________________
૧૯૬
-
-
-
-
-
-
-
-
-
- -
ચૌદ ગુણસ્થાન ભાગ-૨ પછીથી પણ, જેવી નમ્રતાથી અને જેવી પદ્ધતિથી રાજાને નમના કરવાનું નક્કી થયેલું હોય, તે મુજબ જ નમન કરવાની કાળજી અગાઉથી રાખી હોય. અમુક રાજાને કેમ નમાય છે અને તેની પાસે કેમ જવાય છે, તેની જો ખબર ન હોય, તો પહેલાં તેના જાણકારને પૂછીને અને શીખીને ત્યાં જાય. રાજા પાસે જે ભેટયું કરે તે પણ વારો આવે ત્યારે અને વિનયથી જ કરે અને તે પણ
જ્યાં જેમ મૂકાતું હોય ત્યાં તેમ જ મૂકે. રાજાના કોઇ અંગને સ્પર્શ કરવાનો હોય તો એવી મૃદુતાથી કરે કે-સ્પર્શ થવા છતાં પણ સ્પર્શ થયો નથી એમ લાગે. જ્યાં સુધી એ રાજા સમક્ષ રહે, ત્યાં સુધી એ ડાળીયાં મારે જ નહિ. એની નજર રાજાની સામે ને સામે હોય. રાજાની નજર મારા ઉપર પડે ત્યારે મારું ધ્યાન બીજે છે-એવું નહિ જ દેખાવું જોઇએ, એની પણ પૂરતી કાળજી, રાજસભામાં ગમે તેટલું બીજું જોવાનું હોય, પણ તે જ્યાં સુધી રાજાની સેવામાં હોય, ત્યાં સુધી તો વધુમાં વધુ આંખનો સંયમ રાખે. ત્યાં કોઇનીય સાથે તે આડી-અવળી વાતો કરે નહિ. રાજાની સમક્ષ જ્યારે બોલવાનું હોય, ત્યારે પણ વિનયભર્યું વચન બોલે. બધું કામ પતાવ્યા પછી પણ એ પાછો વળે રાજાની અનુમતિ મળેથી જ અને પાછા વળતાં પણ ક્યાંય અવિનય થઇ જાય નહિ તેની સાવધગીરી રાખે. આ બધું જાણનારા અને અવસરે આચરનારા તમે, ભગવાન શ્રી જિનેશ્વરદેવની પાસે કેવી રીતિએ જાવ-આવ કરો છો, તે તમે પોતે જ વિચારીલો. ભગવાન પાસે તો તમારે રાજાની પાસેના વિનયાચરણ કરતાં પણ વધારે વિનયાચરણ કરવું જોઇએ ને ? તમે એ પ્રમાણે કરો છો ખરા? અને કોઈ વાર તેમાં ભૂલ થાય તો તે તમને ડંખે છે ખરી ? પરંતુ ખરી વાત તો એ છે કે-શ્રી જિનની પાસે જનારાઓને મોટે ભાગે આ પ્રકારનું વિનયાચરણ કરવાનો ખ્યાલ પણ નથી. રાજા અને ભગવાન ઃ