________________
૨૧૯
ચૌદ ગુણસ્થાન ભાગ-૨ ક્રમસર પુષ્પ આપતો જાય છે અને મંત્રીશ્વર ભગવાનની અંગરચના કરતા જાય છે. રાજાને મન થઇ જાય છે કે-હું પણ આ પૂજામાં મંત્રીશ્વરને સહાયક બનું ! આથી રાજા ઇશારો કરીને મંત્રીશ્વરને પુષ્ય આપનારા માણસને ખસેડીને, પોતે એની જગ્યાએ બેસી જાય છે અને એક પછી એક પુષ્પ આપવા માંડે છે. જે માટે રાજા અહીં સુધી આવ્યો હતો, એ વાત તો મંત્રીશ્વરને પૂજામાં લીન જોઇને ભૂલાઇ ગઇ ને ?
રાજા મંત્રીશ્વરને પુષ્પ આપ્યું જાય છે, પણ કયા ક્રમે કર્યું પુષ્પ આપવું જોઇએ, એની રાજાને થોડી જ ગમ છે ? એટલે રાજાથી ભૂલ થઇ જાય છે. જે પુષ્પ આપવું જોઇએ તે પુષ્પ અપાતું નથી અને એને બદલે અન્ય પુષ્પ અપાઇ જાય છે. એક વાર આવું બન્યું તોય મંત્રીશ્વરે ગણકાર્યું નહિ. બીજી વાર આવું બન્યું તોય મંત્રીશ્વરે ગણકાર્યું નહિ. હોય, માણસની ભૂલ થઇ જાય એમાં માન્યું. પણ વારંવાર એમ બનવા લાગ્યું, એટલે જાતે જ જોઇતું પુષ્પ લેવાને માટે મંત્રીશ્વરે મોટું વ્યું.
દેવપૂજામાં બેઠેલા મંત્રીશ્વર, પોતાનો માણસ વારંવાર ભૂલ કરે છે એમ જાણવા છતાંય કોપ પામ્યા નહિ અને શાન્ત જ રહ્યા, એ ઓછી વાત છે ? મંત્રીશ્વરની જગ્યાએ તમે હો તો એ વખતે તમારું મન પૂજામાં મગ્ન રહે કે- ગુસ્સાને આધીન બને ? શ્રી જિનમંદિરમાં કેટલીક વાર પૂજા કરનારાઓમાં કેવી બોલાચાલી થાય છે ? કેટલાક શ્રીમંતો પૂજા કરતે કરતે પણ બીજાઓને અને પૂજારી વગેરેને કેવા ધમકાવે છે ? એમાં, પૂજામાં ચિત્તની એકાગ્રતા આવે જ શી રીતિએ ?
મંત્રીશ્વર જોઇતું પુષ્પ લેવાને માટે જ્યાં પોતાનું મુખ વે છે, ત્યાં પુષ્પ આપનાર માણસની જગ્યાએ રાજાને બેઠેલા જૂએ છે. મંત્રીશ્વર તરત જ ઉભા થવા જાય છે, પણ રાજા તરત જ તેમને પકડીને એ જ જગ્યાએ બેસાડી દે છે. મંત્રીશ્વરને આવી