________________
ચૌદ ગુણસ્થાનક ભાd -૨
૨૧૧ થોડું ભોજન મળવાથી થતી દશા જેવી હોય છે. પેલા બ્રાહ્મણને
જ્યારે ધૃતપૂર્ણ ભોજન થોડા પ્રમાણમાં મળે, ત્યારે એ પોતાને મળેલા થોડા ભોજનના ભક્ષણમાં જેમ એવી કાળજીવાળો બને છે કે-એ ભોજનનો એક અણુ પણ એળે જવા દે નહિ અને એ ભોજનનો એને જેમ એવો સ્વાદ લાગે છે કે-બાકીના ભોજનને મેળવવાને માટેની એની ઇચ્છા ઉલટી વધી જાય છે, તેમ દેશવિરતિપણાને પામેલા સભ્યદ્રષ્ટિ આત્માઓ દેશવિરતિ-ધર્મના પાલનમાં એવા જ કાળજીવાળા બને છે અને સર્વવિરતિને પામવાની તેમની ઇચ્છા પણ વધારે વેગવતી બની જાય છે, કારણ કે-તેમને વિરતિના આસ્વાદનો પણ અનુભવ થાય છે. ભાવથી શુદ્ધ ચિત્તવાળા :
આ વાત અહીં એ માટે કરવામાં આવી છે કે-આ નવમી વિંશિકાની પહેલી ગાથામાં પરમ ઉપકારી શાસ્ત્રકાર પરમર્ષિએ ભાવશ્રાવક કેવો હોય અને એ ભાવશ્રાવક પણ કેવો ? કે જે અવિરત સમ્યગ્દષ્ટિ હોય, તે ઉત્તમ શ્રાવક કેવો હોય ? -એ દર્શાવતાં તેને ભાવથી શુદ્ધ ચિત્તવાળા તરીકે ઓળખાવેલ છે. અવિરત સમ્યગ્દષ્ટિ આત્મામાં પણ ચારિત્રધર્મનો રાગ કેવો હોય છે. તે આપણે ભૂખથી પીડાતા બ્રાહ્મણના દ્રષ્ટાન્નથી જોયું. મૃતધર્મના રાગની સફ્લતા પણ ચારિત્રધર્મના રાગને જ આભારી છે. ભગવાને કહેલા ચારિત્રધર્મને જાણવા અને પામવાના હેતુવાળો જ મૃતધર્મનો રાગી હોય છે. શ્રુતધર્મનો રાગ હોય અને ચારિત્રધર્મનો રાગ ન હોય, તો એ કહેવાતો કૃતધર્મનો રાગ એ સાચી કોટિનો શ્રુતધર્મનો રાગ નથી. મૃતધર્મનો રાગ એ જ્ઞાનનો રાગ છે અને ચારિત્રધર્મનો રાગ એ વિરતિનો રાગ છે. ઉપકારિઓએ માવ્યું છે કે આત્માનો મોક્ષ જ્ઞાન અને ક્રિયાના યોગથી થાય છે. “જ્ઞાનયામ્યાં મોક્ષ:” સમ્યગ્દષ્ટિ આત્માઓને