SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૫ કોઇ યુથસ્થાન ભાગ-૨ -------- ચૌદ ગુણસ્થાનક ભાd|-૨ પરિશિષ્ટ છે આરામભૂમિ જેવી ચંપાનગરીઃ ચંપા' નામની એક નગરી હતી. જે સમયની આ વાત છે, તે સમયે તે ચંપાનગરી ખૂબ આબાદી ભોગવતી હતી. તે ચંપાનગરીનું વર્ણન કરતાં, અહીં તેને “આરામભૂમિ'ની સાથે ઘટાવવામાં આવી છે. આરામભૂમિ જેમ બહુ શાખાઓવાળાં વૃક્ષોથી ભરચક હોય છે, તેમ તે ચંપાનગરી પણ ઘણા શાહુકારોથી ભરચક હતી. આરામભૂમિ જેમ “પુત્રાગ” નામનાં વૃક્ષોથી શોભતી હોય છે, તેમ તે ચંપાનગરી પણ ઉત્તમ પુરૂષોથી અલંકૃત હતી. આરામભૂમિ જેમ ઉંચા એવાં શાલનાં વૃક્ષોથી વિરાજિત હોય છે, તેમ તે ચંપાનગરી પણ ઉંચા એવા કિલ્લાથી વિરાજતી હતી. અર્થાત- તે ચંપાનગરીમાં શાહુકારો ઘણા હતા એટલે તે નગરી ઘણી જ સમૃદ્ધ હતી. પણ માત્ર સમૃદ્ધિ એ જ નગરીની ખરી શોભા નથી. નગરીની સાચી શોભા તો તેમાં ઉત્તમ પુરૂષોનો નિવાસ હોય એમાં જ છે. સદાચારપરાયણ ઉત્તમ પુરૂષોથી વિહીન એવી સમૃદ્ધિશાલિની પણ નગરી, સાચી શોભાને પામી શકતી નથી. તે ચંપાનગરી તો સમૃદ્ધિશાલિની પણ
SR No.023108
Book TitleChaud Gunsthanak Part 02 Gunsthanak 2 to 4
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy