________________
ભરવાનની સિકતાવાળી શ્રી જિન
શ્રી જિનપૂજાય
૧૮૮
ચૌદ મણસ્થાનક ભાગ-૨ વિધમાન સામગ્રીઓ દ્વારા શ્રી જિનપૂજા કર્યા પછીથી એ કેવળ માનસિક લ્પનાથી જ નન્દનવનાદિના પુષ્પોને લાવીને શ્રી જિનને પૂજે છે. એ વખતે એ પુણ્યાત્મા પરમાત્મસ્વરૂપના પૂજનમાં એકતાના બની જાય છે. પૂજા કરતાં ભગવાનની કેવળી અવસ્થા અને સિદ્ધાવસ્થા પણ ભાવનાની છે. મનોયોગની પ્રધાનતાવાળી પૂજામાં ભગવાનની સિદ્ધાવસ્થાનું પૂજન હોય છે. આ રીતિએ કરાતી કાયયોગની પ્રધાનતાવાળી શ્રી જિનપૂજા વિઘ્નોને ઉપશમાવનારી બને છે, વાગ્યોગની પ્રધાનતા વાળી શ્રી જિનપૂજા પૂજકના અભ્યદયને સાધનારી બને છે અને ત્રીજી મનોયોગની પ્રધાનતાવાળી શ્રી જિનપૂજા પૂજકના નિર્વાણને સાધનારી બને છે. કેટલાક આચાર્ય ભગવન્તો એમ પણ માને છે કે શ્રી જિનની અંગપૂજા, એ વિજ્ઞોપશમની છે; શ્રી જિનની અગ્રપૂજા, એ અભ્યદયપ્રસાધની છે; અને શ્રી જિનની ભાવપૂજા, એ નિવણસાધની છે. વળી કેટલાક આચાર્યભગવન્તોનું એમ પણ કહેવું છે કે-શ્રી જિનપૂજાના જૂદી જૂદી અપેક્ષાવાળા બે, ત્રણ, ચાર પાંચ આદિ વિવિધ પ્રકારો છે, પરન્તુ એ સર્વ પ્રકારોનો સમાવેશ, “અંગપૂજા, અગ્રપૂજા અને ભાવપૂજા' -એ ત્રણ પ્રકારોમાં થઇ જાય છે. પાંચ-આઠ-સર્વપ્રકારની શ્રી જિનપૂજા:
અભ્યદય
શ્રી જિનપૂજા એમ પણ ફ
શ્રી જિનપૂજાના પાંચ પ્રકારો, આઠ પ્રકારો અને સર્વ પ્રકારો એમ પણ ભેદો છે. પંચાંગ પ્રણિપાત, એ પણ પાંચ ઉપચારોવાળી શ્રી જિનપૂજા કહેવાય છે; સચિત્ત દ્રવ્યનો ત્યાગ, અચિત્ત દ્રવ્યનો અત્યાગ, એક પનાનું સાંધા વિનાનું ઉત્તરાસંગ કરવું, બે હાથની અંજલિ કરવી અને મનનું એકાગ્રપણું કરવું-એ પાંચા વિનયસ્થાનોએ યુક્ત એવી શ્રી જિનપૂજા, એ પણ પાંચા ઉપચારોવાળી શ્રી જિનપૂજા કહેવાય છે; અને પુષ્પ અક્ષત, ગંધ,