના હેતુ રૂપ મિથ્યાત્વમોહનીય કર્મના ક્ષયોપશમના અવસરે, જ્ઞાનાવરણીય કર્મ તથા અનન્તાનુબંધિ કષાયલક્ષણ ચારિત્રમોહનીય કર્મ આદિ કર્મોનો ક્ષયોપશમ પણ અવશ્યમેવા થાય છે. આથી સખ્યત્વના સદ્ભાવમાં શુશ્રુષાદિ ગુણોનો સદ્ભાવ અવશ્ય હોઇ શકે છે, એમ કહી શકાય. અહીં કોઇ એમ કહી શકશે કે- “શુશ્રુષાદિ ગુણો જ્ઞાનાવરણીય આદિ કર્મોના ચોપશમથી જ પ્રગટે છે-એ વાત જ્યારે કબૂલ છે, તો પછી સમ્યક્ત્વના સભાવમાં શુશ્રુષાદિ ગુણોનો સભાવ હોય છે એમ કેમ કહો છો ? સમ્યકત્વ તો મિથ્યાત્વમોહનીય કર્મના ક્ષયોપશમનું કાર્ય છે, માટે એમ કહેવું જોઇએ કે-શુશ્રુષાદિ ગુણો જ્ઞાનાવરણીય આદિ કર્મોના ચોપશમના સદ્ભાવે હોય છે.” પણ આવું કહેનારને ઉપકારિઓ સમજાવે છે કે- “કેવલ જ્ઞાન, એ કેવલજ્ઞાનાવરણકર્મના ક્ષયથી જ પ્રગટે છે અને તેમ છતાં પણ એમ કહેવાય છે કે-કષાયોનો સર્વથા ક્ષય થયે છતે કેવલજ્ઞાન પ્રગટે છે; અથવા તો સમ્યક્ત્વ એ મિથ્યાત્વના ક્ષયોપશમાદિથી જ લભ્ય હોવા છતાં પણ એમ કહેવાય છે કે Page #216 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ૨૦૫ અનન્તાનુબધેિ રૂપ ચારિત્રમોહનીયનો ઉદય જ્યાં સુધી વર્તતો હોય છે, ત્યાં સુધી જીવ સમ્યક્ત્વને પામી શકતો નથી. બસ, એવી જ રીતિએ એમ પણ કહી શકાય કે-સમ્યક્ત્વના સર્ભાવમાં શુશ્રુષાદિ ગુણો અવશ્ય પ્રગટે છે.” હજુ પણ અહીં જો પ્રશ્ન ઉપસ્થિત કરવો હોય તો તેમ કરી શકાય તેમ છે. હજુ પણ અહીં એમ પૂછી શકાય કે વૈયાવચ્ચનો નિયમ એ તપનો ભેદ છે એટલે તે ચારિત્રના અંશ રૂપ છે એ નક્કી વાત છે અને સમ્યક્ત્વના સભાવમાં વૈયાવચ્ચ અવશ્ય હોઇ શકે એમ આપ કહો છો, તો અવરિત સમ્યગ્દષ્ટિના ગુણસ્થાનકનો અભાવ થઇ જવાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે; કારણ કે-જો અવિરત સમ્યગ્દષ્ટિનું ગુણસ્થાનક હોય તો એ સ્થાને વિરત-સમ્યગ્દષ્ટિપણું હોઇ શકે નહિ અને વિરત-સમ્યગ્દષ્ટિપણું જો એ સ્થાને હોય તો એ સ્થાનને અવિરત-સમ્યગ્દષ્ટિનું ગુણસ્થાનક કહી શકાય નહિ.” વાત સાચી છે કે વિરત સખ્યદ્રષ્ટિ આત્મા અવિરતા સમ્યગ્દષ્ટિઓના ગુણસ્થાનકે એટલે ચોથા ગુણસ્થાનકે હોઇ શકે જ નહિ; વિરત-સમ્યગ્દષ્ટિ આત્માઓ તો પાંચમા-છઠ્ઠા આદિ ગુણસ્થાનકોએ જ હોઇ શર્ક; પરન્તુ આ વાત જેમ સાચી છે, તેમાં એ વાત પણ સાચી છે કે-વૈયાવચ્ચનો નિયમ એ તપનો ભેદ હોવાથી ચારિત્રના જ અંશ રૂપ છે. આમ આ બન્નેય વાતો સાચી હોવા છતાં પણ, અવિરત સમ્યગ્દષ્ટિ આત્માઓ, વૈયાવચ્ચના નિયમવાળા હોઇ શકે જ નહિ, એમ કહેવું તે બરાબર નથી : કારણ કે-વૈયાવચ્ચના નિયમ રૂપ ચારિત્ર, એ એટલું બધું અલ્પ ચારિત્ર છે કે-તેની અચારિત્ર તરીકે વિવક્ષા થઇ શકે છે. જેમ સંમૂચ્છિમ જીવો કાંઇ સર્વથા સંજ્ઞાહીન હોતા જ નથી; જો તે જીવોને સર્વથા સંજ્ઞાહીન કહેવામાં આવે, તો તો તેમને જીવ તરીકે મનાય જ નહિ; સર્વથા સંજ્ઞાહીન તો જડ જ હોઇ શકે; એટલે સમૂચ્છિમ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ જીવો સંજ્ઞાવાળા તો હોય જ છે, પણ તે જીવોની તે સંજ્ઞા એવી હોય છે કે-એ સંજ્ઞાને આગળ કરી શકાય નહિ અને એથી વિશિષ્ટ સંજ્ઞાના અભાવે સંમૂર્છિમ જીવોને અસંજ્ઞી તરીકે કહેવાય છે; તેમ વૈયાવચ્ચના નિયમ રૂપ ચારિત્ર સમ્યદ્રષ્ટિ આત્માઓમાં હોય છે, તો પણ તેઓને અવિસ્ત-સમ્યદ્રષ્ટિ જરૂર કહી શકાય છે અને એથી અવિરત સમ્યદ્રષ્ટિ ગુણસ્થાનકનો અભાવ થવાનો પ્રસંગ પ્રાપ્ત થતો નથી. વિરતસમ્યદ્રષ્ટિ આત્માઓ તરીકે તો મહાવ્રતો અથવા અણુવ્રતો આદિ રૂપ ઘણા ચારિત્રને પામેલા સમ્યદ્રષ્ટિ આત્માઓને જ ગ્રહણ કરવાના છે. વિરતિ ન હોય તોય શુશ્રુષાદિ હોય ઃ આ બધી વાતો ઉપરથી સમજી શકાય તેમ છે કેઅવિરતિવાળા સભ્યદ્રષ્ટિ આત્માઓ માટે શું સંભવી શકે અને શું સંભવી શકે નહિ ? વિરતિના અભાવ માત્રથી આપણે કોઇને પણ મિથ્યાદ્રષ્ટિ કહી શકીએ નહિ. સમ્યદ્રષ્ટિ આત્મા તેને તે ભવમાં મહાવ્રતાદિ રૂપ અગર અણુવ્રતાદિ રૂપ વિરતિને પામે જએવો પણ નિયમ નથી. સમ્યગ્દર્શનને પામેલો આત્મા મરતાં સુધી સમ્યક્ત્વને ગુમાવે નહિ, પ્રાપ્ત સમ્યક્ત્વને સાથે લઇને પરભવમાં જાય અને તેમ છતાં પણ સમ્યક્ત્વપ્રાપ્તિના ભવમાં અગર તો તે પછીના તરતના ભવમાં ય વિરતિને પામે નહિ-એ શક્ય છે. આ વાત સાથે એ વાત પણ ધ્યાનમાં રાખવાની છે કે-સમ્યગ્દર્શન ગુણને પામેલો આત્મા વિરતિને ન પામે એ પણ જેમ શક્ય છે, તેમ તે સામગ્રીસંપન્ન દશામાં શુશ્રુષાહીન હોય, ચારિત્રધર્મના રાગથી રહિત હોય અગર તો દેવ-ગુરૂની વૈયાવચ્ચના નિયમ વિનાનો હોય, એ અશક્ય છે. અહીં આપણે ભાવશ્રાવકની વાત ચાલે છે. શ્રાવકધર્મનો અધિકાર આ વિંશિકામાં છે. આ દ્રષ્ટિએ સામગ્રીસંપન્ન સમ્યદ્રષ્ટિ આત્માઓની આ વાત છે અને એથી Page #218 -------------------------------------------------------------------------- ________________ થાક ભાd - ૨ ૨૦૭ એમ કહી શકાય કે- ભાવશ્રાવકો કમથી કમ ધર્મશાસ્ત્રોને સાંભળવાની ઇચ્છાથી રહિત હોઇ શકે નહિ, ચારિત્રધર્મના રાગથી રહિત પણ હોઇ શકે નહિ અને દેવ-ગુરૂની વૈયાવચ્ચના નિયમથી. પણ રહિત હોઇ શકે નહિ. આવા પણ શ્રાવકો એટલે સંયોગાદિ મુજબ જીવનભર સદ્ગુરૂઓના મુખે ધર્મશાસ્ત્રોનું શ્રવણ કરનારાઓ, ચારિત્ર ધર્મના રાગથી રંગાએલાઓ અને દેવ-ગુરૂની વૈયાવચ્ચના નિયમવાળાઓ પણ જીવનભર અણુવ્રતાદિ રૂપ દેશવિરતિના પરિણામોને પણ પામી શકે નહિ-એ શક્ય છે. ર્મની વિચિત્રતા : સામાન્ય રીતિએ તો એમ જ કહેવાય કે-એવાં તે પુણ્યાત્માઓ દેશવિરતિના અને સર્વવિરતિના પરિણામોને સહેલાઇથી પામી શકે છે તેમજ શુશ્રુષા આદિ ગુણો એ વિરતિને એટલે વિરતિના પરિણામોને પ્રગટાવનારા ચારિત્રમોહનીય-કર્મના ક્ષયોપશમને સાધવામાં આત્માને અનુપમ કોટિની સહાય કરે છે, પણ સૌનાં કર્મ અને સૌની ભવિતવ્યતા આદિ સરખા નથી હોઇ શકતાં. સમ્યગ્દર્શન ગુણને પામીને જીંદગીભર શ્રી જિનવચનનું શ્રવણ આદિ રસિકતાથી અને રૂચિપૂર્વક કરે અને તેમ છતાંય જેમનામાં ચારિત્રના પરિણામ જીવનભરમાં પ્રગટે જ નહિ, એવાં કર્મ અને એવી ભવિતવ્યતા આદિવાળા આત્માઓ પણ હોઇ શકે છે. આ વાત ખ્યાલમાં હોય તો, અવિરત સમ્યગ્દષ્ટિ આત્માઓની અવગણનાથી ઘણી સહેલાઇથી બચી શકાય. જેઓ કર્મની વિચિત્રતાને સમજે છે, તેઓને આ સંસારમાં જે કાંઇ બને તેથી આશ્ચર્ય થતું નથી. એ તો અવ્ય વસ્તુ પણ બને, તો પણ માને કે-એય સંભવિત છે. આત્માએ તો સારાના શોધક બનવું. તમને આજે સમ્યગ્દર્શનાદિ વિષે આટલું કહેવાય છે અને તેમ છતાંય તમારામાંના એકેયને કદાચ એની લેશ માત્ર પણ સારી અસર Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ થયેલી જણાય નહિ, તો એથી અમને આશ્ચર્ય થાય નહિ. અમને દયા આવે એ બને, પણ કર્મોની વિચિત્રતાનો ખ્યાલ હોવાથી ન તો આશ્ચર્ય ઉપજે કે ન તો તમારા તરફ તિરસ્કારભાવ જન્મે. કર્મોના ઉદય યોગે શું શું બની શકે છે, એનો જે આત્માઓને સાચો ખ્યાલ આવી જાય છે, તે આત્માઓનું અન્તઃકરણ ભાવદયાથી ભરપૂર બની જાય છે. એને ગમે તેવા પાપિનું પણ બુરું ચિત્તવવાનું પણ મન થતું નથી, તો તેનું બૂરું કરવાનું મન તો થાય જ શાનું ? સખ્યદ્રષ્ટિનો મૃતધર્મનો રાગઃ ભાવ શ્રાવકમાં શુક્રૂષા, ચારિત્રધર્મનો રાગ અને દેવ-ગુરૂની વૈયાવચ્ચનો નિયમ તો અવશ્ય હોય છે. શ્રી જૈનશાસનમાં ભાવ શ્રાવકની શુશ્રષાનો પણ ખાસ પ્રકાર વર્ણવાએલો છે. આમ તો શુશ્રષાનો અર્થ થાય “સાંભળવાની ઇચ્છા' પણ શું સાંભળવાની ઇચ્છા અને તે ઇચ્છા પણ કેવી પ્રબળ, એ વાતેય સમજી લેવા જેવી છે. જીવ સમ્યગ્દર્શનને પામ્યો, એટલે તત્વાર્થ શ્રદ્ધાનના કારણને પામ્યો. આ કારણ એવું છે કે જો સામગ્રી મળે તો એ પોતાના કાર્યને નિપજાવ્યા વિના રહે નહિ. સ. એ શું? મિથ્યાત્વ મોહનીય કર્મના ક્ષયોપશમાદિથી જન્ય રૂચિ રૂપ આત્મપરિણામ વિશેષ, એને ઉપકારિઓ સમ્યક્ત્વ કહે છે અને તત્વની શ્રદ્ધાને ઉપકારિઓ સમ્યક્ત્વનું કાર્ય કહે છે. સખ્યત્વ હોય તો જ સાચું તત્વશ્રદ્વાન હોઇ શકે અને જ્યાં જ્યાં સાચું તત્વશ્રદ્વાન હોય ત્યાં ત્યાં સખ્યત્વ અવશ્યમેવ હોય. આમ બન્ને વાક્યો કહી શકાય. આથી કાર્યમાં કારણનો ઉપચાર કરીને એમ પણ કહેવાય છે કે-તત્વાર્થ શ્રદ્વાન એ સમ્યક્ત્વ છે, કારણ કેસામગ્રીસંપન્ન અવસ્થામાં તત્વાર્થશ્રદ્ધાન રૂપ કાર્ય, સમ્યક્ત્વ રૂપ Page #220 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ભાગ-૨ ૨૦૯ – – – – – – – – – – – – – – – – – – – – –– કારણના યોગે અવશ્યભાવિ કાર્ય છે. તત્વાર્થશ્રદ્ધાન એટલે ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ માવેલા જીવાદિ તત્વભૂત પદાર્થોનું શ્રદ્વાન. આવી તત્વરૂચિ જન્મે, એટલે આત્માને ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ માવેલા તત્વસ્વરૂપને જાણવાની ઇચ્છા થયા વિના રહે જ નહિ. ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ ક્રમાવેલા તત્વસ્વરૂપને જાણવાની ઇચ્છા થાય, એટલે ધર્મશાસ્ત્રોનું શ્રવણ કરવાની ઇચ્છા પણ થાય જ : કારણ કે-ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ માવેલું તત્વસ્વરૂપ ધર્મશાસ્ત્રોમાં જ વર્ણવાએલું છે. સમ્યગ્દષ્ટિ આત્મા સબોધ મેળવવાને ખૂબ જ આતુર હોય છે અને ધર્મશાસ્ત્રોનું શ્રવણ એ સમ્યગ્દષ્ટિ આત્માઓને માટે તો સબોધનું અવધ્ય કારણ છે; આથી સખ્યદ્રષ્ટિ આત્માઓને ધર્મશાસ્ત્રોનું શ્રવણ કરવાની પ્રબળ ઇચ્છા થાય છે. ધર્મશાસ્ત્રોનું શ્રવણ કરવાની સમ્યગ્દષ્ટિ આત્માઓની ઇરછા કેટલી પ્રબળ હોય છે, એ વસ્તુનો ખ્યાલ આપવાને માટે શાસ્ત્રકાર પરમર્ષિઓએ કામી જનનું ઉદાહરણ આપ્યું છે કામી આત્માઓને ગીતના શ્રવણનો જે રાગ હોય છે, તેનાથી પણ અધિક રાગ સખ્યદ્રષ્ટિ અત્માઓને ધર્મના શ્રવણનો હોય છે. કામી પણ સામાન્ય નથી સમજવાનો. વયે યુવાન, કામકળાઓમાં કુશળ અને કાન્તાથી પરિવરેલો-એવા કામી જનને કિન્નરગાનના શ્રવણનો પ્રસંગ પ્રાપ્ત થાય, તો એ કિન્નરગાનના શ્રવણમાં એને જે રાગ હોય છે, તેના કરતાં પણ અધિક દ્રઢ રાગ સમ્યગ્દષ્ટિ આત્માઓને ધર્મશ્રવણમાં હોય છે. સખ્યદ્રષ્ટિનો ચારિત્રધર્મનો રાગ : સખ્યદ્રષ્ટિ આત્માઓને જેમ શ્રુતધર્મનો રાગ આવા પ્રકારનો હોય છે, તેમ સચદ્રષ્ટિ આત્માઓને ચારિત્રધર્મનો રાગ પણ અસામાન્ય કોટિનો હોય છે. સમ્યગ્દષ્ટિ આત્માઓના Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ચોદ |Pસ્થાન ભાગ-૨ ચારિત્રધર્મ ઉપરના રાગની પ્રબળતાનો ખ્યાલ આપવાને માટે શાસ્ત્રકાર પરમર્ષિઓએ, ભૂખ્યા બ્રાહ્મણનું ઉદાહરણ આપ્યું છે. સામાન્ય સંજોગોમાં પણ બીજાઓના કરતાં બ્રાહ્મણોમાં ધૃતપૂર્ણ ભોજની અભિલાષા વિશેષ પ્રમાણમાં હોય છે. તેમાં પણ જો કોઇ બ્રાહ્મણે અટવીને લંઘી હોય, અટવીમાં કાંઇ જ ખાવા-પીવાનું મળ્યું ન હોય એટલે ભૂખ જોરદાર બની હોય, પેટ જાણે પાતાળમાં પેસી ગયું હોય અને એથી ખાવાનું જે મળી જાય તેનાથી પોતાની ભૂખને શમાવવાની તીવ્ર ઇચ્છા થઇ હોય, તેમાં જ એની નજરે ધૃતપૂર્ણ ભોજન ચઢે, તો એ ભોજન ઉપર એને કેવોક રાગ થાય ? એ ભોજનને મેળવવાને માટે એ શક્તિમાન બને અગર, શક્તિમાન ન બને-એ વાત જુદી છે; પોતાના કર્મદોષ આદિના. કારણે એ બ્રાહ્મણ એ ભોજનને ન મેળવી શકે-એય શક્ય છે; પણ નજરે ચઢેલા એ ભોજનને વિષે એનો રાગ કેવોક હોય ? એના એ રાગની કલ્પના કરી લ્યો અને સમજે કે-સખ્યદ્રષ્ટિ આત્માઓમાં ચારિત્રધર્મનો રાગ એથી પણ અધિક હોય છે. આ અવિરત સખ્યદ્રષ્ટિની વાત છે. વિરતિવાળા સમ્યગ્દષ્ટિ આત્માઓ તો એવા હોય છે કે-પેલો બ્રાહ્મણ એણે દેખેલા ધૃતપૂર્ણ ભોજનને જ્યારે મેળવી શકે, ત્યારે એને જેમ એ ભોજનનું ભક્ષણ કરવા સિવાયનું કોઇ લક્ષ્ય હોતું નથી અને એને જેમ એ ભોજનના ભક્ષણમાં અનુપમ તથા અપૂર્વ સ્વાદનો અનુભવ થાય છે. તેમ વિરતિધર્મને પામેલા આત્માઓ વિરતિના પાલન સિવાયના કોઇ લક્ષ્યવાળા હોતા નથી તેમજ વિરતિના પાલનમાં એ પુણ્યાત્માઓ અનુપમ અને અપૂર્વ સ્વાદનો અનુભવ કરે છે. સર્વવિરતિને પામેલા સમ્યગ્દષ્ટિ આત્માઓ જ્યારે આવા હોય છે, ત્યારે સર્વવિરતિ ને પામવા જોગો કર્યદોષ જેઓનો ટળ્યો નથી અને થોડો ઘણો કર્મદોષ ટળવાના યોગે જેઓ દેશવિરતિપણાને જ પામી શક્યા છે, એવા સમ્યગ્દદ્રષ્ટિ આત્માઓની દશા પણ, પેલા ભૂખથી પીડાતા બ્રાહ્મણને Page #222 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાd -૨ ૨૧૧ થોડું ભોજન મળવાથી થતી દશા જેવી હોય છે. પેલા બ્રાહ્મણને જ્યારે ધૃતપૂર્ણ ભોજન થોડા પ્રમાણમાં મળે, ત્યારે એ પોતાને મળેલા થોડા ભોજનના ભક્ષણમાં જેમ એવી કાળજીવાળો બને છે કે-એ ભોજનનો એક અણુ પણ એળે જવા દે નહિ અને એ ભોજનનો એને જેમ એવો સ્વાદ લાગે છે કે-બાકીના ભોજનને મેળવવાને માટેની એની ઇચ્છા ઉલટી વધી જાય છે, તેમ દેશવિરતિપણાને પામેલા સભ્યદ્રષ્ટિ આત્માઓ દેશવિરતિ-ધર્મના પાલનમાં એવા જ કાળજીવાળા બને છે અને સર્વવિરતિને પામવાની તેમની ઇચ્છા પણ વધારે વેગવતી બની જાય છે, કારણ કે-તેમને વિરતિના આસ્વાદનો પણ અનુભવ થાય છે. ભાવથી શુદ્ધ ચિત્તવાળા : આ વાત અહીં એ માટે કરવામાં આવી છે કે-આ નવમી વિંશિકાની પહેલી ગાથામાં પરમ ઉપકારી શાસ્ત્રકાર પરમર્ષિએ ભાવશ્રાવક કેવો હોય અને એ ભાવશ્રાવક પણ કેવો ? કે જે અવિરત સમ્યગ્દષ્ટિ હોય, તે ઉત્તમ શ્રાવક કેવો હોય ? -એ દર્શાવતાં તેને ભાવથી શુદ્ધ ચિત્તવાળા તરીકે ઓળખાવેલ છે. અવિરત સમ્યગ્દષ્ટિ આત્મામાં પણ ચારિત્રધર્મનો રાગ કેવો હોય છે. તે આપણે ભૂખથી પીડાતા બ્રાહ્મણના દ્રષ્ટાન્નથી જોયું. મૃતધર્મના રાગની સફ્લતા પણ ચારિત્રધર્મના રાગને જ આભારી છે. ભગવાને કહેલા ચારિત્રધર્મને જાણવા અને પામવાના હેતુવાળો જ મૃતધર્મનો રાગી હોય છે. શ્રુતધર્મનો રાગ હોય અને ચારિત્રધર્મનો રાગ ન હોય, તો એ કહેવાતો કૃતધર્મનો રાગ એ સાચી કોટિનો શ્રુતધર્મનો રાગ નથી. મૃતધર્મનો રાગ એ જ્ઞાનનો રાગ છે અને ચારિત્રધર્મનો રાગ એ વિરતિનો રાગ છે. ઉપકારિઓએ માવ્યું છે કે આત્માનો મોક્ષ જ્ઞાન અને ક્રિયાના યોગથી થાય છે. “જ્ઞાનયામ્યાં મોક્ષ:” સમ્યગ્દષ્ટિ આત્માઓને Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ચૌદ ગુણસ્થાન ભાગ-૨ માટે જ આ વાત છે. સમ્યગ્દર્શનને પામીને જ્ઞાન અને ક્રિયાની આરાધના કરવા દ્વારા જીવ મોક્ષને પામી શકે છે, એટલે સખ્યદ્રષ્ટિ આત્માઓમાં મૃતધર્મનો રાગ પણ હોય અને ચારિત્રધર્મનો રાગ પણ હોય. મૃતધર્મનો સાચો રાગ હોય અને ચારિત્રધર્મનો રાગ ન હોય, એ બને જ નહિ. હેયોપાદેયના વિવેક વિનાનું જ્ઞાન પણ અજ્ઞાન ગણાય છે અને હેયોપાદેયના વિવેકપૂર્વકના જ્ઞાનનો રાગ તો સૂચવે છે કે-એ આત્મા હેયના ત્યાગનો અને ઉપાદેયના સ્વીકારનો અભિલાષી છે. અવિરતિ સખ્યદ્રષ્ટિ આત્માઓ હેય ક્રિયાઓથી રહિત જ અને ઉપાદેય ક્રિયાઓથી સમલંકૃત જ હોતા નથી; ક્રિાઓની દ્રષ્ટિએ જોઇએ, તો તેમને શુદ્ધ ક્વિાવાળા કહી શકાય જ નહિ, તેમની વાણી પણ પાપરહિત જ હોય એમેય કહી શકાય નહિ; પણ તેઓ ભાવથી શુદ્ધ ચિત્તવાળા હોય છે, એમ જરૂર કહી શકાય; કારણ કેતેઓમાં સમ્યક્ત્વ રૂપ શુભ આત્મપરિણામ તો પ્રગટેલો જ છે અને એથી તેઓમાં મૃતધર્મનો તથા ચારિત્રધર્મનો રાગ પણ છે. સમ્યગ્દષ્ટિનો રાગ અને વિરાગઃ એ આત્માઓની એવી દશા હોય છે કે-જે ક્રિયાઓ એમને વસ્તુતઃ ગમે છે, તે ક્રિયાઓને આચરવાને તેઓ અસમર્થ છે અને જે ક્રિયાઓ એમને વસ્તુતઃ નથી ગમતી, તે ક્રિયાઓને તેઓ છોડી શકતા નથી. અહીં કોઇને પૂછવું હોય તો તે પૂછી શકે કે - “તો શું અવિરતિવાળા સમ્યગ્દષ્ટિ આત્માઓ સંસારની જે ક્રિયાઓ કરે છે, તે રાગ વિના જ કરે છે ?' આવા પ્રશ્નના જવાબમાં “હા” પણ કહી શકાય અને “ના” પણ કહી શકાય. અવિરત સમ્યગ્દષ્ટિ આત્માઓ સંસારની જે ક્રિયાઓ કરે છે, તે રાગરહિતપણે કરે છે-એવું એ અપેક્ષાએ કહી શકાય કે-સંસારની ક્રિયાઓ તરક્કો તેમનો જે ઉપાદેયપણાનો રાગ હતો, તે રાગ સમ્યગ્દર્શનની હયાતિમાં રહેવા પામ્યો નથી, એટલું જ નહિ પણ Page #224 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ભાગ-૨ ૨૧૩ સંસારની ક્રિયાઓ તજવા જેવી જ છે-એવો સંસાર પ્રત્યેનો વિરાગભાવ પણ એ આત્માઓમાં પ્રગટેલો જ છે. અવિરત સમ્યગ્દષ્ટિ આત્માઓ, તેમને તેમના અનન્તાનુબંધિ કષાયોનો ઉદય નહિ હોવાથી આવી ઉત્તમ દશાને પામેલા છે, પણ બાકીના ત્રણ પ્રકારના એટલે અપ્રત્યાખ્યાનાવરણીય, પ્રત્યાખ્યાનાવરણીય અને સંજ્વલન કષાયોનો ઉદય તો તેઓને છે જ, એટલે એ કષાયો પણ કામ તો કરે ને ? અપ્રત્યાખ્યાનાવરણીય આદિ કષાયોનો ઉદય હોય તો સખ્યદ્રષ્ટિ આત્માઓને પણ સંસારની ક્રિયાઓમાં તે ક્રિયાઓને કરવાજોગો રાગ તો થાય જ અને એ દ્રષ્ટિએ અવિરત સમ્યગ્દષ્ટિ આત્માઓ સંસારની ક્રિયાઓ રાગથી કરે છે એમ પણ કહી શકાય, પણ સમ્યગ્દર્શન ગુણના યોગે એ રાગને મહત્વ મળતું નથી. અપ્રત્યાખ્યાનાવરણીય આદિ કષાયોનો ઉદય જેમ અવિરતિની ક્રિયાઓના રાગને જન્માવે તેમ આ રાગ અને આ ક્રિયાઓ પણ તજવા યોગ્ય જ છે-એવો ભાવ સમ્યગ્દર્શન ગુણ પ્રગટાવે. અવિરત સખ્યદ્રષ્ટિ આત્માનો સંસારનો રાગ પાંગળો હોય છે અને મૃતધર્મ તથા ચારિત્રધર્મ વિષેનો એનો રાગ અતિશય પ્રબલ હોય છે, એટલે સખ્યદ્રષ્ટિ આત્માઓને પણ વિરાગી કહી શકાય. આમ છતાં પણ, કેવળ બહારની ક્રિયાઓને જોનારને સમ્યગ્દષ્ટિ આત્માના આ મનોભાવનો ખ્યાલ આવે શી રીતિએ ? રાગનો ભેદ એ માનસિક વસ્તુ છે અને માનસિક વસ્તુનો ખ્યાલ તો સાચા વિવેકિઓને જ આવી શકે ને ? છોડે એટલી બાંધે ઃ સ. સમ્યગ્દષ્ટિ જીવોનો મૃતધર્મ તથા ચારિત્રધર્મનો રાગ એટલો બધો પ્રબળ હોય અને સંસારનો રાગ પાંગળો હોય, તો એ પાંગળા રાગને કાઢી નાખતાં સમ્યગ્દષ્ટિ આત્માઓને વાર લાગે જ નહિ ને ? Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ સ્થાનકે મા-૨ એમ પણ એકાન્ત કહી શકાય નહિ. જેવું કર્મ. આત્માને વિરતિ નહિ પામવા દેનાર ચારિત્રમોહનીય કર્મ છે. ચારિત્રધર્મના રાગથી ચારિત્રમોહનીય કર્મના ક્ષયોપશમને સાધી શકાય છે. સમ્યગ્દર્શનને પામેલો આત્મા ચારિત્રમોહનીય કર્મની સ્થિતિને ઘટાડતો જ જાય છે, પણ કેટલીક વાર એવું બને છે કે-સખ્યદ્રષ્ટિ આત્માની ચારિત્રમોહનીય-કર્મની સ્થિતિ, દેશવિરતિને પામવામાં પણ અંતરાય કરી શકે નહિ એટલીય ઘટી ન હોય, ત્યાં તો પાછી સમ્યકત્વની પ્રાપ્તિ પછી જેટલી સ્થિતિ ઘટી હોય તેટલી સ્થિતિને જીવ બાંધી લે છે. અહીં આપણે તેવા પ્રકારની ભવિતવ્યતાને જ પ્રધાન કારણ રૂપે માનવી પડે. ધમોંપગ્રહદાનને મુખ્યતા : અવિરત સભ્યદ્રષ્ટિઓ પાપક્રિયાઓના ત્યાગવાળા હોતા નથી, પણ પાપક્રિયાઓ તજવા યોગ્ય જ છે અને મારે આ પાપક્રિયાઓના ત્યાગી બનવું જ જોઇએ, એવો ભાવ તો એ આત્માઓમાં હોય જ છે. આ સાથે તેઓ મૃતધર્મના તથા ચારિત્રધર્મના પણ પ્રબલ રાગવાળા હોય છે, એટલે આવા આત્માઓ ભાવથી શુદ્ધ ચિત્તના સ્વામી હોય છે, એમ માનવામાં અને કહેવામાં કશી જ હરકત આવતી નથી. આવા આત્માઓ ગુરૂઓની વિશ્રામણા અને દેવોની પૂજા આદિના નિયમવાળા હોય, એ સ્વાભાવિક જ છે. આવા આત્માઓને સદ્દગુરૂઓની સેવા અને ભગવાન શ્રી જિનેશ્વરદેવોની પૂજા મારે અવશ્ય કરવી જોઇએ, એમ થયા વિના રહે જ નહિ. આ વાત આ વિંશિકાની પહેલી ગાથામાં “ધર્મોપગ્રહદાનાદિથી યુક્ત” એવા વિશેષણ દ્વારા જણાવવામાં આવી છે દાન અને પૂજાના સંબંધમાં આપણે સાતમી અને આઠમી વિંશિકામાં વિચારી આવ્યા છીએ. સમ્યગ્દષ્ટિ ગૃહસ્થ પોતાની શક્તિના પ્રમાણમાં પણ પોતે સદ્ગુરૂઓના મુખે શ્રવણ Page #226 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ૨૧૫ કરેલ ધર્મને અને ધર્મના તત્વજ્ઞાનને પણ પોતાના કુટુંબ આદિને સંભળાવવા દ્વારા જ્ઞાનદાનનો લાભ મેળવી શકે છે. એ પુણ્યાત્મા, મહાપુરૂષોને પણ જ્ઞાનની સામગ્રી આપીને તેમજ બીજા આત્માઓને પણ હેયોપાદેયના વિવેકને જન્માવનારા જ્ઞાનની પ્રાપ્તિમાં સહાયક બનીને જ્ઞાનદાનનો લાભ મેળવી શકે છે. એ પુણ્યાત્મા પોતાની શક્તિના પ્રમાણમાં અભયદાનનો દાતા પણ અવશ્ય હોય છે. આમ છતાં પણ અહીં ધર્મોપગ્રહદાનને મુખ્યતા આપવામાં આવી છે, એ સૂચવે છે કે-ધર્મોપગ્રહદાન એ શ્રાવકોને માટે ઘણી જ મહત્ત્વની વસ્તુ છે. ધર્મોપગ્રહદાન દેવાને માટે દાતારે પાબાપાત્ર આદિની વિચારણા અવશ્ય કરવાની હોય છે. મધ્યાહની પૂજામાં લીનતાનો શ્રી પેથડશા મંત્રીશ્વરનો એક પ્રસંગ : આપણે ત્યાં પેથડશા નામના મંત્રી થઇ ગયા છે. માલવ દેશના એ મોટા મંત્રી હતા. માલવ દેશનો રાજા મંત્રીશ્વર પેથડશાને બહુ માનતો હતો. પણ મંત્રી પેથડશા માનતા હતા કે આ બધું પુસ્યાધીન છે. એટલે, એમને હૈયે હુંફ ધર્મની હતી, પણ મંત્રિપણા વગેરેની નહિ હતી. આથી જ, મોટા મંત્રીશ્વર હોવા છતાં પણ, પેથડશા ત્રિકાલ શ્રી જિનપૂજા નિયમિત કરતા હતા. એક વાર એવું બન્યું કે-અવન્તિની સીમમાં પર રાજ્યનું સેન્થ આવી પહોંચ્યું. પર રાજ્યનું સૈન્ય અચાનક આંગણે આવી પહોંચ્યાનું જાણીને, માલવ દેશના રાજાએ એ સેલ્થને લઇને લડવા આવનાર રાજાની સાથે સંધિની વાતચીત કરવાનો નિર્ણય કર્યો. રાજાએ તરત જ રાજ્યમાં જ્યોતિષનો જે મોટો જાણકાર હતો, તેને બોલાવ્યો; અને, તેને મુહૂર્ત જોવાનું કહ્યું. જ્યોતિષએ કહ્યું કે-આજે મધ્યાહ્ન કાળની વેળાથી પૂર્વેની એક ઘડી અને મધ્યાહ્ન કાળની વેળાથી પછીની એક ઘડી, એટલા સમયમાં વિજય Page #227 -------------------------------------------------------------------------- ________________ – – – - - ૨૧૬ - ચોદ ગુણસ્થાનક ભાગ-૨ નામનો યોગ છે અને તે યોગ સર્વ કાર્યમાં સિદ્ધિ આપનારો છે. રાજાએ એ વિજય નામના યોગમાં પ્રયાણ કરવાનો નિર્ણય કર્યો, પણ તે પહેલાં મંત્રી જોડે મંત્રણા તો કરી લેવી જોઇએ ને ? આથી રાજાએ શ્રી પેથડશા મંત્રિને બોલાવી લાવવાને માટે પોતાનો માણસ મંત્રીશ્વરના ઘરે મોકલ્યો. અહીં બનેલું એવું કે-મંત્રીશ્વર મધ્યાહ્ન કાળની પૂજામાં બેઠા હતા અને વિવિધ પુષ્પોથી પ્રભુજીની અંગરચના કરતા હતા. મંત્રીશ્વર રોજ પોતાના એક માણસને સ્નાનાદિ કરાવીને અને શુદ્ધ વસ્ત્ર પહેરાવીને પોતાની પાછળ બેસાડતા હતા અને એ માણસ મંત્રીશ્વરને પ્રભુજીની અંગરચનામાં જરૂરી પુષ્પ ક્રમવાર આપ્યું. જતો હતો. એટલે, મંત્રીશ્વરને પુષ્પ લેવા માટે પણ ભગવાન ઉપરથી નજર ખસેડવી પડતી નહિ અને એકાગ્રપણે તેઓ અંગરચના કરી શકતા હતા. રાજાનો માણસ મંત્રીશ્વરને તેડવા મંત્રીશ્વરના ઘરે આવ્યો. મંત્રીશ્વરની પત્નીને તેણે કહ્યું કે- “મહારાજા બહુ અગત્યના કામે જલ્દીથી મંત્રીશ્વરને બોલાવે છે.” મંત્રીશ્વરની પત્નીએ તેને કહ્યું કે- “હમણાં તો મંત્રીશ્વર નહિ મળી શકે, કેમ કે-તેમનો આ દેવપૂજાનો સમય છે.” રાજાનો માણસ પાછો જાય છે, પણ એની મંત્રીશ્વરની પત્નીને ચિત્તા થતી નથી. રાજાના માણસને આમ ભગવાનની પૂજાનો સમય કહીને પાછો જવા દેવાય ? હા; ગમે તે થાય તો પણ પૂજામાં તો વિક્ષેપ કરાય જ નહિ, એમ એ બાઈ માનતી હશે ને ? પેલા માણસે રાજા પાસે પહોંચીને, મંત્રીશ્વરની પત્નીએ આપેલો જવાબ રાજાને કહી સંભળાવ્યો, પણ રાજાને મુહૂર્તની ચિન્તા હતી. મુહૂર્તની વેળા જતી રહે, એ રાજાને ગમતું નહોતું. આથી રાજાએ મંત્રીશ્વરના ઘરે બીજા દૂતને મોકલ્યો. બીજા દૂતે પણ મંત્રીશ્વરના ઘરે આવીને મંત્રીશ્વરની દાસી, કે જે દ્વાર પાસે Page #228 -------------------------------------------------------------------------- ________________ ચોદ ગુણસ્થાનક ભાd-૨ ૨૧૭ ઉભી હતી, તેને રાજાની આજ્ઞા કહી સંભળાવી. મંત્રીશ્વરની પત્નીએ સાંભળ્યું. તરત જ તેણીએ રાજાના દૂત પાસે આવીને મીઠાશથી કહ્યું કે- “ભાઇ ! રાજાને કહેજો કેહજુ પણ મંત્રીશ્વર દેવપૂજામાં છે અને તેમને હજુ બે ઘડી જેટલો સમય લાગશે.” આમ બીજો દૂત પણ મંત્રીશ્વરના ઘરેથી પાછો વળ્યો. એ વખતેય મંત્રીશ્વરની પત્નીને એમેય થતું નથી કે-મંત્રીશ્વરને ખબર તો આપું પ્રસંગ જેવો તેવો નથી. રાજા તરફ્ટી ઉપરાઉપરી તેડાં આવે છે. રાજાને અતિ અગત્યનું કામ ન હોય તો આવું બને જ નહિ, એ વાત મંત્રીશ્વરની પત્ની સમજે છે. મંત્રીશ્વર જો અન્ય કોઇ કાર્યમાં હોત તો તેણીએ મંત્રીશ્વરને સમાચાર જરૂર પહોંચાડ્યા હોત. પણ હાલ મંત્રીશ્વર ધર્મકાર્યમાં, દેવપૂજાના કાર્યમાં રોકાયેલા હતા; રોજનો એમનો એ નિયમ હતો; એટલે જે થવું હોય તે થાય, પણ અત્યારે તો મંત્રીશ્વરને કાંઇ જ જણાવાય નહિ, એમ મંત્રીશ્વરની પત્ની માનતી હતી. રાજા કોપાયમાન થશે તો શું થશે, એની ચિત્તા મંત્રીશ્વરની. પત્નીનેય નથી, એ ઓછી વાત છે ? રાજા કોપાયમાન થશે તો કરી કરીને કરશે શું ? લઇ લેશે મંત્રિપણું, એ જ ને ? મંત્રિપણું જાય તો તેમાં નખ્ખોદ ન જાય. ધર્મ જાય તેમાં નખ્ખોદ જાય. આવી સમજ એના હૈયે હશે કે નહિ ? આ હુક્કી વાત ચાલે છે. મંત્રીશ્વરના હૈયે અને મંત્રીશ્વરની પત્નીના હૈયે શાની હુંફ હતી ? દેવપૂજા વગેરે એકાગ્ર મને શાત્તિથી કરવામાં કોની હંફ હતી ? મંત્રિપણા વગેરેની ? દુન્યવી અદ્ધિ-સિદ્ધિની ? કે, ધર્મની ? હુંફ તો ધર્મની જોઇએ ને ? અને, ધર્મની હુંફ હોય તો જ માણસ જે ધર્મ કરે તે સારી રીતિએ કરી શકે ને ? સ. એટલે શ્રીમંતને બિચારા કહો છો ? ઘર, પેઢી, એ વગેરે ઠીક-ઠાક છે એની હુંફ જીવનારા Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ શ્રીમંતેય બિચારા જ ગણાય ને ? બાકી તો, ધર્મ જેને હૈયે વસ્યો હોય, તેને તો થાય કે-એ બધું પુણ્યાધીન છે. એ રહે કે જાય, પણ ધર્મ રહેવો જોઇએ. અવસરે એ એવું વિચારે કે-કદાચ ધર્મ કરતાં બધું ચાલ્યું પણ જાય તોય વાંધો શો ? એવો અશુભોદય આવે તો એમેય બને ! અશુંભોદય આવે તો ધર્મ છોડવા છતાં પણ ધન વગેરે જાય એવું બને ને ? એટલે, એ તો સમજે કે-ધર્મ છે તો બધું છે. ધર્મને જ એ સાચું વિત્ત માને. ધર્મના પ્રતાપે મંત્રીશ્વરને રાજા પણ સારો મળ્યો છે. બીજો દૂત રાજા પાસે જઇને કહે છે કે-મંત્રીશ્વરનાં પત્નીએ કહ્યું છે કેમંત્રીશ્વરને દેવપૂજામાં હજુ બે ઘડી જેટલો સમય લાગશે. આ સાંભળીને પણ રાજા કોપાયમાન થતો નથી. એક તરફ રાજાને એમ થાય છે કે-મંત્રીશ્વર દેવપૂજામાં કેવા લીન રહેતા હશે ? અને, બીજી તરફ રાજાને મુહૂર્ત સાચવવાની ભારે ઉત્સુક્તા છે. આથી રાજા જાતે જ મંત્રણા કરવા મંત્રીશ્વરના ઘરે જવાને તૈયાર થઇ જાય છે. આવે છે એ મંત્રીશ્વરના ઘરે. સાથેના પરિવારને બહાર રાખીને, રાજા એકલા જ ઘરમાં જાય છે. રાજાને ખુદને આવેલા જોઇને પણ મંત્રીશ્વરની પત્નીને જરાય ગભરામણ થતી નથી. ત્યાં તો રાજા પોતે જ બધાને કહી દે છે કે- “હું આવ્યો છું એની જાણ કોઇએ પણ મંત્રીશ્વરને કરવી નહિ !' પણ રાજાના મનમાં એમ તો થઇ જ ગયું છે કે-મંત્રીશ્વરને પૂજા કરતા જોવા છે ! આથી, તે, એક જાણીતા માણસે બતાવેલા માર્ગે, શ્રી પેથડશા મંત્રીશ્વર જ્યાં ભગવાનની પૂજામાં લીન બન્યા હતા, ત્યાં જાય છે. મંત્રીશ્વરની પૂજામાં એકાગ્રતા જોઇને રાજાય આનન્દ પામે છે. લાગે ને કે-રાજાય ધર્મવૃત્તિવાળો છે ? ધર્મની વાત આવે એટલે સારો રાજા પણ પ્રસન્ન થાય, એ આ દેશ છે ને ? મંત્રીશ્વરની પાછળ બેઠેલો માણસ મંત્રીશ્વરને ક્રમસર Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ ચૌદ ગુણસ્થાન ભાગ-૨ ક્રમસર પુષ્પ આપતો જાય છે અને મંત્રીશ્વર ભગવાનની અંગરચના કરતા જાય છે. રાજાને મન થઇ જાય છે કે-હું પણ આ પૂજામાં મંત્રીશ્વરને સહાયક બનું ! આથી રાજા ઇશારો કરીને મંત્રીશ્વરને પુષ્ય આપનારા માણસને ખસેડીને, પોતે એની જગ્યાએ બેસી જાય છે અને એક પછી એક પુષ્પ આપવા માંડે છે. જે માટે રાજા અહીં સુધી આવ્યો હતો, એ વાત તો મંત્રીશ્વરને પૂજામાં લીન જોઇને ભૂલાઇ ગઇ ને ? રાજા મંત્રીશ્વરને પુષ્પ આપ્યું જાય છે, પણ કયા ક્રમે કર્યું પુષ્પ આપવું જોઇએ, એની રાજાને થોડી જ ગમ છે ? એટલે રાજાથી ભૂલ થઇ જાય છે. જે પુષ્પ આપવું જોઇએ તે પુષ્પ અપાતું નથી અને એને બદલે અન્ય પુષ્પ અપાઇ જાય છે. એક વાર આવું બન્યું તોય મંત્રીશ્વરે ગણકાર્યું નહિ. બીજી વાર આવું બન્યું તોય મંત્રીશ્વરે ગણકાર્યું નહિ. હોય, માણસની ભૂલ થઇ જાય એમાં માન્યું. પણ વારંવાર એમ બનવા લાગ્યું, એટલે જાતે જ જોઇતું પુષ્પ લેવાને માટે મંત્રીશ્વરે મોટું વ્યું. દેવપૂજામાં બેઠેલા મંત્રીશ્વર, પોતાનો માણસ વારંવાર ભૂલ કરે છે એમ જાણવા છતાંય કોપ પામ્યા નહિ અને શાન્ત જ રહ્યા, એ ઓછી વાત છે ? મંત્રીશ્વરની જગ્યાએ તમે હો તો એ વખતે તમારું મન પૂજામાં મગ્ન રહે કે- ગુસ્સાને આધીન બને ? શ્રી જિનમંદિરમાં કેટલીક વાર પૂજા કરનારાઓમાં કેવી બોલાચાલી થાય છે ? કેટલાક શ્રીમંતો પૂજા કરતે કરતે પણ બીજાઓને અને પૂજારી વગેરેને કેવા ધમકાવે છે ? એમાં, પૂજામાં ચિત્તની એકાગ્રતા આવે જ શી રીતિએ ? મંત્રીશ્વર જોઇતું પુષ્પ લેવાને માટે જ્યાં પોતાનું મુખ વે છે, ત્યાં પુષ્પ આપનાર માણસની જગ્યાએ રાજાને બેઠેલા જૂએ છે. મંત્રીશ્વર તરત જ ઉભા થવા જાય છે, પણ રાજા તરત જ તેમને પકડીને એ જ જગ્યાએ બેસાડી દે છે. મંત્રીશ્વરને આવી Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ચોદ ગુણસ્થાન ભાગ-૨ – – – – – – – – – – – ઉમદા રીતિએ પૂજા કરતા જોઇને, રાજાનું હૈયું હૃષ્ટ અને તુષ્ટ થઈ ગયું છે. એટલે રાજા મંત્રીશ્વરને કહે છે કે- “તું સાચે જ ધન્ય છો ! ભગવાન ઉપરની તારી આ ભક્તિ જોઇને લાગે છે કે-સાચે જ, તારો જન્મેય પ્રશંસાપાત્ર છે અને તારું ધનેય પ્રશંસાપાત્ર છે.” મંત્રીશ્વરના ભગવાન ઉપરના ભક્તિભાવને લીધે અતિશય પ્રસન્ન થઇ ગયેલો રાજા, મંત્રીશ્વરને ત્યાં સુધી કહે છે કે- “તારા સિવાય આવી રીતિએ ભગવાનની પૂજા કરનારો બીજો કોણ છે ? માટે, રાજ્યનાં સો કાર્ય હોય અને હું કદાચ તને તેડવા પણ મોકલું, તો પણ તારે તારી પૂજાની વેળાએ હરગીજ આવવું નહિ ! હવે તું એકાગ્ર મને ભગવાનની પૂજા કર ! હું બેઠો છું!” આમ કહીને રાજા બહાર આવીને યોગ્ય આસને બેઠો અને મંત્રીશ્વર ફ્રીથી. ભગવાનની પૂજામાં એકાગ્ર મનવાળા બની ગયા. પરણીને પોતાની રાજધાનીમાં પાછા ફરતા શ્રી વજુબાહુએ દીક્ષા ગ્રહણ ક્યનો પ્રસંગ ઃ આપણે ત્યાં રામાયણમાં શ્રી વજબાહુનો એક પ્રસંગ આવે છે. રાજકુમાર વજુબાહુને, તેમના પિતા વિજય નામના રાજાએ, ઇભવાહન નામના રાજાની મનોરમા નામની પુત્રી સાથે પરણવાને માટે મોકલ્યા છે. રાજ્યના રિવાજ મુજબ ભારે મહોત્સવપૂર્વક તેમનું લગ્ન થાય છે અને તે પછી મનોરમાની સાથે રાજકુમાર વજબાહુ પોતાના નગર તરફ પાછા છે. ઉદયસુન્દર નામનો રાજકુમાર, કે જે શ્રી વજબાહુનો સાળો થાય છે, તે પણ ભક્તિવશ સાથે ચાલે છે. સાથે બીજા પણ પચીસ રાજકુમારો છે અને બન્નેય રાજ્યનો મોટો પરિવાર પણ છે. માર્ગ કાપતાં કાપતાં તેઓ વસંત નામના પર્વત પાસે આવી પહોંચે છે. એ પહાડ ઉપર ગુણસાગર નામના એક મહામુનિ તપ તપી રહ્યા હતા. તપનું ભારે તેજ તે મહાત્માના મુખ ઉપર વિલસી Page #232 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ૨૨૧ રહ્યું હતું. સૂર્ય સામે ઉંચી આંખ રાખીને, એ મહાત્મા આતાપના લઇ રહ્યા હતા. શ્રી વજબાહુએ રથમાં બેઠે બેઠે પહાડ ઉપર રહેલા એ મહાત્માને જોયા અને એથી, મેઘાડમ્બરને જોઇને મયૂરનું હૈયું જેમ નાચી ઉઠે, તેમ તેમનું હૈયું પણ હર્ષના પ્રકર્ષથી નાચી ઉડ્યું. તરત જ તેમણે રથના ઘોડાની લગામ પકડી લીધી અને ઉદયસુન્દરને કહ્યું કે- “રથ થોભાવો. જૂઓ, કોઇક મહાત્મા આ. પહાડ ઉપર તપ તપી રહ્યા છે. મારે તેમને વાંદવા છે. મારૂં મહા ભાગ્ય કે-અહીં આવા મહામુનિનું મને દર્શન થયું !” રથમાં શ્રી વજબાહુ અને મનોરમા બેઠાં છે. ઉદયસુન્દર રથ હાંકે છે. ઉદયસુન્દરને શ્રી વજબાહુનું કથન સાંભળીને મશ્કરી કરવાનું મન થાય છે. શ્રી વજબાહુ સમજે છે કે-માર્ગે જતાં મહાત્મા નજરે પડે અને એમને વન્દન કર્યા વિના આપણે ચાલ્યા જઇએ, તો આશાતના લાગે; જ્યારે ઉદયસુન્દરને એમ થાય છે કે-તાજા પરણીને ઘરે જતા કુમારને આ વખતે આ કેવું મન થાય છે ? એટલે ઉદયસુન્દર મશ્કરીમાં શ્રી વજબાહુને પૂછે છે કે- “શું કુમાર ! દીક્ષા ગ્રહણ કરવાનું મન થઇ ગયું છે ?' તરત જ શ્રી વજબાહુ પણ કહે છે કે- “દીક્ષા લેવાનું મના તો છે જ.” ઉદયસુન્દર શ્રી વજુબાહુના આ જવાબને પણ મશ્કરીનો જવાબ જ લેખે છે. એટલે, મશ્કરીના ભાવમાં ને મશ્કરીના ભાવમાં એ પણ કહે છે કે- “કુમાર ! જો દીક્ષા લેવાનું તમારું મન હોય, તો આજે જ દીક્ષા લઇ લો ! એમાં જરા સરખોય વિલમ્બ કરો નહિ ! હું પણ આપને દીક્ષા લેવામાં સહાય કરીશ !” જાણે એક-બીજાને હંફાવવાનો પ્રયત્ન આદર્યો હોય તેમ, શ્રી વજુબાહુ પણ ઉદયસુન્દરને કહે છે કે- “સાગર જેમ મર્યાદાને તજે નહિ, તેમ તમે પણ તમારી આ પ્રતિજ્ઞાનો ત્યાગ કરશો. Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ નહિ !' આ વખતે પણ ઉદયસુન્દર એમ જ કહે છે કે- ‘ચોક્કસ; એમ જ થશે.' કારણ કે-બધી વાતને ઉદયસુન્દર મશ્કરી ખાતે ખતવે છે. આ રીતિએ સાળા-બનેવી વચ્ચે વાત ચાલી રહી છે અને મનોરમા એ વાતને સાંભળી રહી છે. વચ્ચે એ કાંઇ જ બોલતી નથી. આવી વાતમાં વચ્ચે ન બોલાય, એવું એ સમજેલી માટે ને ? આર્ય પત્ની, સારા કામમાં તો પતિને અનુસરવાનું જ હોય, એમ માને ને ? એ સમજે કે-પતિ જો દીક્ષા લઇ લે, તો મારે પણ દીક્ષા લેવી જોઇએ; અને, દીક્ષા લેવા જોગી મારી તાકાત ન હોય, તો મારે સતીની જેમ જીવવું જોઇએ ! ‘પતિ દીક્ષા લેશે તો મારૂં શું થશે ?' -એમ એ વિચારે નહિ ! એ તો એમ જ માને કે-મારૂં જે થવું હશે તે થશે, પણ મારાથી આવા કામમાં પતિની આડે અવાય નહિ. એટલે તાજી પરણેલી અને હજુ શ્વસુરગૃહે પણ નહિ પહોંચેલી મનોરમા, પોતાના પતિ અને પોતાના ભાઇ વચ્ચે ચાલતી વાત સાંભળે છે, પણ વચ્ચે એ અક્ષરેય ઉચ્ચારતી નથી. આજે તો શું બને ? મોટે ભાગે ત્યાં ને ત્યાં ભાઇ-બેન વચ્ચે જ ઝઘડો થાય ને ? અને, ધણીને પણ એ સંભળાવી દે ને કે-હજુ હાથે તો લગ્નનું મીંઢળ બાંધેલું છે અને આ શી વાત કરવા માંડી છે ? અહીં બન્યું છે એવું કે-આ વાતમાં ને વાતમાં શ્રી વજ્રબાહુએ સાચે જ દીક્ષા લેવાનો મનમાં નિર્ણય કરી લીધો છે. એમને એમ થઇ ગયું છે કે-આ બહુ જ સુન્દર યોગ મળી ગયો ! એટલે જ એમણે સાળાના સહાયક બનવાના વચનને ઝડપી લીધું અને સાગર જેમ મર્યાદાને લંધે નહિ તેમ તમે પણ તમારા વચનને લંઘશો નહિ.' -એવી સૂચના આપી દીધી. આવી મનોભાવના સાથે શ્રી વજ્રબાહુ રથમાંથી નીચે ઉતરે છે. જાણે મોહથી મુક્ત બનતા હોય તેમ ! " Page #234 -------------------------------------------------------------------------- ________________ થાળક ભાવ- ૨ — — — — — — — — — ૨ ૨૩ — – શ્રી વજબાહુ રથમાંથી નીચે ઉતર્યા એટલે મનોરમા પણ રથમાંથી નીચે ઉતરી અને ઉદયસુન્દર પણ રથમાંથી નીચે ઉતર્યો. શ્રી વજબાહુએ અને આખા પરિવારે હવે વસન્તશેલ ઉપર ચઢવા માંડ્યું. શ્રી વજબાહુ જે શાન્તિથી અને જે મક્કમતાથી પહાડ ચઢી. રહ્યા હતા, તે જોતાં ઉદયસુન્દરને પહેલાં શંકા પડી ગઇ અને પછી ખાતરી થઇ ગઇ કે- “આ કુમાર દીક્ષા ગ્રહણ કરવા જ જઇ રહ્યા છે !” એને થયું કે- “આ તો મારી મશ્કરીનું બહુ ગંભીર પરિણામ આવ્યું. આથી પહાડ ઉપર ચઢતે ચઢતે ઉદયસુન્દર શ્રી વજબાહુને કહે છે કે- “સ્વામિન્ !” હવે કુમારને બદલે સ્વામિનું કહીને નમ્રતાથી વાત કરે છે. કહે છે કે- સ્વામિન્ ! આજે આપ દીક્ષા ગ્રહણ કરશો નહિ ! આપને મેં જે કાંઇ કહ્યું તે કેવળ મશ્કરીમાં જ કહ્યું હતું. મારાં એ મશ્કરીનાં વચનોને ધિક્કાર હો. વળી કહે છે કે- “આપણે બન્નેએ જે વાતચીત કરી, તે કેવળ મશ્કરી રૂપ જ હતી અને મશ્કરીમાં થતી વાતો કાંઇ સત્ય હોતી નથી; એટલે, મશ્કરીમાં ઉચ્ચારેલાં ને આપેલાં વચનોને ઉલ્લંઘવા એમાં દોષ જેવું કાંઇ છે જ નહિ !' આગળ વચન આપતાં ઉદયસુન્દર શ્રી વજબાહુને કહે છે કે- “સઘળાય કષ્ટોમાં હું આપને સહાયક થઇશ, માટે આપ અમારા કુળના જે મનોરથો, તે મનોરથોના અકાળે ભાંગીને ભુક્કા કરી નાખશો નહિ !' | આટલું કહેવા છતાં પણ, શ્રી વજબાહુમાં જ્યારે કાંઇ પણ પરિવર્તન થયેલું દેખાતું નથી, ત્યારે ઉદયસુન્દર કહે છે કે- “હજુ તો આપના હાથ ઉપર આ મંગલ કંકણ શોભે છે; તો, આપ વિવાહના ળસ્વરૂપ ભોગોને તજવાને એકદમ તૈયાર કેમ થઇ ગયા છો ?' Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ચૌદ ગુણસ્થાન ભાગ-૨ તોય શ્રી વજબાહુને મક્કમ જોઇને, ઉદયસુન્દર છેલ્લે છેલ્લે કહે છે કે- “આપ જો આ મારી બેન મનોરમાને એક તણખલાને તકે તેમ તજી દેશો તો પછી, હે નાથ ! સાંસારિક સુખના આસ્વાદથી વંચિત બની ગયેલી એવી આ મારી બેન મનોરમા, જીવશે જ શી રીતિએ ?' આમ ઉદયસુદરે પોતાને જેટલું કહેવા જોગું લાગ્યું તે બધું કહી દીધું. એવું કહી દીધું કે-શ્રી વજબાહુએ કરેલા નિર્ણયમાં જરા સરખી પણચાસ હોત તો એ બેસી પડ્યા વિના રહેત નહિ. પણ, શ્રી વજબાહુનો નિર્ણય પાકો હતો. મશ્કરી નિમિત્ત હતી, પણ નિર્ણય તો દિલથી સમજપૂર્વક લેવાયો હતો. એટલે જ, શ્રી વજબાહુએ ઉદયસુદરને જવાબ આપતાં સૌથી પહેલી વાત તો એ કહી છે કે- “આ મનુષ્યજન્મ રૂપી વૃક્ષનું સુન્દર ળ ભોગ નથી પણ ચારિત્ર છે. એટલે કે-આ જન્મને પામીને જે ચારિત્રને પામ્યો, તે જ આ જન્મના સુન્દર ળને પામ્યો. પછી કહે છે કે- “આવી મશ્કરી કરી તેમાં ખેદ કરવા જેવું કાંઇ છે જ નહિ, કારણ કે-મશ્કરી પણ આપણે માટે તો પરમાં અર્થની સાધક જ નીવડી છે. સ્વાતિ નક્ષત્રમાં છીપમાં પડેલું વરસાદના પાણીનું બિન્દુ જેમ મોતી બની જાય છે, તેમ આપણી મશ્કરી પણ મનુષ્યજન્મના સુન્દર ળની જનક નીવડી છે.” આટલું કહ્યા પછી, મનોરમાના સંબંધમાં ખુલાસો કરતાં પણ શ્રી વજબાહુએ કહ્યું છે કે- તમારી બેન જો કુલીન હશે તો તે પણ દીક્ષા ગ્રહણ કરશે અને જો તે અકુલીન હોય તો તેનો માર્ગ કલ્યાણકારી થાઓ એમ હું ઇચ્છું છું ! પણ, મારે તો હવે ભોગનું કાંઇ જ કામ નથી.” સમજાય છે આ બધી વાત ? શ્રી વજબાહુએ મનુષ્યજન્મના સુન્દર ફળની વાત કરી અને ચારિત્રને મનુષ્યજન્મના સુન્દર ળ તરીકે ઓળખાવ્યું, ત્યારે વિચાર કરો કે-એ કુટુમ્બમાં કેવા Page #236 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક માગ-૨ ૨૨૫ સંસ્કાર પોષાતા હશે ? કેવા આચાર-વિચારમાં એમનું ઘડતર થયું હશે ? સાધુ થવાય તો સારૂં -એવો ભાવ પણ એમના મનમાં તો હશે જ ને ? અને, મરતાં પહેલાં સાધુ થવું જ છે-એવું પણ એમના મનમાં રહ્યું જ હશે ને ? એટલે જ, શ્રી વજ્રબાહુએ મશ્કરીને પણ પરમ અર્થની સાધક તરીકે ખતવી ને ? અને, મનોરમાની બાબતમાં શું કહ્યું ? અને કેવું પૂછી નાંખ્યું ? મનોરમાની હાજરીમાં સાળાને આવું પૂછાય ? આ રીતિએ શ્રી વજ્રબાહુએ મનોરમાને પણ માર્ગ ચીંધી દીધો ને ? મનોરમા કુલીન હતી, માટે જ ‘કુલીન હશે તો દીક્ષા લેશે, નહિ તો તેણીનો માર્ગ કલ્યાણકારી હો !' -એવાં વચનો એ શાન્તિથી સાંભળી શકી ને તેણીએ તો નિર્ણય એ જ કરી લીધેલો છે, પણ તેણીમાં જરાક જો અકુલીનતા હોત તો એ શો નિર્ણય કરત ? સ. તમને ભોગનો રોગ વળગ્યો હોય તોય તમે પત્ની તરીકે કુલીનને જ પસંદ કરો ને ? કદાચ ખબર ન હોય ને પરણ્યા પછી માલૂમ પડે કે ‘આ તો અકુલીન છે.' તો તમે અકુલીનને તજવાને તૈયાર થાવ ખરા ? પાપવશ ભોગ ભોગવવા પડે તોય તેમાં પણ અમુક અમુક નીતિનિયમોના પાલનનો આગ્રહ તો ખરો ને ? પુરૂષ અકુલીન જણાય તો સ્ત્રીએ શું કરવાનું ? એનાય રસ્તા છે. પરણેલો પુરૂષ અકુલીન જ છે એવી ખાતરી જો થઇ જાય, તો એ સાધ્વી થવાનો માર્ગ લે અથવા સતીના માર્ગે જીવે. સ્ત્રીઓ ધારે તો અકુલીનને કુલીન બનાવી શકે, પણ એવાય પુરૂષ હોય કે ઠેકાણે આવે નહિ; તો સમજુ સ્ત્રીઓને સાધ્વી બનતાં અગર સતીના માર્ગે જીવતાં આવડે કે નહિ ? સ્ત્રીઓ જો સમજુ હોય અને જો એ ધારે તો એ ઘણી મક્કમ રહી શકે છે. દ્રૌપદીને પાંચ હતા ને ? પણ, પાંચના વારા એ સતી કેવી મક્કમતાથી જાળવતી હતી, એ જાણો છો ? અર્જુનનો વારો હોય, Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ — — — — — — — — ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ તો ભીમ કે ચારમાંનો બીજો કોઇ એ તરફ કી પણ શકે નહિ ! સંયોગવશ પાંચ મળેલા, પણ સતી તરીકે જ એ જીવ, કેમ કેએ કુલીન હતી. આજે કુલીનતા અને અકુલીનતા જેવી વાત ક્યાં રહી છે ? નહિ જ હોય એમ નહિ, પણ આજે તો વર્ણસંકરતા જ કુલીાલી રહી છે. એને લઇને, સારાં સારાં ગણાતાં કુટુમ્બોમાં પણ આચાર-વિચારનું ઠેકાણું રહ્યું નથી. આજે અનાચાર અને અસર્વિચારનું સામ્રાજ્ય કેટલું બધું ફ્લાયું છે? પહેલાં તો કહેવાતું કે-જાત વગર ભાત પડે નહિ ! કુલીન સ્ત્રી-પુરૂષને માટે ધર્મની પ્રાપ્તિને સુલભ માની છે અને એથી ઉત્તમ કુળ-જાતિ વગેરેનું મહત્ત્વ પણ શાસ્ત્ર માન્ય રાખ્યું છે. આમ છતાં, અકુલીન કુળમાં કોઇ જીવ પાપના ઉદયે આવી ગયો હોય, પણ પૂર્વે ધર્મ કરીને આવ્યો હોય અને એના એ પૂર્વભવના સંસ્કાર જાગૃત થાય ને એ ધર્મ પામી જાય એવું પણ બને. વાત એ છે કે-આપણે કુળ જાતિ વગેરેની અસરમાં માનતા જ નથી એવું નથી, પણ આ કાળમાં ઉત્તમ ગણાતા જાતિ-કુળની પણ પહેલાં જે ઉત્તમ અસર હતી, તે બહુ ભૂંસાઇ ગઇ છે, કેમ કે- આચાર-વિચારમાં અને સંસ્કારમાં મોટો પલટો આવી ગયો છે. શ્રી વજબાહુએ, ઉદયસુન્દરે કહેલી વાતોનો ક્રમસર જવાબ આપી દીધા પછીથી છેલ્લે કહ્યું કે- “માટે તમે અમને દીક્ષા ગ્રહણ કરવામાં અનુમતિ આપો અને તમે પણ અમારી પાછળ ચાલો, એટલે કે-તમે પણ દીક્ષા ગ્રહણ કરો ! આપણે તો ક્ષત્રિય છીએ અને પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરવું એ જ ક્ષત્રિયોનો કુળધર્મ છે.” આ રીતિએ શ્રી વજબાહુએ ઉદયસુન્દરને પ્રતિબોધ પમાડી દીધો. બધાં પહાડ ઉપર જ્યાં ગુણ રૂપી રત્નોના સાગર એવા શ્રી ગુણસાગર નામના મહાત્મા હતા ત્યાં પહોંચી ગયાં. ત્યાં પહોંચીને Page #238 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ૨૨૭ અને વન્દનાદિ વિધિ કરીને શ્રી વજ્રબાહુએ વસ્ત્ર, અલંકર આદિ ઉતારીને એ મહાત્માની પાસે દીક્ષા ગ્રહણ કરી અને તેમની સાથે જ વસ્ત્રાલંકારાદિનો ત્યાગ કરીને ઉદયસુન્દરે અને મનોરમાએ પણ દીક્ષા ગ્રહણ કરી. સાથે જે પચીસ રાજકુમારો હતા, તેમણે પણ એ જ વખતે વસ્ત્રાલંકારાદિનો ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરી. સ. વૈરાગ્ય વિના જ બધાએ દીક્ષા લઇ લીધી ? ના; વૈરાગ્ય વિના બધાએ દીક્ષા ગ્રહણ કરી છે એવું નથી. વૈરાગ્યનો ભાવ તો એ લોકોના મનમાં હતો જ. આ નિમિત્ત મળતાં વૈરાગ્યનો એ ભાવ એકદમ ઉદ્દિપ્ત થયો એટલું જ. જૈન કુળમાં જે જન્મ્યો હોય અને જૈન કુળના સંસ્કાર જે પામ્યો હોય, તેનામાં વિરાગ ન હોય એ બને કેમ ? જૈન કુળમાં તો મા ધાવણમાં પણ વૈરાગ્યનું પાન કરાવે એમ કહેવાય. અરે, જૈન કુળમાં વૈરાગ્યના સંસ્કાર ગર્ભમાં પણ પડે એમ કહી શકાય. કેમ કે-જૈન કુળમાં ચાલતી દરેક વાતમાં મોટે ભાગે વૈરાગ્યની અસર હોય. ખાવાની વાત હોય કે પીવાની વાત હોય; રળ્યાની વાત હોય કે ખોયાની વાત હોય; ભોગોપભોગની વાત હોય કે ત્યાગ-તપની વાત હોય; જન્મની વાત હોય કે મરણની વાત હોય; જૈન કુળમાં ચાલતી પ્રાયઃ દરેક વાતમાં વૈરાગ્યનાં છાંટણાં તો હોય જ. જૈનો જે બોલે, તેમાં જે સમજદાર હોય તે તો સમજી શકે કે-વૈરાગ્યની અસર છે. આજે આ અનુભવ વિરલ બનતો જાય છે, એ કમનસીબી છે. બાકી તો પુણ્યની, પાપની, સંસારની દુ:ખમયતાની, જીવનની ક્ષણભંગુરતાની, ચીજોના નાશવન્તપણાની, આત્માની ગતિની અને મોક્ષ આદિની વાતની અસર મોટે ભાગે જૈનની દરેક વાતમાં હોય. કેમ કે-હૈયે એ હોય. સારૂં -નરસું જે કાંઇ પણ બને તે વિષે અથવા કાંઇ નવું કરવાનો અવસર આવે તે વખતે જે વાત થાય તેમાં, સાચા જૈનો Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ જો વાતકરનાર હોય તો, વૈરાગ્યની છાંટ જ ન હોય એ બને એવી વસ્તુ છે ? સંસારના સુખમાં અને સંસારના સુખની સામગ્રીમાં બહુ રાચવા-માચવા જેવું નથી-એવી વાત થાય; અને, એ જાય ત્યારે શોક થયો હોય તો શોક કરતાં પણ એના નશ્વરપણા વગેરેની વાત થાય; તો એ વાત પણ વૈરાગ્યના ઘરની જ વાત છે ને ? તમે સાંભળ્યું ને કે-શ્રી વજ્રબાહુએ ઉદયસુન્દરને સમજાવતાં કહ્યું કે- ‘ચારિત્ર એ જ આ મનુષ્યજન્મ રૂપી વૃક્ષનું સુન્દર ફ્લ છે. અને, એ વાતનો ઉદયસુન્દરે પણ વિરોધ કર્યો નહિ ને ? બીજી વાત એ પણ છે કે-વૈરાગ્યના સંસ્કાર જ ન હોત, તો શ્રી વજ્રબાહુએ જ્યારે મુનિને વન્દન કરવાની ઇચ્છા પ્રગટ કરી, ત્યારે મશ્કરીમાં પણ ઉદયસુન્દરે જે એ જ પૂછયું કે- ‘શું તમે દીક્ષા ગ્રહણ કરશો ?' તે પૂછયું ન હોત. એ કાંઇ આજના કેટલાકોની જેમ દીક્ષાના માર્ગની મશ્કરી કરનારા નહોતા; અને, જો એ દીક્ષાના માર્ગની મશ્કરી કરનારા હોત, તો તો અહીં બધાએ દીક્ષા ગ્રહણ કરી તેની જગ્યાએ કોઇ નવું જ અને બહુ વિચિત્ર ગણાય તેવું તોફાન પેદા થયું હોત ! સ. જો મનમાં વૈરાગ્ય હતો તો પરણવા શું કરવાને ગયા ? વૈરાગ્ય એ મિથ્યાત્વના ક્ષયોપંશમાદિ-જનિત કાર્ય છે અને વિરતિ એ ચારિત્રમોહનીયના ક્ષયોપશમાદિ-જનિત કાર્ય છે. વિરાગ મિથ્યાત્વની મન્દતાના યોગે જન્મે, એટલે પહેલા ગુણઠાણે રહેલા પણ મન્દ મિથ્યાદ્રષ્ટિઓમાંય વિરાગ હોઇ શકે. સમ્યદ્રષ્ટિમાં વેરાગ અવશ્ય હોય, પણ સમ્યગ્દર્શનને નહિ પામેલામાં વિરાગ 1 જ હોય એમ કહી શકાય નહિ. મોક્ષનો આશય પણ, સમ્યગ્દર્શન પ્રગટ થયા પહેલાં મિથ્યાત્વની મન્દતાથી આવી શકે છે. ગ્રન્થિદેશથી આગળ વધેલા અને હજુ ગ્રન્થિ જેમની ભેદાઇ નથી Page #240 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ૨૨૯ એવા આત્માઓમાં વિરાગનો ભાવ અને મોક્ષનો આશય પ્રગટી શકે, જ્યારે વિરતિનો પરિણામ પાંચમા પહેલાં પ્રગટી શકે નહિ. વિરતિનો પરિણામ ચોથા ગુણસ્થાનકે પણ હોઇ શકે નહિ, કેમ કે-એ ચારિત્રમોહનીયના ક્ષયોપશમાદિનો વિષય છે. એટલે દેશવિરતિનો પરિણામ જેનામાં પ્રગટ્યો હોય તે પણ પરણવા જાય એ બનવાજોગ છે, તો પછી ચોથા ગુણઠાણે રહેલો વિરાગી આત્મા અને પહેલા ગુણઠાણે રહેલો મન્દ મિથ્યાત્વવાળો વિરાગી આત્મા પરણવા જાય, તો એમાં આશ્ચર્ય પામવા જેવું શું છે ? શ્રી વજબાહુ જ્યારે પરણવા ગયા ત્યારેય તેમનામાં વિરાગનો ભાવ નહોતો જ એમ નહિ, એ તો હતો જ, પણ એમ કહી શકાય કે-એ વખતે સર્વવિરતિના પરિણામને એ પામ્યા નહોતા અને સર્વવિરતિનો પરિણામ પમાડે એટલો જોરદાર એમનો વૈરાગ્ય નહોતો. છતાં, એમનું ચારિત્રમોહનીય એવું ઢીલું પડી ગયેલું ખરું જ કે-જાણે ટકોરા માત્રથી ચારિત્રનો પરિણામ પ્રગટી જાય. મુનિનું દર્શન થયું ને મશ્કરીની ટકોર લાગી કે એ કર્મ ખસી ગયું અને ચારિત્રનો પરિણામ પ્રગટી ગયો. સ. ભવિતવ્યતાવશ એવું બન્યું, એમ કહેવાય ? માત્ર ભવિતવ્યતાવશ સર્વવિરતિનો પરિણામ પ્રગટ્યો એમ પણ ન કહી શકાય. અંદર પુરૂષાર્થ ચાલુ જ હતો. સુન્દર વિરાગના સ્વામી આત્માઓને લગ્ન કરતાંય એમ થાય કે- “શું થાય ? નબળો છું; પરાધીન છું; હજુ સર્વવિરતિનો ઉત્સાહ પ્રગટતો નથી; ભોગ ખરેખર સારા નથી, છતાં મન એ તરફ ખેંચાય છે !' સમ્યગ્દષ્ટિ કદી પણ પરણવા જવું એ સારું છે, પરણવું જ જોઇએ, એવું માનીને પરણવા જાય નહિ. અવિરતિની દરેક ક્રિયાની એના દિલમાં ખટક હોય જ. સંસારના કોઇ પણ કામમાં એને ઉપાદેયભાવનો રસ આવે નહિ અને હેયભાવની અસર બની રહે. આ પણ પુરૂષાર્થ છે. હેયોપાદેયનો વિચાર અને હેયનો ત્યાગ Page #241 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - ૨૩૦ ચોદ ગુણસ્થાનક ભાગ-૨ કરવાનો તથા ઉપાદેયનો સ્વીકાર કરવાનો વિચાર થયા કરે એય પુરૂષાર્થ છે; અને, સમ્યગ્દષ્ટિ આત્માઓને એ પુરૂષાર્થ મોટે ભાગે ચાલુ હોય. વાત એ છે કે-વૈરાગ્ય હોવા માત્રથી વિરતિનો સ્વીકાર કરી શકાય એવું નથી. વૈરાગ્ય હોય અને વિરતિનો પરિણામ પ્રગટે, તો જ સાચા ભાવે ચારિત્રનો સ્વીકાર કરી શકાય. સમજી ગયા તમે ? ઉદયસુન્દર, મનોરમા વગેરેને પણ આ નિમિત્તે વિરતિનો પરિણામ પ્રગટેલો. એટલે, એમાંના કોઇએ વિરતિના પરિણામ વિના દીક્ષા લીધી એમ કહેવાય નહિ. છતાં અહીં વૈરાગ્ય વિના દીક્ષા લીધી હશે, એવો પ્રશ્ન શાથી આવ્યો ? વૈરાગ્ય વિના અને ચારિત્રના પરિણામ વિના પણ દીક્ષા લેનારા હોઇ શકે છે, માટે ને ? પણ, આવા આત્માઓને માટે એવી કોઇ કલ્પના કરવી એ યોગ્ય નથી. આ કુળમાં વૈરાગ્યના સંસ્કાર કેટલા બધા સુદ્રઢ અને વિકસિત હતા, એની તમને કલ્પના આવે એવો બીજો પણ બનાવ એ પછી તરતમાં જ બન્યો છે. શ્રી વજબાહુ વગેરેએ દીક્ષા ગ્રહણ કરી લીધી એટલે શ્રી વજુબાહુની સાથે અયોધ્યાથી આવેલો જે સેવકપરિવાર હતો, તે ત્યાંથી નીકળીને અયોધ્યા પહોંચી ગયો. તેણે જઇને શ્રી વજબાહુના પિતા વિજયરાજાને દીક્ષાના સમાચાર આપ્યા. એ સાંભળીને શ્રી વજબાહુના પિતા વિજયરાજાએ રોમાંચ અનુભવ્યો. એમનો વૈરાગ્યભાવ તીવ્ર બની ગયો. એમને થયું કેમારો દીકરો મારા કરતાં સવાયો નીકળ્યો. એ બાળક સારો ને હું બુટ્ટો ખોટો. ખરો બાળ એ નહિ પણ હું, કે જે અત્યાર સુધી. સંસારમાં ફ્રી રહ્યો છું !” આવો વિચાર કરીને, તરત જ વિજયરાજાએ પણ પોતાના વજબાહુથી નાના પુત્રને રાજગાદીએ સ્થાપિત કરી દીધો અને પોતે નિર્વાણમોહ નામના મહાત્માની પાસે દીક્ષા ગ્રહણ કરી લીધી. કેવું આ કુટુમ્બ ? એ કુટુમ્બના સંરકાર કેવા ? “વાજબાહુએ Page #242 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ૨૩૧ મને પૂછ્યા વિના દીક્ષા કેમ લીધી ?' –એવો વિચાર સરખો પણ આવ્યો નહિ અને એવો વિચાર આવ્યો કે- “બાળક છતાં એ સારો !” ત્યારે, દીકરાએ સારું કામ પૂછયા વગર પણ કર્યું હોય, તોય સારાં મા-બાપ એ સાંભળીને રાજી થાય ને ? આનન્દ અનુભવે ને કે- “દીકરો સારો પાક્યો!' સમક્તિ ઉપર મેઘનાદ કુમારની ક્યા? - પૃથ્વી મંડળના કુંડળ જેવું અને ઉંચા પ્રસાદની શ્રેણિ વડે મનોહર ક્ષિતિપ્રતિષ્ઠિત નામે નગર છે. તેમાં ગુણોના સમૂહરૂપ મણિના નિધિ સમાન મેઘનાદ નામે રાજા રાજ્ય કરતો હતો. તેના ચશરૂપી કમળનો સુગંધ સર્વ દિશાઓમાં પ્રસર્યો હતો.તેના ઉપર કોઇ દેવે સંતુષ્ટ થઇને તેને એક ક્રોળું આપ્યું હતું, તેના પ્રભાવથી તે રાજા અપરિમિત મનવાંછિતોને પામતો હતો. સુવર્ણ, મણિ, કપૂર, કસ્તૂરી, ચંદન, ચીનાંશુક (વસ્ત્ર) વિગેરે ઉત્તમ વસ્તુઓ તેને પ્રયત્ન વિના જ પ્રાપ્ત થતી હતી. અત્યંત દ્રઢ, મોટા અને ળેલા સમકિત રૂપ કલ્પવૃક્ષ પાસેથી તે નિરંતર સુખરૂપી અમૃતરસના આસ્વાદવાળા દિવ્ય ભોગ ળોને ભોગવતો હતો. જે પ્રાણીને સમકિત પ્રાપ્ત થયું હોય તે પ્રાણીએ જો પૂર્વે પરભવનું આયુષ્ય બાંધ્યું ન હોય અથવા તો તે સમકિત થકી ચવ્યો ન હોય તો તે અવશ્ય વૈમાનિક દેવ થાય છે. તે વિષે કહ્યું છે કે___ "सुद्धे सम्मत्ते अ-विरओडवि अज्जेइ तित्ययरनाम । - जह आगमेसि भद्दा, हरिकुलपहु सेणिआईया ।।" “વિરતિ રહિત હોય તો પણ જો શુધ્ધ સમકિતવાનું હોય તો તે જીવ તીર્થંકર નામકર્મને ઉપાર્જન કરે છે. જેમનુ આગામી (ભવિષ્ય) કાળમાં કલ્યાણ થવાનું છે એવા શ્રી કૃષ્ણ તથા શ્રી શ્રેણિક વિગેરે આ વિષયમાં ઉદાહરણરૂપ છે.” મેઘનાદ મનુષ્ય છતાં પણ તેને તે કચોળું જે દેવતાઇ ભોગની Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ચૌદ ગુણસ્થાનક માd-૨ સમૃધ્ધિઓ આપતું હતું તેમાં તેના પુણ્યનો પ્રભાવ જ કારણ ભૂત છે. તે રાજા હંમેશાં દીનાદિકને જાણે કે શરીરધારી તેજના પિંડભૂતા હોય તેવી દશ કરોડ સુવર્ણ મુદ્રા આપતો હતો. તેણે જાણે પોતાની કીર્તિએ બનાવેલા મૂર્તિમાન સ્વરૂપો હોય એવાં હજારો જિનચૈત્યો કરાવ્યાં હતાં, અને તેમાં રૂપાની, સુવર્ણની અને મણિઓની અનુપમ લાખો જિનપ્રતિમાઓ સ્થાપના કરી હતી, અરિહંત, સિધ્ધ અને આચાર્ય ભગવાનની જાણે સાક્ષાત મૂર્તિઓ હોય તેવી પોતપોતાના વર્ણ, ક્રાંતિ અને શરીરના પ્રમાણવાળી પ્રતિમાઓ તેણે સ્થાપન કરી હતી. તે રાજા પાપે કરીને શ્યામ થયેલા આત્માના મળને ધોઇ નાંખતો હોય તેમ હમેશાં જિનસ્નાત્રના મહોત્સવને કરતો હતો. ઉત્તમ મનુષ્યોની પ્રવૃત્તિ અને આચાર વિગેરેનું જાણે દિગદર્શન કરવા માટે હોય તેમ તે દર વર્ષ તીર્થયાત્રા અને રથયાત્રાઓ કરતો હતો. તેણે સાધર્મિકોનો કર માફ કરી તથા આદરપૂર્વક દ્રવ્યાદિક આપી તેમને લખેશ્વરી અને કોટેશ્વરી બનાવ્યા હતા. તે રાજા હમેશાં બે વાર પ્રતિક્રમણ કરતો હતો, ત્રણે કાળ સર્વજ્ઞની પૂજા કરતો હતો અને પર્વતિથિએ પુણ્યના આવાસ રૂપ પૌષધ વ્રત કરતો હતો. પારણાને દિવસે ત્રણ હજાર રાજાઓને સંસાર સમુદ્રને તારનારું અને મોટી સમૃદ્ધિના કારણરૂપ પારણું કરાવતો હતો, તથા હમેશાં તે રાજા એકલાખ સાધર્મિકોને ભોજન કરાવી ત્રણરહિત થતો હતો બુદ્ધિમાન તે રાજા હંમેશાં ક્ષીરસાગરની જેવા ઉજવળ વસ્ત્રો વડે અને સુવર્ણ તથા મણિઓનાં સમગ્ર ભૂષણોવડે સંઘને પહેરામણી કરતો હતો. તેના રાજ્યમાં વીશ હજાર રથો, વીશ હજાર હસ્તીઓ, વીશ હજાર અશ્વો અને વીશા કરોડ બળવાન પદાતિઓ હતા, તે બત્રીસ હજાર નગરો અને પચાસ કરોડ ગામોનો સ્વામી હતો, તથા એક હજાર મુકુટબંધ રાજાઓ તેના સેવકો હતા. આ રીતે તેનું રાજ્ય વૃદ્ધિ પામ્યું હતું, તે રાજા ઇંદ્રની પણ સ્પર્ધા કરતો હતો, એવી રીતે તે રાજાએ એક Page #244 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ લાખ વર્ષ સુધી રાજ્ય પાળ્યું. –––––––––– એકદા તે મેઘનાદ રાજા પોતાના નગરની બહાર ઉધાનમાં પધારેલા પાર્શ્વદેવ નામના જ્ઞાની ગુરૂને વાંદવા ગયો. ત્યાં તેણે કર્ણને અમૃત સમાન આ પ્રમાણે ધર્મદેશના સાંભળી કે- “હે ભવ્ય પ્રાણીઓ ! રત્નાકરની જેવા આ મનુષ્ય જન્મને પામીને તમે જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ત્રણ રત્નને ઉપાર્જન કરવામાં લેશ પણ આળસ ન રાખો.” આ પ્રમાણે દેશના સાંભળ્યા પછી રાજાએ નિર્મળ જ્ઞાનના સમુદ્રરૂપ ગુરૂને પ્રણામ કરી પૂછયું કે- “હે પ્રભુ ! મેં પૂર્વ ભવમાં શું પુણ્ય કર્યું હતું કે જેના પ્રભાવથી હું આવો રાજા થયો ? અને વળી સર્વ મનોરથને પૂર્ણ કરનાર કલ્પવૃક્ષની જેવું દુર્લભ ક્યોળું મને શાથી પ્રાપ્ત થયું ?” ત્યારે ગુરૂ મહારાજ બોલ્યા કે- “હે રાજા તારા પૂર્વભવને સાંભળ.” સૂર્યપુર નામના નગરમાં એક વણિક રહેતો હતો. તે મૂર્ખ હોવાથી ભારને વહન કરવાનો ધંધો કરતો હતો. તે કૃપણ હોવાથી હંમેશાં એક જ વાર ખીચડીનું ભોજન કરતો હતો અને એક જ જાડું વસ્ત્ર પાંચ વર્ષ સુધી ચલાવતો હતો. તે ધનનો જ સંચય કરતો હતો, અને ધર્મનું નામ પણ જાણતો નહોતો, બીજા સમગ્ર કર્તવ્યોને તે ભૂલી ગયો હતો, પર્વતિથિનો દિવસ તેને સાંભરતો પણ નહોતો, ખર્ચ થઇ જવાના ભયને લીધે તે સગા સંબંધીઓને ઘેર જતો નહોતો, અને જિનેશ્વરના ચૈત્યની સન્મુખ પણ જોતો નહોતો. એ રીતે કેવળ મજુરી કરીને તેણે એક લાખ દ્રવ્ય ઉપાર્જના કર્યું. તેને એક પુત્ર થયો. તે પણ કૃપણતાદિક ગુણે કરીને તેની જેવો જ થયો, તેથી આ પુત્ર પૂર્વજોનો ઉધ્ધાર કરશે. એમ જાણીને તેનો પિતા હર્ષ પામ્યો. તેણે પોતાના મરણ સમયે પુત્રને કહ્યું કે“હે પુત્ર ! મેં એક લાખ દ્રવ્ય ઉપાર્જન કરી તેને પૃથ્વીમાં નિધાન રૂપે કર્યું છે, તારે પણ બીજું લાખ દ્રવ્ય ઉપાર્જન કરીને તેને પૃથ્વીમાં નિધાન કરવું.” આ પ્રમાણે પિતાની હિત શિક્ષાને તેણે Page #245 -------------------------------------------------------------------------- ________________ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ ૨૩૪ ચૌદ ગુણસ્થાનક માર્ગ-૨ _ _ અંગીકાર કરી. ત્યાર પછી તે પિતા મરણ પામ્યો ત્યારે તેના પુત્રે પિતા કરતાં વધારે કૃપણતાવાળી ચતુરાઇથી ભારવાહકનો ધંધો કરી લાખ દ્રવ્ય ઉપાર્જન કર્યું, અને મરતી વખતે તેણે પણ પોતાના પુત્રને તેવી જ શિક્ષા આપી, તેથી તે પણ બમણો કૃપણ થઇને તેવો જ ધંધો કરવા લાગ્યો. તેણે પણ લાખ ધન મેળવ્યું. તે ત્રણ લાખ પૃથ્વીમાં નિધાન રૂપ કરી તે પણ મરણ પામ્યો. તેનો પુત્ર પણ તેના બાપ દાદા જેવો જ કૃપણ થયો. તેનું નામ ધનરાજ હતું. તેને ધન્યા નામની સ્ત્રી હતી. તે ધર્મ કર્મમાં તત્પર, સ્વભાવે ઉદાર અને શીલ રૂપી અલંકાર વડે ભૂષિત હતી. એકદા સમય જોઇને તેણે પતિને મિષ્ટ વચન વડે કહ્યું કે- “હે સ્વામી ! તમે લોભથી પરાભવ પામીને રાત દિવસ ભાર વહન કર્યા કરો છો, ઘરમાં ત્રણ લાખ દ્રવ્ય દાટેલું છે, અને વળી તમે પણ ઘણું ઉપાર્જન કર્યું છે, તો શા માટે આટલું બધું કષ્ટ વેઠો છો ? જે ધનનો ભોગવટો થાય તે જ ધન શ્રેષ્ઠ છે. તમારા બાપ દાદા સર્વ ધન મૂકીને મરી ગયા છે. તેમણે શું સાધ્યું ? તમે પણ તે જ રીતે પરલોકમાં જશો. તેથી તમને, તમારા ધનને અને તમારા જીવિતને ધિક્કાર છે.” આ પ્રમાણે કહેવાથી પતિને ખેદ પામતો જોઇ તે ફ્રીથી બોલી કે- “હે પ્રિય ! તમે નિશ્વાસ કેમ મૂકો છો ? શું નિધાન કરેલું (દાટેલું) ધન નાશ પામ્યું છે ? કે વેપારમાં કાંઇ ખોટ ગઇ છે ?” તે સાંભળી ધનરાજ બોલ્યો કે- “હે મુગ્ધા ! મનુષ્ય ધન વડે લોકમાં પૂજાય છે, ધન વડે આખું જગત મિત્ર રૂપ થાય છે. ધન રહિત પુરૂષ મરેલાની તુલ્ય જ છે. તેથી નિર્ધન પુરૂષ શું કામનો ? હે ધન્યા ! આપણે ઘેર માગવા આવેલા બ્રાહ્મણને તેં ચણાની મુઠી આપી તેથી મારું મન ઘણું દુભાયું છે.” તે સાંભળીને પતિના ચિત્તને અનુસરનારી તે સ્ત્રી બોલી કે- “હવે હું કોઇને કાંઇ પણ નહીં આપું. પરંતુ હે પ્રિય ! જેમાં ધનનો વ્યય ન થતો હોય તેવું કાંઇ પણ પુણ્ય તમે કરો તો ઠીક. તે એ કે તમે ઉત્તમ સાધુઓને વંદના કરો, જગતના Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ ચોદ ગુણસ્થાન ભાગ-૨ બંધુ તીર્થકરને નમસ્કાર કરો, શ્રેષ્ઠ મનવાળા સાધુની પાસે ધર્મનું શ્રવણ કરો. આવા આવા વિના ખર્ચે થતા ધર્મમાં તમારી બુદ્ધિ કેમ થતી નથી ?” તે સાંભળીને પ્રિયાના કાંઇક વચનને પ્રમાણ (અંગીકાર) કરતો ધનરાજ બોલ્યો કે- “હું મુનિઓને તો નમસ્કાર નહીં કરું. કારણ કે તેઓ આંગળીએ કરીને બાળકની જેમ મને સ્વર્ગ દેખાડીને અને ઠગીને ધૂતી લે તેવા છે. તેઓ કહે છે કે- “હે ભદ્ર ! પ્રાણીવર્ગને મહા કલ્યાણના કારણ રૂપ અને સ્વર્ગ તથા મોક્ષને આપનારું દાન આપ, જિનેશ્વરની પૂજા કર, શ્રેષ્ઠ જિનચેત્યો કરાવ, ભાગ્યથી મળી શકે તેવા ગુરૂઓ મુનિઓને સારા ભાવથી પ્રતિલાભ (વહોરાવ), અતુલ ધન આપીને પ્રાણીઓને અભયદાન આપ, લોકમાં પોતાની પ્રતિષ્ઠાને માટે જિનબિંબોની સ્થાપના કર, વિવેકી મનુષ્ય તીર્થયાત્રા કરીને પોતાનો આત્મા પવિત્ર કરવો જોઇએ, તથા જિનેશ્વરના ગુણગાનારાઓને દ્રવ્ય આપવું જોઇએ.” આવી આવી વચનની યુક્તિવડે છેતરીને મારું ધન અલ્પકાળમાં નાશ પમાડી દેય. માટે તેવા ઠગારા મુનિઓને તો હું વંદના નહીં કરૂં પરંતુ હે પ્રિયા ! તારા વચનથી હું હંમેશા આપણા ઘરની પાસેના ચૈત્યમાં જિનેશ્વરને નમસ્કાર કર્યા પછી ભોજન કરીશ; કેમકે તેમાં કાંઇ પણ ખર્ચ નથી. આ એક નિયમ હું દ્રઢપણે ગ્રહણ કરૂં છું.” આ પ્રમાણે નિયમ કરવાથી તેણે તે વખતે જ પુણ્યદળના કારણરૂપ બોધિબીજને પ્રાપ્ત કર્યું, અને તેનો નિયમ ધન્યાએ પણ માન્ય કર્યો. એકદા ઉષ્ણ તુમાં મસ્તક ઉપર સૂર્ય તપતો હતો તે વખતે ખાંધ ઉપરથી ભારનું પોટલું ઉતારી તે ધનરાજ વૃથા જળનો વ્યય શા માટે કરવો ? એમ વિચારી પગ ધોયા વિના જ ભોજન કરવા માટે તત્કાળ આસન ઉપર બેઠો. તે વખતે તેની પ્રિયાએ તેને ખીચડી અને તેલ પીરસ્યું. તે ખીચડી ચોળીને કેટલામાં તે કોળીયો લઇ મોંમાં મૂકવા માંડે છે, તેટલા માં તેને પોતાના નિયમનું Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ચોદ ગુણસ્થાનક ભાગ-૨ સ્મરણ થવાથી તે પોતાની ભાર્યાને કહેવા લાગ્યો કે- “હે પ્રિયા ! આજે મેં અરિહંતને નમસ્કાર કર્યા નથી, તેને નમસ્કાર કરવાનો મારે નિયમ છે; પણ જો હાથ ધોઇને જઉં તો તેટલો રસ જતો રહે માટે હાથ ધોયા વિના જ તેના પર લુગડું ઢાંકીને હું તત્કાળા જિનેશ્વરને નમસ્કાર કરી આવું.” તે સાંભળીને ધન્યાએ વિચાર્યું કે- “અરિહંતને એક વાર પણ પ્રણામ કર્યા હોય તો તે લાખો ભવના પાપોનો ઘાત (વિનાશ) કરે છે, તો આ મારા પતિના નિયમનું દ્રઢપણું તો તેના સમગ્ર પાપનો ક્ષય કરવામાં સમર્થ છે. વળી આનું કૃપણપણું કેટલું બધું છે કે તે હાથે વળગેલા અન્નના રસના નાશથી પણ ભય પામે છે; પરંતુ નિયમથી બંધાયેલ હોવાથી તે એમને એમ જ ચૈત્યમાં જશે. તો પણ હું ધારું છું કે જરૂર આજે આને અધિષ્ઠાયક દેવ પ્રત્યક્ષ થશે. કારણ કે જિનેશ્વરની પ્રસન્નતાને જણાવનારૂં મને આજે સ્વપ્ર આવ્યું છે.” આ પ્રમાણે મનમાં વિચારીને તેણે પતિને કહ્યું કે- “હે સ્વામી ! કદાચ આજે કોઇ દેવ તમને પોતાનું રૂપ દેખાડે તો બુદ્ધિવાળા તમારે મને પૂછીને પછી તેની પાસે વરદાન માગવું.” આ પ્રમાણે કાંતાનું વચના સાંભળીને “અહો ! મારી વિદ્વાન પ્રિયાની દીર્ઘદ્રષ્ટિવાળી બુદ્ધિ કેવી છે ?” એમ વિચારતો તે જિનાલયમાં ગયો અને ભક્તિથી જિનેશ્વરને નમ્યો. પછી તે કેટલામાં પાછો વળે છે તેટલામાં અધિષ્ઠાયક દેવે પ્રત્યક્ષ થઇને તેને કહ્યું કે- જિનેશ્વરની ભક્તિને લીધે હું તારા પર તુષ્ટમાન થયો છું, માટે તું વરદાન માંગ. ત્યારે તે બોલ્યો કે- “હે દેવો એક ક્ષણવાર રાહ જુઓ, હું ઘેર જઇ મારી પ્રિયાને પૂછી હમણાં જ પાછો આવું છું.” એમ કહી ઘેર આવી તેણે પ્રિયાની પાસે દેવનું વચન કહ્યું, ત્યારે તે હર્ષ પામીને બોલી કે- “હે સ્વામી ! આજે આપણો ખરેખરો મનોરથ રૂપી કલ્પવૃક્ષ સર્વ પ્રકારનાં ળોએ ીને ળ્યો છે, આપણી સિદ્ધિને કરનાર થયો છે, અને આપણા દુઃખને ત્રાસ પમાડનાર થયો છે, Page #248 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ૨૩૭ તેથી તમારે દેવાલયમાં જઇને સર્વજ્ઞ પાસે પ્રાર્થના કરવી કે મારા પાપ રૂપી પહેરેગીરનો નાશ કરો.” આ પ્રમાણે પ્રિયાના વચને કરીને તેણે તે જ પ્રમાણે ભગવાન પાસે યાચના કરી, ત્યારે તે જિનેશ્વરના અધિષ્ઠાયકે કહ્યું કે- ‘જા તારૂં મનવાંછિત થશે.’ ત્યાર પછી તે ધનરાજ ઘેર આવ્યો. તેણે તેને કહ્યું કે- “હે પ્રિયા ! જળ લાવ.” તેણીએ જળ આપ્યું, તે વડે પોતાના હાથ પગ ધોઇ તેણે ભોજન કર્યું. તે જોઇ તેની કાંતાએ વિચાર્યું કે- “આજે મારા પતિને વિવેકનો અંકુરો પ્રગટ થયો છે, તેથી તેને હાથ પગ ધોવાનો વિવેક આવ્યો. હવે દાનાંતરાય અને ભોગાંતરાય રૂપી પાપી પહેરેગીરનો નાશ થવાથી આ મારો ભર્તાર જરૂર દાતાર અને ભોગ ભોગવનાર થશે.” ત્યાર પછી બીજે દિવસે ચંદન, પુષ્પ, ધૂપ, દીપ અને નૈવેધ વિગેરે વડે જિનેશ્વરની પૂજા કરી ધનરાજે ભોજન કર્યું. ત્યાર પછી તે દેવ, ગુરૂ અને ધર્મ એ ત્રણ તત્ત્વને વિષે નિરંતર શ્રધ્ધાળુ થયો, અને અત્યંત હર્ષથી તેણે સુખકારક ધર્મનો આશ્રય કર્યો. પછી તેના બાપ દાદાએ ઉપાર્જન કરેલા ત્રણ લાખ દ્રવ્યનો વ્યય કરી તે નિપુણ પુણ્યશાળીએ પુણ્યનો ખજાનો ભરી દીધો. તેની બુધ્ધિ ધર્મમાં વૃધ્ધિ પામવા લાગી, અને તેના ઘરમાં તેની સ્પર્ધાથી સમૃદ્ધિ પણ વૃદ્ધિ પામવા લાગી. તેનું ભાગ્ય ચિરકાળ સુધી અભંગપણે પ્રગટ થયું. દુનિયામાં એવી કોઇ પણ લક્ષ્મી નહોતી કે જે તેના ઘરમાં ન હોય. તેના ઘરમાં પ્રથમ તુંબડાનાં અને માટીનાં પાત્રો (વાસણ) હતાં, તેને બદલે હવે તેણે તાંબાનાં અને રૂપાનાં પાત્રો કરાવ્યાં. સમકિત રૂપી દીવા વડે તેનું હૃદય રૂપી ઘર દીપ્તિમંત થયું, તેથી તેમાં કયા કયા ધર્મના ગુણો પ્રકાશ ન પામે ? તેની લક્ષ્મી દાનવડે શોભતી હતી, તેની બુદ્ધિ ધૃતિવડે શોભતી હતી, અને તેનું મુખ સત્યવડે શોભતું હતું, તેમાં કાંઇ આશ્ચર્ય નથી. કેમકે તેનામાં એક વિવેક હતો તે જ સર્વ ગુણને શોભાવનાર હતો. તે જિનેશ્વરની પૂજા કરી, મુનિજનોને પ્રાસુક Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ચૌદ ગુણસ્થાનક માણ-૨ જળ અને મોદકોનું દાન આપી તથા અતિથિઓને ભોજન કરાવી પછી ભોજન કરતો હતો. તે જે જે પુણ્ય કરતો હતો તે સર્વને ધન્યા પણ અનુમોદતી હતી. તે પુણ્યના પ્રભાવથી તે બન્નેને જે ફ્ળ પ્રાપ્ત થયું તે સાંભળ -જે ધનરાજનો જીવ હતો તે તું મેઘનાદ નામે રાજા થયો છે, અને ધન્યાનો જીવ આ તારી મદનમંજરી નામની રાણી થઇ છે. હે મેઘનાદ રાજા ! સમકિતના પ્રભાવથી મનવાંછિતને પૂર્ણ કરનાર આ કચોળું તમને દેવતાએ આપ્યું છે. આ પ્રમાણે ગુરૂના મુખથી પોતાનો પૂર્વભવ સાંભળી મેઘનાદ રાજા અત્યંત હર્ષ પામ્યો, અને રાણી સહિત શ્રાવકના વ્રતને અંગીકાર કરી પોતાને ઘેર ગયો. સંપૂર્ણ દિવ્ય ભોગની સમૃદ્ધિને ભોગવતાં અને સુખસાગરમાં મગ્ન થયેલા તે રાજાએ લાખ વર્ષ સુધી રાજ્યનું પાલન કર્યું. અનુક્રમે ભોગાવળી કર્મનો ક્ષય કરી, પોતાના પુત્રને રાજ્ય આપી, વૈરાગ્ય ગુણથી રંજિત થઇ, ગુરૂની પાસે જઇ રાણી સહિત મેઘનાદ રાજાએ દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે કર્મ રૂપી મળનો નાશ કરી કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી તે બન્ને મોક્ષ પદને પામ્યા. શ્રી જિનેશ્વરે કહેલા વચન ઉપર શ્રધ્ધા રાખવા રૂપ સમકિતનું સેવન કરી મેઘનાદ રાજાએ ભવ્ય જીવોની સભામાં તથા સિધ્ધોની શ્રેણીમાં દુર્લભ એવું પોતાનું નામ લખાવ્યું, તે જ પ્રમાણે હે સજ્જનો ! તમે પણ આ લોક અને પરલોકની સુખ સમૃદ્ધિને આપનારૂં સમકિત પ્રાપ્ત કરો. આ ચોથા અવિરત સમ્યદ્રષ્ટિ ગુણસ્થાનકમાં રહેલા જીવો મનુષ્યગતિમાં રહેલા જીવો આઠ વરસની ઉપરની ઉમંરવાળા હોય. પહેલા સંઘયણવાળા હોય અને કેવલીભગવંતનો કાળ હોયતો ક્ષયોપશમ સમકીતના કાળમાં ક્ષાયિક સમ્યક્ત્વ પામવા માટે પુરૂષાર્થ કરે છે. ઉપશમ સમકીતના કાળમાં કોઇપણ જીવો ક્ષાયિક સમકીત પામવાનો પુરૂષાર્થ કરી શકતા જ નથી. આત્માની વિશુધ્ધિમાં ચઢેલો જીવ સૌથી પહેલા અનંતાનુબંધી ક્રોધ-માન Page #250 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક માઢમ-૨ માયા અને લોભ આ ચાર કષાયના પુદ્ગલો દરેક આત્મપ્રદેશો ઉપર જે રહેલા હોય છે તે દરેક આત્મપ્રદેશો ઉપરથી ખેંચી ખેંચીને ૨૩૯ સંપૂર્ણ નાશ કરે છે. આ રીતે એક અંતર્મુહૂર્તમાં જ્યારે ચારે કષાયનો સંપૂર્ણ ક્ષય થાય એટલે જીવ અનંત ગુણ વિશુધ્ધિવાળો બને છે અને પુરૂષાર્થ કરીને દરેક આત્મપ્રદેશો ઉપર રહેલા મિથ્યાત્વ મોહનીયના પુદ્ગલોનો નાશ કરવાનો પ્રયત્ન કરે છે. એક અંતર્મુહૂર્તમાં જ્યારે એ પુદ્ગલો સંપૂર્ણ નાશ પામે એટલે જીવ મોહનીય કર્મની ત્રેવીશ પ્રકૃતિઓની સત્તાવાળો થાય છે. આ ત્રેવીશની સત્તા મનુષ્ય ગતિમાં જ જીવને હોય છે. બીજી કોઇ ગતિમાં હોતી નથી. ત્યાર બાદ મિશ્રમોહનીયના પુદ્ગલોનો સંપૂર્ણ નાશ કરે છે ત્યારે મોહનીય કર્મની બાવીશ પ્રકૃતિઓની સત્તાવાળો બને છે. અને ત્યાર બાદ સમ્યક્ત્વ મોહનીયના પુદ્ગલોને ઉદયમાં લાવી લાવીને જ્યારે સંપૂર્ણ ક્ષય કરે ત્યારે જીવ મોહનીય કર્મની એકવીશ પ્રકૃતિઓની સત્તાવાળો થાય છે ત્યારે ક્ષાયિક સમકીત પામ્યો એમ કહેવાય છે. આ રીતે જે સાત પ્રકૃતિઓનો ક્ષય કરાય છે એ સાત પ્રકૃતિઓને દર્શન સપ્તકની પ્રકૃતિઓ કહેવાય છે. જે જીવો અનંતાનુબંધિ ચાર કષાયનો ક્ષય કરે છે ત્યારે તે જીવો મોહનીયની ચોવીશ પ્રકૃતિઓની સત્તાવાળા થાય છે. આ ચોવીશ પ્રકૃતિઓની સત્તા ચારે ગતિમાં સન્ની પર્યાપ્તા જીવો પ્રાપ્ત કરી શકે છે અને કેટલાક જીવો ચોવીશની સત્તા પ્રાપ્ત કર્યા પહેલા ચારે ગતિમાંથી કોઇપણ ગતિનું આયુષ્ય બાંધેલું હોય તો તે જીવો મરીને ચારે ગતિમાંથી કોઇપણ ગતિમાં ઉત્પન્ન થઇ શકે છે. આ ચોવીશની સત્તા જીવને છાસઠ સાગરોપમ કાળ સુધી ક્ષયોપશમ સમકીતના કાળમાં ટકે છે અને ત્યાંથી ત્રીજા મિશ્ર ગુણસ્થાનકને પણ ચોવીશની સત્તા સાથે પ્રાપ્ત કરીને એક અંતર્મુહૂર્તમાં ીથી ક્ષયોપશમ સમકીત પામી છાસઠ સાગરોપમ કાળ સુધી ક્ષયોપશમ Page #251 -------------------------------------------------------------------------- ________________ IIIકે ભાઈ-૨ –– –– – ૨૪૦ – – –– – – –– – – – – – – – –– – સમકીત રાખી શકે છે. આ રીતે ઉત્કૃષ્ટથી ચોવીશની સત્તા જીવને એકસો બત્રીશ સાગરોપમ મનુષ્ય ભવ અધિક કાળ સુધી રહી શકે છે અને પછી ફરીથી મિથ્યાત્વ ગુસ્થાનકને પામીને અનંતાનુબંધી ચાર કષાયનો બંધ કરી શકે છે. આવા જીવોને જ્યારે અનંતાનુબંધિ કષાયનો બંધ ક્ષય કરીને ફ્રીથી શરૂ થયેલ છે ત્યારે મિથ્યાત્વની હાજરીમાં એક આવલિકા કાળ સુધી અનંતાનુબંધિ કષાયનો ઉદય હોતો નથી એમ કહેવાય છે પછી અવશ્ય ઉદય થાય છે. ફ્રીથી મિથ્યા જઇને અનંતાનુબંધિ કષાયનો બંધ કરે ત્યારે તે જીવોને અનંતાનુબંધિ કષાયની વિસંયોજના રૂપે કહેવાય છે. હવે જે જીવો અનંતાનુબંધિ ચાર કષાય-મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીય એ છ પ્રકૃતિઓનો ક્ષય કરીને બાવીશની સત્તાવાળા થાય છે. તે બાવીશની સત્તાવાળાનું આયુષ્ય પૂર્ણ થાય તો મરીને ચારે ગતિમાં જઇ શકે છે. તે આ રીતે. જે જીવોએ પહેલા ગુણસ્થાનકે એક થી ત્રણ નરકમાંથી કોઇ પણ નરકનું આયુષ્ય બાંધેલું હોય તો એ ક્ષયોપશમ સમકીત પામી બાવીશની સત્તા પ્રાપ્ત કરી ઘણી ખરી સમ્યકત્વ મોહનીયને ખપાવી થોડી ભોગવવાની બાકી રહે ત્યારે આયુષ્ય પૂર્ણ કરી નરકગતિમાં જાય છે અને ત્યાં બાકીના સત્તામાં રહેલા સમ્યકત્વ મોહનીયન પુદ્ગલોને ઉદયમાં લાવીને ક્ષય કરી એકવીશની સત્તાવાળા થાય તે વખતે ત્યાં ક્ષાયિક સમકત પામે છે એમ કહેવાય છે. માટે જ્ઞાનીઓએ કહ્યું છે કે ક્ષાયિક સમીકીતની પ્રાપ્તિ કરનાર પ્રસ્થાપક મનુષ્ય કહેવાય અને પૂર્ણતાની અપેક્ષાએ નિષ્ઠાપક નારકીના જીવો કહેવાય છે. અથવા કેટલાક જીવો નરક આયુષ્ય બાંધીને મનુષ્યપણામાં ક્ષાયકિ સમકીત પામે તો એ ક્ષાયિક સમીકીત લઇને પણ નરકમાં જાય છે એમ પણ બને છે. પણ એ જીવો ત્રણ નારકીથી આગળ જઇ શકતા નથી. Page #252 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ –––––––––– જે જીવો એ પહેલા ગુણસ્થાનકે અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચનું આયુષ્ય અને અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યનું આયુષ્ય આ બેમાંથી કોઇપણ આયુષ્ય બાંધ્યું હોય અને પછી ક્ષયોપશમ સમકતની પ્રાપ્તિ કરે અને એ સમકતના કાળમાં પુરૂષાર્થ કરી ક્ષાયિક સમીકીત પામવા માટેનો પ્રયત્ન કરે તો અનંતાનુબંધિ ચાર કષાયોનો ક્ષય કરી કેટલાક જીવોનું આયુષ્ય પૂર્ણ થતાં ચોવીશની સત્તા લઇને તિર્યંચમાં કે મનુષ્યમાં જઇ શકે છે. કેટલાક જીવો મિથ્યાત્વ મોહનીય અને મિશ્રમોહનીચનો ક્ષય કરીને બાવીશની સત્તાવાળા થઇ ઘણાં ખરા સમ્યકત્વ મોહનીયના પુદ્ગલોને ઉદયમાં લાવીને ભોગવીને નાશ કરી આયુષ્ય પૂર્ણ થયે આ તિર્યંચ કે મનુષ્યમાં ઉત્પન્ન થાય તો ત્યાં બાકીના સમ્યકત્વ મોહનીયના પુગલોને ભોગવી નાશ કરી ક્ષાયિક સમીકીત પ્રાપ્ત કરી શકે છે. અને કેટલાક જીવો મનુષ્યગતિમાં જ સમ્યકત્વ મોહનીયના પુગલોનો સર્વથા ક્ષય કરી એકવીશ પ્રકૃતિઓની સત્તાવાળો થાય ત્યારે ક્ષાયિક સમકત પામી કાળ કરી તિર્યંચ અને મનુષ્યમાં ઉત્પન્ન થઇ શકે છે. આથી નક્કી એ થાય છે કે જે મનુષ્યોએ પહેલા ગુણસ્થાનકે રહી સંખ્યાત વર્ષનું તિર્યંચનું મનુષ્ય આયુષ્ય બાંધેલું હોય તે જીવો ક્ષયોપશમ સમકતની પ્રાપ્તિ કરી ક્ષાયિક સમીકીતને પ્રાપ્ત કરી શકતા જ નથી. કદાચ અનંતાનુબંધિ ચાર કષાયોનો ક્ષય કરી ચોવીશની સત્તાવાળા થઇ શકે છે. એવી જ રીતે જે જીવો પહેલા ગુણસ્થાનકે વૈમાનિક દેવનું આયુષ્ય બાંધ્યા પછી ક્ષયોપશમ સમકતની પ્રાપ્તિ કરે એ સમકતના કાળમાં ક્ષાયિક સમીકીત પામવાનો પુરૂષાર્થ કરે તો અનંતાનુબંધિ ચાર કષાયોનો ક્ષય કરી ચોવીશની સત્તા પ્રાપ્ત કરી કાળ કરીને દેવલોકમાં ઉત્પન્ન થઇ શકે છે. કેટલાક જીવો મિથ્યાત્વ અને મિશ્ર મોહનીચનો પણ ક્ષચ કરી સમ્યક્ત્વ મોહનીયના ઘણાં ખરા પુદ્ગલો ખપાવી થોડા ભોગવવાના બાકી Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ચૌદ ગુણસ્થાન ભાગ-૨ રહે ત્યારે આયુષ્ય પૂર્ણ કરી બાવીશની સત્તા લઇને વૈમાનિક દેવલોકમાં ઉત્પન્ન થઇ શકે છે અને ત્યાં સમ્યકત્વ મોહનીયના બાકી રહેલા પુદ્ગલો ઉદયમાં લાવીને ભોગવી ક્ષાયિક સમકતની પ્રાપ્તિ કરી શકે છે. એટલે એકવીશની સત્તા પ્રાણી કરી શકે છે અને કેટલાક જીવો મનુષ્યપણામાં ક્ષાયિક સમકીત ની પ્રાપ્તિ કરીને પણ વૈમાનિક દેવલોકમાં જઇ શકે છે. આનાથી નક્કી થાય છે કે ભવનપતિ-વ્યંતર-જ્યોતિષી દેવોમાં પ્રકૃતિઓની સત્તા પ્રાપ્ત કરી શકતા નથી. આ રીતે ક્ષાયિક સમીકીતી જીવો ચારે ગતિમાં જઇ શકે છે. આ ક્ષાયિક સમીકીતની પ્રાપ્તિ જીવો ચારથી સાત ગુણસ્થાનકમાંથી કોઇપણ ગુણસ્થાનકમાં કરી શકે છે. (૧) સિધ્ધાંતના મતે ક્ષયોપશમ સમકીન લઇને જીવો. ચારે ગતિમાં જઇ શકે છે. તેમાં નારકીમાં જાય તો એકથી છ નારકીમાં જઇ શકે અને ત્યાંથી લઇને આવી શકે છે. તિર્યા અને મનુષ્યમાં જાય તો સંખ્યાત વર્ષના આયુષ્યવાળા અને અસંખ્યાત વર્ષના આયુષ્યવાળામાંથી કોઇપણ તિર્યંચમાં કે મનુષ્યમાં જઇ શકે છે. અને દેવલોકમાં જાય તો ચારે નિકાયના દેવોમાંથી કોઇપણા સ્થાનમાં જઇ શકે છે. સમકીત પામતાં પહેલા નરક-તિર્યંચ અને મનુષ્યનું આયુષ્ય બાંધેલું હોય તો અને દેવલોકને વિષે આયુષ્ય બાંધેલું હોય અથવા ન બાંધ્યું હોય તો પણ જઇ શકે છે. (૨) કાર્મગ્રંથિક આચાર્યોના મતે : સાયિક સમીકીત લઇને જીવો ચારે ગતિમાં જઇ શકે છે. ક્ષયોપશમ સમકીત લઇને એક વૈમાનિક દેવલોમાં જ જઇ શકે છે પણ બીજી ગતિમાં લઇને જઇ શકતા નથી. એટલે વૈમાનિક દેવલોક સિવાય નરકગતિ-તિર્યંચગતિ કે મનુષ્યગતિમાં અને ભવનપતિવ્યંતર-જ્યોતિષમાં જવું હોય તો મિથ્યાત્વ લઇને જ જીવો જાયા Page #254 -------------------------------------------------------------------------- ________________ ચૌદ d[Eસ્થાનક માd-૨ ૨૪૩ – — — — — છે. ઉપશમ સમકીન લઇને જીવો મરણ પામતા ન હોવાથી લઇને જઇ શકાતું નથી. પણ ઉપશમ સમકતથી પતન પામી સાસ્વાદન એટલે બીજું ગુણસ્થાનક લઇને જઇ શકાય છે. ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે જીવો મરણ પામતા નથી માટે ત્રીજું ગુણસ્થાનક લઇને કોઇપણ જીવો બીજી ગતિમાં જતાં નથી. પહેલું, બીજું અને ચોથું આ ત્રણ ગુણસ્થાનક લઇને જીવો બીજી ગતિમાં (પરગતિમાં) જઇ શકે છે. (૧) નારકી અને દેવના જીવો ક્ષાયિક સમીકીતની હાજરીમાં આયુષ્યનો બંધ કરે તો નિયમાં મનુષ્યનું આયુષ્ય બાંધે છે. દલોકન ભારત બંધ (૨) સંખ્યાત વર્ષના આયુષ્યવાળા અથવા અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યો અને તિર્યંચો ક્ષાયિક સમકતની હાજરીમાં આયુષ્યનો બંધ કરે તો નિયમા દેવલોનું અને વૈમાનિક દેવલોકનું આયુષ્ય બાંધે છે. (૩) નિરતિચાર ક્ષયોપશમ સમકતના કાળમાં મનુષ્ય અને તિર્યંચો આયુષ્યનો બંધ કરે તો નિયમા વૈમાનિક દેવનું આયુષ્ય બાંધે છે અને સાતિચાર ક્ષયોપશમ સમકતના કાળમાં આયુષ્યનો બંધ કરે તો ભવનપતિ કે વ્યંતરનું આયુષ્ય બાંધી શકે છે. આ વાત શ્રી ભગવતી સૂત્રમાં આવે છે. અવિરતિ ગુણસ્થાનક કહેવાય છે તો અવિરતિ બાર પ્રકારની હોય છે. પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠું મન આ છ ને પોતા પોતાના અનુકૂળ વિષયોમાં જોડવી તથા પ્રતિકૂળ વિષયોથી પાછી. ખસેડવી એ છ પ્રકારની અવિરતિ કહેવાય છે અને આ છ એ અવિરતિને જીવંત રાખવા માટે પૃથ્વીકાય-અપકાય-તેઉકાયવાયુકાય-વનસ્પતિકાય અને ત્રસકાચ આ છએ પ્રકારના જીવનો વધ કરવો એ છ પ્રકારની અવિરતિ કહેવાય છે. એમ કુલ બાર Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ પ્રકારની અવિરતિ હોય છે. મિથ્યાત્વના ઉદય વગર આ બારેય પ્રકારની અવિરતિનો ઉદય ચાલુ હોય છે. આ જીવોને અપ્રત્યાખ્યાનીય ક્રોધ-માન-માયા-લોભનો ઉદય વિપાકોદય હોય છે અને જ્યારે અનંતાનુબંધિ ક્રોધ-માન-માયા-લોભને ઉદયમાં આવવું હોય ત્યારે તે અનંતાનુબંધિ કષાયના પુદ્ગલો અપ્રત્યાખ્યાનીય કષાય રૂપે થઇ થઇને ઉદયમાં આવે છે પણ પોતાના સ્વરૂપે ઉદયમાં આવતા નથી. માટે તે અનંતાનુબંધિ ચાર કષાયોનો વિપાકથી ઉદય કહેવાતો નથી પણ પ્રદેશોદય કહેવાય છે. આ પ્રત્યાખ્યાનીય કષાયના ઉદયના કારણે જીવોને કોઇપણ વ્રત-નિયમ-પચ્ચક્ખાણ કરવાનું મન થતું નથી. અંતરમાં ભાવના જરૂર હોય છે પણ હમણાં ને હમણાં હું કરી લઉં એવો ઉલ્લાસ પેદા થતો નથી. આથી આ જીવો ઉપશમ-ક્ષયોપશમ કે ક્ષાયિક ત્રણેય સમ્યક્ત્વમાંથી કોઇપણ સમ્યક્ત્વ સાથે હોય છે તેથી છોડવાલાયક પદાર્થોમાં છોડવા લાયકની બુધ્ધિ અને ગ્રહણ કરવા લાયક પદાર્થોમાં ગ્રહણ કરવા લાયકની બુધ્ધિ સતત રહ્યા જ કરે છે. એ બુધ્ધિને ટકાવવા માટે અને ચારિત્ર મોહનીય કર્મનો ક્ષયોપશમ ભાવ પેદા કરવા માટે સારામાં સારી રીતે શ્રી જિનેશ્વર પરમાત્માની ભક્તિ કરતાં હોય છે. સુ સાધુ ભગવંતોની સેવાભક્તિ કરતાં હોય છે. તત્વનું જ્ઞાન મેળવતા હોય છે તથા સાધર્મિક ભક્તિ પણ સારી રીતે કરતાં હોય છે. આ કર્તવ્યો આ જીવોને માટે તરવાના સાધનો કહેલા છે. સમ્યક્ત્વ કહો કે સમ્યગ્દર્શન કહો તે બંને એક્જ છે. યથાર્થ શ્રદ્ધાન યાને વાસ્તવિક તત્ત્વદ્રષ્ટિ એ એનો અર્થ છે. એ વાતની વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિ મુનીશ્વરકૃત તત્ત્વાર્થાધિગમ સૂત્રનું “તત્વાર્થશ્રદ્વાળું સમ્યગ્દર્શન” એ સૂત્ર સાક્ષી પૂરે છે. વિશેષમાં સમ્યક્ત્વની વ્યાખ્યા કરતાં પૂજ્ય શ્રી હેમચન્દ્ર સૂરિ મ. કહે છે કે Page #256 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ "या देवे देवताबुद्धि-गुरौ च गुरुतामतिः । ધર્મે હૈં ધર્મથી: શુદ્ધા, સભ્યમિમુબતે II” અર્થાત્ ઃ- દેવને વિષે દેવપણાની શુધ્ધિ બુદ્ધિ, ગુરૂમાં ગુરૂપણાની શુદ્ધ બુદ્ધિ અને ધર્મમાં નિર્મળ બુદ્ધિ એ ‘સમ્યક્ત્વ’ કહેવાય છે.' ૨૪૫ આ ઉપરથી સાર એ નીકળે છે કે-જેમને દેવ-ઇશ્વરપરમેશ્વર તરીકે માનવા વ્યાજબી હોય તેમને દેવ તરીકે સ્વીકારવા, જેમને ગુરૂ એવી સંજ્ઞા આપવી યથાર્થ હોય તેમને ગુરૂ તરીકે માનવા અને જે વાસ્તવિક રીતે ધર્મ એવા નામને લાયક હોય તેને ધર્મ માનવો એ ‘સમ્યક્ત્વ' છે. આનાથી ઉલટી માન્યતા તે ‘મિથ્યાત્વ' છે. સાત પદાર્થો ઉપર શ્રદ્ધારૂપ આત્મપરિણતિની વ્યાપ્તિ ‘તત્ત્વાર્થશ્રદ્ધાન.’ તે જ્યારે સમ્યક્ત્વ હોય ત્યારેજ કહેલ સ્વરૂપવાળું શ્રદ્વાન પ્રગટે છે અને તેથી તે શ્રદ્ધાન સમ્યક્ત્વ વિના સંભવતું નથી. એવા પ્રકારની વ્યાપ્તિ એટલે શ્રદ્ધાનવાળા જીવોને અવશ્ય સમ્યક્ત્વ હોય છે. એ નિયમ જણાવવા માટે શ્રદ્ધાન એ સમ્યક્ત્વનું કાર્ય છે, તો પણ તેને વિષે સમ્યક્ત્વરૂપ કારણનો ઉપચાર કરીને શ્રદ્ધાનને સમ્યક્ત્વ કહેવામાં આવે છે. પ્રશસ્ત આત્મપરિણતિરૂપ સમ્યક્ત્વ પણ તત્ત્વને પ્રતિપાદન કરનાર શાસ્ત્રના જ્ઞાન દ્વારા પ્રગટ થાય છે. કહ્યું છે કે- “નીવાડ઼ નવ યત્ને, નો નાળફ તસ્સ હોફ સમ્મતં ।” જ્યારે તત્ત્વજ્ઞાનથી સમ્યક્ત્વ પ્રગટે છે, તો પછી “ભાવે સ ંતો યાગનાળે વિ સન્મત્ત” -આ વચનથી તત્ત્વજ્ઞાન ન હોય, તો પણ જે ભાવથી શ્રી વીતરાગ પ્રભુએ કહેલ પદાર્થસ્વરૂપની યથાર્થ શ્રદ્ધા રાખે તેજીવ સમ્યદ્રષ્ટિ કહેવાય. એ વાત કેવી રીતે સંભવે ? આ સંબંધમાં મહાપુરૂષોનું સમાધાન છે કે- ‘શયાળમાળે વિ' ઇત્યાદિ વચન જ્ઞાનના અભાવને કહેનાર નથી, પરંતુ વિસ્તારપૂર્વક તત્ત્વજ્ઞાનની Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ અપેક્ષાએ અજ્ઞાન (અલ્પજ્ઞાન) અર્થને જણાવનાર છે એટલે જે જીવ વિસ્તારથી તત્ત્વોને જાણતો નથી, તો પણ જો ઉત્કૃષ્ટ ભાવથી શ્રી વીતરાગપ્રણીત તત્ત્વોની યથાર્થ શ્રદ્ધા રાખે, તો તે સમ્યદ્રષ્ટિ કહેવાય છે. પદાર્થનું યથાર્થ સ્વરૂપ તે તત્ત્વ કહેવાય છે. વળી આપણને સર્વજ્ઞ કહેલા ધર્મ ઉપર તેમજ સર્વશે કહેલી દરેક વાત ઉપર દ્રઢ રાગ અને વિશ્વાસ છે, એમ આપણું મન ખાત્રી આપતું હોય અને આસ્તિક, અનુકંપા ઇત્યાદિ સમ્યક્ત્વના ૬૭ લક્ષણોમાંના લક્ષણો વર્તતા હોય, તો વ્યવહારથી એમ માની શકીએ કે-આપણને વ્યવહાર સમ્યકત્વ છે. પરંતુ નિશ્ચય સમ્યક્ત્વ (વસ્તુતઃ સમ્યત્વ) છે કે નહિ ? તે વાત તો સર્વજ્ઞજ જાણે : પરંતુ આપણે છદ્મસ્થ જાણી શકીએ નહિ, તેમજ શુદ્ધ ધર્મ ઉપર રાગ માત્રથી નિશ્ચય સમ્યકત્વ હોઇ શકતું નથી. સર્વજ્ઞ કહેલા પદાર્થના અનન્ત ભાવોમાંથી એકજ ભાવ ઉપર પણ અવિશ્વાસ આવતો હોય અને શેષ સર્વ અનન્ત ભાવ ઉપર વિશ્વાસ બેસતો હોય, તો પણ સખ્યત્વ હોતું નથી. વળી સર્વ વાત ઉપર વિશ્વાસ હોયતે પણ દર્શનમોહનીય કર્મનું આવરણ ખસવાથી થયેલ હોય તો જ નિશ્ચયથી સમ્યક્ત્વ હોઇ શકે, અન્યથા તે કર્મનું આવરણ ખસ્યા વિના બાપદાદાની રૂઢી ઇત્યાદિક કારણથી થયેલો જે રાગ તે નિશ્ચય સમ્યક્ત્વરૂપ નથી, અને તે દર્શનમોહનીય કર્મનું આવરણ ખસ્યું છે કે નહિ તે સર્વજ્ઞ જાણી શકે છે, પણ આપણા સરખા અભજ્ઞાની જીવો જાણી શકે નહિ. માત્ર ધર્મ ઉપર રાગ છે એટલું સ્થૂલ બુદ્ધિએ જાણી શકાય, તેથી નિશ્ચયપૂર્વક સમ્યક્ત્વ ઉત્પન્ન થયું છે કે નહિ તે આપણે જાણી શકીએ નહિ. પ્રશમાદિ લક્ષણ સમ્યક્ત્વનું જે બતાવેલ છે, તે પણ ઉપરના આત્મપરિણતિ રૂપ આશયવાળા અર્થથી સંગત થાય છે. જૈન-પ્રક્રિયા : સમ્યગદર્શન પ્રાપ્ત કરવાના સાધનો સંબંધી વિચાર કરીએ Page #258 -------------------------------------------------------------------------- ________________ થાક ભાવ-૨. ૨૪૭ તે પૂર્વે જેન-પ્રક્રિયા પ્રમાણે કર્મોના આઠ વિભાગો પાડવામાં આવ્યા છે. (૧) જ્ઞાનાવરણીય, (૨) દર્શનાવરણીય, (૩) વેદનીય, (૪) મોહનીય, (૫) આયુષ્ય, (૬), નામ, (૭) ગોત્ર અને (૮) અંતરાય. આ કર્મના આઠ વિભાગો છે. આ દરેક વિભાગના બીજા અવાન્તર ભેદો છે, પરંતુ તે સર્વનું અત્ર પ્રયોજન નહિ હોવાથી પ્રસ્તુતમાં મોહનીયકર્મના-દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય -એ બે મૂખ્ય ભેદોના અવાન્તર ભેદો વિચારવામાં આવે છે. | દર્શનમોહનીયના સમ્યકત્વમોહનીય, મિશ્રમોહનીય અને મિથ્યાત્વમોહનીય -એમ ત્રણ ભેદો છે, જ્યારે ચારિત્રમોહનીયના કષાય” અને “નોકષાય” એમ બે ભેદો છે. વળી તેમાં ક્રોધ, માન, માયા અને લોભ -એમ ચાર પ્રકારો છે. આ દરેક કષાયના એક એકથી ઉતરતા બળવાળા અનન્તાનુબંધી, અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન અને સંજ્વલન-એમ ચાર ચાર ભેદો છે. નોકષાયના (૧) હાસ્ય, (૨) રતિ, (૩) અરતિ, (૪) શોક, (૫) ભય, (૬) જુગુપ્સા, (૭) પુરૂષવેદ, (૮) સ્ત્રીવેદ, (૯) નપુંસક વેદ -એમ નવ ભેદો છે. આ પ્રમાણે દર્શનમોહનીયના ત્રણ, કષાયના સોળ અને નોકષાયના નવ ભેદો મળીને મોહનીયના ૨૮ પ્રકારો પડે છે. દર્શનમોહનીયનો સામાન્ય અર્થ એ છે કે-તત્ત્વના સંબંધમાં યથાર્થ માન્યતા થવા દેવામાં વિઘ્ન ઉત્પન્ન કરવું અર્થાત તેનું કાર્ય યથાર્થ દર્શનનું આચ્છાદન કરવાનું છે. દર્શનમોહનીય શબ્દ સૂચવે છે કે-દર્શન સાથે તેને કંઇ સંબંધ હોવો જોઇએ અને વસ્તુતઃ તેમજ છે ? અને તે એ છે કે-દર્શનમોહનીય કર્મનો અસ્ત થતાં સમ્યગ્રદર્શનનો ઉદય થાય છે. સમ્યગદર્શન સંપાદન ક્રવામાં જોઇતાં સાધનો : Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ થાક ભાવ-૨ જો કે સમ્યગદર્શનની પ્રાપ્તિમાં જ્ઞાનાવરણીય કર્મોના ક્ષયોપશમની અપેક્ષા રહેલી છે, તો પણ આ ક્ષયોપશમ કંઇ તેનું મૂખ્ય કારણ નથી; કેમકે-જેટલા ક્ષયોપશમની અપેક્ષા રહેલી છે, તેટલો ક્ષયોપશમ તો પંચેન્દ્રિય જીવોને હોય છે. આથી મૂખ્ય વાત તો એ છે કે- અનાદિ અનંત એવા ચતુર્ગતિભ્રમણ રૂપ ઘોર અટવીમાં પ્રાણી જે મોહનીયાદિક આઠ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિના વિપાકને વશ થઇ પરિભ્રમણ કર્યા કરે છે, તે કર્મોની સ્થિતિ-કાલ ઘટવો. જોઇએ અને એમ થાય ત્યારેજ સમ્યગદર્શનની પ્રાપ્તિ થઇ શકે તેમ છે. આથી પ્રથમ તો સ્થિતિકાલ અને કયા કર્મનો કેટલો સ્થિતિકાલ છે તે જાણવાની જરૂર રહે છે. એ જિજ્ઞાસાના સમાધાનમાં કહેવાનું કે-કર્મપુદ્ગલ જેટલા વખત સુધી આત્મા સાથે જોડાયેલું રહે, તેટલો વખત તે કર્મનો “સ્થિતિકાલ' કહેવાય છે. કર્મદ્રવ્ય વધારેમાં વધારે જેટલો વખત રહે તે તેનો “ઉત્કૃષ્ટ સ્થિતિકાલ' અને ઓછામાં ઓછો જેટલો વખત રહે તે તેનો જઘન્ય સ્થિતિકાલ' જાણવો. તેમાં વેદનીય, નામ અને ગોત્ર-એ સિવાયના બાકીના કર્મોનો જઘન્ય સ્થિતિકાલ અંતર્મુહૂર્તનો છે. તત્વાર્થાધિગમ સૂત્ર પ્રમાણે વેદનીયનો જઘન્ય સ્થિતિકાલ બાર મુહૂર્ત (એક મુહૂર્ત = બે ઘડી = ૪૮ મિનિટ) નો છે, જ્યારે ઉત્તરાધ્યયન સૂત્ર પ્રમાણે તો તે કાળ અંતર્મુહૂર્તનો છે. નામ તેમજ ગોત્ર એ બંને કર્મોનો જઘન્ય સ્થિતિકાલ તો આઠ મુહૂર્તનો છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અન્તરાય એ ચાર કર્મોનો ઉત્કૃષ્ટ સ્થિતિકાલ ત્રીસ કોટાકોટિ સાગરોપમ છે, તથા નામ અને ગોત્રનો ઉત્કૃષ્ટ સ્થિતિકાલ વીસ કોટાકોટિ સાગરોપમ છે, જ્યારે મોહનીયનો ઉત્કૃષ્ટ સ્થિતિકાલ સીત્તેર કોટાકોટિ સાગરોપમ છે તથા આયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિકાલ તેત્રીસ સાગરોપમ છે. તેમાં આપણે આગળ જોઇ ગયા તેમ સંસારસમુદ્રમાં ડૂબેલા Page #260 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ૨૪૯ આત્માનો ઉદ્ધાર કરવામાં અગ્રભાગ ભજવનારા સમ્યગ્રદર્શનને પ્રાપ્ત કરવાનું સાધન તો કર્મોના સ્થિતિબળનો ઘટાડો થવો જોઇએ એ છે. તો હવે કયા કર્મનો કેટલો ઘટાડો થવો જોઇએ અને તે પણ શાથી થાય છે તે વિચારવું બાકી રહે છે. આના સમાધાનમાં સમજવું કે એક આયુષ્યકર્મ સિવાયના સાતે કર્મોની સ્થિતિ કિંચિત ન્યૂન એક કોટાકોટિ સાગરોપમ જેટલી રહેવી જોઇએ. આમાં આત્માનો પરિણામવિશેષ, કે જેને “યથાપ્રવૃત્તિકરણ' ના નામથી ઓળખાવવામાં આવે છે તે કારણભૂત છે. અન્ય શબ્દમાં કહીએ તો ત્રીસ કોટાકોટિ સાગરોપમની સ્થિતિવાળાં એવા જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય અને અંતરાય કર્મોની સ્થિતિ ઘટીને છેવટે એક પલ્યોપમના અસંખ્યાતમા ભાગથી ન્યૂન એવા એક કોટાકોટિ સાગરોપમ જેટલી રહે, તેમજ વીસ કોટાકોટિ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નામ અને ગોત્રકર્મની સ્થિતિ પણ આખરે એક પલ્યોપમના અસંખ્યાતમા ભાગથી ન્યૂન એવા એક કોટાકોટિ સાગરોપમ જેટલી રહે ઃ અર્થાત્ જ્ઞાનાવરણાદિક કર્મના જેટલી જ રહે અને સીત્તેર કોટાકોટિ સાગરોપમની સ્થિતિવાળા મોહનીયકર્મની સ્થિતિ પણ અંતે એટલીજ બાકી રહે. એટલે કેઆયુષ્ય સિવાયના કર્મોની સ્થિતિ ઘટીને એકી વખતે ઉપર્યુક્ત. પ્રમાણ જેટલી રહે, ત્યારે જ સમ્યગદર્શન પ્રાપ્ત કરવાનું પ્રથમ દ્વારા પ્રાપ્ત થાય છે. આ દ્વાર સુધી આત્માને દોરી લાવનાર બીજું કોઇ નથી, પણ તેનો પરિણામ યથાપ્રવૃત્તિકરણજ છે. આટલેથીજ કાર્ય સરે તેમ નથી. આ ઉપરાંત અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણની પ્રાપ્તિ થાય તો જ સમ્યગદ્દેશન સંપાદન કરી શકાય તેમ છે. યથાપ્રવૃત્તિwણાદિનું સ્વરૂપ - Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦. - - - - ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ આપણે જોઇ ગયા તેમ એકંદરે કરણો ત્રણ છે. (૧) યથાપ્રવૃત્તિકરણ, (૨) અપૂર્વકરણ અને (૩) અનિવૃત્તિકરણ. તેમાં “કરણ' શબ્દનો અર્થ પરિણામ-અધ્યવસાય છે. “યથાપ્રવૃત્તિકરણ' એટલે સાધારણ રીતે ઉપયોગ વગર ઉત્પન્ન થનારો પરિણામ, “અપૂર્વકરણ” એટલે પૂર્વે નહિ અનુભવેલો એવો પરિણામ અને “અનિવૃત્તિકરણ” એટલે સમ્યક્ત્વ (સમ્યગદર્શન) ઉત્પન્ન કર્યા વિના નહિ ચાલ્યો જનારો પરિણામ. આ પ્રમાણેની ત્રણ કરણોની સ્થૂલ રૂપરેખા છે. હવે તેના વિશેષ સ્વરૂપ તરફ દ્રષ્ટિપાત કરીએ. તેમાં પ્રથમ તો આ ત્રણે કરણોમાં પ્રથમ ભાગ ભજવનારા યથાપ્રવૃત્તિકરણ તરફ નજર કરીએ. યથાપ્રવૃત્તિક્રણઃ યથાપ્રવૃત્તિ એટલે આત્માની અનાદિકાળથી કર્મ ખપાવવાની જેવી પ્રવૃત્તિ ચાલી આવે છે તેવી ને તેવી પ્રવૃત્તિ. જો કે-આત્માની અનાદિની ચાલ કાયમ છે, પરંતુ કારણ-પરિપાકને લઇને મિથ્યાત્વની મંદતા થાય છે-કર્મોનું સ્થિતિબળ ઘટે છે. અહીં કોઇને શંકા થાય છે કે આ વાત કેમ સંભવી શકે? તો તેના સમાધાનાર્થે નીચેના બે ઉદાહરણો વિચારવામાં આવે છે. - ધારો કે-આપણી પાસે એક ધાન્યનો ભંડાર છે. એમાંથી દરરોજ જેટલું ધાન્ય બહાર કાઢવામાં આવે તેનાથી ઓછું -ન્યૂના પ્રમાણમાંજ તેમાં ધાન્ય નાંખવામાં આવે, તો શું કાલાન્તરે અમુક કાળ વિત્યા બાદ તે ભંડાર અલ્પ ધાન્યવાળો નહીં થઇ જાય ? તેવી રીતે પ્રસ્તુતમાં કર્મ એ ધાન્ય છે અને આત્મપ્રદેશ એ કર્મરૂપ ધાન્યને ભરવાનો ભંડાર છે. અકામનિર્જરા દ્વારા અનાભોગે. આમાંથી ઘણાં કર્મોની નિર્જરા થાય અને સાથે સાથે અલ્પકર્મ બંધાતા જાય, તો પછી કર્મરૂપ ધાન્ય ઘટે એ શું સ્વાભાવિક નથી 2. અર્થાત્ સ્વાભાવિક છે. Page #262 -------------------------------------------------------------------------- ________________ રપ૧ ચૌદ ગુણસ્થાનક ભાdI-૨ હવે બીજા ઉદાહરણ તરફ નજર કરીએ. ધારો કે-એક પર્વત છે અને તેમાંથી જળની ધારા વહે છે. તો પછી આ પર્વતની નીચે રહેલો કોઇક પાષાણ આ જળના પ્રવાહમાં તણાઇ-આમ-તેમ અથડાઇ ઘસાતો ઘસાતો પોતાની મેળે ગોળ અને સુંવાળો બની જાય, એમ કહેવામાં કોઇ પ્રમાણની જરૂરત નથી. પ્રસ્તુતમાં જીવ તે પાષાણરૂપ છે અને ચતુર્ગતિરૂપ સંસાર તે જળનો પ્રવાહ છે.તેમાં તણાતો જીવરૂપી પાષાણ અકામનિર્જરારૂપ ઘર્ષણ વડે ધર્મપ્રવૃત્તિ રૂપ યોગ્ય ઘાટમાં આવે યથાયોગ્ય સંયોગો મળતાં કષાયમંદતાના યોગે અમુક કર્મjજનું આપોઆપ શટન-પટન થતાં જીવ કંઇક હલકો થાય, એ દેખીતી વાત છે. આ બે ઉદાહરણો ઉપરથી સમજી શકાય છે કે-જીવ પણ દીર્ધ સ્થિતિવાળાં કર્મોને ખપાવતો જતો, ખેરવતો જતો અને અલ્પ સ્થિતિવાળાં નવીન કર્મ બાંધતો જતો, કાલાન્તરે અનાભોગરૂપ યથાપ્રવૃત્તિકરણ વડે અલ્પ અલ્પ સ્થિતિવાળાં કર્મવાળો થાય : અર્થાત્ જરૂરજ તેનાં કર્મોનું સ્થિતિ બળ ઘટે. આ ઉપરથી જોઇ શકાય છે કે-યથાપ્રવૃત્તિકરણ એ આત્માનો અનાભોગ-બુદ્ધિપૂર્વક વિનાનો પરિણામ છે : અર્થાત્ જીવ પહેલાં જેમ અતિશય દીર્ધ સ્થિતિવાળા કર્મો બાંધેતો હતો, તેને બદલે હવે અલ્પ સ્થિતિવાળા કર્મ બાંધે તેમાં આ પરિણામ કારણરૂપ છે. પરંતુ આવો પરિણામ તો અભવ્યોને અર્થાત જેઓમાં મુક્તિએ જવાની યોગ્યતા નથી તેઓને પણ ઉત્પન્ન થાય છે. એથી એદ્રષ્ટિએ આ મહત્ત્વનો નથી, તો પણ આત્મોન્નતિના માર્ગ તરફ પ્રયાણ કરનારાઓ માટે એ પહેલું સ્ટેશન છે. જેને પોતાના આત્માનું હિત સાધવું હોય, મુક્તિપુરીમાં જવાની જેને તીવ્ર અભિલાષા ઉત્પન્ન થઇ હોય, તેને તો અહીંઆ સુધીની ટીકીટ કઢાવવી જ જોઇએ,તેમજ આ સ્ટેશન સુધીની મુસાફ્રી પણ કરવી Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨પર ચૌદ ગુણસ્થાનક ભાdj-૨ જ જોઇએ. અહીંઆ આવ્યાથી જ કાર્ય સરી શકે ખરું, પરંતુ એનો અર્થ એમ નથી કે આ સ્ટેશને આવ્યા કે કાર્ય સરીજ ગયું. અહીં સુધી આવી પહોંચવું એ અશક્ય નથી, પરંતુ અહીં આવ્યા વિના જ આગળ જવું એ તો જરૂર અશક્ય છે. આ દ્રષ્ટિએ એમ કહી શકાય કે-યથાપ્રવૃત્તિકરણની પ્રાપ્તિ નિરર્થક નથી, તેમાં પણ ગૌરવ રહેલું છે. વળી તેમાં જે જીવના સંબંધમાં સંસારનો છેડો હવે આવીજ રહેલો હોય અને એથી કરીને જેના સંબંધમાં આ યથાપ્રવૃત્તિકરણ અંતિમજ હોય, તે જીવનું યથાપ્રવૃત્તિકરણ તો ખરેખર પ્રશંસાપાત્ર છે : કેમકે-આવા યથાપ્રવૃત્તિકરણ વડે જીવ આત્મોન્નતિમાં આગળ વધી મુક્તિના સિક્કા રૂપ સમ્યગ્દર્શનનો અવશ્ય લાભ મેળવે છે. આવું અંતિમ યથાપ્રવૃત્તિકરણ પ્રાપ્ત થયા પછી અપૂર્વકરણ મેળવવાને બહુ શંક્ષા મારવા પડે કે વધુ વખત રાહ જોવી પડે તેમ પણ નથી. એક અંતર્મુહૂર્તમાં જ એનો સમાગમ-ઉદય થાય છે : અર્થાત્ અંતિમ યથાપ્રવૃત્તિકરણ પ્રાપ્ત કર્યા બાદ અપૂર્વકરણ પ્રાપ્ત કરવામાં ઓછામાં ઓછો નવ સમયનો વિલંબ થાય છે અને વધારેમાં વધારે એક મુહૂર્ત- ૪૮ મિનિટમાં કાંઇક ન્યૂન એટલો વિલંબ થાય છે, જ્યારે સામાન્ય યથાપ્રવૃત્તિકરણનો ઉત્કૃષ્ટ સ્થિતિકાલ તો અસંખ્યાત સમયનો છે. સામાન્ય યથાપ્રવૃત્તિwણ : જે અંતિમ યથાપ્રવૃત્તિકરણ બાદ અપૂર્વકરણ તેમજ અનિવૃત્તિકરણ ઉત્પન્ન થાય છે, તે સિવાયના સામાન્થ-સાધારણ યથાપ્રવૃત્તિકરણના અધિકારી તો અભવ્યો પણ છે, પરંતુ તેઓ આ પ્રથમ કરણને પ્રાપ્ત કરી આત્મોન્નતિમાં આગળ વધી શકતા નથી. ભવ્યજીવો કે જેઓ મોડા-વહેલા પણ મુક્તિરમણીને વરવાના છે, તેમાંથી પણ કેટલાક દીધસંસારી તો અહીંથી પાછા હઠે છે. Page #264 -------------------------------------------------------------------------- ________________ ---------- ચૌદ ગુણસ્થાનE ભાગ-૨ ૨૫૩ તે ઓ પોતાના દીર્ધસંસારીપણાના યોગે તથાપ્રકારની સંયોગસામગ્રીની પ્રાપ્તિના અભાવે સમ્યગદર્શનને પામી શકવાના નથી. વળી કેટલાક અભવ્ય જીવોને આ સામાન્ય યથાપ્રવૃત્તિકરણ પ્રાપ્ત થતાં ચાર સામાયિકો (૧) સમ્યક્ત્વસામાયિક, (૨) શ્રુતસામાયિક, (૩) દેશવિરતિસામાયિક અને (૪) સર્વવિરતિસામાયિક, (તેમાં સમ્યક્ત્વ સામાયિક કહો કે સમ્યક્ત્વ કહો તે એકજ છે.) પૈકી શ્રુતસામાયિકનો લાભ થાય છે, પરંતુ બાકીના તેમને ત્રણ સામાયિકોનો લાભ સંભવતો નથી. આ વાતને આવશ્યક ટીકાનું નીચે મુજબનું વાક્ય ટેકો આપે છે. "अभव्यस्यापि कस्यचिद् यथाप्रवृत्तिकरणतो वन्थिमासाद्या हेदादि विनूतिदर्शनत: प्रयोजनान्तरतो वा प्रवर्तमानस्य મૃતસામાયિવસામો મવતિ, ન શેપનામ: ” અત્રે એ ઉમેરવું અનાવશ્યક નહીં ગણાય કે-સામાન્ય યથાપ્રવૃત્તિકરણે આવેલા ભવ્યજીવો પ્રાયઃ કૃતધર્મથી કાલાદિક ભેદે સમ્યક્ત્વ પ્રાપ્ત કરી શકવા ભાગ્યશાળી બની શકે છે. શ્રત ધર્મ અથતિ આગમધર્મ ઉપર સમ્યફદ્રષ્ટિને કેટલી અવિહડ પરિણતિ હોય છે, તે વિષે પૂજ્ય શ્રીમાન યશોવિજય મહારાજે કહ્યું છે કે “મન મહીલાનું વહાલા ઉપરે, બીજા કામ કરંત; તિમ મૃતધર્મે રે એહમાં મન ધરે, જ્ઞાનાક્ષેપકવંત”. આ ઉપરથી કાલાદિક ભેદ સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે વિયોલ્લાસ જાગૃત થવાના કારણભૂત વાસ્તવિક-યથાર્થ મૃતધર્મપરિણતિની કેટલી આવશ્યક્તા છે, તે વાચકોએ વિચારી લેવું. સામાન્ય યથાપ્રવૃત્તિકરણમાં વર્તતો જીવ (ભલે તે પછી Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ IIક ભાવ- ૨ ભવ્ય હોય કે અભવ્ય હોય) તેના તેજ પરિણામમાં સંખ્યાત અથવા અસંખ્યાત કાળ સુધી રહી શકે છે. તેટલો કાળવિત્યા બાદ ભવ્યજીવ કાં તો ચડતા પરિણામવાળો બને છે, એટલે કેઅપૂર્વકરણાદિ વડે સમ્યગદર્શન પ્રાપ્ત કરે છે કે કાંતો તેના પરિણામ મલિન થતા જાય છે. અભવ્યને માટે ચડીયાતા પરિણામનો સંભવ નહિ હોવાથી તે તદનંતર પતિત થાય એદેખીતી વાત છે. યથાપ્રવૃત્તિકરણમાં વર્તતો જીવ રાગ-દ્વેષરૂપી ગ્રન્થિ (ગાંઠ)ની સમીપ આવેલ છે, એટલે કે-તે ગ્રન્થિદેશમાં રહેલો છે એમ શાસ્ત્રકારો કહે છે. આ ગ્રન્થિદેશમાં રહેલો અભવ્યજીવ પણ ઉત્તમ સાધુઓનો સત્કાર થતો જોઇને કે તીર્થંકરની સમૃદ્ધિ જોઇને, દ્રવ્યચારિત્ર અંગીકાર કરી ક્રિયાના બળથી નવમા સૈવેયકમાં પણ ઉત્પન્ન થઇ શકે છે. વળી એવો અભવ્ય જીવ વધારેમાં વધારે નવમા પૂર્વ સુધી સૂત્રપાઠ જાણી શકે છે, પરંતુ તે વાસ્તવિક અર્થ જાણતો નથી. આ પ્રમાણે તે દ્રવ્યચુત મેળવે છે. કોઇ મિથ્યાત્વી ભવ્યજીવ તો ગ્રન્થિદેશમાં રહીને દશ પૂર્વમાં કંઇક ન્યૂન એટલું દ્રવ્યકૃત પ્રાપ્ત કરી શકે છે. કંઇક ધૂન કહેવાનો હેતુ એ છે કે-જેણે પૂરેપૂરા દશ પૂર્વનું અધ્યયન કર્યું હોય, તે તો સખ્યત્વથી અલંકૃત હોય છે. જેથી ઓછા જ્ઞાનવાળાને સમ્યક્ત્વ હોઇ પણ શકે અને ન પણ હોઇ શકે. આ યથાપ્રવૃત્તિકરણ આગળ વધવામાં રાગ-દ્વેષરૂપ ગ્રન્થિ વચ્ચે આવે છે અને તે દુર્ભેદ્ય દુખે કરીને ભેદી શકાય તેવી છે. તેથી અપૂર્વકરણરૂપ પરશુ દ્વારા ભેદ કર્યા વિના આત્મોન્નતિમાં આગળ વધી શકાય તેમ નથી, એટલે કે-સમ્યકત્વ મળી શકે તેમ નથી. આથી આ ગ્રન્થિના સ્વરૂપ પરત્વે વિચાર કરીએ. ગ્રન્થિ સ્વરૂપ: ગ્રન્થિ શબ્દનો અર્થ ‘ગાંઠ' છે. અત્રે પ્રસ્તુતમાં આ ગ્રન્થિથી Page #266 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨, ૨૫૫ - - - - - - - - - - - - - - - આત્માનો અતિ મલિન રાગ-દ્વેષરૂપ પરિણામ સમજવાનો છે. વિશેષાવશ્યકમાં પણ કહ્યું છે કે "गंठित्ति सुदुमओ, कक्खडधणरुढगंट्ठिव । जीवस्स कम्मजणिओ, घणरागदोसपरिणामो ||" "અર્થાત :- કઠોર, નિબિડ અને અતિશય મજબૂત કાષ્ઠાદિકની ગાંઠની પેઠે દુર્ભેદ્ય એવો કર્યજનિત જીવનો ગાઢ રાગ-દ્વેષરૂપ પરિણામ તે “ગ્રન્થિ' છે. આ ગ્રન્યિ ચાર અનન્તાનુબંધી કષાયોના સમુદાયરૂપ છે. પ્રન્થિની સમીપ આવેલા જીવોનું વર્તન : આપણે ઉપર જોઇ ગયા તેમ આ ગ્રન્થિની સમીપ આવેલા જીવોનું વર્તન વિવિધ પ્રકારનું છે. જેમકે-કેટલાક જીવો રાગદ્વેષને વશ થઇને આ ગ્રન્થિથી પાછા હઠે છે, એટલે કે-તેઓ ક્રીથી દીર્થ સ્થિતિવાળાં કમબાંધે છે અને કેટલાકપ્રથમ કરણયુક્ત થઇને ત્યાં જ રહે છે ઃ અર્થાત તેઓ અમુક કાળ પર્યત એક પલ્યોપમના અસંખ્યાતા ભાગથી ધૂન એવી એક કોટાકોટિ સાગરોપમની સ્થિતિવાળાં કર્મો બાંધે છે, એટલે કે-એનાથી જૂનાધિક સ્થિતિવાળાં કર્મો તેઓ બાંધતા નથી. “અમુક કાળ પર્વત’ એમ કહેવાનું કારણ એ છે કે-આ ગ્રન્થિદેશમાં આવેલો ભવ્ય કે અભવ્ય જીવ ત્યાં ને ત્યાં ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ સુધી જ રહે, પરંતુ હંમેશને માટે ત્યાંજ રહે નહિ. કેમકે-આટલા કાળ દરમ્યાન જે ભવ્યજીવ હોય તે કાં તો ગ્રન્થિ ભેદે અથવા તો અભવ્યની માફ્ટ ત્યાંથી પાછો . આથી જોઇ શકાય છે કેયથાપ્રવૃત્તિકરણની ઉત્કૃષ્ટ સ્થિતિ અસંખ્યાતકાળની છે, નહિ કે અનન્તકાળની. ગ્રન્થિદેશમાં રહેલા કેટલાક જીવો તીક્ષ્ણ ધારવાળા કુહાડા સરખા આત્માના અપૂર્વ પરિણામની મદદથી તે દુર્ભધ ગ્રન્થિને Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ભેદી નાખે છે. આ આત્માના અપૂર્વ પરિણામને “અપૂર્વકરણ” કહેવામાં આવે છે. એવું વિશેષણ લગાડવાનું કારણ એ છે કેઆત્માને આવો પરિણામ કદી પણ પૂર્વે થયો હતો નહિ. આવી રીતના જીવોના ઉપર્યુક્ત ત્રણ વર્તનોને સમજવાને સારૂ નીચેનું દ્રષ્ટાંત ઉપયોગી થઇ પડે તેમ હોવાથી તે અત્ર આપવામાં આવે છે. ધારો કે-કોઇ ત્રણ મનુષ્યો કોઇક નગર તરફ જવા નીકળ્યા છે અને માર્ગમાં અટવી આવતાં તેમાં થઇને આગળ પ્રયાણ કરવા માંડે છે. પરંતુ સૂર્યાસ્ત થવાનો સમય આવી પહોંચતાં પણ તેઓ હજી તે અટવી-જંગલ ઓળંગી રહ્યા નથી. આથી તેઓ ભયભીત થાય છે અને તેમાં અધૂરામાં પુરૂં ત્યાં બે ચોરોનું આગમન થાય છે. આ ત્રણ પુરૂષોમાંનો એક તો આ બે ચોરોને જોતાંજ પલાયન કરી જાય છે, જ્યારે બીજા પુરૂષને તો આ બે ચોરો પકડી લે છે અને ત્રીજો આ ચોરોને પરાસ્ત કરીને પોતાને માર્ગે આગળ વધે છે, અર્થાત્ આ ત્રીજો પુરૂષ ભયાનક અટવીને ઓળંગીને ઇષ્ટ નગરમાં જઇ પહોંચે છે. આનો ઉપનય એ છે કે ભવભ્રમણ યાને સંસાર તે ભયાનક અટવી છે અને ત્રણ મનુષ્યો તે ત્રણ પ્રકારના જીવો છે. કર્મસ્થિતિ તે માર્ગ છે અને ગ્રન્થિદેશ તે ભયાનક સ્થાન છે, રાગ અને દ્વેષ તે બે ચોરો છે અને ઇષ્ટનગર તે સમ્યકત્વ છે. ત્રણ પુરૂષોમાંથી જે દુર્ભવ્ય કે અભવ્ય હતો તે પોબારા ગણી ગયો અર્થાત-ગ્રન્થિદેશ સુધી આવ્યા છતાં પણ ઉત્કૃષ્ટ સ્થિતિના બંધને લઇને તે ત્યાંથી પાછો , જે પુરૂષને ચોરોએ પકડી રાખ્યો તેને તેવી રીતના રાગ-દ્વેષથી ગ્રસ્ત થયેલો જાણવો કે જે ગ્રન્થિને ભેદી પણ શકતો નથી કે ત્યાંથી અમુક કાળ પર્યત પાછો પણ ફ્રી શકતો નથી અને જે પુરૂષ ચોરોને મારી હઠાવીને અભીષ્ટ નગરમાં જઇ પહોંચ્યો. તેથી એમ સમજવાનું કે-તે અપૂર્વકરણ વડે ગ્રન્થિને ભેદીને Page #268 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ સમ્યક્ત્વ પામ્યો. યથાપ્રવૃત્તિણાદિ ત્રણ ણો પરત્વે કીડીનું દ્રષ્ટાંત : ૨૫૭ પૃથ્વી ઉપર ફરતી ફરતી કોઇ કીડી કોઇ ખીલા સુધી આવીને પાછી , કોઇ કીડી ત્યાં સુધી આવીને તે ખીલા ઉપર ચઢી જાય તથા કોઇ કીડી એ ખીલા ઉપર થઇને આગળ ઉડી જાય, એ આ ઉપર્યુક્ત દ્રષ્ટાંત છે. એનો ઉપનય એ છે કે-કીડીનું પૃથ્વી ઉપર ફરતાં ફરતાં ખીલા સુધી આવવું એ સંસારમાં અનાદિકાળથી રખડતાં રખડતાં જીવનું યથાપ્રવૃત્તિકરણ પામી ગ્રન્થિદેશ સુધી આવવા બરાબર છે, કોઇ કીડી ખીલા ઉપર ચઢી જાય એ અપૂર્વકરણની પ્રાપ્તિ અર્થાત્ ગ્રન્થિનું ભેદન છે અને કોઇ કીડી એ ખીલા ઉપર ચઢીને આગળ ઉડી ગઇ એ આ ગ્રન્થિને ભેદવા બાદ અનિવૃત્તિકરણની પ્રાપ્તિ છે. અપૂર્વણના અધિકારી : એકેન્દ્રિયથી ચતુરિન્દ્રિય સુધીના જીવો આ અપૂર્વકરણના અધિકારી નથી. વળી પંચેન્દ્રિય જીવોમાં પણ જેઓ પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય હોવા ઉપરાંત જેઓને બહુમાં બહુ સંસારમાં કિંચિત્ ન્યૂન, એવા અર્ધપુદ્ગલપરાવર્તન જેટલા કાળ પર્યંતજ રઝળવાનું બાકી રહેલું હોય : અર્થાત્ એટલા કાળ દરમિયાનમાં તો જેઓ જરૂર જ મુક્તિનગરે પહોંચવાનાજ હોય, તેજ જીવો આ અપૂર્વકરણના અધિકારીઓ છે. વિશેષમાં આવા જીવોમાં ઇર્ષા, દ્વેષ નિન્દા વિગેરે દોષો ઘણાજ મંદ પડી ગયેલા હોય છે. તેઓ આત્મકલ્યાણની પ્રબળ અભિલાષા રાખે છે, આથી તેઓ સુગુરૂનું બહુમાન જાળવવા તનતોડ મહેનત કરે છે. આવા જીવો અધ્યાત્મની પ્રથમ ભૂમિકા ઉપર છે અર્થાત્ તેઓ અપુનર્બન્ધક છે. એટલે કેતેઓ જે અવસ્થામાં મિથ્યાત્વનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થતો અટકી Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ચૌદ ગુણસ્થાન ભાગ-૨ જાય એવી અપુનર્બન્ધક અવસ્થાને પહોંચેલા છે. આ જીવો નીતિને માર્ગે ચાલે એ સ્વાભાવિક જ છે. આ પ્રમાણેની અવસ્થામાંથી પસાર થયા બાદજ તેઓ ગ્રન્થિનો ભેદ કરી સમ્યકત્વ સંપાદન કરે છે. હવે જે જીવને અપૂર્વકરણ પ્રાપ્ત થયું હોય તેને જરૂર જ અનુવૃત્તિકરણ થાય એ વાત ઉપર આવીએ. તે પૂર્વે એક પ્રશ્નો ઉઠે છે કે-જેમ (એકજ જીવ આશ્રીને) યથાપ્રવૃત્તિકરણની પ્રાપ્તિ અનેક વાર થઇ શકે તેમ છે, તેવી રીતે આ અપૂર્વકરણ કે જે ભવ્યજીવોને જ થઇ શકે તેમ છે, તેની પ્રાપ્તિના સંબંધમાં પણ એમ જ સમજવું કે કેમ ? અર્થાત આ અપૂર્વકરણ ભવ્યજીવને એજ્જ વાર પ્રાપ્ત થાય કે તેથી વધારેં વાર પણ થઇ શકે ? અને જો અપૂર્વકરણ એકથી વધારે વાર પ્રાપ્ત થઇ શકતું હોય તો પછી અપૂર્વકરણ શબ્દથી સૂચિત થતો અર્થ કેવી રીતે ઘટી શકશે વારૂ? આના સંબંધમાં સમજવું કે-કેટલાક ભવ્યજીવને એક કરતાં વધારે વાર પણ અપૂર્વકરણની પ્રાપ્તિ સંભવી શકે છે, કેમકેઅપૂર્વકરણ પ્રાપ્ત કર્યા બાદ અનિવૃત્તિકરણ પ્રાપ્ત કરવા પૂર્વક જે સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે, તે કદી ગુમાવી ન બેસાય તેવું નથી. પરંતુ જેને એક વખત અપૂર્વકરણ પ્રાપ્ત થયું એટલે તે મોક્ષે તો જરૂર જ જવાનો અર્થાત્ એક વખત સખ્યત્વ ગુમાવી બેસે તો પણ તેને સમ્યક્ત્વ ીથી મળવાનું જ. જ્યારે વસ્તુસ્થિતિ આમા છે તો હવે બીજી-ત્રીજીવારના અપૂર્વકરણને અપૂર્વકરણ કહેવું યોગ્ય છે કે કેમ ? તેનો ઉત્તર એ છે કે-આ અપૂર્વકરણ કંઇ બહુ વાર મળતું નથી અથતિ કવચિત જ મળે છે, વાસ્તે આને અપૂર્વકરણ કહેવું યથાર્થ છે. યથાપ્રવૃતિwણ અને અપૂર્વક્રણમાં રહેલી ભિન્નતાઃ આપણે જોઇ ગયા તેમ અંતિમ યથાપ્રવૃત્તિકરણ સિવાયના Page #270 -------------------------------------------------------------------------- ________________ ચોદ ગુણસ્થાન ભાગ-૨ ૨૫૯ બીજા યથાપ્રવૃત્તિકરણો તો અંક વિનાના મીંડા જેવાં છે, કેમકેઆત્મોન્નતિમાં તે અસમર્થ છે. જ્યારે અંતિમ યથાપ્રવૃત્તિકરણ તેમજ અપૂર્વકરણ (પ્રથમ હો કે અંતિમ હો) એ બન્ને તો આત્માને ઉન્નતિના શિખર ઉપર લઇ જવાને સમર્થ છે. તેમાં પણ અપૂર્વકરણ અંતિમ યથાપ્રવૃત્તિકરણથી ચડી આતું છે, કારણ કેયથાપ્રવૃત્તિકરણમાં સ્થિતિઘાત, રસઘાત કે ગુણશ્રેણિનું પ્રવર્તન નથી. તેમજ વળી આ કરણને પ્રાપ્ત થયેલો જીવ જે અશુભ કર્મો બાંધે છે, તે અશુભ કર્મના ચતુઃસ્થાનક અનુભાગને ન બાંધતાં દ્વિસ્થાનક અનુભાગને બાંધે છે અને જે શુભ કર્મ બાંધે છે, તેના દ્વિસ્થાનક અનુભાગને ન બાંધતાં ચતુઃસ્થાનક અનુભાગને બાંધે છે. આ યથાપ્રવૃત્તિકરણની પૂર્વ અવસ્થા કરતાં મહત્તા સૂચવે છે. વળી સ્થિતિબંધ પણ પૂર્ણ થતાં પલ્યોપમના અસંખ્યય કે સંખ્યય ભાગે ન્યૂન એવો અન્ય સ્થિતિબંધ બાંધે છે. અપૂર્વકરણના સંબંધમાં તો તે કરણમાં પ્રવેશ કરતાની સાથે જ અર્થાત તે કરણના પ્રથમ સમયમાંજ જીવ સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ અને અન્ય (અપૂર્વ) સ્થિતિબંધનો સમકાલે પ્રારંભ કરે છે. અનિવૃત્તિwણ : અપૂર્વકરણ પ્રાપ્ત થયા પછી અંતર્મુહૂર્તમાં તેનાથી અધિક અંશે શુદ્ધ એવો અનિવૃત્તિકરણ નામનો અધ્યવસાય પ્રાપ્ત થાય છે. આ અધિક શુદ્ધતાને લઇને તો અપૂર્વકરણથી અનિવૃત્તિકરણને ભિન્ન ગણવામાં આવે છે. કહેવાની મતલબ એ છે કેયથાપ્રવૃત્તિકરણ રૂપ આત્માના અધ્યવસાય કરતાં અપૂર્વકરણ વિશેષ શુદ્ધ છે અને તેનાથી પણ અનિવૃત્તિકરણ અધિકાંશે શુદ્ધ છે. આ “શુદ્ધતા' શું છે તેના સંબંધમાં અને એટલું જ કહેવું બસ છે કે-ચથાપ્રવૃત્તિકરણથી જીવ જેમ જેમ આગળ વધે છે, તેમ તેમ Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ - ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ તેના કષાયોનો અનુભાગ મંદ થતો જાય છે અને તેમ થવાથી ઉત્તમોત્તમ કાર્ય કરવા તરફ તે વધારે અને વધારે પ્રોત્સાહિત બને છે. અનિવૃત્તિકરણ એ ત્રીજું અર્થાત્ અંતિમકરણ છે અને જેવું આ કરણનું નામ છે તેવું જ તેનું કામ છે. અનિવૃત્તિકરણનો સાધારણ અર્થ તો એ છે કે- “કાર્ય કર્યા વિના નહિ પાછા વળનારૂં સાધન.” પ્રસ્તુતમાં તેનો અર્થ એવો જ થાય છે અને તે બીજો કોઇ નહિ પણ એજ કે- “સમ્યકત્વ' ને પ્રાપ્ત કરાવ્યા વિના નહિ રહેનારો આત્માનો અધ્યવસાય. આ અનિવૃત્તિકરણના પ્રાબલ્યથી “અંતરકરણ બને છે. આ “અંતરકરણ' એટલે શું તે હવે વિચારવામાં આવે છે. અન્તરણ : આત્મા અનિવૃત્તિના સામર્થ્યને લઇને અર્થાત આ વિશુદ્ધ પરિણામની મદદથી મિથ્યાત્વમોહનીય કર્મનાં દ્રવ્યો કે જે બહુ લાંબા કાળની પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન એવી એક કોટાકોટિ સાગરોપમની સ્થિતિવાળા હતાં તેના બે વિભાગ પાડે છે. આ પ્રમાણે અતિ દીર્ધકાળની સ્થિતિ ધરાવનારાં મિથ્યાત્વમોહનીય કર્મના પુંજમાંનો કેટલોક ભાગ અન્તર્મુહૂર્ત સુધીમાં ભોગવાઇ જાય-વેદાઇ જાય-ખપી જાય એવો બને છે, જ્યારે બાકીનો જ્ઞાનાવરણીય આદિ કર્મોનો મોટો ભાગ અતિ દીર્ઘસ્થિતિવાળો અર્થાત્ પૂર્વોક્ત પલ્યોપમના અસંખ્યય ભાગે ન્યૂન એવી કોટાકોટિ સાગરોપમની સ્થિતિવાળો કાયમ રહે છે. આ પ્રમાણે મિથ્યાત્વમોહનીય કર્મના દ્રવ્યોનું બે વિભાગોમાં વિભક્ત થવું -બે વિભાગોમાં વિભક્ત થયેલ કર્મદ્રવ્યોની સ્થિતિમાં અંતર પડવું, તે “અન્તર કરણ” કહેવાય છે. અત્તરક્રણમાં પ્રવેશ: અનિવૃત્તિકરણરૂપ અધ્યવસાયમાં પ્રવર્તતો આત્મા આ Page #272 -------------------------------------------------------------------------- ________________ અજમુહૂર્ત સાખ અગ્નિકવ્યના બાકીનાં આહિર ચૌદ ગુણસ્થાન ભાગ-૨ ૨૬૧ ઉપર્યુક્ત અન્તર્મુહૂર્તવેદ્ય મિથ્યાત્વમોહનીય કર્મદ્રવ્યોને વેદી નાંખે છે-અનુભવી નાંખે છે-તેનો ક્ષય કરે છે, જ્યારે બાકીનાં અતિ દીર્ઘસ્થિતિવાળાં મિથ્યાત્વમોહનીય કર્મદ્રવ્યના મોટા વિભાગોને ભસ્મચ્છન્નાગ્નિવત (જેમ રાખ અગ્નિને ઢાંકી રાખે છે તેમ) ઉદયમાં ન આવે-અન્તર્મુહૂર્ત સુધી તો ભોગવવા ન જ પડે એવી રીતે દબાવી મૂકે છે. પેલાં અન્તર્મુહૂર્તવેદ્ય કર્મદ્રવ્યો જ્યારે તમામ વેદી લેવાય છે કે તે જ ક્ષણે-તેજ સમયમાં અન્ડરકરણમાં પ્રવેશ થાય છે : અર્થાત્ તે ક્ષણમાં મિથ્યાત્વમોહનીય કર્મનો જરા પણ વિપાકઉદય કે પ્રદેશ-ઉદય એ બેમાંથી એક પણ જાતનો ઉદય નહિ હોવાથી સમ્યગ્દર્શન અર્થાત સમ્યક્ત્વનો પ્રાદુર્ભાવ થાય છે. આ સમ્યકત્વ અંતર્મુહૂર્ત સુધી રહે છે, કેમકે-અન્તરકરણનો કાળ અન્તર્મુહૂર્તનો જ છે. વિશેષમાં અંતરકરણમાં રહ્યો થકો જીવી દેશવિરતિ કે સર્વવિરતિને પણ પામી શકે છે. આ ઉપરથી જોઇ શકાય છે કે-અનિવૃત્તિકરણ રૂપ અધ્યવસાયને પ્રાપ્ત થતાં પ્રાણ પ્રતિસમય વિશુદ્ધ પરિણામને પામતો થકો બહુ કમને ખપાવે છે ? અને તેમાં ખાસ કરીને જે મિથ્યાત્વમોહનીય કર્મો ઉદયમાં આવ્યાં હોય તેને વેદી નાંખે છે, અને જે ઉદયમાં ન આવ્યાં હોય અર્થાત્ ઉદીરણાદિક કરણ દ્વારા પણ જેને (વિપાક-ઉદય કે પ્રદેશ-ઉદય એ બેમાંથી એક પણ) ઉદયાભિમુખ બનાવી શકાય તેમ ન હોય તેને દબાવી રાખે છે અર્થાત તેને ઉપશમાવે છે. આ પ્રમાણે મિથ્યાત્વની સ્થિતિના બે વિભાગ પાડી અન્ડરકરણ કરે છે અને એવી જ સ્થિતિમાં અંતર્મુહૂર્ત સુધી રહે છે. અત્ર એ ધ્યાનમાં રાખવું કે-ઉપર્યુક્ત અન્તર્મુહૂર્તવેધ મિથ્યાત્વદલિકનું જ્યાં સુધી જીવ વેદન કરતો હોય ત્યાં સુધી તો તે મિથ્યાદ્રષ્ટિ જ કહેવાય. પરંતુ આ દલિકોને વેદી નાખ્યા બાદ અર્થાત્ અનિવૃત્તિકરણની પ્રાપ્તિ થયા પછીનો અન્તર્મુહૂર્તનો કાળા Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ ચૌદ મુણસ્થાનક ભાગ-૨ વિત્યા બાદ જ અંતરકરણના પ્રથમ સમયમાં ઉપશમ સમ્યક્ત્વ ખપવે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે-જેમ વનમાં દાવાનળ લાગ્યો હોય અને તે દાવાનળ પ્રસરતા પ્રસરતા જ્યારે ઉખર ભૂમિમાં આવે ત્યારે આપોઆપ તે ઓલવાઇ જાય છે-શાંત બની જાય છે, તેમ પ્રસ્તુતમાં મિથ્યાત્વવેદનરૂપ દાવાનળ પણ અન્તરકરણરૂપ ઉખરભૂમિને પ્રાપ્ત થતાં ઓલવાઇ જાય છે અર્થાત્ ‘ઉપશમ સમ્યક્ત્વ' • ની પ્રાપ્તિ થાય છે. સમ્યક્ત્વ પ્રાપ્ત થતાં આનંદની વૃષ્ટિ : આપણે જોઇ ગયા તેમ અન્તરકરણની પ્રથમ ક્ષણમાં મિથ્યાત્વમોહનીય કર્મનો અલ્પાંશે પણ ઉદય નહિ હોવાને લીધે તેમજ અતિ દીર્ઘ સ્થિતિવાળા કર્મને આત્માના અનિવૃત્તિકરણરૂપ શુભ પરિણામને લઇને દબાવી રાખેલાં હોવાને લીધે અર્થાત્ રાગદ્વેષની ઉપશમ અવસ્થાને લઇને આત્માને ઔપશમિક સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. આ સમ્યક્ત્વનો પ્રાદુર્ભાવ થતાં આત્માને જે આહ્લાદ થાય છે તે ખરેખર અવર્ણનીય છે. ગ્રીષ્મૠતુમાં ખરે બપોરે સૂર્યના પ્રખર તાપથી પીડિત થયેલા નિર્જળ વનમાં ભટકતા વટેમાર્ગુને વૃક્ષની છાયારૂપ શીતળ સ્તાન નજરે પડે તો પણ તેને કેટલો આનંદ થાય ? તો પછી આ વટેમાર્ગુને આવા શીતળ સ્થાનમાં આરામ લેવાનું મળે, એટલું જ નહિ પરંતુ તે ઉપરાંત ત્યાં આવીને કોઇક તેને શીત જળનુ પાન કરાવે તેમજ આખા શરીરે ચંદનાદિકનો લેપ કરે, ત્યારે તેને કેટલો આહ્લાદ થાય વારૂ ? તેવીજ રીતે અનાદિકાલિક સંસારરૂપ ગ્રીષ્મૠતુમાં જન્મમરણાદિકરૂપ નિર્જળ વનમાં કષાયરૂપ તાપથી દગ્ધ થયેલા અને તૃષ્ણારૂપ તૃષાથી દુઃખિત થતાં એવા ભવ્યજીવ રૂપ વટેમાર્ગુને અંતરકરણરૂપ શીતળ છાયા દ્રષ્ટિગોચર થાય, ત્યારે તે, તે તરફ હર્ષઘેલો થઇને દોડે એમાં શું નવાઇ ? અને ત્યાં જતાં જ Page #274 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક માdj-૨ અંતરકરણરૂપ સ્થાનમાં પ્રવેશ કરતાં જ ચંદનથી પણ અનેકગણા શીતળ એવા સમ્યક્ત્વ રૂપ ધનસાર (ચંદન)થી તેનો આત્મા ચર્ચિત થાય, ત્યારે તો તેના હર્ષ વિષે પૂછવું જ શું ? આવા સમયે અનંતાનુબંધી કષાયો અને મિથ્યાત્વરૂપ પરિતાપ તેમજ તૃષ્ણારૂપ તૃષા તો તેના તરફ દ્રષ્ટિપાત પણ કરી શકતા નથી. રણસંગ્રામમાં જય મળતાં વીરપુરૂષોને જે આનંદ થાય છે, તેનાથી કરોડ ગણો અને તેથી પણ વધારે આનંદ આત્મા આ સમ્યકત્વ મેળવતા અનુભવે છે, એમ કહેવામાં જરા અતિશયોક્તિ નથી. કેમકે-અનાદિકાળથી પ્રતિ સમય તીવ્ર દુખ દેવામાં અગ્રેસર અને કટ્ટા શત્રુરૂપ મિથ્યાત્વના ઉપર વિજય મેળવતાં કયો પ્રાણી ખૂશી ખૂશી ન થઇ જાય ? જન્મથી જ જે અંધા હોય તેને એકાએક નેત્રની પ્રાપ્તિ થાય અને આ સમગ્ર વિશ્વ અવલોકવાની તેને તક મળે ત્યારે તે આનંદિત થઇ જાય, તો પછી અનાદિકાળથી મિથ્યાત્વરૂપ અંધતાથી દુઃખી થતા જીવને સમ્યગદર્શનારૂપ નેત્રો મળે, ત્યારે તેના વર્ષમાં કંઇ કચાશ રહે ખરી ? અંતરક્રણમાં વર્તવા જીવની પ્રવૃત્તિ : અંતરકરણમાં પ્રવેશ થતાં જ જીવ પ્રથમ તો સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે. ત્યાર બાદ અંતર્મુહૂર્ત સુધી તે ત્યાં રહીને શું કાર્ય કરે છે તે હવે જોઇએ. આ સમય દરમ્યાન જીવ પેલાં અત્યાર સુધી દાબી રાખેલા-ઉપશમાવેલા અતિ દીર્ધ સ્થિતિવાળાં મિથ્યાત્વમોહનીય કર્મદ્રવ્યોને સ્વચ્છ બનાવવાનો પ્રયત્ન કરે છે. આવો પ્રયત્ન કરવાથી ઉપર્યુક્ત કર્યદ્રવ્યોમાંથી જે કર્મદ્રવ્યો સર્વથા શુદ્ધ બની જાય, તેને “સમ્યક્ત્વમોહનીય' એવું નામ આપવામાં આવે છે, જે અર્ધશુદ્ધ બને છે તેને “મિશ્ર મોહનીય' તરીકે ઓળખાવવામાં આવે છે અને જે અશુદ્ધ ને અશુદ્ધ જ રહી જાય છે Page #275 -------------------------------------------------------------------------- ________________ - - -- ૨૬૪ • ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ –––––––––– તેને “મિથ્યાત્વમોહનીય' કહેવામાં આવે છે. જેમ અતિ મલિન કાચ બહારથી આવતા પ્રકાશને રોકી રાખે છે, કિન્તુ તેજ કાચનો મેલ દૂર કરી તેને સ્વચ્છ બનાવવામાં આવે, તો પછી આ પ્રકાશનો પ્રતિબંધક રહેતો નથી, તેવી જ રીતે મિથ્યાત્વમોહનીયરૂપ કાચનો મિથ્યાત્વરૂપ મેલ દૂર કરી તેને શુદ્ધ બનાવવામાં આવે, ત્યારે તે સમ્યકત્વરૂપ પ્રકાશને અંદર આવતાં નજ અટકાવે એ દેખીતી વાત છે. મિથ્યાત્વ મોહનીયના ત્રણ વિભાગો ઃ ઉપર જોયું તેમ ઔપશમિક સમ્યકત્વમાં વર્તતો આત્મા મિથ્યાત્વમોહનીય કર્મના શુદ્ધ, મિશ્ર અને અશુદ્ધ-એમ ત્રણ વિભાગો કરે છે. આ સંબંધમાં જેનશાસ્ત્રોમાં જે વસ્ત્ર, જળ અને મદનકોદ્રવાનાં-એમ ત્રણ દ્રષ્ટાંતો આપવામાં આવે છે. જેમ કોઇ મલિન વસ્ત્રને ધોવામાં આવે તો તે નિર્મળસ્વચ્છ બની જાય, કોઇક એવું વસ્ત્ર ધોવાતાં તે અશુદ્ધ બને અને કોઇક વસ્ત્ર એવું પણ હોય કે ધોયા છતાં પણ તે મલિન જ રહે, તેમ પ્રસ્તુતમાં સમજી લેવું. એવી જ રીતે કેટલુંક મલિન જળ સ્વચ્છ થાય, કેટલુંક નિર્મળ તથા મલિન અર્થાત મિશ્ર રહે અને કેટલુંક મલિનજ રહે, એ બીજું દ્રષ્ટાત્ત છે. મદનકોદ્રવાને ધોવાથી તેમાંના કેટલાક સંપૂર્ણ મયણા રહિત થાય, કેટલાક થોડે-ઘણે અંશે મયણા સહિત રહે અને કેટલાક તો સર્વથા મયમા સહિત જ રહે, એ ત્રીજું દ્રષ્ટાન છે. ઓપશમિક સખ્યત્ત્વની પ્રાપ્તિ પછીનો જીવનો પરિણામ : ઔપશમિક સમ્યકત્વનો અંતર્મુહૂર્તનો કાળ વિત્યા બાદ ઉપર્યુક્ત આ શુદ્ધ, મિશ્ર અને અશુદ્ધ-એ ત્રણ વિભાગોમાંથી જે Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૬૫ ચૌદ ગુણસ્થાન ભાગ-૨ દ્રવ્યનો ઉદય થાય, તે પ્રકારની જીવની સ્થિતિ થાય છે અર્થાત જો શુદ્ધ દ્રવ્યનો ઉદય થાય તો આત્મા “ક્ષાયોપથમિક સમ્યકત્વ' પ્રાપ્ત કરે છે, જો મિશ્રદ્રવ્યનો ઉદય થાય તો તે મિશ્ર દ્રષ્ટિ' બને છે અને જો અશુદ્ધ દ્રવ્ય ઉદયમાં આવે તો તે ફ્રીથી “મિથ્યાદ્રષ્ટિ' થાય છે. - અત્ર ખાસ ધ્યાન ખેંચે એવી હકીકત તો એ છે કે-ઉપશમાં સમ્યક્ત્વની મદદથી આત્મા જે મિથ્યાત્વમોહનીયના ત્રણ વિભાગો બનાવે છે, તેમાંથી ગમે તે એક તો અંતર્મુહૂર્ત કાળ વિત્યા બાદ ઉદયમાં આવે છે જઃ અને તેમ થતાં તે તથાવિધ અર્થાત્ ચોથા, ત્રીજા કે પહેલા ગુણસ્થાનને પ્રાપ્ત કરે છે. પ્રાસંગિક પ્રથમ ગુણસ્થાનક સંબંધી કાંઇક શાસ્ત્રાધારે વિચારણા : 'सर्वथा जिनधर्मवाह्यत्वेन प्रथम गुणस्थानकस्थि તYચ' એવો જ ઉલ્લેખ છે, એ ઉપરથી સમજી શકાય છે કે-પ્રથમ ગુણસ્થાનના અધિકારી જિનધર્મથી વિમુખ મિથ્યાદ્રષ્ટિ છે. પરંતુ મિથ્યાદ્રષ્ટિમાં ગુણસ્થાન કેમ માનવામાં આવ્યું છે એવો સહજ પ્રશ્ન ઉદ્ભવે છે. કહેવાની મતલબ એ છે કે-ઉન્નતિ દશામાં જ ગુણસ્થાનનો પ્રયોગ યોગ્ય છે, કેમકે-ગુણસ્થાન શબ્દ જ સૂચવે છે તેમ ગુણોના વિકાસ વિના ગુણસ્થાન ઘટી શકે નહિ. એક અપેક્ષાએ આ વાત સાચી છે. આને લક્ષ્યમાં રાખીને તો ગુણસ્થાનક્રમારોહમાં શ્રી રત્નશેખરસૂરિ મહારાજા કહે છે કે “ઉદેવાળુર્વઘર્મેષ, યાદ્દેવ-ગુરુ-ધર્મઘી: | तन्मिथ्यात्वं भवेद्, व्यक्त-मव्यक्तं मोहलक्षणम् ।। अनाद्यव्यक्तमिथ्यात्वं, Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ ચોદ મણસ્થાળક ભાગ-૨ जीवेडस्त्येव सदा परम् । व्यक्तमिथ्यात्वधीप्राप्ति गुणस्थानतयोच्यते ।।" અર્થાત્ - કુદેવ, કુગુરૂ અને કુધર્મને વિષે સુદેવ, સુગુરૂ અને સુધર્મની મતિ તે વ્યક્ત મિથ્યાત્વ છે, જ્યારે મોહરૂપ લક્ષણવાળું અવ્યક્ત મિથ્યાત્વ છે. આ અવ્યક્ત મિથ્યાત્વ અનાદિકાળથી જીવમાં છે, પરંતુ તેમાંથી નીકળી) વ્યક્ત મિથ્યાત્વ બુદ્ધિની પ્રાપ્તિ તે પ્રથમ ગુણસ્થાન કહેવાય છે. આનું તાત્પર્ય એ છે કે-અવ્યક્ત મિથ્યાત્વ એ તદન અજ્ઞાનદશા છે, એમ સુપદાર્થને કુપદાર્થ કે કુપદાર્થને સુપદાથી એવી વિપરીત સમજણની પણ યોગ્યતાનો અભાવ છે. એ તો ઘોર અંધકાર જેવી અવસ્થા છે. આવી અવસ્થામાંથી બહાર નીકળી વિપરીત સમજણ જેટલી પણ યોગ્યતા પ્રાપ્ત કરવી તે વ્યક્ત મિથ્યાત્વ છે અને આને પ્રથમ ગુણસ્થાનક તરીકે ઓળખવામાં આવે છે. “ભગવદ્ શ્રીમદ્ હરિભદ્રસૂરિજી તો ત્યાં સુધી કહે છે કે-પ્રથમ ગુણસ્થાનની પ્રાપ્તિ મિશ્રાદ્રષ્ટિના ગુણોના આધાર ઉપર માનવી જોઇએ. આ વાતની તેમની યોગદ્રષ્ટિ સમુચ્ચય નામની કૃતિનો શ્લોક સાક્ષી પૂરે છે. "प्रथमं यद् गुणस्थानं, सामान्येनोपवर्णितम् । अस्यां तु तदवस्थायां, મુખ્યમવર્થયોરાત: ||” અત્રે એ ઉમેરવું અનાવશ્યક નહિ ગણાય કે-જેમ અવ્યક્ત મિથ્યાત્વી મટીને વ્યક્ત મિથ્યાત્વી થવું એ એક અપેક્ષાએ ઉન્નત દશા છે, તેમ બીજી અપેક્ષાએ એમ પણ ઉલ્લેખ કરી શકાય કેઅવ્યક્ત મિથ્યાત્વ એ રૌદ્રપરિણામવાળા વ્યક્ત મિથ્યાત્વ કરતાં સારું છે, કેમકે-વ્યક્તમિથ્યાત્વ બુદ્ધિની ઉગ્ર દશામાં જેવો કિલષ્ટ Page #278 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ભાગ-૨ ૨૬૭ કર્મનો બંધ થાય છે, તેવો અવ્યક્ત મિથ્યાત્વથી થતો નથી. આથી કરીને જે વ્યક્તિ મિથ્યાત્વબુદ્ધિને પ્રથમ ગુણસ્થાનક તરીકે ઓળખાવવી ઘટે છે, તે વિશિષ્ટ પ્રકારની અર્થાત્ મિત્રાદ્રષ્ટિ સ્થિતિવાળી હોવી જોઇએ. આ વાતનું પંડિતપ્રવર યશોવિજય ગણિ કૃત દ્વાચિંશિકાનો શ્લોક અને તેની ટીકા સમર્થન કરે છે. "व्यक्तमिथ्यात्वधीप्राप्ति रप्यन्यत्रेयमुच्यते । घने मले विशेषस्तु, વાવ્યblધર્યોનું ? ? !” टीका - "अन्यत्र-ग्रन्थान्तरे व्यक्तमिथ्यात्वधीप्राप्ति: मिथ्यात्वगुणस्थानकपदप्रवृत्ति निमित्तत्वेन इयं मित्राद्रष्टिरे વોન્યતે, વ્યત્વેન તX 3મચા ઈવ JUવાત | પળે-તીવ્ર मले तु सति, नु इति वितर्के, व्यक्ताव्यक्तधियो: को विशेष: ? दुष्टाया धियो व्यक्ताया अव्यक्तापेक्षया प्रत्युत अतिदुष्टत्वात् न कथंचिद् गुणस्थानत्वनिबन्धनत्वम् ||" આ પ્રમાણે ગુણસ્થાનકની વ્યાખ્યા વિચારતાં જરૂર એવી શંકા ઉદ્ભવે છે કે-સિદ્ધાન્તોમાં-આગમોમાં પ્રથમ મિથ્યાદ્રષ્ટિ ગુણસ્થાન તો તમારા નીચી હદના જીવોમાં-સૂક્ષ્મ નિગોદ જેવા જંતુઓમાં પણ સ્વીકારવામાં આવ્યું છે તે શું અયોગ્ય છે ? આનું સમાધાન એ છે કે-આ હકીકત તો સામાન્ય અપેક્ષાએ છે. અને તે વળી એજ કે-સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુમાં પણ-સૂક્ષ્મ નિગોદના જીવોમાં પણ થોડીક પણ ચૈતન્ય માત્રા છેજ. આ અપેક્ષાને લક્ષ્યમાં રાખીને એવા જીવોમાં પ્રથમ ગુણસ્થાન સિદ્વાન્તકારોએ સ્વીકાર્યું છે. વિશિષ્ટ અપેક્ષા ઉદ્દેશીને તો જે ઉગારો અન્યાન્ય આચાર્યોએ કાઢ્યા છે તેની સ્થૂલ રૂપરેખા ઉપર મુજબ છે, જે ખાસ ધ્યાન ખેંચવા યોગ્ય છે. આટલું પ્રાસંગીક જણાવી હવે પ્રસ્તુત હકીકત. Page #279 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ૨૬૮ કર્મગ્રન્કારો અને સિદ્ધાન્તકારો વચ્ચે સમ્યક્ત પરત્વે મતભેદ : અનાદિ મિથ્યાદ્રષ્ટિ પ્રાણી પ્રથમ ઓપશમિક સમ્યકત્વને જ પ્રાપ્ત કરે છે, અર્થાત અનાદિકાળથી સંસારમાં ભ્રમણ કરતાં કરતાં જીવ પહેલી વાર જ જે સમ્યક્ત્વ પ્રાપ્ત કરે, તે તો ઓપશમિક સમ્યકત્વ જ હોઇ શકે. તેમજ વળી આ ઔપથમિક સમ્યકત્વને પ્રાપ્ત કરી અંતમુહૂર્તકાળ પૂર્ણ થયા બાદ ક્ષાયોપથમિક સમ્યક્ત્વદ્રષ્ટિ, મિશ્રદ્રષ્ટિ તથા મિથ્યાદ્રષ્ટિ એ ત્રણ સ્થિતિઓ પૈકી યથાસંભવ કોઇ પણ સ્થિતિ પ્રાપ્ત કરે છે જ, કેમકે-ઔપથમિક સમ્યકત્વના સમય દરમિયાન તે ઉપર્યુક્ત ત્રણ વિભાગો જરૂર કરે છે જ. આ વાત તેમજ ઓપશમિક સમ્યકત્વપ્રાપ્તિનો જે પ્રકાર આપણે જોઇ ગયા તે હકીકતના સંબંધમાં મતભેદ છે, કેમકે-આ. હકીકત તો કર્મગ્રન્થકારોને જ માન્ય છે, જ્યારે સિદ્ધાન્તકારો એ બાબતમાં તેમનાથી જૂદો અભિપ્રાય ધરાવે છે. સિદ્ધાન્તકારોનું માનવું એમ છે કે-અનાદિ મિથ્યાદ્રષ્ટિ પ્રાણી પ્રથમતઃ ઉપશમ સમ્યકત્વને જ પ્રાપ્ત કરે એવો કાંઇ અચળ નિયમ નથી : અર્થાત કોઇક અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવ ઓપશમિક સમ્યક્ત્વને તો કોઇક ક્ષાયોપથમિક સમ્યક્ત્વને પણ પ્રાપ્ત કરી શકે છે. વિશેષમાં એ પણ અત્ર ધ્યાનમાં રાખવાનું કે- જે પ્રાણી સિદ્ધાન્તકારોના મત મુજબ પ્રથમથી ઓપશમિક સમ્યકત્વ સંપાદન કરે છે, તેનો પ્રકાર કર્મગ્રન્થકારોએ બતાવેલ પ્રકારને મોટે ભાગે અર્થાત યથાપ્રવૃત્તિકરણાદિ ત્રણ કરણની પ્રાપ્તિપૂર્વક અંતરકરણના પ્રથમ સમયમાં પથમિક સભ્યત્વની પ્રાપ્તિ થાય છે ત્યાં સુધી મળતો આવે છે. પરંતુ વિશેષતા એ છે કે-આ ઔપશમિક સમ્યક્ત્વના અનુભવ સમયમાં (કે તે પહેલાં પણ) તે જીવા મિથ્યાત્વમોહનીયના શુદ્ધ, અર્ધશુદ્ધ અને અશુદ્ધ એમ ત્રણ Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૬૯ ચૌદ ગુણસ્થાન ભાગ-૨ વિભાગો-પંજ કરતો નથી. આથી કરીને નિર્મળ ઓપશમિક ભાવને અંતમુહૂર્ત કાળ પર્યંત અનુભવીને તે પ્રાણી પાછો મિથ્યાદ્રષ્ટિ અવસ્થાને જ પ્રાપ્ત કરે છે, અર્થાત્ તેને ક્ષાયોપથમિક સમ્યકત્વ કે મિશ્રદ્રષ્ટિ એ બેમાંથી એક પણ સ્થિતિ પ્રાપ્ત થતી નથી. આ સંબંધમાં સિદ્ધાન્તકારો ઇલ્લિકાનું દ્રષ્ટાંત રજુ કરે છે. કલ્યભાષ્યમાં કહ્યું છે કે ___ “आलंवणगलहन्ती जह सट्टाणं न मुंचए इलिया । एवं अफ्यंतिपुंजी मिच्छंचिअ उवसमीएइ ।।" | ભાવાર્થ :- જેમ ઇયળ કોઇ કાષ્ઠાદિ પદાર્થોથી આગળ જવાને ચાહના કરે ત્યારે આગલા ગાત્રનું વિસ્તારવું કરે. આગલા શરીરના ભાગને ચારે તરફ વિસ્તારના સ્થાનક નહિ પામતાં, પાછી પૂર્વસ્થાનકે જ્યાંથી શરીર ઉપાડ્યું હતું ત્યાંજ આવે, એમ સ્થાનાંતર ગમનનો અભાવ માટે ઉપશમ સમ્યક્ત્વી મિથ્યાત્વેજ જાય. કારણ કે-ઉપશમ સમ્યગ્દષ્ટિ જીવ ઉપશમ સમ્યકત્વથી ભ્રષ્ટ થઇ ત્રણ પુંજ નહીં કરેલા હોવાથી મિશ્ર અને શુદ્ધ પુંજરૂપ સ્થાનના આધાર વગરનો પાછો ઉપશમ સમ્યક્ત્વી મિથ્યાત્વેજ જાય છે. આ પ્રમાણે સિદ્વાંતિકનો મત છે. જે જીવ તથાવિધ સામગ્રીના સભાવને લઇને પ્રથમથી ઔપથમિક સમ્યકત્વને બદલે ક્ષાયોપશમિક સમ્યકત્વ સંપાદન કરે છે, તે સંબંધમાં સિદ્ધાન્તકારો જે વિધિ બતાવે તેનો ઉલ્લેખ કરવામાં આવે છે. આ વિધિ પ્રમાણે પ્રાણી પ્રથમ તો યથાપ્રવૃત્તિકરણનો અધિકારી બને છે અને ત્યાર બાદ અપૂર્વકરણના સામર્થ્ય વડે રાગ-દ્વેષની પરિણતિરૂપ ગ્રન્થિને ભેદી નાખે છે, અને એજ કરણને લઇને (નહિ કે અનિવૃત્તિકરણ દ્વારા) મિથ્યાત્વમોહનીચના ત્રણ પુંજો બનાવે છે અને ત્યાર પછી અનિવૃત્તિ કરણને પ્રાપ્ત કરી એ કરણની સહાયથી (નહિ કે અંતરકરણની મદદથી) આ શુદ્ધ, મિશ્ર અને અશુદ્ધ એવા ત્રણ પુંજોમાંથી શુદ્ધ Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ ચૌદ ગુણસ્થાન ભાગ-૨ પુજનોજ અનુભવ કરે છે ઃ અર્થાત્ તે “ક્ષાયોપથમિક સખ્યત્વ' ને પ્રાપ્ત કરે છે, અને આથી કરીને ઔપશમિક સમ્યક્ત્વનો અધિકારી થયા વિના જ તે એકદમ ક્ષાયોપથમિક સમ્યક્ત્વનો સ્વામી બને છે. ( આ પ્રમાણે આ મત-ભિન્નતા પરત્વે વિચાર કરતાં એ પણ લક્ષ્યમાં રાખવું આવશ્યક છે કે-અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવ જ શ્રેણિ વિનાનું જ ઔપથમિક સમ્યકત્વ પામે એ વાત નિર્વિવાદ છે, કેમકે-એ હકીકત તો સિદ્ધાન્તકારો તેમજ કર્મગ્રન્થકારો બન્નેને સંમત છે. આથી એમ પણ અનુમાન થઇ શકે છે કે-જે અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવ ઔપથમિક સમ્યકત્વ પામે તે શ્રેણિ વિનાનું જ હોવું જોઇએ. કર્મગ્રન્થકારો અને સિદ્ધાન્તવાદીઓની વિચાર-ભિન્નતાનું બીજું સ્થળ એ છે કે જે મનુષ્ય ક્ષાયોપશમિક સમ્યક્ત્વયુક્ત મરણ પામે, તે દેવ, નરક, મનુષ્ય અને તિર્યંચ-એ ચાર ગતિઓમાંથી કઇ ગતિમાં જાય ? આ સંબંધમાં કર્મગ્રન્થકારો તો એમજ કહે છે કે-તે દેવગતિમાં જ જાય અને તેમાં પણ વળી વૈમાનિક દેવ તરીકે જ જન્મે છે. સિદ્ધાન્તકારો આ વાતથી જૂદો અભિપ્રાય ધરાવે છે. તેઓ તો કહે છે કે-તે જીવે સમ્યકત્વ પ્રાપ્ત કર્યા પહેલાં જે ગતિનું આયુષ્ય બાંધ્યું હોય તે ગતિમાંજ તે જાયા છે અને સમ્યકત્વ પણ તેની સાથે જાય છે. નરકગતિમાં સાત નરકોમાંથી છટ્ટી નરક સુધી સમ્યક્ત્વને સાથે લઇને જવાય છે. વિચારભેદનું ત્રીજું સ્થળ એ છે કે-ગ્રન્થિ ભેધા બાદ, સમ્યકત્વ પ્રાપ્ત કર્યા પછી જે જીવ મિથ્યાત્વદશામાં જાય અર્થાત મિથ્યાદ્રષ્ટિ સ્થાને જઇ પડે, તે જીવ ત્યારે મિથ્યાત્વદશાને લગતાં જે કર્મો બાંધે તે કર્મો ઉત્કૃષ્ટ સ્થિતિવાળાં હોય કે કેમ ? આ સંબંધમાં સિદ્ધાત્ત્વિક મહાત્માઓ નકારમાં પ્રત્યુત્તર આપે છે અર્થાત એવી સ્થિતિવાળાં કર્મો ન બંધાય એમ તેઓ કહે છે, જ્યારે Page #282 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ભાગ-૨ ૨૭૧ કર્મગ્રન્થકાર મહર્ષિઓ એમ કહે છે કે-કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે, પરંતુ ઉત્કૃષ્ટ રસવાળાં (પરમ ચિકાસવાળા) કર્મો બાંધવાનો સંભવ નથી. આ પ્રમાણે મતાંતર હોવા છતાં આપણે તો બંનેય મહર્ષિઓનું વચન નિ:શંક્તિપણે આરાધવાનું-માનવાનું છે જ, અન્યથા સમકિતી પણ મિથ્યાત્વમાં આવી જાય. હવે આ ઓપશમિક અને ક્ષાયોપથમિક સમ્યકત્વ પરત્વે જે વધુ વિચારો કરવાના છે, તેમાં કોઇ કોઇ સ્થળે આ બે સમ્યક્ત્વ ઉપરાંત તેમ ક્ષાયિક સમ્યકત્વને પણ તે વિચારો લાગુ પડે છે; તેથી પ્રથમ ક્ષાયિક સમ્યક્ત્વનું અવલોકન કરવું આવશ્યક છે. સાયિક સખ્યત્વ : સાયિક સમ્યકત્વ એ ક્ષાયોપથમિક અને ઔપથમિક સમ્યક્ત્વો કરતાં વધારે ઉંચા દરજ્જાનું છે. તેનું કારણ એ છે કેક્ષાયોપથમિક સમ્યકત્વમાં મિત્વમોહનીય કર્મનો પ્રદેશ ઉદય રહેલો છે, તેમજ વળી આ સમ્યકત્વ દર્શનમોહનીયનાં શુદ્ધ પુદ્ગલોના ઉદયરૂપ છે. આથી આ સમ્યક્ત્વ પીગલિક સમ્યક્ત્વ પણ કહેવાય છે, જ્યારે પથમિક સમ્યક્ત્વમાં કે જે અપીગલિક-આત્મિક સમ્યક્ત્વ છે, તેમાં તો મિથ્યાત્વમોહનીય કર્મનો પ્રદેશ-ઉદય પણ હોતો નથી. ક્ષાયિક સમ્યક્ત્વમાં તો મિથ્યાત્વમોહનીયાદિ કર્મનો કોઇપણ જાતનો ઉદય નથી, એટલું જ નહિ પરંતુ તે કર્મસત્તામાં પણ નથી. અર્થાત અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ-એ ચાર કષાયો તેમજ સમ્યક્ત્વમોહનીય, મિશ્રમોહનીય અને મિથ્યાત્વમોહનીયરૂપ દર્શનમોહનીયના શુદ્ધ, મિશ્ર અને અશુદ્ધ એવા ત્રણે પુંજાનો સર્વથા ક્ષય છે. આ પ્રમાણે ઉપર્યુક્ત સાતે-પ્રકૃતિનો સમૂલ ક્ષય થવાથી ઉત્પન્ન થતું સમ્યકત્વ “ક્ષાયિક સમ્યકત્વ' કહેવાય છે. Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ચોદ ગુણસ્થાન ભાગ-૨ વિશેષમાં ક્ષાયિક સમ્યક્ત્વની મહત્તા સંબંધી એમ પણ કહી શકાય કે-ક્ષાયોપશમિક તેમજ પથમિક સમ્યકત્વો કંઇ આત્માની સાથે સ્થાયી રહેતાં નથી, અર્થાત્ તેની પ્રાપ્તિ થયા પછી તે જતાં રહે છે. અર્થાત્ આત્મા કુસંગતિવિપરિણામ વિગેરે કારણોને લઇને મિથ્યાત્વી પણ બની જાય છે, જ્યારે ક્ષાયિક સમ્યકત્વ તો આત્માનો જાણે પરમ મિત્ર ન હોય તેમ તેનાથી એક ક્ષણ માટે પણ કવચિત્ જુદું રહેતું નથી, પરંતુ મુક્તાવસ્થામાં પણ તે તેની સાથેજ જાય છે. ઔપશમિક સમ્યકત્વો તો અહીંઆ પાછળ રહી જાય છે અર્થાત મુક્તાવસ્થામાં તેને સારૂ સ્થાન નથી. ઓપશમિક સમ્યક્ત્વથી ક્ષાયિક સમ્યકત્વ કેવી રીતે ચડીયાતું છે, તેનો બોધ થવામાં “ઉપશમ” અને “ક્ષય” એ બેમાં શું ભિન્નતા છે, તે જાણવું જરૂર હોવાથી તે વિચારવામાં આવે છે. ઉપશમ અને ક્ષયમાં તફાવત ઃ ' ઉપશમ અને ક્ષયમાં શું ક છે એ સ્પષ્ટ સમજાય તેટલા માટે તેનો ઉદાહરણપૂર્વક વિચાર કરવો ઇષ્ટ છે. ધારો કે-આપણી પાસે એક મલિન જળનું પાત્ર છે. થોડા સમય પછી આ તમામ મેલ જળના તળીએ બેસી જશે અને ત્યાર પછી આ જળ નિર્મળ દેખાશે. પરંતુ આ નિર્મળતા ક્યાં સુધી રહેવાની ? જ્યાં સુધી જળ આ સ્થિતિમાં રહે ત્યાં સુધી જ, કેમકે-જરા પણ આ જળની સ્થિતિમાં ખલેલ પહોંચતાં એ મેલના રજકણો પાછા સર્વત્ર પ્રસરી જવાના અને જે જળ નિર્મળ દેખાતું હતું તે પાછું અસ્વચ્છ માલુમ પડશે. પરંતુ જો આ જળમાંથી તેની અસ્વચ્છતાનો સર્વથા નાશ. કરવામાં આવે, તો પછી આ જળ આઘાત, પ્રત્યાઘાત કે એવી કોઇ પણ ક્રિયાથી કદી પણ અસ્વચ્છ ન જ બને; તેવી જ રીતે પ્રસ્તુતમાં મોહનીયના સંબંધમાં આ વાત ઘટાવવામાં આવે છે. મોહનીસકર્મના રજકણો આત્માના પ્રદેશમાં જ્યારે સ્થિર થઇ જાય છે, ત્યારે તે પ્રદેશો સ્વચ્છ લાગે છે. પરંતુ જેમ પેલાં જળની Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૭૩ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ નીચે બેસી ગયેલા રજકણો જળને કિંચિત માત્ર ક્રિયાની અસર થતાં અલ્પ સમયમાં તમામ જળમાં પ્રસરી જાય છે, તેમ ઉપશાન્ત થયેલ મોહનીય કર્મના રજકણો કારણ મળતાં સમસ્ત આત્મપ્રદેશોમાં પ્રસરી જાય છે, અર્થાત્ તે અમૂક કાળ વિત્યા બાદ જરૂરજ પાછા ઉદયમાં આવે છે. પરંતુ જો મોહનો સર્વથા ક્ષય કરવામાં આવ્યો હોય, આ મોહનીયકર્મોના રજકણોને આત્મપ્રદેશમાંથી હંમેશને માટે કાઢવામાં આવ્યા હોય, તો તેનો કદી પણ પાછો ઉદય ન થાય. આ ઉપરથી એમ સમજી શકાય છે કે-જેનો ઉપશમ થયો હોય તે તે સમયમાં કે ત્યાર બાદ પણ અમુક સમય સુધી જ ઉદયમાં આવે નહિ, પરંતુ અમુક કાળ પછી તે જરૂરજ ઉદયમાં આવે છે, જ્યારે ક્ષયના સંબંધમાં તો તે સત્તામાં પણ નહિ હોવાને લીધે તેનો કદાપિ પણ ઉદય થવાનો અલ્પાંશે પણ સંભવ નથી. ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિભાવ : જે લાગણીઓ બીજી લાગણીના બળે દબાયેલી રહે, બીજી લાગણી વિધમાન હોય ત્યારે પ્રગટ ન દેખાય તે ઉપશમ છે. જેમાં કે-અગ્નિ કે દીવાદિકનો પ્રકાશ. અગ્નિ ઉપર રાખ નાંખવાથી કે દીવા ઉપર બીજી કોઇ વાસણ આદિ વસ્તુ ઢાંકી દેવાથી તેનો પ્રકાશ કે ગરમી દબાયેલી રહે છે પણ તેનો નાશ થતો નથી, તેમ અમુક પ્રકારના ઉત્તમ પરિણામના બળે કેટલીક કર્મની પ્રકૃતિઓ તે વખતે ઉદયમાં આવી પોતાનો પ્રભાવ જીવને બતાવી નથી શકતી, તે “ઉપશમભાવ' છે. મોહનીસકર્મની પ્રકૃતિનો જ ઉપશમભાવ થાય. છે, તેથી ઉપશમ સમ્યક્ત્વ અને ઉપશમ ચારિત્ર પ્રગટે છે. દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય એ બંનેને વિશુદ્ધ પરિણામે દબાવી શકાય છે. મનુષ્ય જેમ બીજા કામમાં પ્રવૃત્તિ કરતો હોય. અને તેમાં આસક્ત હોય, ત્યારે પોતાની સારી કે ખરાબ આદતોને Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ થોડા વખતને માટે ભૂલી જાય છે, તેમ સારા વિચારો કે સારા સહવાસના કારણે જીવ આ બંને પ્રકૃતિઓને દબાવી શકે છે : પણ તેનો ક્ષય થયો ન હોવાથી તેવી પ્રવૃત્તિ કે તેવા નિમિત્તના અભાવે તેની વિરોધી પ્રવૃત્તિ કે વિરોધી નિમિત્તો આવી મળતાં, પછી પ્રકૃતિઓ સત્તામાંથી બહાર આવીને પોતાનો પ્રભાવ બતાવે છે. આ ઉપશમભાવથી ‘ઉપશમ સમ્યક્ત્વ’ પ્રગટે છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, મતિઅજ્ઞાન-શ્રુતઅજ્ઞાન, વિભંગઅજ્ઞાન, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, ક્ષાયોપશમિક ભાવના, દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય, ક્ષાયોપશમિક ભાવનાનું સમ્યક્ત્વ, સરાગ ચારિત્ર અને દેશવિરતિ-આ અઢાર પ્રકૃતિઓ ક્ષયોપશમભાવની છે. આમાં ઉદય આવેલા કર્મનો ક્ષય થાય છે અને નહિ ઉદય આવેલી પ્રકૃતિઓને ઉપશમાવવામાં આવે છે, માટે તેને ‘ક્ષયોપશમભાવ' કહે છે. આ ક્ષયોપશમભાવથી ‘ક્ષયોપશમ સમ્યક્ત્વ પ્રગટે છે. દર્શનમોહનીય કર્મના ક્ષયોપશમાદિ વડે તત્ત્વશ્રદ્ધાનાત્મક રૂચિ ઉત્પન્ન થાય છે અને તે રૂચિ વડે જીવાદિ તત્ત્વશ્રદ્ધાનાત્મક વિશિષ્ટ શ્રુત થાય છે. સાતે પ્રકૃતિઓના ક્ષયથી જે ભાવ પ્રગટે તે ‘ક્ષાયભિાવ’ છે, તેથી ાયિક સમ્યક્ત્વ પ્રગટે છે. ઉદયાદિનું સ્વરૂપ : જે કર્મ આપણે બાંધ્યું હોય, તે કર્મનું ફ્ળ ભોગવવું તે * ઉદય' કહેવાય છે, અર્થાત્ તે કર્મ ઉદયમાં આવ્યું છે એમ સમજવું. ‘ક્ષયોપશમ' શબ્દ ક્ષય અને ઉપશમ એ બેનો બનેલો છે. આ હકીકત ક્ષયોપશમ અવસ્થા દરમિયાન ઉદયમાં આવેલાં કર્મનો ક્ષય થાય છે અને નહિ ઉદયમાં આવેલા કર્મનો ઉપશમ થાય છે એ ઉપરથી ચરિતાર્થ થાય છે. આ ઉદયમાં આવેલા કર્મનો ઘાત કરવાપૂર્વક અનુદિત કર્મનો સર્વથા વિષ્ઠમ્ તે ઉપશમ છે. આ Page #286 -------------------------------------------------------------------------- ________________ - - - ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ૨૭૫ ઉપરથી સાર એ નીકળે છે કે-ક્ષયોપશમમાં પ્રદેશ-ઉદય રહેલો છે, જ્યારે આ ઉદયનો પણ ઉપશમાં અભાવ છે. આ કારણને લઇને પણ ઓપશમિક સમ્યકત્વ ક્ષાયોપશમિક કરતાં ઉંચી કોટિનું ગણી શકાય છે. “ઉદય” અને ક્ષય તો આઠે કમોનો થાય છે, પરંતુ ક્ષયોપસમ' તો જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય-એ ચાર ઘાતિકર્મનો જ હોઇ શકે છે અને તેમાં “ઉપશમ' તો મોહનીયકર્મનો જ હોઇ શકે છે. મિથ્યાત્વમોહનીયાદિના ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષયથી ઉત્પન્ન થયેલા ઔપશમિક, ક્ષાયોપથમિક અને ક્ષાયિક સખ્યત્વએ ત્રણના સંબંધમાં કેટલીક વિશેષતાનું અવલોકન કરવું જરૂરી છે. આ વર્તમાનHળમાં (પંચમ આરામાં) ક્યા ક્યા સખ્યત્વનો સંભવ છે ? આ વર્તમાન પંચમકાળમાં પથમિક, ક્ષાયોપથમિક અને ક્ષાયિક-એ ત્રણે સમ્યકત્વનો સંભવ છે, પરંતુ ઉત્પત્તિ તો પૂર્વના બેની જ છે; કેમકે-શાસ્ત્રમાં ક્ષાયિક સમ્યકત્વની ઉત્પત્તિ તો ચરમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામીના સમકાલીન મનુષ્યોને બતાવવામાં આવી છે. અત્ર એ નિવેદન કરવું અસ્થાને નહિ ગણાય કે-પૂર્વભવમાં પ્રાપ્ત કરેલા ક્ષાયિક સમ્યક્ત્વથી અલંકૃત દુષ્મહસૂરિ મહાત્મા આ પંચમ આરાના અંતમાં દેવગતિમાંથી ચ્યવીને આ પૃથ્વી ઉપર જન્મ લેનાર છે. એ વાતથી સિદ્ધ થાય છે કે-આ પંચમ આરામાં ક્ષાયિક સમ્યક્ત્વધારી વ્યક્તિનો સર્વથા અસંભવ નથી. ક્યું સખ્યત્ત્વ સ્વભવનુંજ, પરભવનુંજ કે ઉભય સ્વરૂપી હોઇ શકે છે? Page #287 -------------------------------------------------------------------------- ________________ ચૌદ વજુણસ્થાનક ભાગ-૨ ૨૭૬ - — -- — — — — — — — — — — — — — — — — — — — — – આ પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવે તે પૂર્વે સ્વભાવનું અને પરભવનું સખ્યત્વથી શું સમજવું તે જોઇ લઇએ. ધારો કેકોઇ મનુષ્ય તેના તે મનુષ્યભવમાં કોઇક પ્રકારનું સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે તો આ તેનું સમ્યકત્વ સ્વભાવનું ગણાય છે અને જો તે પૂર્વભવના સમ્યકત્વ સહિત મનુષ્ય તરીકે ઉત્પન્ન થયો હોય તો તેનું સમ્યકત્વ પરભવનું કહેવાય છે. (૧) ઉપશમ સમ્યકત્વ સ્વભવનું જ હોય છે, કેમકે-કોઇ પણ જીવ એક ગતિમાં ઉત્પન્ન કરેલાં ઓપશમિક સમ્યક્ત્વ સહિત બીજી ગતિમાં જઇ શકતો નથી. આ સંબંધી મતાન્તર છે. (૨) ક્ષાયોપશમિક સમ્યકત્વ સ્વભવનુંજ હોય કે પરભવનું જ હોય કે સ્વભનું તેમજ પરભવ-એમ બન્ને પ્રકારનું હોય, એ બાબત સિદ્વાન્તિકો અને કર્મગ્રન્થકારો વચ્ચે વિચારભિન્નતા છે. સિદ્ભાન્તિકોના મત પ્રમાણે સાત નરકોમાંની પ્રથમની છ નરકો સુધીના જીવોનું આ સમ્યકત્વ સ્વભવનું ચા પરભવનું પણ હોઇ શકે છે, જ્યારે સાતમી નરકના જીવોનું આ સમ્યક્ત્વ સ્વભવનું જ હોઇ શકે છે. (આ ઉપરથી સમજી શકાય છે કે-ક્ષાયોપથમિક સમ્યક્ત્વસહિત જીવ મરીને સાતમી નરકમાં જઇ શકે નહિ.) ભવનપતિ, વ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિક-એ ચારે દેવગતિમાંના જીવોનું ક્ષાયોપથમિક સમ્યકત્વ સ્વભવનું તેમજ પરભવનું એમ બંને પ્રકારે સંભવી શકે છે, અને આ વાત તો મનુષ્યો અને સંજ્ઞી તિર્યંચોને પણ લાગુ પડે છે. કર્મગ્રન્થકારોની આ પરત્વે શું વિચારભિન્નતા છે, તે સમજવા તેમના મતમાંના ચાર નિયમો તરફ ધ્યાન આપવું ઉચિત છે. (૧) તિર્યંચ કે મનુષ્ય. -એ બેમાંથી કોઇ પણ ક્ષાયોપથમિક સમ્યક્ત્વ સહિત તો વૈમાનિક ગતિ સિવાય અન્યત્ર જતાંજ નથી. (૨) અસંખ્યય વર્ષના આયુષ્યવાળા મનુષ્યો સ્વર્ગ કે નરક Page #288 -------------------------------------------------------------------------- ________________ ચોદ મણસ્થાન ભાગ-૨ ૨૭૭ ગતિમાંથી આવેલા હોતા નથી, કિન્તુ તેવા મનુષ્યો મનુષ્ય અને તિર્યંચ ગતિમાંથી જ આવેલા હોય છે. જે મનુષ્ય કે તિર્યંચનું આયુષ્ય પૂર્વકોટિ યાને એક કરોડ પૂર્વ (એક કરોડ પૂર્વ તે ૮૪ લાખને ૮૪ લાખે ગુણવાથી એક પૂર્ણ થાય છે.) થી અધિક હોય તેને અસંખ્યય વર્ષના આયુષ્યવાળા કહેવામાં આવે છે. (૩) નારકજીવો મરીને તરતજ નરકગતિ કે સ્વર્ગગતિમાં ઉત્પન્ન થતાં નથી અને તેવી જ રીતે દેવતાઓ ચ્યવીને-મરીને તરતજ સ્વર્ગગતિ કે નરકગતિમાં ઉત્પન્ન થતાં નથી. (૪) નારક, તિર્યંચ, મનુષ્ય કે દેવ-એમાંથી કોઇ પણ જીવ ક્ષાયોપથમિક સમ્યકત્વને સાથે લઇને તિર્યંચગતિમાં ઉત્પન્ન થતો નથી. (છટ્ટા કર્મગ્રંથમાં અપર્યાપ્તાવસ્થામાં તિર્યંચને ક્ષાયોપથમિક સમ્યકત્વ હોય છે એમાં કહે છે.) આ ચાર નિયમોમાંથી પ્રથમ તેમજ અંતિમ છેલ્લો એ બે નિયમો સેદ્રાન્તિકોને માન્ય નથી, પરંતુ બાકીના બે નિયમો માન્ય છે. આ ચાર નિયમોને લક્ષ્યમાં રાખવાથી જોઇ શકાય છે કેવૈમાનિક દેવો તથા સંગ્રેચ વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્યોએ બેજ વર્ગોનું ક્ષાયોપશમિક સમ્યકત્વ પરભવનું સંભવે છે, કારણ કે-મનુષ્ય સમ્યક્ત્વ યુક્ત મરીને વૈમાનિક દેવ તરીકે ઉત્પન્ન થાય, ત્યારે તેને-તે દેવને પરભવનું સમ્યક્ત્વ છે. તેવી જ રીતે જે દેવ સમ્યક્ત્વ યુક્ત મરીને મનુષ્ય થાય, ત્યારે તે મનુષ્યને પરભવનું સમ્યક્ત્વ છે. (૩) ક્ષાયિક સમ્યક્ત્વ મનુષ્યગતિ સિવાય અન્યત્ર કોઇ પણ ગતિમાં સ્વભવનું હોતું જ નથી. વિશેષમાં સાત નરકો પૈકી છેલ્લી ચાર નરકના જીવોને તેમજ સંખ્યય વર્ષના આયુષ્યવાળા તિર્યંચોને તથા ભવનપતિ, વ્યત્તર અને જ્યોતિષ્ક-એ ત્રણ પ્રકારના દેવતાઓને ક્ષાયિક સખ્યત્વ હોતું નથી એવો નિયમ છે. આથી કરીને પ્રથમથી ત્રણ નરભૂમિના જીવોનું તેમજ વૈમાનિક દેવનું ક્ષાયિક સમ્યક્ત્વ પરભવનું સમજવું. અસંખ્યય વર્ષના Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ ચૌદ ગુણસ્થાનક માર્ગ-૨ ––––––––––– આયુષ્યવાળા મનુષ્યોને તેમજ તેવા તિર્યંચોને પણ પરભવનું જ સાયિક સખ્યત્વ હોય છે એવો નિયમ છે. આથી સંખ્યય વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્યોને સ્વભાવનું અને પરભવનું-એમ બન્ને પ્રકારનું ક્ષાયિક સમ્યક્ત્વ સંભવે છે. ક્ષાયિક સખ્યત્વી ૪ ગતિમાં જાય ? પ્રસંગોપાત એ વાત વિચારવામાં આવે છે કે-ક્ષાયિક સમ્યક્ત્વને પ્રાપ્ત કર્યા પછી તે મનુષ્ય કઇ ગતિમાં જાય છે ? આ પ્રશ્નનો વિચાર કરતાં પહેલાં એ જાણવું આવશ્યક છે કે-ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કર્યું, તે પૂર્વે આગામી ભવનું આયુષ્ય બંધાઈ ગયું છે કે નહિ ? જો આવું આયુષ્ય બંધાઇ ગયું હોયતો તો જે ગતિના આયુષ્ય સંબંધી બંધ થયો હોય તે ગતિમાં જવુંજ પડે, અને તે પણ બીજી કોઇ ગતિ નહિ પણ ત્રણ નરક, વૈમાનિક દેવગતિ અને અસંખ્યઆયુષ્યવાળી મનુષ્ય-તિર્યંચ ગતિમાંનીજ કોઇ પણ ગતિ સમજવી ? અને જો પરભવનું આયુષ્ય ન બંધાયું હોય, તો તો ક્ષાયિક સમ્યક્ત્વધારી નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ-એ ચારે ગતિઓને સદાને માટે જલાંજલિ આપીને સર્વોત્કૃષ્ટ પંચમગતિને અર્થાત્ તેજ ભવમાં મુક્તિને પ્રાપ્ત કરે. સાયિક સગન્લી કેટલા ભવમાં મોક્ષે જાય ? આપણે ઉપર જોઇ ગયા તેમ જો પરભવના આયુષ્યનો બંધ થયો ન હોય, તો તો તેજ ભવમાં ક્ષાયિક સમ્યકત્વધારી મોક્ષે જાય, નહિ તો જે ભવમાં આ ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કર્યું હોય, તે ભવથી ઘણુંખરૂં તો ત્રીજે ચોથે ભવે જરૂરજ મોક્ષે જાય. અને કવચિત્ પાંચમે ભવે પણ જાય, પરંતુ આથી વિશેષ ભવો તો તેને નજ કરવા પડે એ નિઃસંદેહ વાત છે. છેક પાંચમે ભવે મુક્તિરમણીને વરનારા તરીકે શાસ્ત્રમાં શ્રી કૃષ્ણ વાસુદેવ અને દુષ્ણસહ સૂરિજીના બે ઉદાહરણો મોજુદ છે. Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૭૯ ચોદ ગુણસ્થાન ભાગ-૨ દુપ્રસહસૂરિના પાંચ ભવો : — — — — — — – એતો જાણીતી વાત છે કે- દુષ્પસહસૂરિ પૂર્વભવીય ક્ષાયિક સમ્યકત્વ યુક્ત આ વર્તમાન પંચમ આરાના અંતમાં દેવલોકમાંથી ચ્યવીને અત્ર ઉત્પન્ન થનારા છે અને અહીંથી કાળધર્મ પામીને સૌધર્મ દેવલોકમાં અને ત્યાંથી પાછા મનુષ્ય તરીકે ઉત્પન્ન થઇ મોક્ષે જનાર છે. વિશેષમાં આપણે જોઇ ગયા તેમ મનુષ્યભવમાં જ આ ક્ષાયિક સમ્યકત્વની ઉત્પત્તિ સંભવે છે, તો દેવલોકમાંથી ચ્યવીને દુષ્મહસૂરિ તરીકે જન્મ લેનારા તે આચાર્યો, દેવલોકમાં ક્ષાયિક સમ્યકત્વની ઉત્પત્તિ નહિ હોવાને લીધે તે ભવની પૂર્વેના ભવમાં અને તે પણ મનુષ્ય તરીકેનાજ ભવમાં ઉપાર્જન કરેલું હોવું જોઇએ : અર્થાત (૧) આ મનુષ્ય તરીકેનો ભવ, ત્યાર બાદ (૨) દેવ તરીકેનો, ત્યાર પછી (૩) મનુષ્યનો (૪) પછીથી દેવનો અને અંતમાં (૫) મનુષ્યનો એમ તેમના પાંચ ભવો છે. શ્રી કૃષ્ણ વાસુદેવના પાંચ ભવોઃ શ્રી કૃષ્ણ વાસુદેવ કૃષ્ણ વાસુદેવ તરીકેના ભવથી પાંચમે ભવે મોક્ષે જશે, એ વાત પણ સમજી શકાય તેમ છે. જેમકે-કૃષ્ણ વાસુદેવ એના એ ભવમાંથી ત્રીજી નરકમાં અને ત્યાંથી મનુષ્યગતિમાં, ત્યાંથી વળી મરણ પામીને વૈમાનિક દેવગતિમાં અને ત્યાંથી ચ્યવીને આ ભારતવર્ષમાં ગંગાદ્વારપૂરના સ્વામી જિતશત્રુ નામના રાજાના અમમ નામના પુત્ર તરીકે ઉત્પન્ન થશે અને તે ભાવમાં શ્રી તીર્થંકરનામકર્મના વિપાકોદયનો અનુભવી કરી મોક્ષે સિધાવશે. સખ્યત્વના પ્રારો : શાસ્ત્રમાં સમ્યકત્વના ઘણા પ્રકારો બતાવવામાં આવ્યા છે. Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ચૌદ ગુણસ્થાન ભાગ-૨ જેમકે-સમ્યકત્વ એક, બે, ત્રણ, ચાર અને પાંચ પ્રકારનું પણ સંભવે છે. શ્રી જિનેશ્વરદેવોએ પ્રરૂપિત કરેલાં તત્ત્વો પર જે શ્રદ્ધા કરવી તે એક પ્રકારનું સમ્યક્ત્વ છે. અર્થાત્ “તમેવ સરપં નિરસંવંs i નિખોર્દિ પવેદ્ય !” એટલે સકલ દોષરહિત અને સમસ્ત ગુણસંપન્ન એવા શ્રી જિનેશ્વરદેવોએ જે તત્ત્વ પ્રકાશ્ય છે તે સત્યજ છે, એવી રૂચિરૂપ સમ્યક્ત્વ તે આ એક પ્રકારનું સમ્યક્ત્વ છે. સમ્યક્ત્વના બે પ્રકારો ત્રણ રીતે પડે છે. (૧) દ્રવ્યસખ્યત્વ અને ભાવસમ્યકત્વ, (૨) નિશ્ચયસમ્યક્ત્વ અને વ્યવહારસમ્યકત્વ, અને (૩) નિસર્ગસમ્યકત્વ અને અધિગમાં સમ્યક્ત્વ. દ્રવ્યસખ્યત્ત્વ અને ભાવસખ્યત્ત્વ : શ્રી જિનેશ્વરદેવે પ્રરૂપેલાં તત્ત્વો સત્યજ છે, એ વાતનો પરમાર્થ નહિ જાણવા છતાં પણ શ્રદ્ધા કરનારાના સમ્યકત્વને દ્રવ્યસમ્યકત્વ' સમજવું, પરંતુ પરમાર્થના જાણકારના સંબંધમાં તો આવું સમ્યકત્વ “ભાવસમ્યકત્વ' સમજવું કેમકે-આ ભાવસમ્યક્ત્વધારી પ્રાણી જીવાદિક સપ્ત પદાર્થોને નય, નિક્ષેપ, સ્યાદ્વાદ ઇત્યાદિ શૈલીપૂર્વક જાણે છે અને ત્યાર પછી તેને વિષે શ્રદ્ધા રાખે છે. અત્રે એ ધ્યાનમાં રાખવું કે-ત્રણ પ્રકારના સમ્યક્ત્વમાંથી ક્ષાયોપથમિક સમ્યક્ત્વનો દ્રવ્યસમ્યક્ત્વમાં સમાવેશ થાય છે, જ્યારે ઓપશમિક અને ક્ષાયિકનો ભાવસમ્યકૃત્વમાં અંતર્ભાવ થાય છે કેમકે-પ્રથમ સમ્યકત્વ તો પૌગલિક છે, જ્યારે બાકીના બે તો આત્મિક છે એમ માનવું ભૂલભરેલું છે ? કેમકે – દ્રવ્યસમ્યકત્વ' માંના “દ્રવ્ય' શબ્દથી અત્ર “પુગલ’ અર્થી કરવાનો નથી. વળી આ દ્રવ્યસમ્યક્ત્વ અપ્રમત્ત નામના સાતમા ગુણસ્થાનકમાં પણ સંભવે છે. Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ નિશ્ચયસમ્યક્ત અને વ્યવહારસમ્યત્વ : જ્ઞાન-દર્શન-ચારિત્રાદિક આત્માના શુદ્ધ પરિણામને નિશ્ચયસમ્યક્ત્વ' જાણવું. આત્મા અને તેના ગુણો કાંઇ જુદા નથી, પરિણામે અનન્ય છે, એક છે : કેમકે-અભેદ પરિણામે પરિણત થયેલો આત્મા તે તદ્દગુણ રૂપજ કહી શકાય. જેવું જાણ્યું તેવોજ ત્યાગભાવ જેને હોય અને શ્રદ્ધા પણ તદનુરૂપ હોય, તેવા સ્વરૂપો પયોગી જીવનો આત્મા તેજ જ્ઞાન-દર્શન-ચારિત્ર છે. આત્મા રત્નત્રયાત્મક અભેદભાવે શરીરમાં રહ્યો છે, માટે રત્નત્રયના શુદ્ધ ઉપયોગે વર્તતા જીવને “નિશ્ચયસમ્યક્ત્વ' કહીએ. સાધુદર્શન, જિનમહોત્સવ, તીર્થયાત્રાદિક હેતુથી ઉત્પન્ન થતાં સમ્યક્ત્વને વ્યવહારસમ્યકત્વ' કહેવામાં આવે છે. નિસર્ગ અને અધિગમસયત્વ : પરના ઉપદેશની નિરપેક્ષતાને “નિસર્ગ' કહેવામાં આવે છે, જ્યારે પરના ઉપદેશની અપેક્ષા તે “અધિગમ' કહેવાય છે. નિસર્ગ' શબ્દનો અર્થ “સ્વભાવ” થાય છે ? તેથી નિસર્ગસમ્યકત્વનો અર્થ સ્વાભાવિક સમ્યક્ત્વ અર્થાત્ સ્વાભાવિક રીતે પ્રાપ્ત થયેલ સમ્યકત્વ એમ થાય છે. આથી કોઇને શંકા ઉત્પન્ન થાય કે સ્વાભાવિક રીતે સમ્યક્ત્વ મળે ખરૂં? આના સમાધાનાર્થે ત્રણ દ્રષ્ટાંતો વિચારીએ. ધારો કે કોઈ વટેમાર્ગ ભૂલો પડ્યો છે, તો એ બનવાજોગા છે કે-ભમતાં ભમતાં પણ અર્થાત્ કોઇને પણ માર્ગ પૂછયા વિના પણ તે ખરા માર્ગ ઉપર આવી જાય. કોઇકની બાબતમાં એમ પણ બને કે-તે ગમે તેટલો પોતે પ્રયત્ન કરે તો પણ ખરો રસ્તો તેને જડેજ નહિ, જ્યારે ખરા માર્ગનો જાણકાર કોઇ મળી આવે અને એ દ્વારા તેને યથાર્થ માર્ગનું ભાન થાય ત્યારે જ તેનું કાર્ય સરે. Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ચૌદ ગુણસ્થાનક માd1-૨ આ પ્રમાણે જ્વરથી પીડિત હોય એવા કોઇ પુરૂષનો જ્વર ઔષધિના સેવન વિના પણ જતો રહે અને કોઇક વખતે એમ પણ બને કે-ઔષધિનું પાન કર્યાથી જ તેનો તે જ્વર જાય. એવી રીતે એમ પણ બનવાજોગ છે કે-કૌદ્રવ નામનું ધાન્ય ઘણાકાળે સ્વયમેવા નિર્મદન (મયણા રહિત) બની જાય છે. અથવા તો છાણ વિગેરેના પ્રયોગથી તે તેવું બને. આ દ્રષ્ટાંતો ઉપરથી જોઇ શકાય છે કેપરની અપેક્ષા વિના પણ કાર્યસિદ્ધિ થઇ શકે છે. આ પ્રમાણે સમ્યક્ત્વની પ્રાપ્તિ (૧) સ્વાભાવિક રીતે-ખુદ શ્રી તીર્થંકરદેવની પણ સહાય લીધા વિના અથવા તો (૨) સદ્ગુરૂના ઉપદેશથી પણ થઇ શકે છે. પ્રથમ પ્રકારથી પ્રાપ્ત થયેલ સમ્યક્ત્વને નિસર્ગસમ્યકત્વ” અને બીજા પ્રકારથી મળેલ સમ્યક્ત્વને અધિગમસમ્યક્ત્વ' સંબોધવામાં આવે છે. અર્થાત્ કોઇ શુક્લપક્ષી, કાલાદિક કારણ પરિપાકવંત, ચરમાવર્તિ, ચરમકરણી એવો ભવ્ય જીવ સહેજે આપોઆપ ઉહાપોહ કરતાં જે સમ્યક્ત્વ સંપાદન કરે તે નિસર્ગસમ્યકત્વ' છે, જ્યારે પૂર્વોક્ત કાલાદિક યોગ્યતા હોવા છતાં પણ સગુરૂના ઉપદેશનું શ્રવણ કર્યાથીજ જે જીવ અનાદિકાળની પોતાની ભૂલ મટાડી દેવ, ગુરૂ અને ધર્મના યથાર્થ સ્વરૂપને વિષે શ્રદ્ધાવાન્ બને, તેનું સમ્યક્ત્વ અધિગમસમ્યકત્વ' કહેવાય છે. (જેને સંસારમાં અર્ધપુદ્ગલપરાવર્તન કરતાં ઓછો કાળ પરિભ્રમણ કરવાનું બાકી રહેલું હોય તે જીવને “શુકલપક્ષી' કહેવામાં આવે છે, જ્યારે એથી વિપરીત પ્રકારના જીવને “કૃષ્ણપક્ષી' કહેવામાં આવે છે.) સમ્યક્તના ત્રણ પ્રકારો : કારક, રોચક અને દીપક તેમજ ક્ષાયોપથમિક, ઔપથમિક અને ક્ષાયિક એમ બન્ને પ્રકારે સખ્યત્વના ત્રણ ત્રણ ભેદો પડે છે. શ્રી જિનેશ્વરદેવે જેવો વિધિમાર્ગ પ્રકાશ્યો છે તે વિધિમાર્ગને શ્રી. Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ – – – ચોદ ગુણસ્થાનક ભાd -૨ જિનેશ્વરદેવની આજ્ઞાના પરિપાલનપૂર્વક અમલમાં મૂકનારનું સમ્યકત્વ “કારક' સમ્યક્ત્વ કહેવાય છે : અર્થાત્ યથાર્થતત્ત્વશ્રદ્વાન પ્રમાણે આગમોક્ત શેલીપૂર્વક દાન, પૂજા, વ્રત, વિગેરે યોગ્ય આચરણ હોય તો તે “કારક' સમ્યક્ત્વ છે. આવું સમ્યક્ત્વ વિશુદ્ધ ચારિત્રવાનને હોય છે. ધર્મને વિષે અર્થાત્ સદનુષ્ઠાનમાં રૂચિ માત્ર કરે, શ્રી જિનોક્તિ ધર્મ પ્રમાણે ક્રિયા કરવાની ઇચ્છા રાખે, પરંતુ ભારે કર્મો હોવાથી તેવા અનુષ્ઠાનો કરી ન શકે, તેને “રોચક સમ્યક્ત્વ પ્રાપ્ત થયેલું જાણવું ઃ અર્થાત્ યમ-નિયમાદિ આચરણમાં ન મૂકી શકવાની સ્થિતિ સાથે સંબંધ ધરાવનારૂં સમ્યક્ત્વ “રોચક' સમ્યક્ત્વ છે. આ સમ્યકત્વ અવિરત સમ્યફદ્રષ્ટિ જીવોને હોય છે. શ્રેણિક નૃપતિને આવું સમ્યક્ત્વ હતું. પોતે મિથ્યાદ્રષ્ટિ, અભવ્ય કે દુર્ભવ્ય હોવા છતાં પણ અન્ય ભવ્યજીવોને ઉપદેશાદિક દ્વારા યથાર્થમાર્ગ તરફ રૂચિવંત કરેઅન્ય જીવો ઉપર તત્વનો યથાર્થ પ્રકાશ પાડે, તે જીવનું સખ્યત્વ “દીપક' સમ્યક્ત્વ છે. દીપકસમ્યક્ત્વ ધારીને અંતરંગ શ્રદ્ધા હોય નહિ. તે તો દાંભિક વૃત્તિએ કાર્ય કરે, પરંતુ તેમ છતાં પણ તે બીજાઓ ઉપર તત્વનો યથાર્થ પ્રકાશ પાડે એ તેની ખૂબી છે. મિથ્યાત્વથી વાસિત હૃદયવાળો હોઇ કરીને પણ અન્ય જીવોને યથાર્થ માર્ગ ઉપર એ પ્રીતિવાન બનાવે છે, વાસ્તે આવા જીવને દીપક સખ્યત્વવાળો કહેવામાં આવે છે. આવો જીવ અન્ય જીવની સમ્યકત્વપ્રાપ્તિનો હેતુ હોવાથી તેને સમ્યક્ત્વધારી કહેવામાં આવે છે. આ કારણમાં કાર્યના ઉપચારનું દ્રષ્ટાંત છે. આવું સખ્યત્વ અંગારમÉકાચાર્યને હતું. બીજી રીતે સમ્યક્ત્વના પડતા ત્રણ વિભાગો પરત્વે ઉલ્લેખ કરી ગયા હોવાથી અત્ર તે સંબંધમાં કંઇ વિચરવાનું બાકી રહેતું નથી, છતાં પણ અત્ર એટલું કહેવું વધારે પડતું નહિ ગણાય કે Page #295 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ક્ષાયિકાદિક ત્રણ પ્રકારનું સમ્યક્ત્વ તેના આવરણરૂપ કર્મના ક્ષયાદિકથી થાય છે ઃ અર્થાત્ યથાર્થ દર્શન આવૃત્ત કરનારા દર્શનમોહનીયની ત્રણ પ્રકૃતિઓનો તેમજ ચાર અનંતાનુબંધી કષાયોનો ક્ષય થવાથી ઉત્પન્ન થતું સમ્યક્ત્વ ‘ક્ષાયિક' કહેવાય છે. આ સાતે પ્રકૃતિઓના જ ઉપશમથી ઉદ્ભવતું સમ્યક્ત્વ ‘ઔપશમિક ' કહેવાય છે, જ્યારે એના ક્ષયોપશમથી ઉત્પન્ન થતું સમ્યક્ત્વ ‘ક્ષાયોપશમિક' કહેવાય છે. સમ્યક્ત્વના ચાર પ્રકારો : ઃ ૨૮૪ ક્ષાયોપશમિક, ઔપશમિક અને ક્ષાયિક એ ત્રણ સમ્યક્ત્વમાં ‘સાસ્વાદન' સમ્યક્ત્વ ઉમેરતાં સમ્યક્ત્વના ચાર ભેદો થાય છે. ઉપશમ સમ્યક્ત્વમાંથી પતિત થઇને મિથ્યાત્વરૂપ પ્રથમ ગુણસ્થાનક પર જતાં આ સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે. જેમ કોઇ પુરૂષને ગોળ ખાધા પછી વમન થાય, તો પણ તેને કંઇ ગળચટો પરંતુ અનિચ્છિત સ્વાદ લાગે, તેમ ઉપશમસમ્યક્ત્વથી પડીને મિથ્યાત્વે જતાં આ સમ્યક્ત્વને સાસ્વાદન નામ આપવામાં અવ્યું છે. ઉપશમસમ્યક્ત્વથી પડીને મિથ્યાત્વ ગુણસ્થાનકમાં જતાં બહુ જ ઓછો સમય લાગે છે અને શાસ્ત્રકારો આ સંબંધમાં ‘માળ’ ઉપરથી પડનારનું દ્રષ્ટાંત રજુ કરે છે : અર્થાત્ માળ ઉપરથી પડેલાને ભૂમિ ઉપર પહોંચતાં જેટલી વાર લાગે, તેના કરતાં પણ અતિશય ઓછા કાળમાં સમ્યક્ત્વનું વમન કરતો જીવ સાસ્વાદની થઇ મિથ્યાત્વ ગુણસ્થાનકે જાય, કેમકે-સાસ્વાદનનો ઉત્કૃષ્ટ કાળ છ આવલિકાનો છે. સમ્યક્ત્વના પાંચ પ્રકારો : આ ચાર સમ્યક્ત્વમાં ‘વેદક' સમ્યક્ત્વ ઉમેરતાં સમ્યક્ત્વના પાંચ પ્રકારો થાય છે. અનંતાનુબંધી ચાર કષાય, Page #296 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક માd-૨ ૨૮૫ મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય અને સમ્યકત્વમોહનીચ. આ સાત પ્રકૃતિઓ પૈકી પૂર્વની છ પ્રકૃતિઓ સર્વથા ક્ષચ કર્યા બાદ સાતમી પ્રકૃતિને ખપાવતાં ખપાવતાં અર્થાત તેનો ક્ષય કરતી વેળાએ, જ્યારે તે પ્રકૃતિમાંના છેલ્લા પુદ્ગલનો ક્ષય કરવાનો બાકી રહે, તે સમયનું સમ્યક્ત્વ “વેદક' સમ્યકત્વ કહેવાય છે. બીજા શબ્દમાં કહીએ તો આગળ બતાવી ગયેલા અશુદ્ધ, મિશ્રા અને શુદ્ધ-એવા ત્રણ પુંજોમાંના પ્રથમના બે પુંજો ક્ષીણ કર્યા બાદ શુદ્ધ પુજના છેલ્લા ગ્રાસને વેદતી વેળાના સમ્યકત્વને “વેદક’ કહેવામાં આવે છે. આવું સમ્યક્ત્વ આખા સંસારમાં એક જ વાર મળે છે અને તે પછી તો તરતજ ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. ભવ્યપ્રાણીને ક્યું સમ્યક્ત વધારેમાં વધારે કેટલી વાર પ્રાપ્ત થઇ શકે ? ઉપર જોઇ ગયા તેમ અનાદિકાળનો મિથ્યાદ્રષ્ટિ જીવ સખ્યત્વ પામ્યા પછીથી મોક્ષે જાય, ત્યાં સુધીમાં વધારેમાં વધારે તેને અર્ધપગલપરાવર્તનથી કંઇક ન્યૂન કાળપર્વત આ સંસારરૂપી કેદખાનામાં સંડ્યા કરવું પડે. હવે આવો કોઇક જીવ ઉપર્યુક્ત પાંચ પ્રકારના સમ્યક્ત્વમાંથી કયું સમ્યક્ત્વ વધારેમાં વધારે કેટલી વાર પ્રાપ્ત કરે તે વિચારવામાં આવે છે. ઉપશમ તેમજ સાસ્વાદન સમ્યક્ત્વ તો વધારેમાં વધારે પાંચ વાર અર્થાત એક તો પ્રથમ સમ્યકત્વ મળવાના સમયે અને ત્યાર બાદ તો ચાર વાર ઉપશમશ્રેણિ ઉપર આરૂઢ થાય ત્યારે ચાર વાર એમ એકંદર પાંચા વાર જ પામી શકાય, જ્યારે વેદક અન ક્ષાયિક સખ્યત્વ તો એકજ વાર અને ક્ષાયોપથમિક સમ્યક્ત્વ તો અસંખ્ય વાર પ્રાપ્ત થઇ શકે. ક્ય સમ્યક્ત ક્વે ગુણસ્થાનકે હોય છે ? Page #297 -------------------------------------------------------------------------- ________________ સાસ્વાદ હોય છે, પરંતુ ૨૮૬ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ સાસ્વાદન સમ્યક્ત્વ સાસ્વાદન નામના બીજા ગુણસ્થાનકમાં જ હોય છે, પરંતુ ત્યાંથી આગળ કે પાછળના ગુણસ્થાનકમાં નહિ જ. ઓપશમિક સમ્યક્ત્વ અવિરત સમ્યગ્દષ્ટિ નામના ચોથા ગુણસ્થાનથી લઇને ઉપશાન્તમોહ નામના અગીઆરમાં ગુણસ્થાન પર્યંત-એમ આઠ ગુણસ્થાનકો સુધી હોય છે. ક્ષાયિક સમ્યક્ત્વ અવિરત સખ્યદ્રષ્ટિનામક ચોથા ગુણસથાનકથી લઇને તે છેક અયોગિ કેવલીનામક ચૌદમા છેલ્લા ગુણસ્થાનક સુધી અર્થાત એકંદર અગીયાર ગુણસ્થાનકો પર્યતા હોય છે. (અને ત્યાર પછી મુક્તાવસ્થામાં પણ વિદ્યમાન હોય છે.) ક્ષાયોપથમિક સમ્યકત્વ અવિરત સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, પ્રમત્ત અને અપ્રમત્ત અર્થાત્ ચોથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા-એ ચાર ગુણસ્થાનકોમાં જ હોય છે, પરંતુ ત્યાંથી આગળના કે પાછળના ગુણસ્થાનકોમાં તેનો સંભવ નથીજ. સમ્યક્તની સ્થિતિ : સમ્યક્ત્વની સ્થિતિ' નો અર્થ એ છે કે-કયું સમ્યક્ત્વ કેટલા વખત સુધી રહેનારું છે. આ સ્થિતિના જઘન્ય (ઓછામાં ઓછી) અને ઉત્કૃષ્ટ (વધારેમાં વધારે) -એમ બે પ્રકારો પડે છે. હવે તેમાં સાસ્વાદન સમ્યક્ત્વની જઘન્ય સ્થિતિ એક સમયની છે, જ્યારે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ તો છ આવલિની છે. પથમિક સમ્યક્ત્વની જઘન્ય તેમજ ઉત્કૃષ્ટ એમ બન્ને પ્રકારની સ્થિતિઓ અંતમુહૂર્તની જ છે. ક્ષાયિક સમ્યક્ત્વની જઘન્ય સ્થિતિ, અંતર્મુહૂર્તની છે, જ્યારે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ ભવસ્થિતિની અપેક્ષાએ ૩૩ સાગરોપમથી કંઇક અધિક છે. (આ સિવાયની અપેક્ષાએ અર્થાત્ મુક્તાવસ્થા આશ્રીને તો તેની સ્થિતિ અનંતકાળની છે, કેમકે-આ સમ્યક્ત્વ અવિનાશી છે.) ક્ષાયોપથમિક સમ્યકત્વની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે અને Page #298 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ૨૮૭ તેની ઉત્કૃષ્ટ સ્થિતિ ૬૬ સાગરોપમથી કંઇક અધિક છે. વેદકસમ્યક્ત્વની તો જઘન્ય તેમજ ઉત્કૃષ્ટ એમ બન્ને સ્થિતિઓ એક્જ સમયની છે. ક્ષયોપશમ સમ્યક્ત્વમાં મિથ્યાત્વજાતિય દલિયાંથી આત્મશ્રદ્ધા કેમ મનાય ? એનુ સમાધાન એ છે કે-જેમ કોઇ અબરખ અથવા પાષાણાદિક મલિન હોય, તેને કોઇ ઔષધાદિક યોગે કરી તે પાષાણ કે અબરખમાંથી કાલાસરૂપ કલુષતા કાઢી નાંખે ત્યારે તે દલ નિર્મળ થાય, પછી તેને આંતરે જે વસ્તુ રહી હોય તે દીઠામાં આવે પણ છાની રહે નહિ. તેજ પ્રમાણે અહીં દર્શનમોહનીય કર્મના દલ મધ્યે અશુદ્ધ પરિણતિરૂપ મિથ્યાત્વરૂપી વિષે કરી મલિન થયેલું અત્યંત કાલાસપણું ભરેલું હતું, તે ઉપશમસમ્યક્ત્વરૂપ ઔષધના મહિમાથી દૂર થાય, પછી નિર્વિષ દલિયાં રહ્યા તે સ્વચ્છ અભ્રપટલ સરખાં છે. તે નિર્મળ દલિયાં કાંઇ શ્રદ્ધાભાસનમાં વિપરિણામ કરે નહિ,તેથી જો તે જાતે મિથ્યાત્વ દલિયાં છે તો પણ નિર્વિષ-નિર્મળ છે, તેથી તે ક્ષયોપશમભાવને પ્રાપ્ત થતાં આત્મધર્મરૂપ શ્રદ્વાન કંઇક અષ્ટપણે પણ પ્રાપ્ત થાય છે અને તે પુદ્ગલોનો ક્ષય થતાં આત્મસ્વરૂપ સર્વ પ્રકારે પ્રગટ થાય છે અને તેને ક્ષાયિકસમ્યક્ત્વ કહેવામાં આવે છે. આ પ્રકરણ સમાપ્ત કરીએ તે પૂર્વે એટલું ઉમેરવું આવશ્યક સમજાય છે કે-સમ્યક્ત્વના વિશેષ જિજ્ઞાસુએ સમ્યક્ત્વના નિસર્ગરૂચિ ઇત્યાદિ દશ પ્રકારો માટે તથા શમાદિક પાંચ લક્ષણો, શંકાદિક પાંચ દૂષણો અને કુશલાદિક પાંચ ભૂષણો, તેના આઠ પ્રભાવકો તથા સમ્યક્ત્વનારાજાભિયોગાદિક છ આગારો, અરિહંતાદિક સંબંધી દશ વિનયો, ત્રણ પ્રકારની શુદ્ધિ, ચાર શ્રદ્વાન, સમ્યક્ત્વની છ ભાવનાઓ તથા છ યતના તેમજ તેના છ સ્થાનકો તથા તેના ત્રણ લિંગો-એ સમ્યક્ત્વના ૬૭ બોલો એ . Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ થાક ભાd-૨ બધાના સ્વરૂપ માટે અન્ય ગ્રંથો જોવા. ઉપર્યુક્ત સમ્યક્ત્વના કિચિંતુ પ્રકારો સ્થૂલરૂપે જે બતાવવામાં આવેલા છે, તે પૂર્વે જણાવેલ યથાપ્રવૃત્યાદિ કરણત્રયપૂર્વક ગ્રંથિભેદ થયેલી અર્થાત્ દર્શનમોહનીય કર્મનું આવરણ ખસેથીજ હોઇ શકે કે માની શકાય. શાસ્ત્રમાં સમ્યકત્વના અનેક પ્રકારો જણાવી તેના જે સ્વરૂપો બતાવ્યા છે, તે તો ગ્રંથિભેદ થવાના સાધનો અર્થાત કારણો છે અને કારણમાં કાર્યનો ઉપચાર કરી સમ્યકત્વ તરીકે ઓળખાવેલા હશે એમ સમજાય છે. આ બધા અનેક પ્રકારે બતાવેલા સમ્યકત્વો ગ્રંથિભેદ વિનાજ સમકિત તરીકે ઓળખાવવામાં કે એટલેથીજ સંતોષ ધરવામાં આવે, તો. જીવનો કદાપિ કાળે મોક્ષ થાયજ નહિ અને એ વિનાનું સખ્યત્વ તે વસ્તુતઃ સમ્યક્ત્વ ન લખી શકાય. સંસારમાં પરિભ્રમણ કરતા દરેક વસ્તુ અનેકવાર પ્રાપ્ત થાય છે, પરંતુ સમ્યગ્દર્શન પામવું અત્યંત દુર્લભ છે, અને તેજ હેતુથી તેને રત્નની ઉપમા આપવામાં આવેલી છે. છેવટે સર્વ સંપત્તિઓનું નિદાન અને જ્ઞાનનું કારણ પણ એક સમ્યગદર્શન છે. એ પ્રમાણે મોક્ષરૂપી કલ્પવૃક્ષના બીજ સમાન સમ્યગદર્શનનું કાંઇક સ્વરૂપ ગ્રંથાધારે જણાવ્યું. પરમ પુરૂષ આપ્ત પરમાત્માએ સુખાભિલાષી પુરૂષોના હિતાર્થે સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન, સમ્યગ્રચારિત્ર અને સમ્યગ્રતાએ ચારે ઉત્તમ આરાધનારૂપ ધર્મસુખ-પ્રાપ્તિના સર્વોત્કૃષ્ટ ઉપાય તરીકે વર્ણવ્યા-ઉપદેશ્યા છે. તેમાં સમ્યગ્દર્શન આરાધનાનું કિંચિત સ્વરૂપ માત્ર જણાવવામાં આવે છે. 1. વિપરીત અભિપ્રાય રહિત આત્માનું સ્વરૂપ સદહવું તે સમ્યગદર્શન છે. એ સમ્યગદર્શન બે પ્રકારે શ્રી જિનેશ્વરદેવોએ ઉપદેશ્ય છે. એક ઉપદેશાદિ બાહ્ય નિમિત્ત વિના પ્રગટ થાય તે નિસર્ગજ અર્થાત સ્વાભાવિક સમ્યગદર્શન અને બીજું ઉપદેશાદિ Page #300 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ૨૮૯ બાહ્ય નિમિત્તપૂર્વક પ્રગટ થાય તે અધિગમજ અર્થાત્ નૈમિત્તિક સમ્યગદર્શન કર્યું છે : અથવા તે સભ્યશ્રદ્વાન ત્રણ પ્રકારે પણ કહ્યું છે. દર્શનમોહ પ્રકૃતિના ઉપશમથી થાય તે ઓપશમિક, ક્ષયથી થાય તે ક્ષાયિક અને ક્ષયોપશમથી થાય તે ક્ષાયોપથમિક સમ્યગદર્શન છે : અથવા તે સમ્યક્રશ્રદ્વાન દશ પ્રકારે પણ કહ્યું છે. તે દશ પ્રકાર આગળ કહીશું. દેવમૂઢતા, શાસ્ત્રસમૂહતા અને લોકમૂઢતા-એ ત્રણ મૂઢતા : જાતિ, કુલ, રૂપ, બળ, જ્ઞાન, પૂજા, તપ અને ઐશ્વર્ય-એ આઠ મદ : શંકા, કાંક્ષા, વિચિકિત્સા, મુકદ્રષ્ટિ, અનુપગુહન, અસ્થિરિકરણ, અવાત્સલ્ય અને અપ્રભાવના એ આઠ દોષ : અને મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન, મિથ્યાચારિત્ર એ ત્રણ તથા એ ત્રણને ધારણ કરવાવાળા છ અનાયતન, (બીજી રીતે છ અનાયતન આ પ્રમાણે પણ ગણાય. ૧- અસર્વજ્ઞ, ૨- અસર્વજ્ઞનું જ્ઞાન, ૩- અસર્વજ્ઞનું સ્થાન, ૪અસર્વજ્ઞના જ્ઞાન સહિત પુરૂષ, ૫- અસર્વજ્ઞનું આચરણ, ૬અસર્વજ્ઞના આચરણ સહિત પુરૂષ-એ પણ છ અનાયતન છે.) એ રીતે ત્રણ મૂઢતા, આઠ મદ, આઠ દોષ અને છ અનાયતન એ પચીસ દોષ આત્માની સમ્યફશ્રદ્ધામાં વિજ્ઞ કરનાર દોષો છે. એ પચીસ દોષથી રહિત યથાતથ્ય નિર્મળ શ્રદ્ધાન જે આત્માને છે તેજ “સખ્યદ્રષ્ટિ' છે. એ દોષો સમ્યક્ત્વનો કાં તો નાશ કરે છે અથવા તેને મલિન કરે છે. ઉપર સમ્યક્ત્વના બે, ત્રણ અને દશા આદિ ભેદ વર્ણવ્યા છે, પણ તે કારણોના ભેદને લઇને છે. વાસ્તવ્ય તો સમ્યક્ત્વ એકજ પ્રકારે છે. (યથા-તciાર્થ દ્વાન સન્માદ્રર્શનમ્) શમ, સંવેગાદિ ગુણોના નિર્મળપણાથી તે સમ્યફશ્રદ્વાન વર્ધમાન થાય છે અથવા તે સભ્યશ્રદ્ધાનથી શમ, સંવેગાદિ નિર્મળતા વધે છે. કુમતિ, કુશ્રુતિ અને વિભંગાવધિ-એ ત્રણ જીવના અનાદિ અજ્ઞાનનો નાશ કરી જ્ઞાનમાં શુદ્ધતા પ્રગટાવનાર એ સમ્યગુદર્શન છે. અર્થાત્ સમ્યકત્વ પ્રગટ થતાં Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ર્વેિતજ પ્રથમનું સંસારના કારણરૂપ અને ભવના બીજરૂપ એવું જે કુજ્ઞાન, તેજ પલટાઇને આત્માને પરમ દુઃખના કારણ રૂપે એવા સર્વ પ્રતિબંધથી રહિત મુક્ત થવામાં હેતુરૂપ થાય છે અર્થાત્ સમ્યપણે પરિણમે છે. જે જ્ઞાનમાં અનંતકાળથી મિથ્યાપણું વર્તતું હતું, તે અનાદિ એવા ઉપરોક્ત પચીસ દોષ જવાથી નિર્મળ શ્રદ્ધાન થઇ સમ્યકપણું-યથાર્થપણું પ્રાપ્ત કરાવે છે. જીવ, અજીવ, આશ્રવ (પુણ્ય-પાપ), બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ સાત તત્ત્વોનો યથાવત્ નિશ્ચય આત્મામાં તેનો વાસ્તવિક પ્રતિભાસ તેજ “સમ્યગદર્શન' છે. પંડિત અને બુદ્ધિમાન મુમુક્ષુને મોક્ષ સ્વરૂપ પરમ સુખસ્થાને નિર્વિઘ્ન પહોંચાડવામાં એ પ્રથમ પગથીયારૂપ છે. અર્થાત્ મોક્ષ મહાલયની નીસરણીનું ખાસ પગથીયું સમ્યગદર્શન છે. જ્ઞાન, ચારિત્ર અને તપ-એ ત્રણે સભ્યત્વ સહિત હોય તોજ મોક્ષને માટે સરળ છે, વંદનીય છે, કાર્યગત છેઃ અન્યથા તેજ (જ્ઞાન, ચારિત્ર અને તપ) સંસારના કારણરૂપ પણેજ પરિણમે જાય છે. ટુંકામાં સમ્યક્ત્વ રહિત જ્ઞાન તેજ અજ્ઞાન, સમ્યક્ત્વ રહિત ચારિત્ર તેજ કષાય અને સમ્યક્ત્વ વિનાનું તપ તેજ કાયક્લેશ છે. જ્ઞાન, ચારિત્ર અને તપ-એ ત્રણે ગુણોને ઉજ્વળ કરનાર એવી એ સભ્યશ્રદ્ધા પ્રધાન આરાધના છે, બાકીની ત્રણ આરાધના એક સમ્યક્ત્વના વિધમાનપણામાંજ આરાધકભાવે પ્રવર્તે છે. એ પ્રકારે સભ્યત્વનો કોઇ અકથ્ય અને અપૂર્વ મહિમા જાણી, તે કલ્યાણ મૂર્તિરૂપ સમ્યગદર્શનને આ અનંત અનંત દુઃખરૂપ એવા અનાદિ સંસારની આત્યંતિક નિવૃત્તિ અર્થે સમયે સમયે આરાધવા યોગ્ય છે. આજ્ઞા, માર્ગ, ઉપદેશ, સૂત્ર, બીજ, સંક્ષેપ, વિસ્તાર, અર્થ, અવગાઢ અને પરમાવગાઢ-એમ સમ્યકત્વના દશ ભેદ પણ છે. હેય-ઉપાદેય તત્ત્વોનો વિવેક કરતાં-વિપરીત અભિપ્રાય રહિત એવું પવિત્ર સમ્યગદર્શન વાસ્તવિક તો એકજ પ્રકારે છે. Page #302 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક મામ-૨ ૨૯૧ પરંતુ આજ્ઞા આદિ સમ્યક્ત્વની ઉત્પત્તિના કારણોની અપેક્ષાથી વિચાર કરતાં તે દશ પ્રકારે પણ છે. શાસ્ત્રાભ્યાસ વિના માત્ર શ્રી વીતરાગદેવની આજ્ઞા તથા તેમનાં વચનો સાંભળ્યા પછી થયેલી જે તત્ત્વશ્રદ્ધાનરૂપ અથવા આપ્ત પુરૂષની આજ્ઞાના અવધારણરૂપ જીવની દશા વિષેશતારૂપ પરિણતી તે ‘આજ્ઞા સમ્યક્ત્વ' છે : વીતરાગ સર્વજ્ઞદેવ પ્રણીત ગ્રંથો વિસ્તારપૂર્વક સાંભળ્યા વિના માત્ર બાહ્ય-અત્યંતર પરિગ્રહ રહિત એવો વિશુદ્ધ મોક્ષમાર્ગ-તેનું અનાદિ દુઃખરૂપ એવા પ્રબળ મોહની ઉપશાંતિ અર્થે શ્રદ્ધાન થવું તે ‘મોક્ષમાર્ગસમ્યક્ત્વ' છે, અથવા પ્રત્યક્ષ બોધ સ્વરૂપ પુરૂષ પ્રત્યે ભક્તિયુક્ત આસ્તિક્ય પરિણતી થવી એ પણ માર્ગસમ્યક્ત્વ છે. શ્રી તીર્થંકરાદિ ઉત્કૃષ્ટ પુરૂષોના ઉપદેશથી દ્રષ્ટિ (શ્રદ્ધા)ની વિશુદ્ધતા થવી એ * ઉપદેશસમ્યક્ત્વ' છે અથવા તે આપ્ત ભગવાન પ્રણીત શ્રુત પ્રત્યે અત્યંત ભક્તિયુક્ત આસ્થારૂપ જીવની દશા તે પણ ઉપદેશસમ્યક્ત્વ છે. મુનિઓના આચારાદિ વિધાનોને વિદિત કરનારાં એવાં આચારાદિ સૂત્રો સાંભળી જે શ્રી વીતરાગ ભગવાન પ્રણીત નિગ્રંથ માર્ગ પ્રત્યે મહત્ત્વપૂર્ણ દ્રષ્ટિપૂર્વક જે આસ્તિક્ય પરિણતિ થાય તે ‘સૂત્રસમ્યક્ત્વ' છે ઃ જ્ઞાનના કારણરૂપ બીજ ગણિતના અભ્યાસથી થયેલો જે મોહનો અનુપમ ઉપશમ અને કઠણ છે જેને જાણવાની ગતિ એવું તત્ત્વશ્રદ્વાન તે ‘બીજસમ્યક્ત્વ' છે : સંક્ષેપતાપર્વક થયેલી જે તત્ત્વશ્રદ્ધાનરૂપ જીવની દશાવિશેષતા તે ‘સંક્ષેપસમ્યક્ત્વ' છે. ઉક્ત સંક્ષેપસમ્યક્ત્વના સંબંધમાં જિનાગમમાં ઘણાં દ્રષ્ટાંતો છે. . . દ્વાદશાંગ વાણી સાંભળીને ઉત્પન્ન થયેલી એવી નિર્મળ તત્ત્વશ્રદ્ધાનરૂપ દશા તે ‘વિસ્તારસમ્યક્ત્વ' છે ઃ નિગ્રંથ વીતરાગ પ્રવચન સાંભળવાથી તેમાંના કોઇ ગહન અર્થના નિમિત્તથી ઉત્પન્ન Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ ચૌદ ગુણસ્થાનક મામ-૨ થયેલી જે તત્ત્વાર્થ દ્રષ્ટિરૂપ દશા તે ‘અર્થસમ્યક્ત્વ' છે. અંગ અને અંગબાહ્ય વીતરાગ પ્રણીત શાસ્ત્રો તેને અવગાહન કરવાથી ઉત્પન્ન થયેલી જે તત્ત્વશ્રદ્ધા તે ‘અવગાઢસમ્યક્ત્વ' છે અને કેવલજ્ઞાનોપયોગ વડે અવલોકીત જે તત્ત્વાર્થશ્રદ્ધા તે ‘પરમાવગાઢસમ્યક્ત્વ' છે. એમ એક સમ્યગ્દર્શન પરિણતિને ઉત્પન્ન થવાના ઉપરોક્ત દશ નિમિત્તોના યોગે તે સમ્યક્ત્વભાવના પણ ઉપર કહ્યા તેવા દશ ભેદ થાય છે. તેમાંના ગમે તે નિમિત્તે ઉત્પન્ન થયેલી તત્ત્વાર્થશ્રદ્ધા તો એકજ પ્રકારની હોય છે. ચાર આરાધનામાં સમ્યક્ત્વ આરાધનાને પ્રથમ કહેવાનું શું કારણ ? તેનું સમાધાન કરે છે. “આત્માને મંદ કષાયરૂપ ઉપશમભાવ, શાસ્ત્રાભ્યાસરૂપ જ્ઞાન, પાપના ત્યાગરૂપ ચારિત્ર અને અનશનાદિ રૂપ તપ, એનું જે મહપણું છે તે સમ્યક્ સિવાયમાત્ર પાષાણબોજ સમાન છે, આત્માર્થ ફ્ળદાતા નથી. પરંતુ જો તેજ સામગ્રી સમ્યક્ત્વ સહિત હોયતો મહામણિ સમાન પૂજનીક થઇ પડે, અર્થાત્ વાસ્તવ્ય ફ્ળદાતા અને ઉત્કૃષ્ટ મહિમા યોગ્ય થાય.” પાષાણ તથા મણિ એ બંને એક પત્થરની જાતિનાં છે. અર્થાત્ જાતિ અપેક્ષાએ તો એ બંને એક છે, તો પણ શોભા, ઝલક આદિના વિશેષપણાને લઇને-મણિનો થોડો ભાર ગ્રહણ કરે તો પણ ઘણી મહત્ત્વતાને પામે, પણ પાષાણનો ઘણો ભાર માત્ર તેના ઉઠાવનારને કષ્ટ રૂપજ થાય છે. તેવીજ રીતે મિથ્યાત્વક્રિયા અને સમ્યક્ત્વક્રિયા એ બંને ક્રિયા અપેક્ષાએ તો એક્જ છે. તથાપિ અભિપ્રાયના સત્-અસત્પણાના તથા વસ્તુતત્ત્વના ભાનબેભાનપણાના કારણને લઇને મિથ્યાત્વ સહિત ક્રિયાનો ઘણો ભાર વહન કરે, તો પણ વાસ્તવ્ય મહિમાયુક્ત અને આત્મલાભપણાને પામે નહિ પરંતુ સમ્યક્ત્વ સહિત અલ્પ ક્રિયા પણ યથાર્થ આત્મલાભદાતા અને મહિમા યોગ્ય થાય. Page #304 -------------------------------------------------------------------------- ________________ III |-૨ ૨૯૩ ધર્મક્રિયાઓ સમ્યગ્દર્શનની પ્રાપ્તિમાંય સહાયક બની શકે છે : સમ્યગ્દર્શન એટલે શું ? સાચું તત્ત્વદર્શન, એ સમ્યગ્દર્શન છે. જે જેવા સ્વરૂપે છે, તેને તેવા સ્વરૂપે જ જોવાની અને માનવાની આત્માની જે લાયકાત, તેનું નામ છે-સમ્યગ્દર્શન. રાગ અને દ્વેષના ગાઢ પરિણામ રૂપ ગ્રન્થિ ભેદાયા પછીથી જ આત્માને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઇ શકે છે. આત્માના પોતાના રાગ અને દ્વેષના ગાઢ પરિણામ રૂપ ગ્રન્થિ ભેદાયા વિના સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઇ શકતી નથી. રાગ અને દ્વેષના ગાઢ પરિણામો આત્માને પદાર્થના સાચા જ્ઞાનને પામવા દેતા નથી તથા જે કાંઇ સાચો ખ્યાલ આવ્યો હોય તેમાં સુનિશ્ચિત બનવામાં અંતરાય કરે છે. સમ્યગ્દર્શન ગુણ પ્રગટતાં, આત્માને હેચોપાદેયનો હેચોપાદેય તરીકેનો ખ્યાલ આવે છે અને તે ખ્યાલમાં તે સુનિશ્ચિત હોય છે. આથી જ, તત્ત્વના શ્રદ્ધાનને જેમ સમ્યગ્દર્શન કહેવાય છે, તેમ કુદેવ-કુગુરૂ-કુધર્મના ત્યાગ પૂર્વકનો સુદેવ-સુગુરૂ-સુધર્મનો જે સ્વીકાર, એને પણ સમ્યગ્દર્શન કહેવાય છે. તત્ત્વના સ્વરૂપનો સાચો ખ્યાલ પામીને, તેમાં સુનિશ્ચિત બનવાની આત્માની જે લાયકાત, તે સમ્યગ્દર્શન ગુણની અપેક્ષા રાખે છે. આ સમ્યગ્દર્શન ગુણની પ્રાપ્તિમાં પણ સાચા બહુમાનપૂર્વકની ધર્મક્રિયાઓ સુંદર જ્ઞળો આપે છે. ધર્મક્રિયાઓમાં દેવ-ગુરૂ-ધર્મની જ ઉપાસના હોય છે. એ ઉપાસના, તેના ઉપાસકને દેવ-ગુરૂ-ધર્મના સ્વરૂપનું જ્ઞાન મેળવવાને પ્રેરે છે. ધર્મક્રિયાઓને આચરનારની આંખ સામે મુખ્યત્વે દેવ, ગુરૂ અને ધર્મચારી આત્માઓ હોય છે. દેવની પૂજા કરતાં દેવના સ્વરૂપ વિષે, ગુરૂની સેવા કરતાં ગુરૂના સ્વરૂપ વિષે અને બીજી ધર્મક્રિયાઓ કરતાં ધર્મના સ્વરૂપ વિષે તેમજ એ બધામાં પોતાના સ્વરૂપ વિષે વિચારણા આદિ કરવાની પણ સુન્દર તક Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ પ્રાપ્ત થાય છે. એ ક્રિયાઓ આત્માને પરભાવથી નિવૃત્ત થવામાં અને સ્વભાવમાં પ્રવૃત્ત થવામાં ખૂબ જ મદદગાર નિવડે છે ઃ એટલે અધિગમ દ્વારા સમ્યગ્દર્શનને ઉપાર્જવાની કામનાવાળાઓએ પોતાના ચિત્તને ખાસ કરીને ધર્મક્રિયાઓમાં પરોવવું જોઇએ. અધિગમને માટેનો સારામાં સારો અવકાશ પણ ધર્મક્રિયાઓમાં લભ્ય છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવોની ભક્તિ, ધર્મગુરૂઓની સેવા, ધર્મચારી આત્માઓનું દર્શન અને બીજી પણ ધર્મક્રિયાઓનું આચરણ, આત્માની રાગ અને દ્વેષના ગાઢ પરિણામો રૂપ ગ્રન્થિને ભેદવામાં અપૂર્વ કોટિની સહાય કરી શકે છે. માત્ર આત્માનો હેતુ તેવો સારો હોવો જોઇએ. Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૯૫ કોઇ યુથસ્થાન ભાગ-૨ -------- ચૌદ ગુણસ્થાનક ભાd|-૨ પરિશિષ્ટ છે આરામભૂમિ જેવી ચંપાનગરીઃ ચંપા' નામની એક નગરી હતી. જે સમયની આ વાત છે, તે સમયે તે ચંપાનગરી ખૂબ આબાદી ભોગવતી હતી. તે ચંપાનગરીનું વર્ણન કરતાં, અહીં તેને “આરામભૂમિ'ની સાથે ઘટાવવામાં આવી છે. આરામભૂમિ જેમ બહુ શાખાઓવાળાં વૃક્ષોથી ભરચક હોય છે, તેમ તે ચંપાનગરી પણ ઘણા શાહુકારોથી ભરચક હતી. આરામભૂમિ જેમ “પુત્રાગ” નામનાં વૃક્ષોથી શોભતી હોય છે, તેમ તે ચંપાનગરી પણ ઉત્તમ પુરૂષોથી અલંકૃત હતી. આરામભૂમિ જેમ ઉંચા એવાં શાલનાં વૃક્ષોથી વિરાજિત હોય છે, તેમ તે ચંપાનગરી પણ ઉંચા એવા કિલ્લાથી વિરાજતી હતી. અર્થાત- તે ચંપાનગરીમાં શાહુકારો ઘણા હતા એટલે તે નગરી ઘણી જ સમૃદ્ધ હતી. પણ માત્ર સમૃદ્ધિ એ જ નગરીની ખરી શોભા નથી. નગરીની સાચી શોભા તો તેમાં ઉત્તમ પુરૂષોનો નિવાસ હોય એમાં જ છે. સદાચારપરાયણ ઉત્તમ પુરૂષોથી વિહીન એવી સમૃદ્ધિશાલિની પણ નગરી, સાચી શોભાને પામી શકતી નથી. તે ચંપાનગરી તો સમૃદ્ધિશાલિની પણ Page #307 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ૨૯૬ હતી અને તેમાં ઉત્તમ પુરૂષોનો નિવાસ પણ હતો. નરનાથ શ્રી કીર્તિયન્દ્ર : આ જાતિની નગરીની આબાદી, સામાન્ય રીતિએ તેના માલિકની ઉત્તમતાની પણ સૂચક જ ગણાય છે. અધમ માલિકની છાયાવાળી નગરી કદાચ સમૃદ્ધ હોય, પણ ઉત્તમ પુરૂષોને સુખરૂપ નિવાસ તેમાં ન હોય. આ નગરીમાં તો સમૃદ્ધિની તેમજ સદાચારોની પણ આબાદી હતી અને રાજા પણ એવા હતા, કે જેમની માલિકીની નગરી આવી આબાદ હોય, તે સ્વાભાવિક જ ગણાય. એ નગરીમાં શ્રી કીર્તિચન્દ્ર નામે નરનાથ હતા. નાથ તે કહેવાય છે, કે જે યોગ અને ક્ષેમના કરનાર હોય. અપ્રાપ્તની પ્રાપ્તિ કરાવી આપવી એને યોગ કહેવાય છે અને પ્રાપ્તનું રક્ષણ કરાય એને ક્ષેમ કહેવાય છે. જેઓના નાથપણાને સ્વીકાર્યું, તેઓને નિર્વાહ અને ઉન્નતિસાધના આદિ માટે જે જે આવશ્યક હોય, તેની પ્રાપ્તિ ન થઇ હોય તો પ્રાપ્તિ કરાવી દેવી અને પ્રાપ્તિ થઇ હોય તો તેના સંરક્ષણની કાળજી રાખવી, એ નાથપણાને પામેલા આત્માઓની ફરજ છે. આ રીતિએ યોગ અને ક્ષેમને નહિ કરનારાએ સાચા રૂપમાં નાથ બની શકતા નથી. યોગ અને ક્ષેમને નહિ કરનારાઓ નાથ હોય અગર પોતાને નાથ કહેવડાવતા હોય, તો પણ તેઓ નામના જ નાથ છે અને નાથપણાને કલંકિત કરનારા છે. પ્રજાના યોગ અને ક્ષેમને કરનાર જ નરનાથ કહેવાય અને શ્રી કીર્તિચન્દ્ર રાજા, નામના જ નહિ પણ અર્થસંપન્ન નરનાથપણાને ધરનારા હતા. નાથ બનનારની ફરજ ઃ યોગ અને ક્ષેમને કરવાપણાની વાત કેવળ રાજાઓને અંગે જ નથી. જ્યાં જ્યાં થોડા કે વધુ પ્રમાણમાં ‘નાથ’ પણું હોય, ત્યાં ત્યાં સર્વત્ર આ વસ્તુ હોવી ઘટે. જે જેનો નાથ હોય, તેણે તેના આશ્રિત આદિના યોગ અને ક્ષેમને ક૨વા માટેની તત્પરતા દાખવવી જ જોઇએ. ધર્મસામ્રાજ્યમાં ‘નાથ’ પણાને ભોગવતા આચાર્યાદિએ ધર્મી જગતના યોગ અને ક્ષેમ તરફ કાળજી રાખવી જ જોઇએ. ધર્મના અર્થી આત્માઓ ધર્મને પામે, ધર્મને પામેલાઓ Page #308 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ભાગ-૨ ૨૯૭ સ્થિરતા પામી વિશેષ વિશેષ ધર્મને પામે અને તેઓના પ્રાપ્ત ધર્મને બાહ્ય કે આભ્યન્તર શત્રુઓ આદિ દ્વારા હાનિ ન પહોંચે, એની ધર્માચાર્ય આદિએ કાળજી રાખવી જોઇએ. એ જ રીતિએ શ્રીસંઘના અગ્રેસરો આદિએ પણ, પોતાની ફરજ વિચારી તેનો શક્ય અમલ કરવાની ઉઘુક્તતા દાખવવી જોઇએ. કહેવડાવવું નાથ, નાથ તરીકેનાં માન-પાન લેવા અને યોગ-ક્ષેમ કરવાની પોતાની ફરજ તરફ બેદરકાર રહેવું, એ નાથ તરીકેનું ભયંકરમાં ભયંકર કલંક જ ગણાય. એવું નાથપણું તો સ્વપરનું તારક બનવાને બદલે કદાચ સ્વપરને કારમી રીતિએ ડૂબાવનારું પણ બની જાય. એટલે જેટલે જેટલે અંશે આપણે “નાથ”પણાને પામ્યા હોઇએ, તેટલે તેટલે અંશે “નાથ” તરીકે આપણી કયી કયી ફરજો છે તેનો અને તેના શક્ય અમલ આદિ માટેનો પણ આપણે વિચાર કરવો જ જોઈએ. સુજનો રૂપી મુદો માટે ચન્દ્ર સમાનઃ શ્રી કીર્તિચન્દ્ર સાચા રૂપમાં નરનાથ હતા અને એથી જ તેઓ, સુજનો રૂપી કુમુદો એટલે ચન્દ્રવિકાસી કમલોનું જે વન, તેને વિકસિત કરવાને માટે ચંદ્રમા સમાન હતા, એવું તેમને માટે અહીં વર્ણન કરવામાં આવ્યું છે. સુજનો રૂપી કુમુદોને માટે ચન્દ્ર સમાન બનવું, એ સહેલું નથી. નરનાથ તરીકેની યોગ્યતાને સંપાદન કર્યા વિના, કોઈ પણ રાજા સુજનો રૂપી કુમુદોને માટે ચન્દ્ર સમાન બની શકતો નથી. સુજનો તેઓ જ કહેવાય છે; કે જેઓ દુરાચારોથી પરાડમુખ રહે છે અને સદાચારોથી એક ડગલું પણ આવું ખસતા નથી. આવા સુજનોને તે જ રાજા સંતોષ અને આનંદ તેમજ વિકાસ પમાડી શકે, કે જે રાજા ઉત્તમ હૃદયને અને ઉત્તમ આચારોને ધરનારો હોય. સુજનો કેવળ વીર અગર વિજેતા રાજાને પામીને તોષ પામનારા હોતા નથી, પણ ન્યાયસંપન્ન, શીલસમૃદ્ધ અને કર્તવ્યપરાયણ રાજાને પામીને જ તોષ પામનારા હોય છે. આથી કોઈ પણ રાજાને માટે જ્યારે એવું વર્ણન આવે કે તે રાજા સુજનો રૂપી કુમુદોના વનને માટે ચન્દ્રમાં સમાન હતા. એટલે સમજી જ લેવું રહ્યું કે-તે રાજા સાચા રૂપમાં યશસ્વી Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ ચૌદ ગુણસ્થાન ભાગ-૨ નરનાથપણાને ધરનારા હતા અથવા તો તે રાજા પોતાને છાજતા ઉત્તમ આચાર-વિચારોને ધરનારા હતા. શ્રી કીર્તિચન્દ્ર રાજા, કે જેમને અહીં “અક્રૂર' તરીકે સૂચવવામાં આવ્યા છે, તેઓ ખરેખર તેવા જ હતા, એમ તેમને માટે વર્ણવેલા પ્રસંગો દ્વારા પણ જાણી શકાય છે. સમરકુમાર નામે નાનો ભાઇ? આવા, સુજનો રૂપકુમુદોને માટે ચન્દ્ર સમાન શ્રી કીર્તિચન્દ્ર રાજાનો એક નાનો ભાઈ હતો. તેનું નામ હતું-સમરવિજય કુમાર. શ્રી કીર્તિચન્દ્ર વડિલ હોવાના કારણે રાજપદે વિરાજમાન હતા અને સમરકુમાર લઘુ હોઇને યુવરાજપદે હતો. એક રાજા છે અને બીજો યુવરાજ છે, સાથે રહે છે, છતાં એક ગુણોને ધરનારા છે અને બીજો દોષમય જીવનને જીવનારો છે. ઘનસમયને સુમુનિની ઉપમા : ગુણમયતાનો અને દોષમયતાનો વિશેષ અનુભવ તો તેવા કોઈ પ્રસંગે જ થાય છે, એટલે આ બેના ગુણદોષના વધુ વર્ણનમાં નહિ ઉતરતાં, કથાકાર-પરમર્ષિએ તેવા પ્રસંગનું જ વર્ણન શરૂ કર્યું છે. જે વખતે સુજનો રૂપી કુમુદોના વનને માટે ચન્દ્રમાં સમા શ્રી કીર્તિચન્દ્ર નરનાથ ચંપાનગરીના સ્વામિત્વને ભોગવી રહ્યા છે, તે સમયમાં એક વાર વર્ષાઋતુનો સમય આવ્યો. અહીં ઘનસમય એટલે વર્ષાઋતુના સમયને કથાકારપરમષિએ સુમુનિ ની ઉપમા આપવા સાથે પાંચ વિશેષણોથી વર્ણવ્યો છે. આ પાંચ વિશેષણો એવાં છે, કે જે સુમુનિના સ્વરૂપને પણ સ્પષ્ટ કરે છે અને ઘનસમયના સ્વરૂપને પણ સ્પષ્ટ કરે છે. ઉપકારી મહાપુરૂષોનું કાવ્યકૌશલ્ય પણ કેવું હોય છે, તેને સમજવા માટેનો આ એક સુન્દર નમુનો છે. સાચા ઉપકારમાર્ગને પામેલા પરમર્ષિઓની દરેક પ્રવૃત્તિ સ્વપર-ઉપકારને માટે જ હોય છે. સાચા ઉપકારિઓ કાવ્ય રચે તોય એવું રચે, કે જે યોગ્ય આત્માઓને સાચા કલ્યાણ મા જ દોરનારૂં હોય. ઉપકારી મહાપુરૂષો કેવળ વાણીવિલાસ માટે કે કાવ્યચાતુર્ય દર્શાવવાને માટે જ કાવ્યાદિ રચવાને Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૯૯ ચૌદ પૂણસ્થાન ભાગ-૨ પ્રેરાય એ શક્ય જ નથી. ઘનસમય રાજપ્રસરને અટકાવનાર અને સુમુનિ રામપ્રસરને હણનાર હોય છે ? ઘનસમયને આપવામાં આવેલાં પાંચ વિશેષણોમાંથી પહેલું વિશેષણ એમ સૂચવે છે કે-સુમુનિ, એ રાગના પ્રસરને હણનારા હોય છે. સુમુનિ રાગના પ્રસરને હણનારા હોય, એ વાત શ્રી વીતરાગ પરમાત્માના શાસનમાં તો સુપ્રસિદ્ધ જ છે. રાગના પ્રસરને હણવો, એનું જ નામ સાચા અર્થમાં વૈરાગ્ય છે અને વૈરાગ્ય વિના સુમુનિપણું સંભવતું નથી એ નિર્વિવાદ વાત છે એટલે વૈરાગ્યથી ભરેલા સુમુનિ રાગના પ્રસરને હણનારા હોય, એ વાતમાં શંકાને અવકાશ જ નથી. સુમુનિ અને રાગનો સેવક અથવા તો રાગનો પ્રસર વધે એવી પ્રવૃત્તિ કરનાર, એ વાત સંગત જ નથી. રાગમાં રમનારો મુનિવેષમાં હોય એ હજુ સંભવિત છે, પણ રાગમાં રમનારો સુમુનિ હોય એ વાત સંભવિત નથી જ. સુમુનિ તો રાગના પ્રસરને હણનારા જ હોય, રાગ, એ આત્માનો કારમો શત્રુ છે. રાગ જાય એટલે દ્વેષ રહી શકતો જ નથી અને જ્યાં રાગ-દ્વેષ ગયા એટલે જોતજોતામાં કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય છે. આથી કલ્યાણના અર્થિઓએ રાગને કાઢી વીતરાગતા પ્રાપ્ત કરવાને માટે, રાગના પ્રસરને હણવાના કાર્યમાં તત્પર બનવું જોઈએ. રાગના પ્રસરને હણનારા આત્માઓ પ્રયત્ન કરતે કરતે વીતરાગતાને, સર્વજ્ઞતાને અને છેવટ પરિપૂર્ણ મુક્તતાને પણ પામી શકે છે જ્યારે રાગની આધીનતામાં ફસાએલા આત્માઓને માટે તો સંસારમાં જ રૂલવાનું હોય છે. આમ પહેલું વિશેષણ સુમુનિને જેમ “રાગના પ્રસરને હણનાર' તરીકે જણાવનારૂં છે, તેમ ઘનસમયને “રાજયાત્રાને અટકાવનાર' તરીકે સૂચવનારૂં છે. વર્ષાસમયે રાજયાત્રા બંધ રાખવી પડે તે સ્વાભાવિક છે કારણ કેરાજાઓ પણ વર્ષાને અટકાવવાને માટે શક્તિમાન બની શકતા નથી. હતરામપ્રસર અને હતરાજપ્રસર-એમ બે અર્થોને સૂચવીને અહીં કેવી સુન્દર રીતિએ સુમુનિનું અને વર્ષાસમયનું વર્ણન કરવામાં આવ્યું છે? Page #311 -------------------------------------------------------------------------- ________________ – – ૩૦૦ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ – – – – - - - - સ. બહુ સુંદર વાત કહી, એવી જ રીતિએ બાકીનાં ચાર વિશેષણો દ્વારા પણ સુમુનિ અને ઘનસમય-ઉભયનું એકી સાથે વર્ણન કરવામાં આવ્યું છે. રજને શમિત ક્રનાર : બીજું વિશેષણ એવું છે કે-તે રજને શમિત કરનાર હોય છે. વરસાદ ધૂળને શમાવે છે અથવા દબાવે છે, એ વાત તો તમને સમજાવવી પડે તેમ છે નહિ. હવે એ વાત સુમુનિને કેવી રીતિએ ઘટે છે એ જોઇએ. સુમુનિને અંગે આ વાત કર્મને આશ્રયીને વિચારણીય છે. બધ્યમાન કર્મને, બદ્ધ કર્મને અથવા તો એર્યાપથ કર્મને રજ કહેવાય છે. રાગના પ્રસરને હણનાર સુમુનિ, આ પ્રકારની રજને યોગ્યતા અને શક્યતાના પ્રમાણમાં શમિત કરનાર હોય એ સહજ છે. વૈરાગ્ય રસમાં ઝીલતા મુનિવરો અશુભ કર્મોને બાંધે નહિ અને પૂર્વબદ્ધ અનેક કર્મોને ખપાવે, એમાં નવાઈ પામવા જેવું કાંઈ છે જ નહિ. વીતરાગ એવા પણ મુનિ ખપાવવા લાયકને ખપાવે છે. આત્માને પાપરજથી બચાવવાની અને પૂર્વે લાગેલ પાપરાજથી મુક્ત બનાવવાની સુમુનિઓની કાળજી હોય જ છે, એટલે સુમુનિઓને “રજને શમિત કરનારા તરીકે પણ યથાર્થપણે જ વર્ણવી શકાય તેમ છે. સમનિઓ મલિન વસ્ત્રોવાળા હોય છે અને ઘનસમય મલિન આકાશવાળો હોય છે ? સુમુનિ જેમ પાપરજને શમિત કરનાર હોય છે, તેમ ઘનસમય માર્ગની ધૂળને શમાવનાર હોય છે-એ વાતનું સૂચન કર્યા પછીથી, કથાકારપરમર્ષિ ફરમાવે છે કે ઘનસમય જેમ વાદળાંથી ઘેરાએલા આકાશવાળો હોય છે, તેમ સુમુનિ મલિન વસ્ત્રોને ધારણ કરનારા હોય છે. તેમ એ વાત તો જાણતા જ હશો કે-સુમુનિઓ વેષભૂષા આદિથી પર રહેનારા હોય છે. સુમુનિઓને સુન્દર દેખાવાના કોડ હોતા નથી. સુન્દર અને મુલાયમ વસ્ત્રાદિ પહેરવા-ઓઢવાનો સુમુનિઓને શોખ હોય નહિ. સુમુનિઓ તો આજ્ઞા મુજબનાં વસ્ત્રો આજ્ઞાવિહિત રીતિએ જ વાપરે. ભિક્ષાથી મેળવેલાં જરૂરી Page #312 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક મામ-૨ ૩૦૧ વસ્ત્રાદિને મલરહિત કરતા પણ સુમુનિઓ, સ્વચ્છ વસ્ત્રોથી કાયાને શોભાવવાના ઇરાદાવાળા હોતા નથી અને એથી સુમુનિઓ ન છૂટકે જ પોતાનાં વસ્ત્રાદિને મલરહિત કરવાને પ્રયત્નશીલ બનનારા હોય છે. આવા સુમુનિઓ સામાન્ય રીતિએ મલિન વસ્ત્રોને ધરનારા જ હોય, તેમાં આશ્ચર્ય પામવા જેવું કાંઇ નથી. આમ સુમુનિઓ જેમ મલિન વસ્ત્રોને ધરનારા હોય છે, તેમ ઘનસમય વાદળાંથી ઘેરાએલા આકાશવાળો હોય છે અને એથી પણ ઘનસમય આપેલી ‘સુમુનિ’ની ઉપમા વ્યાજબી ઠરે છે. સુમુનિ દયાળુ હોય છે અને ઘનસમય પાણીવાળો હોય છે : હવે આગળ ચાલતાં કથાકાર-પરમર્ષિ આચાર્યભગવાન સૂચવે છે કે-સુમુનિ જેમ સદય એટલે દયાવાન હોય છે, તેમ ઘનસમય પણસદક એટલે પાણીવાળો હોય છે. સુમુનિમાં દયા કેટલી અને કેવી હોય છે ? સુમુનિની દયામાંથી દયાપાત્ર એવો એક સૂક્ષ્મમાં સૂક્ષ્મ જન્તુ પણ બાકાત રહેતો નથી. ઉપરાન્ત સુમુનિની દયા તો સઘળા જ અનર્થોના મૂળભૂત કારણને સ્પર્શેલી હોય છે. સુમુનિના અન્તરમાં વસેલી દયા જેવી-તેવી નથી હોતી. સુમુનિઓનું અન્તઃકરણ અનુકમ્પાથી પરિપૂર્ણ હોય છે. સંસારના જીવો બાહ્યાભ્યન્તર સઘળાંજ અનિષ્ટોથી ૫૨ બને, એવી સુમુનિઓની ભાવના હોય છે. આશાવિહિતપણે અહિંસક રીતિએ પ્રવર્તતા સુમુનિઓ, આજ્ઞાવિહિત અહિંસામાર્ગનો જ પ્રચાર કરનારા હોય છે. એવા મહાત્માઓનું અહિંસક જીવન અને અહિંસામાર્ગના પ્રચારનો પ્રયત્ન, એ તેઓના સદયપણાને પણ જણાવનાર છે. આજે તો અહિંસા અને દયાના નામે પણ હિંસાના મૂળને જ પોષવાનો પ્રયત્ન થઇ રહ્યો છે. સાચો અહિંસાજીવી દુન્યવી સત્તા કે સંપત્તિ આદિને માટે પ્રયત્નશીલ હોય, એ શક્ય જ નથી. સુમુનિપણા વિના ઉત્તમ કોટિનું અહિંસક જીવન જીવાવું એ શક્ય નથી અને રાજકીય ઉન્નતિનાં સ્વપ્રો સેવનારમાં સુમુનિપણાનો છાંટો હોવો એય સંભવિત નથી. દયાના દ્રવ્ય અને ભાવ બે પ્રકારો છે. ભાવદયાથી Page #313 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ ચોદ ગુણસ્થાનક ભાd-૨ પરાડમુખ બનેલાઓ, એટલું જ નહિ પણ અવસરે ભાવદયાની સામે રોષ ઠાલવનારાઓ, દ્રવ્યદયાને પણ સાચી રીતિએ ન કરી શકે અને દયાના નામે ય હિંસાને વધારી મૂકે, તો એ સ્વાભાવિક જ છે. આથી આજની અહિંસાની અને દયાની વિલક્ષણ વાતોથી પણ સાવધ બનીને ચાલવા જેવું ભલાપણાને સ્વીકારનારા ઃ આ પછી પાંચમા વિશેષણ તરીકે ઘનસમયને ભદ્રપદ નક્ષત્રવાળો જણાવતાં, કથાકાર-પરમર્ષિએ સુમુનિને ભદ્રપદ એટલે ભલાપણાને સ્વીકારનારા તરીકે જણાવ્યા છે. સુમુનિઓના ભલાપણાને માટે કાંઈ કહેવાપણું હોય જ નહિ. ભલાપણું તો સુમુનિઓના સ્વભાવની સાથે ઓતપ્રોત બની ગયું હોય છે. તેથી જ તો સુમુનિઓ સ્વયં કષ્ટ વેઠીને પણ અન્ય જીવોને પોતાના નિમિત્તે દુઃખ ન થાય તેવો તેમજ બીજાઓને પણ એ કલ્યાણ માર્ગે દોરવાનો શક્ય પ્રયત્ન કરી શકે છે. નાવામાં ચઢી ક્રીડા ક્રવા નીકળવું: આ રીતિએ સુમુનિની ઉપમાથી ઉપમિત કરવાપૂર્વક કથાકારપરમેષિફરમાવે છે કે-એવો ઘનસમય એટલે વર્ષાકાલ આવ્યો. વર્ષાકાલના સમયમાં નદી આદિ જલસ્થાનો પાણીથી રેલમછેલ બની જવાં, એ વાત પુણ્યશાલિઓના સમયમાં સુસંભવિત છે. ચંપાનગરીની બહાર વહેતી નદી પણ, એ સમયમાં, છિદ્ર વિનાના પાણીના પ્રવાહથી અતિશય વેગે વહી રહી હતી. નદીમાં જ્યારે પાણીનું પૂર આવે છે, ત્યારે તેના પ્રવાહનો વેગ પણ વધી પડે છે. આ રીતિએ અતિશય વેગે વધી રહેલી નદી શ્રી કીર્તિચન્દ્ર નરનાથના જોવામાં આવી. શ્રી કીર્તિચન્દ્ર નરનાથ પોતાના પ્રાસાદના ઉપરના ભાગમાં રહ્યા રહ્યા વર્ષાઋતુએ જન્માવેલા દ્રશ્યને જોતા હતા. એટલામાં છિદ્ર વિનાના પાણીના પ્રવાહથી પૂરજોસમાં વહેતી નદી તેમના જોવામાં આવી અને તેને જોતાની સાથે જ, તેમને તે નદીમાં સહેલ કરવા Page #314 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક મામ-૨ ૩૦૩ જવાનું મન થઇ આવ્યું. આવા સમયમાં રાજાઓને જલસ્થાનોમાં સહેલ કરવાની કુતૂહલવૃત્તિ થવી, એ બહુ મોટી વાત નથી. શ્રી કીર્તિચન્દ્ર નરનાથનું હૃદય પણ એવા કુતૂહલથી આકુલ બન્યું. આથી તેઓ પોતાના લઘુ બન્ધુ સમરવિજયને સાથે લઇને નદીના કિનારે આવ્યા. કુતૂહલાકુલ હૃદયવાળા શ્રી કીર્તિચન્દ્ર રાજા પોતાના ભાઇ સમરવિજયની સાથે એક નાવામાં આરૂઢ થયા એ બાકીના લોકો બીજી નાવડીઓ ઉપર ચઢ્યા. નાવડીઓ ઉપર આરૂઢ થઇને ચંપા નદીમાં નાવડીઓને ફેરવતા તેઓ ક્રીડામગ્ન બન્યા. પૂરના વેગથી ઘસડાતી નાવામાં રાજાએ દીર્ઘતમાલ નામની અટવીમાં પહોંચવું : હવે બન્યું એવું કે-રાજા આદિ હજુ તો ક્રીડા કરી રહ્યા છે, ત્યાં તો ઉપરથી જલવૃષ્ટિ થઇ અને એ જલવૃષ્ટિના પ્રતાપે નદીમાં અતિ તીવ્ર વેગે અણધાર્યુ પૂર ચઢી આવ્યું. ચઢી આવેલા પૂરના અતિ તીવ્ર વેગથી રાજા આદિની નાવડીઓ જૂદી જૂદી દિશાઓમાં ઘસડાઇ જવા લાગી. નાવડીઓના ચાલાક કર્ણધારોએ નાવાઓને ગમે ત્યાં અને ગમે તેમ ઘસડાઇ જતી અટકાવવાના બહુ બહુ પ્રયાસો કર્યા, પણ નવા પ્રવાહના અતિ તીવ્ર વેગસામે તેઓ ફાવી શક્યા નહિ. તેમની મહેનત અફલ નિવડી અને નાવાઓ ગમે તેમ ઘસડાઇ જવા લાગી. આ વખતે નદીની અંદર રહેલા તેમજ નદીના તટે રહેલા પુરજનો પોકાર કરવા લાગ્યા ઃ કારણ કે-ખૂદ નરનાથની નાવા પણ ખરાબે ચઢી ગઇ હતી, પણ નગરજનો પોકાર કરતા જ રહ્યા અને રાજાની નાવા તો લોકની દ્રષ્ટિની પણ બહાર નીકળી ગઇ. નદીનું પાણી અટવીમાં પણ પથરાઇ ચૂક્યું હતું. રાજાની નાવ ઘસડાતી ઘસડાતી દીર્ધતમાલ નામની અટવીના પ્રદેશમાં આવી પહોંચી અને ત્યાં કોઇ એક વૃક્ષને લાગવાથી આગળ ઘસડાતી અટકી ગઇ. આ રીતિએ પોતાની નાવ અટકતાંની સાથે જ, રાજા પોતાના ભાઇ સમરકુમાર તથા કેટલાક પરિવારની સાથે નાવમાંથી ઉતર્યા અને પાણીના કિનારે વિશ્રામ લેવાને માટે પહોંચ્યા. Page #315 -------------------------------------------------------------------------- ________________ ચૌદ વણસ્થાન ભાગ-૨ ૩૦૪ -------------- નિધાન-દર્શન : અહીં જ આપણને સમરવિજયની ક્રૂરતાનો અને શ્રી કીર્તિચન્દ્ર રાજાની અક્રૂરતાનો પહેલો સાક્ષાત્કાર થવાનો છે. ક્રૂરતાના યોગે સમરવજિય કેવો ઘાતકી બને છે અને તેના ઘાતકીપણાને જાણવા છતાં પણ, તેની સામે અક્રૂરતાના યોગે શ્રી કીર્તિચન્દ્ર નરનાથ કેવી ઉદારતા દર્શાવે છે, તે હવે જોવાનું છે. ગમે તેમ ઘસડાતી નાવમાં દૂર આવવાથી શ્રમિત બનેલા શ્રી કીર્તિચન્દ્રનરનાથ કીનારે પહોંચીને જેટલામાં વિશ્રામ લઈ રહ્યા છે તેટલામાં તો તેમની નજર એક નિધાન ઉપર પડે છે. નદીના પૂરથી દેતડ ખોદાઈ જવાના યોગે, ખાડામાં કોઈએ જે નિધાન દાઢ્યું હશે તે સ્પષ્ટપણે દેખાવા લાગ્યું. સુમણિઓ અને રત્નોના એ નિધાનને દૂરથી જોતાની સાથે જ કીર્તિચન્દ્ર રાજાએ તેની નજદિક જઈને ખાત્રી કરી. આ રીતિએ તે નિધાનને બરાબર જોયા બાદ, શ્રી કીર્તિચન્દ્ર નરનાથે સમરવિજય કુમારને પણ તે નિધાન દર્શાવ્યું. સમરવિજયનો ક્રૂર વિચાર : રાજાએ દેખાડેલ નિધાન સમરવિજયની દ્રષ્ટિમાં આવતાંની સાથે જ, તેના હૈયામાં રહેલી ક્રૂરતાએ હલ્લો કર્યો. અક્રૂરતાના યોગે ગુણગણથી ભૂષિત રાજાએ સરળતાથી સમરવિજયને નિધાન દર્શાવ્યું, પણ દેદીપ્યમાન રત્નોના ઢગલાને જોવાથી સમરવિજયનું ક્રૂર પરિણામ વાળું ચિત્ત ચંચલ બન્યું. એ નિધાનને જોઇને કુર સ્વભાવવાળો સમરવિજય વિચાર કરે છે રાજાને મારી નાખીને આ નિધાનને હું જ ગ્રહણ કરૂં કારણ કે જે રાજ્ય છે તે સુખથી સજ્જ છે અને આ રત્નોનો નિધિ અખૂટ છે!” ક્રૂર વિચારનો અમલ અને નિષ્ફળતાઃ છે કાંઈ કહેવાપણું? ક્રૂરતા તો ક્રૂરતા, પણ તેય કેટલી હદ સુધીની Page #316 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ભાગ-૨ ૩૦પ ? સ્વભાવથી દૂર એવો તે સમરવિજય આવો વિચાર કરીને, આગળપાછળના પરિણામનો વિચાર કરવાને માટે ય થોભતો નથી. એ તો તરત જ પોતાના ક્રૂર વિચારનો અમલ કરવા માંડે છે. સ્વભાવે ક્રૂર આત્માઓ કારમામાં કારમું કૃત્ય કરતાં પણ વધુ વિચાર ન કરે, એ તેવા આત્માઓને માટે કોઈ વિશેષ વાત નથી. કથાકાર પરમર્ષિ ફરમાવે છે કે-શ્રી કીર્તિચન્દ્ર નરનાથને મારી નાખવાના હેતુથી સમરવિજયે તરત જ ઘા કર્યો. સમરવિજયને ઘા કરતો જોઈને ત્યાં રહેલા નગરલોકો- “હા ! હા! આ શું ?' એવા પોકાર કરી રહ્યા છે, એટલામાં તો સાવધ એવા શ્રી કીર્તિચન્દ્ર રાજાએ સમરવિજયના તે ઘાને ચૂકાવી દીધો. કારમી અધમતા સામે અનુપમ ઉત્તમતા ઃ હવે વિચાર કરો કે અહીં જો શ્રી કીર્તિચન્દ્ર રાજા કોપાકુલ બને, તો કેવું પરિણામ આવે? અને આટલું નજરે જોયા અને અનુભવ્યા પછી થોડી ક્ષણોને માટે પણ કોપ આવી જાય, તો તેમાં નવાઈ પામવા જેવું ય શું છે? પણ નહિ, શ્રી કીર્તિચન્દ્ર રાજા તો અક્રૂરતાના યોગે ક્ષમા અને ઉદારતા આદિ ગુણોથી વિભૂષિત બનેલા છે. પોતાના વડિલ બન્યુ પોતાના ઉપર ખૂબ ખૂબ પ્રેમ રાખે છે અને જેવો તેમણે નિધાન જોયો કે તરત જ મને દેખાડ્યો-એમ જાણવા છતાં પણ, સમરવિજયનું ચિત્ત ચલિત થયું, તેના હૈયામાં વડિલ બન્યુનો ઘાત કરીને પણ રાજયસુખ અને નિધિ પ્રાપ્ત કરવાનો વિચાર જન્મ્યો અને સ્વભાવે ક્રૂર એવા તેણે એ દુષ્ટ વિચારને આધીન બનીને વડિલ બન્યુ ઉપર ઘા પણ કર્યો ! આવી અક્ષમ્ય ધૃષ્ટતા પોતાના લઘુબંધુએ આચરી અને પોતે પ્રત્યક્ષપણે અનુભવી, છતાં પણ શ્રી કીર્તિચન્દ્ર નરનાથ અક્રૂર મનવાળા હોઈને લેશ પણ કોપને પોતાના હૈયામાં ઉત્પન્ન થવા દેતા નથી. લઘુ બન્યુની દુષ્ટતાને જોઇને, શ્રી કીર્તિચન્દ્ર રાજા તેના કારણને શોધે છે અને તેના કારણના નિવારણ માટે તત્પર બને છે. જરા પણ તપ્યા વિના કે વિહવલ બન્યા વિના શ્રી કીર્તિચન્દ્ર નરનાથ પોતાના લઘુ બન્યુ સમરવિજયને બાહુઓથી પકડી લે છે અને સૌથી પહેલી વાત એ Page #317 -------------------------------------------------------------------------- ________________ IIIક ભાવ-૨ ૩૦૬ જ કહે છે કે “અરે ભાઈ ! આપણા કુલને નહિ છાજતું અને તે પણ પાછું એવું કે જેની સરખામણી ન થઈ શકે, તેવું આ તે શું કર્યું?” વિચારો કે-સુન્દર સ્વભાવની સુવાસ કેવી ગજબ હોય છે ! આમાં ધમકી જેવું પણ કાંઇ છે? સ. નહિ જ. અજબ વાત છે. આનો અર્થ એવો રખે કરતા કે-આપણાથી તો કોઈ કાળે ન બની શકે એવી આ વાત છે! ધારો તો તમે પણ રફતે રફતે આવા ધર્મને અને ઔદાર્યને પામી શકો. આ સાંભળીને કરવા જેવું પણ એ જ છે કે-શ્રી કીર્તિચન્દ્ર નરનાથની જેમ અક્રૂર બનવું અને વિશિષ્ટ ધર્મસિદ્ધિને માટેની લાયકાત કેળવીને આ જીવનમાં કલ્યાણમાર્ગની શક્ય એટલી આરાધના કરી લેવી. અક્રૂર મનવાળા શ્રી કીર્તિચન્દ્ર રાજા, પોતાને વિના કારણે જ મારવાને તત્પર બનેલા ભાઈને શાન્તિથી કેવી સુન્દર શીખામણ આપતો પ્રશ્ન કરે છે. આવો પ્રશ્ન કરીને જ નહિ અટકતાં, શ્રી કીર્તિચન્દ્ર નરનાથ તે સમરવિજયને કહે છે કે “હે સમર! તારે જો આ રાજ્ય જોઈતું હોય તો આ રાજ્યને અને આ નિધિ જોઈતો હોય તો આ નિધિને તું આધિમુક્ત બન્યો થકી ગ્રહણ કર ! તું એમ કરે તો અમે તો વ્રત ગ્રહણ કરીએ !” ઉત્તમ મનોદશા કેળવવાનો ઉપાય ઃ સમરવિજયની ક્રૂરતામાં કમીના નહોતી, તો શ્રી કીર્તિચન્દ્ર નરનાથની ઉદારતામાં પણ ક્યાં કમીના છે? રાજાને લાગ્યું કે-આ મારો ભાઈ હોવા છતાં અને તેના ઉપર હું પૂર્ણ વત્સલભાવ રાખતો હોવા છતાં, તેનામાં મને મારી નાખવાનો વિચાર શાથી ઉદ્ભવ્યો? જરૂર તે રાજ્ય અને નિધિમાં લુબ્ધ બનેલો ! આમ હોય તો હું જ તેને રાજ્ય અને નિધિ લેવાનું કહી દઉં, કે જેથી તેનામાં પ્રગટેલી દુષ્ટતા ટળે અને જો તે રાજયના Page #318 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ૩૦૭ ભારને સ્વીકારે તો મારી વ્રત ગ્રહણ કરવાની અભિલાષા ત્વરાથી ફલવતી બને ! શ્રી કીર્તિચન્દ્ર નરનાથના આ જેવા-તેવા ઉમદા વિચારો નથી. નાના ભાઇને હણવા માટે તત્પર બનેલો જોઈને, તેને રાજય અને નિધિ સોંપી દેવા તત્પર બનવું તેમજ તે જો રાજ્યને ગ્રહણ કરે તો પોતે દીક્ષા ગ્રહણ કરવાની ઇચ્છા દેખાડવી, એ નાનીસુની વાત નથી ! પણ રખે ભૂલતા કેજે કોઈ ઉત્તમતા કેળવે તેને માટે આ અશક્ય વાત પણ નથી ! એ વાત ચોક્કસ છે કે-શ્રી કીર્તિચન્દ્રનરનાથ જેવી મનોદશા અક્રૂરતાને સ્વભાવસિધ્ધ બનાવ્યા વિના પ્રાપ્ત થવી એ કોઈ પણ રીતિએ શક્ય નથી એટલે આવી ઉત્તમ મનોદશાને પામવાને માટે ક્રોધાદિથી દૂષિત પરિણામોના ત્યાગમાં ખૂબ જ તત્પરતા કેળવવી જોઈએ. એ વાત પણ વિચારવા જેવી છે કે-શ્રી કીર્તિચન્દ્ર નરનાથને એકદમ વ્રત ગ્રહણ કરવાનો વિચાર શાથી આવ્યો હશે? અચાનક જ દીક્ષા ગ્રહણ કરવાની કુરણા થઈ આવી હશે? નહિ જ. આ જીવનમાં વ્રતધારી બનવાના મનોરથો તેમના હૈયામાં અવારનવાર ઉછાળા માર્યા કરતા હશે અને એથી જ આ તક મળતી જોઈને એમના મુખેથી એ વાત નીકળી ગઈ. રાજા હોવા છતાં પણ વ્રતધારી બનવાના મનોરથો ક્યારે જન્મ? ભોગસુખ હેય લાગે તો કે આનંદ આપનારું લાગતું હોય તો? ભોગસુખમાં રાચનારાઓના હૈયામાં વ્રતધારી બનવાના સાચા મનોરથો ઉલટે, એ વાત જ શક્ય નથી. ભોગસુખના લાલચુઓ પણ વ્રતધારી બને એ શક્ય છે, પણ તે દ્રવ્યથી-ભાવથી નહિ. જો એ લાલચથી ન મૂકાય તો અત્તે એમની દુર્દશા થાય, તો એ ય કોઈ અશક્ય વસ્તુ નથી. ભોગસુખની લાલસાને અને સાચા સંયમને મેળ કેવો? જેનામાં ભોગસુખની લાલસા હોય, તે સાચો સંયમી બની શકે જ નહિ. ભોગસુખની લાલસાને તજ્યા વિના સાચા સંયમી બની શકાતું જ નથી. સાચા સંયમી બનવાની અભિલાષાવાળાએ પહેલાં તો ભોગસુખને હેય સમજી લેવું જોઇએ. ભોગસુખને હેય સમજનારાઓ ભોગો ભોગવતા હોય તો ય એના ભોગવટામાં રાચતા ન હોય. આથી જ તેઓને માટે ભોગત્યાગ સુગમ બની જાય છે. Page #319 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ભાગ-૨ ૩૦૮ સમરવિજયે ઉદ્ધતાઇથી દૂર ખસી જવું: શ્રી કીર્તિચન્દ્ર નરનાથે રાજય અને નિધિ-ઉભયનું સ્વામિત્વ અર્પણ કરી દેવાની તૈયારી દેખાડી : એટલું જ નહિ, પણ સમરવિજય જો રાજ્યને ગ્રહણ કરે તો પોતે વ્રતને ગ્રહણ કરે-એમ સૂચવીને ‘વડિલ ભાઈ મારા સ્વામિત્વમાં કાંટા રૂપ બનશે.' એવો કોઈ વિચાર પણ સમરવિજયને ન આવે એવી સ્થિતિ ઉપસ્થિત કરી, પણ ક્રૂરતાના સ્વામી સમરવિજયથી એ વાત પણ સહી શકાઈ નહિ. કોપના વિપાકને નહિ જાણનારો અને વિવેકથી રહિત એવો સમરવિજય, શ્રી કીર્તિચન્દ્ર નરનાથના એ સુન્દર કથનને સાંભળતાં ક્રૂરતા તજી સૌમ્ય બનવાને બદલે ક્રોધાતુર અને ઉદ્ધત બન્યો. આંચકો મારીને તે મહારાજાના હાથમાંથી છૂટી દૂર જઈને ઉભો. આવા ક્રૂર આત્માઓને તો વડિલ બન્યુને હણી નાખવાને માટે કરેલો ઘા અફલ જાય એનું દુઃખ થાય એ ય સહજ છે અને તેવા પણ દુષ્ટ કૃત્યની સામેનું વડિલ ભાઇનું ઉદાર વર્તન પણ ક્રૂર હૃદયના સ્વામિઓને કોપાકુલ બનાવે એય સહજ છે. કારમી અયોગ્યતાને ધરનારા આત્માઓને તો પોતાના ઉપરનો ઉપકાર પણ અપકાર જેવો જ લાગે. એવા આત્માઓ સામાની ક્ષમાશીલતાને જોઇને રીઝવાને બદલે વધારે ખીજે. એવા પાપાત્માઓને સારી પણ વાત સારા રૂપે નહિ લાગતાં ખરાબ રૂપે પરિણમે, એમાં નવાઈ પામવા જેવું કાંઈ છે જ નહિ. રાજાએ નિધાનને તજી ચાલ્યા જવુંઃ રાજય અને નિધાનનું સ્વામિત્વ સોંપવાની પૂરેપૂરી તત્પરતા દેખાડવા છતાં પણ, સમરવિજય ક્રોધમાં આવી ઉદ્ધત બનીને દૂર ખસી ગયો. તે છતાં પણ અક્રૂરતાને સ્વભાવસિદ્ધ બનાવી ચૂકેલા શ્રી કીર્તિચન્દ્ર નરનાથ તેના પ્રતિ જરા ય કોપાન્વિત બનતા નથી. તેઓ તો કોઈ જૂદો જ વિચાર કરે છે. તેઓ જાણે છે કે-આ પ્રસંગના ઉદ્ભવનું મૂળ આ નિધિ છે. આથી શ્રી કીર્તિચન્દ્ર નરનાથ એવો વિચાર કરે છે કે જે નિધિના નિમિત્તે બધુઓ આ પ્રમાણે વિના કારણે પણ વૈરી Page #320 -------------------------------------------------------------------------- ________________ ચોદ ગુણસ્થાનક ભાગ-૨ ૩૦૯ બને છે, એવા આ નિધિએ કરીને સર્યું! બધુઓને પણ વિના કારણે વૈરી બનાવનાર આ નિધિ મારે નહિ જોઈએ !” . આ પ્રમાણે વિચાર કરીને શ્રી કીર્તિચન્દ્ર નરનાથ નિધિને ત્યાંનો ત્યાં જ રહેવા દઈને ચંપાનગરી તરફ વિદાય થયા. બે ભાઈઓ વચ્ચે આ કેવું જબ્બર અન્તર છે? એક ભાઈ નિધિ મેળવવાના લોભમાં ફસાઈને વડિલ ભાઇને હણવા તત્પર બને છે અને બીજા ભાઈ “આ નિધિ બધુઓને વિના કારણે વૈરી બનાવનાર છે' –એમ વિચારી, નિધિને તજી ચાલવા માંડે છે! બે ભાઈઓ વચ્ચેના આ અન્તરમાં કારણ શું છે? એ જ કે-એક ક્રૂર સ્વભાવનો છે અને બીજા અક્રૂરતાના સ્વામી છે. અધમ અને ઉત્તમ આત્માઓ વચ્ચે આ રીતિનું વિચાર, વાણી અને વર્તન-એ ત્રણેમાં આસમાન-જમીન જેવા પ્રકારનું અત્તર હોય છે. પાપના વશે નિધાન ન દેખાવો : શ્રી કીર્તિચન્દ્રનરનાથ તો “બધુઓને વિના કારણે વૈરી બનાવનારઆ નિધિ છે એવો વિચાર કરીને, નિધિને લીધા વિના જ ત્યાંથી રવાના થઈ ગયા, પણ સમરવિજય ગયો નહિ. સમરવિજયને તો એ નિધિ મેળવવો હતો. આથી શ્રી કીર્તિચન્દ્ર નરનાથના ગયા બાદ સમરવિજયતે નિધાનવાળી જગ્યાએ ગયો, પણ બન્યું એવું કે-દેદીપ્યમાન રત્નોવાળો પણ તે નિધિ તેના જોવામાં આવ્યો નહિ. નિધાન ત્યાં ને ત્યાં જ વિદ્યમાન છે, પણ સમરવિજય એને જોઈ શક્તો નથી. નિધાનો પાપાત્માઓની દ્રષ્ટિમાં પણ નથી આવતા. નિધાનો પણ પુણ્યથી પ્રાપ્ય છે, પુણ્યશાલી રાજાના પુણ્યથી એ નિધિદ્રષ્ટિના પથમાં આવતો હતો. દ્રષ્ટિના વિષયમાં આણનાર પુણ્યવાન રાજા તો પધારી ગયા. હવે રહ્યા આ ભાઈસાહેબ એકલા અને આ ભાઈસાહેબ તો હતા ભમરોની શ્રેણિ સમાન શ્યામ પાપના સ્વામી ! ખરેખર, પોતાના શ્યામ પાપના વશથી જ, ત્યાં પડેલા એવા પણ નિધાનને પાપાત્મા અમર જોઈ શક્યો નહિ. સમરવિજયની ખોટી લ્પના : Page #321 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ સમરવિજયમાં જો થોડી-ઘણી પણ યોગ્યતા અને વિવેકશક્તિ હોત, તો તે આ વખતે કદાચ સુન્દર અસર નિપજાવત; પણ સમરવિજયની દશા જ જૂદી છે. રાજા નિધાનને લીધા વિના જ ચાલ્યા ગયા છે, એમ સમરવિજયે જોયું છે અને એથી તો નિધિને ગ્રહણ કરવા તે અહીં આવ્યો છે ઃ છતાં પોતાને નિધિ નહિ દેખાવાના કા૨ણે સમરવિજય વિચાર કરે છે કે- ‘જરૂર એ નિધાનને રાજા જ લઇ ગયા.’ તેને રાજાના પુણ્યોદયનો અને પોતાના પાપોદયનો તો વિચાર જ આવતો નથી. એણે તો નિશ્ચય જ કરી લીધો કેરાજા નિધાનને લઇ ગયા અને એથી જ હું અહીં એક પણ મણિને કે રત્નને જોઇ શકતો નથી. આ પ્રતાપ તેના હૃદયની ક્રૂરતાનો અને રાજા પ્રત્યેના દ્વેષનો જ છે. ક્રૂરતા અને દ્વેષ માણસને છતી આંખે આંધળા જેવો બનાવી દે છે. એથી જ સમરવિજય, પોતે જોયું છે કે-રાજા નિધાન નથી લઇ ગયા, છતાં નિધાન ન દેખાયો એટલે બીજો વિચાર નહિ કરતાં એમ જ કલ્પે છે કેજરૂર, રાજા જ નિધાન લઇ ગયા. સમરવિજયે લુંટારા બનવું : ૩૧૦ દુનિયામાં પણ કહેતી છે કે- ‘જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ' એ જ ન્યાયે પોતાને નિધાન દેખવામાં નહિ આવવાથી સમરે એવો જ વિચાર કર્યો કે‘જરૂર એ નિધાનને રાજા લઇ ગયેલ છે.' આ વિચારથી એ પાપાત્મા સમર, પોતાના વિડેલ બંધુ ઉપર ઘણો જ દુર્ભાવ ધરનારો બન્યો. હવે આ દશામાં તેના જેવો પાપાત્મા ચંપાનગરીમાં પાછા ફરવાનો વિચાર કરે, એ પણ અશક્ય જેવું છે. સમરવિજયે તો ચંપાનગરીમાં પાછા ફરીને વિડલ ભાઇની સેવામાં હાજર થવાનો વિચાર નહિ કરતાં, બહા૨વટું ખેડવાનો વિચાર કર્યો. પોતાના વડિલ બન્ધુની સામે બહારવટું ખેડવાના નિશ્ચય ઉપર આવેલો તે શૂરવીર તો હતો જ, એટલે લુંટારો બન્યો થકો તે પોતાના વડિલ બન્ધુના દેશમાં જ લુંટફાટ ચલાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો. ઉપકારી ઉપર પણ અપકાર કરવાને પ્રવૃત્ત થવું, એ આવા આત્માઓને માટે જરા ય અશક્ય નથી. Page #322 -------------------------------------------------------------------------- ________________ ૩૧૧ ચૌદ ગુણસ્થાન ભાગ-૨ પક્કાવું અને વગર શિક્ષાએ છૂટવું ——— આવા લુંટારાને રાજાના સામન્તો પકડવાનો પ્રયત્ન કરે એ પણ સંભવિત છે. શ્રી કીર્તિચન્દ્ર નરનાથના સામંતોએ લુંટારૂ બનેલા તે સમરવિજયને કોઈ એક દિવસે પકડ્યો અને શ્રી કીર્તિચન્દ્ર રાજાની પાસે તેને હાજર કર્યો. આ વખતે પણ અક્રૂર સ્વભાવના સ્વામી એવા શ્રી કીર્તિચન્દ્ર રાજાએ એને શિક્ષા નહિ કરતાં મુક્ત કર્યો : રાજાએ સમરવજિયને મુક્ત કર્યો એટલું જ નહિ, પણ તેને રાજય ઉપર નિમંત્રિત પણ કર્યો. અર્થાત-શ્રી કીર્તિચન્દ્ર રાજાએ સમરવિજયને રાજ્યના સ્વામી બનવાનું નિમંત્રણ કર્યું, ઉદાર રાજાએ તો આ રીતિએ નિમંત્રણ કર્યું, પણ સ્વભાવે ક્રૂર એવા સમરની તો કોઈ દશા જ જૂદી હતી. રાજાએ તેને રાજ્ય ઉપર નિમંત્રિત કરવા છતાં પણ સમરવિજયે તો એ જ વિચાર્યું કે- “આ રાજ્ય મારે ગ્રહણ કરવું છે એ ચોક્કસ, પણ તે આ રીતિએ નહિ. મારે તો રાજયનું સ્વામિપણું બલાત્કારથી લેવું છે, પણ આપણે આપેલું લેવું નથી.” આ પ્રમાણે વિચારીને તે સમરવિજય ત્યાંથી પુનઃ પણ અન્યત્ર ચાલ્યો ગયો. કેટલી હદ સુધીની આ અધમતા અને તુમાખી છે? પણ ક્રૂરતાના સ્વામિઓને માટે આવું કશું જ અસંભવિત નથી. વારંવાર એની એ દશાઃ હવે બલાત્કારથી રાજયને પડાવી લેવાને ઇચ્છતો સમર લુંટારૂ બનીને કોઈ વખત ખૂદ રાજાના દેહ ઉપર ધસી જતો એટલે કે રાજાને મારી નાખવાનો પ્રયત્ન કરતો, કોઈ વખત રાજાના ભંડાર ઉપર તેને લુંટી જવાને માટે આવી પહોંચતો અને કોઇ વખત દેશ ઉપર દેશને લુંટી લેવાના હેતુથી આવતો : પણ એ બીચારો ફાવતો નહિ અને પકડાઈ જતો. આમ છતાં પણ પૂર્વનું એવું કોઈ પાપાનુબંધી પુણ્ય લઈને એ આવેલો, કે જેથી તેના વડિલ બન્ધ રાજા તેને અતિ અદ્ભર સ્વભાવના અને એ જ કારણે ખૂબ જ ઉદારતા આદિ ગુણોના સ્વામી મલ્યા હતા. આથી જયારે જયારે ભયંકર Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ગૂન્હો કરતાં તે પકડાતો અને રાજા પાસે હાજર કરાતો, ત્યારે ત્યારે રાજા તેને છોડી દેતા : એટલું જ નહિ, પણ રાજા તેને રાજય દ્વારા અભ્યર્થના કરતા એટલે કે-રાજય લેવાની પ્રાર્થના કરતા. એ અભ્યર્થના પણ સામાન્ય રૂપની નહિ, પણ ખૂબ આગ્રહપૂર્વકની કરતા હતા. રાજા વારંવાર આટઆટલી ઉદારતા દર્શાવતા, છતાં પણ તે સમરવિજય રાજયને લેતો પણ ન હતો અને પોતાની દુષ્ટ પ્રવૃત્તિને છોડતો પણ ન હતો. લોક્વાદનું રહસ્યઃ તે કારણથી લોકવાદ એવો થયો કે ઉદરથી જન્મેલા સાદરો એટલે ભાઇઓમાં વિશેષતા કેટલી છે? એકમાં જ્યારે દુર્જનપણું અસદશ છે, ત્યારે એકમાં સુજનપણું અસદશ છે ! વાત પણ સાચી હતી કે-શ્રી કીર્તિચન્દ્ર નામના નરનાથ જેમ સુજનતા બતાવતાં નહોતા થાકતા, તેમ સમરવિજય પોતાની દુર્જનતા બતાવતાં પણ થાકતો ન હતો. આથી લોકને એમ લાગવું એ સ્વાભાવિક જ છે કે- “બે ભાઇઓમાં એક ભાઈ ઉત્તમ પુરૂષોમાં પણ પ્રવર છે, જયારે બીજો ભાઈ અધમ જ નહિ, પણ અધમ એવા પુરૂષોમાંય પ્રધાન છે. એકની ઉત્તમતા અજોડ છે અને બીજાની અધમતા અજોડ છે!” સ. સમરવિજયની લુંટથી લોકને ત્રાસ થતો તો હશે જ, છતાં આ વિચાર? જરૂર જો કે-આમ થવામાં અનેક કારણો છે. એક તો રાજાનું પુણ્યતેજ જેવું-તેવું નથી. બીજું રાજાનો પ્રજા પ્રત્યેનો વત્સલભાવ પણ અનુપમ છે. પ્રજાને હરકોઈ રીતિએ સુખી બનાવવાની અને પ્રજાના સુખને સુરક્ષિત રાખવાની રાજામાં તત્પરતા છે. ત્રીજું રાજા સમરવિજયને ભલે શિક્ષા નથી કરતા અને રાજય ગ્રહણ કરવાનો અવસરે અવસરે આગ્રહ કર્યા કરે છે, પણ સમરવિજય લૂંટચલાવવામાં ફાવી ન જાય એની તો તેઓ પૂરતી કાળજી રાખે જ છે. જો એમ ન હોત, તો તો રાજાના સામંતો દ્વારા સમરવિજય વારંવાર પકડાત શાનો? આ ઉપરાન્ત પૂર્વની પ્રજામાં પણ રાજા પ્રત્યે Page #324 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ૩૧૩ અમીદ્રષ્ટિ હતી. સમરવિજય ગમે તેવો તોય રાજાનો ભાઈ છે અને રાજા પોતાની સુજનતાથી સમરવિજયને સુધારવા ઇચ્છે છે-એવો વિચાર કરીને પણ લોકો શાન્ત રહે અને રાજાના સુજનપણાની પ્રશંસા કરે એ બનવાજોગ છે. આજે રાજા અને પ્રજા બન્નેની દ્રષ્ટિમાં કારમું પરિવર્તન આવ્યું છે એટલે આવો પ્રશ્ન ઉઠે એ સહજ છે, પણ પૂર્વકાલની સ્થિતિ જ જૂદી હતી. પૂર્વકાળમાં રાજા પ્રજાવાત્સલ્યને ચૂકતો નહિ અને પ્રજા રાજભક્તિને ચૂકતી નહિ. એક-બીજાની ભૂલ થઈ જાય તોય તેને ખમી ખાવી અને ભિવષ્યમાં ભૂલ કરવાનો વિચાર પણ ન થાય એવો પ્રયત્ન કરવો, એવી વૃત્તિ પૂર્વકાળમાં જીવન્ત હતી. આજે તો રાજા ભૂલ કરે અને પ્રજા વાતને વધારી મૂકીને ય નિર્દે-એવું એવું તો ઘણું બને છે. જ્યાં પોતાના કર્તવ્યનો વિચાર ન હોય અને સામાની સામાન્ય પણ કર્તવ્યચૂકને ખમી ખાવાની વાત ન હોય, ત્યાં અનેકવિધ અનર્થો ઉત્પન્ન થયા વિના રહે જ નહિ અને એ વાતનો આજે માત્ર રાજકીય ક્ષેત્રમાં જ નહિ પણ લગભગ બધાં ક્ષેત્રોમાં સાક્ષાત્કાર થઈ જ રહ્યો છે. વૈરાગ્યની ભરતી : હવે જે વખતે ચંપાનગરીમાં આવો લોકવાદ પ્રસરી રહ્યો છે, અને સમરવિજય ઉપરાઉપરી દુષ્ટતા દાખવી રહ્યો છે, તે દરમ્યાનમાં શ્રી કીર્તિચન્દ્ર રાજાનો વિરાગભાવ ખૂબ ખૂબ વૃદ્ધિને પામી રહ્યો છે. શાણાઓને માટે આવા પ્રસંગો વૈરાગ્યને પમાડનારા અને પ્રાપ્ત વૈરાગ્યને પુષ્ટ બનાવનારા નિવડે એ સહજ છે. કારણ કે આવા પ્રસંગો કષાયોનું કાળુષ્ય એ કેટલું ભયંકર છે એ વિગેરે બાબતોના વિચારોને જન્માવનારા બને છે. ક્રોધ, માન, માયા અને લોભને વશવર્તી બનેલો સમરવિજય જે રીતિએ વર્તી રહ્યો છે, તે જોતાં વિષયવિરાગ અને કષાયત્યાગ પ્રત્યે ઉત્તમ આત્માઓએ આકર્ષાવું એ બનવાજોગ જ છે. વિવેકિઓ અને અવિવેકિઓ વચ્ચે એ પણ ભેદ રહે છે કે-એકના એક પ્રસંગને અંગે વિવેકિઓ કલ્યાણકારી વિચાર આદિ કરનારા બને છે અને અવિવેકિઓ અકલ્યાણકારી વિચાર Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ ચૌદ ગુણસ્થાનક સામ-૨ આદિ કરનારા બને છે. શ્રી કીર્તિચન્દ્ર નરનાથ તો સુવિવેકી છે, એટલે તેઓ તો સમરવિજયનાં કૃત્યોને અંગે પણ જે વિચારો કરે, તે એવા જ વિચારો કરે, કે જેથી વિરાગભાવ દ્રઢતર બનતો જાય. આથી જ અહીં કથાકાર-૫૨મર્ષિ ફરમાવે છે કે-ગુરૂવૈરાગ્યને ધરનારા બનેલા શ્રી કીર્તિચન્દ્ર નરનાથ પોતાના દિવસોને હવે વિરસપૂર્વક પસાર કરે છે. ગુરૂવરનો યોગ : પરમપુણ્યશાલી એવા શ્રી કીર્તિચન્દ્ર નરનાથ ભારે વૈરાગ્યથી જે સમયમાં દિવસોને વિરસપણે પસાર કરી રહ્યા છે, તે સમયમાં તે નગરીમાં ‘પ્રબોધ’ નામના પ્રવરજ્ઞાની સમોસર્યા. વૈરાગ્યના સમયે પ્રવરજ્ઞાની ગુરૂવર્ધનો યોગ વિના પુણ્યે નથી મળતો, એ વાત સહેલાઇથી સમજાય એવી છે. ‘પ્રબોધ’ નામના પ્રવરજ્ઞાની મુનિવર પધાર્યાના સમાચારથી, ગુરૂવૈરાગ્યને ધરનારા શ્રી કીર્તિચંદ્ર નામના નરનાથ અતિશય પ્રમોદને પામે, એ વાતમાં તો આશ્ચર્ય જ નથી. આવા પુણ્યાત્માઓ ગુરૂવરના આગમનથી, મયુર જેમ મેઘના આગમનથી નાચે છે તેમ, નાચી ઉઠે છે. ગુરૂદેવના આગમનથી થયેલા પ્રમોદથી પ્રમુદિત થયેલા શ્રી કીર્તિચંદ્ર નરનાથ પરિવાર સાથે ‘પ્રબોધ’ નામના પ્રવરજ્ઞાની ૫૨મ ગુરૂદેવને નમસ્કા૨ ક૨વા માટે ચાલ્યા. ગુરૂવરની સેવામાં પહોંચેલ નરનાથ ઉચિત વન્દન આદિ ન ચૂકે, એ તો સ્વાભાવિક જ છે. ઉચિત સાચવી યોગ્ય સ્થાને બેઠેલ નરનાથ, પરમ ગુરૂવરે આપેલ ધર્મદેશનાનું શ્રવણ કર્યા બાદ, અવસરે પોતાના લઘુબંધુના ચરિત્રને પૂછે છે. આવા પુણ્યાત્માને પોતાના લઘુબંધુનું પાપચરિત્ર ખટકતું હોય એટલે જ્ઞાની ગુરૂવરનો યોગ મળતાં સહજ રીતિએ આવો પ્રશ્ન પૂછવાનું મન થાય. પોષનાર ભાગ્યના યોગે વિપુલ લક્ષ્મીને મેળવનારા આત્માઓ ધર્મશીલ આત્માઓના અન્તરને આકર્ષી શકે નહિ તે સ્વાભાવિક જ છે. આપણને એમ લાગી જવું જોઇએ કે-જે ભાગ્યના યોગે ધર્મમાં મતિ થાય એવા ભાગ્યની પ્રાપ્તિ થઇ ગઇ, એટલે સર્વ સંપત્તિઓને આપનાર ભાગ્યની Page #326 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ૩૧૫ પ્રાપ્તિ થઈ જ ગઈ ! અને જે ભાગ્યના યોગે વિપુલ સંપત્તિઓ મળે પણ કેવળ અધર્મમાં જ રાચવાનું મન થાય એવું ભાગ્ય મળ્યું એટલે વસ્તુતઃ તો અનેકવિધ દુર્ભાગ્યોની જ પ્રાપ્તિ થઈ ! ધર્મની અવહીલના ક્રનારા શ્રીમંતોને પંપાળનારાઓથી સાવધ બનવાની જરૂર : અહીં એ વાત પણ સમજવા જેવી છે કે-પ્રભુ શાસનના પરમાર્થને પામેલા ઉપકારી મહાપુરૂષો જ્યારે એમ ફરમાવે છે કે- “તે ભાગ્ય પ્રાયઃ સુલભ છે કે જે ભાગ્યના યોગે વિપુલ લક્ષ્મી મળે છે. ત્યારે તુચ્છ લક્ષ્મીને પામેલા અને એ તુચ્છ લક્ષ્મી મળી એટલા માત્રથી પણ મદોન્મત્ત બનેલા આત્માઓને પંપાળવાનું અને યેન કેન આગળ લાવવાનું કાર્ય પ્રભુશાસનના પરમાર્થને પામેલાઓ કરે ખરા? તુચ્છ લક્ષ્મીને પામવા માત્રથી ઘમંડી બની ગયેલા અને એ ઘમંડના પ્રતાપે શાસનની તથા સદ્ગુરૂઓ આદિની કારમી પણ અવહીલના કરતાં નહિ અચકાનારાઓને શાસનના આચાર્યાદિ ગણાતાઓ પંપાળે અને આગળ કરે, એ શું સૂચવે છે? એવા આચાર્યાદિ શાસનના સાચા ઉપાસકોને રંજાડવા અને શાસનના સિદ્ધાન્તોની છડેચોક અવહીલના કરાવવી-એ સિવાય બીજું કરનારા પણ શું છે? એવા આચાર્યાદિ લક્ષ્મીની અસારતાને સમજાવીને યોગ્ય આત્માઓને અપરિગ્રહના માર્ગે દોરી શકે એ શક્ય જ નથી : કારણ કે-એવા આચાર્યાદિની પાસે એવી વિચારણા કરાવનારું હૃદય પણ હોતું નથી અને કદાચ તેવું કાંઈ કહેવાનું મન પણ થઈ જાય તો ય તેવું કહેવાનું તેઓમાં સામર્થ્ય હોતું નથી. એવાઓ તો અવસરે અવસરે લક્ષ્મીમાં સારભૂતતા હોવાનું પણ વર્ણન કરે અને લક્ષ્મી મેળવવાની ઇચ્છાને પોષણ મળે તેવા પ્રકારનો ઉપદેશ પણ કરે. આજે આવું પણ બની રહ્યું છે અને એથી ધર્મશીલ આત્માઓએ આ વિષયમાં પણ સાવધગીરી કેળવવાની ખૂબ જ જરૂર છે. શ્રી જૈન શાસનના સાધુઓના મનમાં તો અર્થી આત્માઓને ધર્મ-બુદ્ધિવાળા અને ધર્મના આરાધનમાં સુસ્થિર બનાવવાની જ કામના હોય, એટલે તેઓની હરેક પ્રવૃત્તિ એવી જ Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ હોય, કે જે પ્રવૃત્તિ સાક્ષાત્ અગર તો પરંપરાએ નિયમા મોક્ષના અંગ રૂપ હોય. જે પ્રવૃત્તિ સાક્ષાત્ કે પરંપરાએ મોક્ષના અંગપણાવાળી હોતી નથી, તેવી પ્રવૃત્તિનો ઉપદેશ કરવાને માટે સાચા મહાપુરૂષો ઉત્સાહિત હોતા નથી. કોઇ પણ આત્માને લક્ષ્મીમાં સારભૂતતા છે એમ ઠસાવીને લક્ષ્મીને મેળવવા માટે જ ઉદ્યમશીલ બનાવવો-એ સ્વ અને પર બન્નેના ઘાતનો જ ધંધો છે અને સાચા ઉપકારિઓ એવી કોઇ પ્રવૃત્તિ કરે જ નહિ એ નિર્વિવાદ વાત છે. આથી લોકહેરીમાં પડી જઇને પ્રભુના શાસનની ઉપાસના અને પ્રભાવના કરવાનું ભૂલી શ્રીમંતોને જ પંપાળવાનો ધંધો લઇ બેઠેલાઓને કોઇ પણ રીતિએ ઉપકારી માની શકાય જ નહિ. સમરવિજયની લોભ આદિ સાથેની પુરાણી મૈત્રી : શ્રી કીર્તિચન્દ્ર નામના નરનાથે કરેલા પ્રશ્નનો ખુલાસો કરતાં, શ્રી પ્રબોધ નામના પ્રવરજ્ઞાની ગુરૂદેવ, શ્રી કીર્તિચન્દ્ર અને સમરવિજય-એ બન્નેયના પૂર્વભવોનું વર્ણન કરે છે. શ્રી કીર્તિચન્દ્ર અને સમરવિજય-એ બન્નેના આત્માઓને પરસ્પર સમ્બન્ધ અને વૈરભાવ ક્યારે અને કયા નિમિત્તે થયો, તે પછી એ બન્ને ય આત્માઓ ક્યાં ક્યાં ભેગા થયા અને તેઓની શી શી દશા થઇ તથા આ ભવમાં તેઓ કયા કારણે આવ્યા એ વિગેરે હકીકતો પ્રવરજ્ઞાની શ્રી પ્રબોધ નામના ગુરૂવરે વર્ણવી છે. લોભ, પરિગ્રહાભિલાષ અને ક્રૂરતાની સાથે મૈત્રી સાધનાર આત્માઓ કેવી ભયંકર દુર્દશાને પામે છે, એ વાતનો આ વર્ણનમાંથી પણ ઘણો જ સુન્દર ખ્યાલ આવી શકે તેમ છે. લોભની મૈત્રી સાધનારને પરિગ્રહાભિલાષની મૈત્રી થવી એ સહજ છે અને લોભ તથા પરિગ્રહાભિલાષની ગાઢ મૈત્રીમાં પડ્યા પછી, ક્રૂરતાની મૈત્રીથી ભાગ્યશાલી આત્માઓ જ બચી શકે છે. ક્રૂરતાથી બચવા ઇચ્છનારા આત્માઓએ, પોતાના પરિગ્રહાભિલાષને તજવાનો અને તેનો સર્વથા ત્યાગ ન થઇ શકે ત્યાં સુધી તેના ઉપર જેમ બને તેમ વધુ ને વધુ કાબૂ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઇએ. પરિગ્રહાભિલાષને કાબૂમાં લેવાને માટે, લોભ ઉપર વિજય સાધવો એ જરૂરી છે. લોભને આધીન બનેલા આત્માઓ Page #328 -------------------------------------------------------------------------- ________________ ચોદ ગણાશક ભાગ-૨ ૩૧૭ પરિગ્રહાભિલાષ ઉપર કાબૂ મેળવી શકે એ શક્ય નથી અને લોભ તથા પરિગ્રહાભિલાષ સાથે ગાઢ સમ્બન્ધ ધરાવનારાઓ ક્રૂરતાના સ્વામી બને, એમાં નવાઈ પામવા જેવું કાંઈ છે જ નહિ. “સમરવિજય” નું ચારિત્ર આ જ વસ્તુનું સૂચક છે. સમરવિજયના આત્માએ લોભ, પરિગ્રહાભિલાષ અને ક્રૂરતા સાથે, આ “સમરવિજય” તરીકેના ભવમાં જ મૈત્રી સાધી છે એમ નથી, પણ તેની એ મૈત્રી ઘણી જ પુરાણી છે-એમ આપણે, શ્રી કીર્તિચન્દ્ર નરનાથના પ્રશ્નનો ખુલાસો કરતાં, પ્રવરજ્ઞાની શ્રી પ્રબોધ ગુરૂવારે કરેલા વર્ણન દ્વારા જાણી શકીએ છીએ. બે બાળકોને ત્રણનો મેળાપ ઃ શ્રી પ્રબોધ નામના પ્રવરજ્ઞાની ગુરૂમહારાજા ફરમાવે છે કે-વિદેહ ક્ષેત્રમાં “મંગલાવતી' નામના મંગલમય વિજયમાં “સૌગન્ધિક' નામનું એક નગર હતું. એ નગરમાં “મદન નામના એક શેઠનો પણ નિવાસ હતો. એ શેઠને બે પુત્રો હતા, જેમાંના એકનું નામ હતું- “સાગર” અને બીજાનું નામ હતું- “કુરંગ મદન શેઠના એ બે પુત્રો જ્યારે બાળવયમાં હતા, ત્યારે તે બન્ને પ્રથમ વયને ઉચિત એવી ક્રીડાઓ અહર્નિશ કરતા હતા. એક વાર જ્યારે સાગર અને કુરંગ એ પ્રકારે બાલવયને ઉચિત એવી ક્રીડા કરી રહ્યા હતા, ત્યારે તેઓએ ત્રણ જણાને જોયાં. એ ત્રણમાં બે હતા બાલક અને એક હતી બાલિકા. એ ત્રણને જોઈને, સાગર અને કુરંગે પૂછયું કે- “તમે કોણ છો?” આ પ્રશ્નના ઉત્તરમાં તે ત્રણમાંથી એક કહે છે કે- “આ વિશ્વમાં જગતના તલ ઉપર પ્રસિદ્ધ એવો “મોહ' નામનો રાજા છે. “મોહ નામના એ રાજાનો “રાગકેસરી' નામનો એક પુત્ર છે. નામ પ્રમાણે ગુણને ધરતો તે રાગકેસરી, વૈરી રૂપ હાથીના બચ્ચાને નસાડવામાં કેસરી સમાન છે. એવા પરાક્રમી “રાગકેસરી' નો હું પુત્ર છું. મારું નામ “સાગર” છે અને હું પણ મારા નામ પ્રમાણે સાગરની જેવા ઉંડા આશયને ધરનારો છું. મારી સાથે આ એક જે બાલક છે, તે મારો પુત્ર છે. મારા આ પુત્રનું નામ Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ ચૌદ વણસ્થાનક ભાગ-૨ ‘પરિગ્રહાભિલાષ છે અને તે સુંદર વિનયવાળો છે, અર્થાત-મારી આજ્ઞામાં વર્તનારો છે. હવે મારી સાથે આ જે બાલિકા છે, તે વૈશ્વાનરની પુત્રી છે. અને તેણીનું ‘ક્રૂરતા' એવું નામ છે.” બાલ-બાલિકાની ઉપમા દ્વારા લોભ, પરિગ્રહાભિલાષ અને ક્રૂરતા આદિનું વર્ણન: આ વર્ણન ઉપરથી સમજી શકાય તેમ છે કે-આ વર્ણન ઉપમાથી કરવામાં આવ્યું છે. આ વાત બાહ્ય પાત્રોની નથી, પણ આંતરિક વાતોને જ આ રીતિએ વર્ણવવામાં આવી છે. આ વિશ્વમાં મોહનું આધિપત્ય જેવુંતેવું નથી. સંસારમાં લગભગ સર્વત્ર એનો વિસ્તાર છે અને એનું પ્રાબલ્ય એવું છે કે-એના આધિપત્યમાંથી મુક્ત બનવાને માટે આત્માને ખૂબ જ સત્ત્વશીલ બનાવવો પડે છે. સત્ત્વગુણને સારી રીતિએ પ્રગટાવ્યા સિવાય, મોહ” રાજાની સામે જંગ ખેલીને એના આધિપત્યમાંથી મુક્તિ મેળવી શકાય, એ શક્ય જ નથી. મોહરાજાનો પુત્ર “રાગકેસરી', મોહરાજાની આજ્ઞાની સામે થનારાઓને પરાસ્ત કરવાનો પ્રયત્ન કરવામાં કમીના રાખતો નથી. રાગકેસરીને હંફાવી, તેને હંમેશને માટે પોતાની પાસેથી હાંકી કાઢ્યા વિના કોઈ પણ આત્મા પોતાના સ્વાભાવિક સર્વજ્ઞપણાના ગુણને પ્રગટાવી શકતો નથી. મોહરાજાને પોતાના પુત્ર રાગકેસરીનો સહારો છે અને રાગકેસરીને પોતાના પુત્ર “લોભ” નો સહારો છે. દુનિઆમાં કહેવાય છે કે- ‘લોભને થોભ નહિ.' આથી જ લોભને સાગર તરીકે ઓળખાવ્યો છે. રાગકેસરીને ખાત્રી છે કે-જયાં સુધી મારા પુત્રને જીતી શકાવાનો નથી, ત્યાં સુધી મને આંચ આવવાની નથી અને જયાં સુધી મને આંચ નથી પહોંચી ત્યાં સુધી પિતાસ્વરૂપ મોહરાજાનું સામ્રાજય અખંડિત જ રહેવાનું છે. હવે લોભ પણ પોતાના ટકાવા માટે ઉપાય તો શોધે ને? મોહે ઉત્પન્ન કર્યો રાગને અને રાગે ઉત્પન્ન કર્યો લોભને, તો લોભે ઉત્પન્ન કર્યો પરિગ્રહાભિલાષને! પરિગ્રહનો અભિલાષ વધી ગયો, એટલે તેની પ્રાપ્તિ-રક્ષા આદિ માટે કાંઇ ક્રોધ આવ્યા વિના રહે? અને જ્યાં ક્રોધને ફાવટ મળે, એટલે ક્રૂરતા જભ્યા Page #330 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ભાગ-૨ ૩૧૯ વિના રહે જ નહિ! વૈશ્વાનર, એ ક્રોધનું ઉપનામ છે અને અહીં ક્રૂરતાને તેની પુત્રી રૂપે જણાવેલ છે. ઉપમા દ્વારા કરવામાં આવેલું આ વર્ણન સારી રીતિએ સમજવા જેવું અને ખૂબ ખૂબ વિચારવા જેવું છે. મોહના સામ્રાજયમાંથી છટકવું એ સહેલું નથી. એ માટે ક્રૂરતાને તજવી જોઇએ, ક્રૂરતાને તજવા માટે ક્રોધને તજવો જોઇએ, ક્રોધને તજવા માટે પરિગ્રહાભિલાષને તજવો જોઇએ, પરિગ્રહાભિલાષને તજવા માટે લોભને તજવો જોઇએ, લોભને તજવા માટે રાગને તજવો જોઇએ અને રાગને તજવા માટે મોહથી મુક્ત બનવું જોઇએ-એમ આ વર્ણન ઉપરથી ધ્વનિત થાય છે. આ બધાનો સારી રીતિએ ત્યાગ થવો, એ એકદમ શક્ય નથી, છતાં અભ્યાસે અશક્ય પણ નથી. સુવિવેકપૂર્વક પ્રયત્નશીલ બનવામાં આવે, તો મોહરાજાના સામ્રાજયથી મૂકાવું એ શકય જ છે. નાનામાં નાની પણ ધર્મકરણી આ હેતુથી જ કરવાની છે. આ કથાના શ્રવણનો હેતુ પણ એ જ હોવો જોઇએ. રાગાદિ શત્રુઓ ઉપર વિજય સાધીને, એ શત્રુઓને હઠાવી સર્વથા દૂર કરવા, એ જ કલ્યાણકામી માત્રનું ધ્યેય હોવું જોઇએ. રાગને પ્રશસ્ત બનાવ્યા વિના રાણરહિત દશા પ્રાપ્ત થવાની નથી : રાગ, એ કેસરીના જેવો પરાક્રમી જરૂર છે, પણ એ સ્વાર્થી છે. તમે એને તમારો બનાવી લો, તો એ તમને મોહના સામ્રાજયમાંથી મુક્ત બનાવવામાં મદદ કરે એવો છે. સ. એ કેવી રીતિએ? એ માટે રાગને મોક્ષસુખની દિશાએ વાળી લેવો જોઇએ. કરવું એ કે-વિષયસુખના રાગી મટી જવું અને મોક્ષસુખના રાગી બની જવું. વિષયસુખનો રાગ જાય અને મોક્ષસુખનો રાગ બની જાય, એટલે મોક્ષને પ્રાપ્ત કરાવનાર જે જે વસ્તુઓ છે, તે તે વસ્તુઓનો જ રાગ રહે પણ યાદ રાખવાનું છે કે-રાગ જયાં સુધી અમૂક અંશે નબળો ન પડે, ત્યાં સુધી આમ થવું એ શક્ય નથી. રાગ નબળો પડે ત્યારે જ એ વિષયસુખનો નહિ રહેતાં Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ ચૌદ ગુણસ્થાન ભાગ-૨ મોક્ષસુખનો બને. મોક્ષસુખને પમાડનાર વસ્તુઓનો રાગ તે તે વસ્તુઓના જ આસેવન તરફ પ્રેરતો રહે અને એથી ધીરે ધીરે એ દશા આવે કે-આત્મા રાગથી સર્વથા મુક્ત બનીને પોતાના અનન્તજ્ઞાન ગુણને પ્રગટાવી શકે. જયાં સુધી રાગ છે, ત્યાં સુધી સર્વજ્ઞપણાની પ્રાપ્તિ થવાની નથી : પણ રાગને વિષયસુખનો મીટાવી મોક્ષસુખનો બનાવ્યા વિના, સર્વથ રાગરહિતપણું પ્રાપ્ત થાય એ ય શક્ય નથી. વિષયસુખનો રાગ અપ્રશસ્ત છે અને મોક્ષસુખનો રાગ પ્રશસ્ત છે. રાગ પ્રશસ્ત બન્યા પછીથી પણ, સ્પર્શાદિનો અનુભવ તો રહે છે જ, પણ તે ય કર્મબન્ધનનું કારણ બનવાને બદલે કર્મનિર્જરાનું કારણ બની જાય છે. પ્રશસ્ત રાગ આટલો બધો કિંમતી છે. રાગ ત્યાજ્ય જ છે, એના પરિપૂર્ણ ત્યાગ વિના સર્વશપણાની પ્રાપ્તિ થવાની નથી, પણ રાગના ત્યાગ માટે જે જે કરણીઓને કરવાની આવશ્યકતા છે, તે તે કરણીઓના આસેવન માટે પ્રશસ્ત રાગની જરૂર છે. પ્રશસ્ત રાગના યોગે સુદેવ, સુગુરૂ અને સુધર્મનું આલંબન ગ્રહણ કરીને ઉત્તમ દશાને પામ્યા પછી તેની જરૂર નહિ રહે ત્યારની વાત જુદી છે પણ અત્યારે તો આપણને પ્રશસ્ત રાગની જરૂર છે. આથી સંસાર રૂપ સાગરથી નિસ્તારને પામવાની અભિલાષાવાળા આત્માઓએ, સૌથી પહેલાં તો પોતાના રાગને અપ્રશસ્ત-સ્વરૂપ નહિ રહેવા દેતાં, પ્રશસ્ત-સ્વરૂપ બનાવી દેવો જોઇએ. લોભ, પરિગ્રહાભિલાષ અને ક્રૂરતાની સાથે સાગર-કુરંગની મૈત્રીઃ અહીં તો શ્રી પ્રબોધ નામના પ્રવરજ્ઞાની પરમ ગુરૂવર ફરમાવે છે કે-લોભ, પરિગ્રહાભિલાષ અને ક્રૂરતા, એ ત્રણમાંથી લોભે જે પોતાની, પોતાના પુત્ર પરિગ્રહાભિલાષની અને ક્રોધપુત્રી ક્રૂરતાની ઓળખાણ આપી, એ સાંભળીને “મદન શેઠના જે “સાગર” અને “કુરંગ' નામના બે દીકરા હતા, તે હર્ષિત થયા અને હર્ષિત બનેલા તેઓ લોભ, પરિગ્રહાભિલાષ તથા ક્રૂરતા એ ત્રણની સાથે રમવા લાગ્યા. એમ કરતાં કરતાં તેઓને પરસ્પર Page #332 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ૩૨૧ મૈત્રી થઇ ગઇ. મદન શેઠના સાગર નામના પુત્રે માત્ર લોભ અને પરિગ્રહાભિલાષ એ બેની સાથે જ મૈત્રી કરી, પણ ક્રૂરતાની સાથે મૈત્રી કરી નહિ : જયારે “મદન” શેઠના “કુરંગ” નામના પુત્રે તો તે બે બાળકો અને એક બાલિકા-એ ત્રણેયની સાથે મૈત્રી કરી. તેમાં પણ ક્રૂરતાની સાથે તો તે કુરંગે સવિશેષ મૈત્રી કરી. આ કથનનું તાત્પર્ય એ જ છે કે- “મદન” શેઠના સાગર અને કુરંગ નામના બન્નેય પુત્રો નાનપણથી જ લોભી તથા પરિગ્રહાભિલાષી બન્યા હતા અને કુરંગ તો લોભી તથા પરિગ્રહાભિલાષી બનવા સાથે સવિશેષ ક્રૂર પણ બન્યો હતો. બાલકોની માગણી અને માતા-પિતાનો નિષેધ : તેઓની આ મનોદશા નાનપણથી જ હોવા છતાં પણ, બાલ્યવય એવી છે કે જે ભયથી અભિભૂત હોય છે અને એથી લોભ આદિ દુર્ગુણોનો પ્રવેશ વિશેષ પ્રગટપણાને પામી શકે નહિ. બાલ્ય વયમાં લોભાદિની મિત્રાચારી સધાયાનું ફરમાવ્યા બાદ, પ્રવરજ્ઞાની ગુરૂ મહારાજા ફરમાવે છે કે-ભયાભિભૂત એવી બાલવયને લંઘીને તે બન્ને શ્રેષ્ઠિપુત્રો ક્રમે કરીને મનોહર યૌવનને પામ્યા. જેમ તેઓ યૌવનને પામ્યા, તેમ તેઓના અંતરંગ મિત્રો પણ યૌવનને પામ્યા છે એમ માની જ લેવું. બન્ને ભાઈઓ લોભ અને પરિગ્રહાભિલાષના મિત્રો તો છે જ, એટલે એ વિષયમાં તો બન્ને ય એક સરખા જ રહેવાના. કુરંગમાં એક ક્રૂરતા વિશેષ છે, એટલે તે બેની સાથે આ ત્રીજી વસ્તુનો પણ અનુભવ કરાવશે જ. પોતાના મિત્રો સાથે વધેલા તેઓ મનોહર યૌવનને પામ્યા કે તરત જ, તેઓમાં લોભે અને પરિગ્રહાભિલાષે સ્વામિત્વ મેળવ્યું. એટલે કે-તેઓના અંતરમાં દ્રવ્યના ઉપાર્જનનો અભિલાષ જાગ્યો. આવો અભિલાષ જગાડવો, એ તો લોભ અને પરિગ્રહાભિલાષનો સ્વભાવ જ છે. પોતાના એ અભિલાષને તેઓએ પોતાના પિતાશ્રી તથા માતુશ્રી સમક્ષ પ્રગટ કર્યો, પણ તેઓનાં માતાપિતાએ તેઓને એ વિષયમાં અનુમતિ આપી નહિએટલું જ નહિ, પણ તેઓને તે અભિલાષથી રોકવાનો પ્રયત્ન કર્યો. Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ ચૌદ ગુણસ્થાન ભાગ-૨ દેશાન્તર-ગમન : માતા-પિતાએ તો, દ્રવ્યોપાર્જન માટે દેશાત્તર જવાની મનાઇ કરી, પણ સાગર અને કુરંગે પોતાની હઠ છોડી નહિ. તેઓ લોભ અને પરિગ્રહાભિલાષ રૂપ પોતાના મિત્રોથી પ્રેરાએલા હતા. એ મિત્રોએ એ બન્નેય ઉપર એવું સ્વામિત્વ પ્રાપ્ત કરેલું હતું, કે જેથી તેઓ ઉપકારી માતાપિતાની અવગણના કરીને પણ પોતાના મિત્રોની પ્રેરણાને જ માન આપે. આથી તેઓ માતા-પિતાની આજ્ઞાની ઉપરવટ થઈને, દ્રવ્યોપાર્જન કરવાને માટે, વેચવાનો માલ સાથે લઈને દેશાન્તર તરફ રવાના થયા. લોભ આદિ સહવાસ છોડે તેમ નથીઃ સાગર અને કુરંગે તો લોભ અને પરિગ્રહાભિલાષને મિત્રો તરીકે સ્વીકારેલ છે, પણ શું ખરેખર તેઓ મિત્રો જ છે ? લોભ અને પરિગ્રહાભિલાષ, એ શું એની મૈત્રી કરનારના મિત્ર બની રહે એવા છે? જો માત્ર સહવાસને જ મૈત્રી કહેવામાં આવે, તો તો લોભ અને પરિગ્રહાભિલાષ મિત્ર ઠરે તેમ છે : કારણ કે-તમે જો લોભ અને પરિગ્રહાભિલાષની સાથે મૈત્રી બાંધો અને તેની પ્રેરણાએ ચાલ્યા કરો, તો એ તમારે કેડો છોડે તેમ નથી. તમે છોડવા મથો અને એ છૂટે-એ વાત જૂદી છે, બાકી એ તો શાશ્વત કાળના સહવાસી બને એવા છે ! વિચારવાનું એ જ છે કે-આવા સહવાસી મિત્રો મળે, એમાં આપણને લાભ કે હાનિ? સ. હાનિ. તદન સાચી વાત, પણ લોભ અને પરિગ્રહાભિલાષ એ મિત્ર રૂપ નથી પરતુ દુશ્મન રૂપ છે, એમ હૃદયપૂર્વક માનનારા કેટલા? અને એમ માનીને દુશ્મન રૂપ લોભ અને પરિગ્રહાભિલાષના સંસર્ગથી બચવાનો પ્રયત્ન કર્યા કરનારા કેટલા? તમને લોભ અને પરિગ્રહાભિલાષનો સંસર્ગ ખટકે છે કે તમે એને વહાલથી બોલાવો છો, એ વાત બરાબર વિચારી લેવા જેવી છે. Page #334 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ અજ્ઞાનથી દુશ્મન મિત્ર લાગે છે : ૩૨૩ મિત્ર તે કહેવાય, કે જે આપત્તિને આવવા ન દે, આવેલી આપત્તિથી ઉગરી જવામાં સહાય કરે અને એવા માર્ગે દોર્યા કરે કે જે માર્ગે આપત્તિઓ ન હોય, પણ કલ્યાણની જ પ્રાપ્તિ હોય. આપત્તિના માર્ગે દોરી જનાર મિત્ર નથી પણ દુશ્મન જ છે. મિત્ર તો કલ્યાણકામી હોય. મિત્ર તે કહેવાય, કે જે મિત્રના ભલામાં રાજી હોય. જે માર્ગે જતાં થોડોક લાભ હોય અને ઘણું ઘણું નુક્શાન હોય, તેવા માર્ગે દોરી જનારને મિત્ર ન કહેવાય, પણ અજ્ઞાન રૂપ મહાશત્રુને વશ બનેલા આત્માઓ શત્રુને મિત્ર અને મિત્રને શત્રુ માનનારા હોય, એમાં અસ્વાભાવિક જેવું કાંઇ જ નથી. મિત્ર રૂપે રહેલ દુશ્મન ખૂબ ખૂબ હાનિને પહોંચાડી શકે છે, અનેક રીતિએ આફતોમાં મૂક્યા કરે છે, પણ અજ્ઞાનના યોગે એ દુશ્મન દુશ્મન રૂપે સમજાતો નથી. લોભ અને પરિગ્રહાભિલાષ, એ બન્ને આત્માના દુશ્મનો જ છે, પણ એ દુશ્મનોને દુશ્મન રૂપે સમજી, તેના સંસર્ગથી દૂર રહેવાનો પ્રયત્ન કરનારાઓ આ જગતમાં વિરલ જ છે. લોભ એ પાપનો બાપ છે ઃ લોભ અને પરિગ્રહાભિલાષને મિત્ર રૂપે માનનારાઓએ ચેતવા જેવું છે. એ બે ગુણો નથી પણ દોષો જ છે. આ બે દોષો અનેક દોષોનું મૂળ છે, એમ કહીએ તો પણ ચાલી શકે. લોભની તો પાપના બાપ તરીકેની પ્રસિદ્ધિ છે. પાપના પિતા સમાન લોભ જ્યાં હોય, ત્યાં પરિગ્રહનો અભિલાષ હોવો એ કાંઇ નવીન વાત નથી. આ બન્ને દોષોની આધીનતામાં પડેલાઓ-આ બન્ને દોષોને દુશ્મન રૂપે નહિ માનતાં મિત્ર રૂપે માની બેઠેલા આત્માઓ, વધતે વધતે કેટલા બધા પાપમય જીવનના ઉપાસક બની જાય છે, એ તો આપણે આ સાગર અને કુરંગ નામના બે શ્રેષ્ઠિપુત્રોના જીવન ઉપરથી પણ આગળ જોઇ શકીશું. સાચા સ્વામિઓને માનવાની લાયકાત ન રહે : Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ લોભ અને પરિગ્રહાભિલાષ નામના બે ભયંકર દોષો, કે જે દુખનની ગરજ સારનારા છે, તેઓને મિત્ર માનવાની બુદ્ધિ એ કારમી બુદ્ધિ છે. આત્માના અનેક શત્રુઓને પ્રોત્સાહન આપનારા આ બે શત્રુઓ છે. આ બે શત્રુઓને જો શત્રુઓ તરીકે ન ઓળખાય, તો તે આત્માના મિત્ર જેવા બનીને આત્માના હિતનું કાસળ કાઢનારા છે. એવા કારમા શત્રુઓ કોઈ પણ પ્રકારે મિત્રો ન મનાઈ જાય, એની ખૂબ જ કાળજી રાખવાની જરૂર છે. પીગલિક પદાર્થોનો લોભ, એ ખરેખર પાપોનો બાપ જ છે. એ આત્માનો મિત્ર બને, તેની સાથે જ આત્મામાં પરિગ્રહનો અભિલાષ ઉગ્રપણે જન્મ્યા વિના રહેતો નથી. આ બન્ને ઉગ્રપણે આત્મા ઉપર સ્વામિત્વ મેળવે છે, પછી આત્મામાં સાચા સ્વામિઓને માનવાની લાયકાત રહેતી નથી. એવા આત્માઓ દેવ-ગુરૂની આજ્ઞાની કારમી અવગણના કરે, એમાં નવાઈ પામવા જેવું નથી. એવા આત્માઓ ઉપકારી માતા-પિતાની હિતકર આજ્ઞાની પણ ઉપરવટ થાય, એમાં કશું જ આશ્ચર્ય પામવાનું કારણ નથી. આપણે જોયું કે- “મદન” શેઠના પુત્રો એ શત્રુઓ રૂપ મિત્રોની પ્રેરણાથી જ, માતા-પિતાએ નિષેધ કરવા છતાં પણ, વેચવાનો માલ લઈને દ્રવ્યનું ઉપાર્જન કરવાને માટે દેશાન્તરમાં ચાલ્યા. મહાલોભ અને મહાપરિગ્રહનો અભિલાષ, આત્માને અતિ હીન કોટિનો પર્ણ નફફટ બનાવી શકે છે અને એથી તેવા આત્માઓ આ વિશ્વમાં પણ ફીટકારને પામનારા બની જાય છે. રસ્તામાં લુંટાવું અને પાને પહોંચવું? હવે આપણે અહીં શું બને છે તે જોઈએ. પાપનો ઉદય પણ પોતાનું કાર્ય કર્યા વિના રહેતો નથી. પુણ્યનો ઉદય જેમ અનુકૂળતા કરી આપે છે, તેમ પાપનો ઉદય પ્રતિકૂળતા ઉભી કર્યા વિના રહેતો નથી. માતા-પિતાએ વારવા છતાં ધન કમાવાને માટે પરદેશમાં ચાલેલા તેઓને, અંતરાય કર્મના ઉદયથી રસ્તામાં ભિલ્લો મળ્યા. તે ભિલ્લોએ સાગર અને કુરંગની પાસે જે ધન હતું, તેમાંનું ઘણું ધન લુંટી લીધું. કમાવા જતાં પ્રથમ તો ગુમાવાનો પ્રસંગ ઉભો થયો. એકલા ઉદ્યમથી કાર્યસિદ્ધિ માનનારા ખરે જ અજ્ઞાન છે. Page #336 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ૩૨૫ અંતરાયના ઉદય સમયે પણ થોડું પુણ્ય બાકી હતું, એટલે અંતરાયના ઉદયથી લુંટાયા તો ખરા, પણ થોડું દ્રવ્ય તેઓ પાસે બચી ગયું. લુંટાયા એ પાપના ઉદયથી અને થોડું પણ રહેવા પામ્યું એમાં પુણ્યનો ઉદય માનવો જ રહ્યો. પુણ્યના ઉદયથી રહી જવા પામેલા તે થોડા દ્રવ્યને લઇને, તે બન્ને “ધવલપુર નામના પત્તને પહોંચ્યા. પાપવ્યાપારોની વૃદ્ધિ : તે નગરમાં પહોંચેલા તે બન્નેએ, પોતાની પાસે જે દ્રવ્ય બાકી રહ્યું હતું, તેનાથી ધવલપુર નામના તે પત્તનમાં એક હાટ ગ્રહણ કરી. હાટ ગ્રહણ કરીને તેઓ તે પત્તનમાં વ્યવસાય કરે છે. એ વ્યવસાયમાં તે બે ભાઇઓ બે હજાર સોનૈયા પેદા કરે છે, પણ તે પેદા કરતાં તેઓને હજારો દુઃખો ભોગવવાં પડ્યાં છે. હજારો દુઃખોથી બે હજાર સોનૈયા પેદા કરે છે, તે છતાં પણ તેઓની તૃષ્ણા શમતી નથી પરંતુ વૃદ્ધિ પામે છે. લોભ અને પરિગ્રહાભિલાષ, એ એવા પાપમિત્રો છે કે-તેઓને વશ થયેલા આત્માઓ હજારો દુઃખો ભોગવવા છતાં, તૃષ્ણા ઉપર કાબૂ મેળવી શકતા નથી. હજારો દુ:ખોએ કરીને બે હજાર સોનૈયા મેળવ્યા તો ખરા, પણ તે બે હજાર સોનૈયાથી તેઓની તૃષ્ણા શમી નહિ, પણ ઉલ્ટી ખૂબ ખૂબ વધી. વધી ગઈ છે અતિશય તૃષ્ણા જેઓની એવા તેઓ, પાપથી નિર્ભય બન્યા અને અનેક આરંભજનક વ્યાપારો કરવાને પણ તૈયાર થયા. અતિશય ધનતૃષ્ણાને આધીન બનેલા તેઓ હવે ભયંકર પાપવ્યાપારોને કરવા લાગ્યા. કપાસ અને તેલ આદિની ભાંડશાલાઓ એટલે કે વખારો પણ તેઓએ કરી, ખેતીને પણ તેઓ કરાવવા લાગ્યા અને શેલડીનાં ક્ષેત્રો કરાવવાને પણ તેઓ ચૂક્યા નહિ. વળી તેઓ ત્રસ જીવોથી ભરેલા તલોને પણ પીલાવા લાગ્યા અને ગુલિકા આદિના પણ વ્યાપાર કરાવવા લાગ્યા. આ રીતિએ તેઓ પોતાની તૃષ્ણાના જોરે અનેક પ્રકારના પાપવ્યાપારોને કરે છે. એવા અનેક પ્રકારના પાપવ્યાપારો દ્વારા, પૂર્વનું પુણ્ય હોવાને લઇને, તેઓ પાસે પાંચ હજાર સોનૈયા થયા. ભયંકર ભયંકર પાપોને આચરીને તેઓએ ત્રણ હજાર સોનૈયા વધાર્યા અને Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ ચૌદ પુણસ્થાનક ભાગ-૨ પૂણ્યની મુડી વટાવી. પુણ્ય ખોયું અને ભયંકર પાપોની ખરીદી કરી. સંસારની પ્રવૃત્તિઓ મોટે ભાગે આવી હોય છે. લાભથી લોભની વૃદ્ધિઃ લોભનો સ્વભાવ લાભથી વધવાનો છે, પણ ઘટવાનો નથી. લોભ અને પરિગ્રહનો અભિલાષ, એ જો લાભથી શમતા હોત, તો જગતની આવી કરૂણ દશાનું દર્શન ન થતું હોત પણ એ બે તો જેમ જેમ લાભ થાય, તેમ તેમ પ્રાયઃ વૃદ્ધિ જ પામતા જનારા હોય છે. લાભથી વૃદ્ધિ પામનારા એ બે જણા, લોભ અને પરિગ્રહાભિલાષની ગાઢ મૈત્રીના પ્રતાપે, બે હજારથી પાંચ હજારને પામેલા બન્યા તો પણ, સંતોષને પામી શક્યા નહિ. પાંચ હજાર સોનૈયાની મુડી થતાં, તેઓના હૈયામાં દસ હજાર સોનૈયા મેળવવાની ઇચ્છા જન્મી. ભયંકર પાપોના આસેવનથી તેઓને દશ હજાર સોનૈયા પણ મલ્યા. તે પછી ક્રમસર દશ હજારમાંથી વીસ હજારની, વીસ હજાર મલ્યા પછી ત્રીસ હજારની, ત્રીસ હજાર મલ્યા પછી ચાલીસ હજારની, ચાલીસ હજાર મલ્યા પછી પચાસ હજારની, પચાસ હજાર મલ્યા પછી સાઠ હજારની, સાઠ હજાર મલ્યા પછી સીત્તેર હજારની, સીત્તેર હજાર મલ્યા પછી એસી હજારની, એસી હજાર મલ્યા પછી નેવું હજારની અને અનેકાનેક પાપોના આસેવનથી તે પણ મલ્યા પછી, લાખ સોનૈયા મેળવવાની ઇચ્છા પણ તેઓના હૈયામાં જન્મી. પાપારંભોથી તેઓની તે ઇચ્છા પણ, પૂર્વના પુણ્યના પ્રતાપે, પૂર્ણ થઇ એટલે કે-એકલાખ સોનૈયાના પણ તેઓ સ્વામી થયા. ક્રોડ સોનૈયા મળવા છતાં તૃષ્ણા ન શમી : આમ લાભથી તેઓનો લોભ વધતો જ ગયો. પુણ્યની મહેરબાનીથી જેમ જેમ લાભ મળતો ગયો તેમ તેમ મિત્ર બની બેઠેલા લોભ અને પરિગ્રહાભિલાષ પણ પુષ્ટ થતા ગયા. પુષ્ટ થયેલા એ બે પાપ-મિત્રોના પ્રભાવથી, તેઓની ઇચ્છા વૃદ્ધિ જ પામતી થઇ અને અંતે તેઓને એક ક્રોડ Page #338 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ૩૨૭ સોનૈયા પૂર્ણ કરવાની ઇચ્છા થઇ. આ ઇચ્છાને પૂર્ણ કરવાના હેતુથી, તેઆએ ઘોર પાપોનું આચરણ આરંભ્યું. ક્રોડ સોનૈયાની પ્રાપ્તિના હેતુથી તેઓએ મોટાં મોટાં ગાડાંઓના સમુદાયોને વિવિધ દેશાંતરોમાં મોકલ્યા, સાગરમાં ઝહાજો વહેતાં મૂક્યાં, ઉંટોની મંડલિઓ ઘુમાવવા માંડી, રાજકુલમાંથી પટ્ટે અનેક શુક્લસ્થાનો ગ્રહણ કર્યા, ઘણી ગણિકાઓને રાખીને કુટ્ટણખાનાં શરૂ કર્યા અને ઘોડા આદિની હેડો બાંધી. આવાં અનેકવિધ પાપાચરણોને તેઓએ આચર્યા એવાં ક્રોડો પાપોથી તેઓની પાસે પૂર્વના પુણ્યોદયથી એક ક્રોડ સોનૈયા પણ પૂર્ણ થયા. બે હજાર સોનૈયાથી વધતાં વધતાં એક ક્રોડ સોનૈયાના માલિક થવા છતાં પણ, તે બીચારાઓને શાંતિ ન થઇ : કારણ કે-તેમના લોભ અને પરિગ્રહાભિલાષ રૂપ બન્ને પાપ-મિત્રો પણ ખૂબ જ પુષ્ટ થયા હતા. લોભ અને પરિગ્રહાભિલાષ રૂપ તેમના પાપ-મિત્રો જરા પણ કરમાય એવી તો સ્થિતિ જ હતી નહિ. જેમ જેમ લાભ થતો હતો, તેમ તેમ તેઓ પણ પુષ્ટ જ થતા હતા અને તેઓના વશવર્તિપણાથી આ બીચારાઓ પણ વૃદ્ધિ પામતી ઇચ્છાથી રીબાતા જ જતા હતા. ક્રોડ સોનૈયા મલ્યા પછી, એ બે પાપ-મિત્રોના વશથી તેઓના અંતરમાં ક્રોડ રત્નો મેળવવાની ઇચ્છા જન્મી અને તે ઇચ્છાના જન્મ સાથે તેને પોષી પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવાને માટે ક્રોડ સોનૈયા તો તેઓની પાસે હતા જ. ક્રૂરતાએ આપેલી સલાહ : હવે ક્રોડ રત્નો મેળવવાની ઇચ્છાથી, એ બન્નેના અંતરમાં રત્નભૂમિ પ્રત્યે જવાની ઇચ્છા જન્મી. આથી તેઓએ પોતા પાસે જે હતું તે સઘળું ય ઝહાઝમાં નાખ્યું. સઘળું ય ઝહાઝમાં નાખીને તેઓએ રત્નભૂમિ તરફ પ્રયાણ કર્યું. આ રીતિએ એક જ જાતના મિત્રોની પ્રેરણાથી રત્નભૂમિ તરફ પ્રયાણ કરવા તો બન્ને ય સમ્મત હતા અને એથી બન્નેય જણે સાથે જ પ્રયાણ પણ કર્યું : પણ આપણે જાણીએ છીએ કે-મોટાના બે મિત્રો હતા, ત્યારે નાના કુરંગને બે મિત્રો સાથે એક સખી પણ હતી, તે જેનું નામ ક્રૂરતા છે અને જેણી વૈશ્વાનર એટલે ક્રોધની દીકરી છે. એ સખીએ પોતાના સખા કુરંગનું Page #339 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ૩૨૮ અધિક હિત (?) ઇચ્છયું. પોતાનો સખા આ બધી મીલ્કતનો અડધો માલીક રહે, એ શ્રીમતી ક્રૂરતાથી ન સહાયું. એથી ક્રૂરતા કુરંગના કાને ગાઢપણે વળગી. જાણે ૫૨મ હિનૈષિણી હોય તેમ તેણી પોતાના પરમ સખા કુરંગને કાનમાં કહે છે કે “આ સાગર એતારા આ ધનના અંશને હરનારો છે, એટલે કેભાગીદાર છે. એને મારીને આ સઘળાય ધનને તું પોતાને આધીન કરી લે; કારણ કે-આ જગતમાં ધની લોકો સઘળા પણ સુજનો કહેવાય છે.” ક્રૂરતાના સંગથી ભાઇ શત્રુ ભાસ્યો ઃ ‘ક્રૂરતા’ નામની હિનૈષિણી બની બેઠેલી કુરંગની સખીએ, પોતાના મિત્ર બની ચૂકેલા કુરંગને આવી કારમી સલાહ આપી. માત્ર એક જ દિવસે આવી સલાહ આપીને તેણી અટકી નથી, પણ એ પ્રમાણે તેણી રોજ ને રોજ કહે છે. રોજ ને રોજ તેણીના કહેવાથી કુરંગને પણ તે વાત તે જ રીતિએ પરિણામ પામી ગઇ. કુરંગને પણ થઇ ગયું કે- ‘મારી આ સખીની સલાહ ઘણી જ સુંદર છે. મોટા ભાઇને મારી નાખવાથી હું આ સઘળી ય મીલ્કતનો સ્વામી બની શકીશ. જગતમાં તો ધનવાનો સઘળા ય પણ, તેઓ ગમે તેવા હો તો પણ, સુજનો મનાય છે.’ આવા વિચારથી ક્રૂરતાનું સામ્રાજ્ય કુરંગના અંતરમાં સ્થપાયું. લોભસ્વરૂપ સાગરનું અને પરિગ્રહાભિલાષનું સામ્રાજય તો પ્રથમથી સ્થપાયેલું હતું જ અને હવે ક્રૂરતાનું સામ્રાજય પણ સ્થપાયું. એના પરિણામે ભાઇ અને તે પણ મોટો, હવે ભાઇ મટ્યો અને શત્રુ ભાસ્યો. લોભ અને પરિગ્રહાભિલાષની સાથે જ્યાં ક્રૂરતા ભળે, એટલે માણસ માણસ મટી જાય છે અને રાક્ષસ બની જાય છે. રાક્ષસ બન્યા વિના વડિલ બંધુના વિનાશના વિચારને આધીન થવું, એ તદ્દન અશક્ય છે. સાગરને સાગરમાં ફેંકી દીધો : લોભ અને પરિગ્રહાભિલાષથી રીબાતો કુરંગ ક્રૂરતાને વશ બન્યા પછીથી, પોતાના ડિલ બંધુ સાગરનો વિનાશ સાધવાના વિચારમાં જ Page #340 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ૩૨૯ રમતો હતો. એ વિચારને સફળ કરવાને માટે, તે પોતાના વિડેલ બંધુના છિદ્રને શોધતો હતો. આ દશામાં તેણે પોતાના આત્માને કેટલો ભારે બનાવ્યો હશે ? હજુ સાગર જીવે છે, પણ તે દરમ્યાનમાંય કુરંગના આત્માએ દુષ્ટ વિચારો દ્વારા પોતાનું કેટલું બધું અનિષ્ટ સાધ્યું હશે ? તમે ય તમારી દશા વિચારજો કે-રોજ આર્ત્ત અને રૌદ્ર ધ્યાન દ્વારા તમે તમારા આત્માનું કેટલું અનિષ્ટ કરી રહ્યા છો ! ખેર, અહીં તો એક વાર કુરંગને તક મળી ગઇ અને એવી તકની દિવસો થયાં રાહ જોઇ રહેલા કુરંગે, પોતાના મોટા ભાઇ સાગરને સાગરમાં નાખી દીધો. પોતાના લઘુ બંધુ દ્વારા સાગરમાં ફેંકાયેલો સાગર પણ લોભ અને પરિગ્રહાભિલાષનો તો પૂજારી હતો જ, એટલે આવા પ્રસંગે તે અશુભ ધ્યાનથી જ વ્યાપ્ત હોય એ સહજ છે. કુરંગ દ્વારા સાગરમાં ફેંકી દેવાએલો તે સાગર, સાગરના જળની પીડાથી પીડિત શરીરવાળો પણ બન્યો. સાગરના જળની અતિશય પીડાથી પીડિત શરીરવાળો અને અશુભ ધ્યાનથી ઉપગત થયેલો તે સાગર, મરીને ત્રીજી નરકમાં નારકી થયો. કુરંગની પણ દુર્દશા : સાગરને આ રીતિએ મારી નાખ્યા બાદ, બહારનો દેખાવ કરવાને માટે કુરંગે પોતાના ભાઇનું મૃતકાર્ય કર્યું, પણ ભાઇના મરવાથી હૃદયમાં તો તે હૃષ્ટ થયો. મોટા ભાઇને મારી નાખવાથી પોતે હવે સઘળીય મીલ્કતનો માલીક બન્યો, એ વિચારથી હુષ્ટ બનેલો કુરંગ જેટલામાં કાંઇક પણ દૂર જાય છે, તેટલામાં તો એકદમ પ્રવહણ ફુટ્યું, અંદરનો લોક ડૂબ્યો અને બધો માલ પણ સાગરમાં ગળી ગયો. અતિ ઉગ્ર પાપ પણ આ લોકમાં ય ફળે છે. એવું આ કુરંગના સંબંધમાં પણ બન્યું. પોતાના વડિલ ભાઇને મારીને સઘળીય લક્ષ્મીના સ્વામી બનવાની લાલસામાં રમતા તેણે ભાઇને માર્યો, પણ તેની લાલસા ફલવતી ન બની. ભાઇનું મૃતકાર્ય કરીને આગળ ચાલ્યો કે તરત જ ઝહાજ ફુટ્યું અને સઘળીય મીલ્કત, કે જેના માલિક બનવાની તેની ઇચ્છા હતી, તે દરીયામાં ડૂબી અને સાથેનો લોક પણ Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ ચોદ ગુણસ્થાનક ભાગ-૨ દરીઆમાં ડૂળ્યો. કાંઇક આયુષ્ય બાકી, એટલે કુરંગના હાથમાં એક પાટીયું આવ્યું. એ પાટીઆને પામીને એ કુરંગ જેમ-તેમ કરીને ચોથે દિવસે સાગરના તીરે સંપ્રાપ્ત થયો. તીરે પહોંચ્યા પછી પણ, એ બીચારો ધનની અને ભોગની લાલસાથી મુક્ત નથી બન્યો. આવી આપત્તિથી બચ્યા છતાં પણ, તે ધનની અને ભોગની લાલસામાં જ ફસ્યો છે. “ફરીથી પણ ધનનું ઉપાર્જન કરીને હું ભોગોને ભોગવીશ.' -આ પ્રમાણે ખૂબ ખૂબ વિચારશીલ બનેલો તે વનમાં ભટકવા લાગ્યો. એ રીતિએ વનમાં ભટકતો તે કોઇ એક વાર સિંહ દ્વારા મરાયો અને “ધૂમપ્રભા' નામની પાંચમી નરકમાં પહોંચ્યો. આખીએ જીંદગી લોભવશ બની, પરિગ્રહની અભિલાષામાં ઓતપ્રોત થઇ, સાગરે ત્રીજી નરક સાધી અને લોભ તથા પરિગ્રહાભિલાષની સાથે ક્રૂરતાને પણ સાથીદાર બનાવીને કુરંગે પાંચમી નરક સાધી. દુશ્મનોને મિત્ર રૂપે માની તેને આધીન બનવાનું જ આ કારમું પરિણામ છે. આત્માના હિતને હણનાર લોભ આદિની સાથે મૈત્રી સાધનારાઓ, પોતાના આત્માની સાથે શત્રુતાને જ આચરે છે. પણ લઘુકર્મિતાને પામ્યા વિના આ વાત હૈયામાં જીવી, એ ય મુશ્કેલ છે. જ્યારે ભાગ્યશાળી આત્માઓ તો આવા પ્રસંગોને સાંભળતાં લોભ, પરિગ્રહાભિલાષ અને ક્રૂરતાના સંગથી સદાને માટે દૂર રહેવાનો જ વિચાર કરે. કારમું ભવભ્રમણ ઃ આ રીતિએ તે બે આત્માઓના સાગર અને કુરંગ તરીકેના ભવનું વર્ણન કર્યા બાદ અને ત્યાંથી અનુક્રમે ત્રીજી અને પાંચમી નરકે ગયાનું જણાવ્યા બાદ, શ્રી પ્રબોધ નામના તે પ્રવરજ્ઞાની ગુરૂવર ફરમાવે છે કે તે પછી તે બન્નેય સંસારમાં ભમીને જેમ-તેમ કરીને પણ “અંજન' નામના પર્વત ઉપર સિંહ રૂપે થયા. ત્યાં પણ તે બન્નેએ એક ગુફાની ખાતર યુધ્ધ કર્યું. તેમાં તે બન્નેનું મૃત્યુ થયું અને એ રીતિએ મરીને તે બન્ને ત્યાંથી ચોથી નરકમાં ગયા. ત્યાર બાદ તે બન્ને સર્પ થયા. સર્પના ભવમાં પણ તે બન્ને એક નિધાન ઉપર મૂછિત બન્યા. એ એક નિધાન ખાતર તે બે મોટું યુધ્ધ Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૩૧ ચૌદ ગુણસ્થાન ભાગ-૨ ––––––––– કરવા લાગ્યા. એક નિધાન ખાતર મોટું યુધ્ધ કરતા અને ચાલ્યું ગયું છે શુધ્ધ ધ્યાન જેઓનું એવા તે બે મરીને ધૂમપ્રભા નામની પાંચમી નરકપૃથ્વીએ પહોંચ્યા. ત્યાર બાદ ઘણા ભવો ભટક્યા પછી, તે બે એક વણિકની સ્ત્રીઓ રૂપે થયા. ત્યાં પણ તેઓનો પતિ વણિક મર્યા પછી, તે બન્ને સ્ત્રીઓ પતિના વિભવ માટે યુધ્ધ કરવા લાગી. એ રીતિએ વિભવ માટે યુધ્ધ કરતી તે સ્ત્રીઓ રૂપે રહેલા તે બેઉ ત્યાંથી મરીને છઠ્ઠી નરકે ગયા. ફરીને પણ તેઓ સંસારમાં ભમીને એક રાજાના પુત્રો રૂપે ઉત્પન્ન થયા. ત્યાં પણ રાજા મર્યા બાદ તે બન્ને રાજયના લોભમાં પડ્યા અને રાજયને માટે કલહ કરતા કરતા મર્યા. રાજય માટે કલહ કરતા કરતા મરીને, તેઓ ‘તમતમા’ નામની સાતમી નરકે પહોંચ્યા. વિચારો કે-લોભ આદિને આધીન બનવાથી કેવા કારમા ભવભ્રમણની દશા પ્રાપ્ત થઈ? દુર્લભ મનુષ્યભવને દોષોના સંગથી હારી ગયા પછીથી, આત્માને ક્યાં કેવી દશામાં ભટકવું પડશે, એનો વિચાર કરીને આ જીવનમાં દોષોના સંગથી જેમ બને તેમ બચતા રહેવાનો જ પ્રયત્ન કરવો અને ગુણપ્રાપ્તિ માટે યત્નશીલ બન્યા રહેવું, એ હિતાવહ છે. ન દીધું, ન ભોગવ્યું અને - હવે આ પ્રમાણે બન્નેના પૂર્વભવોને જણાવીને, શ્રી ‘પ્રબોધ' નામના પ્રવરજ્ઞાની ગુરૂદેવ ફરમાવે છે કે"एवं दव्यनिमित्तं, सहियाओ तेहि वेयणा विविहा । न य तं कस्सइ दिण्णं, परिमुत्तं तं सयं नेव ।।१।।" તેઓશ્રી એ જ સૂચવે છે કે-તે બન્નેએ દ્રવ્ય નિમિત્તે વિવિધ વેદનાઓ સહન કરવામાં કશી જ કમીના રાખી નહિ, છતાં ન તો તેઓ તે દ્રવ્યનું કોઇને દાન કરી શક્યા કે ન તો તેને સ્વયં ભોગવી શક્યા ! વિવિધ આફતોને સહીને ઉપાર્જેલું દ્રવ્ય, દાન કે ભોગમાં કામ લાગ્યું નહિ અને એ દ્રવ્યના ઉપાર્જનને માટે આચરેલાં પાપોના પરિણામે તેઓ ભયંકર દુર્દશાને ભોગવનારા બન્યા ! કારમા કષ્ટોને વેઠીને ઉપાર્જેલા દ્રવ્યથી તેઓ ન તો આ લોકને સુધારી શક્યા કે ન તો પરલોકને સુધારી શક્યા, એ જેવી-તેવી Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ ચૌદ ગુણસ્થાનકે ભાગ-૨ વાત નથી. આ રીતિએ દ્રવ્યના નિમિત્તે જીવો અનેક વેદનાઓ ભોગવે છે, એ પ્રતાપ લોભનો અને પરિગ્રહાભિલાષનો છે. લોભમાંથી પરિગ્રહનો અભિલાષ જન્મે છે અને એની પાછળ ક્રોધ અને ક્રૂરતા આદિ પણ પ્રાયઃ આવે છે. આ બધાં પાપોની સેવામાં પડેલાઓ, આ લોકનું સુખ પણ નથી પામતા અને પરલોક બગાડી ચિરકાલ સંસારમાં પરિભ્રમણ કરે છે. એવા જીવોની વેદનાઓ, ખરે જ વચનાતીત બની જાય છે. એવા જીવો અનંતકાલ સુધી દયામય દશા જ ભોગવતાં રહે છે. એ ધ્યાનમાં રાખવાને માટે આ બે પણ દ્રષ્ટાન્ત રૂપ છે. સાગર અને રંગ તે જ શ્રી કીર્તિચન્દ્ર નરનાથ અને સમરવિજય ક્યારઃ હવે સાગર અને કુરંગના સમ્બન્ધમાં શ્રી પ્રબોધ નામના પ્રવજ્ઞાની ગુરૂવર્ય ફરમાવે છે કે-આ પછીથી પૂર્વભવમાં કાંઇક પણ તેવા પ્રકારે અજ્ઞાન તપને કરીને, તે બન્ને પૈકી જે સાગરનો જીવ, તે તું આ દશાને પામ્યો છે અને કુરંગનો જીવ તે સમરવિજય છે. આ કથાની શરૂઆત કરતાં ગુરૂવ મદન શેઠના સાગર અને કુરંગ એ બે પુત્રોની હકીકત જણાવી હતી. તે વખતે બન્ને ય ભાઇઓ લોભ તથા પરિગ્રહાભિલાષ એ બન્નેના મિત્ર બન્યા હતા અને કુરંગે તો કુરતાની સાથે પણ સવિશેષ મૈત્રી સાધી હતી. આ ભવમાં સાગરનો જીવ, કે જે શ્રી કીર્તિચન્દ્ર રાજા તરીકે છે, તે લોભ અને પરિગ્રહાભિલાષ રૂપ પાપ-મિત્રોના સંસર્ગથી મુક્ત બનેલ છે. શ્રી કીર્તિચન્દ્ર નરનાથ તો એ બેયને દુશ્મન રૂપે પીછાની ચૂકેલ છે, પણ સમરવિજયની તો લોભ, પરિગ્રહાભિલાષ અને ક્રૂરતા સાથેની મૈત્રી અખંડ છે, એમ આપણે પૂર્વના વૃતાન્ત ઉપરથી જાણી શકીએ છીએ. આપણે જોયું છે કે-શ્રી કીર્તિચન્દ્ર નરનાથ નિધાન અને રાજય એ બન્ને ય સમરવિજયને સોંપી દઈને પોતે દીક્ષા ગ્રહણ કરવાને તત્પર બન્યા હતા. જયારે સમરવિજયે વારંવાર લોભ, પરિગ્રહાભિલાષ અને ક્રૂરતાની આધીનતા જ બતાવી હતી. સાગર અને કુરંગના જીવની ઓળખાણ કરાવ્યા બાદ- “સમરવિજયનો આગળનો Page #344 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ૩૩૩ વૃત્તાન્ત તો તમને પણ પ્રત્યક્ષ છે’ –એમ જણાવીને, પ્રવરજ્ઞાની શ્રી પ્રબોધ ગુરૂવરે એ વાત જણાવી છે કે-હજુ ય સમરવિજયનો કરેલો એક ઉપસર્ગ તારે સહવાનો છે, પણ તે ચારિત્ર ગ્રહણ કર્યા બાદ ! હે રાજન ! તું ચારિત્રને સ્વીકારશે, તે પછીથી તે સમરવિજય એક વાર તને ઉપસર્ગ કરશે. એ પછી ક્રૂરતાનો સંગી એવો તે સમરવિજય, અનેક ત્રસ અને સ્થાવર જીવોને અહિતકારી બનશે અને દુઃસહ દુઃખોથી પોતાના દેહનું દહન કરતો થકો તે અનન્ત સંસારમાં રઝળશે. શ્રી કીર્તિચન્દ્ર રાજાએ દીક્ષા લેવી ઃ શ્રી પ્રબોધ નામના પ્રવરજ્ઞાની ગુરૂમહારાજાના શ્રીમુખેથી પોતાના અને સમરવિજયના પૂર્વભવોનો વૃતાન્ત સાંભળવાથી, શ્રી કીર્તિચન્દ્ર નરનાથનો વૈરાગ્ય ખૂબ જ વૃદ્ધિને પામ્યો. ગુરૂવર પધાર્યા પહેલાં પણ શ્રી કીર્તિચન્દ્ર નરનાથે પોતાના છેલ્લા દિવસો વિરસપણે જ નિર્ગમન કર્યા હતા, એ વાત આપણે જાણીએ છીએ. અને પરમ ગુરૂદેવના શ્રીમુખે પૂર્વભવોનો વૃત્તાન્ત સાંભળવાથી તેમનો વૈરાગ્ય ખૂબ જ વૃર્લિંગત બન્યો. શ્રી કીર્તિચન્દ્ર નરનાથે તરત જ દીક્ષિત બનવાનો નિર્ણય કર્યો અને એ માટે રાજ્યનો કાર્યભાર તેમણે પોતાના ભાણેજ હરિકુમારને સુપ્રત કર્યો. હરિકુમાર રૂપ વૃષભ ઉપર રાજ્યધુરાને સંક્રમિત કરીને, ગુરૂ વૈરાગ્યથી પરિંગત બનેલા શ્રી કીર્તિચન્દ્ર નરનાથે વ્રત ગ્રહણ કર્યું. દીક્ષા પછીની અનુમોદનીય ઉત્તમ આરાધના : વ્રત ગ્રહણ કર્યા બાદ આ રાજર્ષિએ જે આરાધના કરી છે,તે પણ ખૂબ જ અનુમોદવા લાયક છે. એ રાજર્ષિએ અતિ ઉગ્ર તપશ્ચર્યાના આસેવનથી પોતાના દેહને શોષિત કરી નાખ્યો, શુધ્ધ સિદ્ધાન્તને પણ સારી રીતિએ મોટા પ્રમાણમાં ભણ્યા અને ઉદ્યત ચિત્તવાળા બનેલા તેમણે અભ્યુદ્ઘત વિહારને પણ અંગીકાર કર્યો ! તારક મુનિપણાનો સ્વીકાર કર્યા પછીથી-તપ, પઠન-પાઠન અને ઉગ્ર વિહાર આદિ નિર્જરાસાધક કરણીઓને Page #345 -------------------------------------------------------------------------- ________________ 33४ ચૌદ ગુણસ્થાનક ભા-૨ યથાશક્તિ આચરનારાઓ જ, મુનિપણાના સ્વીકારને દીપાવી શકે છે અને સફલ બનાવી શકે છે. મુનિપણાના સ્વીકાર માત્રથી કલ્યાણ માની લેનારાઓએ અગર પઠન-પાઠનના નામે તપને તિલાંજલિ દેનારાઓએ, શ્રી કીર્તિચન્દ્ર નામના રાજર્ષિ માટે કથાકાર-પરમર્ષિએ વાપરેલાં- '9. ફતવરસોરિાયàહો' અને “વહુ પઢિયસુરિસદંતો’ –આ બે વિશેષણો. ખૂબ જ યાદ રાખી લેવા જેવા છે. એક રાજા જેવો રાજા પણ, સંયમી થયા બાદ ઉગ્ર તપ સાથે શુદ્ધ સિદ્ધાંતના અતિ અભ્યાસમાં ઉદ્યત રહે –એ વસ્તુ સામાન્ય જીવોને માટે ઘણી જ પ્રેરક બનવી જોઇએ. કર્મોના ઉદયની રીબામણમાંથી છૂટી, શ્રી સિદ્ધિપદના ભોક્તા બનવાને માટે, શાસ્ત્રવિહિત શ્રમ કરવામાં જ સાધુપણાના સ્વીકારની સાચી સાર્થકતા છે. સાધુપણું, એ શારીરિક આરામ ભોગવવાનું સાધન નથી. શરીરને સુખશીલીયું બનાવવાને માટે પણ સાધુપણું નથી. લુખ્ખા પંડિત બની માનપાન લુંટવા માટે પણ સાધુપણું નથી. સાધુપણું તો શ્રદ્ધાપૂર્વક કલ્યાણકારી કષ્ટ ભોગવવાનું અને સમ્યજ્ઞાન તથા સમ્યફચારિત્રની સાધના દ્વારા કર્મરાજા સાથે રણસંગ્રામ માંડી, સાચા વિજેતા બનવાનું એકનું એક અને અજોડમાં અજોડ સાધન છે. સમરવિજયે રેલો ઉપસર્ગ : કથાકાર-પરમર્ષિ આચાર્યભગવાન શ્રીમદ્ દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે-શ્રી કીર્તિચન્દ્ર નામના રાજર્ષિ, કે જેમણે ક્રમશઃ અતિ તપના આસેવનથી દેહને શોષિત કરેલ છે અને શુદ્ર સિદ્ધાન્તને બહુ પઠિત કરેલ છે, તે ઉઘુક્ત ચિત્તવાળા બન્યા થકા અભ્યઘત વિહારને, કે જે અતિશય જ્ઞાન પામ્યા પછીનો એકલ વિહાર હોય છે, તેને અંગીકાર કરે છે. આવા ઉગ્ર વિહારનો સ્વીકાર કરી ચૂકેલા તે ભગવાન્ રાજર્ષિ, જે વખતે કોઇક નગરની બહાર “પ્રલંબબાહુ બનીને કાયોત્સર્ગમાં ઉભા રહ્યા હતા, તે વખતે કોઇ સ્થાને જઈ રહેલા પાપિઠ એવા સમરના દ્રષ્ટિપથમાં આવ્યા. રાજય તજીને રાજર્ષિ બનેલા એવા પણ વડિલ બંધુને જોઈને, સ્વાભાવસિદ્ધ કરી છે ક્રૂરતા જેણે એવા તે સમરને, વૈરભાવની જ સ્મૃતિ Page #346 -------------------------------------------------------------------------- ________________ ચોદ ગુણસ્થાન ભાગ-૨ ૩૩૫ થાય છે. વૈરને સ્મરતા એવા સમરે, ધ્યાનમાં રહેલ તે રાજર્ષિ મુનિવરની ગરદન ઉપર તલવારનો ઘા કરી, તે મુનિવરને હણ્યા. એ ઘાથી મુનિવરને ભારે વેદના થઈ. ભારે વેદનાથી પીડિત થયેલા તે રાજર્ષિ મુનિવર, એકદમ પૃથ્વીના તળ ઉપર પટકાઈ પડ્યા. અતિશય પીડાતા રાજર્ષિએ રેલા ઉમદા વિચારો ? પાપાત્માઓ માટે આ વિશ્વમાં કશું જ અકરણીય નથી હોતું. રાજ્ય તજી મહામુનિ બનેલા એવા આત્મા ઉપર પણ, કારમો ઘા કરતાં સમરવિજયના અંતરમાં કંપ ન આવ્યો. ક્રૂરતાની ઉપાસનામાં પડેલાઓમાં આવી જ નિર્દયતા આદિ હોય છે. પાપાત્માઓની જયારે આવી દશા હોય છે, ત્યારે પુણ્યાત્માઓની જુદી જ દશા હોય છે. પાપાત્મા સમરે ગરદનમાં કારમો ઘા કરવાથી તેની કારમી વેદનાના યોગે શ્રી કીર્તિચંદ્ર નામના રાજર્ષિ સહસા પૃથ્વીતળ ઉપર પડ્યા અને ખૂબ ખૂબ પીડાતા હતા : તે છતાં પણ તે પરમર્ષિ કેવા ઉમદા વિચારો કરે છે, એ પણ ખાસ ધ્યાનમાં લેવા જેવું છે. ગૃહસ્થપણામાં જયારે તેઓ રાજા હતા ત્યારે પણ, સમર તરફથી અનેક અકાર્યો થવા છતાં પણ, અનુપમ ઉદારતા શ્રી કીર્તિચંદ્ર નરનાથે દર્શાવી છે અને તે પણ એક વાર નહિ પણ અનેક વાર. એ તો આપણે જોઇ આવ્યા છીએ, પણ તે અવસ્થા કરતાં આ અવસ્થાની આપત્તિ ભયંકર છે, તો અત્યારે શ્રી કીર્તિચંદ્ર નરનાથ રાજા નથી પણ રાજર્ષિ છે. જેમ સમર પાપમાં ઉગ્ર બન્યો છે, તેમ નરનાથ આરાધનામાં પણ ઉગ્ર જ બન્યા છે. અન્યથા, પાપાત્મા સાથેનો સંબંધ આ સંસારમાં છૂટવો એ સુશક્ય નથી. કારમી પીડાવાળી અવસ્થામાં પણ શ્રી કીર્તિચંદ્ર નામના રાજર્ષિ ચિંતવે છે કે" Xxxરે બીવ ! તાપ, 3UUUવરતા વિવેરહિDUT I वियणो अमणाओ, नरएसु अणंतसो पत्ता ||9||" "गुरुभारवहणंकण-दाहवाहिसीउण्हरवुहपिवासाइ । દુરસદ,વંતોભી, તિરિ વિ વિરમદિયા વહુનો શા” Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ ચૌદ સ્થાનક મા-૨ "ता धीर मा विसीयसु, इमासु अइअप्पवेयणासु तुमं। को उत्तरिठं जलहिं, निवुहुए गुप्पए नीरे ||३||" "वज्जेसु कूरभावं, विसुद्धचित्तो जिएसु सत्वेसु । बहुकम्मखयसहाए, विसेसओ समरविजयम्मि ||४|| "जं लदो इह धम्मो, जं न कया कूरया पुरावि तए । X X X X X X X X X X X X X X X X X X 9” શ્રી કીર્તિચંદ્ર નામના એ રાજર્ષિની આ વિચારણા ઘણી જ ઉમદા છે અને સૌ કોઇએ યાદ રાખી લેવા જેવી છે. ક્રોધથી બચવા માટે તેમજ ક્રોધમાંથી જન્મતી અને પુષ્ટ બનતી ક્રૂરતાથી પણ બચવા માટે, રાજર્ષિ શ્રી કીર્તિચન્દ્રની આ વિચારણા એક ઉમદામાં ઉમદા સાધન છે. ભયંકર વેદનાની ભયંકરતાને દૂર કરવા માટે, પ્રથમ તો એ પરમર્ષિ એવા રાજર્ષિ વિચારે છે રે જીવ! વિવેકરહિત એવા તે અજ્ઞાનના વશથી નરકોમાં અનંતી વાર પ્રમાણ વિનાની વેદનાઓ પ્રાપ્ત કરી છે અને તિર્યચપણામાં પણ ઘણા ભારનું વહન, અંકન, દાહ, વ્યાધિ, શીત, ઉષ્ણ, સુધા અને પિપાસા આદિ દુઃસહ દુઃખોની શ્રેણી ઘણી વાર ખૂબ ખૂબ સહેલી છે.” ક્ટોથી ભાગતા ફરનારાઓને દુ:ખના સમયે આ વિચાર, ખરે જ દુઃખની ગ્લાનિને દૂર કરનાર છે. અનાદિ કાલથી દુઃખમય સંસારમાં પરિભ્રમણ કરનાર આત્મા જો પરિભ્રમણના અને પરિભ્રમણ કાલમાં નરક અને તિર્યંચ ગતિમાં અનુભવેલાં દુઃખોનું સ્મરણ કરે, તો મનુષ્યભવનાં દુઃખો આત્માને અકિંચિત્કર લાગ્યા વિના રહેતાં નથી. આવા વિચારમાં નિમગ્ન રહેનાર આત્માઓ ઉપસર્ગો અને પરીષહો સહવામાં સાચા સુભટો જરૂર બની શકે છે. નરકનાં દુઃખો વચનાનીત છે અને સૌને માટે પ્રત્યક્ષ નથી હોતાં, પણ તિર્યંચગતિનાં દુઃખો તો પ્રત્યક્ષ છે. પરાધીનતાથી, ઇચ્છા નહિ છતાં, તિર્યંચોને જે દુ:ખો ભોગવવાં પડે છે, એ જોવા છતાં જેઓ પરીષહોના સહનથી અને શક્ય Page #348 -------------------------------------------------------------------------- ________________ ચૌદ વણસ્થાક ભાવ-૨ (૩૩૭ તપોથી દૂર જ ભાગવાની કોશીષ કરે છે, તેઓને જ્ઞાની માનવા એ પણ મુશ્કેલ છે. અમારી દુઃખમય સંસારથી છૂટવાની ઇચ્છા છે” –એમ કહેનારા, તપને પણ દુઃખ માનતા થઇ જાય-એના જેવી દુઃખની વાત એક પણ નથી. જાણે અનાદિ કાલમાં આજ સુધી નરક અને તિર્યંચગતિનાં દુઃખો અનુભવ્યાં જ ન હોય, માનવભવમાં પણ સુખમય દશા જ પસાર કરી હોય અને દેવભવોમાં પણ વ્હાલી મ્હાલીને જ આવ્યા હોય, એ રીતિએ પ્રભુશાસનને પામવા છતાં પણ સહવા યોગ્ય કષ્ટોથી નાસી છૂટવા મથનારાઓમાં મોક્ષની અભિલાષા છે કે નહિ, એ પણ શંકાસ્પદ વાત છે. સંસારને દુઃખમય માનનારા વિષયકષાય રૂપ સંસારની સાધના સાધુપણામાં પણ કરે, એના જેવું શોચનીય શું હોઈ શકે? ખરેખર, પ્રત્યેક હિતકામી મુનિએ આ રાજર્ષિના દુઃખના વિચારને હૃદયમાંથી એક ક્ષણ પણ દૂર કરવા જેવો નથી. જયારે જયારે આપત્તિ આવી પડે, ત્યારે ત્યારે આ વિચારને જીવંત રાખવાથી આર્તધ્યાન કદી જ સતાવી નહિ શકે. સાચા ધીર બનો ! આ પ્રમાણે ભોગવાએલ નરક અને તિર્યંચગતિનાં દુઃખોની સ્મૃતિ કર્યા બાદ, એ રાજર્ષિ પોતાના આત્માને “ધીર એવા સંબોધનથી સંબોધીને કહે છે કે તે કારણથી હે ધીર! તે નરકગતિની અને તિર્યંચગતિની વેદનાઓ કરતાં આ અતિ અલ્પ વેદનાઓમાં તું વિષાદ ન કર ! એવો તે કોણ હોય, કે જે સાગરને ઉતરીને ગોપદ જેટલા જલમાં ડૂબી મરે?” ખરેખર, ધીર તે છે, કે જે પોતે બાંધેલ પાપો ઉદયમાં આવે ત્યારે શાંતિથી સહે. અંગીકૃત ઉત્તમ વસ્તુના નિર્વાહની તાકાત, એનું જ નામ સાચા અર્થની ધીરતા છે. એવી ધીરતા વિનાનાઓ જો પોતાની જાતને ધીર માનતા હોય, તો તેઓ શબ્દના જ્ઞાનથી પણ વંચિત છે એમ જ માનવું રહ્યું. પોતે જ બાંધેલ અશુભ કર્મના વિપાકનો ભોગવટો કરતાં કાયર બનનારાઓ અને એ વિપાકથી બચવા માટે અનેકાનેક પાપકર્મોનું આચરણ કરવા માટે Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ ચોદ ગુણસ્થાનક ભાd1-૨ પણ ઉઘુક્ત બનનારાઓ, જો પોતાની જાતને ધીર માનવાને લલચાતા હોય, તો માનવું જ રહ્યું કે તેઓની અજ્ઞાનતાની અવધિ જ નથી. આ જ કારણે પરમર્ષિ એવા શ્રી કીર્તિચંદ્ર નામના રાજર્ષિ, પોતાના આત્માને ધીર’ તરીકે સંબોધ્યા પછી કહે છે કે-આ અતિ અલ્પ વેદનાઓમાં તું વિષાદ ન કર ! અન્યથા, ધીરપણું ચાલ્યું જ જશે. અનેક ભયંકરમાં ભયંકર વેદનાઓ સહ્યા છતાં પણ, આવી અતિ અલ્પ વેદનાઓમાં પણ વિષાદ કરવો, એ તો આખો સાગર તરી ગયા પછી ગાયના પગ જેટલા પાણીના ખાબોચીયામાં ડૂબી મરવા જેવું જ ગણાય ! ક્રૂરતાના ત્યાગની સલાહ : આ રીતિએ પાપકર્મના ઉદયથી આવી પડેલી પ્રાણઘાતક આપત્તિના દુઃખને સહવા માટે આત્માને ધીર બનાવી દીધા પછી, પરમર્ષિ એવા રાજર્ષિ શ્રી કીર્તિચંદ્ર નામના તે મુનિવર, પોતાના આત્માને કહે છે કે “હે આત્મન્ ! તું વિશુદ્ધ ચિત્તવાળો બન્યો થકો સઘળા ય જીવોમાં કૂરભાવને તજ અને બહુ કર્મના ક્ષયમાં સહાયક એવા સમરવિજયમાં વિશેષ પ્રકારથી કૂરભાવને તજ ! કારણ કે-પૂર્વે પણ તે ક્રૂરતા નથી કરેલી, તે કારણથી આ ભવમાં તને ધર્મ પ્રાપ્ત થયો છે.” પોતાના ભાઇની, ક્રૂરતાના યોગે થયેલી કારમી દશાને સાંભળ્યા બાદ, રાજર્ષિ ક્રૂરતાથી ઘણા જ દૂર રહેવા ઇચ્છે છે. એ જ કારણે ધીર બન્યા પછી સઘળાય જીવોમાં કૂરભાવને તજવાની અને સમરવિજયમાં વિશેષ પ્રકારે કૂરભાવને તજવાની પોતાના આત્માને સલાહ આપે છે. વધુમાં તેઓ એમ પણ માને છે કે-પૂર્વમાં હું ક્રૂરતાનો ઉપાસક બન્યો નહિ, તો આ ભવમાં ધર્મને પામ્યો. હવે જો હું ભૂલ્યો અને ક્રૂરતાના ફંદમાં ફસ્યો, તો પામેલા ધર્મને હારી જઇશ અને ભવાંતરમાં પણ આત્મા માટે ધર્મને દુર્લભ બનાવી દઇશ. પાપ અને પ્રાણથી મુક્તઃ Page #350 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ભાગ-૨ ૩૩૯ સાચી ધીરતા આત્મામાં પ્રગટાવ્યા વિના આવા આવા વિચારો જન્મવા, એ સંભવિત જ નથી. આત્મામાં સાચી ધીરતા આવ્યાથી, સાધુપણામાં પણ ગરદન કાપનાર સમરવિજય ઉપર, વિશેષપણે ક્રૂરભાવને તજવા માટે તેને ઘણાં કર્મોના ક્ષયમાં સહાયક માનવાની સલાહ, રાજર્ષિ પોતાના આત્માને આપે છે. આવા આત્માને કર્મક્ષયમાં સહાયક માનવાની મનોદશા, સાચી ધીરતા વિના આવવી, એ શક્ય નથી : પણ પ્રાણઘાતક આપત્તિને પૂર્વનાં દુઃખોના વિચારથી અકિંચિકર બનાવી આત્માને એવો ધીર બનાવ્યો, કે જેથી એ રાજર્ષિએ સમરવિજય જેવા પ્રાણઘાતક આપત્તિ આપનારને પણ પોતાનાં ઘણાં કર્મોના ક્ષયમાં સહાયક માની, તેના ઉપર વિશેષપણે ક્રૂરભાવનો ત્યાગ કરી, આત્માને દુર્ગાનથી બચાવી, સુધ્યાનમાં સ્થાપવાની સુંદર વિચારશ્રેણી જન્માવી. અનંત ઉપકારી કથાકાર પરમર્ષિ ફરમાવે છે કે-એ પ્રમાણે વિચારતા એવા તે રાજર્ષિ પ્રાણોથી તો મૂકાયા, પણ સાથે સાથે પાપથી પણ મૂકાયા : અર્થાત-પાપની સાથે એ રાજર્ષિ પ્રાણોથી મુક્ત બન્યા. મુક્તિને પામશેઃ આવા પ્રકારની આપત્તિમાં પણ આવા પ્રકારની ઉત્તમ જાતિની વિચારણાના બળે તે મહર્ષિ પાપની સાથે પ્રાણોથી મુક્ત થયા થકા સ્વર્ગવાસી તો અવશ્ય બને જ બને. શુદ્ધ સાધુપણું આત્માને સિધ્ધપદ આપનારું છે. ખામી રહે તો એ સાધુપણું વૈમાનિકપણું તો અવશ્ય આપે છે. કથાકારપરમર્ષિ ફરમાવે છે કે સારી રીતિએ ક્યું છે પુણ્ય જેમણે એવા તે પરમર્ષિ સુખ છે સાર જેમાં એવા “સહસ્ત્રાર’ નામના આઠમા દેવલોકમાં સુર તરીકે ઉત્પન્ન થયા : અને તે દેવલોકમાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય તરીકે તે જન્મશે. ત્યાં મુનિપણું પામી, યતિધર્મના સાચા પાલક બનવાથી દશ પ્રકારના યતિધર્મમાં આવતા મુક્તતા એટલે નિર્લોભતા નામના ધર્મના પણ પાલક હોવાથી, તે મહર્ષિ સમુક્તિ હોવા છતાં પણ, મુક્તિને પામશે. અગૌણબુદ્ધિએ ગુણને ધરો : Page #351 -------------------------------------------------------------------------- ________________ ३४० ચૌદ ગુણસ્થાન ભાગ-૨ - આ રીતિએ ચરિત્રનું વર્ણન સંપૂર્ણ કર્યા પછીથી, પરમ ઉપકારી ચરિત્રકાર, આચાર્યભગવાન શ્રીમદ્ દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજા, ભવ્ય નરોને ઉદ્દેશીને અક્રૂરતા ગુણને અંગીકાર કરવાનો ઉપદેશ આપતાં ફરમાવે છે કે श्रुत्वेत्यशुद्धपरिणामविरामहेतोः । श्री कीत्तिचंद्रनरचंद्रचरित्रमुच्चैः । भव्या नरा ! जननमृत्युजरादिभीता । अक्रूरतागुणमगौणधिया दधध्वम् ।।१।।" જન્મ, મૃત્યુ અને જરા આદિથી ભયને પામેલા એવા હે ભવ્યો ! અશુદ્ધ પરિણામના વિરામના હેતુથી શ્રી કીર્તિચન્દ્ર નામના નરચંદ્રના ચરિત્રને સારી રીતિએ શ્રવણ કરીને અગૌણ બુદ્ધિથી અક્રૂરતા ગુણને ધારણ કરો ! આવાં ચરિત્રો પણ જન્મ, મરણ અને જરા આદિના ભયથી ડરનારા ભવ્ય જીવો માટે જ ઉપકારક છે. એવા ભવ્યોએ આવાં ચરિત્રો અશુદ્ધ પરિણામના વિરામના હેતુથી જ સાંભળવાં જોઇએ અને આવાં ચરિત્રો એ માટે સાંભળનારાઓએ જે દોષો તજવા માટે હોય તે દોષોને તજીને, ધારણ કરવા લાયક જે જે ગુણો હોય તે તે ગુણોને અગૌણ એટલે મુખ્ય-સુંદર એવી બુદ્ધિથી ધારણ કરવા જોઇએ. આવી આવી અનેક પ્રેરણાઓ આવા ઉપદેશમાંથી મળે છે. આવી સઘળીએ પ્રેરણાઓના પાનદ્વારા, સૌ કોઈ સુવિશુદ્ધ બનો અને શીધ્ર સિદ્વિપદના સાધક બનો, એ જ એકની એક મન:કામના. Page #352 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ૩૪૧ પરિશિષ્ટ ૨) અવિસ્ત સચદ્રષ્ટિ મહાનુભાવ આનંદસૂરિની વાણીના શ્રવણથી જેના હૃદયમાં પરમબોધનો પ્રકાશ પડેલો છે, અને જેના અંતરના ઉંડા પ્રદેશમાં ઉત્તમ પ્રકારની ભાવના જાગ્રત થયા કરે છે, એવા મુમુક્ષુની પ્રસન્નમુખમુદ્રા જોઈ મહાત્મા આનંદસૂરિનો આત્મા આનંદમય બની ગયો હતો. તે મહાનુભાવ મધુર અને ગંભીર સ્વરથી બોલ્યા- “ભદ્ર, તારી મુખમુદ્રા જોઈ મારી અંતરવૃત્તિમાં આનંદનો સાગર ઉછળે છે. તારામાં પૂર્વ પુણ્યનો પ્રભાવ વિશેષ છે, એવી મને ખાત્રી થાય છે. ઉત્તમ બોધને પ્રાપ્ત કરી મુખ મુદ્રાને પ્રસન્ન કરનારા ભવિઆત્માઓ આસન્ન સિધ્ધિની કોટીમાં આવી શકે છે, અને અનુક્રમે શિવમાર્ગના પથિક બને છે.” મહાનુભાવ આનંદસૂરિની આ વાણી સાંભળી અતિ હર્ષિત થયેલો મુમુક્ષુ અંજલિ જોડીને બોલ્યો- “ભગવદ્, આ સુંદર નીસરણીના ચોથા પગથીઆ ઉપર વિવિધ જાતની રચનાઓ દેખાય છે. તે કૃપા કરી સમજાવો.” આનંદસૂરિ આનંદ દર્શાવી બોલ્યા- “વત્સ, આ ચોથા પગથીઆને Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ સૂક્ષ્મદ્રષ્ટિથી જો. અને તેની રચનાનું સારી રીતે નિરીક્ષણ કર. આ સુંદર સોપાનની આસપાસ વિકાશ પામેલા પાંચ પુષ્પો રહેલા છે. તે પુષ્પોની ચારે તરફ વર્તુલાકારે ત્રણ પંક્તિઓ પ્રકાશની દેખાય છે, અને તેની ઉપર સત્યોતેર ચાંદલાઓની સુંદર વેલ આવેલી છે, જે આ પવિત્ર પગથીઆને સુંદરતાથી શોભાવે છે. તેની બાહેરમલિનતાથી ભરેલા અને શ્યામ વર્ણથી નિસ્તેજ લાગતા ત્રણ ઢગલાઓ દૂર રહેલાછે. વત્સ, સૂક્ષ્મતાથી આ સોપાનનું નિરીક્ષણ કર; કે જેથી તે દેખાવ ઉપરથી કેટલીક સૂચનાઓ તારા સમજવામાં આવતાં તને ઘણોજ આનંદ થશે.” આનંદ મુનિના આ વચન સાંભળી મુમુક્ષુ આનંદમાં મગ્ન થઈ ગયો, અને તે એકી નજરે તે સુંદર સોપાનને નિરખવા લાગ્યો. સોપાનનું સૂક્ષ્મતાથી નિરીક્ષણ કરી મુમુક્ષુ સસ્મિતવદને બોલ્યોભગવનું, આપના કહેવા પ્રમાણે આ સોપાનનું સૌંદર્ય ઘણી સૂચનાઓથી ભરપુર હશે. હવે કૃપા કરી મને તે વિષેની સમજુતી આપો.” આનંદસૂરિ પ્રૌઢ સ્વરથી બોલ્યા- “ભદ્ર, આ ચોથું પગથીયું, એ અવિરતિ સમ્મદ્રષ્ટિ નામે ચોથું ગુણસ્થાન છે. આ ગુણસ્થાન ઉપર આરોહણ કરનાર જીવને માત્ર સમ્યકત્વ પ્રાપ્ત થયેલ હોય છે. એટલે જે જીવ અવિરતિ સમ્મદ્રષ્ટિ હોય તે આ ચોથા પગથીઆ ઉપર આવી શકે છે. આ પગથીઆ પરની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીશ સાગરોપમથી કાંઇક અધિક છે. તે સ્થિતિ સર્વાર્થસિધ્ધિ વગેરે વિમાનોની સ્થિતિ તથા મનુષ્યના આયુષ્યની અધિકની અપેક્ષા છે. જ્યારે જીવને અર્ધપુદ્ગલપરાવર્તન સંસાર બાકી રહે ત્યારે આ અવિરતિ સમ્યક્ત્વરૂપ ચોથું પગથીયું પ્રાપ્ત થાય છે. જે આ સોપાનની આસપાસ વિકાશ પામેલા પાંચ પુષ્પો રહેલા છે, તે ઉપરથી એવી સૂચના થાય છે કે, જે જીવમાં ઉંચા પાંચ લક્ષણો હોય, તે ભવ્ય જીવ સમ્યગદર્શનથી અલંકૃત હોય છે. અને તેથી તે આ સુંદર સોપાન ઉપર ચડવાને લાયક ગણાય છે.” | મુમુક્ષુએ વિનયથી પ્રશ્ન કર્યો. “ભગવ સમ્યદ્રષ્ટિજીવના પાંચ લક્ષણો કયા? તે કૃપા કરી સમજાવો” આનંદ મુનિ આનંદિત થઈને બોલ્યા Page #354 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ભાગ-૨ उ४3 હે ભદ્ર, (૧) અનુકંપા, (૨) પ્રશમ, (૩) સંવેગ, (૪) નિર્વેદ અને (૫) આસ્તિક્ય-એ પાંચ લક્ષણો સમ્યગદ્રષ્ટિજીવોને હોય છે. (૧) દુઃખી જીવના દુઃખ દૂર કરવાની જે ચિંતા તે અનુકંપા કહેવાય છે. (૨) કોઈ કારણથી ક્રોધ ઉત્પન્ન થઈ જાય, પણ વૈરભાવ ન રાખે તે પ્રશમ કહેવાય છે. (૩) મોક્ષરૂપી મહેલમાં ચડવાને માટે સોપાન સમાન અને સમ્યગૂ જ્ઞાનાદિ સાધનોમાં ઉત્સાહ આપનાર જે મોક્ષનો અભિલાષ તે સંવેગ કહેવાય છે. (૪) આ સંસાર રૂપી કારાગૃહમાંથી નીકળવા માટે વૈરાગ્ય ધારણ કરવો, એટલે સંસાર ઉપર કંટાળો ઉપજવો તે નિર્વેદ કહેવાય છે. (૫) શ્રી સર્વજ્ઞ પ્રણીત સમગ્ર ભાવો તરફ યથાર્થ પણાની બુદ્ધિ, એ આસ્તિક્ય કહેવાય છે.” આ પાંચ લક્ષણો જેનામાં હોય છે, તે ભવ્ય જીવ સમ્યગૂ દર્શનથી અલંકૃત ગણાય છે. | મુમુક્ષુ ખુશી થઈને બોલ્યો - “ભગવનું આપે કહેલા લક્ષણો સાંભળી મને ઘણો આનંદ થાય છે. મારું હૃદય એવાલક્ષણોને માટે ઉત્તમ પ્રકારની ભાવના ભાવ્યા કરે છે. અને હું મારા આત્માને કહું છું કે, “હે આત્મનું, સદા સમ્મદ્રષ્ટિ રહેજે અને તેના પાંચ લક્ષણો ધારણ કરવાને સદા ઉત્સાહિત રહ્યા કરજે. એથી તારો અંતરંગ ઉધ્ધાર થશે અને તું ઉચ્ચ શ્રેણી ઉપર આરૂઢ થઈ પરમ પદનો અધિકારી થઈ શકીશ.” હે મહાત્મનું, તમે જે સમ્યગદ્રષ્ટિના લક્ષણો કહ્યાં, તે ઉપરથી મારા હૃદયમાં એક શંકા ઉત્પન્ન થઈ છે તે આપ મહાનુભાવ તેને દૂર કરશો.” આનંદ મુનિએ કહ્યું “વત્સ, ખુશીથી તે શંકાને પ્રગટ કર. હું યથાશક્તિ તારા હૃદયનું સમાધાન કરીશ.” મુમુક્ષુએ ઇંતેજારીથી કહ્યું, “ભગવન્, પ્રથમ સમ્યકત્વ શી રીતે ઉત્પન્ન થાય ? તે કૃપા કરી સમજાવો. તે જાણવાથી સમ્યગદ્રષ્ટિનું યથાર્થ સ્વરૂપ મારા સમજવામાં આવશે.” સૂરિવરે સત્વરે જણાવ્યું, “ભદ્ર, શ્રી સર્વજ્ઞ પ્રભુએ પ્રરૂપેલા તત્ત્વોમાં જીવાદિ પદાર્થોમાં રૂચિ એટલે અતિ નિર્મળ ગુણાત્મક રૂપસ્વભાવ Page #355 -------------------------------------------------------------------------- ________________ उ४४ - - - - - - - -- ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ઉત્પન્ન થાય છે તે સમ્યક્ત્વ કહેવાય છે. તે સ્વભાવથી અથવા ગુરૂના ઉપદેશને સાંભળવાથી ઉત્પન્ન થાય છે. જ્યારે એ સમ્યત્વની પ્રાપ્તિ થાય છે, ત્યારે એ જીવાત્મા ઉચ્ચ કોટિમાં આવે છે અને તેની અંદર અવિરત સમ્યદ્રષ્ટિપણું ઉત્પન્ન થાય છે. જેના ઉદયથી અપ્રત્યાખ્યાન એવા ક્રોધ, માન, માયા અને લોભ રહેલા છે, અને જેના ઉદયથી વિરતિપણું દૂર રહ્યું છે અને કેવળ સમ્યકત્વ માત્ર હોય એવા જીવને ચોથું અવિરતિ સમ્યદ્રષ્ટિગુણસ્થાનક હોય-એટલે તેવા જીવો આ ચોથા પગથીઆ પર ચડવાના અધિકારી છે. એ જીવ પોતાનામાં રહેલ અવિરતિપણાને પોતાના નઠારા કર્મનું ફળ જાણે છે અને વિરતિના સુંદર સુખની અભિલાષા પણ કરે છે. પરંતુ બીજા કષાયના બંધનથી છૂટા થવાની હિંમત તે કરી શકતો નથી, તેથી તે ચોથા અવિરતિસમ્યદ્રષ્ટિગુણસ્થાનનો અનુભવ કરે છે.” | મુમુક્ષુએ નમ્રતાથી પ્રશ્ન કર્યો. “ભગવન, આપ જે સમજૂતી આપો છો, તે વિષે કોઈ ઉપાય યુક્ત દ્રષ્ટાંત કહેવાની કૃપા કરો, જેથી મને વિશેષ સમજૂતી પડે.” આનંદસૂરિ અંગમાં ઉમંગ લાવીને બોલ્યા- “ભદ્ર, તે ઉપર એક વાકર્માનું દ્રષ્ટાંત છે, તે સાવધાન થઇ શ્રવણ કર. “મણિપુર નામના એક નગરમાં વામકર્મા નામે એક ગૃહસ્થ રહેતો હતો. તેને પવિત્ર હૃદયા એક સ્ત્રી હતી. તે સ્ત્રી સદ્ગુણોથી અલંકૃત અને વિનયથી વિભૂષિત હતી.” વામકર્માનો પિતા એક સારો કુલવાન અને પ્રતિષ્ઠિત હતો. તે પોતાના પુત્ર વામકર્માને વિવાહિત કરી મૃત્યુ પામ્યો હતો. જ્યારે પિતાનું મૃત્યુ થયેલું ત્યારે વામકર્મા સોળ વર્ષનો હતો. પિતાના મરણથી વામકર્મા ગૃહરાજ્યનો મુખત્યાર બન્યો હતો તે પછી થોડા જ વર્ષમાં વામકર્માની માતા સુરમણિનો પણ સ્વર્ગવાસ થયો હતો. સુરમણિએ મરણ સમયે પોતાના પુત્ર વામકર્માને ઉત્તમ પ્રકારની શિખામણ આપી હતી. તેણીએ આજીજી સાથે કહ્યું હતું, કે “વત્સ, તું હવે ગૃહરાજ્યનો સ્વતંત્ર સ્વામી થયો છે. તારી ઉપર પિતાનો અંકુશ હવે રહ્યો નથી; તેથી તું આ સંસારમાં સારી રીતે વર્તજે. તું એક સારો કુલીન પુત્ર છે તે સાથે ધનાઢ્ય છે. ઉત્તમકુળ Page #356 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ૩૪૫ અને પુષ્કળ ધન એ ઉભય સાધનોથી તું આ વિશ્વમાં સારી કીર્તિ મેળવી શકીશ. જેવી રીતે તારા પિતાએ આ જગતમાં પ્રતિષ્ઠા મેળવી છે. તેવી રીતે તું પણ પ્રતિષ્ઠા મેળવજે અને ધર્મ, નીતિ, અને સદાચરણનું નિત્ય સેવન કરજે.' આ પ્રમાણે ઉત્તમ શિક્ષણ આપી તેની માતા મરણ પામી હતી અને તેના પુત્ર વામકર્માએ તેણીની ઉત્તરક્રિયા સારી રીતે કરી હતી. માતાપિતાનો વિયોગ થયા પછી વામકર્મા પોતાની સ્ત્રી સાથે ગૃહાવાસમાં રહેતો હતો અને પોતાના ગૃહવૈભવનું ઉત્તમ સુખ સંપાદન કરતો હતો. વામકર્માના પડોશમાં એક કર્મદાસ નામે મણિકાર રહેતો હતો. તે દુર્વ્યસની હતો.તે ધૂત અને ચોરીના કામ કરતો અને તેમાંથી મળેલા દ્રવ્ય વડે પોતાનો નિર્વાહ ચલાવતો હતો. એક વખતે કર્મદાસના મનમાં વિચાર આવ્યો કે, ‘આ પડોશમાં વામકર્મા સારો ધનાઢ્ય ગૃહસ્થ રહે છે. જો તેની સાથે મૈત્રી કરી હોય તો મને ઘણું દ્રવ્ય પ્રાપ્ત થાય.' આવો વિચાર કરી તે એક દિવસે વામકર્માને ઘેર ગયો. તેણે ચાતુર્ય ભરેલી વાણીથી વામકર્માને ગાળી દીધો અને તેના મુગ્ધ હૃદયને સારી રીતે આકર્ષી લીધું. ત્યારથી તે હમેશા વામકર્મા ને ઘેર જવા લાગ્યો. વામકર્મા પણતેના આવવાથી ખુશ રહેવા લાગ્યો. પ્રતિબિંબ પડી ગયું. તેના કુલીન વિચારો અસ્ત થવા લાગ્યા. અનુક્રમે વામકર્મા કર્મદાસના વ્યસનોનો સાથી બની ગયો. પછી કર્મદાસ અને વામકર્મા બંને સાથે મળી જુગા૨ ૨મવા લાગ્યા અને બીજા કેટલાએક અસેવ્ય વ્યસનોને તે સેવવા લાગ્યો. પવિત્ર હૃદયની તેની સ્ત્રીના જાણવામાં આવ્યું કે, પોતાનો પતિ કર્મદાસના સહવાસથી જુગારી થયો છે, આથી તે શુધ્ધહૃદયાસ્ત્રી શોકાતુર રહેવા લાગી. તેણીએ પોતાના પતિને ઘણો સમજાવ્યો તોપણ તે સમજ્યો નહી. આખરે તે સ્ત્રી નિરાશ થઇ પોતાના ભાગ્ય દોષને નિંદવા લાગી. એક વખતે કર્મદાસ કોઇ ધનાઢ્યના ઘરમાંથી આભૂષણ ચોરી લાવ્યો અને તે પોતાનું આભૂષણ છે, એમ કહી વામકર્માને રાખવાને Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ ચૌદ ગુણસ્થાનકે ભાગ-૨ કહ્યું. ભોળા દિલના વામકર્માએ તે આભૂષણ ઘરમાં મૂક્યું. પાછળ કોઈ બાતમીદારના કહેવાથી જે ગૃહસ્થના ઘરમાંથી આભૂષણ ચોરાયું હતું તે ગૃહસ્થને ખબર પડી કે, જુગારી કર્મદાસે આભૂષણ ચોર્યું છે. અને તે તેના મિત્ર નામકર્માના ઘરમાં રાખવામાં આવ્યું છે, તત્કાળ પોલીસમાં તેની ફરીયાદ કરવામાં આવી અને તેની અંદર કર્મદાસ અને વાકર્માના નામ શકદાર તરીકે જાહેર કરવામાં આવ્યા તે ઉપરથી કર્મદાસ અને વામકર્માને પકડ્યા. વામકર્માના ઘરની જપ્તી લેવાથી તેના ઘરમાંથી ચોરીનો માલ પ્રગટ થયો, પોલીસના ઉપરિ અધિકારીએ કર્મદાસની સાથે નામકર્માને ઘણો હેરાન કર્યો, અને તેને બાંધીને કારાગૃહમાં રાખવામાં આવ્યો. આ વખતે વામકર્મા પશ્ચાતાપથી ચિંતવન કરવા લાગ્યો- “અરે! મેં ઘણું જ નઠારું કામ કર્યું. આ દુષ્ટ કર્મદાસની સોબતથી હું ઘણો જ હેરાન થયો, મારી સુજ્ઞ સ્ત્રીના વચનો મેં ગણકાર્યા નહીં અને હું ઉન્માર્ગે ચડી ગયો. મારા કુળની અને માતાપિતાની પ્રતિષ્ઠાને મેં ગુમાવી. હવે હું ઘણો દુઃખી અવસ્થામાં આવી પડ્યો. મેંન્યાયરીતિથી મારી સંપત્તિનું સુખ ભોગવ્યું હોત તો હું ઘણો સુખી થાત. હવે આ કારાગૃહમાંથી છૂટીને શી રીતે સંપત્તિના સુખમાં પાછો આવું? નઠારા કર્મનું ફળ નઠારૂં મળે છે. એ વાત મને મારી માતાએ જણાવી હતી, પરંતુ હું કુસંગના દોષથી તે ભૂલી ગયો.” આ પ્રમાણે ચિંતવન કરતો વામકર્મા ચિરકાલ સુધી કારાગૃહમાં રહ્યો હતો. આનંદસૂરિ બોલ્યા- હે ભવ્ય, આ ઉપનય ઉપરથી જે સમજવાનું છે, તે તું ધ્યાનમાં રાખજે. જે વામકર્મા તે જીવ સમજવો. તેનો પિતા તે ધર્મ અને માતા તે ધર્મકરણિ સમજવી. જ્યારે જીવને ધર્મ અને ધર્મકરણનો વિયોગ થાય ત્યારે તે પાપ કર્મ રૂપ વ્યસનમાં પડે છે. જે કર્મદાસ તે પાપકર્મરૂપ વ્યસન સમજવું. જે પોલીસનો અમલદાર તે કર્મના પરિણામ અને જે બંધન તે કષાયબંધન સમજવું. તે વામકર્મા રૂપ જીવ અવિરતિપણા રૂપ નઠારા કર્મનું ફળ જાણે છે, અને ગૃહસંપત્તિરૂપ વિરતિના સુંદર સુખની અભિલાષા કરે છે, પરંતુ કોટવાલ સમાન બીજા કષાયના બંધનથી છુટવાની Page #358 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ૩૪૭ હિંમત કરી શકતો નથી, ત્યાં રહી તે અવિરતિ સમ્યદ્રષ્ટિ ગુણસ્થાનનો અનુભવ કરે છે. ભદ્ર મુમુક્ષુ, આ ઉપનય ઉપરથી તારા જાણવામાં આવ્યું હશે કે, આ નીસરણીના ચોથા પગથીઆ રૂપ અવિરતિ સમ્યગ્દષ્ટ ગુણસ્થાન પર આવેલા જીવની કેવી સ્થિતિ થાય છે ? જેમ જેમ આ ઉપનયનું તું સ્મરણ કરીશ તેમ તેમ તારા હૃદય પ્રદેશમાં એ ચોથા ગુણસ્થાનનું સ્વરૂપ સારી રીતે સ્પષ્ટ થતું જશે ભદ્ર, આ નીસરણી પર રહેલા પાંચ પુષ્પોની ચારે તરફ જે ત્રણ પંક્તિઓ પ્રકાશમાન દેખાય છે, તે સોપાન ઉપર રહેલા જીવની ત્રણ પ્રકૃતિ છે. (૧) તીર્થંકર નામ કર્મ, (૨) મનુષ્યાયુ અને (૩) દેવાયુ એવા નામથી ઓળખાય છે. ત્રીજા ગુણસ્થાન કરતાં આ ચોથા ગુણસ્થાનમાં એ ત્રણ પ્રકૃતિ વધારે બંધાય છે તે પ્રકાશતી ત્રણ પંક્તિઓની ઉ૫૨ જે સત્યોતેર ચાંદલાઓની સુંદર વેલ આવેલી છે તે સત્યોતેર પ્રકૃતિઓનોબંધ છે. તે જીવ ત્યાં રહીસત્યોતેર પ્રકૃતિનો બંધ કરે છે, વળી ત્યાં રહેવાથી મિશ્રમોહનો વ્યવચ્છેદ થાય છે અને ચા૨ આનુપૂર્વી તથા સમ્યક્ત્વ મોહનો ઉદય થાય છે, તેથી એકંદરે તે જીવ એકસો ચાર કર્મ પ્રકૃતિને વેદે છે. મુમુક્ષુ પ્રસન્ન થઇને બોલ્યો- “ભગવન્, આપના કહેવાથી મારી બુદ્ધિમાં એ વાત ઉપસ્થિત થઇ છે. અને તેના જ્ઞાનનો પ્રકાશ મારા અજ્ઞાની હૃદયમાં સારી રીતે પડ્યો છે. આ અવિરતિ સમ્યગ્દષ્ટ ગુણસ્થાનરૂપ પગથીઆ ઉપર રહેલો જીવ જે સ્થિતિ ભોગવે છે, તે સ્થિતિનું કાંઇક સ્વરૂપ મારા બોધ માર્ગમાં આવ્યું છે. હવે કૃપા કરી તે વિષે બીજી સમજૂતી આપો કે જેથી મા૨ા અપૂર્ણ જ્ઞાનમાં વિશેષ અજવાળું પડે.’’ આનંદસૂરિ સાનંદવદને બોલ્યા- “ભદ્ર, સાંભળ. જે ચોથા પગથીઆની બાહે૨ મલિનતાથી ભરેલા અને શ્યામ વર્ણથી નિસ્તેજ દેખાતા જે આ ત્રણ ઢગલાઓ દૂર રહેલા છે, તેનું સ્વરૂપ જાણવા જેવું છે. કોઇ જીવ ગ્રંથિભેદ કર્યા પછી પોતાની અંદર રહેલા મિથ્યાત્વ પુદ્ગલના રાશિને વહેંચી તેના ત્રણ પુંજ (ઢગલા) કરે છે. તે ત્રણ ઢગલા (૧) મિથ્યાત્વમોહ, (૨) મિશ્રમોહ અને (૩) સમ્યક્ત્વમોહ એવા નામથી ઓળખાય છે. આ Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ શ્યામવર્ણના નિસ્તેજ દેખાતા ઢગલાઓ એ તેમનોજ દેખાવ છે. મુમુક્ષુએ જિજ્ઞાસાથી પ્રશ્ન કર્યો- ભગવન્ આપે કહ્યું કે, ‘જીવ ગ્રંથિ ભેદ કર્યા પછી પોતાની અંદર રહેલા મિથ્યાત્વ પુદ્ગલના રાશિને વહેંચી તેના ત્રણ પુંજ કરે છે’ તો તે ગ્રંથિભેદ શી વસ્તુ છે ? અને તે કેવી રીતે થાય ? તે સમજાવો.” કૃપા કરી આનંદસૂરિ ગંભીર સ્વરથી બોલ્યા- “ભદ્ર, તારી શંકા સ્થાને છે. ગ્રંથિભેદનું સ્વરૂપ જાણ્યા વગર એ વિષય તારા લક્ષમાં આવશે નહીં. જીવના (પરિણામ વિશેષરૂપ જે કરણ) એક જાતના પરિણામ તે કરણ કહેવાય છે, તેના ત્રણ પ્રકાર છે. (૧) યથાપ્રવૃત્તિકરણ (૨) અપૂર્વકરણ અને (૩) અનિવૃત્તિકરણ. એવા તેના નામ છે. જેમ કોઇ પર્વતમાંથી નીકલતી નદીના જલમાં એક પથ્થરનો કટકો રહેલો હોય તે જલની સાથે અથડાતો અથડાતો ગોળાકાર થઇ જાય છે, તે ન્યાયે જીવ આયુ કર્મ સિવાય સાતે કર્મની સ્થિતિ કે જે કાંઇક ઉણી એક કોટાકોટી સાગરોપમ પ્રમાણની છે, તેમાં કોઇ જાતના અધ્યવસાય વડે ગ્રંથિદેશ સુધી આવે છે; તે પહેલું યથાપ્રવૃત્તિકરણ કહેવાય છે. કોઇ એવી જાતનો અધ્યવસાય કે જે પુર્વે પ્રાપ્ત થએલ નથી, તે વડે ગ્રંથિ કે જે ઘન-નિબિડ રાગદ્વેષની પરિણતિરૂપ છે, તે ગ્રંથિને ભેદવાનો જે આરંભ તે બીજું અપૂર્વકરણ કહેવાય છે. જે કોઇ જાતના અધ્યવસાયથી ગ્રંથિભેદ કરી નિવૃત્ત ન થતાં (અનિવૃત્ત થતાં) પરમાનંદને ઉત્પન્ન કરનારા સમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે, તે ત્રીજું અનિવૃત્તિકરણ કહેવાય છે. આ પ્રમાણે આ ત્રણ કરણનું સ્વરૂપ આર્હત શાસ્ત્રમાં પ્રખ્યાત છે.’’ મુમુક્ષુ સાનંદવદને બોલ્યો- “ભગવન્, આપે કહેલા ત્રણ કરણના સ્વરૂપ ઉપરથી ગ્રંથિભેદનું શુદ્ધ સ્વરૂપ મારા જાણવામાં આવી ગયું છે. અધ્યવસાય ઉપરથીજ કરણનું શુદ્ધ સ્વરૂપ સમજાય છે. જો કે મારી બુદ્ધિની શક્તિ પ્રમાણે એ વિષય ગ્રાહ્ય થયો છે, તથાપિ કોઇ દ્રષ્ટાંત આપી મને તે વિષે વિશેષ સમજાવો; તો મહાન્ ઉપકાર થશે.’’ સૂરિવર દંતકિરણોથી આસપાસના પ્રદેશને પ્રકાશ કરતાં બોલ્યા “ભદ્ર, એ ત્રણ કરણનું સ્વરૂપ સ્પષ્ટ રીતે સમજાવવા માટે ભાષ્યકારે એક Page #360 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ઉપનય ઘટાવ્યો છે, તે ધ્યાન પૂર્વક સાંભળ કોઇ ત્રણ મુસાફરો કોઇ નગરમાં જવાને નીકલ્યા. લાંબે રસ્તામાં જતાં એક ભયંકર જંગલ આવ્યું. આ સમયે સૂર્યાસ્ત થઇ ગયો. ઘન અંધકારથી દશે દિશાઓ વ્યાપ્ત થઇ ગઇ. આથી તે ત્રણે મુસાફરો ભયભીત થઇ ગયા. આ વખતે કોઇ બે ચોરો તેમની સામે આવ્યા. ચોરોને જોતાંજ ત્રણે પથિકોના હૃદય ગભરાઇ ગયા. અને ‘શું કરવું’ તેને માટે વિચારમાં પડ્યા. આ સમયે તે ત્રણ મુસાફરોમાંથી એક મુસાફર અત્યંત ભય પામી પાછો નાશી ગયો. બીજા મુસાફરને તે બંને ચોરોએ પકડી લીધો. અને ત્રીજોમુસાફર તે બંને ચોરો લડવા આવતાં તેમને મારી કુટી પોતાને ઇચ્છિત સ્થાને પહોંચી ગયો. આ દ્રષ્ટાંત ઉપર એવો ઉપનય ઘટે છે કે, જે ભયંકર જંગલ તે મનુષ્ય ભવ સમજવો, કર્મોની સ્થિતિ તે લાંબો રસ્તો જાણવો. જંગલને જે ભયંકર કહ્યું, તે ગ્રંથિ સમજવી. રાગ અને દ્વેષ એ બંને ચોર સમજવા. મુસાફરોને જવાનું જે નગર તે મોક્ષ સ્થાન સમજવું. જે પુરૂષ જે ચોરથી ભયપામી પાછો ભાગી ગયો તેની સંસારમાં પરિભ્રમણ કરવાની સ્થિતિ અધિક છે, એમ જાણવાનું છે. જે પુરૂષને ચોરોએ પકડી લીધો. તે આ સંસારમાં રાગ દ્વેષથી દુઃખી થઇ પરિભ્રમણ ક૨ના૨ો જીવ સમજવો, અને જે મુસાફર ચોરોને મારી કુટી નગર પોહોંચી ગયો. તે મોક્ષ નગરમાં જનાર સભ્યષ્ટિ જીવ જાણવો. આ ઉપનય વડે ત્રણ કરણનું સ્વરૂપ સ્પષ્ટ રીતે જાણી શકાય છે. તે ઉપર એક બીજું કીડીઓનું દ્રષ્ટાંત છે, જેમ દરમાંથી નીકળી કીડીઓનો સમૂહ એક ખુંટા તરફ જાય છે. તેઓમાં કેટલીએક કીડીઓ ખુંટાની આસપાસ ફર્યા કરે છે, કેટલીએક ખુંટા ઉપર ચઢે છે, અને કેટલીએક ખુંટા ઉપર પહોંચતાં પાંખો આવવાથી ઉડીને ચાલી જાય છે, કીડીઓની સ્થિતિના જે ત્રણ પ્રકાર તે ત્રણ કરણ ઉપર ઘટાવવાથી તેમના સ્વરૂપનું યથાર્થ સ્પષ્ટીકરણ થાય છે. ૩૪૯ ભદ્ર, અહિં તારે દીર્ધ વિચાર કરવાનો છે. જીવો યથાપ્રવૃત્તિ કરણ કરીને ગ્રંથિદેશને પ્રાપ્ત થાય છે. અને અપૂર્વકરણ કરી ગ્રંથિનો ભેદ કરે છે, જ્યારે તે ગ્રંથિનો ભેદ કરે તે પછી કોઇક જીવ ત્યારે પોતાના મિથ્યાત્વના Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ પુદ્ગલોની રાશિને વહેંચીને મિથ્યાત્વમોહ, મિશ્રમોહ અને સમ્યક્ત્વમોહ રૂપ ત્રણ પુંજ કરે છે. અને જ્યારે તેઓ અનિવૃત્તિકરણ કરી શુદ્ધ થઇ ઉદય આવેલા મિથ્યાત્વનો ક્ષય કરે, અને નહિ ઉદય આવેલા મિથ્યાત્વને ઉપશમાવે ત્યારે તેઓને ક્ષાયોપશમિક સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. જ્યારે તેમને ક્ષાયોપશમિક સમ્યગ્ દર્શન ઉત્પન્ન થયું ત્યારે તેમને મનુષ્ય અને દેવતાની ગતિ પ્રાપ્તિ થાય છે. અપૂર્વકરણ કરીને જેમણે ત્રણ પુંજ કરેલા છે, એવા જીવો જો આચોથા ગુણસ્થાનથીજ ક્ષપકપણાનો આરંભ કરે તો અનંતાનુબંધી ચાર કષાય, મિથ્યાત્વ મોહ, મિશ્રમોહ અને સમ્યક્ત્વ મોહ રૂપ ત્રણ પુંજ એ સાતેનો ક્ષય કરતાં તેમને ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. આનંદસૂરિના મુખથી આ વિવેચન સાંભળી મુમુક્ષુ આનંદસાગરમાં મગ્ન થઇ ગયો. શરીર રોમાંચિત થઇ ગયું અને મુખ ઉપર પ્રસન્નતાની રેખાઓ દ્રશ્યમાન થઇ ગઇ. તે અંજલિ જોડી બોલ્યો “મહાનુભાવ, આપની વાણી રૂપ દીપિકાએ મારા હૃદયનું અંધકાર નષ્ટ કર્યું છે. અને શંકાઓના જાળને વીખેરી નાખ્યું છે. ગ્રંથિભેદ અને કરણનું શુદ્ધ સ્વરૂપ સારીરીતે મારાથી ગ્રાહ્ય થયું છે. હવે માત્ર એક વાત જાણવાની ઇચ્છા છે. જે જીવ ક્ષાયિક સમ્યદ્રષ્ટિ થયો છે, તેને મોક્ષની પ્રાપ્તિ ક્યારે થાય ? તે કૃપા કરી સમજાવશો.'' આનંદસૂરિએ ઉત્તર આપ્યો. ભદ્ર, જે જીવ ક્ષાયિક સમ્યદ્રષ્ટિ થયો હોય, તે વખતે જો તે અબધ્ધાયુ હોય એટલે તેણે આયુકર્મ બાંધ્યુ ન હોય તો તે તેજ ભવે મોક્ષે જાય છે અને જો તે આયુષ્યનો બંધ કર્યા પછી ક્ષાયિક સમ્યવાન્ થયો હોય તો ત્રીજે ભવે મોક્ષે જાય છે, અને અસંખ્યાત વર્ષના આયુષ્યવાળો મનુષ્ય અથવા તિર્યંચનું આયુષ્ય બાંધ્યા પછી તેને ક્ષાયિકસમ્યક્ત્વ પ્રાપ્ત થયું હોય તો તે ચોથે ભવે મોક્ષે જાય છે. મુમુક્ષુએ વિનીત વાણીથી જણાવ્યું, “ભગવન્, આ ચોથા ગુણસ્થાનનો પ્રસંગ મને ઘણોજ બોધકા૨ક થઇ પડ્યો છે. મારા હૃદયમાં સમ્યક્ત્વને માટે ઉચ્ચ ભાવના પ્રગટ થઇ આવી છે. અહા ! આત્માને Page #362 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ૩૫૧ ગુણી બનાવવાનું મુખ્ય સાધન સમ્યક્ત્વ જ છે. મનુષ્ય ભવની મહત્તા સમ્યકત્વમાં જ રહેલી છે. ભવનું, આપ કૃપારૂપી વલ્લી પ્રસારો અને તેની શીતળ છાયામાં રહેલા મારા આત્માને સમ્યક્ત્વના વિશેષ બોધથી અલંકૃત કરો, સમ્યક્ત્વનો સારો બોધ પ્રાપ્ત થવાથી આ ચોથા પગથીઆનું શુદ્ધ સ્વરૂપ મારા હૃદયમાં વિશેષ પ્રદીપ્ત થશે. હે કૃપાવતાર, તેથી મને મારા કર્તવ્યનું પણ વિશેષ ભાન થશે. જિજ્ઞાસુ અને મુમુક્ષુની આ પ્રાર્થના અંગીકાર કરી આનંદમગ્ન આનંદસૂરિએ વાણીનો વિકાસ કર્યો. “ભદ્ર સમ્યક્ત્વ એટલે સમ્યફ પ્રકારનો ભાવ. સંસ્કૃત સભ્યg અવ્યયનેવ પ્રત્યય લાગવાથી સભ્યg – શબ્દ સિદ્ધ થયેલો છે, યથાર્થ તત્વ ઉપર વિજ્ઞાનપૂર્વક રૂચિ તે સમ્યત્વનો ફલિતાર્થ છે એટલે મુખ્ય એવા ત્રણ તત્વઉપર યથાર્થ રૂચિ થવાથી સમ્યકત્વ થયેલું ગણાય છે. દેવતત્ત્વ, ગુરૂતત્ત્વ અને ધર્મતત્ત્વ-એ ત્રણ શુદ્ધ તત્ત્વ ઉપર જે પુરૂષને શ્રદ્ધા પ્રતીતિ થાય તે સમ્યક્ત્વવાનું કહેવાય છે. એ શ્રદ્ધાના બે પ્રકાર છે. વ્યવહાર શ્રદ્ધા અને નિશ્ચયશ્રદ્ધા. તે ઉપરથી સમ્યત્વના પણ બે ભેદ થઈ શકે છે. વ્યવહારસમ્યક્ત્વ અને નિશ્ચયસમ્યકત્વ. પ્રથમ વ્યવહારશ્રદ્ધામાં દેવતત્ત્વરૂપે શ્રી અરિહંત પ્રભુના શુદ્ધ સ્વરૂપને ઓળખવાનું મુખ્ય છે. જેની અંદર તે દેવાધિદેવના ચાર સ્વરૂપ જાણવાના છે, જે ચાર નિક્ષેપના નામથી ઓળખાય છે. નામનિક્ષેપ,સ્થાપનાનિક્ષેપ, દ્રવ્યનિક્ષેપ અને ભાવનિક્ષેપ એવા તેના નામ છે. નમો અરિહંતાઈ એમ નામથી કહેવું એ પ્રથમ નામનિક્ષેપ છે. શ્રી અરિહંત પ્રભુની પ્રતિમા કે જે સર્વ દૂષિત ચિન્હોથી રહિત, સહજ સુંદર સમચતુરસ સંસ્થાનવાલી, પદ્માસન, કાયોત્સર્ગ વગેરે મુદ્રાવાળી અને શાંત રસમય હોય છે, તેમનું દર્શન, સેવન, પૂજન અને ભક્તિ કરવાથી મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. તે સ્થાપના નિક્ષેપ છે. જે જીવે તીર્થકર નામકર્મનો નિકાચિત બંધ કરેલ છે, તે જીવમાં ભાવિગુણોનો આરોપ કરવો એટલે ‘આ જીવ ભવિષ્યમાં તીર્થકર ભગવાનું થશે, એમ વર્તમાનકાળે તેમનામાં આરોપ કરવો તે દ્રવ્યનિક્ષેપ કહેવાય છે. વર્તમાનકાળે સીમંધર પ્રમુખ તીર્થકર કે જે કેવળજ્ઞાની, સમવસરણમાં Page #363 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન ભાઈ-૨ વિરાજમાન, ભવ્ય જીવોના પ્રતિબોધક, ચતુર્વિધ સંઘના સ્થાપક છે, તેવા ભાવ અરિહંતની સેવા ભક્તિ મોક્ષદાયક થાય છે, એ ભાવનિક્ષેપ કહેવાય છે. આવા ચાર નિક્ષેપ સંયુક્ત એવા દેવાધિદેવ અરિહંતને જે પરમેશ્વર માનવા, તેમની સેવા કરવી, તેમની આજ્ઞા શિરપર ધારણ કરવી. એ વ્યવહાર શુદ્ધ દેવતત્ત્વ કહેવાય છે. આ નિશ્ચય સમ્યત્વ અથવા નિશ્ચય શ્રદ્ધા જે સમ્યક્ત્વનો બીજો પ્રકાર છે, તેની અંદર નિશ્ચય શુદ્ધ દેવ તત્ત્વનું સ્વરૂપ આવે છે. શુદ્ધ આત્મસ્વરૂપનો અનુભવ કરવો, પાંચવર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ, શબ્દ અને ક્રિયાથી રહિત, યોગ રહિત, અતીન્દ્રિય, અવિનાશી, અનુપાધિક, અબંધી અકલેશી, અમૂર્ત, શુદ્ધ ચૈતન્ય રૂપ, જ્ઞાન દર્શન અને ચારિત્રાદિ અનંત ગુણોનું પાત્ર અને સચ્ચિદાનંદસ્વરૂપી આત્મા છે, આવો નિશ્ચય એ નિશ્ચય દેવ તત્વ છે. તેવી રીતે શુદ્ધ વ્યવહાર ગુરૂ તત્વ અને શુદ્ધ નિશ્ચય ગુરુ તત્વ પણ સમજવાનું છે. પવિત્ર અને નિર્દોષ સાધુને ગુરુ કરી માનવા, તેમની આજ્ઞા પ્રમાણે વર્તવું અને તેમને પાત્ર જાણી શુદ્ધ અન્નાદિ આપવા એ વ્યવહાર શુદ્ધ ગુરૂતત્વ છે અને શુધ્ધ આત્મવિજ્ઞાન પૂર્વક હેય તથા ઉપાદેય ઉપયોગ સહિત જે પરિહાર અને પ્રવૃત્તિનું જ્ઞાન તે નિશ્ચય ગુરૂ તત્વ છે. તેવી જ રીતે વ્યવહાર ધર્મતત્ત્વ અને નિશ્ચય ધર્મતત્વસમજી લેવા. વ્યવહાર રૂપ ધર્મમાં દયા મુખ્ય છે. સત્ય વગેરે જે સર્વવ્રતો છે, તે દયાની રક્ષાને માટે છે. તે દયાના આઠ પ્રકાર છે. (૧) દ્રવ્યદયા, (૨) ભાવદયા, (૩) સ્વદયા, (૪) પરદયા, (૫) સ્વરૂપદયા, (૬) અનુબંધદયા, (૭) વ્યવહારદયા અને (૮) નિશ્ચયદયા –એવા તેના નામ છે. એ દયાના સ્વરૂપને માટે આતશાસ્ત્રમાં ઉત્તમ પ્રકારનું વિવેચન કરેલું છે. તેમાં નિશ્ચય દયા સર્વોત્કૃષ્ટ છે અને તે દયાના પ્રભાવથી આ નીસરણીના ગુણસ્થાનરૂપ પગથી ઉપર જીવ આરોહણ કરે છે. એ દયાના સ્વરૂપના વિજ્ઞાનપૂર્વક સૂત્ર, નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણ અને વૃત્તિ એ પંચાંગીથી સંમત, પ્રત્યક્ષાદિ પ્રમાણથી સિદ્ધ કરેલ, નૈગમાદિનય, નામાદિ નિક્ષેપ, સપ્તભંગી, નયનિપુણતાથી મુખ્ય તથા ગૌણભાવે ઉભયનય સંમત, શુદ્ધ સ્યાદ્વાદ Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૫૩ ચૌદ પુણસ્થાન ભાગ-૨ શૈલીથી પ્રતિપાદિત અને દાન, શીલ, તપ અને ભાવરૂપે પ્રવૃત્તિવાલો જે ધર્મ તે શુદ્ર વ્યવહાર ધર્મ કહેવાય છે. જેનાથી પોતાના આત્માનું સ્વરૂપ અને વસ્તુનો સ્વભાવ જણાય છે, તે બીજો નિશ્ચય ધર્મ કહેવાય છે. એ નિશ્ચય ધર્મના પ્રભાવથી શુદ્ધ ચૈતન્ય રૂપ, અસંખ્યાત પ્રદેશી, અમૂર્ત, સ્વદેહ માત્રવ્યાપી, સર્વ પુદ્ગલોથી ભિન્ન, અખંડ, અલિપ્ત, જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, વીર્ય અને સચ્ચિદાનંદ પ્રમુખ અનંત ગુણોથી વ્યાપ્ત, અવિનાશી, ઉપાધિરહિત અને અવિકારી એવા આત્મસ્વરૂપનું યથાર્થ ભાન થાય છે. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એ પુદ્ગલોના પાંચ વિકારોનું સ્વરૂપ સમજાય છે અને તે આત્માથી બિન્ન છે, એમ માનવામાં આવે છે. એ નિશ્ચય ધર્મનો મહિમા અગાધ છે, તેનાથી ભવ્ય આત્મા પોતાના સ્વરૂપને ઓળખી શકે છે. તે પવિત્ર આત્મા વિચારે છે કે, આઠ કર્મોના વિપાક ફલ વિપરીત છે, સૂક્ષ્મ પુદ્ગલો ઇંદ્રિયથી અગોચર છે. તેમના પરમાણુ આદિ અનેક તરેહના રૂપો છે. એ પુદ્ગલોના સંયોગથી મોહિત થયેલો જીવ ચારે ગતિમાં ભટકે છે. આ યુગલો મારા સજાતીય નથી પરંતુ વિજાતીય છે. તેમને મારી સાથે કોઈ વાસ્તવ સંબંધ નથી. તે પુદ્ગલો સર્વથા ત્યાગ કરવા યોગ્ય છે. આ પુદ્ગલોનો સંસર્ગ તેજ સંસાર છે. આ પુદ્ગલોની સંગતથી જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ ગુણો બગડી જાય છે; આ પુદ્ગલ દ્રવ્યની રચના છે, તે મારા આત્માનો સ્વભાવ નથી. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાલ –એ ચારે દ્રવ્ય જોય રૂપ છે, પરંતુ હું તે સર્વથી જૂદો છું. તેઓ મારા નથી અને હું તેમનો નથી. મારો સ્વભાવ સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર, રૂપ છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી રહિત, ચૈતન્ય ગુણ રૂપ, અનંત, અવ્યાબાધ, અનંત દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય આદિ અનંત ગુણ સ્વરૂપથી યુક્ત છે. તે મારા સ્વભાવમાં શ્રધ્ધા, ભાસન, રમણતા રૂપ ચિદાનંદઘન સ્વરૂપ ફરે છે. તે મારા પૂર્ણાનંદ સ્વભાવને પ્રગટ કરવા માટે સર્વ શુધ્ધ વ્યવહારનય નિમિત્ત માત્ર છે, પરંતુ મારા સ્વભાવમાં જે રમણતા કરવી તેજ મુખ્ય શુધ્ધ સાધન છે અને તેજ શુધ્ધ ધર્મ છે. આ પ્રમાણે નિશ્ચય ધર્મનું સ્વરૂપ દર્શાવેલ છે. Page #365 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ હે ભદ્ર મુમુક્ષુ, એ શુધ્ધ દેવ, ગુરૂ અને ધર્મ -એ ત્રણે તત્ત્વની જે નિશ્ચલ પરિણતિરૂપ શ્રધ્ધા તે સમ્યક્ત્વ કહેવાય છે. અને તેના પ્રભાવથી મનુષ્ય આત્મા આ ગુણસ્થાનોની નીસરણી ઉપર અનુક્રમે ચડતો ચડતો મોક્ષ મંદિરમાં પ્રવિષ્ટ થાય છે. ૩૫૪ આનંદસૂરિના આ વચનો સાંભળી મુમુક્ષુ આનંદમગ્ન બની ગયો. શરીર પર રોમહર્ષ પ્રગટ થઇ આવ્યો. તેણે વિનયપૂર્વક જણાવ્યું, “ભગવન્, આપના મુખથી સમ્યક્ત્વનું સ્વરૂપ સાંભળી મારો અંતરાત્મા આનંદમગ્ન થઇ ગયો છે. આત્મસ્વરુપનો શુદ્ધ બોધ હૃદયમાં પ્રકાશિત થઇ ગયો છે. અજ્ઞાનરૂપ અંધકાર ખંડિત થઇ નષ્ટ થઇ ગયું છે. તથાપિ બુદ્ધિની ન્યૂનતાને લઇને એક અલ્પ શંકા પ્રગટ થઇ આવી છે. આપની ઇચ્છા હોય તો નિવેદન કરૂં.” આનંદમૂર્તિ આનંદથી બોલ્યા – “હે ભદ્ર, એમ કેમ કહે છે ? સશંકને નિઃશંક કરવામાં અમારી સદા ઇચ્છા જ છે. શંકારૂપ ગિરિ શિલાને તોડવાને માટે જ મુનિઓના વચનરૂપ વજ્ર સર્વદા સજ્જ છે. ભદ્ર, ખુશીથી તમારી શંકા પ્રગટ કરો. યથાશક્તિ તેનું નિરાકરણ કરવામાં આવશે.” મુમુક્ષુ અંજલિ જોડી બોલ્યો- “મહાનુભાવ, આ જગતમાં કેટલાએક એવા જીવો છે કે, જેમને સમ્યક્ત્વના સ્વરૂપનો યથાર્થ બોધ થયો ન હોય, તે માત્ર એટલું જ સમજે કે, “તં રાલ્વે નિસં હું નં નિદિ વેર્ય" જે જિનેશ્વર ભગવાને કહેલ છે, તે સર્વ નિઃશંક સત્ય છે.” આ પ્રમાણે જાણનારા જીવો સમ્યવાન કહેવાય છે કે નહીં ? સૂરિ બોલ્યા, “ભદ્ર,તારી શંકા યથાર્થ છે. જે જીવ પક્ષપાતરહિત એ પ્રમાણે ધારતા હોય અને તેમનામાં એવી તત્વાર્થ શ્રદ્ધા સાચી હોય તો તે પણ સમ્યગ્દર્શની કહેવાય છે.’” મુમુક્ષુ પ્રસન્ન થઇને બોલ્યો- “મહાનુભાવ, મારી શંકા દૂર થઇ ગઇ છે. હવે સમ્યક્ત્વને વિષે કાંઇ વિશેષ કહેવાનું હોય તો કૃપા કરી કહો.’’ આનંદસૂરિ બોલ્યા- ભદ્ર, જે ઉપર વ્યવહારસમ્યક્ત્વનું સ્વરૂપ Page #366 -------------------------------------------------------------------------- ________________ ચોદ વણસ્થાનક ભાગ-૨ ૩પપ કહેવામાં આવ્યું છે, તેનું સર્વદા મનન કરજે. અને મિથ્યાત્વનો સર્વથા ત્યાગ કરજે. એક રીતે મિથ્યાત્વનો સર્વથા ત્યાગ એ પણ સમ્યકત્વ કહેવાય છે. પ્રથમ વ્યવહારસમ્યક્ત્વનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે, હવે નિશ્ચયસમ્યત્વનું સ્વરૂપ સાંભળ. પૂર્વે નિશ્ચય દેવ, ગુરૂ અને ધર્મનું જે સ્વરૂપ કહ્યું છે, તેજ નિશ્ચય સમ્યક્ત્વનું સ્વરૂપ સમજી લેવું. તે નિશ્ચય સમ્યક્ત્વ પરોક્ષ જ્ઞાનનો વિષય નથી, તેને તો કેવલી જાણી શકે છે. જે જીવને નિશ્ચયસમ્યક્ત થયું હોય તે કેવલીના જાણવામાં આવી શકે છે. તેમાં ખાસ એટલું જાણવાનું છે કે-જેને નિશ્ચય સમ્યકત્વ પ્રગટ થયું તે જીવને નરક અને તિર્યંચની ગતિના આયુષ્યનો બંધ થતો નથી. અને તેના મનની પરિણાંત સર્વદા ઉચ્ચજ રહે છે. મુમુક્ષુ અત્યંત પ્રસન્ન થઈને બોલ્યો- “ભગવદ્ એ વાત મારા લક્ષમાં આવી ગઈ છે. હવે કૃપા કરી સામાન્ય રીતે સમ્યક્ત્વવાન મનુષ્યનું સ્થૂલ પ્રવર્તન કેવું હોય? તે સમજાવો. જે ઉપરથી સામાન્ય બુદ્ધિ માણસ પણ સમ્યકત્વવાનને ઓળખી શકે, અને પોતે તેવો થવાને પ્રયત્ન કરે.” આનંદસૂરિ સાનંદ થઈને બોલ્યા- “ભદ્ર, જેને સમ્યકત્વ પ્રાપ્ત થયું હોય, તેવા પુરૂષની પ્રવૃત્તિ કેવી હોય છે? તે જાણવા જેવી છે. સમ્યકત્વથી અલંકૃત થયેલો પુરૂષ જો શરીર સ્વસ્થ હોય તો જિનપ્રતિમાના દર્શન પૂજન કરવામાં એટલો બધો પ્રીતિવાળો રહે છે કે તે તેમના દર્શન કર્યા વિના ભોજન કરતો નથી. જો પ્રતિમાના દર્શનનો યોગ ન મળે તો પૂર્વ દિશામાં સન્મુખ બેશી વર્તમાન તીર્થકરોને ઉદેશીને ચૈત્યવંદન કરે છે. જો કોઇ રોગાદિ કારણને લઈને દર્શન, ન થાય તો તેને આગાર હોવાથી તેના નિયમનો ભંગ થતો નથી. જેના હૃદયમાં શુદ્ધ સમ્યત્વની પ્રજા પડેલી છે, તે ભવી આત્મા જિન પ્રભુના મંદિરમાં મોટી દશ આશાતનાને છોડી દે છે. તે જિનાલયમાં તાંબૂલ કે બીજી ખાવાની વસ્તુઓ ખાતો નથી. જલ વગેરે પ્રવાહી પદાર્થોનું પાન કરતો નથી. ભોજન લેતો નથી. મંદિરની અંદર ઉપાન વગેરે લાવતો નથી. કોઈ જાતના વિષયનું સેવન કરતો નથી, શયન કરતો નથી. દીર્ધશંકા, લઘુશંકા કરતો નથી. કોઇ ભાગમાં થુંકતો Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩પ૬ ચૌદ ગુણસ્થાન ભાગ-૨ નથી અને જુગારની કોઇજાતની રમત રમતો નથી, આ દશ મોટી આશાતનાની સાથે યથાશક્તિ બીજી નાની ચોરાશી આશાતનાનો પણ તે ત્યાગ કરે છે. જેના હૃદયમાં સમ્યત્વનો પ્રકાશ પડેલો છે એવો પુરૂષ શરીરે આરોગ્ય હોય તો બે ઘડી દિવસ ચડે ત્યાં સુધી નમસ્કાર સહિત ચાર આહારનું પ્રત્યાખ્યાન કરે છે અને રાત્રે દુવિહાર પ્રત્યાખ્યાન કરે છે, જો રોગાદિકના કારણથી ન થઈ શકે તો તે આગાર ગણાય છે. ભદ્ર મુમુક્ષુ, જેના પવિત્ર હૃદય ઉપર સમ્યક્ત્વનું તેજ પ્રસર્યું હોય તે પુરૂષ કેટલાએક સ્વોપયોગી અને લોકોપયોગી નિયમો ધારણ કરે છે. તે માસ, ચાર માસ, છ માસ, કે વર્ષ સુધી પ્રભુને અમુક પુષ્પો ચડાવવાનો, અમુક ઘી અર્પવાનો, અમુક અંગહણ કરવાનો નિયમ ગ્રહણ કરે છે, તે સાથે કેશર, ચંદન, બરાસ, કપૂર, ધૂપ, અક્ષત, નૈવેદ્ય વગેરે અને ફલપૂજાની સામગ્રીના અમુક પ્રમાણના સંકલ્પ કરે છે. પ્રતિવર્ષ અષ્ટ પ્રકારી અને સત્તર ભેદી પુજાઓ રચવાના જૂદા જૂદા નિયમો ધારણ કરે છે. તે સિવાય કેટલાએક પ્રભુભક્તિને અંગે જપમાલા, ધ્યાન પ્રમુખ માનસિક પૂજાના નિયમો ગ્રહણ કરે છે અને તે પ્રમાણે દ્રઢતાથી વર્તે છે. ભદ્ર, સમ્યકત્વથી અલંકૃત થયેલો પુરૂષ પોતાની લક્ષ્મીનો એવો સદુપયોગ કરે છે કે જેથી તે ઉભયલોકના કાર્યો સાથે છે. સાતક્ષેત્રોની ઉન્નતિમાં તેનું દ્રવ્ય ઉદારતાથી ખર્ચાય છે અને તે સાથે તેને કીર્તિનો લોભ રહેતો નથી. તેમાં ખાસ કરીને જ્ઞાનની ઉન્નતિ અને પોતાના સાધર્મીબંધુઓનો ઉત્કર્ષકરવામાં તે છૂટે હાથે દ્રવ્યનો વ્યય કરે છે જો પોતાની પાસે દ્રવ્યનો યોગ ન હોય તો બીજાની પાસે દ્રવ્ય વ્યય કરાવે છે અને તેમ કરનારાઓને પૂર્ણ અનુમોદન આપે છે અને માનુષ્ય જીવનની સફળતા થવાના જેટલા કાર્યો છે, તેમને આચરવા યથાશક્તિ પ્રયત્ન કરે છે. આનંદસૂરિના આ વચનો સાંભળી મુમુક્ષુના માનસમંદિરમાં કોઈ વિલક્ષણ આભાસ થઈ આવ્યો. તેનું હૃદય નિઃશંક થવાથી તેમાં શ્રદ્ધા અને આસ્તાનું એટલું બધું બળ વધ્યું કે જેથી તે સર્વ પ્રકારે હર્ષમય બની ગયો અને આનંદ ઉદધિના કલ્લોલમાં તરવા લાગ્યો. તેણે સહર્ષવદને જણાવ્યું“મહાનુભાવ, સમ્યત્વના સદગુણો સાંભળી હૃદય આનંદમય બની ગયું Page #368 -------------------------------------------------------------------------- ________________ ચોદ ગુણસ્થાનક ભાગ-૨ ૩પ૭ છે. “આ આત્મા એ સમ્યક્ત્વને ધારણ કરી જીવનના ઉત્તમ સુખનો અધિકારી થાય.' એવી એવી ભાવનાઓ ભાવવામાં આવે છે. ધન્ય છે એ સમ્યત્વ ધારીના જીવનને ધન્ય છે એ પવિત્ર પ્રસાદીના પ્રભાવને. હૃદય નિઃશંક થયું છે, તથાપિ એક જિજ્ઞાસા પ્રગટ થઇ આવી છે. આપ મહાનુભાવે જે સમ્યક્ત્વને વર્ણવી બતાવ્યું, તે સમ્યક્ત્વના કાંઇપણ અતિચાર હશે કે નહિ? જો હોય તો તે જાણવાની ઇચ્છા છે. નિરતિચાર સભ્યત્વનો પ્રભાવ અનિર્વચનીય હશે.” આનંદસૂરિ સંતુષ્ટ થઈને બોલ્યા- “ભદ્ર, એ સમ્યક્ત્વના પાંચ અતિચાર છે. તેઓમાં પ્રથમ શંકા અતિચાર છે. જિન પ્રભુની વાણીમાં કોઈ જાતની શંકા લાવવી એ પ્રથમોતિચાર છે. શુધ્ધ પવિત્ર પુરૂષે એ શંકાના અતિચારનો ત્યાગ કરવો જોઇએ. નિસ્પૃહ અને સમદ્રષ્ટિ એવા અહતપ્રભુએ જે પ્રરૂપણા કરેલી છે, તે સર્વ રીતે સત્ય છે, તેમાં કોઇ જાતની શંકા લાવવી ન જોઇએ. કદિપણ તેમાં શંકાને અવકાશ મળવોજ ન જોઇએ. બીજો, અતિચાર આકાંક્ષા છે. અન્ય ધર્મના અજ્ઞાન કષ્ટ દેખી તેમજ કોઈ ચમત્કારો કે ભભકો જોઇ તે તરફ આકાંક્ષા કરવી એ બીજો અતિચાર છે. બીજા ધર્મના અનુયાયીઓની જાહોજલાલી જોઈ તેમની તરફ ફીદા થઇ જવું એ આકાંક્ષા અતિચાર લાગે છે. જ્યાં સુધી એવી આકાંક્ષા રહે ત્યાં સુધી સમ્યત્વની પૂર્ણ શુધ્ધિ ગણાતી નથી. તેથી એ અતિચારનો સર્વથા ત્યાગ કરવો જોઇએ. ત્રીજો વિતિગિચ્છા નામે અતિચાર છે. કોઈ પૂર્વના નઠારા કર્મને લઇને જ્યારે દુ:ખ આવી પડે ત્યારે હૃદયમાં ધર્મના ફળને માટે શંકા ઉત્પન્ન થવી એ વિતિગિચ્છા અતિચાર કહેવાય છે. જેનામાં એ અતિચાર પ્રગટ થાય છે તેનામાં એટલી સમ્યકત્વની ન્યૂનતા છે એમ સમજવું. શુધ્ધ સમ્યકત્વધારીએ ધર્મ અને તેના ફળને માટે કોઈ જાતની શંકા રાખવી ન જોઇએ.” ચોથો મિથ્યાદ્રષ્ટિની પ્રશંસા કરવા રૂપ અતિચાર છે. જેમણે ધર્મનું યથાર્થ સ્વરૂપ જોયું નથી, તેઓ મિથ્યાદ્રષ્ટિ કહેવાય છે. તેવા મિથ્યાદ્રષ્ટિના કાર્યોની પ્રશંસા કરવી અને તેમને ઉત્તેજન આપવું એ મિથ્યાદ્રષ્ટિ પ્રશંસામાં આવે છે. તે પછી પાંચમો મિથ્યાદ્રષ્ટિનો પરિચય કરવારૂપ અતિચાર છે. Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩પ૮ ચોદ મણસ્થાક ભાગ-૨ જેના વિચાર મિથ્યાત્વથી ભરેલા હોય અથવા નાસ્તિતાવાલા હોય તેવાઓનો સંગ કરવો નહીં. તેમ કરવાથી મિથ્યાદ્રષ્ટિની વાસના લાગી જવાથી ધર્મથી ભ્રષ્ટ થવાય છે. કુસંગનો ત્યાગ કરવાનું પણ તેની અંદર આવી છે. - ભદ્ર મુમુક્ષુ, આ પ્રમાણે સમ્યક્ત્વની અંદર પાંચ અતિચારો છે, તે અતિચારોનો ત્યાગ કરવાથી સમ્યત્વનો પૂર્ણ પ્રકાશ પડે છે. અને ભવ્ય આત્મા તેના ત્યાગથી પોતાનું આત્મસાધન કરી શકે છે. મુમુક્ષુએ પ્રશ્ન કર્યો. ભગવનું, એ અતિચારનો ત્યાગ કરવાની ભાવના ભાવવાને હું ઉઘુક્ત થઇશ, પરંતુ કોઈ કારણથી તેનો અંતરાય આવે તો ક્ષમા થઇ શકે એવો કાંઈ પ્રકાર છે? સૂરિવર બોલ્યા- “ભદ્ર, આહત ધર્મના પ્રવર્તકોએ ધર્મના માટે સૂક્ષ્મ નિરીક્ષણ કરેલું છે. એ મહાત્માઓ છબસ્થ જીવોના સ્વરૂપને સારી રીતે જાણતા હતા, અને તેમની શક્તિને ઓળખતા હતા, કદિ જીવો ઉત્તમ કોટિના હોય પણ જ્યાં સુધી તેમના આત્માને છદ્મસ્થપણાને સ્પર્શ થયેલો છે, ત્યાં સુધી તેઓ સ્કૂલના પામ્યા વિના રહેતા નથી, એ વાત તેમના મહાન જ્ઞાનબલની અંદર આવેલી હતી, અને તેથી તેમણે ધર્મના વર્તનમાં કેટલાએક આગાર રાખેલા છે, જેથી ધર્મના શુદ્ધ પ્રવર્તનને કોઈ જાતનો ધક્કો લાગતો નથી. ભદ્ર, આ સમ્યકત્વને માટે ભગવાન અરિહંત પ્રભુએ છ આગાર દર્શાવેલા છે, જેઓ નિયમ પાળવાની મુશ્કેલીમાં એક છીંડીરૂપ ગણાય છે. જો નિયમ પાળવામાં મુશ્કેલી આવી પડે તો એ આગારરૂપી છીંડીમાંથી બચી શકાય છે, અને નિયમને અખંડિતપણે જાળવી શકાય છે.” . સૂરિવરના આ વચનો સાંભળી મુમુક્ષુ અતિ આનંદ પામી બોલ્યો.” કૃપાનાથ, એ છ આગાર જણાવવાની કૃપા કરો. સૂરિવર બોલ્યા- “ભદ્ર, જ્યારે શુદ્ધ ગુરૂ ગૃહસ્થને સમ્યક્ત્વ આપે છે, ત્યારે તે છ આગાર જણાવે છે. કારણને લઈને સમ્યકત્વને અનુચિત એવું કાંઇ કામ કરવું પડે ત્યારે છ આગાર રાખી શકાય છે, જેથી પ્રાપ્ત કરેલ Page #370 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક માઢા-૨ ૩૫૯ ન સમ્યક્ત્વ દૂષિત થતું નથી. (૧) કંદ પોતાના નગરનો રાજા આજ્ઞા કરી જોરાવરીથી અનુચિત કામ કરાવે, તો તે કામ કરતાં સમ્યક્ત્વને દોષ લાગતો નથી. (૨) કદિ જ્ઞાતિ અથવા પંચ કોઇ ન છાજે તેવું કામ કરવાની ફરજ પાડે, (૩) ચોર કે કોઇ બદમાસ માણસ જોરાવરીથી અયોગ્ય કામ કરાવે. (૪) વ્યંતર, ભૂત કે પ્રેત શરીરમાં પ્રવેશ કરી અનુચિત કામ કરવામાં ઉદ્યુક્ત કરે, (૫) ગુરૂ કે વિંડેલ જનાદિના આગ્રહથી કાંઇ અનુચિત કામ કરવું પડે તથા કોઇ ધર્માચાર્યને કોઇ દુષ્ટ સંકટ દેતો હોય તેમજ જિનપ્રતિમા કે જિનાલયને ખંડન કરનારા પુરૂષનો નિગ્રહ કરવાને કોઇ સમ્યક્ત્વને ન છાજે તેવું અનુચિત કામ કરવું પડે અને (૬) દુષ્કાલ, મરકી કે દેશભંગ અથવા આજીવિકાનો નાશ થાય તેવી આપત્તિઓ આવે તેવે પ્રસંગે અયોગ્ય કાર્ય કરવું પડે -એ છ આગાર રાખવાથી સમ્યક્ત્વ કલંકિત થતું નથી. તેમજ અજાણતાથી, અકસ્માત્થી, આત્મિક લાભ વિશેષ મળવાથી, અને સર્વ સમાધિ વ્યત્યયથી અર્થાત્ રોગને વશ થવાથી કાંઇ અનુચિત કાર્ય થઇ જાય તોપણ સમ્યક્ત્વને કલંક લાગતું નથી.’ ,, મુમુક્ષુ નિઃશંકપણાના આનંદથી બોલ્યો- “ભગવન્, હવે મારા મનની તે ચિંતા અને શંકા દૂર થઇ છે. પરંતુ આ ચોથા પગથીઆ વર્તી જીવના કૃત્ય કેવા હોય છે તે કૃપા કરી જણાવો.’’ સૂરિવર બોલ્યા- હે ભદ્ર આ ગુણસ્થાનવાળા જીવને વ્રત, નિયમ તો કાંઇ પણ હોતું નથી, પરંતુ દેવશ્રી વીતરાગભગવાનની તેમજ પૂર્વોક્ત લક્ષણવાળા શુદ્ધ ગુરૂ નિગ્રન્થની તથા ચતુર્વિધ શ્રીસંઘની પૂજા, ભક્તિ, નમસ્કાર-વાત્સલ્યાદિ કૃત્યો તે કરે છે. તથા પ્રભાવિત શ્રાવક હોવાથી શાસનની ઉન્નતિ તથા શાસનની પ્રભાવના કરે છે. વળી આ ગુણસ્થાનવાળા જીવ સત્યોતેર પ્રકૃતિનો બંધ કરે છે, તથા મિશ્રમોહનો વ્યવચ્છેદ થવાથી અને ચાર આનુપૂર્વી અને સમ્યક્ત્વ મોહનો ઉદય થવાથી એકસો ચાર કર્મપ્રકૃતિને વેદે છે. ક્ષાયિક સમ્યક્ત્વવાળાને ૧૩૮ કર્મપ્રકૃતિની સત્તા હોય છે, અને ઉપશમ સમ્યક્ત્વવાળાને ચોથાથી તે અગીયારમા ગુણસ્થાન પર્યંત ૧૪૮ કર્મપ્રકૃતિની સત્તા છે. Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ - - ચૌદ પુણસ્થાનક ભાગ-૨ | મુમુક્ષુ આનંદથી બોલ્યો ભગવન્! આ ગુણસ્થાનનું સ્વરૂપ હવે મારા સમજવામાં આવ્યું છે, અને તેને ઉદેશી આપે જે સમ્યક્ત્વનું સ્વરૂપ સમજાવ્યું, તે વાતે હું આપનો અત્યંત આભારી થયો છું. આ ચોથા ગુણસ્થાન પર આરોહણ કરવાની ઉચ્ચ ભાવના ભાવું છું અને આ મનુષ્ય જીવનના પ્રવાહને તે તરફ વહન કરવા ઉજમાળ થાઉં છું. Page #372 -------------------------------------------------------------------------- ________________ પદાર્થ દર્શન ટ્રસ્ટ આશ્રમ રોડ, અમદાવાદ