________________
ચોદ ગુણસ્થાન ભાગ-૨
૨૫૯ બીજા યથાપ્રવૃત્તિકરણો તો અંક વિનાના મીંડા જેવાં છે, કેમકેઆત્મોન્નતિમાં તે અસમર્થ છે. જ્યારે અંતિમ યથાપ્રવૃત્તિકરણ તેમજ અપૂર્વકરણ (પ્રથમ હો કે અંતિમ હો) એ બન્ને તો આત્માને ઉન્નતિના શિખર ઉપર લઇ જવાને સમર્થ છે. તેમાં પણ અપૂર્વકરણ અંતિમ યથાપ્રવૃત્તિકરણથી ચડી આતું છે, કારણ કેયથાપ્રવૃત્તિકરણમાં સ્થિતિઘાત, રસઘાત કે ગુણશ્રેણિનું પ્રવર્તન નથી. તેમજ વળી આ કરણને પ્રાપ્ત થયેલો જીવ જે અશુભ કર્મો બાંધે છે, તે અશુભ કર્મના ચતુઃસ્થાનક અનુભાગને ન બાંધતાં દ્વિસ્થાનક અનુભાગને બાંધે છે અને જે શુભ કર્મ બાંધે છે, તેના દ્વિસ્થાનક અનુભાગને ન બાંધતાં ચતુઃસ્થાનક અનુભાગને બાંધે છે. આ યથાપ્રવૃત્તિકરણની પૂર્વ અવસ્થા કરતાં મહત્તા સૂચવે છે. વળી સ્થિતિબંધ પણ પૂર્ણ થતાં પલ્યોપમના અસંખ્યય કે સંખ્યય ભાગે ન્યૂન એવો અન્ય સ્થિતિબંધ બાંધે છે.
અપૂર્વકરણના સંબંધમાં તો તે કરણમાં પ્રવેશ કરતાની સાથે જ અર્થાત તે કરણના પ્રથમ સમયમાંજ જીવ સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ અને અન્ય (અપૂર્વ) સ્થિતિબંધનો સમકાલે પ્રારંભ કરે છે. અનિવૃત્તિwણ :
અપૂર્વકરણ પ્રાપ્ત થયા પછી અંતર્મુહૂર્તમાં તેનાથી અધિક અંશે શુદ્ધ એવો અનિવૃત્તિકરણ નામનો અધ્યવસાય પ્રાપ્ત થાય છે. આ અધિક શુદ્ધતાને લઇને તો અપૂર્વકરણથી અનિવૃત્તિકરણને ભિન્ન ગણવામાં આવે છે. કહેવાની મતલબ એ છે કેયથાપ્રવૃત્તિકરણ રૂપ આત્માના અધ્યવસાય કરતાં અપૂર્વકરણ વિશેષ શુદ્ધ છે અને તેનાથી પણ અનિવૃત્તિકરણ અધિકાંશે શુદ્ધ છે. આ “શુદ્ધતા' શું છે તેના સંબંધમાં અને એટલું જ કહેવું બસ છે કે-ચથાપ્રવૃત્તિકરણથી જીવ જેમ જેમ આગળ વધે છે, તેમ તેમ