________________
ચૌદ વણસ્થાન ભાગ-૨
૩૦૪ -------------- નિધાન-દર્શન :
અહીં જ આપણને સમરવિજયની ક્રૂરતાનો અને શ્રી કીર્તિચન્દ્ર રાજાની અક્રૂરતાનો પહેલો સાક્ષાત્કાર થવાનો છે. ક્રૂરતાના યોગે સમરવજિય કેવો ઘાતકી બને છે અને તેના ઘાતકીપણાને જાણવા છતાં પણ, તેની સામે અક્રૂરતાના યોગે શ્રી કીર્તિચન્દ્ર નરનાથ કેવી ઉદારતા દર્શાવે છે, તે હવે જોવાનું છે. ગમે તેમ ઘસડાતી નાવમાં દૂર આવવાથી શ્રમિત બનેલા શ્રી કીર્તિચન્દ્રનરનાથ કીનારે પહોંચીને જેટલામાં વિશ્રામ લઈ રહ્યા છે તેટલામાં તો તેમની નજર એક નિધાન ઉપર પડે છે. નદીના પૂરથી દેતડ ખોદાઈ જવાના યોગે, ખાડામાં કોઈએ જે નિધાન દાઢ્યું હશે તે સ્પષ્ટપણે દેખાવા લાગ્યું. સુમણિઓ અને રત્નોના એ નિધાનને દૂરથી જોતાની સાથે જ કીર્તિચન્દ્ર રાજાએ તેની નજદિક જઈને ખાત્રી કરી. આ રીતિએ તે નિધાનને બરાબર જોયા બાદ, શ્રી કીર્તિચન્દ્ર નરનાથે સમરવિજય કુમારને પણ તે નિધાન દર્શાવ્યું. સમરવિજયનો ક્રૂર વિચાર :
રાજાએ દેખાડેલ નિધાન સમરવિજયની દ્રષ્ટિમાં આવતાંની સાથે જ, તેના હૈયામાં રહેલી ક્રૂરતાએ હલ્લો કર્યો. અક્રૂરતાના યોગે ગુણગણથી ભૂષિત રાજાએ સરળતાથી સમરવિજયને નિધાન દર્શાવ્યું, પણ દેદીપ્યમાન રત્નોના ઢગલાને જોવાથી સમરવિજયનું ક્રૂર પરિણામ વાળું ચિત્ત ચંચલ બન્યું. એ નિધાનને જોઇને કુર સ્વભાવવાળો સમરવિજય વિચાર કરે છે
રાજાને મારી નાખીને આ નિધાનને હું જ ગ્રહણ કરૂં કારણ કે જે રાજ્ય છે તે સુખથી સજ્જ છે અને આ રત્નોનો નિધિ અખૂટ છે!” ક્રૂર વિચારનો અમલ અને નિષ્ફળતાઃ
છે કાંઈ કહેવાપણું? ક્રૂરતા તો ક્રૂરતા, પણ તેય કેટલી હદ સુધીની