________________
_
_
_
_ _
_
_
ચૌદ ગુણસ્થાન ભાગ-૨
૧૬૭ રાગદ્વેષની અને યોગની નિવૃત્તિ થવાથી જે સ્વરૂપ રમણ થાય છે એ જ “સમ્યક્રચારિત્ર' છે. એ ચારિત્રના પરિણામશુદ્ધિની તરતમતાની અપેક્ષાએ સામાયિક આદિ પાંચ ભેદ છે. સાધનોનું સાહચર્ય :
ઉપર જણાવેલા ત્રણે સાધનો જ્યારે પરિપૂર્ણ રૂપમાં પ્રાપ્ત થાય ત્યારે સંપૂર્ણ મોક્ષનો સંભવ છે. એક પણ સાધન જ્યાં સુધી અપૂર્ણ હોય છે, ત્યાં સુધી પરિપૂર્ણ મોક્ષ થઇ શકતો નથી. ઉદાહરણ તરીકે-સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન પરિપૂર્ણ રૂપમાં પ્રાપ્ત થયા છે, છતાં સમ્યક્રચારિત્રની અપૂર્ણતાને લીધે તેરમાં ગુણસ્થાનકમાં પૂર્ણ મોક્ષ અર્થાત્ અશરીર સિદ્ધિ અથવા વિદેહ-મુક્તિ થતી નથી અને ચૌદમા શેલેશી અવસ્થા રૂપ પરિપૂર્ણ ચારિત્ર પ્રાપ્ત થતાં જ ત્રણે સાધનોની પરિપૂર્ણતાના બળથી પૂર્ણ મોક્ષ શક્ય થાય છે. સાહચર્ય નિયમ :
ઉપરના ત્રણે સાધનોમાંથી પહેલા બે, એટલે કે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન અવશ્ય સહચારી હોય છે. જેમ સૂર્યના તાપ અને પ્રકાશ એકબીજાને છોડીને રહી શકતા નથી, તેમજ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન એકબીજા સિવાય રહી શકતા નથી. પરંતુ સમ્યક્રચારિત્રની સાથે એમનું સાહચર્ય અવશ્યભાવિ નથી, કારણ કે-સમ્યફચારિત્ર સિવાય પણ કેટલાક સમય સુધી સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન જોવામાં આવે છે. આમ હોવા છતાં પણ ઉત્ક્રાંતિના ક્રમ પ્રમાણે સમ્યક્રચારિત્ર માટે એવો નિયમ છે કે-જ્યાં તે હોય
ત્યાં એની પૂર્વેના સમ્યગ્દર્શન આદિ બંને સાધન અવશ્ય હોય છે. સમ્યગ્દર્શનનું લક્ષણ :
તત્વાર્થ શ્રધ્ધાનં સચદ્ર્શનનાં યથાર્થ રૂપથી પદાર્થોનો