________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
૧૫૯ અને, એમને દેવતાઇ વગેરે સુખને સ્વાધીન બનાવનારી ચીજ કયી છે ? ત્યાં, મનોભાવનો વિચાર કર્યા વિના નહિ ચાલે અને એ વિચાર પણ યોગ્ય સ્વરૂપમાં કરવો પડશે. મનોભાવનું ફળ
આ વિષયમાં આપણે જેમ જેમ વિચાર કરીએ, તેમ તેમાં આપણને દર્શનમોહનીયના ક્ષયોપશમની મહત્તા સમજાય. એ ક્ષયોપશમ ભાવ જ, સખ્યદ્રષ્ટિ જીવ દ્વારા થતી પાપકરણીઓમાંથી પાપના રસને નીચોવી નાખે છે; એ ક્ષયોપશમ ભાવ જ, સમ્યદ્રષ્ટિ જીવને પુણ્યબંધમાં સહાયક બને છે; અને, એ ક્ષયોપશમ ભાવ દ્વારા જ સમ્યગ્દષ્ટિ જીવ નિર્જરાને સાધનારો બને છે. એ પાપ કરે તે ન છૂટકે કરે કે પાપ કરવા માટે કરે ? તેવા પ્રકારના કર્મના ઉદયને કારણે એને હિંસાદિક જે પાપ કરવું પડે, તેમાં રસ તો એને હોય જ નહિ ને ? એટલે, એનો “આ પાપ ન કરવું પડે તો સારું.” –એવો મનોભાવ જેમ બળ્યો રહે, તેમ “પાપ કરવું પડે તો તે ઓછામાં ઓછું કરવું પડે તો સારું.” –એવો મનોભાવ પણ બન્યો રહે; અને તે સાથે “આ પાપથી ક્યારે છૂટાય ?' –એવો મનોભાવ પણ બન્યો રહે. જેમ પાપકરણીનું ફળ હોય, તેમ આ મનોભાવનું ફળ પણ હોય ને ? અને, આ મનોભાવનું ફળ ઘણું વધી જાય એવું પણ બને ને ? પાપકરણી કરતે કરતે પણ આ મનોભાવને લીધે એ જીવ ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ સાધનારો બને, એવું પણ બને ને ? આવી રીતિએ તમે વિચાર કરો, તો તમને શાસ્ત્ર જે કહ્યું કે- “સમ્યગ્દર્શન ગુણ પ્રાપ્ત થયે છતે નરક અને તિર્યંચ ગતિનાં દ્વાર બંધ થઇ જાય છે અને દેવતાઇ સુખો તથા માનષિક સુખો અને મુક્તિસુખ સ્વાધીન બની જાય છે.” -એ વાત પાપકરણી કરનારા સમ્યગ્દષ્ટિ જીવોને માટે પણ બરાબર બંધબેસતી છે, એમ લાગ્યા વિના રહે નહિ.