________________
૧૬૦
ચૌદ ગુણસ્થાન ભાગ-૨ ખોટમાં બેઠેલો આબરૂદાર અને પ્રમાણિક વેપારી સુખ-સાહ્યબી ભોગવતે ભોગવતે પણ મનમાં દુઃખી હોય
પાપ કરવા છતાં પણ “આ પાપ હું સંયોગવશ કરું અને હું જે આ પાપ કરું તે ભૂંડું કરું છું.” -એવું મનમાં લાગ્યા જ કરે અને કોઇપણ સંયોગોમાં “પાપ પાપ કર્યો કાંઇ ચાલે ?' –એવો વિચાર સરખોય જેમને આવે નહિ, એવા જીવ આ સંસારમાં કેટલા ? વિષયસેવન કરતે કરતે પણ “આ પાપ છે.” -એવું જેમના મનમાં બેઠું હોય એવા જીવો કેટલા ? ખોટમાં બેઠેલો વેપારી ચાલીસ હજારની મોટરમાં તો હોય, આલીશાન બંગલામાં બેઠો હોય અને સુખસાહ્યબીની ગણાતી સામગ્રીથી વીંટળાયેલો હોય, તો પણ એના મનમાં શું હોય ? અહીંથી સમાચાર આવે કે-ગાબડું પડ્યું; ત્યાંથી સમાચાર આવે કે-ખોયા; એમ જ્યાં જ્યાં ધંધો લઇ બેઠો હોય, ત્યાં ત્યાં કાણું પડી રહ્યું છે, એવા સમાચાર આવતા જતા હોય, ત્યારે એ બહારથી ગમે તેવો લાલચોળ દેખાતો હોય, તો પણ મહીં એ સુખી હોય કે દુ:ખી ? દુ:ખી જ ને ? તેમ, જીવા હોય સમ્યગ્દષ્ટિ પણ તે અવિરતિના જોરદાર ઉદયવાળો હોય, તો એ જીવ હિંસાદિક એકેય પાપથી વિરામ પામેલો ન હોય અને પાપકરણી કર્યા કરતો હોય, એવું તો બને; પણ એનો મનોભાવો કેવો હોય ? અંદર તો એને એમ જ થતું હોય ને કે- “આ પાપથી ક્યારે છૂટાય !”
સ, દંભી કહે.
તે આ ક્યાં કોઇને કહેવા જવાની વાત છે ? તમે તમારી અણસમજથી કોઇને ખોટી રીતિએ દંભી માનવાની ભૂલ કરો નહિ અને ગુણની આશાતના કરો નહિ, તોય ઘણું છે. તમે પેલા વેપારીનેય દંભી કહેશો ? એ વેપારી તમારી સાથે ચા ટેસ્ટથી પીતો જણાતો હોય, પણ એના હૈયામાં શું હોય ઊંડે ઊંડે ? એના