________________
થાક ભાવ- ૨.
૧૫૧
થોડા. મુક્તિ પામતાં પહેલાં જેમને કેટલોક કાળ સંસારમાં કાઢવાનો હોય એવા જીવો, સમ્યકત્વને પામનારા જીવોમાં મોટી સંખ્યામાં હોય. એવા જીવો મુક્તિ પામે ત્યાં સુધી ક્યાં રહે ? સંસારમાં તો ખરા, પણ સંસારમાંય કેવા સ્થાને ? સમ્યક્ત્વનો અને એ જીવનો સંબંધ જો બરાબર બન્યો રહે, તો એ જીવ કદી પણ દુર્ગતિમાં જાય જ નહિ. સખ્યત્વ પામતાં પૂર્વે આયુષ્ય બાંધ્યું હોય તો વાત જુદી, બાકી સમ્યક્ત્વની હાજરીમાં સમ્યગ્દષ્ટિ જીવને કદી પણ દુર્ગતિના આયુષ્યનો બંધ પડે જ નહિ. એટલે, એ જીવ ન તો નરકગતિમાં જાય ને ન તો તિર્યંચગતિમાં જાય. બાકી રહી જે બે ગતિ, એમાં એ જીવ સુખવાળા સ્થાનને પામે. એમ કરતાં કરતાં, છેલ્લે છેલ્લે એ જીવ મનુષ્યગતિને નિયમો પામે અને મનુષ્યગતિ પામી, સર્વ કર્મર્નાિ ક્ષય સાધને એ જીવ મુક્તિસુખર્ન પાર્મ. આ દ્રષ્ટિ અને આ રૂચિનો બહુ ગુણ :
સમ્યક્ત્વના મહિમાને વર્ણવનારી આ વાતનો મર્મ તમને સમજાય છે ? આત્મામાં સમ્યક્ત્વ ગુણનું પ્રગટીકરણ થઇ જાય, એટલા માત્રમાં બેચ દુર્ગતિ બંધ અને સુખ પણ સ્વાધીન, એનું કારણ શું ? સમ્યક્ત્વ પામે એટલા માત્રથી જ જીવ ખરાબ વર્તન, નહિ કરવા યોગ્ય વર્તન કરનારો મટી જાય એવું નથી; પણ ખરાબ વર્તન કરનારો એ હોય તે છતાં પણ એ આત્મામાં એવું સારાપણું પ્રગટે છે, કે જે સારાપણાને લીધે જ એને માટે દુર્ગતિનાં દ્વાર બંધ થઇ જાય છે અને દેવતાઇ સુખો, માનુષિક સુખો તથા મુક્તિસુખ એને સ્વાધીન બની જાય છે. જ્ઞાનિઓની દ્રષ્ટિએ જે વર્તન ખરાબ ગણાય, પ્રમત્ત વર્તન ગણાય, એ વર્તનને પોતે આચરતો હોય, એ વર્તન આચર્યા વિના પોતે ના રહી શકતો હોય, તે છતાં પણ એ વર્તનને ખરાબ જ માને-એવા જીવો આ જગતમાં કેટલા ? સમ્યગ્દર્શન ગુણના યોગે આત્માને સૌથી પહેલો