________________
૧૫૮
ચોદ ગુણસ્થાન ભાગ-૨ ન હોય, સંઘરતા ન હોય, એવું પણ કહેવાશે ? નહિ; ત્યારે વિષયોનું સેવન કરનારો અને પરિગ્રહનો સંગ કરનારો ષકાયની હિંસાદિથી બચી શકતો હોય, એ પણ શક્ય છે ? હજુ સ્કૂલ હિંસા, સ્થૂલ અસત્ય અને સ્થૂલ અદત્તાદાનથી એ આઘો રહેતો હોય તો એ બનવાજોગ છે : કેમ કે કેટલાક જીવો એવા પણ હોય છે કે- “અત્યારે આપણને પૈસા વગર ચાલતું નથી, અમુક અમુક ભોગ વગર પણ આપણને ચાલતું નથી, કેમ કે-સંસારમાં બેઠા છીએ; અને, સંસાર તો હિંસામય છે; એટલે હિંસાદિથી પણ સર્વથા બચી શકાતું નથી; પણ આપણે ભોગ માટે ને પરિગ્રહ માટે અસત્ય બોલવું નહિ અને ચોરી કરવી નહિ.” –એવા પ્રકારની વૃત્તિવાળા હોય ! તમે જો એમ કહો કે- “અમે લાચાર છીએ કે અમને ભોગ વિના ચાલતું નથી, ભોગ વિના ચાલતું નથી એટલે પરિગ્રહ વિના ચાલતું નથી અને ભોગ તથા પરિગ્રહ વિના ચાલતું નથી એટલે અમે ષકાયની હિંસાદિથી સર્વથા બચી શકતા નથી, પણ અમે ગમે તેવી સ્થિતિમાં મૂકાઇ જઇએ તોય અસત્ય બોલીએ નહિ અને ચોરી કરીએ નહિ.” -તો એ સાંભળીને અમે રાજી થઇએ ! પણ, આ સંસારમાં એવા પણ જીવો હોય ને કે જેમણે હિંસા આદિ પાંચ મહા પાપોનો ત્યાગ શૂલપણે પણ કરેલો હોય નહિ ? એવા. બધા જ જીવો, તેમાંના જે જીવો સમ્યગ્દર્શન ગુણને પામેલા હોય, એ જીવોને માટે પણ શાસ્ત્ર કહે છે કે- “નરક અને તિર્યંચગતિનાં દ્વાર એ જીવોને માટે બંધ અને દેવતાઇ સુખો, માનુષિક સુખો તથા મુક્તિસુખ એ જીવોને સ્વાધીન !” ત્યારે વિચાર કરવો જોઇએ કે-એમ થાય છે, તો એમ થવાનું કારણ શું છે ? હિંસાદિ ચાલુ છે, વિરતિ છે નહિ, છતાં પણ આવું બને છે, તો એ શોધવું જોઇએ કે-એ જીવો કેવા મનોભાવના સ્વામી હોય ! કરણીમાં તો કાંઇ ભલીવાર નથી, કરણી તો પાપકરણી જ છે, તો પછી એ કરણી છતાં સખ્યદ્રષ્ટિ જીવોને દુર્ગતિથી ઉગારી લેનારી ચીજ કયી છે ?