________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ સમ્યક્ત્વ પામ્યો.
યથાપ્રવૃત્તિણાદિ ત્રણ ણો પરત્વે કીડીનું દ્રષ્ટાંત :
૨૫૭
પૃથ્વી ઉપર ફરતી ફરતી કોઇ કીડી કોઇ ખીલા સુધી આવીને પાછી , કોઇ કીડી ત્યાં સુધી આવીને તે ખીલા ઉપર ચઢી જાય તથા કોઇ કીડી એ ખીલા ઉપર થઇને આગળ ઉડી
જાય, એ આ ઉપર્યુક્ત દ્રષ્ટાંત છે. એનો ઉપનય એ છે કે-કીડીનું પૃથ્વી ઉપર ફરતાં ફરતાં ખીલા સુધી આવવું એ સંસારમાં અનાદિકાળથી રખડતાં રખડતાં જીવનું યથાપ્રવૃત્તિકરણ પામી ગ્રન્થિદેશ સુધી આવવા બરાબર છે, કોઇ કીડી ખીલા ઉપર ચઢી જાય એ અપૂર્વકરણની પ્રાપ્તિ અર્થાત્ ગ્રન્થિનું ભેદન છે અને કોઇ કીડી એ ખીલા ઉપર ચઢીને આગળ ઉડી ગઇ એ આ ગ્રન્થિને ભેદવા બાદ અનિવૃત્તિકરણની પ્રાપ્તિ છે. અપૂર્વણના અધિકારી :
એકેન્દ્રિયથી ચતુરિન્દ્રિય સુધીના જીવો આ અપૂર્વકરણના અધિકારી નથી. વળી પંચેન્દ્રિય જીવોમાં પણ જેઓ પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય હોવા ઉપરાંત જેઓને બહુમાં બહુ સંસારમાં કિંચિત્ ન્યૂન, એવા અર્ધપુદ્ગલપરાવર્તન જેટલા કાળ પર્યંતજ રઝળવાનું બાકી રહેલું હોય : અર્થાત્ એટલા કાળ દરમિયાનમાં તો જેઓ જરૂર જ મુક્તિનગરે પહોંચવાનાજ હોય, તેજ જીવો આ અપૂર્વકરણના અધિકારીઓ છે. વિશેષમાં આવા જીવોમાં ઇર્ષા, દ્વેષ નિન્દા વિગેરે દોષો ઘણાજ મંદ પડી ગયેલા હોય છે. તેઓ આત્મકલ્યાણની પ્રબળ અભિલાષા રાખે છે, આથી તેઓ સુગુરૂનું બહુમાન જાળવવા તનતોડ મહેનત કરે છે. આવા જીવો અધ્યાત્મની પ્રથમ ભૂમિકા ઉપર છે અર્થાત્ તેઓ અપુનર્બન્ધક છે. એટલે કેતેઓ જે અવસ્થામાં મિથ્યાત્વનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થતો અટકી