________________
૨૩૨
ચૌદ ગુણસ્થાનક માd-૨ સમૃધ્ધિઓ આપતું હતું તેમાં તેના પુણ્યનો પ્રભાવ જ કારણ ભૂત છે. તે રાજા હંમેશાં દીનાદિકને જાણે કે શરીરધારી તેજના પિંડભૂતા હોય તેવી દશ કરોડ સુવર્ણ મુદ્રા આપતો હતો. તેણે જાણે પોતાની કીર્તિએ બનાવેલા મૂર્તિમાન સ્વરૂપો હોય એવાં હજારો જિનચૈત્યો કરાવ્યાં હતાં, અને તેમાં રૂપાની, સુવર્ણની અને મણિઓની અનુપમ લાખો જિનપ્રતિમાઓ સ્થાપના કરી હતી, અરિહંત, સિધ્ધ અને આચાર્ય ભગવાનની જાણે સાક્ષાત મૂર્તિઓ હોય તેવી પોતપોતાના વર્ણ, ક્રાંતિ અને શરીરના પ્રમાણવાળી પ્રતિમાઓ તેણે સ્થાપન કરી હતી. તે રાજા પાપે કરીને શ્યામ થયેલા આત્માના મળને ધોઇ નાંખતો હોય તેમ હમેશાં જિનસ્નાત્રના મહોત્સવને કરતો હતો. ઉત્તમ મનુષ્યોની પ્રવૃત્તિ અને આચાર વિગેરેનું જાણે દિગદર્શન કરવા માટે હોય તેમ તે દર વર્ષ તીર્થયાત્રા અને રથયાત્રાઓ કરતો હતો. તેણે સાધર્મિકોનો કર માફ કરી તથા આદરપૂર્વક દ્રવ્યાદિક આપી તેમને લખેશ્વરી અને કોટેશ્વરી બનાવ્યા હતા. તે રાજા હમેશાં બે વાર પ્રતિક્રમણ કરતો હતો, ત્રણે કાળ સર્વજ્ઞની પૂજા કરતો હતો અને પર્વતિથિએ પુણ્યના આવાસ રૂપ પૌષધ વ્રત કરતો હતો. પારણાને દિવસે ત્રણ હજાર રાજાઓને સંસાર સમુદ્રને તારનારું અને મોટી સમૃદ્ધિના કારણરૂપ પારણું કરાવતો હતો, તથા હમેશાં તે રાજા એકલાખ સાધર્મિકોને ભોજન કરાવી ત્રણરહિત થતો હતો બુદ્ધિમાન તે રાજા હંમેશાં ક્ષીરસાગરની જેવા ઉજવળ વસ્ત્રો વડે અને સુવર્ણ તથા મણિઓનાં સમગ્ર ભૂષણોવડે સંઘને પહેરામણી કરતો હતો. તેના રાજ્યમાં વીશ હજાર રથો, વીશ હજાર હસ્તીઓ, વીશ હજાર અશ્વો અને વીશા કરોડ બળવાન પદાતિઓ હતા, તે બત્રીસ હજાર નગરો અને પચાસ કરોડ ગામોનો સ્વામી હતો, તથા એક હજાર મુકુટબંધ રાજાઓ તેના સેવકો હતા. આ રીતે તેનું રાજ્ય વૃદ્ધિ પામ્યું હતું, તે રાજા ઇંદ્રની પણ સ્પર્ધા કરતો હતો, એવી રીતે તે રાજાએ એક