SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ ચૌદ પુણસ્થાનક ભા-૨ અંદરના કાળમાં જ અને તે પણ ક્ષાયોપથમિક સમ્યકત્વની હાજરીમાં જ ક્ષપક શ્રેણિ અવશ્ય માંડવાનો અને ક્ષાયિક સખ્યત્વ આદિને પામીને મોક્ષને પણ પામી જ જવાનો, એ નિઃસંશય બીના છે. અપૂર્વણ પછી અનિવૃતિwણઃ રાગ-દ્વેષ હેય જ છે.” –એવું લાગવા છતાં પણ જીવે, ધર્મને વિષે રાગને અને પાપને વિષે દ્વેષને યોજવાનો પ્રયત્ન કરવો, એ પહેલું જરૂરી છે. “રાગ-દ્વેષ હેય જ છે.” -એવું લાગવા માત્રથી જ, જીવ રાગ-દ્વેષથી સર્વથા મુક્ત બની શકતો નથી. ધર્મના રાગને અને પાપના દ્વેષને કેળવવા દ્વારાએ, પાપથી મુક્ત અને ધર્મમય બનીને જ, જીવ, રાગ-દ્વેષથી સર્વથા મુક્ત બની શકે છે. જીવ, રાગને ધર્મને વિષે યોજવાનો અને દ્વેષને પાપને વિષે યોજવાનો જે પ્રયત્ન કરે, તે રાગ-દ્વેષની જડને ઉખેડી નાખવાને માટે કરે. રાગ-દ્વેષને કાઢવાનો, રાગ-દ્વેષથી સર્વથા છૂટી જવાનો પરિણામ પ્રગટવા માત્રથી, કાંઇ રાગ-દ્વેષ જતા રહે નહિ; પણ એ પરિણામ રાગ-દ્વેષને પાતળા તો એવા પાડી નાખે કે-પછી તથા પ્રકારના કર્મોદયે જીવને ક્યારેક વિષય-કષાયની અનુકૂળતા ઉપર રાગ થઇ જાય અને વિષય-કષાયની પ્રતિકૂળતા ઉપર દ્વેષ પણ થઇ જાય, તોય એ રાગ-દ્વેષ કરવા યોગ્ય નથી જ.” –એવું તો એ જીવને લાગ્યા જ કરે; તેમ જ, રાગ-દ્વેષને મૂળમાંથી ઉખેડી નાખવાના ઉપાયને બતાવનારા શ્રી જિનવચન ઉપર, એનામાં સુન્દર એવો રૂચિભાવ પણ પ્રગટે : કારણ કેઅપૂર્વકરણને પામેલો જીવ, પછી તરત ને તરત જ અનિવૃત્તિ કરણને પામે છે; અને એ અનિવૃત્તિકરણ નામનો પરિણામ, એ એક એવો પરિણામ છે કે-એ પરિણામ દ્વારાએ આત્માનો સમ્યગ્દર્શન ગુણ પ્રગટ્યા વિના રહે જ નહિ. અનિવૃત્તિકરણ
SR No.023108
Book TitleChaud Gunsthanak Part 02 Gunsthanak 2 to 4
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy