________________
અજમુહૂર્ત સાખ અગ્નિકવ્યના બાકીનાં આહિર
ચૌદ ગુણસ્થાન ભાગ-૨
૨૬૧ ઉપર્યુક્ત અન્તર્મુહૂર્તવેદ્ય મિથ્યાત્વમોહનીય કર્મદ્રવ્યોને વેદી નાંખે છે-અનુભવી નાંખે છે-તેનો ક્ષય કરે છે, જ્યારે બાકીનાં અતિ દીર્ઘસ્થિતિવાળાં મિથ્યાત્વમોહનીય કર્મદ્રવ્યના મોટા વિભાગોને ભસ્મચ્છન્નાગ્નિવત (જેમ રાખ અગ્નિને ઢાંકી રાખે છે તેમ) ઉદયમાં ન આવે-અન્તર્મુહૂર્ત સુધી તો ભોગવવા ન જ પડે એવી રીતે દબાવી મૂકે છે. પેલાં અન્તર્મુહૂર્તવેદ્ય કર્મદ્રવ્યો જ્યારે તમામ વેદી લેવાય છે કે તે જ ક્ષણે-તેજ સમયમાં અન્ડરકરણમાં પ્રવેશ થાય છે : અર્થાત્ તે ક્ષણમાં મિથ્યાત્વમોહનીય કર્મનો જરા પણ વિપાકઉદય કે પ્રદેશ-ઉદય એ બેમાંથી એક પણ જાતનો ઉદય નહિ હોવાથી સમ્યગ્દર્શન અર્થાત સમ્યક્ત્વનો પ્રાદુર્ભાવ થાય છે. આ સમ્યકત્વ અંતર્મુહૂર્ત સુધી રહે છે, કેમકે-અન્તરકરણનો કાળ અન્તર્મુહૂર્તનો જ છે. વિશેષમાં અંતરકરણમાં રહ્યો થકો જીવી દેશવિરતિ કે સર્વવિરતિને પણ પામી શકે છે.
આ ઉપરથી જોઇ શકાય છે કે-અનિવૃત્તિકરણ રૂપ અધ્યવસાયને પ્રાપ્ત થતાં પ્રાણ પ્રતિસમય વિશુદ્ધ પરિણામને પામતો થકો બહુ કમને ખપાવે છે ? અને તેમાં ખાસ કરીને જે મિથ્યાત્વમોહનીય કર્મો ઉદયમાં આવ્યાં હોય તેને વેદી નાંખે છે, અને જે ઉદયમાં ન આવ્યાં હોય અર્થાત્ ઉદીરણાદિક કરણ દ્વારા પણ જેને (વિપાક-ઉદય કે પ્રદેશ-ઉદય એ બેમાંથી એક પણ) ઉદયાભિમુખ બનાવી શકાય તેમ ન હોય તેને દબાવી રાખે છે અર્થાત તેને ઉપશમાવે છે. આ પ્રમાણે મિથ્યાત્વની સ્થિતિના બે વિભાગ પાડી અન્ડરકરણ કરે છે અને એવી જ સ્થિતિમાં અંતર્મુહૂર્ત સુધી રહે છે.
અત્ર એ ધ્યાનમાં રાખવું કે-ઉપર્યુક્ત અન્તર્મુહૂર્તવેધ મિથ્યાત્વદલિકનું જ્યાં સુધી જીવ વેદન કરતો હોય ત્યાં સુધી તો તે મિથ્યાદ્રષ્ટિ જ કહેવાય. પરંતુ આ દલિકોને વેદી નાખ્યા બાદ અર્થાત્ અનિવૃત્તિકરણની પ્રાપ્તિ થયા પછીનો અન્તર્મુહૂર્તનો કાળા