________________
ચૌદ ગુણસ્થાનક માdj-૨
અંતરકરણરૂપ સ્થાનમાં પ્રવેશ કરતાં જ ચંદનથી પણ અનેકગણા શીતળ એવા સમ્યક્ત્વ રૂપ ધનસાર (ચંદન)થી તેનો આત્મા ચર્ચિત થાય, ત્યારે તો તેના હર્ષ વિષે પૂછવું જ શું ? આવા સમયે અનંતાનુબંધી કષાયો અને મિથ્યાત્વરૂપ પરિતાપ તેમજ તૃષ્ણારૂપ તૃષા તો તેના તરફ દ્રષ્ટિપાત પણ કરી શકતા નથી.
રણસંગ્રામમાં જય મળતાં વીરપુરૂષોને જે આનંદ થાય છે, તેનાથી કરોડ ગણો અને તેથી પણ વધારે આનંદ આત્મા આ સમ્યકત્વ મેળવતા અનુભવે છે, એમ કહેવામાં જરા અતિશયોક્તિ નથી. કેમકે-અનાદિકાળથી પ્રતિ સમય તીવ્ર દુખ દેવામાં અગ્રેસર અને કટ્ટા શત્રુરૂપ મિથ્યાત્વના ઉપર વિજય મેળવતાં કયો પ્રાણી ખૂશી ખૂશી ન થઇ જાય ? જન્મથી જ જે અંધા હોય તેને એકાએક નેત્રની પ્રાપ્તિ થાય અને આ સમગ્ર વિશ્વ અવલોકવાની તેને તક મળે ત્યારે તે આનંદિત થઇ જાય, તો પછી અનાદિકાળથી મિથ્યાત્વરૂપ અંધતાથી દુઃખી થતા જીવને સમ્યગદર્શનારૂપ નેત્રો મળે, ત્યારે તેના વર્ષમાં કંઇ કચાશ રહે ખરી ? અંતરક્રણમાં વર્તવા જીવની પ્રવૃત્તિ :
અંતરકરણમાં પ્રવેશ થતાં જ જીવ પ્રથમ તો સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે. ત્યાર બાદ અંતર્મુહૂર્ત સુધી તે ત્યાં રહીને શું કાર્ય કરે છે તે હવે જોઇએ. આ સમય દરમ્યાન જીવ પેલાં અત્યાર સુધી દાબી રાખેલા-ઉપશમાવેલા અતિ દીર્ધ સ્થિતિવાળાં મિથ્યાત્વમોહનીય કર્મદ્રવ્યોને સ્વચ્છ બનાવવાનો પ્રયત્ન કરે છે. આવો પ્રયત્ન કરવાથી ઉપર્યુક્ત કર્યદ્રવ્યોમાંથી જે કર્મદ્રવ્યો સર્વથા શુદ્ધ બની જાય, તેને “સમ્યક્ત્વમોહનીય' એવું નામ આપવામાં આવે છે, જે અર્ધશુદ્ધ બને છે તેને “મિશ્ર મોહનીય' તરીકે ઓળખાવવામાં આવે છે અને જે અશુદ્ધ ને અશુદ્ધ જ રહી જાય છે