SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ ચોદ ગુણસ્થાન ભાગ-૨ – – – – – – – – – – – ઉમદા રીતિએ પૂજા કરતા જોઇને, રાજાનું હૈયું હૃષ્ટ અને તુષ્ટ થઈ ગયું છે. એટલે રાજા મંત્રીશ્વરને કહે છે કે- “તું સાચે જ ધન્ય છો ! ભગવાન ઉપરની તારી આ ભક્તિ જોઇને લાગે છે કે-સાચે જ, તારો જન્મેય પ્રશંસાપાત્ર છે અને તારું ધનેય પ્રશંસાપાત્ર છે.” મંત્રીશ્વરના ભગવાન ઉપરના ભક્તિભાવને લીધે અતિશય પ્રસન્ન થઇ ગયેલો રાજા, મંત્રીશ્વરને ત્યાં સુધી કહે છે કે- “તારા સિવાય આવી રીતિએ ભગવાનની પૂજા કરનારો બીજો કોણ છે ? માટે, રાજ્યનાં સો કાર્ય હોય અને હું કદાચ તને તેડવા પણ મોકલું, તો પણ તારે તારી પૂજાની વેળાએ હરગીજ આવવું નહિ ! હવે તું એકાગ્ર મને ભગવાનની પૂજા કર ! હું બેઠો છું!” આમ કહીને રાજા બહાર આવીને યોગ્ય આસને બેઠો અને મંત્રીશ્વર ફ્રીથી. ભગવાનની પૂજામાં એકાગ્ર મનવાળા બની ગયા. પરણીને પોતાની રાજધાનીમાં પાછા ફરતા શ્રી વજુબાહુએ દીક્ષા ગ્રહણ ક્યનો પ્રસંગ ઃ આપણે ત્યાં રામાયણમાં શ્રી વજબાહુનો એક પ્રસંગ આવે છે. રાજકુમાર વજુબાહુને, તેમના પિતા વિજય નામના રાજાએ, ઇભવાહન નામના રાજાની મનોરમા નામની પુત્રી સાથે પરણવાને માટે મોકલ્યા છે. રાજ્યના રિવાજ મુજબ ભારે મહોત્સવપૂર્વક તેમનું લગ્ન થાય છે અને તે પછી મનોરમાની સાથે રાજકુમાર વજબાહુ પોતાના નગર તરફ પાછા છે. ઉદયસુન્દર નામનો રાજકુમાર, કે જે શ્રી વજબાહુનો સાળો થાય છે, તે પણ ભક્તિવશ સાથે ચાલે છે. સાથે બીજા પણ પચીસ રાજકુમારો છે અને બન્નેય રાજ્યનો મોટો પરિવાર પણ છે. માર્ગ કાપતાં કાપતાં તેઓ વસંત નામના પર્વત પાસે આવી પહોંચે છે. એ પહાડ ઉપર ગુણસાગર નામના એક મહામુનિ તપ તપી રહ્યા હતા. તપનું ભારે તેજ તે મહાત્માના મુખ ઉપર વિલસી
SR No.023108
Book TitleChaud Gunsthanak Part 02 Gunsthanak 2 to 4
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy