________________
સૂચના
આ પ્રસંગે એક સ્પષ્ટતા કરવી અત્યંત જરૂરી છે કે જ્ઞાનદ્રવ્યનો ઉપયોગ મુખ્યતાએ પ્રાચીન ગ્રંથોના હસ્તલેખન-જ્ઞાનભંડારોની જાળવણી-પૂજ્ય સાધુ સાધ્વી ભગવંતોના અધ્યયનની વ્યવસ્થા આદિમાં સમુચિત રીતે જ કરવો યોગ્ય છે. આવા ગ્રંથોનું પ્રકાશન કરવાનું કર્તવ્ય જો કે યથાશક્તિ શ્રાવકોએ જ અદા કરવાનું છે. તે શક્ય ન હોય અને જ્ઞાન દ્રવ્યનો ઉપયોગ અનિવાર્ય બને તો પણ એમાં જરૂરી મર્યાદાનું પાલન આવશ્યક છે તેથી જ પૂજ્ય સાધુ-સાધ્વી ભગવંતો તથા શ્રી સંઘો હસ્તકના શ્રી જ્ઞાનભંડારોને જ ગ્રંથ સાદર સમપિર્ત કરાશે ગૃહસ્થો એ ગ્રંથ વસાવવો હોય તો તેનું પુરૂં મૂલ્ય શ્રી જ્ઞાન ખાતે અર્પણ કરીને જ વસાવવો અને શ્રી જ્ઞાનભંડારમાંથી વાંચન કરવા માટે ઉપયોગ કરવો હોય તો તેનો યોગ્ય નકરો શ્રી જ્ઞાન ખાતે આપવા ચૂકવું નહિ જેથી કોઇપણ પ્રકારના દોષના. ભાગીદાર ન થવાય.