________________
૨૧૮
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ શ્રીમંતેય બિચારા જ ગણાય ને ? બાકી તો, ધર્મ જેને હૈયે વસ્યો હોય, તેને તો થાય કે-એ બધું પુણ્યાધીન છે. એ રહે કે જાય, પણ ધર્મ રહેવો જોઇએ. અવસરે એ એવું વિચારે કે-કદાચ ધર્મ કરતાં બધું ચાલ્યું પણ જાય તોય વાંધો શો ? એવો અશુભોદય આવે તો એમેય બને ! અશુંભોદય આવે તો ધર્મ છોડવા છતાં પણ ધન વગેરે જાય એવું બને ને ? એટલે, એ તો સમજે કે-ધર્મ છે તો બધું છે. ધર્મને જ એ સાચું વિત્ત માને.
ધર્મના પ્રતાપે મંત્રીશ્વરને રાજા પણ સારો મળ્યો છે. બીજો દૂત રાજા પાસે જઇને કહે છે કે-મંત્રીશ્વરનાં પત્નીએ કહ્યું છે કેમંત્રીશ્વરને દેવપૂજામાં હજુ બે ઘડી જેટલો સમય લાગશે. આ સાંભળીને પણ રાજા કોપાયમાન થતો નથી. એક તરફ રાજાને એમ થાય છે કે-મંત્રીશ્વર દેવપૂજામાં કેવા લીન રહેતા હશે ? અને, બીજી તરફ રાજાને મુહૂર્ત સાચવવાની ભારે ઉત્સુક્તા છે. આથી રાજા જાતે જ મંત્રણા કરવા મંત્રીશ્વરના ઘરે જવાને તૈયાર થઇ જાય છે. આવે છે એ મંત્રીશ્વરના ઘરે. સાથેના પરિવારને બહાર રાખીને, રાજા એકલા જ ઘરમાં જાય છે. રાજાને ખુદને આવેલા જોઇને પણ મંત્રીશ્વરની પત્નીને જરાય ગભરામણ થતી નથી. ત્યાં તો રાજા પોતે જ બધાને કહી દે છે કે- “હું આવ્યો છું એની જાણ કોઇએ પણ મંત્રીશ્વરને કરવી નહિ !'
પણ રાજાના મનમાં એમ તો થઇ જ ગયું છે કે-મંત્રીશ્વરને પૂજા કરતા જોવા છે ! આથી, તે, એક જાણીતા માણસે બતાવેલા માર્ગે, શ્રી પેથડશા મંત્રીશ્વર જ્યાં ભગવાનની પૂજામાં લીન બન્યા હતા, ત્યાં જાય છે. મંત્રીશ્વરની પૂજામાં એકાગ્રતા જોઇને રાજાય આનન્દ પામે છે. લાગે ને કે-રાજાય ધર્મવૃત્તિવાળો છે ? ધર્મની વાત આવે એટલે સારો રાજા પણ પ્રસન્ન થાય, એ આ દેશ છે ને ?
મંત્રીશ્વરની પાછળ બેઠેલો માણસ મંત્રીશ્વરને ક્રમસર