________________
ચોદ ગુણસ્થાનક ભાગ-૨
૩પ૭ છે. “આ આત્મા એ સમ્યક્ત્વને ધારણ કરી જીવનના ઉત્તમ સુખનો અધિકારી થાય.' એવી એવી ભાવનાઓ ભાવવામાં આવે છે. ધન્ય છે એ સમ્યત્વ ધારીના જીવનને ધન્ય છે એ પવિત્ર પ્રસાદીના પ્રભાવને. હૃદય નિઃશંક થયું છે, તથાપિ એક જિજ્ઞાસા પ્રગટ થઇ આવી છે. આપ મહાનુભાવે જે સમ્યક્ત્વને વર્ણવી બતાવ્યું, તે સમ્યક્ત્વના કાંઇપણ અતિચાર હશે કે નહિ? જો હોય તો તે જાણવાની ઇચ્છા છે. નિરતિચાર સભ્યત્વનો પ્રભાવ અનિર્વચનીય હશે.” આનંદસૂરિ સંતુષ્ટ થઈને બોલ્યા- “ભદ્ર, એ સમ્યક્ત્વના પાંચ અતિચાર છે. તેઓમાં પ્રથમ શંકા અતિચાર છે. જિન પ્રભુની વાણીમાં કોઈ જાતની શંકા લાવવી એ પ્રથમોતિચાર છે. શુધ્ધ પવિત્ર પુરૂષે એ શંકાના અતિચારનો ત્યાગ કરવો જોઇએ. નિસ્પૃહ અને સમદ્રષ્ટિ એવા અહતપ્રભુએ જે પ્રરૂપણા કરેલી છે, તે સર્વ રીતે સત્ય છે, તેમાં કોઇ જાતની શંકા લાવવી ન જોઇએ. કદિપણ તેમાં શંકાને અવકાશ મળવોજ ન જોઇએ. બીજો, અતિચાર આકાંક્ષા છે. અન્ય ધર્મના અજ્ઞાન કષ્ટ દેખી તેમજ કોઈ ચમત્કારો કે ભભકો જોઇ તે તરફ આકાંક્ષા કરવી એ બીજો અતિચાર છે. બીજા ધર્મના અનુયાયીઓની જાહોજલાલી જોઈ તેમની તરફ ફીદા થઇ જવું એ આકાંક્ષા અતિચાર લાગે છે. જ્યાં સુધી એવી આકાંક્ષા રહે ત્યાં સુધી સમ્યત્વની પૂર્ણ શુધ્ધિ ગણાતી નથી. તેથી એ અતિચારનો સર્વથા ત્યાગ કરવો જોઇએ. ત્રીજો વિતિગિચ્છા નામે અતિચાર છે. કોઈ પૂર્વના નઠારા કર્મને લઇને જ્યારે દુ:ખ આવી પડે ત્યારે હૃદયમાં ધર્મના ફળને માટે શંકા ઉત્પન્ન થવી એ વિતિગિચ્છા અતિચાર કહેવાય છે. જેનામાં એ અતિચાર પ્રગટ થાય છે તેનામાં એટલી સમ્યકત્વની ન્યૂનતા છે એમ સમજવું. શુધ્ધ સમ્યકત્વધારીએ ધર્મ અને તેના ફળને માટે કોઈ જાતની શંકા રાખવી ન જોઇએ.”
ચોથો મિથ્યાદ્રષ્ટિની પ્રશંસા કરવા રૂપ અતિચાર છે. જેમણે ધર્મનું યથાર્થ સ્વરૂપ જોયું નથી, તેઓ મિથ્યાદ્રષ્ટિ કહેવાય છે. તેવા મિથ્યાદ્રષ્ટિના કાર્યોની પ્રશંસા કરવી અને તેમને ઉત્તેજન આપવું એ મિથ્યાદ્રષ્ટિ પ્રશંસામાં આવે છે. તે પછી પાંચમો મિથ્યાદ્રષ્ટિનો પરિચય કરવારૂપ અતિચાર છે.