________________
૨૫૮
ચૌદ ગુણસ્થાન ભાગ-૨ જાય એવી અપુનર્બન્ધક અવસ્થાને પહોંચેલા છે. આ જીવો નીતિને માર્ગે ચાલે એ સ્વાભાવિક જ છે. આ પ્રમાણેની અવસ્થામાંથી પસાર થયા બાદજ તેઓ ગ્રન્થિનો ભેદ કરી સમ્યકત્વ સંપાદન કરે છે.
હવે જે જીવને અપૂર્વકરણ પ્રાપ્ત થયું હોય તેને જરૂર જ અનુવૃત્તિકરણ થાય એ વાત ઉપર આવીએ. તે પૂર્વે એક પ્રશ્નો ઉઠે છે કે-જેમ (એકજ જીવ આશ્રીને) યથાપ્રવૃત્તિકરણની પ્રાપ્તિ અનેક વાર થઇ શકે તેમ છે, તેવી રીતે આ અપૂર્વકરણ કે જે ભવ્યજીવોને જ થઇ શકે તેમ છે, તેની પ્રાપ્તિના સંબંધમાં પણ એમ જ સમજવું કે કેમ ? અર્થાત આ અપૂર્વકરણ ભવ્યજીવને એજ્જ વાર પ્રાપ્ત થાય કે તેથી વધારેં વાર પણ થઇ શકે ? અને જો અપૂર્વકરણ એકથી વધારે વાર પ્રાપ્ત થઇ શકતું હોય તો પછી અપૂર્વકરણ શબ્દથી સૂચિત થતો અર્થ કેવી રીતે ઘટી શકશે વારૂ?
આના સંબંધમાં સમજવું કે-કેટલાક ભવ્યજીવને એક કરતાં વધારે વાર પણ અપૂર્વકરણની પ્રાપ્તિ સંભવી શકે છે, કેમકેઅપૂર્વકરણ પ્રાપ્ત કર્યા બાદ અનિવૃત્તિકરણ પ્રાપ્ત કરવા પૂર્વક જે સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે, તે કદી ગુમાવી ન બેસાય તેવું નથી. પરંતુ જેને એક વખત અપૂર્વકરણ પ્રાપ્ત થયું એટલે તે મોક્ષે તો જરૂર જ જવાનો અર્થાત્ એક વખત સખ્યત્વ ગુમાવી બેસે તો પણ તેને સમ્યક્ત્વ ીથી મળવાનું જ. જ્યારે વસ્તુસ્થિતિ આમા છે તો હવે બીજી-ત્રીજીવારના અપૂર્વકરણને અપૂર્વકરણ કહેવું યોગ્ય છે કે કેમ ? તેનો ઉત્તર એ છે કે-આ અપૂર્વકરણ કંઇ બહુ વાર મળતું નથી અથતિ કવચિત જ મળે છે, વાસ્તે આને અપૂર્વકરણ કહેવું યથાર્થ છે. યથાપ્રવૃતિwણ અને અપૂર્વક્રણમાં રહેલી ભિન્નતાઃ
આપણે જોઇ ગયા તેમ અંતિમ યથાપ્રવૃત્તિકરણ સિવાયના