________________
૨૦૪
ચૌદ વણસ્થાન ભાગ-૨
–––––
સંભવી શકે જ નહિ
વાત સાચી છે કે-શુશ્રુષાદિ ગુણો જ્ઞાન અને ચારિત્રના અંશ રૂપ છે અને એથી એ ગુણોને પામવાને માટે જ્ઞાનાવરણીયકર્મ, ચારિત્રમોહનીય-કર્મ તથા વર્યાન્તરાય કર્મના ક્ષયોપશમની આવશ્યક્તા છે; પણ ઉપકારિઓ માને છે કે જે વખતે જીવા સમ્યકત્વના હેતુ રૂપ મિથ્યાત્વમોહનીય કર્મનો ક્ષયોપશમ કરે છે, તે વખતે તે જીવ એક્લા મિથ્યાત્વમોહનીય કર્મનો જ ક્ષયોપશમાં કરતો નથી પણ તેની સાથે સાથે જ તે જીવ જ્ઞાનાવરણીય કર્મનો પણ ક્ષયોપશમ કરે છે અને અનન્તાનુબધિ કષાય છે લક્ષણ જેનું એવા ચારિત્રમોહનીય કર્મ આદિનો પણ ક્ષયોપશમ કરે છે. સમ્યક્ત્વના હેતુ રૂપ મિથ્યાત્વમોહનીય કર્મના ક્ષયોપશમના અવસરે, જ્ઞાનાવરણીય કર્મ તથા અનન્તાનુબંધિ કષાયલક્ષણ ચારિત્રમોહનીય કર્મ આદિ કર્મોનો ક્ષયોપશમ પણ અવશ્યમેવા થાય છે. આથી સખ્યત્વના સદ્ભાવમાં શુશ્રુષાદિ ગુણોનો સદ્ભાવ અવશ્ય હોઇ શકે છે, એમ કહી શકાય.
અહીં કોઇ એમ કહી શકશે કે- “શુશ્રુષાદિ ગુણો જ્ઞાનાવરણીય આદિ કર્મોના ચોપશમથી જ પ્રગટે છે-એ વાત
જ્યારે કબૂલ છે, તો પછી સમ્યક્ત્વના સભાવમાં શુશ્રુષાદિ ગુણોનો સભાવ હોય છે એમ કેમ કહો છો ? સમ્યકત્વ તો મિથ્યાત્વમોહનીય કર્મના ક્ષયોપશમનું કાર્ય છે, માટે એમ કહેવું જોઇએ કે-શુશ્રુષાદિ ગુણો જ્ઞાનાવરણીય આદિ કર્મોના ચોપશમના સદ્ભાવે હોય છે.”
પણ આવું કહેનારને ઉપકારિઓ સમજાવે છે કે- “કેવલ જ્ઞાન, એ કેવલજ્ઞાનાવરણકર્મના ક્ષયથી જ પ્રગટે છે અને તેમ છતાં પણ એમ કહેવાય છે કે-કષાયોનો સર્વથા ક્ષય થયે છતે કેવલજ્ઞાન પ્રગટે છે; અથવા તો સમ્યક્ત્વ એ મિથ્યાત્વના ક્ષયોપશમાદિથી જ લભ્ય હોવા છતાં પણ એમ કહેવાય છે કે