________________
૧૭૦
ચૌદ ગુણસ્થાન ભાગ-૨ સત્યને માટે જાગરૂક બની જાય છે. આ આધ્યાત્મિક જાગરણ એજ “સમ્યકત્વ' છે. સમ્યગજ્ઞાનઃ
તેના પાંચ ભેદ છે. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યાય અને કેવળ. એ પાંચ જ્ઞાન છે. જેમ સમ્યગ્દર્શનનું લક્ષણ સૂત્રમાં બતાવ્યું છે, તેમ સમ્યગૃજ્ઞાનનું લક્ષણ બતાવ્યું નથી. તે એટલા માટે કેસમ્યગ્દર્શનનું લક્ષણ જાણી લીધા પછી સમ્યગજ્ઞાનનું લક્ષણ વિના પ્રયાસે જાણી શકાય છે. તે આ રીતે જીવ કોઇક વાર સમ્યગ્દર્શનરહિત હોય છે, પણ જ્ઞાનરહિત હોતો નથી. કોઇને કોઇ પ્રકારનું જ્ઞાન એનામાં અવશ્ય હોય છે. એ જ જ્ઞાન સમ્યક્ત્વનો આવિભવ થતાં જ સમ્યગજ્ઞાન કહેવાય છે. સમ્યજ્ઞાન અને અસમ્યગજ્ઞાનનો તફાવત એ છે કે-પહેલું સમ્યક્ત્વસહચરિત છે, જ્યારે બીજું સમ્યકત્વરહિત એટલે મિથ્યાત્વસહચરિત છે. વિપર્યયજ્ઞાનનો હેતુ ને તેનો ખુલાસો -
છે, સમ્યક્ત્વનો એવો શું પ્રભાવ છે કે- તેના અભાવમાં ચાહે તેટલું વિશાળ જ્ઞાન હોય તો પણ તે અસભ્યજ્ઞાન યા મિથ્યાજ્ઞાન કહેવાય છે અને થોડું ને અસ્પષ્ટ જ્ઞાન હોય તો પણ સમ્યક્ત્વ પ્રગટ થયે છતે સમ્યજ્ઞાન કહેવાય છે.
ઉ. અધ્યાત્મશાસ્ત્ર છે એટલા માટે એમાં સમ્યજ્ઞાન કે અસભ્યજ્ઞાનનો વિવેક આધ્યાત્મિક દ્રષ્ટિથી કરવામાં આવે છે, પણ ન્યાય યા પ્રમાણશાસ્ત્રની માફ્ટ વિષયની દ્રષ્ટિથી કરવામાં આવતો નથી. ન્યાયશાસ્ત્રમાં જે જ્ઞાનનો વિષય યથાર્થ હોય તેજ સમ્યજ્ઞાનપ્રમાણ અને જેનો વિષય અયથાર્થ હોય તે જ અસભ્યજ્ઞાન-પ્રમાણાભાસ કહેવાય છે. પરંતુ આ