________________
૨૦૬
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ જીવો સંજ્ઞાવાળા તો હોય જ છે, પણ તે જીવોની તે સંજ્ઞા એવી હોય છે કે-એ સંજ્ઞાને આગળ કરી શકાય નહિ અને એથી વિશિષ્ટ સંજ્ઞાના અભાવે સંમૂર્છિમ જીવોને અસંજ્ઞી તરીકે કહેવાય છે; તેમ વૈયાવચ્ચના નિયમ રૂપ ચારિત્ર સમ્યદ્રષ્ટિ આત્માઓમાં હોય છે, તો પણ તેઓને અવિસ્ત-સમ્યદ્રષ્ટિ જરૂર કહી શકાય છે અને એથી અવિરત સમ્યદ્રષ્ટિ ગુણસ્થાનકનો અભાવ થવાનો પ્રસંગ પ્રાપ્ત થતો નથી. વિરતસમ્યદ્રષ્ટિ આત્માઓ તરીકે તો મહાવ્રતો અથવા અણુવ્રતો આદિ રૂપ ઘણા ચારિત્રને પામેલા સમ્યદ્રષ્ટિ આત્માઓને જ ગ્રહણ કરવાના છે. વિરતિ ન હોય તોય શુશ્રુષાદિ હોય ઃ
આ બધી વાતો ઉપરથી સમજી શકાય તેમ છે કેઅવિરતિવાળા સભ્યદ્રષ્ટિ આત્માઓ માટે શું સંભવી શકે અને શું સંભવી શકે નહિ ? વિરતિના અભાવ માત્રથી આપણે કોઇને પણ મિથ્યાદ્રષ્ટિ કહી શકીએ નહિ. સમ્યદ્રષ્ટિ આત્મા તેને તે ભવમાં મહાવ્રતાદિ રૂપ અગર અણુવ્રતાદિ રૂપ વિરતિને પામે જએવો પણ નિયમ નથી. સમ્યગ્દર્શનને પામેલો આત્મા મરતાં સુધી સમ્યક્ત્વને ગુમાવે નહિ, પ્રાપ્ત સમ્યક્ત્વને સાથે લઇને પરભવમાં જાય અને તેમ છતાં પણ સમ્યક્ત્વપ્રાપ્તિના ભવમાં અગર તો તે પછીના તરતના ભવમાં ય વિરતિને પામે નહિ-એ શક્ય છે. આ વાત સાથે એ વાત પણ ધ્યાનમાં રાખવાની છે કે-સમ્યગ્દર્શન ગુણને પામેલો આત્મા વિરતિને ન પામે એ પણ જેમ શક્ય છે, તેમ તે સામગ્રીસંપન્ન દશામાં શુશ્રુષાહીન હોય, ચારિત્રધર્મના રાગથી રહિત હોય અગર તો દેવ-ગુરૂની વૈયાવચ્ચના નિયમ વિનાનો હોય, એ અશક્ય છે. અહીં આપણે ભાવશ્રાવકની વાત ચાલે છે. શ્રાવકધર્મનો અધિકાર આ વિંશિકામાં છે. આ દ્રષ્ટિએ સામગ્રીસંપન્ન સમ્યદ્રષ્ટિ આત્માઓની આ વાત છે અને એથી