________________
૨૧૦
ચોદ |Pસ્થાન ભાગ-૨ ચારિત્રધર્મ ઉપરના રાગની પ્રબળતાનો ખ્યાલ આપવાને માટે શાસ્ત્રકાર પરમર્ષિઓએ, ભૂખ્યા બ્રાહ્મણનું ઉદાહરણ આપ્યું છે. સામાન્ય સંજોગોમાં પણ બીજાઓના કરતાં બ્રાહ્મણોમાં ધૃતપૂર્ણ ભોજની અભિલાષા વિશેષ પ્રમાણમાં હોય છે. તેમાં પણ જો કોઇ બ્રાહ્મણે અટવીને લંઘી હોય, અટવીમાં કાંઇ જ ખાવા-પીવાનું મળ્યું ન હોય એટલે ભૂખ જોરદાર બની હોય, પેટ જાણે પાતાળમાં પેસી ગયું હોય અને એથી ખાવાનું જે મળી જાય તેનાથી પોતાની ભૂખને શમાવવાની તીવ્ર ઇચ્છા થઇ હોય, તેમાં જ એની નજરે ધૃતપૂર્ણ ભોજન ચઢે, તો એ ભોજન ઉપર એને કેવોક રાગ થાય ? એ ભોજનને મેળવવાને માટે એ શક્તિમાન બને અગર, શક્તિમાન ન બને-એ વાત જુદી છે; પોતાના કર્મદોષ આદિના. કારણે એ બ્રાહ્મણ એ ભોજનને ન મેળવી શકે-એય શક્ય છે; પણ નજરે ચઢેલા એ ભોજનને વિષે એનો રાગ કેવોક હોય ? એના એ રાગની કલ્પના કરી લ્યો અને સમજે કે-સખ્યદ્રષ્ટિ આત્માઓમાં ચારિત્રધર્મનો રાગ એથી પણ અધિક હોય છે. આ અવિરત સખ્યદ્રષ્ટિની વાત છે. વિરતિવાળા સમ્યગ્દષ્ટિ આત્માઓ તો એવા હોય છે કે-પેલો બ્રાહ્મણ એણે દેખેલા ધૃતપૂર્ણ ભોજનને
જ્યારે મેળવી શકે, ત્યારે એને જેમ એ ભોજનનું ભક્ષણ કરવા સિવાયનું કોઇ લક્ષ્ય હોતું નથી અને એને જેમ એ ભોજનના ભક્ષણમાં અનુપમ તથા અપૂર્વ સ્વાદનો અનુભવ થાય છે. તેમ વિરતિધર્મને પામેલા આત્માઓ વિરતિના પાલન સિવાયના કોઇ લક્ષ્યવાળા હોતા નથી તેમજ વિરતિના પાલનમાં એ પુણ્યાત્માઓ અનુપમ અને અપૂર્વ સ્વાદનો અનુભવ કરે છે. સર્વવિરતિને પામેલા સમ્યગ્દષ્ટિ આત્માઓ જ્યારે આવા હોય છે, ત્યારે સર્વવિરતિ ને પામવા જોગો કર્યદોષ જેઓનો ટળ્યો નથી અને થોડો ઘણો કર્મદોષ ટળવાના યોગે જેઓ દેશવિરતિપણાને જ પામી શક્યા છે, એવા સમ્યગ્દદ્રષ્ટિ આત્માઓની દશા પણ, પેલા ભૂખથી પીડાતા બ્રાહ્મણને