________________
૧૫૭
ચૌદ ગુણસ્થાન ભાગ-૨ સાધુજીવન જ જીવનારા હોય, એવો નિયમ નથી. સમ્યગ્દર્શન ગુણ પ્રગટતાંની સાથે સાધુપણું આવી જ જાય, એવો નિયમ નથી. ‘વિરતિ વિના વિસ્તાર નથી જ.” –એવી સમજ સય્યદ્રષ્ટિ જીવોમાં ન હોય એવું બને જ નહિ પણ સમ્યગ્દષ્ટિ જીવ વિરતિવાળો જ હોય એવો નિયમ નથી. સાચું સર્વવિરતિપણું અગર તો સાચું દેશવિરતિપણું સમ્યગ્દર્શન ગુણ આત્મામાં પ્રગટ્યા વિના આવતું નથી અને સમ્યગ્દર્શન ગુણ એના સ્વામી આત્માનું વિરતિ તરફ લક્ષ દોર્યા વિના રહેતો નથી. આમ છતાં પણ, સમ્યગ્દર્શન પામવા માત્રથી જીવ વિરતિને પામી શકતો નથી, એ પણ એક હકીકત છે; કારણ કે-વિરતિને પામવાને માટે તો બીજા ક્ષયોપશમાદિની જરૂર પડે છે. દર્શનમોહનીચનો ક્ષયોપશમાદિ સમ્યગ્દર્શન ગુણને પ્રગટાવે અને ચારિત્રમોહનીયનો ક્ષયોપશમાદિ વિરતિગુણને પ્રગટાવે. દર્શનમોહનીયના ક્ષયોપશમાદિવાળા આત્માઓમાં બધા જ ચારિત્રમોહનીયના પણ ક્ષયોપશમાદિવાળા જ હોય એવું બનતું નથી. દર્શનમોહનીયનો ક્ષયોપશમાદિ થયો હોય અને ચારિત્રમોહનીયનો ભારે ઉદય વર્તતો હોય, એવું પણ બને. એટલે, સમ્યગ્દષ્ટિ આત્માઓમાં જેમ સર્વવિરત આત્માઓ પણ હોય અને દેશવિરત આત્માઓ પણ હોય, તેમ અવિરત આત્માઓ પણ હોય. પાપણી ચાલુ હોવા છતાં પણ દુર્ગતિથી ઉગારી લે એવી ચીજ ક્યી છે ?
સમ્યગ્દર્શન ગુણને પામેલા આત્માઓમાં સર્વવિરતિ આત્માઓ જેટલા હોય, તેના કરતાં દેશવિરતિ આત્માઓ અને અવિરતિ આત્માઓ ઘણી મોટી સંખ્યામાં હોય. દેશવિરતિ આત્માઓ અને અવિરતિ આત્માઓ, એ બધા તો ગૃહસ્થ જ હોય ને ? એ બધા વિષયોનું સેવન ન જ કરતા હોય, એમ કહેવાશે ? નહિ; અને, એ બધા પરિગ્રહ રાખતા ન હોય, મેળવતા