________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
૧૩૭ નામથી ઓળખાતો એ પરિણામ, એવો હોય છે કે-એ પરિણામ, આત્માના સમ્યક્ત્વ રૂપ પરિણામને પેદા કર્યા વિના રહેતો જ નથી. અનિવૃત્તિક્રણને જ અનિવૃત્તિણ કેમ Èવાય છે?
સમ્યગ્દર્શન ગુણને પ્રગટાવનારો જીવ, યથાપ્રવૃત્તિકરણ દ્વારા કર્મસ્થિતિ ઘણે અંશે ખપી જવાના યોગે લઘુ કર્મસ્થિતિવાળો બનતાં, ગ્રન્થિદેશે આવે છે; અને એ પછીથી, પોતાના પુરુષાર્થના બળે અપૂર્વકરણને પેદા કરીને, એ જીવ ધન રાગ-દ્વેષના પરિણામ સ્વરૂપ કર્મગ્રન્થિને ભેદી નાખે છે. એમ કર્મગ્રન્થિ ભેદાઇ ગયા પછીથી જ, એ જીવમાં જે પરિણામ પેદા થાય છે, તે પરિણામને અનિવૃત્તિકરણએવા નામથી ઓળખાય છે. એ કરણને અનિવૃત્તિ કરણ' કહેવાય છે, કારણ કે-એ પરિણામને પામેલો જીવ, સખ્યત્વના પરિણામને પામ્યા વિના પાછો હઠતો જ નથી.
અહીં કદાચ એવો પ્રશ્ન ઉઠે કે- “તો શું અપૂર્વકરણને પામેલો જીવ, સમ્યકત્વના પરિણામને પામ્યા વિના પાછો હઠે છે ખરો ?”
ત્યારે એનો ખુલાસો એ છે કે-જે જીવ અપૂર્વકરણને પામ્યો, તે જીવ સમ્યકત્વના પરિણામને પામ્યા વિના પાછો હઠે છે-એવું તો બનતું જ નથી, પણ અપૂર્વકરણને પામ્યા પછી તરત જ એ જીવ સમ્યગ્દર્શનના પરિણામને પામી જાય, એવું પણ બનતું જ નથી. અપૂર્વકરણથી અનન્તર એવો સમ્યગ્દર્શનનો પરિણામ હોઇ શકતો નથી. એટલે કે-અપૂર્વકરણ માત્રથી સમ્યગ્દર્શનનો પરિણામ પ્રગટે છે એવું બનતું નથી. પરિણામ એટલે આત્માનો અધ્યવસાય. અપૂર્વકરણ દ્વારા જીવને ધન એવા રાગ-દ્વેષના પરિણામને તો ભેદી નાખ્યો, પણ હજુ મિથ્યાત્વ-મોહનીયનો વિપાકોદય ચાલુ જ છે; અને, જ્યાં સુધી જીવને મિથ્યાત્વ-મોહનીયનો વિપાકોદય ચાલુ