________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
૨૮૭
તેની ઉત્કૃષ્ટ સ્થિતિ ૬૬ સાગરોપમથી કંઇક અધિક છે. વેદકસમ્યક્ત્વની તો જઘન્ય તેમજ ઉત્કૃષ્ટ એમ બન્ને સ્થિતિઓ એક્જ સમયની છે.
ક્ષયોપશમ સમ્યક્ત્વમાં મિથ્યાત્વજાતિય દલિયાંથી આત્મશ્રદ્ધા કેમ મનાય ?
એનુ સમાધાન એ છે કે-જેમ કોઇ અબરખ અથવા પાષાણાદિક મલિન હોય, તેને કોઇ ઔષધાદિક યોગે કરી તે પાષાણ કે અબરખમાંથી કાલાસરૂપ કલુષતા કાઢી નાંખે ત્યારે તે દલ નિર્મળ થાય, પછી તેને આંતરે જે વસ્તુ રહી હોય તે દીઠામાં આવે પણ છાની રહે નહિ. તેજ પ્રમાણે અહીં દર્શનમોહનીય કર્મના દલ મધ્યે અશુદ્ધ પરિણતિરૂપ મિથ્યાત્વરૂપી વિષે કરી મલિન થયેલું અત્યંત કાલાસપણું ભરેલું હતું, તે ઉપશમસમ્યક્ત્વરૂપ ઔષધના મહિમાથી દૂર થાય, પછી નિર્વિષ દલિયાં રહ્યા તે સ્વચ્છ અભ્રપટલ સરખાં છે. તે નિર્મળ દલિયાં કાંઇ શ્રદ્ધાભાસનમાં વિપરિણામ કરે નહિ,તેથી જો તે જાતે મિથ્યાત્વ દલિયાં છે તો પણ નિર્વિષ-નિર્મળ છે, તેથી તે ક્ષયોપશમભાવને પ્રાપ્ત થતાં આત્મધર્મરૂપ શ્રદ્વાન કંઇક અષ્ટપણે પણ પ્રાપ્ત થાય છે અને તે પુદ્ગલોનો ક્ષય થતાં આત્મસ્વરૂપ સર્વ પ્રકારે પ્રગટ થાય છે અને તેને ક્ષાયિકસમ્યક્ત્વ કહેવામાં આવે છે.
આ પ્રકરણ સમાપ્ત કરીએ તે પૂર્વે એટલું ઉમેરવું આવશ્યક સમજાય છે કે-સમ્યક્ત્વના વિશેષ જિજ્ઞાસુએ સમ્યક્ત્વના નિસર્ગરૂચિ ઇત્યાદિ દશ પ્રકારો માટે તથા શમાદિક પાંચ લક્ષણો, શંકાદિક પાંચ દૂષણો અને કુશલાદિક પાંચ ભૂષણો, તેના આઠ પ્રભાવકો તથા સમ્યક્ત્વનારાજાભિયોગાદિક છ આગારો, અરિહંતાદિક સંબંધી દશ વિનયો, ત્રણ પ્રકારની શુદ્ધિ, ચાર શ્રદ્વાન, સમ્યક્ત્વની છ ભાવનાઓ તથા છ યતના તેમજ તેના છ સ્થાનકો તથા તેના ત્રણ લિંગો-એ સમ્યક્ત્વના ૬૭ બોલો એ
.